________________
૨૪૪
આગમત આઘસમ્યકત્વ ગુરૂઆદિથી થાય કે સ્વયં થાય?
જો કે જીવમાત્રને અંગે સમ્યક્ત્વ પછી તે આઘસમ્યક્ત્વ હોય અથવા અન્ય વખતનું સમ્યક્ત્વ હોય પણ તે બે પ્રકારે થઈ શકે છે. તેમાં પહેલે જે નિસગ સમ્યક્ત્વને જે ભેદ કે જેમાં સ્વાભાવિકપણે એટલે ગુરૂમહારાજના ઉપદેશાદિ વિના જ સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. તે નિસગ નામનું સમ્યકત્વ દરેક જીવને થઈ શકે છે, પણ તીર્થકર ભગવાનનાં ચરિત્રો જોતાં બીજા ને પ્રથમ સમ્યક્ત્વ કદાચ નિસર્ગથી થઈ જાય, તે પણ શ્રીજિનેશ્વર ભગવાનનું આદ્યસમ્યક્ત્વ નિસર્ગ હોય એમ જણાતું નથી અર્થાત ભગવાન જિનેશ્વરને જે આઘસમ્યક્ત્વ નિસગ ભેદનું થતું હોય અને એ નિયમ હોત તે ભગવાન જિનેશ્વરને આદ્યસમ્યક ત્વની પ્રાપ્તિમાં પણ સ્વયંસંબુદ્ધ કહેવામાં અડચણ ન આવત, પણ તીર્થકર મહારાજાઓના ચરિત્રને આધારે દરેક તીર્થંકર ભગવાનના જીને ગુરુ મહારાજના ઉપદેશથી જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ છે, અર્થાત્ અધિગમ સમ્યક્ત્વ કે ગુરુ મહારાજના ઉપદેશથી થાય છે, તેવા અધિગમ સમ્યક્ત્વની પ્રથમથી પ્રાપ્તિ થઈ છે, માટે અન્ય ને સ્વયંસંબુદ્ધ કદાચ કહી શકાય, પણ ભગવાન જિનેશ્વર મહારાજના જીને સ્વયંસંબુદ્ધ કહી શકાય નહીં, અને શ્રીહરિભકરિ શ્રીલલિતવિસ્તરામાં આદ્યસમ્યક્ત્વની પ્રાપ્તિમાં ભગવાનને ગુર્નાદિના ગે સમ્યક્ત્વ થવાનું સ્પષ્ટપણે કહે છે, તે પછી ભગવાન જિનેશ્વરને અંત્ય ભવના ચારિત્રની અપેક્ષાએ સ્વયંસંબુદ્ધ માનવા એજ વ્યાજબી હોય અને આદ્યસમ્યક્ત્વની અપેક્ષાએ સ્વયંસંબુદ્ધ ન હોય, એમ કેમ ન માનવું?
આ શંકાના સમાધાનમાં સમજવાનું કે ભગવાન તીર્થકરના ભવમાં ચારિત્રની અપેક્ષાએ જે સ્વયંસંબુદ્ધપણું તે નિરૂપચરિત છે, એમાં કોઈ શંકા નહિ, પણ ભગવાન જિનેશ્વરેનું આદ્યસમ્યક્ત્વ જે આદિના વેગે છે અને તેથી આધિગમિક નામનું છે, પણ નિસર્ગ નથી એ ચોક્કસ છે, છતાં તે આવશ્યકત્વ આધિગમિક