________________
આગમતા મનને આધારે જ સીધા શબ્દોમાં કહીએ તે નાસ્તિકમાં ભળી જાય તેવી રીત, જ્ઞાનની ઉત્પત્તિ સ્થિતિ વિગેરે માન્યા અને તેવા જ્ઞાનના સંબંધને માટે સમવાયની કલ્પના કરવી પડી અને તે સમવાય જ્ઞાન વગર પણ આકાશાદિ બધામાં માનવે પડ્યો.
આ બધી પંચાત આધ્યાત્મિક પદાર્થો દ્વારા એ પરમેશ્વરની પ્રભુતાની પ્રણાલિકાના પિદા કરનાર શ્રમણ ભગવાન મહાવીર મહારાજને પડી નહિં તેઓએ આત્માની સિદ્ધિનું સાધન છે ચિતન્ય તે શરીરમાં જ છે, તેથી આત્માની સત્તા શરીરમાં જ સાચેસાચી રીતે હતી તે જણાવી. આત્માને નિરંશ કે સાંશ માન?
વળી જેઓને આત્મા સર્વવ્યાપક માન હતા તેઓને આત્માસર્વવ્યાપક છતાં પણ અખંડ દંડાકાર માને પડ્યો, છતાં પણ હસ્ત, પાદ વગેરે અંગે અને આખું શરીર તે આત્માના અવચ્છેદક તરીકે તે ગણવું જ પડયું એ શરીર એ ભૌતિક પદાર્થ છે અને તે શરીર જેટલું જેટલું પિતાતા કણીયાદ્વારાએ અવચછેદક બને તે બારીક અંશ વૈશેષિક આદિકેથી માની શકાય નહિં, ત્યારે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે આત્માના અસંખ્યાંશ માની તેઓની એકત્રતા થઈને આત્મદ્રવ્યનું સાવ બને છે. એમ જણાવ્યું અને તેથી જ શરીરના કેઈપણ એક ભાગની ક્રિયા ક્ષત સંહણ વગેરે - કાર્યો આત્માના તે તે ભાગથી થયેલા માનવામાં અડચણ આવી નહિ. - દરેક મનુષ્ય અનુભવી શકે છે, કે શરીરમાં દરેક ઈન્દ્રિ અને દરેક અવયે જુદા જુદા કાર્યો કરે છે. જુદા જુદા અનુભવમાં સાધનભૂત થાય છે, અને તે તે વસ્તુ તે તે આત્માના અંશની મદદથી જ બને છે. અંતમાં વૈશેષિકાદિના મત પ્રમાણે આત્મા ભવાંતર ન જાય અને મન જાય અને તે મન તેઓના મતે આણુ છે, માટે તે મનના સંગ માટે પણ શરીર-ઈન્દ્રિયોના સંગોની . માફક આત્માને અંશ સમુદાયરૂપે માન જ પડશે.