________________
२२०
આગમત
નકલ કેની નીકળે?
જ્યારે એકજ પદાર્થ પાછળ અનેકેની પડાપડી હેય-ખરીદી માટે દરેડે પડતે હોય ત્યારે જ તેની હજાર નકલે નીકળી આવે છે. નકલ કયા પદાર્થની બને ? કે જેની કીંમત દુનિયામાં વધારે પ્રમાણમાં હોય. ધૂળની, માટીની, તાંબાની, પીત્તળની કે લેખંડની નકલે જેમ નીકળતી નથી ? કેમકે તેની જગતને બહુ કીંમત નથી, જ્યારે સેના-ચાંદીહીરા-માણેક-મોતી વિગેરેની ઢગલાબંધ નકલે આજે નીકળી પડી છે. જે પદાર્થ કીંમતી હોય તેનીજ નકલ દુનિયામાં વધુ પ્રવર્તે. જે પદાર્થની દુનિયામાં કિંમત હેતી નથી અગર ઓછી હોય છે તેની નકલ નીકળતી નથી. - હવે આપણે પહેલાં એ નક્કી કરવું છે કે- “ધર્મ કીંમતી છે કે નહિ”જે ધર્મ કીંમતી જ હોય તે જગતમાં તેની નકલ હોય તેમાં નવાઈજ નથી. અને જે ધર્મ કીંમતી ન હોય તે તેની નકલ પણ હેય નહિ. જ્યારે એકના ભેગે અનેક વસ્તુઓની પ્રાપ્તિ થઈ શકતી હોય ત્યારે સમજવું જોઈએ કે તે અનેક વસ્તુઓ કરતાં એકજ કિંમતી છે એમ જરૂર ગણી શકાય. ભાગ્યનેજ પ્રતાપ * અહીં જન્મને અંગે વિચારીએ. જન્મે છે, તે તે ચોક્કસ. નાસ્તિક હોય કે આસ્તિક હોય, પણ જન્મનું સ્થાન પામે છે તેમાં તે શક નથી, જન્મ કોને જન્મ એ પિતાની પ્રાર્થનાને. માતાના મને રથને કે છોકરાની ઇચ્છાને? અગર પિતાએ કોઈ દૂર ઉભેલા સ્વરૂપવાન છોકરાને જોઈ તેવા છેકરા માટે પ્રાર્થના કરી કે માતાએ કોઈ રખડતા છોકરાને જોઈ તેવા છોકરા માટે મને રથ સેવ્યા ? શું કોઈ છોકરાએ એવું ઈચ્છયું કે હું આવી માને પેટે જન્મ તે સારૂં?
આવા જુદા જુદા વિચારને અમલ થાય ખરે? આ બધે પ્રતાપ ને? કોના પ્રભાવને? ભાગ્યના પ્રતાપનોજ જન્મ કહી શકાય.