________________
વર્ષ –૫૧
મ પ્રકારની દૃઢતા રાખીને ભેગ આપે છે, તે તેમના પરહિતરતપણાના સ્વભાવને માટે લાયક જ છે એમ કહેવામાં કંઈપણ અતિશયોક્તિ નથી, હવે આગળ વિશેષ વિસ્તાર નહિ કરવાને અંગે તેઓએ કરેલા પરહિતરતપણાના બીજા કાને વિચાર કરીએ. પ્રભુ મહાવીરની પરેપકારવૃત્તિને વિશિષ્ટ વિચાર
દરેક જિનેશ્વર મહારાજ બીજાના ઉપકાર તળે દબાયા સિવાય જગતના જીવ માત્રના ઉપકારમાં તત્પર રહે છે, એ અદ્વિતીય ગુણ વિચારીને રિલેકનાથ તીર્થકર ભગવાનની સનાત્રાદિકે પૂજા તે વ્યતિરિક્ત દ્રવ્ય પૂજા કહેવાય એવા દ્રવ્યનિક્ષેપાના પેટા ભેદરૂપને આગમથી જ્ઞશરીર, ભવ્ય શરીર, વ્યતિરિક્ત દ્રવ્યભેદને વિચારતાં આસન ઉપકારી શાસનાધિપતિ ભગવાન્ મહાવીર મહારાજને પરોપકારભાવ વિચરતાં તેઓશ્રીએ ગર્ભાવસ્થામાં કરેલા અભિગ્રહને અંગે વિચાર કર્યો. શ્રમણ ભગવાન્ મહાવીરે કરેલ મેરૂનું ચાલન
ભગવાન મહાવીર મહારાજાએ જન્માભિષેક વખતે મેરૂને ડાબા પગના અંગુઠાથી ચલાવ્યો અને તેથી સૌધર્મ ઈંદ્રને અભિષેકને અંગે થએલી શંકા ટળી, અને નિઃશંકપણે તેમને તથા સમસ્ત ઈંદ્ર અને દેવતાઓએ સદાકાળની રીતિ મુજબ સુરાચલ ઉપર પૂર્ણ શ્રદ્ધાપૂર્વક ધર્મના બહુમાનને અંગે સંપૂર્ણ અભિષેકવિધિ કર્યો. ગર્ભ અવસ્થાથી તીર્થકર માનવાનું કારણ
આ સ્થાને છે કે ચાલુ અધિકારને સીધે સંબંધ નથી, પણ પૂજા અને પૂજક બંનેને સંબંધ હોવાથી ધ્યાન રાખવાની જરૂર છે કે ભગવાન જિનેશ્વર મહારાજાઓ મહિમાની અપેક્ષાએ દેવકમાંથી એવે કે નરકમાંથી નિકળે તે જ સમયે તીર્થકર નામકર્મને પ્રદેશદયથી ભેગવવવાળા હેઈતીર્થકર તરીકે ગણાય છે.
જો કે સામાન્ય રીતે તે તીર્થકર નામકર્મને અબાધાકાલ અંતર્મુહૂર્ત છે, અને તેથી અંતઃાડાડ સાગરોપમ પૂર્વે પણ