________________
વર્ષ ૪-૫, ૧ સામાન્ય જ્ઞાનથી વાઘના નાદને નિરાધ જાણુ છે. પણ જ્યારે પિતે દેવાનન્દાના દુઃખથી વિશલામાતાની ફખમાં સ્થિર રહ્યા અને ત્રિશલામાતા તથા સિદ્ધાર્થ મહારાજા વિગેરે ઉત્તમ ગર્ભના અપહાર વિગેરેને માનીને તેના શાકને લીધે વાજાંગાજી વિગેરે હર્ષના કારણે બંધ કર્યા, ત્યારે ભગવાને તે અવાજાંગાજાના શબ્દ બંધ થવાનું સામાન્ય જ્ઞાનથી જાણ્યું અવધિજ્ઞાનથી ગર્ભાપહાર ચિંતાનું જ્ઞાન
અને પછી તેનું કારણ જાણવા માટે અવધિજ્ઞાનને ઉપયોગ કર્યો, અને તે ઉપગથી માતા-પિતાની અવસ્થા, શેક અને તેમના વિચારે જાણવામાં આવવાથી તેઓને માલમ પડયું કે ગર્ભમાં સ્થિરપણે રહેવું તે મેં તે માતાના દુઃખને ટાળવા માટે કર્યું હતું, પણ મારું તે સ્થિર રહેવું માતાના દુઃખને ટાળનાર નહિ થતાં, માતા-પિતા અને સકળ રાજ કુટુંબને દુખ આપનારું થયું છે, માટે મારે હવે ચલાયમાન થવાની જરૂર છે, અને જે હું ચલાયમાન થઈશ તે આ માતપિતા અને સકળ રાજકુટુંબને જે દુઃખ લાગે છે તે બંધ થશે એમ ધારી અંગે પાંગથી ચલાયમાન થયા, ગર્ભ રક્ષણ માટે માતા-પિતાના અસાધારણ પ્રયત્ન
આ બધું બન્યા પછી ગએલી વસ્તુ પાછી મળતાં જેમ રાગને પ્રસંગ વધે છે તેમ અહીં વિશલામાતા અને સિદ્ધાર્થ મહારાજાને રાગપ્રસંગ પરાકાષ્ટાએ પહોંચે, અને તેથી તેઓ ગર્ભના રક્ષણ અને પિષણ માટે પોતાની જાતે પણ ઘણા પ્રયત્ન કરવા લાગ્યા. અવધિજ્ઞાનથી માતા-પિતાના સ્નેહનું જ્ઞાન છે તે તેમના રક્ષણ અને પિષણના પ્રસંગેને જાણવાથી તેમની ચિત્તવૃત્તિને અવધિજ્ઞાનને ઉપગ મેલી જાણે, અને તે અવધિ જ્ઞાનના ઉપયોગથી ચિત્તવૃત્તિ જણાય.