________________
વર્ષ ૪-૫, ૩
૧૮૫ બીજે જે કોઈ પ્રકારે સુખ પામે છે તે સુખને અને પિતાને સંતેષ થવે જોઈએ, દુઃખને નાશ કરવાનું જેટલું જરૂરી તેટલું જ બીજાના સુખમાં સંતોષી થાવ એ જરૂરી છે એટલે ઈષ્યને દેશવટ દઈ દે. કથંચિત્ આ પગથીયું ચડવું સહેલું પણ છે.
ચેથું પગથીયું ચડવું તે મુશ્કેલ છે. જેથી વરંતુ ઘણી મુશ્કેલ છે, જગતમાં પ્રયત્ન કરવામાં આવે પણ પ્રયત્નની પ્રતિકૂલતામાં મધ્યસ્થ રહેવું તે બહુ મુશ્કેલ છે.
મહેનત કર્યા છતાં મહેનતનું ફળ ન થાય, તે વખતે મગજને ઠેકાણે રાખવું મુશ્કેલ છે. કાર્યની સફળતા નિષ્ફળતામાં સમપણું દેખાય ત્યારે સમજવું કે આ પરોપકાર માટે છે. જ્યાં મહેનત કરી છતાં સફળ ન થયો ત્યારે ખેદ પામે.
મહેનત કર્યાથી ફાવ્યા તે બંદા ફાવ્યા. જે ન ફાવ્યા તે પિલે પથરે છે એમ કહેવું. આટઆટલી મહેનત કરી સમજાવ્યું છતાં પથરે ન સમજે. આમાં પોપકાર ન ગણુાય, હજુ કર્મ રાજા માર્ગે ન દે એમ ધારણ કરે તે લાભ.
આપણે પણ અનાદિથી રખડીએ જ છીએ, અગાઉ આપણે પણ તેના જેવા પત્થર જેવાજ હતા, આજે લગીર ડહાપણ આવી ગયું. પરોપકાર માટે પ્રયત્ન ત્યારેજ ગણાય કે જ્યારે મધ્યમ પણું રહે, હિતબુધ્ધિ, દુઃખનાશની બુધ્ધિ, બીજાના સુખમાં સૂતેષ રાખે તે ત્રણ પગથીયાં ચડવાં સહેલાં છે. પણ હિત કરવા જતાં સફળતા ન મળે તે પણ મધ્યસ્થવૃત્તિ રાખી બીજના દોષ સુધારવા પ્રયત્ન કર, ન સુધરે તે ચીડાઈશ નહીં, ક્રોધ ન કરીશ, પરંતુ મધ્યસ્થ દષ્ટિ રાખજે.
આ ચાર વૃત્તિવાળા અનુષ્ઠાન, દાન, શીલ, દેવ-ગુરૂ પૂજા વિગેરે જે ધર્મ અનુષ્ઠાને હેય તે ધર્મરૂપ થાય. આ ચાર ભાવના વિના ધર્મ કરે તે તે ધર્મમાં આવી શક્તિ નથી. માટે ચાર ભાવના ધ્યાનમાં રાખી જે છ ધર્મારાધન કરશે તે આ લેફ પૂરલેકમાં સુખ પામી અનંત શાશ્વત સુખના ભોક્તા બનશે. ૧૪