________________
વર્ષ ૪-૫, ૩
- ૨૦૯ પાન સડે, ઘેડા અડે, વિદ્યા વિસર જાય,
તવે પર રોટી જલે, કહે ચેલે કર્યું થાય? આ રીતે ગુરૂ મહારાજા જે ભણવાની પ્રેરણા કરી (ઉદ્દેશ કર્યો) તેને પાકું કરવા, સ્થિર કરવા, તેનાથી ગાઢ પરિચિત થવા વિશેષતઃ ફરમાવે તે સમુદેશ! ગુરૂની સેવા કરનાર પત્તા ખાતે જ નથી અને નિષ્ણાત બને છે. - દુનિયામાં એક કહેવત છે કે બત્રીશ ઠોકર ખાય તે બત્રીશ લક્ષણે થાય. પણ આ કહેવત કેને લાગુ થાય છે? ગુરૂની સેવા વિનાનાને. ગુરૂની સેવા કરનાર તે વગર ઠાકરે બત્રીસ લક્ષણો થાય. ગુરૂની સેવાથી દૂર હોય તેને ઠોકર વાગતી જાય અને લક્ષણ પામતે જાય. ગુરૂની સેવા કરનારે તે ઠોકરેને પૂર્વ ઇતિહાસ જાણે છે, એટલે તે તે ઠોકરોથી સાવચેતજ રહે છે. લોટ હોય તે ડીટેકટીવ ન થાય. ડીટેકટી ઈતિહાસના જાણકાર હોય છે. લેટ હોય તે શાસનના માલિકે થતાજ નથી.
વ્યવહારમાં પણ પાવરધો થયા પછી જ કોઈ કામ સોંપાય છે, તેમ અહિં પણ ગુરૂ શિષ્યને સૂત્ર ભણાવે. તેમાં સ્થિર કર, શંકાઓનાં સમાધાન કરે તે સમર્થ બનાવે પછી જ તેને સૂત્રની અનુજ્ઞા આપે! અર્થાત્ અન્યને ભણાવવાની અનુજ્ઞા આપે. અનુજ્ઞા પહેલાં ગુરૂ પરીક્ષા લે. તેમાં એગ્ય જણાય તે અનુજ્ઞા આપે. આજની પરીક્ષા કેવી છે? પરીક્ષામાં પહેલે નંબરે પાસ થયેલાને પણ છ-બાર માસ પછી હીસાબ લખાવશો તે આવડશે નહિં ! અહિં તેવું શિક્ષણ નથી પણ સમ્યક્ શિક્ષણ છે. દુનિયામાં નિયમ છે કે અમુકના નામે વીલ કર્યું. પછી તે મીલકતને - માલીક દેવાળું કાઢે તે પણ ટ્રસ્ટીઓથી તેને પૈસા અપાય નહિ. વીલની મીલકત વધે તે તે જેના નામનું વીલ થયું તેની જ ગણાય.
૧૭