________________
૧૮૯
વર્ષ ૪-૫, ૩
મોતીને હાથમાં લઈને મનમાન્યા ભાવ કરવા તે ન ચાલે, પરંતુ ભાવ કરનારે મોતીનું પાણી, રંગ, આકાર, તેજ, તેલ દેખીને ભાવ કરે તો તે ઝવેરીની પંક્તિમાં ગણાય છે, નહિતર મનમાન્યા ઢંગધડા વગર ભાવ કરનારો લબાડ કહેવાય છે. તેવી રીતે શાસ્ત્રકારેના વચન સિવાયનાં બાલાતા વચનની કિંમત બે બાર જેટલી પણ નથી, શાની અપેક્ષાએ બેલાતાં વચનની કિંમત અમોઘ છે, આથી ચાર ભાવનાના સ્વરૂપ કથનમાં પણ શાસ્ત્રની અપેક્ષા રાખવી પડે છે. - ધર્મનું સ્વરૂપે વર્ણન.
તમે કહે છે કે ચાર ભાવનાથી વિરામ પામેલાઓમાં ધર્મ નથી, તે પછી “પિતા ” ઈત્યાદિ પદેથી ધર્મનું સ્વરૂપ કહેવાય છે, તે શું ? એટલે દુર્ગતિમાં પડનારા પ્રાણીને ધારણ કરે છે તે ધર્મ કહેવાય છે, તે પછી ચાર ભાવનાથી ભાવિત ધર્મ છે, એ લક્ષણરૂપ ધર્મ તમે કયાંથી લાવ્યા? | દુર્ગતિમાંથી પડતા જીવને ધારણ કરીને સદ્ગતિમાં સ્થાપના કરે તે ધર્મના ફળનું વર્ણન છે, ચાર ભાનાથી ભાવિત ધર્મ કહેવાય છે, તે ધર્મનું વાસ્તવિક સ્વરૂપ છે. . કેઈ પૂછે કે પાણી જેનું નામ? જવાબમાં કહે કે, તરસ મટાડે તે પાણી કહેવાય. ખેરાક કેનું નામ? જવાબમાં ભૂખ મટાડે તેનું નામ રાક કહેવાય તેવી રીતે દુર્ગતિથી બચાવે કોણ? તે કહેવું પડશે કે, ધર્મ, સદુગતિમાં સ્થાપે કેશુ? તે કહેવું પડશે કે, ધર્મ. આ બધા પ્રશ્નમાં ફળ રૂપે વર્ણન છે.
જેમ ઘણી કિંમત આપવી પડે તે ધાતુનું નામ સુવર્ણ છે. ઘણી કિંમત અપાવે તે હીરે; આ બંનેમાં ફળ રૂપે વર્ણન છે. પણ સેનું કહેવાય કેને? તે કહેવું પડશે કે, કસોટી પર કસ આવે, છીણીથી કપાય તે છેદાય તે) અને અગ્નિના તાપમાં નિર્ણય કરી શકાય તેનું નામ સુવર્ણ. આ સ્વરૂપ વર્ણન છે. તેવી રીતે