________________
આમામ પોલ”
|| જય!
શ – જય !! |
જે ગિરિવરના પૂજ્ય ગુંજને કર્ણપટે અથડાયા છે! પુનિત ભૂમિએ સિદ્ધગિરિની પુણ્ય તણી જ્યાં છાયા છે. પતિત જીવન પણ જે ભૂમિ પળમાં સદાકાળ પલટાવે છે, અમર શાંતિને સદા હૃદયમાં પુણ્યક્ષેત્ર જે લાવે છે.
(૨)
- જ્યાં કઈ ભવ્ય જીવો આ જગના પરમ એક્ષપદ પામી ગયા, સિદ્ધ બનીને અસંખ્ય આત્મા અમેઘ સુખના ભાગી થયા. જે ભૂમિથી સુખ શાંતિ પ્રેમની નિર્મળ સરિતા રહે છે, દેહ અને દિલ એ બંનેમાં મોક્ષ ભાવ જ્યાં ખેલે છે.
દૂર થકી દેખાતાં આત્મા શાંત કરી સુખ જે અપે, કુટિલ બંધને આ કાયાના પલક એકમાં જે કાપે. સોરઠ કેરી ધર્મભૂમિને જે ગિરિવર શણગારે છે, અસંખ્ય આ અવનિતલ કેરાં જીવન પલકમાં તારે છે.
વિજય વરતે એ શત્રુંજય મમ ઉરને ભય હરનાર, અજબ શાંતિની ધારા હૈયે હરહંત લાગે પ્યારે. જેના તેજ અમેઘ સદા મમ પ્રાણ ઉજાળી સુખ આપે, કોટી કેટી મુજ વંદન તેને અમરપદે નિત થાપે,