________________
આગમત જ નહિં જેમ સમ્યગ્દર્શન વિના સમ્યજ્ઞાન ન હોય અને સમ્યજ્ઞાન વિના સમ્યગ્દર્શન ન હોય તેમ સમ્યગ્દર્શન હોય ત્યાં મિથ્યાજ્ઞાન કે મિથ્યાદર્શન હોય ત્યાં સમ્યગજ્ઞાન પણ નજ હેય.
એટલું જરૂર છે કે સમ્યગ્દર્શન ક્ષાપશમિક ઔપશમિક અને ક્ષાયિક એમ ત્રણ પ્રકારે છે. તેમાં તીર્થંકર પરમાત્માને જીવ પહેલા ભવમાં તીર્થકર નામકર્મની નિકાચના કરે ત્યાર પછી ઔપશમિક સમ્યકત્વ કે જે માત્ર બે ઘડીની સ્થિતીવાળું અને મિથ્યાત્વને લાવવાવાળું છે, તેવા તે ઔપથમિક સમ્યક્ત્વને નિકાચના પછીના પહેલા ભવમાં કે તીર્થંકર પરમાત્માના ભવમાં ધારણ કરતા નથી.
ત્રિલોકનાથ તીર્થકર ભગવાને તીર્થકર નામકર્મની નિકા. ચના કર્યા પછી મુખ્યતાએ ક્ષાયિક સમ્યક્ત્વવાળા હોય અને કદાચ ક્ષાપશમિક સમ્યકત્વ કે જેમાંથી ક્ષાયિક સમ્યક્ત્વની ઉત્પત્તિ થયા વિના રહે નહિં, તેવા ક્ષાપશમિકસમ્યકત્વને ધારણ કરનારજ હોય છે.
જો કે શાસ્ત્રોમાં ઉપશમશ્રેણિ અને ઉપશાન્ત ગુણઠાણે પણ તીર્થકર નામકર્મની સત્તા માની છે, પણ તે સત્તા સામાન્ય તીર્થકર નામની સમજવી, પણ નિકાચિત તીર્થકર નામકર્મની સત્તા ઉપશમણિ કે ઉપશાન્ત મહેમાનવાની નથી. અને સામાન્ય તીર્થંકરનામ કર્મની સત્તા તે મિથ્યાત્વ ગુણઠાણે પણ હોય છે, અને હાય તેમાં આશ્ચર્ય નથી. કારણ કે તીર્થંકર નામકર્મની સ્થિતિ અંતઃકોટાકેટી સાગરોપમની છે.
અને અંત સાગરોપમ કોટાકેટીને કાલ કઈ જીવની અપેક્ષાએ પણ સમ્યકત્વને રહેવાને હેયજ નહિ અને ક્ષાયિકસમ્યક્ત્વ તે ત્રણ ચાર ભવથી વધારે ભવ કરાવનારાજ થાય નહિ.
જો કે તિથીની ગતિમાં પણ તીર્થકર નામકર્મની સત્તા માની છે પણ તે તીર્થકર નામ કર્મ અનિકાચિત હેય તેજ