________________
વર્ષ ૪-૫, ૩
ર૧૩ તે વિના અનુગ હોય નહિ. ઉદ્દેશ સમુદેશ તથા અનુજ્ઞા માત્ર શ્રુતજ્ઞાનનાજ થાય છે માટે અનુગ પણ કૃતજ્ઞાનને જ હોય છે
શિષ્યને ગુરુ મહારાજા ભણવાની પ્રેરણા કે આજ્ઞા કરે તે ઉદ્દેશ ભણેલામાં સ્થિર થવાની આજ્ઞા કરવી તે સમુદેશ અને ભણેલું પાકું થયું સુદઢ થયું પછી તે સૂત્ર બીજાને ભણાવવાની આજ્ઞા તે અનુજ્ઞા.
ઉદ્દેશ, સમુદેશ તથા અનુજ્ઞાન સામાન્યતયા શબ્દાર્થો આ છે
નિર્યુક્તિ, ચૂર્ણિ, ટીકા વગેરેને નહિ માનનારા બિચારાઓને બત્રીશ સૂતર (સૂત્ર)માથી કયાંયથી ઉદ્દેશાદિ શબ્દોને અર્થ મળવાને નથી. નંદીસૂત્ર, સમવાયાંગ દરેક સૂત્રને છેડે ઉદેશ, સમુદેશ તથા અનુજ્ઞા છે. આટલે કાળ ઉદેશને, આટલે કાળ સમુદેશને આટલે કાળ અનુજ્ઞાને એવું વિધાન છે. ત્યાં માત્ર શબ્દજ છે એમ નથી પણ વિધિ છે. જ્યારે નિયુક્તિ આદિ નથી માનતા ત્યાં તે શબ્દના પણ ફાંફા છે, ત્યાં તેના અર્થો તથા દરેકને આટલે કાળ વગેરે વિધિ વગેરે વસ્તુ લાવે કયાંથી? તે બિચારાઓ તે મૂલમાં શબ્દ વાંચે એટલું જ ત્યાં કાલનું વિધાન જ નથી, વ્યાકરણકારોને પણ માનવું પડશે કે સૂત્ર (તત્વ) નું રહસ્ય વ્યાખ્યાથી સમજાય. આવી વિશિષ્ટ વ્યાખ્યાઓ તે જ ચૂર્ણિ ટીકા, નિતિ, ભાષ્ય વગેરે જેઓ આવું માને જ નહિ તેઓ ઉદ્દેશાદિને કાળ વગેરે વિધિને સમજે જ કયાંથી?
ગ્રંથકાર હવે ઉદ્દેશની વિધિ કહે છે. “ફલાણે પર” કે ફલાણાને પરણાવવાનું છે તેટલું લખવા માત્રથી કે બોલવા માત્રથી ફલાણાના લગ્ન થઈ જતા નથી. પણ વિધિ કરવામાં આવે તે તેના લગ્ન થાય ફલાણાના લગ્ન” એટલું કહેવા માત્રથી પરિસમાપ્તિ નથી; કોની પુત્રી સાથે લગ્ન થવાનાં છે? કન્યા કઈ જ્ઞાતિની છે? કુમારિકા છે? કે વિધવા લગ્નથી પરણનાર છે? કે ઉઠાવી લાવનાર છે? આ તમામ વિદિત થવું જોઈએ તે જ રીતે