________________
O ભગવાને પ્રરૂપેલાથી બીજા પદાર્થો તે માત્ર કેવળ જ્ઞાનના જ વિષય છે, માટે તે ક્ષાવિક કેવલજ્ઞાનને જ વિષય છે. તેથી “જો તુ વિરું રે' એ વચન દ્વાદશાંગનું પ્રકરણ હેવાથી “વચનગ એ જ ” એ અર્થ અસંગત નથી. એથી એ નક્કી થયું કે-દ્વાદશાંગથી વાચ્ય અર્થને સમુદાય, આગમ અને આજ્ઞાથી ગ્રહણ કરાય છે. બાકીને જે કેવળરૂ૫ આગમથી જાણવા યોગ્ય જ છે. શ્રદ્ધાનુસારીઓને આગમગમ્ય પણ છવારિ પદાર્થો જે શ્રોતાને અનુમાન ગમ્ય થતા હોય તે પ્રથમ અનુમાનથી અને પછી આજ્ઞાથી અવધારણ (નિશ્ચય) કરાવવા. તેવા પ્રકારની પ્રરૂપણ કરનારને પ્રાપ્તિપદની આરાધના થાય છે. નહિ તો આરાધના થતી નથી (પણ વિરાધના થાય છે.)
આ જ કારણથી વ્યાખ્યાનમાં નિપુણે કહેવા ગ્ય અર્થોને અનુમાનાદિકમથી દઢ કરીને પછી
(૧) સૂવાનુગમમાં સૂત્રનું વ્યાખ્યાન કરે છે.
(૨) આ જ કારણથી અનુગારમાં અનુગામની પહેલાં ઉપમ અને નિક્ષેપ અને
(૩) નિક્તિ અનુગમમાં સુસ્પશી નિયુક્તિની પહેલાં જ ઉપઘાત નિર્યુક્તિ જણાવે છે.
(૪) તેમજ જીવગુણજ્ઞાન-પ્રમાણ દ્વારમાં પણ લૌકિક દષ્ટિથી પણ છેવટે જ અગમ પ્રમાણનું કથન છે. સિદ્ધસેન દિવાકરજી મહારાજ તે સમ્યગ્દર્શન આદિથી સાધ્ય એવા મોક્ષાદિક પદાર્થોને હેતુવાદમાં અને ભવ્ય-અભવ્ય વગેરે સ્વાભાવિક પદાર્થોને અહેતુ વાદમાં લઈ જઈને વાચ્ય અર્થના બે પ્રકાર કહે છે, અને બધું પણ દ્વાદશાંગ પ્રજ્ઞાપનીય અર્થમય છે. બાકી કેવળગમ્ય છે.
પ્રશ્ન કર-કેવળજ્ઞાનનું તે જ કેવળપણું છે કે તે કેવળજ્ઞાન કોઈ (જ્ઞાન)ની સાથે સહચારી નથી, કારણ કે મન-પર્યવ કે અવધિ એ મતિ કૃત વિના હેતાં નથી, અને મતિ, શ્રત એ પણ