________________
૧૮
આગમત માટે વિષયની અપેક્ષાએ મનુષ્યપણે જે ઉત્તમ માનતા હે તે વિધાતાને શ્રાપ આપજે કે કયાં મને મનુષ્ય બનાવ્યું? આ કરતાં તિર્યંચ કે રાજાને ઘેર કુતરે બનાવ્યો હોત તે રાણીના મેળામાં બેસી બધા વિષયે મફત ભેગવત.
તત્વને વિષે માટે મનુષ્ય જીંદગી ઉત્તમ માની નથી પરંતુ ધર્મ, અને વિવેક માટે મનુષ્યમાં જ સ્થાન છે, અને વિવેકદશા કે ધર્મને તે તિર્યંચ કે અન્યગતિમાં સ્થાન નથી. ધર્મ કરવાનું સ્થાન જે હોય તે માત્ર મનુષ્યપણમાં જ. કારણ કે વિવેક અથવા ધર્મ તે મનુષ્યજીદગીમાં જ છે.
વળી ઇદ્રિના વિષયેના વિવેક જાનવરે પણ સારી રીતે કરે છે, કીડી મીઠો સ્વાદ હોય ત્યાં જાય છે. કરીયતાના પાણી ઉપર કીડી ચડતી નથી. ગધેડું પણ પેસાબ પીતું નથી. સુંદર શબ્દ માટે હરણીયા, અને સર્પ પણ શબ્દને ઓળખે છે અને સાંભળવામાં એવા તલ્લીન થઈ જાય છે કે પિતાના પ્રાણની પણ દરકાર કરતા નથી, ભમરો સુગંધમાં એ આસક્ત થઈ જાય છે કે હમણું થોડી સુગંધ લઈ ઉડી જાઉં છું એમ કરતાં સૂર્યવિકાસી કમળો સૂર્યાસ્ત સમયે બીડાઈ જાય છે ત્યારે તે અંદર રહી જાય છે. અને બીજે દિવસે સૂર્યોદય થાય અને કમળ ઉઘડે તે પહેલાં તે જ્યારે હાથી આવી કમળનું ભક્ષણ કરી જાય છે ત્યારે ભમરે પણ અંદર મરી જાય છે. સ્પર્શનેંદ્રિયના વિષય માટે હાથણીનું ચિત્રામણ કરીને કે દાની બનાવીને જંગલમાં હાથીને તે બતાવે છે. એટલે તે જે તે જેતે ખાડા તરફ ખેંચાઈ આવે છે. અંદર પડવું પડે છે, ભૂખ્યા તરસ્યા કેઇ દિવસ સુધી રહેવું પડે છે અને જે સ્વતંત્રણે અરણ્યામાં ફરતા હતા, તેઓને પણ અંકુશ તળે રહેવું પડે છે. ' અર્થાત ઇદ્રિના વિષયને વિવેક અને ફલે તે જાનવરને આપણા કરતાં પણ અધિક છે, તે તેવા વિષયેના વિવેકને અહીં નહિ લે, પરંતુ કાર્યાકાર્યને વિવેક અને પુણ્ય-પાપને જે વિવેક