________________
૧૬૦
- આગમત - અહિં વૈયાવચ્ચને પ્રસંગ છે ત્યારે ગુરૂ મહારાજ કહે છે કે આખા ગચ્છને શાંતિ સમાધિ આ બંને પ્રતાપે છે. માટે શાબાસ છે, દુનિયામાં નાને ભાઈ પરણતે હોય અને તેને ગીત ગવાતા હોય તે મોટા ભાઈને કંઈ લાગતું નથી. કારણકે અત્યારે તેના લગ્નને પ્રસંગ છે. * બ્રાહ્મી અને સુંદરીના જ વિચાર કર્યો કે જગતમાં જે સ્થિતિ છે તે સ્થિતિ અહિ ત્યાગીઓમાં છે તેમાં ફેર નથી. કેમ? તે કરે તેને ગામ, વખાણે કેણે? તે કરે તેને. આ બે વૈયાવચ્ચે કરનારા તેને આચાર્ય મહારાજ વખાણે છે. આપણને નથી વખાણતા વરતુમાં કઈ છે?
છતાં શાસકાર કહે છે કે એટલા વિચારમાં “કરે તેને વખાણે” તેટલામાં “પાર્થ હરે” કામ કરનારાને પક્ષ મનુષ્ય કરે તેમ આચાર્ય મહારાજ કામ કરનારને પક્ષ કરનારા છે. તેથી પ્રશંસા કરે છે. આનું ફલ શું આવ્યું? તે મિથ્યાત્વ ગુણઠાણે આવ્યા અને સ્ત્રીવેદ બળે આ વચન દુનિયામાં નવું નથી. તેમ છેટું નથી છતાં મિથ્યાત્વ ગુણઠાણું તથા સ્ત્રીવેદનું બંધાવવું થયું. અભિમાનને અંગે મને કેમ વખાણતા નથી? તેને કેમ વખાણે છે? બીજાઓ કરે છે તેથી વખાણે છે. | આચાર્યના મનમાં ગુણરાગ છે તેથી વખાણે છે. તે આવાય સમકિતની વૃદ્ધિ કરે છે. અને કરે તેને વખાણે તે આ વાકયે સમકિતને ઘાત કર્યો. મને કેમ વખા, પ્રશંસે નહિ? મારી શ્રદ્ધા કેમ ન કરી? બીજાના તિરસ્કારથી નિંદાથી અને આત્માની ઉત્કર્ષતાથી દરેક ભવે વેદતા વેદના અને અનેક ભવે ન છૂટે તેવું નીચ ગોત્ર બંધાય છે. આ જમાલી માનના વેગમાં તણાઈને મામા-સસરા ને તીર્થંકરની આગળ બોલતાં શરમાય નહીં. તે કહે કે આ જીવ અનાદિ કાળથી વિષયની, વિચારની, કષાયના આવેશેની પાછળ વેગથી દેડયો.