________________
uઆગમ દ્વારકશી જર
ચાનાસાઉં!
| [ ગદ્ધારક ધ્યાનસ્થસ્વર્ગત, આગમવાચનાદાતા આગમ સાર્વભૌમ, પરમતારક આચાર્યદેવશ્રીએ વિ. સં. ૨૦૦૧ જે યુ. ૪ થી જે. વ. ૧ સુધી સુરત (છાપરીઆ શેરી નવાપુરા) માં સંબોધસિત્તરપ્રકરણની “મા સાયરા” ગાથા ઉપર વ્યાખ્યાને આપેલા, તેને વ્યવસ્થિત સંગ્રહ શાસનપ્રભાવક શ્રી સિદ્ધચક્રારાધનતીર્થોદ્ધારક સ્વ. આ. શ્રી ચંદ્રસાગરસૂરિ સંગ્રહિત સંગ્રહમાંથી માન્યવર શ્રી કુંદનમલજી મારૂ (વ્યવસ્થાપક શ્રી ચંદ્રસાગર સૂરિ જ્ઞાન મંદિર, શ્રીપાલ માર્ગ ઉજજન) દ્વારા મળેલ, તેમાંથી વ્યવસ્થિત કરી અહીં રજુ કર્યા છે. a. ]
સંબોધસિત્તરી (ગાય ૪૩) ના વ્યાખ્યાને
વ્યાખ્યાન પ્રથમ, आगमं आयरंतेण, अत्तणो हिअखिणा । तित्थणाहो गुरू धम्मो, सब्वे एए बहु मण्णिा ॥ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભક સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં થકા આગળ સૂચવી ગયા કે—
આ સંસારમાં આ જીવ અનાદિ કાલથી પ્રયત્ન કરી રહ્યો છે. આ જીવ કેઈ કાલે પ્રવૃત્તિ વગરને હતું નહિ. ચારે ગતિમાં, પાંચ જાતિમાં, છ કાયમાં ચૌદ ભેદેમાં ભટકે છે તે વખતે દરેક સમયે ઉવમવાળો રહેલ છે. આ જીવ ઉદ્યમ વગરને હતું એમ નહતું. જેને દુનિયામાં ઉદ્યમ મહેનત વગરને કહેવાય છતાં તે પણ ઉદ્યમને