________________
આગમતા લગ્નાદિના પ્રસંગમાં પણ માતાપિતા વિગેરેનું જોર ચાલી શકતું નથી, તેમની દીક્ષાને અંગે રજુ લેવાની હોય જ નહિ. પુખ્ત ઉમરવાળા ઉપર કેઈની માલીકી નથી
શાસકાર અને નીતિકાર જ્યારે સેળ કે અઢાર વર્ષ સુધી જ સગીર ગણી, તેને વાલીના તાબામાં રહેવાનું નિયત કરી, સોળ કે અઢાર પછી પુત્ર કે પુત્રીને સ્વતંત્ર જાહેર કરે છે, તે તેવી પુખ્ત ઉંમરમાં પણ તેની ઉપર વાલીનું રજા લેવાનું દબાણ કરવું તે જુલમ સિવાય બીજું કાંઈ છે જ નહિ. શાસા અને ન્યાયની દષ્ટિએ જ્યારે પુખ્ત ઉંમરવાળા ઉપર કોઈનું પણ સ્વામિત્વ રહેતું નથી, અને સ્વતંત્રતા સ્વીકારવામાં આવે છે, તે પછી તેવી લાયક ઉમરમાં આવેલા મનુષ્યને તેમના માબાપની રજા સિવાય દીક્ષા આપે તે પણ કેઈપણ જાતને દોષ લાગે, એમ શાસ્ત્ર કે નીતિથી કહી શકાય નહિ, કેમકે સ્વામિઅદત્ત ત્યાં સુધી ગણાય કે જયાં સુધી શાસન અને નીતિના કાયદાઓ તેને સગીર ગણતા હોય. જન્મ કે દીક્ષાના ગામના સંઘની રજાના વિચારેનું વાહીથાતપણું
વળી વર્તમાન યુગમાં વહી ગએલાઓએ એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે માતાપિતાની હયાતિ સુધી દક્ષા નહિ લેવાને અભિગ્રહ કર્યો, પણ આજના જેવી ધમહીન અને ધર્મ વિધી ટેળીની સંમતિ ન થાય ત્યાં સુધી હું દીક્ષા નહિ લઉં એવા વિચારને તે એક અંશ પણ તેઓને ચરિત્રમાં જણાવ્યું નથી. તેઓના ચરિત્રમાં માતાપિતાની હયાતિ સુધી દીક્ષા નહિ લઉં એ અભિગહ તે જણાવવામાં આવે છે, પણ તેઓશ્રીના કેઈ પણ ચરિત્રમાં કોઈ પણ સ્થાને માતાપિતાની રજાથી દીક્ષા લઈશ કે માતાપિતાની રજા વગર દીક્ષા નહિ લઉં એવું તે કંઈ પણ જગો ઉપર જણાવવામાં આવેલું નથી, તે પાકી પરમાં દીક્ષાર્થીને પિતાના માતાપિતાની રજા લેવાની પણ