Book Title: Agam Jyot 1969 Varsh 04
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 275
________________ ૨૪૪ આગમત આઘસમ્યકત્વ ગુરૂઆદિથી થાય કે સ્વયં થાય? જો કે જીવમાત્રને અંગે સમ્યક્ત્વ પછી તે આઘસમ્યક્ત્વ હોય અથવા અન્ય વખતનું સમ્યક્ત્વ હોય પણ તે બે પ્રકારે થઈ શકે છે. તેમાં પહેલે જે નિસગ સમ્યક્ત્વને જે ભેદ કે જેમાં સ્વાભાવિકપણે એટલે ગુરૂમહારાજના ઉપદેશાદિ વિના જ સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. તે નિસગ નામનું સમ્યકત્વ દરેક જીવને થઈ શકે છે, પણ તીર્થકર ભગવાનનાં ચરિત્રો જોતાં બીજા ને પ્રથમ સમ્યક્ત્વ કદાચ નિસર્ગથી થઈ જાય, તે પણ શ્રીજિનેશ્વર ભગવાનનું આદ્યસમ્યક્ત્વ નિસર્ગ હોય એમ જણાતું નથી અર્થાત ભગવાન જિનેશ્વરને જે આઘસમ્યક્ત્વ નિસગ ભેદનું થતું હોય અને એ નિયમ હોત તે ભગવાન જિનેશ્વરને આદ્યસમ્યક ત્વની પ્રાપ્તિમાં પણ સ્વયંસંબુદ્ધ કહેવામાં અડચણ ન આવત, પણ તીર્થકર મહારાજાઓના ચરિત્રને આધારે દરેક તીર્થંકર ભગવાનના જીને ગુરુ મહારાજના ઉપદેશથી જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ છે, અર્થાત્ અધિગમ સમ્યક્ત્વ કે ગુરુ મહારાજના ઉપદેશથી થાય છે, તેવા અધિગમ સમ્યક્ત્વની પ્રથમથી પ્રાપ્તિ થઈ છે, માટે અન્ય ને સ્વયંસંબુદ્ધ કદાચ કહી શકાય, પણ ભગવાન જિનેશ્વર મહારાજના જીને સ્વયંસંબુદ્ધ કહી શકાય નહીં, અને શ્રીહરિભકરિ શ્રીલલિતવિસ્તરામાં આદ્યસમ્યક્ત્વની પ્રાપ્તિમાં ભગવાનને ગુર્નાદિના ગે સમ્યક્ત્વ થવાનું સ્પષ્ટપણે કહે છે, તે પછી ભગવાન જિનેશ્વરને અંત્ય ભવના ચારિત્રની અપેક્ષાએ સ્વયંસંબુદ્ધ માનવા એજ વ્યાજબી હોય અને આદ્યસમ્યક્ત્વની અપેક્ષાએ સ્વયંસંબુદ્ધ ન હોય, એમ કેમ ન માનવું? આ શંકાના સમાધાનમાં સમજવાનું કે ભગવાન તીર્થકરના ભવમાં ચારિત્રની અપેક્ષાએ જે સ્વયંસંબુદ્ધપણું તે નિરૂપચરિત છે, એમાં કોઈ શંકા નહિ, પણ ભગવાન જિનેશ્વરેનું આદ્યસમ્યક્ત્વ જે આદિના વેગે છે અને તેથી આધિગમિક નામનું છે, પણ નિસર્ગ નથી એ ચોક્કસ છે, છતાં તે આવશ્યકત્વ આધિગમિક

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340