________________
ર૭૬
આગમત ઉદ્દેશીને દ્રવ્યાથિકાદિ નય નિરૂપણ અવતારનું સંમતપણું છે, અને (૩) અનુગના ચેથા ભેદરૂપ જે નયદ્વાર છે, તેમાં ઉપસંહાર્ય અર્થની જ્ઞાન અને ક્રિયા નયથી વિચારણા કરવામાં કોઈ પણ જાતને નિષેધ નથી અને આચરણને વિરાધ આવે તે બાધ નથી.
પરંતુ દરેક સૂત્રમાં ચાર અનુગ કરીને ત્યાં દરેક અનુ યેગમાં દરેક પદાર્થોમાં જે નય ઉતારવાને પ્રયત્ન છે તે પ્રયત્ન જ પૃથકતવ અનુગમાં એક અનુયોગના દરેક પદને આશ્રીને નિષેધ વામાં આવેલ છે. (૨) એ પ્રમાણે સાત નયની અપેક્ષાએ સાતસો ભેદને “સમભિરૂઢ અને એવંભૂત આ બે નયે તે શબ્દ નયની અંદર અંતર્ભાવ હેતે છતે પાંચ નયની અપેક્ષાએ થતા પાંચસો ભેદ એ વગેરે આદેશેલા સેંકડો ભેદ વડે અધિકાર નથી, પરંતુ મૂળ જે નૈગમ વગેરે સાત ને છે, તેનાથી તે હાલમાં પણ અધિકાર છે.
આ જ કારણથી જૈન મતમાં સૂવ કે અર્થ કંઈ પણ નય વગરનું નથી આવું વચન છે. પ્રાયે કરીને ત્રણ નય કરીને અધિકાર છે એમ જે કહેવાય છે, ત્યાં (૧) શુદ્ધ દ્રવ્યાસ્તિક સંગ્રહ-નય, (૨) શુદ્ધ પર્યાયાસ્તિક એવંભૂત અને (૩) બાકી બધા જે ન કેઈ પણ કારે દ્રવ્યાસ્તિક-પર્યાયાસ્તિક ઉભયરૂપ છે. આવી રીતે ત્રણ ન કરીને અધિકાર છે. એ અપેક્ષાએ મૂળ નયને અનધિકાર છે.
પ્રશ્ન ૫૪-(ઉપવાતનિયુક્તિમાં) લક્ષણ દ્વારમાં ભાવના ભેદમાં જે સ્વરૂપનકકી કર્યું છે તેને છોડી (૧) સામાયિક, સંયમ વગેરે (૨)વ્યા સ્તિક વગેરે નયના સમવતાર અનુમતકારમાં કેમ વિચારાય છે?
ઉત્તર-જે શ્રદ્ધાન વગેરે ભાવ લક્ષણ કહેલું છે, તે વ્યંજન, અર્થ અને ઉભય અર્થની અપેક્ષાએ છે, નયાદિરૂપ નથી, પરંતુ વસ્તુનું સ્વરૂપ જણાવે છે, માટે નયરૂપ જ છે. આથી જ નયમાં નયાવતાર નથી. એ પ્રમાણેના લક્ષણમાં નય વગેરે નથી, પરંતુ સામાયિકના અભિધાન આદિમાં છે.