________________
આગમત તે અચુત ઇંદ્ર વિગેરે ઈંદ્રો કરે છે અને તે પહેલે અભિષેક કરવાનું કારણ ઈંદ્રપણામાં તેમની અતિ મહત્તા છે એમ શાસ્ત્રથી સ્પષ્ટ જાણી શકાય છે. સમવસરણમાં પણ ઋદ્ધિની મહત્તા-અમહત્તા
વળી ખુદ જિનેશ્વર ભગવાનના સમવસરણમાં પણ અલ્પદ્ધિક દેવતાઓને મહદ્ધિક દેવતાને નમસ્કાર કરવા વિગેરેની વિધિ સ્પષ્ટ છે; માટે ભક્તિમાં બાહ્ય સંગની કંઈપણ દરકાર હોય જ નહિ એમ કહેવું એ કહેનારની શાસ્ત્ર સંબંધી અજ્ઞાનતા સૂચવે છે. અભિષેક અને પૂજાની માફક આભૂષણેની પૂજા પણ જરૂરી . વળી ઈન્દ્રો ભગવાન જિનેશ્વરેના એકલા અભિષેક કરીને જ ભગવાનને જન્મભૂમિમાં લાવતા નથી પણ વસ્ત્ર-આભૂષણથી મેરૂ પર્વત ઉપર તેમને શણગારે છે, તે પછી દિગંબરેએ વિચારવું જોઈએ કે જિનેશ્વર ભગવાનની ઇદ્રોએ કરેલી અભિષેક ક્રિયાનું અનુકરણ કરી ભગવાનને સ્નાત્રાભિષેક કરે અને ઈંદ્રોએ કરેલી આભૂષણ વિગેરે ભક્તિનું અનુકરણ ન કરવું એ ઘેલીના પહેરણા જેવું અનવસ્થિત ન ગણાય તે બીજું શું ગણાય? વીતરાગદશાની પૂજા કરવાની વાતનું વાહીયાત પણું,
કદાચ કહેવામાં આવે કે જિનેશ્વર ભગવાનની વીતરાગદશાને પૂજવાની હોવાથી વસ, આભરણ વિગેરેની ભક્તિ કરવી તે ઉચિત નથી. એમ કહેનારે સમજવું જોઈએ છે કે પ્રથમ તે તમારા મત પ્રમાણે કેવળજ્ઞાન પામેલા ભગવાન જિનેશ્વરે જમીનથી અદ્ધર જ રહે છે, માટે કેઈપણ મૂર્તિ કે કઈપણ પાદુકા ને જમીન ઉપર લાગેલી હોય તે તે તમારે પૂજવી જોઈએજ નહિ. કેમકે તમારા હિસાબે તે તેવી જમીન ઉપર સિંહાસનને લાગેલી મૃતિ કે પાદુકા તીર્થંકરપણાના વીતરાગતાના સ્વરૂપથી વિરૂદ્ધ જ છે.
વળી વીતરાગ થએલા તીર્થકરે એકને એક જગ પર રહે નહિ, તો પછી મૂર્તિ અને પાદુકાને એક જગે પર રહેવાનું