________________
વર્ષ ૪-૫, ૩
કદાચ શાસ્ત્રકારોએ જણાવેલા ભાવે અશુદ્ધ આત્માની અપેક્ષાએ જ માનીયે અને જેમ અનન્ત વખત દરેક જીવને નવશૈવેયકમાં ઉત્પત્તિ માની છતાં તે પક્ષ વ્યવહારરાશિમાં અનંતકાલથી આવેલા જીવને અંગે તે ઉત્પત્તિ ગણી અને અવ્યવહાર રાશિવાળા જાને બાદ કરવામાં બાધ આવતું નથી. તેમ ક્ષાયિક ઔપશમિક આદિ ભાવના નિરૂપણમાં તેવા અનાદિ શુદ્ધ જીવે બાદ કરાય તે અડચણ શી? પણ શાસ્ત્રના શ્રદ્ધાવાળા અને સમજદાર મનુષ્યથી આમ કહી શકાય જ નહિ, - કારણ કે પ્રથમ તે મતિઅજ્ઞાનાદિ અનાદિની સ્થિતિ વગેરે અવ્યવહારરાશિને જેમ જણાવનાર એ ચેકનું છે, તથા ચારિત્રથી જ નવરૈવેયકે જઈ શકાય, અને તે ચારિત્ર મનુષ્ય ગતિમાં હોય, અને તે ચારિત્રવાળો પણ મનુષ્ય ભવ પણ અનન્ત કાલ વ્યવહારરાશિમાં પર્યટન કરનારને જ મળે, તે અપેક્ષાએ વ્યવહારરાશિમાં અનન્તકાલથી આવેલા માટે જ તે રૈવેયક પ્રાપ્તિને જણાવનાર સૂત્ર હોય તેમાં આશ્ચર્ય નથી, પણ અનાદિથી શુદ્ધ આત્મા કેટલાક હોય એવું સૂચન કરનારૂં કઈ પણ સૂત્રનું એક પણ પદ છે
નહિ.
શાસ્ત્રાનુસારે શ્રદ્ધા રાખનાર મનુષ્ય કોઈ પણ પ્રકારે અનાદિ શુદ્ધ આત્મા હોય એમ માની શકે જ નહિ.
વળી અવ્યવહારરાશિનું કે અનન્ત વખત રૈવેયકની પ્રાપ્તિ અનન્તકાળથી વ્યવહારવાળાને જ હેય તે વાતનું શાસ્ત્રકારોએ કઈ પણ જગો પર ખંડન કર્યું નથી, પણ અનાદિકાલથી શુદ્ધ આત્મા હઈ શકે એનું તે સ્થાને સ્થાને ખંડન કરવામાં આવેલ છે અર્થાત્ આ અનાદિ શુદ્ધ આત્મા ન હોઈ શકે એ હકીક્ત આજ્ઞા ગ્રાહ્ય તરીકે થઈયે તેયે ખોટું નથી. આજ્ઞાગ્રાહ્ય અને હેતુ ગ્રાહ્યનું સ્થાન–
જૈનજનતામાં આજ્ઞા ગ્રાહ્ય અને હેતુગ્રાહ્યા એવી રીતે બે પ્રકારના ૧૨