________________
૧૮૨
આગમજાત - વિચાર કરવા લાગ્યા કે–આ પિતે પાપીઓ છતાં ધમીઓમાં ખપવા માંગે છે.
આને અર્થ એકજ છે કે એક બાઈએ ચાલાકીથી પોતાના ધણીને મધુર વાણીથી ગાળ દીધી હતી. તે છે. એક વખત કેઈક બાઈના ધણીને ખરાબ સ્વપ્ન આવ્યું. જાગે, સવારે એ સવસ વારંવાર યાદ આવવાથી ચહેરા પર ઉદાસીનતા જણાઈ ઘણા આગ્રહથી સ્વપ્નાની વાત સ્ત્રીને જણાવી કે હું સ્વપ્નામાં રંડા સ્ત્રી કહે, ખમા તમને, તો શું કરવા રંડાવ, હું ન રંડાઉં. અર્થાત ધણીને મરવાનું જણાવ્યું.
તેમ આ જગતમાં અધર્મ તથા પાપ બહુ વધી ગયું છે એમ કહે છે. પણ પિતાને આત્મામાં પાપ-અધર્મ બહુ વધી ગયા છે, તેમ ગણવા કેઈ તૈયાર નથી, આ લેકે પિતે ધમમાં ઘુસી જવા માંગે છે. અને દુનિયાને પાપી ઠરાવવા માંગે છે. સત્ય માટે ઉપાય ચે . અભયકુમારે નગર બહાર બે મોટા મહેલ કરાવ્યા. એક ઘળે મહેલ અને બીજો કાળો મહેલ. પછી ગામમાં જાહેર કરાવ્યું કે અમુક દિવસે આખા નગરના તમામ લોકોએ નગર બહાર ઉજાણી જવું અને ધમીઓએ સફેદ મહેલમાં, પાપીઓએ કાળા મહેલમાં દાખલ થવું. ત્યાં નગરને મોટો ભાગ સફેદ મહેલમાં ઘુસી ગયે. કાળા મહેલમાં માત્ર કંઈક જ ગયું કેમકે ધર્મશબ્દ બધાને વહાલે છે પરંતુ ધર્મપદાર્થ કેઈને વહાલે નથી. અર્થાત શબ્દપ્રીતિ છે, પદાર્થ પ્રીતિ નથી. પદાર્થપ્રીતિના ત્રણ પાયા.
ગુન્હાની માફી આપે, ગુન્હાને રસ્તે ન ચાલે અને પરોપકાર કરતાં ન ચૂકે.
ધર્મ શબ્દના પ્રેમવાળી આખી દુનિયા છે, પણ ધર્મ પદાર્થ જેના હદયમાં રમી રહ્યો છે તેને અંતઃકરણમાં તે ચાર વસ્તુ રમેલી હોય. એ ચાર વસ્તુ કઈ?