________________
gaalameronas,
મનનીય સુવાક્યો
Caravne
naval
* સ્વર-વ્યંજન-બારાખડી ભણવાથી ભણનાર વાંચી શકે, મૂળાક્ષર-જોડાક્ષર સમજી શકે, પણ કમલ અને મલના અર્થમાં રહેલો તફાવત સમજી ન શકે, કેમકે તેને અક્ષરજ્ઞાન જ થયું છે, અર્થજ્ઞાનમાં પ્રવેશ નથી થયું. આ રીતે દુનિયાનું તમામ જ્ઞાન-વિજ્ઞાન બહોળા પ્રમાણમાં જાણવા છતાં કે સારા-ખેટાના વિવેક વિના શાસ્ત્રોનું વિપુલ અક્ષરજ્ઞાન મેળવ્યા છતાં પણ પિથી પંડિત તરીકે રહે, પણ યથાર્થ વિદ્વત્તા ન કહેવાય.
* ભાવ એટલે આત્માના પરિણામ. તે પરિણામ કેઈથી આપી કે લઈ શકતા નથી, પણ તેના ઘડતર માટે પ્રબલ અલંબન તરીકે વીતરાગદેવ પરમાત્માના શાસનને લગતા દેવ, ગુરુ અને ધર્મનાં વિશિષ્ટ સાધનને ગુણાનુરાગપૂર્વક સ્વીકાર જરૂરી છે.
* બાહ્ય વિશુદ્ધ આલંબન વિના વિશુદ્ધ આત્મિક પરિણામે આપોઆપ ત્રણકાળમાં પણ કેઈને ઉપજતા નથી.
જ્ઞાન વિજળીના ચમકારા જેવું છે, ભાવતા કે જ્ઞાન ક્ષણે ક્ષણે પરિવર્તનશીલ છે. તે માટે પ્રશસ્ત આલંબનની જરૂર છે. જ્ઞાનીની નિશ્રામાં યથાયોગ્ય રીતે આંતરિક પરિણામેના વિશિષ્ટ ઘડતરથી જ્ઞાન-ભાવના સ્થાયી સ્વરૂપ પામે છે.
– પ. પૂ. આગમેદારક શ્રી ના
તીર્થંકર પદવીસે પાન” પુસ્તકમાંથી