________________
આગમત
ગર્ભાવસ્થામાં અભિગ્રહનું કરવું
શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને અંગે ગર્ભાવસ્થામાં કરેલી એકલી નિશળતાજ વિચારવા જેવી નથી, પણ ગર્ભાવસ્થા માંજ શ્રમણ ભગવાન મહાવીર મહારાજે કરેલે અભિગ્રહ પણ વિચારવા જેવું જ છે. - પૂર્વે જણાવેલી ગર્ભાવસ્થાની નિચળતા ભગવાન મહાવીર મહારાજે જ્યારે અવનના ત્રીજે મહિને કરી છે, અને તેજ અરસામાં માતા ત્રિશલાને અને આખા રાજ્યકુટુંબને શોકસમુદ્રમાં ડૂબતાં દેખીને તરત અંગે પગે ચલાવ્યાં છે, જ્યારે અભિગ્રહનું યવન પછી સાતમે મહિને કરેલ છે, અર્થાત નિશ્ચળતા અને અભિગ્રહની વચ્ચે ચકખું ત્રણ મહિનાથી વધારે આંતરૂ છે.
કેટલાકે જે અભિગ્રહવિધાનને ગર્ભની નિશ્ચળ અવસ્થા અને ચલિત અવસ્થા સાથે જોડી દે છે, તેઓ બે અવસ્થાના અંતરને સમજી શકયા નથી એમ આ ઉપરથી નક્કી થાય છે, કેમકે ઉપર જણાવ્યા પ્રમાણે તે બે અવસ્થા વચ્ચે ચેકનું ત્રણ મહિનાનું ઓછામાં ઓછું આંતરૂં છે, અને એટલાજ માટે શ્રી આવશ્યક વૃત્તિકાર ભગવાન હરિભસૂરિજી વિગેરે તે ગર્ભમાં કરેલા અભિગ્રહનું કારણ ગર્ભની નિશ્ચળ અવસ્થાને ન ગણતાં માતાપિતા તરફથી ગર્ભના રક્ષણાદિકને માટે થયેલા માતાપિતાના પ્રયત્ન જણાવે છે. અભિગ્રહનું કારણ ' વળી એ પણ વિચારવાનું છે કે ગર્ભની નિશ્ચળ અવસ્થાને લીધેજ, માતા ત્રિશલા અને સકલ રાજયકુટુંબને થએલે કલેશ જે અભિગ્રહનું કારણ હતું તે માતાના જીવતાં છતાં જેમ તેની પીડા ટાળવા માટે અભિગ્રહ કરવામાં આવે, તેમ સકળ રાજ્યકુટુંબની પીડા ટાળવા માટે તેની હયાતિ સુધી પણ દીક્ષા નહિ લેવાને અભિગ્રહ કરવાને વખત આવત, પણ નથી. તે એકલી માતા જીવે ત્યાં સુધી દીક્ષા