________________
વર્ષ ૪-૫, ૩
૧૯૩ વિશ્વ-ઉદ્ધારના પર્યાવસાનમાં મૈત્રી ભાવનાની મહત્તા સમાયેલી છે. મૈત્રી ભાવનાને સમજ્યા પછી પ્રમોદ ભાવનાને સમજવાની જરૂર છે.
જ્યારે વીંછી કરડયો હોય અને તેની વેદનામાં આકુળવ્યાકુળ થયા હોય ત્યારે તુરત બેલે કે વીંછી ઊતારનારને તુરત બોલાવો. જરા વિલંબ થાય એટલે બોલે કે ઉતારનાર આવ્યો કે નહિં? વીંછી ઉતારનાર આવે ત્યારે તેના તેના પગે પડે અને વિનંતિ કરે. વિચારે કે વીંછી ઉતારનાર ન હોય તે શું થાય? વીંછી ઉતારનારનું આવાગમન થવાની સાથે સ્વાગત કરાવવાનું, તેની ક્રિયા પ્રત્યેનું બહુમાન રાખવાનું, તે ઉતારનારને કંઇપણ તકલીફ ન પડે તેની સાવધાની રાખવા૨ખાવવાનું ધ્યાન રાખે છે. વીંછી ઉતારનાર આવ્યું, એટલે વીંછીની વેદનાવાળાને આનંદ થાય અને કહે કે હવે હારી વેદના હમણાં જ જશે.
તેવી રીતે કર્મ–વીંછીની વેદનાઓને મુકાવનારા દેવનરૂપ અરિહંત-સિદ્ધ ભગવન્તની અને આચાર્ય–ઉપાધ્યાય-સાધુ ભગવં. તેના સહવાસમાં, સમાગમમાં, ઉપદેશ શ્રવણમાં તેઓની જીવનચર્યા દેખાવમાં આનંદ આનંદ થઈ જાય અને કર્મના કાંટા વર કરવાની તાકાત તેઓમાંજ છે. વીંછીની વેદનામાં બેભાન થયેલ અગર નાની ઉમ્મરના છોકરાને વીંછી ઉતારનાર પ્રત્યે આનદ ન ન થાય, તેવી રીતે કર્મના કાંટાની વેદનામાં વ્યાકુળ થયેલાઓને અને બેભાન થયેલાઓને પણ પરમેષ્ઠીઓ પ્રત્યે બહુમાન-આદરઆનંદ-પ્રમોદ ન થાય તે સ્વાભાવિક છે.
જૈનશાસન માન્ય ગુણીજને પ્રત્યે, ગુણે પ્રત્યે અને તે ગુણેની ઉત્પત્તિ-કાવ વૃદ્ધિના સકળ સાધન-સામગ્રીસંગે પ્રત્યે આદર બહુમાન પૂર્વકને આનંદ વ્યક્ત કરે.
વખતે વખત અમેદ ભાવનાના પ્રબલ આંકેલને ઉઠયા કરે તેનું નામ પ્રમાદ ભાવના છે. ૧૫