________________
વર્ષ ૪-૫,૧ હેવાથી તમારે માનવી જોઈએ નહિ, વળી તમારા હિસાબે તે કેવળીઓ કવલાહાર કરેજ નહિ, માટે તીર્થકર ભગવાનની મૂતિ કે પાદુકા આગળ નૈવેદ્ય કે ફળ-ફળાદિની પૂજા કરવી, તે પણ વીતરાગતાની ઘાતક છે, માટે સ્વપ્ન પણ કરવી જોઈએ નહિ.
વળી જે આભરણ વિગેરે ભકતોએ ચઢાવેલાં છે, છતાં તે ભક્તિએ ચઢાવેલાં આભરણેથી ભગવાનની વીતરાગતા નષ્ટ થઈ જાય તે પછી તમે અને દેવેએ છત્ર ધરવાં અને ચામર ઢાળવાં એ વિગેરે કર્યું હોય તે તે સ્પષ્ટ રાજચિહ્નો હેઈને તમારી અપેક્ષાએ તમારા ભગવાન મહાપરિગ્રહમાં ડૂબેલા કેમ ગણાશે નહિ? . વળી જે વીતરાગ દશામાં જિનેશ્વર ભગવાનને આભૂષણ હતાં નથી, તે શું તમારે જિનેશ્વર ભગવાને વિતરાગ દશા પ્રાપ્ત થયા પછી સ્નાન કરે છે? કે જેથી તમે વીતરાગ દશાની વાત કર્યા છતાં અભિષેક કરે છે? -
આ બધું વિચારતાં સ્પષ્ટ માલમ પડશે કે અભિષેક કરે અને આભૂષણ આદિ ન પહેરાવવાં એ કેવળ દાધારંગાપણુંજ છે.. જિનપ્રતિમાને ચક્ષુ અહડાવવાની આવશ્યકતા
વળી આભૂષણદિકની અરૂચિને અંગે તેઓએ ભગવાનની ચક્ષુઓ પણ રાખી નહિ.
ધ્યાન રાખવાની જરૂર છે કે હીરા, ચલી કે સેનાનીજ ચક્ષુ જોઈએ એવે કેઈ નિયમ કરી શકે નહિ, પણ. એટલે તે કુદરતી જ નિયમ છે કે મનુષ્ય કે જાનવર કોઈ પણ જાતને તપાસીએ તે શરીરના રંગ કરતાં ચહ્યું અને તેની કીકીને રંગ જુજ હેય અર્થાત જે મૂતિને સાક્ષાત તીર્થકરની મૂતિ તરીકે જ ગણવવી કે ગણવી હોય તે શરીર, ચક્ષુ, અને કીકી એ ત્રણેના રંગે યથેચિત જુદા જુદા કરવા જોઈએ.
સત્ય કહીએ તે સ્પષ્ટ કહી શકાય કે જેમાં શરીર ચક્ષુ અને કીકીના રંગ જુદા ન હોય તે ખરેખર મૂતિ નથી પણ એક પુતળું છે. : -