________________
ર૪ર
આગમજાત પણ સવ મિથ્યાત્વના ભેદમાં લાગુ પડે, એવું મિથ્યાત્વનું લક્ષણ શ્રીહરિભદ્રસૂરિજી શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં જીવા-જવા-ઢવાદિ તની અશ્રદ્ધા એટલે શ્રદ્ધા ન થવી તે જ સમજવાનું છે અને એ તત્વની અશ્રદ્ધારૂપ મિથ્યાત્વ જ જીવને અનાદિનું હોય છે, અને આવું તત્વાશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ ભગવાન તીર્થંકર મહારાજના
વેને પણ હોય છે, એટલે તે ભાગ્યશાલી જીવેને પણ મોક્ષની સિદ્ધિ માટે સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તવ્યતા છે.
જે કે ભગવાન તીર્થંકર મહારાજાઓમાં ઘણા તીર્થકર મહારાજાઓ આદ્યસમ્યક્ત્વ પામ્યા પછી ત્રીજે જ ભવે તીર્થંકરપદ ભોગવી મેક્ષને સાધી શક્યા છે અને તે અપેક્ષાએ તે ત્રણ ભાવવાળા ભગવાન તીર્થકરોનું આદ્યસમ્યકત્વ પતિત ન પણ થયેલું હોય છતાં વર્તન માન વીશીના બીજા બધા તીર્થકર મહારાજાએ વધારે ભવ કરવાવાળા થયા છે, તેથી તેઓ અપ્રતિપાતી સમ્યક્ત્વવાળા હોય એમ કહી શકાય જ નહિ. તેમાં ભગવાન મહાવીર મહારાજ તે અનેક વખત નરકમાં ગયેલા હોવાથી તથા સ્થાવરપણામાં ઘણી વખત ગયેલા હોવાથી આધસમ્યકત્વવાળા જ રહીને મેક્ષે ગયા છે એમ કે ઈ પ્રકારે કહી શકાય જ નહિં. આધસમ્યકત્વ અને વરાધિમાં ભેદ ખરો કે નહિં?
કેટલાકની એવી માન્યતા છે કે ભગવાન તીર્થકરોને જે સમ્યક્ત્વ પ્રથમ થાય તેજ વરાધિ તરીકે ગણવું, કારણ કે ઈતર જીવોમાં તેવી સ્વાભાવિક વિશિષ્ટતાવાળી ભવ્યતા એટલે તથા ભવ્યતા નથી, પણ ભગવાન જિનેશ્વરના આત્મામાં તથાભવ્યતા વિશિષ્ટ છે માટે તેઓશ્રીનું આદ્યસમ્યકત્વ તેજ વરાધિ કહેવાય. આમ કહેવાવાળાઓએ ગ્યવિચાર કર્યો નથી જણાત.
પ્રથમ તે કર્મગ્રંથની વ્યાખ્યા પ્રમાણે તે અનાદિમિથ્યાદષ્ટિ જે જીવ હોય તે સર્વ પ્રથમ ઔપશમિકજ સમ્યકત્વ પામે અને જરૂર પતિત થઈ અન્ય સમ્યકત્વ પામે, પ્રથમ પ્રાપ્ત થતું સમ્યકત્વ ક્ષાપથમિક