________________
૧૧૩
કહેવું પડે કે કિંમતને આધારે ચેર અને શાહકાર રહે. તેમ જીવની અપેક્ષાએ જેની પ્રાણુ શક્તિ વધારે અને તેને નાશ કરે તે પાપ વધારે પ્રાણશક્તિ ઓછી તે પાપ ઓછું.
. અહિં પ્રાણ શક્તિમાં વધારો થયે ત્યારે બેઈન્દ્રિય થયા. તેમાં સંખ્યાતા સાગરેપમ ટક્યા, આમ અનંતીવાર આવ્યા અને ગયા, ફાલગે ગંધ જાણવાની તાકાત મળી. ત્યારે તેઈન્દ્રિય થયા, તેમ ચડતા ચડતા પુણ્યના ભેગે રૂપ જાણવાની શક્તિ મલી, તેમાં પણ રડતાં રખડતાં કેઈ કાલે ભવિતવ્યતાના ગે શબ્દ સાંભળવાની તાકાત મલી.
આપણી પહેલી જન્મભૂમિ તપાસશે અને ત્યાંથી દેશાંતર ખેડતા ખેડતા આટલી સ્થિતિએ આવ્યા. તેમાંથી આગળ વધે ત્યારે વિચાર લાયક તાકાત મળે. જાનવર થાય. એકેન્દ્રિય, બેનિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અસંજ્ઞી પંચેન્દ્રિય, વિચારની તાકાત વગરનું સેંકડનું મરણ ધ્રુવે પણ પાછે એકે ન વળે. કુતરામાં વિચાર શક્તિ છે મ્યુનિસિપાલિટીએ ઝેરી બરફી મુકી, ત્યાં જ્યાં બે ચાર કુતરા મર્યા તે જોઈને તેની પાસે બીજા કે કુતરા નહિ આવે. પણ કીડી મકોડાની જાતેમાં વિચાર શક્તિ નથી.
વિચાર શક્તિ મહાન પુણ્ય મલી તે કરતાં મનુષ્યપણું મળવું ઘણું મુશ્કેલ! મક્યા છતાં ટકાવવું, અને જીવન જીવવું પણ મુશ્કેલ દુનિયામાં શોષણ, લુંટણ નીતિ અધમ ગણાઈ છે. પણ આપણી જાત વિચારીએ તે આપણે રાક્ષસી નીતિવાળા છીએ. "
આપણે એક વિચાર કરે નહી. આપણા માટે આપણે પૃથ્વી, -અ, તે, વાઉ, વનસ્પતિકાયનું સત્યાનાશ વાળીએ છીએ. તે -- આ કઈ નીતિ ગણવી? કહે કે રાક્ષસી નીતિ! દુનિયામાં જે બિનજરૂરી જીવન હોય તે તે મનુષ્યનું, આ વાત કડવી લાગશે પણ પણ સ્થિરતા રાખીને વિચાર કરે તે ખ્યાલ આવશે.