Book Title: Manovijay ane Atmshuddhi
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/005185/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મનોવિજય ' અને આત્મશુદ્ધિ પ.પૂ. ગણિવર્ય યુગભૂષણવિજયજી મ.સા. Page #2 -------------------------------------------------------------------------- ________________ સ્વ. મુનિરાજશ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મહારાજ). For Privateersonal us Only Page #3 -------------------------------------------------------------------------- ________________ ઝllત્મશુદ્ધિ તોવિજી અને . : આશીર્વાદદાતા : પદર્શનવિદ્, પ્રવચનિકપ્રભાવક સ્વ. પ.પૂ. મુનિરાજ શ્રી મોહજિતવિજયજી મ.સા. (મોટા પંડિત મહારાજ) : પ્રવચનકાર : સિદ્ધાંતમહોદધિ, કર્મસાહિત્યનિપુણ સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વ્યાખ્યાનવાચસ્પતિ, સુવિશાલગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન સૂક્ષ્મતત્ત્વવિવેચક, પ્રત્યુત્પન્નમતિધારક પ.પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મ.સા. (નાના પંડિત મહારાજ) : પ્રકાશક : વાતાર્થ ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩. Page #4 -------------------------------------------------------------------------- ________________ મનોવિજય અને આત્મશુદ્ધિ પ્રવચનકાર : સૂક્ષ્મતત્ત્વવિવેચક, પ્રત્યુત્પન્નમતિધારક પ.પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મ.સા. (નાના પંડિત મહારાજ) વિ.સં. : ૨૫૭ વિ.સં. : ૨૦૧૭ આવૃત્તિઃ દ્વિતીય નકલ : ૫૦૦૦ કિંમત : રૂા. ૨૫-૦૦ મુખ્ય પ્રાપ્તિ સ્થાનઃ ગીતાર્થ ગંગા, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. પ્રકાશક : ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. મુદ્રકઃ મુદ્રેશ પુરોહિત સૂર્યા ઓફસેટ, આંબલી ગામ, સેટેલાઈટ-બોપલરોડ, અમદાવાદ-૫૮. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય “ગીતાર્થ ગંગા”નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ.પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલા વિવિધ પરમાર્થી તત્ત્વોનાં રહસ્યોનું નય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાયતા મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે. ઘણા સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યા છે, પરંતુ કામ સમય માંગી લે તેમ છે. દરમ્યાન શ્રીસંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવક-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિરાજ શ્રી મોહજિતવિજયજી મ.સા. તથા પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મ.સા.નાં અપાયેલાં જુદા જુદા વિષયો પરનાં વ્યાખ્યાનો તથા પંડિતવર્યશ્રી પ્રવીણભાઇ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોના વિષયો અંગેના પુસ્તકો પ્રકાશિત કરવા અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મૂળ લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી ઉપર્યુક્ત વિનંતી લક્ષ્યમાં રાખીને પ્રધાન કાર્ય જ્યાં સુધી બહાર ન આવે ત્યાં સુધી કામચલાઉ ધોરણે પૂરક પ્રવૃત્તિ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. તત્ત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યફજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે તેવી આશા સહિત ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટી ગણ ગીતાર્થ ગંગા સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ સ્થાન ક કોલ અમદાવાદ ગીતાર્થ ગંગા ૫, જૈન મર્ચંટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭ (૦૭૯)-૬૬૦૪૯૧૧, ૬૬૦૩૬૫૯ નટવરભાઈ એમ. શાહ, (આફ્રીકાવાળા) ૯, પરિશ્રમ બેંક ઓફ ઇન્ડીયા સોસાયટી, વિજયનગર ક્રોસીંગ પાસે, અમદાવાદ-૧૩. ૨ (૦૭૯)-૭૪૭૮૫૧૨, ૭૪૭૮૬ ૧૧ દ મુંબઈ નિકુંજભાઈ ૨. ભંડારી વિષ્ણુમહલ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, ડી રોડ, ચર્ચગેટ, મુંબઈ-૨૦. (૦૨૨)-૨૮૧૪૦૪૮, ૨૮૧૦૧૯૫ શ્રી ચીમનભાઈ ખીમજી મોતા ૯ / ૧, ગજાનન કોલોની, જવાહરનગર, ગોરેગામ (વેસ્ટ), મુંબઈ-૬૨. (૦૨૨)-૮૭૩ ૪૫ ૩૦ લલિત ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરુ રોડ, સર્વોદય પાર્શ્વનાથ નગર, જૈન દેરાસરની પાછળ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૮૦. (૦૭૯)-૨૬૮ ૦૬ ૧૪, ૫૬૮ ૬૦ ૩૦ જ સુરત શૈલેષભાઈ બી. શાહ શ્રીનાથજી એપાર્ટમેન્ટ, છઠે માળે, હરિપરા, હાથ ફળીયા, સુરત-૧. (૦૨૬૧) - ૪૩ ૯૧ ૬૦, ૪૩ ૯૧ ૬૩ રાજકોટ કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. (૦૨૮૧) - ૨૩૩૧૨૦ કોલ બેંગલોર વિમલચંદજી C/o, J.NEMKUMAR & COMPANY, Kundan Market, D.S. Lane, Chickpet Cross, Bangalore-560 053, (O) 2875262, (R) 2259925. છે. જામનગર ઉદયભાઈ શાહ C/૦, મહાવીર અગરબત્તી વર્ક્સ, C- 9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર. (૦૨૮૮) - ૬૭૮૫૧૩ Page #7 -------------------------------------------------------------------------- ________________ તા. ૯-૭-૯૫, રવિવાર. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ ૮૪ લાખ જીવાયોનિમાં ઉત્કૃષ્ટ માનવભવને સાર્થક કરાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. શાસ્ત્રકારોએ માનવભવનાં બે મોઢે વખાણ કર્યા છે અને છેલ્લે લખ્યું કે મનુષ્યભવની મહત્તા જેટલી પણ ગાઈએ તેટલી ઓછી છે. શાસ્ત્રમાં દેવભવનાં વખાણ નથી કર્યા. આ જોતાં વિચાર આવે કે, માનવભવમાં વખાણવા જેવું શું છે? તેની સામે પુણ્ય અને ભોગસામગ્રીની અપેક્ષાએ દેવનો ભવ વિશિષ્ટ છે, પરંતુ માનવભવની વિશિષ્ટતાઓમાં તેનું મન આવે છે. દેવતાઓનું મન, શક્તિ અને ક્ષમતાની દૃષ્ટિએ ઘણું હીન છે, જયારે માનવમન અગાધ શક્તિવાળું છે. માનવદેહની વિશિષ્ટતા ઓછી છે, તે કાચના વાસણ જેવો છે, પણ માનવમનની શક્તિ અગાધ છે. Human Brain is Unparallel. (માનવમન વિશ્વમાં અજોડ છે.) આધુનિક વિજ્ઞાન જેને મન કહે છે તેને શાસ્ત્રકારો મન નથી કહેતા, તે મનઃપર્યાદ્ધિ છે; જ્યારે મન મનોવર્ગણાનાં પુદ્ગલોમાંથી બનેલું છે. મનની અગાધ શક્તિનું વર્ણન શાસ્ત્રમાં છે, જેનો આપણે પણ પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ. મનને ઓળખવાની જરૂર છે. આપણને આપણા મનની ખૂબીઓ અને ખામીઓનો કોઈ પરિચય જ નથી. આપણે બધા હંમેશાં દૂરની વસ્તુમાં જ વધારે રસ લઇએ છીએ, નજીકની વસ્તુમાં નહિ; જેમ મહિને મળનારા માણસ સાથે મળતી વખતે વધારે પ્રફુલ્લિત હોઇએ છીએ, જ્યારે જીવનમાં ચોવીસ કલાક નજીક રહેનાર સાથે વાત કરવાનો મુડ પણ નથી હોતો. લોકમાં પણ કહેવત છે કે ડુંગરા દૂરથી રળિયામણા. દૂરનું રળિયામણું લાગે. ચોવીસે કલાક મન સાથે તમારું સંધાન છે અને તેની સાથે તમારું અસ્તિત્વ વણાયેલું છે. ઘરમાં તમે જેમ રાચરચીલા સાથે રહો છો, તેમ હંમેશાં દેહ સાથે જ રહો છો; છતાં ઊંઘમાં દેહનો પણ ખ્યાલ રહેતો નથી, તેથી દેહથી થોડો વખત પણ અળગા પડો છો. ઇન્દ્રિયો પણ ઊંધો ત્યારે શાંત પડી હોય છે, પરંતુ ઊંઘમાં પણ મન તો સક્રિય જ હોય છે અને તે જીવનની છેલ્લી ક્ષણ સુધી સક્રિય રહે છે. માણસ જાગતો હોય કે ઊંઘતો હોય તેનું મન સક્રિય જ રહે છે. ભૂતકાળમાં વૈજ્ઞાનિકોનો અભિપ્રાય એવો હતો કે ગાઢ નિદ્રામાં મન નિષ્ક્રિય બની જાય. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * રીત : * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ Page #8 -------------------------------------------------------------------------- ________________ આવું માનનારા સારા સારા Neurologists હતા. પણ હવેનાં સંશોધનો કહે છે કે ઊંધમાં પણ તંદ્રાવસ્થામાં તો સ્વપ્નસૃષ્ટિ ચાલુ જ હોય છે, પરંતુ ગાઢ નિદ્રામાં પણ પ્રત્યેક ક્ષણે મનનું કાર્ય ચાલુ જ હોય છે, માત્ર ગાઢ નિદ્રામાં લો-ફંક્શનીંગ હોય છે. આજના ડોક્ટરો મૃત્યુ માટે બે શબ્દ વાપરતા હોય છે. Physically dead(શારીરિક મૃત્યુ) અને Mentally dead (માનસિક મૃત્યુ). શારીરિક મૃત્યુ થયેલા દરદીને ઉપચાર દ્વારા કદાચ જિવાડી શકાય, પણ માનસિક મૃત્યુ પામેલ દરદીને પુનર્જીવિત કરવો અશક્ય છે. કારણ કે એક ક્ષણ માટે પણ મગજનું ફંક્શનીંગ વિરામ પામે તો તે જીવનવિરામ જ સૂચવે છે. આ ઉપરથી તારણ એ જ નીકળે કે જીવનમાં મનની સક્રિયતા ચોવીસે કલાક છે. મન સમજવું શા માટે જરૂરી છે ? મનની અગત્યતા શું છે ? સાતત્યપૂર્વક મનનું અસ્તિત્વ આત્મા સાથે સંકળાયેલું છે. મનની પ્રત્યેક પ્રવૃત્તિની આપણા આત્મા પર અસર છે. મનને છોડીને બીજા કોઇ જડ ભૌતિક પદાર્થ સાથે આત્માને આવો ગાઢ નાતો નથી. મન તમારી સૌથી નિકટની વસ્તુ છે, અને તેથી જ તેનાં રહસ્યો જીવનમાં સમજવાં અનિવાર્ય છે. અધ્યાત્મની સાધનામાં મનની સાધનાનું જે રહસ્ય છે તે પણ સમજવું મહત્ત્વનું છે. જે મનને નથી જીતતા તેમનું જીવન નકામું છે. મોક્ષ પામવા માટે દરેકે પોતાના મનનો તાગ પામવો જ પડશે. મન જ મુક્તિની સાધના માટેની મુખ્ય કડી છે. તેના દ્વારા જ મોક્ષમાર્ગની સાધનામાં આગળ વધવાનું છે. સાચા ધર્માત્મા માટે આ મન સમજવું અત્યંત જરૂરી છે. ઘણીવાર પુરુષાર્થ કરવા છતાં પણ સાધક આ ન જાણતો હોવાથી સાધનામાં નિષ્ફળ જાય છે. તેથી જ મનનાં રહસ્યો જાણવાં જરૂરી છે. માનવમન flexible(સહેલાઇથી વાળી શકાય એવું) છે. તેનો સ્વભાવ પરિવર્તનશીલ છે. ૮૪ લાખ જીવાયોનિમાંથી અન્ય કોઇ પણ ભવ એવો નથી જેમાં મન આટલું ઊંચેથી નીચે અને નીચેથી ઊંચે જઇ શકે. આ જ માનવમનની ખરી વિશિષ્ટતા છે. દેવતા ગમે તેટલો પુરુષાર્થ કરે તો પણ ભારેમાં ભારે અશુદ્ધિ તરફ તેનું મન જઇ શકે નહિ, અને ઊંચી શુદ્ધિ સુધી પણ તે ભવમાં તે જઇ શકે તેમ નથી. દેવતાઇ ભવમાં મનના બન્ને છેડા સુધી જવું શક્ય નથી; જ્યારે માનવમન ઊંચામાં ઊંચું અને નીચામાં નીચું ભાવપ્રયાણ કરી શકે છે. આ જ માનવભવની મોનોપોલી છે. વર્તમાન ભવમાં તમે તમારા મનનું પુરુષાર્થ દ્વારા આમૂલ પરિવર્તન કરી શકો છો. રૂપ-શરીરબળ વગેરે બધું જ દેવભવ કે પશુભવમાં વધારે હોઇ શકે છે, પરંતુ શુદ્ધિ-અશુદ્ધિનાં ચરમ શિખરોને સ્પર્શ કરવાની મનની પ્રચંડ શક્તિ તો ફક્ત માનવભવમાં જ છે. તેથી જ તેની તોલે બીજો કોઇ ભવ આવી શકે તેમ નથી. માનવીને ***************** મનોવિજય અને આત્મશુદ્ધિ Page #9 -------------------------------------------------------------------------- ________________ કુદરત દ્વારા મનની વિશેષ ભેટ મળી છે. જો આપણે આ મનનાં રહસ્યો સમજી શકીએ તો આ માનવભવને સફળ કરી શકીએ. મન આખી દુનિયામાં એક ક્ષણમાં ફરીને પાછું આવી શકે છે અને જો રસ પડી જાય તો એક જ વસ્તુમાં એકાગ્રતા પણ લાવી શકે છે. મનની શક્તિ અજબગજબની છે. બીજી બાહ્ય ઇન્દ્રિયોની શક્તિ મન આગળ અશમાત્ર પણ ન આવે, પણ આ શક્તિનો પરિચય ન હોવાથી જ સાધના કરવામાં તમે ઉત્સાહિત થઈ શકતા નથી. પશ્ચિમના ધર્મોમાં આર્યશાસ્ત્ર જેવી અધ્યાત્મિક દષ્ટિ નથી. મોક્ષનો Concept જ પૂર્વની સંસ્કૃતિનો છે. અંગ્રેજી ભાષામાં તો અધ્યવસાય જેવો શબ્દ જ નથી. ભારતીય ધર્મમાં આત્માનંદની વાત છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ Salvation શબ્દને મોક્ષનો પર્યાયવાચી શબ્દ માને છે, જેનો અર્થ પાપની મુક્તિ થાય છે. મોક્ષમાં ફક્ત પાપની મુક્તિ જ નથી, પણ જડમાત્રથી મુક્તિ છે, જેમાં પુણ્યથી મુક્તિ પણ આવે જ છે. ઊંચામાં ઊંચો શુદ્ધ ભાવ અને હલકામાં હલકો સક્લિષ્ટભાવ મનુષ્યના મનમાં શક્ય છે અને એનો કન્ટ્રોલ પણ તમારા જ હાથમાં છે. તમારે કઈબાજુગતિ કરવી છે તે તમારો નિર્ણયછે. મન શું ચીજ છે? જૈન ફિલોસોફી પ્રમાણે શાસ્ત્રીય પરિભાષામાં સમજવું હોય તો દા.ત. જેમ આ શરીર છે, તે જડ છે અને નજરોનજર દેખાય છે. તેમાં બાહ્ય દુનિયાના જ્ઞાનના સાધન તરીકે જેમ પાંચ ઇન્દ્રિયો રચાઈ છે, તેમ અંદરમાં જ અતિશય સૂક્ષ્મ રચનાવાળું જ્ઞાનતંતુઓનું સૂક્ષ્મ માળખું છે કે જેને લોકવ્યવહારમાં મગજ કહેવાય છે અને જૈન શાસ્ત્રીય પરિભાષામાં તે મન:પર્યાતિ છે. અને તેનાથી પણ અતિશય સૂક્ષ્મ મનોવર્ગણાનાં પુદ્ગલોમાંથી બનેલું સાધન તે દ્રવ્યમાન છે. તે જડ અણુપરમાણુની રચનામાંથી બનેલો Special(વિશેષ) આકાર છે, જે આકાર પણ વિચારો-ભાવો મુજબ સતત બદલાયા કરે છે. જેની પાસે મન:પર્યવજ્ઞાન છે તે જ્ઞાનીઓ, રૂપી એવા આ મનને સ્પષ્ટ જોઈ શકે છે. સામાન્ય ઈન્દ્રિયોથી મન ગ્રાહ્ય નથી. રૂપીદ્રવ્ય પણ સૂક્ષ્મ હોવાથી આપણી ઇન્દ્રિયોથી અતીત છે; છતાં તે જડ પુદ્ગલ છે, એટલે મન:પર્યાયજ્ઞાની તેનો સાક્ષાત્કાર કરી શકે છે; જ્યારે અરૂપી એવા આત્માનું પ્રત્યક્ષ તો કેવળજ્ઞાની જ કરી શકે. આ દ્રવ્યમનની અસરોનો આપણે ચોવીસે કલાક અનુભવ કરી શકીએ છીએ. શાસ્ત્રમાં મનના આકારની બાબતમાં વિશદ વિવેચનો કર્યા છે. દ્રવ્યમનની સ્પષ્ટ જાણકારી ભગવાને આપી છે. પરંતુ દ્રવ્યમન સાધન છે, જયારે ખરું મહત્ત્વનું મન ભાવમન છે, જે આત્મા સાથે જોડાયેલું છે. આ ભાવમન ચૈતન્યમય છે, જ્યારે દ્રવ્યમન જડ છે. મનોવિજય અને આત્મશુદ્ધિ Page #10 -------------------------------------------------------------------------- ________________ અનંત જન્મના અનુભવોથી પેદા થયેલા સારા-નરસા સંસ્કારો કે શુભ-અશુભ ભાવો પણ ભાવમનમાં સંઘરાય છે. જે મન મોહના સર્જનનું ઘર છે, તે જ મન મોહના વિસર્જનનું પણ સાધન છે. કષાયોથી અને વિકારોથી વાસિત મન તે જ સંસાર છે અને તેનાથી મુક્ત મન તે જ મોક્ષ છે. ચોવીસે કલાક કર્મનો બંધ આ મનને આધારે છે. ફક્ત કાયા કે વાણી કે ઇન્દ્રિયોને લીધે કોઈ કર્મનો બંધ નથી થતો, પણ બધી જ પ્રવૃત્તિમાં જો મન ભળે તો જ કર્મનો બંધ કે કર્મની નિર્જરા થાય છે. આથી જ મનનું મહત્ત્વ અતિશય છે. લોકમાં પણ કહેવત છે કે “મન ચંગા તો કથરોટમેં ગંગા”. સુખ-દુઃખનું કારણ મન અને બંધ-મોક્ષનું કારણ પણ મનઃ Dr.Herman Jecobi નામનો Research Scholer (સંશોધક) “ઉપમિતિભવપ્રપંચા કથા” નામનો ગ્રંથ વાંચીને એટલો રાજી થયો કે ગ્રંથ માથે લઇને નાચ્યો હતો. તેના જેવું મનોવિજ્ઞાનનું Analysis દુનિયાના કોઈ ગ્રંથમાં નથી. મનની ખાસિયતો, તેનું ફળ આ બધું એક રૂપકકથારૂપે તેમાં આલેખ્યું છે. પૂ. ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજ સાહેબે લખ્યું છે કે આવું અદ્ભુત વિવેચન બીજે ક્યાંય સાંભળ્યું નથી. ઉપમિતિકારે પૂર્વભૂમિકામાં લખ્યું છે કે આ જગતમાં સર્વ કલ્યાણ અને અકલ્યાણની ભૂમિ મન છે. મનના સુખ વગર આ જગતમાં કોઈ સુખી થતું નથી. તેવી જ રીતે મનના દુઃખ વગર કોઈ દુઃખી પણ થતું નથી. સર્વકર્મના ક્ષય અને બંધનું કારણ પણ મન છે. જીવનમાં સર્વપ્રકારની શાંતિ અને અશાંતિ મનને આભારી જ છે. મન એ આખા જગતનું માલિક છે. જો મનને જ તમે મહત્ત્વ આપ્યું હોત તો અત્યાર સુધીમાં કેટલીય સાધના કરી શક્યા હોત ! પણ તમે તો જીવનમાં શરીરને મહત્ત્વ આપ્યું છે. જે મનને ઓછું મહત્ત્વ આપે છે તે દિશા ભૂલી રહ્યા છે. કોઈ પણ માણસ સંતપ્ત મનને સાથે રાખીને સુખી થતો નથી. કારણ કે જીવનમાં દરેક વસ્તુ સંબંધી સાચા ખોટાનો નિર્ણય તો તમારું ભાવમન જ કરે છે. ચશ્માં, આંખ વગેરે તો માત્ર જોવાનાં સાધન છે. તેને ક્યાં ગોઠવવાં તે નિર્ણય મનનો છે. તેથી આંખો ટીકી-ટીકીને વિકારી દશ્યો જુએ તો તેમાં મુખ્ય ગુનેગાર તમારી આંખ નથી, પણ તમારું ભાવમન છે. કારણ કે વિકારોનો જન્મ મનમાં છે. આંખો તો તેની વાહક છે. જેમ ચશ્માં તે આંખને માટે દેખવાનું સાધન છે, પણ ખરું ને ખોટું તો મન જ નક્કી કરે છે, તેમાં ઇન્દ્રિયો ગુનેગાર નથી હોતી. સ્વામી વિવેકાનંદ એક પ્રસંગે તેમની યુવાવસ્થામાં સંન્યાસી તરીકે રસ્તામાં જઈ રહ્યા હતા ત્યારે, એક સુંદર યુવતીને જોઇ આકર્ષણ થવાથી ટીકીટીકીને જોઈ; પરંતુ પછી પાછળથી ર * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ Page #11 -------------------------------------------------------------------------- ________________ પસ્તાવો થયો, પણ ગુસ્સો આંખ પર આવ્યો અને તેથી આંખને સજા કરવાની વૃત્તિથી પોતે આંખમાં મરચાંની ભૂકી નાખી. આમ તો આ દૃષ્ટાંત તેમની પાપ પ્રત્યે તિરસ્કારની જાગ્રતિ જ બતાવે છે; પણ વાંક કોનો હતો? તેમની આંખનો કે તેમના મનનો? આ તો પાડાના વાંકે પખાલીને ડામ જેવી પ્રવૃત્તિ થઈ અને આ કોઈ પ્રયશ્ચિત્તનો પણ યોગ્ય પ્રકાર નથી. વરસો પહેલાં મને એક સજ્જન ડોક્ટર મળેલા કે જેમણે પોતાની પ્રેક્ટીસ છોડીને આધ્યાત્મિક જીવન જીવવા પ્રયત્ન ચાલુ કરેલો. તેમને ખાવા-પીવાની આસક્તિ ખૂબ નડતી એટલે તેમણે વિચાર કર્યો કે, આ દાંત છે તો જાતજાતની વસ્તુઓ ચાવીને તેના ટેસ લેવાના નખરા સૂઝે છે. જો દાંતને જ મૂળમાંથી કાપી નાખીએ તો પછી સીધો નરમ ખોરાક વગર સ્વાદ લીધે પેટમાં ઊતરી જાય અને આસક્તિ તૂટી જાય. એટલે તેમણે આખી બત્રીસી કઢાવી નાખી. પરંતુ થોડા વખતના અનુભવ પછી ખ્યાલ આવ્યો કે આસક્તિ ટળી નથી, એટલે મને કહે કે મહારાજ સાહેબ ! મેં જલદ ઉપાય કર્યો તો પણ હું નિષ્ફળ ગયો. ત્યારે મારે કહેવું પડ્યું કે તમે ઉપાય જ ખોટો અજમાવ્યો, કારણ કે ખાવાની આસક્તિ તમારા દાંતમાં હતી કે તમારા ભાવમનમાં હતી? દાંત તો સાધન હતા. તેમનો નાશ કરવાથી કંઈ તમારા દોષનો નાશ ન થાય. પણ આવી ઘણી ગેરસમજ લોકોને હોય છે. ઘણા બોલતા હોય છે કે શું કરીએ મહારાજ સાહેબ! મન પાપ કરાવે છે. અમે અમારા મન આગળ હારી જઈએ છીએ. પણ વાસ્તવમાં જવાબદારી કોની? દ્રવ્યમન પણ સાધન છે, પ્રેરકતો આત્મા છે. ધંધામાં Taxation(કર)ની ચોરી પણ શેઠના કહેવાથી પગારદાર નોકર કરતો હોય તો પણ પગલાં શેઠ સામે જ લેવાય છે. તેને નોકરનો ગુનો નથી ગણવામાં આવતો. આપણે જ આપણા મનના માલિક છીએ-શેઠ છીએ, તેથી બીજા પર દોષનો ટોપલો ન જ ઓઢાડાય. આત્મા જ એક એવી વસ્તુ છે જે પોતે જ પોતાને ઓળખી શકે, સમજાવી શકે ને પોતાને બદલી પણ શકે. આત્મા જેવું બીજું એક તત્ત્વ નથી જે આવી રીતે પોતે જે પોતાને સમજાવી શકે, બદલાવી શકે.. આત્મા જ આત્માને આત્મામાં આત્મા દ્વારા જાણે, તે જ અધ્યાત્મ છે, ને તે જ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. અધ્યાત્મ, તમારી ચેતના જે જડમાં જડ દ્વારા જડ થઇને ફેલાયેલી છે, તેને આત્મામાં આત્મા દ્વારા આત્મા માટે લઈ જાય છે. આ વિશ્વમાં કર્તા, હર્તા, ભોક્તા એ બધું આત્મા જ છે. દેહના સંચાલનમાં આત્મા વગર બધું જ અસ્તવ્યસ્ત થઈ જાય. આ આત્મા પર તમે અત્યાર સુધી વિચાર જ કર્યો નથી. આત્માના ચમકારા જોવા માટે પણ દૃષ્ટિ જોઇએ. તમારી ચેતના, ચેતન સ્વરૂપે આત્મામાં આત્મા દ્વારા આત્મા માટે આત્માને જુએ, જાણે, અનુભવે, એનું નામ જ અધ્યાત્મ; જયારે અધ્યાત્મશૂન્ય દશામાં તમારી ચેતના, જડમાં મનોવિજય અને આત્મશુદ્ધિ Page #12 -------------------------------------------------------------------------- ________________ જડ સ્વરૂપે જડ દ્વારા જડ માટે જડને જાણવા-અનુભવવા સક્રિય બને છે અને તેનું જ નામ અધ્યાત્મશૂન્ય દશા છે. સારાંશરૂપે આપણી ચેતનામાં કર્તુત્વ જે બહાર પુદ્ગલમાં-જડમાં છે તેને અંદરમાં આત્મામાં લઈ જવું તે અધ્યાત્મ છે. સવારથી સાંજ સુધી જે મહેનત કરો છો તે જડ માટે, જડ દ્વારા, જડ સાધનોથી છે. જેમ કે માલપાણી ખાવાથી દેહ જ તગડો થવાનો, આત્મા નહિ. તમે તમારી તમામ પ્રવૃત્તિ જડ માટે જ જડ દ્વારા જડમાં જ કરો છો અને તે પણ જડભરત બનીને જ કરો છો. આ મૂઢતા છે. આત્મા જ દ્રવ્યમનનો સાધન તરીકે ઉપયોગ કરી તમામ પ્રવૃત્તિ કરે છે. ભાવમન એ દ્રવ્યમન દ્વારા આત્મામાં પેદા થયેલા ભાવો છે. અસંજ્ઞીને પણ સૂક્ષ્મ દ્રવ્યમાન હોય છે. માત્ર ૧૪મા ગુણસ્થાનકમાં જ દ્રવ્યમાન નથી હોતું. આત્માના અનંત જન્મ-મરણ થયા પણ આત્મા દેહથી કદીય સંપૂર્ણ જુદો નથી થયો, એક ક્ષણ માટે પણ દેહાતીત અવસ્થાનો અનુભવ થયો નથી. માના પેટમાં જે જન્મે તે સ્થૂળ દેહ, અને તેનો વિયોગ તે મૃત્યુ છે. અહીંથી મરીને પરલોકમાં જાઓ ત્યારે કાર્પણ અને તેજસ દેહબીજા ભવમાં પણ સાથે આવે છે. ભવયોનિ ઊંચી કે નીચી મળે પણ દ્રવ્યમન તો બધી જ યોનિમાં હોય જ છે, નહિ તો આત્મા ઉપયોગ પ્રવર્તાવી જ ન શકે. સતત કર્મબંધનું કારણ ભાવમન: તેના પ્રકાર અને પરિચય : ભાવમનથી કર્મબંધ થાય છે. કર્મના ૪ પ્રકારો છે. (૧) સ્પષ્ટ, (૨) બદ્ધસ્કૃષ્ટ, (૩) નિધત્ત અને (૪) નિકાચિત. દા.ત. જેમ કે આ ભીંત છે. તે કોરી કટ ને લીસી છે ને તેના પર ભીનાશ ન હોવાથી ધૂળ કે રજકણ અડીને ખરી જાય, પરંતુ ચોંટે નહિ. એને બદલે ખરબચડી, થોડી ભીની કે તેલની ચીકાશવાળી ભીંત હશે તો રજકણ-ધૂળ ચોંટી જશે. તેમ વીતરાગનો આત્મા લીસી ભીંત જેવો છે. તેના પર કર્મનાં રજકણો આવીને ખરી જાય છે, ચોંટતાં નથી. રસ વગરનું કર્મ આત્માને કોઇ બંધ કરતું નથી. બંધ શબ્દ એટલે જ ચોંટી જવું. રાગ-દ્વેષ એ જ ચીકાશ છે. જડનું આકર્ષણ તે જ રાગ છે. કર્મ ત્યારે જ ચોટે જયારે તમારામાં રાગદ્વેષ હોય. વીતરાગને કોઈ કર્મનો બંધ નથી થતો. ફક્ત મન, વચન, કાયાની પ્રવૃત્તિના કારણે સ્પંદન થાય છે, તેથી કર્મ આવીને સ્પર્શીને ખરી જાય છે. રાગ, દ્વેષ, મોહ, માન, માયા, અસૂયા, આસક્તિઓની પરિણતિઓ ભાવમનમાં રહે છે. આવા અસંખ્ય ભાવોથી આત્મા પર સતત કર્મ આવ્યા કરે છે. ભાવમનથી જ કર્મબંધ થાય છે. વિકસિત કે અવિકસિત, નાનું કે મોટું મન તો આ જગતમાં બધા જીવોને હોય છે. જો તેમનામાં શુભઅશુભ ભાવો ન હોય તો તેમને કારણ વગર કર્મબંધ થાય નહિ. જૈનશાસનમાં નિર્દોષને * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ Page #13 -------------------------------------------------------------------------- ________________ સજા નથી, દોષિતને જ છે; પછી તે વ્યક્તિ નાની હોય કે મોટી હોય. ખુદ તીર્થકર પણ જો ભૂલ કરે તો તેમને પણ સજા છે જ. - સૃષ્ટિનું સર્જન કે સંચાલન કરવા માટે કોઇ વ્યક્તિની જરૂર નથી. એ સનાતન શાશ્વત સ્વયં સંચાલિત છે. ભાવમન, અંદરમાં રહેલ આત્માના ભાવો છે. દ્રવ્યમન, અણુપરમાણુની સંરચના છે. આ ભાવમન ચોવીસે કલાક પુણ્ય અને પાપનો બંધ કરાવે છે. ભાવમનને સમજવા તેનાં થોડાં પાસાં સમજવાં જોઇએ. ભાવમન સતત સક્રિય છે, અર્થાત્ તમારો આત્મા એક ક્ષણ પણ મનોભાવથી શૂન્ય હોતો નથી. પ્રતિક્ષણ તમારા આત્મામાં મનોભાવો જન્મે છે અને વિલીન થાય છે. તેની ઘટમાળ ચાલુ જ રહે છે ને તે જીવમાત્રમાં ચાલુ રહે છે. કીડી જેવા નાના જીવને પણ પ્રત્યેક ક્ષણે ભાવ થતો જ હોય છે. મનોભાવથી શૂન્ય કોઈપણ આત્મા આ જગતમાં નથી. પ્રતિક્ષણ પેદા થતા મનોભાવને ઉપયોગમન કહે છે. ભાવમનના મુખ્ય બે ભેદ છે. (૧) ઉપયોગમન (Conscious Mind) અને (૨)લબ્ધિમન (Unconscious Mind). ઉપયોગમનઃ ઉપયોગમન તે મનની સપાટી પર ઉપયોગરૂપે વર્તતા ભાવ જ છે. દા.ત. કોઈ માણસ આવીને વાત કરતો હોય ત્યારે કોઈ મોટો અવાજ કરે તો ત્યારે મન તે અવાજમાં જ જશે. નવી વ્યક્તિ ઘરમાં આવે ત્યારે ધ્યાન તેમાં જ જશે. જયારે મનને એકાગ્ર કરો ત્યારે તે વસ્તુ તમે જાણી સમજી શકો છો ને તેને અનુરૂપ ભાવો પેદા થાય છે. આ ઉપયોગમન ધારાબદ્ધ રીતે વહી રહ્યું છે. મનની ચંચળતા અને તરલતા ઉપયોગમનને આભારી છે, ઘડીકવારમાં તે આખી દુનિયાની સફર કરી પાછું આવે કે ભૂતકાળની વાત પર ચડી જાય છે. તેવી જ રીતે ક્ષણમાં ભવિષ્યમાં પણ જતું રહે છે. આ તરલ ગતિ કરનારું મન તે ઉપયોગમન છે. આ ઉપયોગમનનો ગતિશીલતાનો સ્વભાવ છે. મનનો સમગ્રતાથી વિચાર કરતાં ઉપયોગમન તે નાનો ભાગ બની જાય છે. મનમાં ઉપયોગમન એ સપાટી છે. Computer કેT.V. વગેરેમાં બંધ હોય ત્યારે પણ માહિતી સ્ટોરેજ તો હોય જ છે, પણ T.V. on કરો ત્યારે Screen પર તેટલું જ આવે જેટલી તેની Screen હોય છે. કોઈ ગામડિયો કે ન જાણનાર માણસ, આ પડદા પરની માહિતીને જ બધી માહિતી સમજી લે તો કેવો મૂરખ કહેવાય ! તેવી જ રીતે તમારી મનની સપાટીને જાણી લો તો તમારા આખા મનને જાણ્યું છે તેમ ન જ કહેવાય. જ્યારે પણ નિમિત્ત મળે છે ત્યારે તે પ્રમાણે સપાટી પર ભાવો જાગે છે. ધંધા કે પૈસાના વિચાર આવે ત્યારે ધંધાના આંદોલનો ચાલુ થાય, પરંતુ નિમિત્ત મળતાં તરત બીજા વિચારમાં પણ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #14 -------------------------------------------------------------------------- ________________ પરોવાઈ શકો છો. જયારે ઊંડું મન લબ્ધિમન(Sub-conscious) કહેવાય છે, તેમાં આ વિચારોથી થોડુંક જ પરિવર્તન આવે છે. લબ્ધિમનઃ અધ્યાત્મની સાધના દ્વારા આ લબ્ધિમનનું જ મૂળમાંથી પરિવર્તન કરવાનું છે અને તે પરિવર્તન લાવવા સપાટી સિવાયના મનમાં શું છે તે જાણવું જરૂરી છે. તમે તમારા મનને વાંચવાનું રાખ્યું છે કે દુનિયાને જ વાંચવાનું રાખ્યું છે? તમે કોઇપણ વૈચારિક પ્રવૃત્તિ કરો તો તે ચોક્કસ અનુસંધાન સાથેની હોય, કે તમારા મનમાં ગમે ત્યાંથી ટપકી પડે? તમારા મનની ગતિશીલતાનો કોઈ એક પ્રવાહ નથી, માટે જ ગમે ત્યારે ગમે ત્યાં ખેંચાઈ જાઓ છો. પૂ. શ્રીસિદ્ધર્ષિગણિજીએ ઉપમિતિભવપ્રપંચ કથાની પહેલી પીઠિકામાં ધર્મનું સ્વરૂપ સમજાવ્યું છે કે, ધર્માત્મા વ્યક્તિ પ્રથમ તો નિષ્ઠયોજન વિચારે જ નહિ, અને કદાચ નિરર્થક વિચાર આવી જાય તો પણ વાણી દ્વારા તેને વ્યક્ત તો ન જ કરે અને કદાચ વાણી દ્વારા વ્યક્ત થઈ જાય તો આચરણ તો ન જ કરે. તમે સવારથી સાંજ જે વિચારો તેનો કોઈ ખુલાસો ખરો? ગાંડાનું લક્ષણ શું? જે વગર કારણે પ્રવૃત્તિ કરે અને વિચારે. તેથી જ સમજદાર અને ડાહ્યા લોકો તેને કહેવાય કે જે નકામું વિચારે કે બોલે નહિ અને કરે પણ નહિ. જે પોતાનું ગાંડપણ સમજી શકે તે પણ ડાહ્યો થઈ જાય. આત્માને ઉપયોગી જ વિચારવું, બોલવું અને વર્તન કરવું તે જ ધર્મ છે અને તેનાથી ઊલટું તે અધર્મ છે. આ બધા તમારા મનોભાવોનો સપાટીરૂપે પણ તમે અભ્યાસ કરતા નથી. મનને તમે તમારા જીવનમાં વિષય તરીકે જ રાખ્યું જ નથી. સામાયિક કરો ત્યારે સપાટીની શુદ્ધિ થાય પણ આંતરિકમનનું શુદ્ધિકરણ ન કરી શકો તો ભાવપૂર્વકની ક્રિયા કરી શકો નહિ. લબ્ધિમન(Sub-conscious)ના ભાવોની અસરથી સતત કર્મબંધ થાય છે. પૈસાના વિચાર કરવા માત્રથી કર્મબંધ નથી થતો પણ મનમાં રહેલી પૈસાની આસક્તિથી વગર વિચારે પણ ચોક્કસ કર્મબંધ થાય છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિના દષ્ટાંતમાં, માત્ર વિચારોમાં પલટો થવાથી જ તેમનું સારામાંથી ખરાબ વ્યક્તિત્વ અને તેથી તેમનું અધઃપતન થયું તેમ માનવું, તેમજ ખરાબમાંથી સારા વિચારો થવાથી જ સારા થવું તેમ માનવું, તે ભ્રમ છે. સારા વિચારોમાં રહેલી વ્યક્તિ દુર્ગતિમાં પણ જાય અને ખરાબ વિચારોમાં રહેલી વ્યક્તિ સદ્ગતિમાં પણ જાય, ત્યાં લબ્ધિમાન પણ કારણ છે. તેથી સમગ્ર ભાવમનનું મહત્ત્વ સમજવા જેવું છે. ર એક જ મ મ મ મ જ ક ક કે ક છે કે જે એક સર ક ર ક ક ક ક ક ક ક ક ક ર ર ર ર ક ક ક ક ક ર ક ક ક ક ર મનોવિજય અને આત્મશુદ્ધિ Page #15 -------------------------------------------------------------------------- ________________ સાધુને પણ જે ક્રિયા કરતા હોય તેનો જ વિચાર કરવાનો કહ્યો છે. ભગવાન મહાવીર ગોચરી વહોરવા જાય ત્યારે ફક્ત ગોચરીમાં જ ઉપયોગ રાખે, તે વખતે આત્માના ધ્યાનનો વિચાર ન કરે. મન બીજે જાય તો તે ક્રિયા યોગ્ય રીતે ન જ કરી શકાય. જે વખતે જે ક્રિયા કરતા હો તે વખતે તેમાં જ ઉપયોગ રહેવો જોઇએ. સમગ્રતાથી તેમાં પરોવાવાનું છે. છતાં પ્રભુ મહાવીર ગોચરીના કે ભોજનના વિચારમાં હોય ત્યારે પણ તેમનું વ્યક્તિત્વ બીજી સામાન્ય વ્યક્તિ તુલ્ય બનવાનું નથી. કારણ કે તેમનું ભાવમન ત્યારે પણ અત્યંત વિશુદ્ધિ યુક્ત છે. ચોવીસ કલાક દરમ્યાન તમે તમારા સારા-ખરાબ વિચારોનું વાચન કરો તો તમને હસવું આવે. તમારા પર મનની ગતિ અસાવધાનીપૂર્વક થતી હોય છે. છતાં એક વખત ખરાબ તો બીજી વખત સારા વિચારો જે આવે છે તે તમારી અંદરની વૃત્તિઓને જ આભારી છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ જે ઉચ્ચ મહાત્મા થઈ ગયા તે મહાન સમ્રાટ હતા. તેમણે વૈરાગ્યનું નાનું સરખું નિમિત્ત મળતાં સામ્રાજ્ય ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. એક વખત રાણીએ એમના માથાનો ધોળો વાળ જોતાં તેમને કહ્યું કે “યમનો દૂત આવ્યો છે,” આટલું સાંભળવા માત્રથી તેમને વિચાર આવ્યો કે “ઘડપણ હવે નજીક આવ્યું છે. વાર્ધક્ય આવવા છતાં હું હજી રાજ કરું છું?” આ રાજર્ષિનું વ્યક્તિત્વ કેવું હશે? વિચારો, આદર્શો કેટલા ઊંચા હશે? આટલા નાના નિમિત્ત માત્રથી દીક્ષા લઇ ભગવાન મહાવીરના શિષ્ય થઇ તેઓ રાજમાર્ગ પર એક વખત અતિ દુષ્કર સાધના કરી રહ્યા હતા. શ્રેણિક મહારાજા આ જ સમયે સવારી સાથે પસાર થઈ રહ્યા હતા. તેમણે આ રાજર્ષિને જોઈને ઉમળકો આવવાથી, હાથીની અંબાડી પરથી નીચે ઊતરી બહુમાનપૂર્વક તેમને વંદના કરી. આ વખતનું તેમની સાધનાનું બાહ્ય સ્વરૂપ જોઇને કોઇપણ અંજાઈ જાય તેવું હતું. જયારે આ સવારી જઈ રહી હતી ત્યારે રસાલામાં પ્રારંભ સ્થાને સુમુખ અને દુર્મુખ નામના બે દૂતો પણ સામેલ હતા. તે વખતે સુમુખે આ રાજર્ષિના ત્યાગ અને સંયમનાં વખાણ કર્યા, પરંતુ દુર્મુખે આ વખાણ સહન ન કરી શકવાથી કપોલકલ્પિત વાત ઉપજાવી કાઢીને કહ્યું કે “જેનાં તમે વખાણ કરો છો તે વ્યક્તિએ જીવનમાં યોગ્ય કર્યું નથી.” બનેલું એવું કે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ નાના પુત્રના જન્મ પછી તરત જ દીક્ષા લીધી હતી અને મંત્રીના ભરોસે રાજય છોડીને ચાલી નીકળ્યા હતા. જેથી દુર્મુખે વાત આગળ લંબાવીને કહ્યું કે “રાજા તો પોતે જવાબદારી છોડી ચાલી નીકળ્યા છે, ને પાછળ તો દીકરો ઘરબાર વગરનો ફરે છે.” અત્યારના વખતમાં દીક્ષા લેનાર માટે આવું જ બોલાતું હોય છે ને ? રાજર્ષિ આવી કપોલકલ્પિત વાતને સાચી સમજીને ક્રોધિત થયા હતા. આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ, આર્યપરંપરાના સમ્રાટ હતા અને ક્ષત્રિય હતા. તેથી અન્યાય-અનીતિ પ્રત્યે આ સમયે દ્વેષ આવવાથી વિચારે મનોવિજય અને આત્મશુદ્ધિ Page #16 -------------------------------------------------------------------------- ________________ છે કે, આવા બેવફાદાર મંત્રીને તો કડકમાં કડક સજા થવી જોઈએ. જો આટલું જ વિચાર્યું હોત તો છેક ત્યાં સુધી તેમનું પતન ન થયું હોત. પણ વિચારધારામાં આગળ વધીને તેમણે યુદ્ધના | વિચારો કર્યા. આમ, આ મહાત્મા અહિંસાના ભાવમાંથી હિંસાના ભાવમાં ઘસડાઈ ગયા અને તેટલાથી પણ વિરામન પામતાં હિંસાના પ્રોત્સાહક ગાઢ મિથ્યાત્વના વમળમાં ધસમસતી ગતિ કરી. એટલે ફક્ત વૈચારિક રીતે જ મન પરિવર્તન નથી પામ્યું અને એટલા માત્રથી જ અધ:પતન થઇને નરકગતિ ન બંધાત, પણ તેમને તો ત્યારે અહિંસા પ્રત્યે જ વૈષ આવ્યો હતો. તેઓએ વિચાર્યું કે “જો હું જીવતો હોવા છતાં મારો દીકરો રસ્તામાં રખડતો થઇ જાય, તો મારા આવા ચારિત્રની પણ શું કિંમત છે?” ધર્મ, ચારિત્ર, તપ, ત્યાગ અને સમકિત પણ તેમનું આ પરિણામોથી ચાલી ગયું અને તેની જગ્યાએ ગાઢ મિથ્યાત્વ આવ્યું. પ્રકૃતિ, વૃત્તિ અને અધ્યવસાય એટલે કે ભાવમન આખું ધરમૂળથી બદલાઇ ગયું છે. આ કારણે જ તેમણે તે ક્ષણે સાતમી નરકને યોગ્ય કણિયાં બાંધી દીધાં. સારા કે ખરાબ વિચાર માત્રથી ભારે કર્મબંધ નથી થતો, પરંતુ કર્મબંધમાં મોટો તફાવત તો તમારી પ્રકૃતિમાં પરિવર્તન આવે ત્યારે જ પડે છે. સમ્યગ્દષ્ટિ આત્મા યુદ્ધના વિચારોના આવેશથી યુદ્ધ પણ લડતો હોવા છતાં, લબ્ધિમનની શુદ્ધિ હોવાથી અંદરના અધ્યવસાય ત્યારે પણ સદ્ગતિ પ્રાયોગ્ય જ હોય છે. મનનો અભ્યાસ સપાટીથી નહિ પણ તળિયેથી કરવો જરૂરી છે. જૈનેતરોમાં મહર્ષિ પતંજલિએ પણ ઊંડાણથી મનની વાતો કરી છે. તેમનાં યોગનાં સૂત્રો ૪૦૦૦ વર્ષોથી ભારતીય સંસ્કૃતિમાં ગુંજી રહ્યાં છે. તે છતાં પણ જૈનશાસ્ત્રની તુલનાએ તેમની મનનાં પાસાં સમજાવવાની કડી સપાટીએ જ લાગે છે. તમે દેરાસરમાં પ્રવેશતાં “નિસહિ નિસાહિ” બોલો છો, તેનો અર્થ સમજો છો? એમ જ વિચારો છો ને કે “અંદર સંસારનો કોઇ જ વિચાર નહિ કરું.” પરંતુ સંસારનો વિચાર નહિ કરો તેટલા માત્રથી નિસાહિ સાચું નથી. સમજયા? પહેલાં તો શ્રદ્ધા એટલે ચાંદલો કરવાનો આવે છે અને ભગવાનની આજ્ઞા માનવાની છે. આ આજ્ઞા માનવી, એટલે સંસાર છોડવા જેવો જ છે, એવો ભાવ મનમાં હોવો જ જોઈએ. આ ભાવ મનમાં આવે ત્યારે જ નિસાહિ સાચી બોલ્યા કહેવાઇએ. ભગવાનની આજ્ઞા માનતો હોય તે ગમે ત્યાં જાય પણ તેને તે નિમિત્તનું પુણ્ય બંધાય જ. જીવનમાં અમુક હિંસા તો કર્તવ્ય જ, એવી થોડી પણ ઊંડે ઊંડે માન્યતા હોય તો પાપ લાગ્યા જ કરે છે. પ્રકૃતિ અને વિચાર કરતાં પણ તમે અંદરથી શું માનો છો તે જ અગત્યનું છે. “ભગવાને જે કહ્યું છે તે જ સત્ય છે અને એને હું માનું છું તે જ ચાંદલા દ્વારા તેમની આજ્ઞાનો સ્વીકાર છે. જો તમારી માન્યતા અશુદ્ધ હોય તો તમે ભગવાનની વાત મનથી માનતા નથી એવું જ કહેવાય. ૧૦ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #17 -------------------------------------------------------------------------- ________________ એક વ્યક્તિ જે સરળ સ્વભાવની છે પણ મનમાં માનતી હોય કે અવસરે તો થોડી લુચ્ચાઇ કરવી જ જોઇએ, અને જો કાયમ સરળ રહેવા જઇએ તો આપણને બધા ઠગી જ જાય; લુચ્ચાઇને પણ એક કળા માનતો હોય; આવું તેના મનમાં ઊંડે ઊંડે પણ પડ્યું હોય તો તે માણસના મનમાં લુચ્ચાઇને માટેનું સમર્થન છે; અને તેને એકાંતે દોષ માનતો નથી, પરંતુ લુચ્ચાઇને કર્તવ્ય માને છે. આને લીધે તેને સતત લુચ્ચાઇની અનુમોદનાનું પાપ લાગ્યા જ કરે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિને પણ મૂળથી જ (લબ્ધિમનમાં) જ્યારે પલ્ટો આવ્યો ત્યારે જ તેમની ગતિ બદલાઇ હતી. પરિવર્તન ત્યારે જ આવ્યું કહેવાય કે જ્યારે એક માણસ જે હિંસાને પહેલાં સારી માનતો હતો તે હવે હિંસાને આચરે તો પણ તેને સારી માનતો નથી. એવી જ રીતે ક્રોધ વગેરે કષાયોને કરે તો પણ સારા નથી જ માનતો, ત્યારે જ પાયામાંથી થોડું પણ પરિવર્તન આવ્યું કહેવાય. જીવન નિમિત્તને આધીન છે. આપણે વાતાવરણ કે સંજોગોથી ૫૨ નથી અને જે પણ નિમિત્તોથી પર થયા છે તે સમતામાં જ હોઇ શકે. તમને બધાને ખરાબ નિમિત્તોની અસર વધારે થાય છે અને સારાં નિમિત્તોની અસર ઓછી થાય છે. ધર્મ ત્રણ પ્રકારનો બતાવ્યો છે. (૧) સફળ સાધના, (૨) નિષ્ફળ સાધના અને (૩)વિપરીત સાધના. પહેલા દૃષ્ટાંતમાં શાલીભદ્રે દાન આપી ફળ મેળવ્યું તે સફળતા મધ્યમ છે, જીરણશેઠે સુપાત્રદાનનું ઉત્કૃષ્ટ ફળ મેળવ્યું. બીજા દૃષ્ટાંતમાં અભિનવશેઠનું દાન નિષ્ફળ ગયું, તેણે સુપાત્રદાનનું ફળ બિલકુલ ન મેળવ્યું અને ત્રીજા દૃષ્ટાંતમાં મમ્મણ શેઠ, જેમનું દાન વિપરીત થયું. જેવી વ્યક્તિ અને જેવા તેના મનના ભાવ તેના પર સુપાત્રદાનનું ફળ નિર્ભર છે. ધર્મ કરનારને તેની Quality પ્રમાણે ફળ મળે. ધર્મની સફળતા અને નિષ્ફળતાનો આધાર તમારી મનોવૃત્તિ છે. મનોવિજય અને આત્મશુદ્ધિ M-૨ સામગ્ર ૧૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૭-૯૫, રવિવાર અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવા આપણને મળેલા માનવભવને પૂર્ણ સાર્થક કરવાના અનુપમ સાધનરૂપ આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. મનની સાધનાથી માત્ર મનુષ્યભવમાં જ પરમાત્મા બનવાની શક્યતા ઃ ૮૪ લાખ જીવાયોનિમાં જેટલા ભવો છે તેમાં શ્રેષ્ઠ અને વિકસિત ભવ આ મનુષ્યભવ જ છે. બીજા ભવોની સાથે જો તુલના કરીએ તો ચોક્કસપણે કહેવું પડે કે અનંતશક્તિનો ધણી જીવ પરમાત્મા બને તો આ મનુષ્યભવમાં જ બની શકે તેમ છે. અનંત કાળમાં જીવ પાંગળો અને પામર થઇને ૯૯% એકેન્દ્રિયમાં જ ફર્યો છે. ૮૪ લાખ જીવાયોનિમાં અત્યંત અવિકસિત ભવ આ છે. એકેન્દ્રિયમાં પણ નિગોદ વધારેમાં વધારે અવિકસિત ભવ છે અને આપણે સૌથી વધારે ટાઈમ ત્યાં જ કાઢ્યો છે. સમસ્ત જીવસૃષ્ટિનું અવલોકન કરીએ તો મનુષ્યના જીવોને મનની શક્તિ સૌથી વધારે મળે છે, સૃષ્ટિમાં મોટા ભાગના જીવો તો અશક્ત જ હોય છે. વિચારો, આંખ કેટલાને મળી? એવરેજ કાઢીએ તો અનંતા સામે એક ટકો પણ આવે ખરો? કીડી, મંકોડા, ઝાડ, પાન બધાને આંખ, કાન, મન નથી. આ બધાનું કારણ શું? ઓછા જીવોને જ શક્તિ મળે છે. શક્તિ મળવાનું કારણ પુણ્ય છે અને પુણ્યથી જે શક્તિ મળી છે તેનો જો સદુપયોગ ન કરો તો અનંત જન્મ સુધી તે શક્તિ ફરી મળે નહિ. કુદરતમાં શક્તિ મળવી દુર્લભ છે અને શક્તિનો સદુપયોગ કરવો અતિ દુર્લભ છે. શક્તિનો સદુપયોગ ન કરે તો તેની પાસેથી કુદરત તે શક્તિ ઝૂંટવી લે છે. આ કુદરતનો સનાતન કાયદો છે. આ ભવમાં મળેલ શક્તિ કોઇકને જ ભવાંતરમાં પાછી મળે છે. આ બધી વાતોમાં શ્રદ્ધાની જરૂર નથી, તર્કથી અવલોકનથી સૃષ્ટિનો વિચાર કરો તો ગળે ઊતરી જાય તેવી વાત છે. અપંગ જીવ સૃષ્ટિમાં વધારે છે. ઝાડપાનની સંખ્યા વધારે કે મનુષ્યની સંખ્યા વધારે? શું કીડી, મંકોડા, ઝાડપાનને વિકસિત નહોતું થવું? પાંચે ઈન્દ્રિયોની શક્તિ તો કોઇક ભવમાં જ મળે છે. આ શક્તિને પણ ટપી જાય તેવી શક્તિ મન છે. મનની શક્તિની સામે કોઇ ઇન્દ્રિયની * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧ ૨ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #19 -------------------------------------------------------------------------- ________________ શક્તિ ન આવી શકે. અત્યારે તમને મળેલા મનમાં ચાર પ્રકારની શક્તિઓ છે. તે કઈ છે તે વિચારીએ. (૧) સંવેદનશક્તિ (૨) વિચારશક્તિ (૩) સમજણશક્તિ (૪) પરિવર્તનશક્તિ. મન આંતરિક અને બાહ્ય ભાવોનું સંવેદન કરે છે. અનુભૂતિ-અનુભવોમાં મન ફેલાયેલું રહે છે, તેમ વિચારશીલતા પણ તેનો ગુણ છે, અને આ બધાનું વર્ણન જ ભાવમનનું વર્ણન છે. પહેલાં મનનું સ્વરૂપ, મન-આત્માનો સંબંધ, મનના પ્રકારો સમજીએ. મનના બે પ્રકારો છે. (૧) દ્રવ્યમન અને (૨) ભાવમન દ્રવ્યમન તે ઉપકરણ તરીકે સાધન છે. તે જડ પુદ્ગલની રચનારૂપ છે. તમને મળેલ દ્રવ્યમન એ પણ જબરદસ્ત શક્તિ છે. જો ભાવમનને ઓળખી શકીએ તો જીવનમાં જબરદસ્ત પરિવર્તન આપણે કરી શકીએ. જેને પણ અધ્યાત્મની સાધના કરવી છે તેણે ભાવમન પર વિજય મેળવ્યા વગર ઉદ્ધાર નથી. પૂ. આનંદઘનજીએ ગાયું છે “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું” મનની સાધનામાં જે સફળ થાય તે બીજી બધી સાધનામાં સફળ થાય જ. બુદ્ધિથી વિચાર કરીએ તો વાત બરાબર લાગે જ છે. આપણે હવે ભાવમનને સમજવા માટે પહેલાં જોઇએ કે સંવેદનશક્તિ, વિચારશક્તિ, સમજણશક્તિ અને પરિવર્તનશક્તિ; આ ચાર શક્તિઓ ભાવમનની છે. તેનાથી આપણે ભાવમનની કાયાપલટ કરી શકીએ. મનુષ્યના મનમાં જેવી આ ચાર શક્તિઓ છે તેવી બીજાના મનમાં નથી. માનવભવનું મૂલ્યાંકન આના આધારે જ છે. જ્ઞાનીઓ પણ વખાણ આના કારણે જ કરે છે. હાડમાંસના કારણે કાંઇ આ ભવનો મહિમા ગવાયો નથી. માનવશરીરનું અંદરનું સ્વરૂપ તો વિકૃત છે. તેને સાચવવું તે એક ઉપાધિ છે. તેને સાથે રાખીને જીવવું તે મોટો ત્રાસ છે. દેવભવમાં શરીર સુંદર હોય છે. અનુકૂળતા-શાતા આપે, અશાતા ઓછી આપે તેવું હોય છે, પરંતુ અહીંયાંનો દેહ તો ત્રાસ આપે તેવો છે. આપણે તેનાથી મન મનાવ્યું છે, કોમ્પ્રોમાઇસ(સમાધાન) કર્યું છે, માટે જ સાથે રહી શકીએ છીએ. જેમ કોઇના ઝાડા-પેશાબને હાથ અડાડવાનો આવે તો ફાવે? છતાં ચોવીસે કલાક ઝાડા-પેશાબને શરીરમાં અંદર રાખીને મજેથી રહો છો ને? ગંદકીનું ઉત્પત્તિસ્થાન પણ શરીર છે. વધારે ગંદકી માનવદેહમાં છે. જેમ ગાય કદાચ રસ્તામાં પોદળો મૂકે તો છી છી ના કરો, પણ જો મનુષ્ય ઝાડો કરે તો ? છતાં આવા શરીરને પંપાળો છો, અને તેની સાથે મઝથી રહો છો. આ બધી ગંદકી સાથે તમે સમાધાન કરી લીધું છે, માટે ને? કદાચ તમને ચામડીનું કવર સારું મળ્યું હોય પણ અંદર માલ કેવો ભર્યો છે ? માલમાં કાંઈ માલ છે ખરો? તે છતાં માનવભવનો જો મહિમા ગવાયો હોય તો, તેમાં આ ભાવમનની શક્તિ જ કારણ છે. આવું મન આ ભવમાં જ મળી શકે તેમ છે. તેમાં આગવી અપૂર્વ શક્તિઓ ધરબાયેલી છે. વિજ્ઞાન પણ આ વાત કરે છે. આપણે કહીએ કે અનંતશક્તિ, મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૩ * * * * * * * * * * * * * * ક ક સ જ છે કે * * * * એક જ છે કે એક જ છે કે જે સમજ છે એક જે જ * * * * * * Page #20 -------------------------------------------------------------------------- ________________ અનંત જ્ઞાન આત્મામાં છે, તો તે વિજ્ઞાન નથી માનતું; પણ આ મનની શક્તિની વાત તો તે પણ માને છે. માનવમનની શક્તિની લોકોને કલ્પના જ નથી. દુનિયાના સારા, બુદ્ધિશાળી, સક્સેસફુલ કેરીઅર(સફળ કારકીર્દી) ધરાવનારા પણ પોતાના મનની શક્તિ ત્રણથી ચાર ટકા જ વાપરે છે. એનાથી વધારે તેનો ઉપયોગ થતો નથી, કારણ મોટા ભાગની શક્તિ સુષુપ્ત ધરબાયેલી પડી છે. જયારે સામાન્ય માણસ તો એક ટકો પણ તેનો ઉપયોગ કરતો નથી. હા, બાકી પોટેન્સી તરીકે(ભંડારાયેલી શક્તિ) છે, ક્ષમતા છે, પણ ઉપયોગ થતો નથી. તેને વિકસાવવા માટે પ્રક્રિયા કે પ્રવૃત્તિ કરતા નથી. એક સારા ન્યુરોસર્જને લખેલું કે મગજશક્તિને ખીલવવા માટે યોગની સાધના આવશ્યક છે. તેમણે અનેક પ્રયોગ કર્યા પછી તારણના આધારે લખ્યું કે નિષ્ક્રિય મગજના વિભાગોને યૌગિક પ્રયોગોથી જ સક્રિય કરી શકાય છે. તમારી મનોશક્તિને ખીલવવા માટે અંતિમ ઉપાય ધ્યાન છે. ક્ષપકશ્રેણી માંડવી હોય તેણે ધ્યાનનું શરણ લેવું પડે છે. તેનાથી જ શક્તિનો પૂર્ણ વિકાસ થાય છે. ધ્યાનનું નામ સાંભળીને પાછો કૂદકો નહિ મારતા. તે પહેલાં બધી નીચેની ભૂમિકામાંથી પસાર થવું પડે. ધર્મનું ક્ષેત્ર એવું નથી કે દૂધમાં મસાલો નાંખ્યો ને બધું બની જાય. અહીંયાં ક્રમસર પ્રક્રિયામાંથી પસાર થવું પડે. ધ્યાનમાં આવતાં પહેલાંચિંતન, ભાવના અને અનુપ્રેક્ષા, આ ત્રણ તબક્કામાંથી પસાર થવું પડે. આ ત્રણનું જ્ઞાન ન હોય તો ધ્યાન કરી શકાય નહિ. સાધનાના અંતિમ શિખરો સર ધ્યાનથી થાય છે. એ ખીલવવા માટે આગળનાં સ્ટેપોને ખીલવવાં પડે. પહેલાં મનના સ્વરૂપને બધાં પાસાંથી ઓળખો, પછી તેનો સદુપયોગ કરો તો બધું પામી શકો. તમને પોતાની શક્તિનું ભાન નથી, પોતાનો આંતરિક પરિચય નથી, માટે જ બાઘાની જેમ જીવ ફરે છે. ધર્મ તો તમને પહેલાં તમારો પરિચય કરાવવા માગે છે, શક્તિઓ બતાવવા માગે છે; અને એ જાણવા માટે પહેલાં ભાવમનના સ્વરૂપનો વિચાર કરીશું. ભાવમન : દ્રવ્યમન એ વિચાર કરવાનું સાધન છે. આ સાધન દ્વારા અંતરઆત્મામાં પેદા થતા ભાવોના સમૂહને ભાવમન કહેવાય છે. જે કાનથી સાંભળો છો તે કાન સાધન છે, અને સાંભળ્યું કે વિચાર્યું તે જ્ઞાન છે. પણ તમે શબ્દ દ્વારા જે અર્થ સમજો છો, એ સમજણ કાનરૂપી સાધન દ્વારા મેળવી કહેવાય. તેમાં મનને વાપરીને જે ભાવો અંતરમાં પેદા કર્યા તે ભાવો ભાવમન કહેવાય છે. તેમ આંખ, નાક બધામાં આવશે. ૧૪ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #21 -------------------------------------------------------------------------- ________________ ભાવમન ભાવોનો સમૂહ છે. ' અત્યારે આપણે બધા બેઠા છીએ તેમાં બધાનું ભાવમન જુદું છે, સમાન નથી તથા ભેળસેળ પણ નથી. જેમ બધાના દેહ જુદા છે, સ્વતંત્ર છે, પાચનશક્તિઓ જુદી છે, શરીરનું આખું તંત્ર જુદું છે, તેમ ભાવમન વ્યક્તિ ભેદે જુદું છે. દરેક વ્યક્તિનું ભાવમન સ્વતંત્ર છે, તેમાં એકરૂપતા નથી. હજારમાં કે લાખમાં બે વ્યક્તિ સરખા મોઢાવાળી મળે ખરી? બે જ હાથ છે, કાન પણ બે જ છે, નાક એક છે છતાં ફિઝીકલી ગ્રાફ જુદા? કદાચ લાખમાં બે મોઢાવાળા સરખા મળે પણ આખું શરીર સરખું હોય તેવા કેટલા? અને છેલ્લે હાથની રેખાઓ તો પરસ્પર જુદી પડે જ. આજનું વિજ્ઞાન પણ ફીંગરપ્રીન્ટથી ગુનેગાર શોધે છે. હવે કદાચ બે હાથની રેખા સરખી આવે પણ ભાવમન તો કરોડે પણ જવલ્લે જ સરખું આવે. બે વ્યક્તિ કદાચ એક સરખા વિચાર-પ્રવૃત્તિ કરતી હોય તેવું બને; જેમ બે માણસ એક સરખું સ્તવન ગાય છે, પ્રવૃત્તિ સરખી છે અને તે બન્ને માણસ તે વખતે એક અર્થનો જ વિચાર કરે છે, માટે વિચાર પણ સરખા છે; છતાં તે વખતે ભાવમન જુદું પડે છે. ભાવમનમાં એટલા બધા ભાવોનું વર્ણન છે કે વ્યક્તિભેદે અસમાનતા રહે છે. માટે જ કર્મબંધ બધાનો જુદો રહે છે. કર્મબંધનો સંપૂર્ણ આધાર ભાવમનને આભારી છે. જેવું તમારું ભાવમન તેવો પ્રતિક્ષણ કર્મબંધ થાય છે. જેવો તમારા ભાવમનનો પલટો, તેવો કર્મબંધમાં પલટો આવે. એક વ્યકિતનું કાયમ માટે ભાવમન એક સરખું હોતું નથી. આ ક્ષણે જે ભાવમન છે તેમાં બીજી ક્ષણે ભાવમન જુદું થઈ શકે છે. તેમાં નિમિત્ત કે પુરુષાર્થ પલટો લાવી શકે છે. માટે જ ચોવીસે કલાક એક સરખો કર્મબંધ નથી. આ બધી વાતો ભાવમનની ફલશ્રુતિ સાથે સંકળાયેલી છે. ભાવમન એ એકલા ખાલી વિચારો નથી. એ ખાલી વિચારાત્મક છે? ના, મનની સીમા વિશાળ છે. દુનિયાભરના ભાવો મનમાં સંઘરાયેલા છે. દુનિયાભરના ભાવો-પ્રતિભાવો તેમાં સંગ્રહરૂપે પડ્યા છે. જેમ અમેરિકામાં ફરવા લાયક સ્થળો છે. તેમાં એક સુંદર બગીચો છે. ત્યાં મોજમઝાની સામગ્રી છે. તેનો તમે અત્યારે વિચાર કરતા નથી, પણ તેના પ્રત્યેના કોઈક ભાવો કાં તો રાગ, કાં તો દ્રષ, કાં ઉપેક્ષારૂપ ભાવ મનમાં પડ્યો જ છે. પણ તમે એમ માનો છો કે તમે જેનો વિચાર કરો છો તેમાં જ મન પરોવાયેલું છે અને તે જ ખરું મન છે. પણ ના, આ તો તમારા મનની અધૂરી ઓળખાણ છે. જેમ કોમ્યુટરના પડદા પર એક સાથે એક ટાઇમ જેટલું દેખાય તેટલું જ તેમાં હોય છે? કે અંદર ઘણું જ સ્ટોરેજ હોય છે? તમારા મનમાં પણ તે રીતે સ્ટોરેજ ભરેલો છે. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૫ Page #22 -------------------------------------------------------------------------- ________________ આપણે આ વાત એક દષ્ટાંત દ્વારા વિચારીએ. ૧૫' x ૧૫'ની કે ૧૦' x ૧૦”ની એક ટાંકી અને એક કૂવો લઈએ. કૂવો અવાવરો નથી, બન્ને પાણીથી ભરપૂર લેવાના છે. બન્નેની હાઇટ, લંબાઈ, પહોળાઈ સરખાં હોય. અંદર પાણી પણ બન્નેનું સરખું હોય. હવે તમે બન્નેને જુઓ તો એટ એ ગ્લાન્સ(પ્રથમ દૃષ્ટિએ) શું લાગે? બન્નેમાં પાણી સરખું લાગે. પણ વાસ્તવમાં શું સરખું છે? - હવે તમે ટાંકીને ઉલેચવાની ચાલુ કરો તો થોડીવારમાં ખાલી થઈ જશે, પણ કૂવાને ઉલેચવાનું ચાલુ કરો તો શું થાય? તેને કેટલી વાર લાગે? જેમ કૂવામાંથી પાણી કાઢતા જાઓ તેમ નીકો દ્વારા અંદર પાણી આવતું જાય. કૂવામાં જે દસ ફૂટ પાણી બતાવે છે, તે તે એરિયાની જમીનની તથા પાણીની સપાટીનું માપ બતાવે છે. તેને ખાલી કરતાં બીજું પાણી નીકો દ્વારા અંદર આવતું જાય છે. જ્યારે ટાંકીમાં દસ ફૂટ પાણી તળિયાની સપાટીનું માપ બતાવે છે. પણ તેને ખાલી કરતાં બીજું પાણી ક્યાંયથી પણ આવી શકવાનું નથી. બેઉ વચ્ચેનો તફાવત સમજયા? તમારા મનને કૂવાની ઉપમા આપી છે, ટાંકીની ઉપમા આપી નથી. કૂવામાં નીક દ્વારા પાણી આવ્યા જ કરવાનું છે. જયારે આખા એરિયાના તળનું પાણી ઓછું થશે ત્યારે જ કૂવામાં પાણીનો સ્ટોક ઓછો થશે. તેમ તમારા મનની સપાટી પરના-ઉપયોગ મનનાં જે ભાવો દેખાય છે તેના કરતાં અનેક ભાવો અંદર લબ્ધિમનમાં સંગ્રહિત છે. જેમ કોઈક નિમિત્ત મળ્યું, કોઇએ ગાળ આપી, તો ક્રોધના વિચાર આવ્યા. હવે સપાટી પર ક્રોધ દેખાય છે. શું તેટલો જ ક્રોધ છે? કે પછી અંદર ઘણો ક્રોધ ધરબાયેલો છે? જે સુષુપ્ત રીતે પડેલો છે. જે વ્યક્તિ પર ક્રોધ આવ્યો તે શું એક જ વ્યક્તિ પર ક્રોધ છે? ના, બીજી વ્યક્તિ પર પણ નિમિત્ત મળતાં ક્રોધ આવશે. માટે બીજી ઘણી વસ્તુઓ કે વ્યક્તિઓ પર પણ ક્રોધ અંદર સંગ્રહિત છે. જેમ કૂવામાં નીકોનું પાણી કનેક્ટડ છે, પણ અત્યારે તેને આવવાનો સ્કોપ નથી, તેથી પાણી દેખાય છે તેના કરતાં ઘણું વધારે છે. માટે કૂવાના પાણીની ઊંડાઈ ઘણી જ માનવાની, ટાંકીના પાણીની ઊંડાઈ દેખાય છે તેટલી જ માનવાની. તેમ તમારા મનની ઊંડાઈ દેખાય છે તેટલી જ છે? કે કૂવાની જેમ અગાધ છે? હવે કૂવામાં જેવું પાણી ઉલેચશો તેવુંનીકો દ્વારા ખારું કે મીઠું જેવું પાણી હશે તેવું જ કૂવામાં આવશે. કૂવો તો એ જ રહેશે. તેમસુષુપ્ત મનમાં જે ભાવપડ્યા છે તે જ સપાટી પર આવશે. આવું તમે માનો છો ખરા? આવું નિમિત્ત મળ્યું માટે આવા ભાવ આવ્યા તેવું નથી, હકીકતમાં અંદર હતું તે બહાર આવ્યું છે. પેલાએ આમ કર્યુંમાટે મને આમ થયું તેવું નથી. બહારનાંનિમિત્તો ભાવ પેદા કરતાં નથી, પરંતુ બહારનાં નિમિત્તોથી અંદરમાં મેલ હતો તે સપાટી પર આવ્યો છે. મનોવિજય અને આત્મશુદ્ધિ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૬ Page #23 -------------------------------------------------------------------------- ________________ જેમ ડોલમાં મેલું પાણી હોય, પણ જો પાણી થોડી વાર પડ્યું રહે તો પાણી સ્વચ્છ દેખાય ને ? વાસ્તવમાં પાણી સ્વચ્છ છે કે ડહોળું છે ? પાણીને હલાવો એટલે મેલ ઉપર આવશે. તેમ તમારું મન શાંત ક્યાં સુધી ? કોઇ સળી ના કરે ત્યાં સુધી ને ? સળી કરે એટલે અંદરનો કચરો ઊભરાય ને ? તમે શાંતિથી સોફા પર બેઠા હો ત્યારે લાગે કે આપણું મન શાંત છે, પણ પરિસ્થિતિ એવી નથી. સામાયિકમાં આરાધના કરો છો ત્યારે ડાહ્યા ડમરા થયા લાગો છો, તમને લાગે અત્યારે મન શાંત છે, પણ હકીકતમાં ત્યારે પણ શાંત નથી. અંદર તે વખતે પણ કચરો ભરેલો છે, કાંઇ બહાર નીકળી ગયો નથી. માટે મનની સ્વચ્છતા-નિર્મળતાની સાચી વ્યાખ્યા સમજવાની છે. સભા ઃ- બધો કચરો જલદી ન નીકળી જાય ? સાહેબજી :- ઉતાવળા ન થાઓ. જો બધો કચરો નીકળી જાય તો વીતરાગ થઇ જાઓ. પણ જેટલો કચરો બહાર કાઢ્યો એટલા ચોખ્ખા થયા કહેવાઓ, કચરો નીચે બેઠો છે એટલે મન સ્વચ્છ થયું તેવું નથી. સ્વચ્છતા, મેલ નીચે બેસાડવારૂપ છે કે મેલ બહાર કાઢવારૂપ છે ? સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, તપ, આરાધના દ્વારા થોડો પણ કચરો આઉટલેટ થવો(બહાર નીકળવો) જોઇએ. તેને સપ્રેસ કરીને(દબાવીને)-નીચે બેસાડીને ન રખાય. તમારું મન શાંત ક્યાં સુધી ? નિમિત્તો દ્વારા વિરુદ્ધ વાતાવરણ ઊભું ન કરો ત્યાં સુધી ને ? માટે આને આપણે ખરી શુદ્ધિ કહેતા નથી. જૈનશાસનનું તત્ત્વ બરાબર સમજજો. પ્રતિક્રમણ, સામાયિક કરતાં એટલા ટાઇમ પૂરતું કોઇપણ નિમિત્ત મળે તો પણ મન અંદરથી શાંત રહેવું જોઇએ અને શાંતિ ન રહે તો તે વાસ્તવિક શુદ્ધિ નથી, કારણ કે કચરો અંદર પડ્યો છે. જેમ પાણીમાં ગંદકી છે તો તેની અસ૨ પાણીમાં રહેશે ને ? તમારા મનમાં રહેલા વિષય-કષાય અત્યારે ઉપરથી શાંત છે પણ અંદરથી શાંત નથી, માટે તેનાથી કર્મબંધ તો ચાલુ જ છે. વિચારોમાં ક્રોધ આવે તો કર્મ બંધાય પણ પ્રકૃતિમાં ક્રોધ હોય તો પણ ચોવીસે કલાક કર્મનો બંધ ચાલુ છે. કર્મબંધમાં પ્રકૃતિનો મહત્ત્વનો ફાળો છે. કર્મબંધમાં વૃત્તિ, પ્રકૃતિ, સંસ્કારો, પરિણતિ બધાનો ફાળો છે. સભા ઃ- કઇ રીતે કચરો ઉલેચવો ? સાહેબજી :- તે આગળ આવશે. અત્યારે તો તમારી અંદર શું લોચા ભર્યા છે, તેની જ તમને ખબર નથી. અત્યારે તમે શાંત છો એનો અર્થ એવો ખરો કે તમારા મનના ઊંડાણમાં રહેલા રાગ, દ્વેષ, ક્રોધ, માન વગેરેથી કર્મબંધ નથી થતો ? ના, થાય છે. જેમ અહીંયાં તમે આવ્યા છો પણ મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૭ Page #24 -------------------------------------------------------------------------- ________________ અત્યારે ઘર પર મમતા છેને? માટે કર્મબંધ ચાલુ છે. બેન્ક બેલેન્સ પર મમતા છે એટલે કર્મબંધ ચાલુ છે. અહીંયાં બેઠા બેઠા સાંભળો કે ૫૦ હજાર ગયા તો પ્રાસકો પડે ને? પૈસા ઘરે મૂકીને આવ્યા છો પણ મમતા તો સાથે જ છે ને? તમે આખી દુનિયાથી અળગા થઇ શકો પણ મનથી અળગા થઇ શકતા નથી. મનોભાવ પ્રમાણે સુખ, દુઃખ, કર્મબંધ છે. મનનો તાગ મેળવ્યા વગર સાધનામાં સફળતા મળતી નથી. ઘણાને એમ કે આ બધી પંચાતમાં શું પડવાનું? તમને ધર્મમાં ઊંડા ઊતરવું ફાવે કે સંસારમાં ઊંડા ઊતરવું ફાવે? “મહારાજ સાહેબને મોક્ષ જોઇતો હોય તો તે તત્ત્વની પિંજણ કરે” કેમ બરાબર ને? સભા:- તમે તો અમને તૈયાર માલ પીરસો છો. સાહેબજી:-હા, પરંતુ તે ઝીલવાની તૈયારી તો જોઇએ ને? તૈયાર કોળિયો મૂકીએ પણ ચાવવાની તૈયારી તો જોઈએ ને? માટે સાચી આરાધના કરવી હોય તો આટલો તો રસ લેવો જ પડે. પ્રસંગે પૂજા, સામાયિક, પ્રતિક્રમણમાં આવા અધ્યવસાય જોઈએ તેવું સમજાવીએ તો તે બધું બમ્પર જાય છે. કારણ? મનનું સ્વરૂપ સમજ્યા નથી માટે ભાવમનમાં આટલી શુદ્ધિ આવે તો સમકિત આવે, આટલી શુદ્ધિ આવે તો વિરતિ આવે, આ બધું સમજાવું જોઇએ. પરંતુ અત્યારે અણસમજ છે માટે જ ગોટાળા કરો છો. ભાવમનના પ્રકાર : ભાવમનના મુખ્ય બે ભેદ છે. (૧) ઉપયોગમન અને (૨) લબ્ધિમન. આ બન્ને શાસ્ત્રીય શબ્દો છે. વિજ્ઞાનની પરિભાષામાં કહેવાય છે (૧) કોન્સીયસ માઈન્ડ અને (૨) અનકોન્સીયસ માઈન્ડ. ચોવીસે કલાક આ બેઉ મન જોડાયેલાં છે. (૧) ઉપયોગમન: આપણી ચેતના સતત સક્રિય છે. માટે ઉપયોગમનચોવીસે કલાક પ્રવૃત્તિ કરે છે. શાસ્ત્રમાં લખ્યું છે, “પયો નક્ષvi નીવસ્થા”ઉપયોગ એ જીવનું લક્ષણ છે. ઉપયોગ વગરનો કોઈ જીવ હોય નહિ. ઉપયોગ એટલે મનની એકાગ્રતા. મન જયાં પરોવાય તે તમારા મનનો ઉપયોગ. જેમ તમે કબાટનો વિચાર કરો તો કબાટમાં તમારો ઉપયોગ. જેમ પૈસાનો વિચાર કરો તો તમારું મન પૈસામાં છે. જેમાં એકાગ્રતા-તલ્લીનતા આવી તેમાં તમારું મન છે. જેનો વિચાર કરો તેમાં તમારું મન છે. ૧૮ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #25 -------------------------------------------------------------------------- ________________ સભા - કેવળીને ઉપયોગ હોય? સાહેબજી:- તેમને તો આખી દુનિયાનો ઉપયોગ હોય. આપણું મન તો સીમિત છે. તે એક સાથે અનેકનો વિચાર કરી શકતું નથી. મન એ સાધન છે. લાકડીથી ચાલતો ડોસો દોડી શકવાનો ખરો? તેની શક્તિ મર્યાદિત છે. માટે જ તેને લાકડીની જરૂર છે ને? જ્ઞાન કે ચેતના એક સાથે આપણે બધે પરોવી શકતા નથી. માટે જ આપણે સ્ટેપ વાઈઝ ચેતનાને પરોવવી પડે છે. તમારી સામે દસ વાત, પ્રવૃત્તિ આવે તો એક સાથે ધ્યાન નથી આપી શકતા, કારણ ઉપયોગની મર્યાદા છે; જ્યારે કેવળીની ચેતના આખા વિશ્વસ્વરૂપે છવાયેલી છે. તે આખી દુનિયાને એક સાથે જોઇ શકે છે. કારણ કે તેમને પરાકાષ્ઠાનો વિકાસ છે. આપણને એક વસ્તુનું જેટલું જ્ઞાન છે તેના કરતાં તેનું અજ્ઞાન ઘણું જ આપણામાં ધરબાયેલું છે, જયારે કેવળીને તો ફક્ત જ્ઞાન જ છે. અજ્ઞાનનો અંશ નથી. માટે જ કેવળીને કેવળજ્ઞાની કહીએ છીએ. આપણા માટે શું વિશેષણ આવે? સભા:- કેવળ અજ્ઞાની. સાહેબજી - કેવળ અજ્ઞાની તો ન કહેવાય, પણ મહાઅજ્ઞાની કહેવાય. ગમે તેટલો બુદ્ધિશાળી એમ દાવો નહિ કરી શકે કે “મારામાં અજ્ઞાન નથી.” આપણે અજ્ઞાનનો સાગર લઈને ફરીએ છીએ અને જ્ઞાન તો બિંદુ જેટલું છે. છતાં મગજમાં રાઈ લઈને ફરીએ છીએ. હવે તમારી ચેતના જેમાં પરોવાઈ છે તેમાં તમારું મન પરોવાયું છે. પણ બાકીની જેટલી દુનિયા છે તેની સાથે તમે મનથી કનેક્ટડ નથી તેવું નથી. ધારો કે એક ખુરશી તમે લાવ્યા છો. તે પડી છે. તેના માટે એમ થાય કે આ આપણને સસ્તામાં મળી ગઈ. માટે રાગ થાય છે. અત્યારે તો તેના ભાવ બહુ જ વધી ગયા છે. તેથી જેણે અપાવી હોય તેના પ્રત્યે પણ રાગ થાય. તેમ કદાચ કોઇએ મોંઘી અપાવી તો તેના પ્રત્યે દ્વેષ થાય. ખુરશી જોઈને જીવ બળે માટે શ્રેષ થાય. સાથે તેનો કલર સારો-ખરાબ છે, ડીઝાઇન સારી-ખરાબ છે, જૂની-નવી છે. આવા કંઈક કંઈક ભાવથી રાગ-દ્વેષ ચાલુ છે. માટે ચોવીસે કલાક મન નવરું બેસતું નથી. ચોવીસે કલાક તેનું કામ ચાલુ છે. દુનિયાના સક્રિય પદાર્થોમાં અજોડ કહી શકાય તેવું મન છે. તમારી અત્યારે સ્થિતિ શું છે? તમારું મન શાંત છે? કે સતત આવેગોથી ઘેરાયેલું છે? તમારી દષ્ટિએ તો ધૂંઆપૂંઆ થાઓ તો જ ક્રોધ આવ્યો કહેવાય ને? કદાચ બારી બહાર ગંદકી જોઈને જરા હૈષ થયો, તો તે પણ ક્રોધ આવ્યો તેમ માનો ખરા? નાના નાના ભાવોની તો વણથંભી હારમાળા ચાલુ છે. અંદર આ બધા ભાવો બરાબર દેખાય છે ખરા? તમારા મનની સપાટી પણ તમે બરાબર વાંચી કરો કે કે ક ક મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૯ Page #26 -------------------------------------------------------------------------- ________________ શકો છો ખરા? મોટું મોટું વાંચી લો બાકીનું બધું ખાઈ જાઓ. સ્થૂલ આવેગોને વાંચી શકો છો પણ સપાટી પરના સૂક્ષ્મ આવેગોને વાંચી શકો છો ખરા? તળિયાનું વાંચવાની તો પછી વાત જ શી? આખી દુનિયામાં માથું મારો છો પણ અંદર શું થાય છે તેની ખબર નથી. જે ધર્મ કરે તેનામાં આત્માવલોકન આવે. આંતરદષ્ટિને પામ્યા વગર જીવનમાં સાચી શાંતિ નથી અને તેના વગર સાચો ધર્મ પણ નથી. યોગશતક ગ્રંથમાં પૂ.આ. શ્રીહરિભદ્રસૂરિએ લખ્યું છે કે, “જેણે પ્રતિદિન યોગની આરાધના કરવી હોય તેણે પ્રતિદિન પ્રતિક્ષણ આત્માવલોકન કરવું જોઇએ.” ત્યારે શિષ્ય પૂછ્યું કે, “તેના પર તમે આટલું વેઇટ(વજન) કેમ આપો છો?” ત્યારે ઉત્તરમાં કહ્યું કે “જેનામાં આત્માવલોકન નથી તેને અમે યોગમાર્ગમાંથી રદ કરીએ છીએ.” જેનામાં આત્માવલોકન નથી તેની યોગમાર્ગમાં પ્રગતિ શક્ય નથી. યોગ દ્વારા અંદરમાં અપૂર્વ મેળવવાનું છે. જો આ દષ્ટિ ન હોય તો તમે કઈ રીતે મેળવો? તમે આત્માવલોકનને જીવનમાં મહત્ત્વ નથી આપ્યું. ૫૦ વર્ષથી ધર્મ કરનારને પૂછો કે તમારા મનને તમે જાણો છો ખરા? તો શું જવાબ મળે? ઘણા કહે છે સાહેબ ! મન હાથમાં નથી આવતું, મન ઠેકાણે નથી રહેતું, તો મનને કઈ રીતે હાથમાં લેવું? પરંતુ તમે કદી મનોવિજય માટે વિચાર કર્યો છે ખરો? અમારે કાંઈ આખી સાઇકોલોજી ભણાવવાની નથી. એ તો તમને પ્રોફેસરો કોલેજમાં ભણાવે છે. પરંતુ આ જાણો તો તમે તમારા જીવનમાં શાંતિથી જીવી શકો. ભૌતિકસુખ પામવા પણ મન સ્વસ્થ જોઇએ, અધ્યાત્મસુખ પામવા માટે પણ મન સ્વસ્થ જોઇએ. સુખ પામવા અને દુઃખ છોડવા મનનું ઘડતર કરવું પડે. વાસ્તવિક ફળને મેળવવા આ જ ઉપાય છે. જે પ્રવૃત્તિ કરો છો તેનું અવલોકન કરો. તમારું પોતાનું, બીજાનું નહિ. વેપારી તરીકે ઘરાક જોઇને ભાવ કરો ને? તમારા મનના ભાવ વાંચવામાં તમે ગમાર, બાકી બધાના માઈન્ડ રીડીંગમાં હોશિયાર. કેમ ખરું ને? ઇન્કમટેક્ષવાળા સાથે વાત કરતા જાઓ અને તેનું મો જોતા જાઓ, જરા ગોટાળો લાગે તો ગુલાંટમારો ને? પણ હવે સેલ્ફ-રીડીંગ(આત્મનિરીક્ષણ) ચાલુ કરો. તમારા મનમાં રાગ, દ્રષ, રતિ, અરતિ વગેરે બધા ભાવો નિમિત્તથી કે નિમિત્ત વગર થાય છે? યાદ રાખજો, સપાટી પર જેટલો કચરો આવે છે તે તળિયેથી જ આવે છે. “કૂવામાં હોય તો હવાડામાં આવે” આ તમારે ત્યાં પણ કહેવત છે ને? અજાગ્રત મનમાં જે છે તે જ ઉપર આવે છે. બહારનાં નિમિત્તો તો માત્ર આલંબન ઊભું કરે છે, જયારે તમે મોટે ભાગે નિમિત્તોને જ જવાબદાર ગણો છો. ઇર્ષા, ક્રોધ, રાગ, માન, અહંકાર આ બધા ભાવો થવાનાં કારણોને તમે બહાર માન્યાં છે. તમે આખો દિવસ તમારી ભૂલની જવાબદારી બીજા પર જ નાંખો છો. તમે કહેશો કે આવો સ્વાર્થી ભાઈ ભટકાઇ ગયો છે તો ગુસ્સો તો આવે જ ને? પણ તમારા મનમાં મ મ મ મ મ મ મ મ એક જ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * વક એક ગી ર ર0 મનોવિજય અને આત્મશુદ્ધિ Page #27 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધિ છે તેને વિચારો છો ખરા? તમે ઊલટી દષ્ટિ લઇને ફરો છો. બધી તકલીફોનું કારણ તમને બહાર જ દેખાય છે. પણ આ દર્શન ખોટું છે, અવાસ્તવિક છે. આવાં દશ્યો જોયાં માટે વિકાર થયો; પણ મનમાં વિકાર હતો માટે આવાં દશ્યો જોતાં રસ પડ્યો, તેમ માનો ખરા? જો લોભ ન હોય અને પૈસા મળે તો આનંદ થાય? અમને લાખ રૂપિયા મળ્યાનો આનંદ થાય ખરો? જેના મનમાં તૃષ્ણા નથી તેને આનંદ થાય નહિ. તમારામાં તરસ છે માટે જ આકુળવ્યાકુળ થાઓ છો. વગર તરસે પાણી પીઓ તો મજા આવે ખરી? માટે તમે મનની સપાટી પરનું રીડીંગ કરતા થાઓ. જેમ રસ્તે જતાં સારું મકાન, સારો ડ્રેસ, સારો વૈભવ, અપ ટુ ડેટ માણસ કે પછી ઉકરડો, ગંદકી જુઓ તો શું થાય? સારો બંગલો જુઓ કે સારી ગાડી જુઓ તો પણ શું થાય? કોઇ બંગલામાં પેસવા દેવાનું નથી કે ગાડીમાં બેસાડવાનું નથી, છતાં પણ રાગ ઊભરાય? સભા:- સાહેબ ! જ્ઞાન છે માટે રાગ ઊભરાય છે. સાહેબજી :- જ્ઞાન છે માટે શું ઉપાધિ છે? અજ્ઞાની બની જશો તો ઉપાધિ જશે? સિદ્ધભગવંતોને કે કેવળીને જ્ઞાન જ છે, છતાં તેમને ઉપાધિ છે? તમને ઉપાધિ જ્ઞાનની નથી, પણ અંદર રહેલી વિકૃતિની છે. હા, જેના મનમાં અતૃમિ, વાસના, વિકારો વધારે તેને જ્ઞાન ઉપાધિ થશે. જેને આ બધું નથી તેને જ્ઞાન ઉપાધિ નથી બનતું. આજનું સાયન્સ તમને ઘરે બેઠાં આખી દુનિયા બતાવે છે. તે યંત્રો દુઃખનાં સાધન લાગે છે ખરાં? એ પણ પાછા પૈસા આપીને ખરીદો છો અને કાયમ તેનું મેન્ટેનન્સ ચૂકવો છો. તમારો મનોરંજનનો જેટલો ખરચો છે તેટલો ધાર્મિક ખરચો છે ખરો? કેમ નથી? કારણ કે બધાને તમે સુખનાં સાધન માન્યાં છે, ધર્મને નહિ. પણ વાસ્તવમાં આ બધાં મનોભંજનનાં સાધનો છે. કારણ કે જેટલી મનમાં વિકૃતિ વધારે તેટલા નાટક સીનેમા જોવાથી અંદરમાં ઉશ્કેરાટ, અજંપો, આવેગ વધશે. જેમ મજૂર આખો દિવસ મજૂરી કરે, અને સાંજે રૂપેરી પડદા પર રૂપ જુએ, જે તેને કદી જીવનમાં મળવાનું નથી; જોવાથી મનને પણ ડામ આપે છે. આ સાધનો ઉશ્કેરાટ અપાવી અંદરથી પજવણી કરે છે. તમારી શું સ્થિતિ છે? પડદા પર જે બતાવે છે તે શું વાસ્તવિક જીવનમાં મળે છે? ના, તે એક દિવાસ્વપ્ન જ છે. આ જોઈને ઘણા બરબાદ થઈ ગયા, છતાં આ દુ:ખનાં સાધન છે તેવું લાગે છે ખરું? મનનાં અનેક પાસાં છે, તેમાં આપણે ઉપયોગમનનો વિચાર કર્યો. આગળ તમામ પાસાંની દૃષ્ટાંતથી સમીક્ષા કરીશું. મનોવિજય અને આત્મશુદ્ધિ ૨૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ (૨) લબ્ધિમન : ઉપયોગમનમાં ચોવીસે કલાક ચેતના પ્રવર્તમાન છે, જ્યારે અંતર્નિહિત જે ભાવો ધરબાયેલા છે તે લબ્ધિમન છે; તેમાં ચેતના પ્રવર્તતી નથી. જેમ અત્યારે દુનિયામાં ઘણી વસ્તુઓ છે. તેના પ્રત્યે રાગ, દ્વેષ, લોભ, ઇર્ષાનો પ્રતિભાવ અંદર ધરબાયેલો પડ્યો છે. તે બધાને અમે લબ્ધિમનમાં સંગ્રહિત કરીએ છીએ. ઉપયોગમન કરતાં કરોડ ગણું વિશાળ લબ્ધિમન છે. મનનું ગોડાઉન આ લબ્ધિમન છે. જેમ વેપારીઓ નમૂનારૂપે માલ દુકાનમાં રાખે. તમે ક્વોલીટી પસંદ કરો પછી ગોડાઉનમાંથી જ લાવી આપે ને ? તેમ ઉપયોગમનનું ગોડાઉન લબ્ધિમન છે. તેમાં સારો માલ પણ ખરો અને ખરાબ માલ પણ ખરો. જેટલું વ્યક્તિત્વ સારું તેટલું અંદર સારું. સજ્જનતા, ઉદારતા, પરોપકારિતા, નિઃસૃહિતા હશે તેટલી નિર્મલતા સારી રહેવાની. તેમ આખા ગામની ગંદકી પણ હોય. માટે સ્ટોરહાઉસનું નિરીક્ષણ, પરીક્ષણ કરવું જ પડે. તમારા મનથી લાભ, નુકસાન તમને જ છે. તમે જ તેના સર્જક છો, વિસર્જક છો. કર્તા પણ તમે છો, ભોક્તા પણ તમે છો. તીર્થંકરો આખા જગતને અધ્યવસાયનાં રહસ્યોને સમજાવવા જ ઉપદેશ આપે છે. તીર્થંકરો જીવમાત્રના ભાવમનરૂપ અધ્યવસાયને જાણે છે, સાક્ષાત્ વાંચી શકે છે. ગઇ વખતે આપણે પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત લીધેલું. તેમાં બનાવ એવો છે કે શ્રેણિકરાજા ભગવાનને વંદન કરવા જતાં માર્ગમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિને વિશિષ્ટ મુદ્રામાં કાઉસ્સગ્ગધ્યાને જોઇ તેમની બાહ્ય પ્રવૃત્તિથી પ્રભાવિત થયા છે. તેમને રસ્તામાં સેંકડો સાધુ મળ્યા છે. તેમને ગુણિયલ વ્યક્તિમાત્ર પ્રત્યે બહુમાન છે, કારણ કે તેના વગર સમકિત રહેતું નથી. છતાં તેમને આ મહાત્મા પ્રત્યે વિશેષ અહોભાવ થયો છે. માટે હાથીની અંબાડી પરથી ઊતરી, પ્રદક્ષિણા આપી વંદન કર્યું છે. તેમને લાગે છે, કેવા રાજેશ્વર હતા, કેવી રિદ્ધિસિદ્ધિ હતી, છતાં ત્યાગ કરી કેવી કઠોર સાધના કરે છે ! મોંમાં આંગળાં નાંખી જાય તેવી અત્યારે સાધના છે. દોઢ પગે મધ્યાહ્નના તડકામાં સૂર્ય તરફ દૃષ્ટિ કરી, હાથ ઊંચા રાખી સાધના કરી રહ્યા છે. બે મિનિટ માટે તમે આવો અખતરો કરો તો શું થાય ? તેમની ઇન્દ્રિયોનો અંકુશ કેટલો ! સંયમ કેટલો ! એકાકાર થઇ આતાપના લે છે, ધ્યાનમાં છે. આવી પ્રવૃત્તિને જોઇને શ્રેણિકને થાય છે કે તેમના મનની સ્થિતિ કેટલી અનુપમ હશે ! માટે અત્યારે તેમનું આયુષ્ય બંધાય તો શેનું બંધાય ? આમ વિચારી પ્રભુ પાસે જઇ દેશના સાંભળી પ્રભુને પૂછે છે કે મેં જે વખતે આ મહાત્માને વંદન કર્યું તે વખતે જ આવી સાધનામાં કાળ કરે તો તે મહાત્મા ક્યાં જાય ? પ્રભુ જવાબ આપે છે સાતમી નરકે જાય. શ્રેણિકરાજા આ સાંભળી હલબલી ગયા. પ્રભુ મનના અધ્યવસાય વાંચી શકે છે માટે ફળ કહી શકે છે. શ્રેણિક ૨૨ **** ******* મનોવિજય અને આત્મશુદ્ધિ Page #29 -------------------------------------------------------------------------- ________________ પૂછે છે કે આવા પણ મહાત્માની જો આવી વાત છે તો પ્રભુ બીજાની શું વાત? વિચારીએ તો આ મહાત્માનું વ્યક્તિત્વ કેવું છે ! સાધના કેવી છે ! બેકગ્રાઉન્ડ કેવું છે ! ઉત્તમ કોટીના મહાત્મા છે. આ જોતાં અહોભાવથી માથું ઝૂકી જાય તેવું છે. પરંતુ તે વખતે તેમના વિચારો ખાલી નથી બદલાયા પણ ભાવોમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. ખાલી વિચારોમાં શુદ્ધિ, અશુદ્ધિથી કાંઈ આવું થતું નથી, પરંતુ સમગ્ર ભાવોમાં પરિવર્તન આવવું જોઇએ. લબ્ધિમનને સમજવા દષ્ટાંત લઈશું. પછી જાત સાથે સરખાવજો. લબ્ધિમનના પરિવર્તન માટે પહેલાં માન્યતાને તત્ત્વાનુસારી કરોઃ લબ્ધિમનના એક ડીપાર્ટમેન્ટ(ભાગ) તરીકે કહી શકાય તો તે માન્યતા છે. તમે દરેક વસ્તુ માટે શું માનો છો? ચોવીસે કલાક તે સંબંધી માન્યતા તમારા મનમાં ધરબાયેલી પડી છે. જેમ મીઠાઈ ખાવા જેવી છે, રસગુલ્લાં કે ગુલાબજાંબુ ખાવા લાયક છે, તે ટેસ્ટ કરવા લાયક છે; તેવી જે માન્યતા છે તે ચોવીસે કલાક અંદર રહે કે બદલાઈ જાય? દરેક વ્યક્તિ પોતાની આગવી માન્યતા લઈને ફરતી હોય છે. જેમ કે, “પૈસાથી આનંદ-પ્રમોદ પ્રાપ્ત થાય છે તેમ અનેક વસ્તુઓ માટેની માન્યતાઓ અંદર ધરબાયેલી છે. તમે સારાને સારું માનો છો? ખરાબને ખરાબ માનો છો? કે ખરાબને સારું માનો છો? અને સારાને ખરાબ માનો છો? સમકિતને માન્યતા સાથે સંબંધ છે. સભા:- અનુભવથી માન્યતા થાય? સાહેબજી - વિચારશીલતા અને અનુભવથી માન્યતા ઘડાય છે. પણ તેનું સર્જન કઈ રીતે થાય છે તે આગળ આવશે. સર્જન કરવું તે સાધનાની પ્રક્રિયા છે. “આ આધુનિક યંત્રવાદ-વિજ્ઞાન માનવના ભલા માટે છે. તે શોધખોળ કરી માનવને લાભ કરાવે છે,” આ વિજ્ઞાન માટે તમારી સારાપણાની માન્યતા થઈ. તેમ “ધર્મ એટલે શું? નવરા માણસનું કામ.” વળી કોઇ કહેશે, “આત્મા નથી, પરલોક નથી, કર્મ નથી.” તો આ બધી વાતો સત્યની વિરુદ્ધ માન્યતા થઇ ને? માટે તમે શું માનો છો તેનું પૃથક્કરણ તમારે કરવું જ જોઇએ. માન્યતા શુદ્ધ છે કે અશુદ્ધ છે? ખોટી માન્યતા ચોવીસે કલાક ભારે કર્મબંધ કરાવે તેવી શક્તિ ધરાવે છે. હિંસાને સારી માનો છો તો ચોવીસે કલાક હિંસાની અનુમોદનાનું પાપ બંધાય છે. દા.ત. ગાંધીજી માનવહિંસાને ખરાબ માનતા અને તેને અપરાધ સ્વીકારતા. તે દુષ્ટતા છે, દુર્ગુણ છે તેમ માનતા; પણ પ્રાણીહિંસાને ખરાબ માનતા નહિ. સ્પષ્ટ કહેતા કે, મારી અહિંસા માનવ પૂરતી મનોવિજય અને આત્મશુદ્ધિ ૨૩ Page #30 -------------------------------------------------------------------------- ________________ સીમિત છે. માનવ ઉપયોગ માટે પશુઓને મારવા ગેરવાજબી નથી. આવાં તેમનાં લખાણ છે, ડોક્યુમેન્ટસ છે. એક વખત એક પત્રકારે તેમને પૂછ્યું “અહિંસાનો તમે સ્વતંત્રતાની ચળવળમાં ઉપયોગ કરો છો તો તમારી અહિંસાની મર્યાદા શું?” તો કહ્યું હતું કે, “મારી અહિંસા માનવ પૂરતી સીમિત છે. પશુને મારવામાં હું પાપ નથી માનતો.” “મુસલમાન માંસાહાર કરે છે તે વાજબી છે કે ગેરવાજબી?” તો કહે, “આહાર સ્વતંત્ર પસંદગીનો વિષય છે. માંસ ખાવામાં જેને મજા છે તે ખાઇ શકે છે. તે ખરાબ કામ કરે છે તેવી મારી માન્યતા નથી.” તેમ સ્વામી વિવેકાનંદના પણ આ જ વિચારો છે. તેઓ કહેતા કે “જે વ્યક્તિને માંસ પસંદ હોય તો તે આનંદથી ખાય. ખોરાક સૌ સૌની પસંદગીની વાત છે.” અને ઘણા લોકો આ બન્ને વ્યક્તિઓની પ્રશંસા કરતા હોય છે. તેમ આ ખેરનાર, જે પ્રામાણિક વ્યક્તિ તરીકે વખણાઈ ગયા છે, તે પ્રામાણિક છે તેમાં ના નહિ, પરંતુ સરકારે તેમની કતલખાનાના ઇન-ચીફ” તરીકે બદલી કરી ત્યારે અમુક જૈનોનું ડેપ્યુટેશન' કતલખાનામાં હિંસા ઓછી કરાવવા તેમને મળવા ગયું, અને દેવનારમાં જે પ્રાણીઓની કતલ થાય છે તેનો રીપોર્ટ બતાવ્યો, ત્યારે તેમણે કહ્યું કે, “પશુઓની જે કાયદેસર હત્યા થાય છે તેને હું અધર્મ નથી માનતો. હું પુણ્ય-પાપ નથી માનતો. ઇશ્વર એ કપોળકલ્પના છે. કોઈ વ્યક્તિને માંસ ખાવાની ઇચ્છા હોય તો તે ખાઈ શકે છે. કાયદેસર પશુ કપાય તેમાં મારો વિરોધ નથી. કાયદા વગર કપાય તેની સામે પગલાં લઇશ.” પણ પછી તો ત્યાંથી પણ તેની બદલી થઈ ગઈ. માટે વિચારજો, કે અહિંસા અંગેની તેમની માન્યતા શું કે પશુહિંસામાં કશું ખોટું નથી. ગાંધીજી કહે માખી-મચ્છર દ્વારા રોગ ફેલાતો હોય તો તેને મારી નાંખવા તે માનવતાનું કામ છે, સત્કાર્ય છે. ઘણી વખત તેમણે જીવનમાં આચરણરૂપે પણ આવી વાતોનો અમલ કર્યો છે. આવી વ્યક્તિ અમુક હિંસા ખરાબ છે તેમ માને અને અમુક હિંસાને સારી માને, માટે હિંસાની અનુમોદના તેમને કાયમ ખાતે અંદર પડી છે, પછી ભલે તે હિંસા કરે કે ન કરે. અમદાવાદમાં સારાભાઇએ ૬૦ કૂતરાં માર્યા, તો તે વખતે ગાંધીજીએ તેમને કહ્યું કે “તમે સત્કાર્ય કર્યું છે.” માટે વિચારજો, માન્યતા એટલે શું? સબ-કોન્સીયસ માઈન્ડમાં પડેલી ખોટી માન્યતાઓ કેવાં ભયંકર કર્મો સતત બંધાવી શકે? અત્યારે ઘણા કહે છે કે, “શું દુનિયામાં બધા લોકો શાકાહારી થઈ જાય ? તો પછી અનાજની કેટલી તંગી ઊભી થશે? અને તમને પણ પૂરતું ખાવા નહીં મળે.” આવું બોલનારા આડકતરી રીતે માંસાહાર કે હિંસાને સારી માને છે. આમ તો પોતાને ચૂંટિયો ખણે તો રાડ પાડે અને બીજાને આખા કાપી નાંખે તો પણ ખોટું કામ નથી લાગતું. આવી ભેદભાવ ભરેલી ક * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ક ક ક ક ૨૪ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #31 -------------------------------------------------------------------------- ________________ માન્યતાઓથી ચોવીસે કલાક ગાઢ પાપ બંધાતું હોય છે. જેના મનમાં હિંસા માટે એક પણ આવી માન્યતા હોય તો, તે જીવો જે રીતે મરે છે તે રીતે તેને અનેક વખત મરવાનું આવે. આમ ભલે તે વ્યક્તિ કાંઇ હિંસા કરતી ન હોય, પરંતુ તેની વૃત્તિઓ, માન્યતા કેવી ? નાના પાપને પણ પાપ ન માનો તો તેટલી માન્યતા ઊંધી કહેવાશે અને તેનું ફળ ભોગવવું પડશે. ભગવાને જેને સારું કહ્યું છે તેને જ સારું માનવું, તો જ માન્યતા શુદ્ધ થાય. અત્યારે ઊલટાપણું છે, માટે મિથ્યાત્વ છે. સમકિતીની માન્યતા સંપૂર્ણ શુદ્ધ હોય છે. જિનેશ્વરદેવના વચનને અનુરૂપ માન્યતા તે સમકિત છે. મિથ્યાત્વ એ ભારે પાપ છે. સભા:- હિંસા કરતો હોય તેને વધારે પાપ કે જે હિંસાને સારી માનતો હોય તેને વધારે પાપ? સાહેબજી:- હિંસા કરતો હોય, પણ તે ખોટું છે, તેમ દિલથી માનતો હોય તો ઓછું પાપ છે; અને હિંસા ન કરતો હોય પણ હિંસાને સારી માનતો હોય તો ચોવીસે કલાક વધારે પાપ બાંધે છે. પ્રવૃત્તિથી પાપ બંધાય છે તેના કરતાં ભાવ-માન્યતાથી વધારે પાપ બંધાય છે. મનમાં મિથ્યાત્વ ક્યાં તમને હેરાન કરે છે, સાધના કરવામાં ક્યાં આડખીલી રૂપ થાય છે, વિક્ષેપ કરે છે, તેની જ તમને ખબર નથી, જિનેશ્વરદેવોએ જેવાં તત્ત્વો કહ્યાં છે તે અંગે સઘળી માન્યતા શુદ્ધ જોઈએ. ૧૦૦% તેમનાં વચનો સાથે આપણી માન્યતા ટેલી થવી જોઇએ. અધ્યાત્મના ક્ષેત્રમાં માન્યતાશુદ્ધિ એ પાયાનો વિકાસ છે. ધર્મના ક્ષેત્રમાં પહેલાં માન્યતાનું પરિવર્તન કરવાનું છે. ઘણી વ્યક્તિઓ ધર્મના ક્ષેત્રમાં આવે ત્યારે પુણ્ય, પાપ, આત્મા, કર્મ, મોક્ષ માને; પરંતુ મોક્ષમાં અનંતસુખ છે અને સંસારનું સુખ આભાસિક છે તેવું કહીએ તો માનવા તૈયાર થાય નહિ, અને આ જ મૂળ માન્યતાની ફેરબદલી કરવાની છે. કેશી ગણધરને જોઇને પ્રદેશ રાજા શું વિચારે છે? શું બોલે છે? આવા મુંડિયા અહીંયાં મારા નગરમાં ક્યાં ભરાઇ ગયા છે? અત્યારે માન્યતા તેમની કેવી છે? પરંતુ પહેલી વખત જ તેમની દેશના સાંભળીને તેમની માન્યતા બદલાઈ ગઈ છે. હવે તેઓ માને છે કે આત્મા છે, પરલોક છે, પુણ્ય-પાપ એ કલ્પના નથી, પણ નક્કર વાસ્તવિકતા છે. હવે પાયામાંથી જ માન્યતા તેમની બદલાઈ ગઈ. પરંતુ આજ દિવસ સુધી તેઓ ખોટું માનતા હતા. મનની માન્યતા ન બદલી શકે તે ધર્મમાં ન ડૂબી શકે. સંસારમાં તમામ ઉગ્ર પાપ, ઉગ્ર પાપના બંધ જીવની અશુદ્ધ માન્યતાને જ આભારી છે. પ્રસન્નચંદ્રરાજર્ષિના જીવનમાં પણ ખાલી વિચારો નથી બદલાયા પણ આખી માન્યતા બદલાઈ ગઈ છે, મિથ્યાત્વ આવી ગયું છે. તેમનામાં રાજબીજનું લોહી છે. તેઓ ક્ષત્રિય * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * છે, જે જ એ જ છે કે તે જે એ * * * * * * * * ૨૫ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #32 -------------------------------------------------------------------------- ________________ સમ્રાટ હતા. અન્યાય, અનીતિની વાત આવે એટલે ક્ષત્રિય લોહી ઊકળી ઊઠે. આખી જિંદગી ક્ષત્રિય અન્યાય, અનીતિ રોકવા પ્રાણ આપે. તેમણે દીક્ષા લેતાં પહેલાં મંત્રીઓ પાસેથી વચન લીધેલું. તેઓએ કહેલું, “તમે નિશ્ચિત રહો, તમારા રાજયનું અને દીકરાનું અમારા પ્રાણ સાટે રક્ષણ કરીશું. અમે તમારું લૂણ ખાધું છે. વફાદારીમાં પાછા નહિ પડીએ” આવું વચન આપ્યું પછી જ તેમણે દીક્ષા લીધી છે. તેમને વૈરાગ્ય હતો. સંયમની ખૂબ ભાવના હતી. વૈરાગ્ય સાથે ઉતાવળ પણ હતી. આપણા શાસ્ત્રમાં જંગલીની જેમ દીક્ષા લેવાનું કહ્યું નથી. સંસારની આવશ્યક જવાબદારી પોતે પૂરી કરે અથવા જવાબદાર વ્યક્તિને સોંપીને પછી દીક્ષા લે તેમ કહ્યું છે. જયારે આ તો સમ્રાટ છે. તેમને આખી પ્રજાનું રક્ષણ કરવાનું આવે. રાજા તો પ્રજા માટે પિતાના સ્થાને છે. રાજાને ગમે તેટલો વૈરાગ્ય થાય પણ કોઈ ઉત્તરાધિકારી માટે યોગ્ય વ્યક્તિ ન મળે તો રાજા દીક્ષા ન લઇ શકે અને તે તો મહાપાપ લાગે. આપણું શાસન વિવેકવાળું છે. માટે આ રાજા બધી જવાબદારી યોગ્ય મંત્રીઓને સોંપીને નીકળ્યા છે. તેમના પર ભરોસો હતો માટે જ આ રીતે નીકળ્યા છે. અત્યારે જે એમણે સાંભળેલું તે તો ખાલી ગમ્યું જ હતું. ખાલી ખોટી નિંદા જ હતી, કટાક્ષ જ કર્યો હતો. પણ આ સાંભળતાં તેમનું ક્ષત્રિય લોહી ઊકળી ઊઠ્યું. તેમને થાય છે કે મંત્રીઓએ વિશ્વાસઘાત કર્યો ? મંત્રીઓને આટલા સાચવ્યા છે, તો પણ વફાદારીને બદલે બેવફાદારી કરી? તેમને સજા કરવાની ભાવના થઇ. અહિંસક ભાવમાંથી હિંસક ભાવમાં આવી ગયા. છઠ્ઠા ગુણસ્થાનકથી નીચે આવી ગયા છે. માન્યતારૂપે તેમને ધર્મ ઉપર દ્વેષ થયો છે, “મારા આવા કઠોર જીવનમાં ધૂળ પડી. સંયમમાં કાંઈ નથી.” આવું થયું છે. જેમ તમને પણ ધર્મ કરતાં આકસ્મિક કોઇ તકલીફ આવે તો શું થાય? કેવો ભાવ આવે? “ધર્માત્માને ત્યાં ધાડ પડી. ધર્મમાં કાંઈ નથી.” આમ, માન્યતા ઊલટી થાય તે મિથ્યાત્વરૂપ ભયંકર દોષ છે. આ મહાત્માએ નાની ભૂલ કરી છે અને આટલી મોટી સજા થઈ છે તેવું નથી. કુદરતમાં નાની ભૂલની મોટી સજા થતી નથી. ભૂલને સમજતાં આવડવું જોઇએ. ભૂલની કક્ષાની સમજ જોઇએ. આગળ દષ્ટાંત જોયું તેમાં ગાંધીજીમાં આમ સદ્ગણ કેટલા? દેશપ્રેમ, પ્રજાનાં દુઃખ ખાતર પ્રજાની ગરીબી જોઇને આખી જિંદગી આખું વસ્ત્ર પહેર્યું નથી. એ વ્યક્તિ શું આ લેવલના હતા? કે અપટુડેટ થઈને ફરી શકે તેમ હતા? છતાં બીજાના દુઃખની તેમને કેટલી અસર છે ! ત્યાગ, સહૃદયતા, સાદગી, પ્રામાણિકતા, દેશપ્રેમ કેટલાં છે ! તેઓ સ્વાર્થી કે લુચ્ચા નહોતા. એ વખતે તો નેતાઓને લાઠી ખાવાની હતી. ત્યારની વાત જ જુદી હતી. અમે તેમને દુષ્ટ વ્યક્તિ ચિતરતા નથી. એ વખતના નેતાઓમાં તો આસ્તિકતા પણ હતી. તેઓ ધાર્મિક વ્યક્તિ હતા. પુણ્ય-પાપ પર ગાંધીજીને શ્રદ્ધા હતી, ઇશ્વરમાં શ્રદ્ધા હતી. છતાં * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૨૬ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #33 -------------------------------------------------------------------------- ________________ માન્યતાઓ કેટલી ઊલટી હતી ! તે કારણે ચોવીસે કલાક તેનો પાપબંધ થતો હતો. અમે વ્યક્તિનાં સારાં-ખરાબ પાસાંનું તટસ્થતાથી મૂલ્યાંકન કરીએ છીએ. તેમના સારા વ્યક્તિત્વને ધોઇ નાંખે તેવી ઘણી ઊંધી માન્યતાઓ તેમનામાં હતી. આ અશુદ્ધિના કારણે જ તેમને પાપ બંધાય છે. સભા :- આગલા ભવના સંસ્કારના કારણે માન્યતા ઊંધી થાય ? સાહેબજી :- અત્યારે તો વિચારશૂન્યતાને કારણે ઘણી માન્યતા ઊલટી થાય છે. આ સૃષ્ટિમાં માનવને જ શું ભોગ ભોગવવાનો હક્ક છે ? બીજાને નહિ ? આ તો સ્વાર્થવૃત્તિ કહેવાય. આવી ભેદભાવયુક્ત અહિંસામાં તો સ્વાર્થની ગંધ છે. કુદરતે જેને જીવન આપ્યું છે તેનું જીવન લૂંટી લેવાનો તમને શું હક્ક ? તમારા કોઇ ૨૫/- રૂપિયા લઇ જાય તો બદમાશ કહો છો. શું તેમાં તમે આખા લૂંટાઇ ગયા છો ? તમે કોઇને ગમે તેટલા બરબાદ કરી નાંખો તો પણ તમે નિર્દોષ ! આ અન્યાય છે. બધે પ્રામાણિકતાથી વિચારવું પડે. ઊલટી માન્યતા નિર્વિચારકને ઢગલાબંધ રીતે પ્રવેશી જાય છે. ધર્મના ક્ષેત્રમાં માન્યતા સુધારી નાંખો તો જ સફળ થશો. આ બધી માન્યતા તો સ્થૂલ છે, પછી સૂક્ષ્મ માન્યતાઓ પણ આવશે. 燕洗洗洗洗漤潆燕燕 મનોવિજય અને આત્મશુદ્ધિ M-5 ૨૭ Page #34 -------------------------------------------------------------------------- ________________ તા. ૨૩-૭-૯૫, રવિવાર. અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના પ્રત્યેક આત્માને સ્વતંત્રતાનો સ્વામી બનાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ધર્મ આત્માને દેહ-ઇન્દ્રિય-મનની પરાધીનતામાંથી મુક્તિ અપાવે છેઃ ધર્મ એટલે શું? ધર્મ તમને તમારા સ્વામી બનાવે છે, અને તે જ ધર્મનું કામ છે. અનંત અનંત કાળથી આપણો આત્મા પરાધીનતામાં-ગુલામીમાં પડ્યો છે. તેમાંથી બહાર નીકળી મુક્ત બની સ્વતંત્રતાના સ્વામી બનીએ તે જ ધર્મનું લક્ષ્ય છે. જગતના જીવમાત્રને પરાધીનતા ગમે છે અને સ્વતંત્રતા નથી ગમતી તેવું નથી. છતાં આપણો સ્વભાવ શું છે? બાહ્ય જગતમાં આપણા ઉપર કોઈ વર્ચસ્વ રાખે, આપણને કબજામાં રાખે, આપણને કાબૂમાં રાખે તો તે આપણને ગમતું નથી, પરંતુ આંતરિક જગતમાં આપણી પરાધીનતાનો આપણે વિચાર કરતા જ નથી. અનંત કાળથી દેહ, ઇન્દ્રિય અને મનની પરાધીનતા ભોગવીએ છીએ. આપણા જીવનનો કબજો મને જ મેળવ્યો છે ને ? તમારો કાબૂ કોના હાથમાં છે? મન ચાહે તે રીતે તમે ચાલો કે તમે ચાહો તે રીતે મન ચાલે? મનના કહ્યાગરા સેવક હો તેમ તમે વર્તો છો? મન જે સૂચના કરે તે કરવા તમે તૈયાર? એટલે મને તમારી પર વર્ચસ્વ જમાવીને બેઠું છે. આમ, મનમાં શક્તિ અગાધ છે. આ શક્તિ જો તમારા કાબૂમાં હોય તો સદુપયોગનું કારણ બને છે. આ જગતમાં મને જ ઘણાને પાયમાલ કર્યા છે. સભા:-મનનો માલિક તો આત્મા છે ને? સાહેબજી:-હા, મનનો માલિક આત્મા છે. પણ તમે માલિકી રાખી છે કે વેચી દીધી છે? જેમ આ કાળમાં મકાનના માલિકનું ભાડૂત આગળ ચાલે શું? ભાડૂતો અત્યારે માલિક થઈને બેસી ગયા છે. અત્યારે તો સરકારના અમુક કાયદાને કારણે ભાડૂતને મજા છે. જેમ ભાડૂત માલિક થઈ ગયા છે તેમ તમારા જીવનમાં માલિક કોણ? માલિકી તમે મૂળમાંથી ગુમાવી દીધી છે, માટે માલિક અને ભાડૂતનો તફાવત સમજો. ૨૮ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #35 -------------------------------------------------------------------------- ________________ તમારાં દેહ-ઇન્દ્રિય-મન ચાલે છે, પણ તમારી મરજી મુજબ ચાલે છે ? કે મનની મરજી મુજબ તમે ચાલો છો ? દેહ-ઇન્દ્રિય-મનનો કંટ્રોલ કોના હાથમાં છે? તમને ધર્મમાં પણ નડત૨ ઊભી થાય છે તેનું કારણ શું? આયંબિલ કરવાનું આવે તો જીભ ના પાડીને ઊભી રહે ? જરૂર પડે તમે હજા૨ વાર જીભની જરૂરીયાત પૂરી કરી હોય, છતાં તે તમને ના પાડે? વર્ચસ્વ કોનું ? જીભનું કે તમારું ? તમે તમારા શરીરની સેવા કેટલી કરો છો ? ભગવાનની કે મા-બાપની સેવા કરતાં પણ વધારે કરી હશે ? છતાં પ્રતિક્રમણ ઊભા ઊભા કરવું છે, તો દેહ શું કહેશે કે કેડ દુઃખે છે, પગમાં તકલીફ છે, આજે બરાબર નથી. એનો અર્થ શું ? દેહ-ઇન્દ્રિય-મનનો તમારી મરજી પ્રમાણે ઉપયોગ થતો નથી. તમે તેમની સેવા ગમે તેટલી કરો, પણ તેમનો કંટ્રોલ કોના હાથમાં ? તમારો જે સાધન પર કંટ્રોલ ન હોય તે સાધનને તમે વાપરવા તૈયાર થાઓ ખરા ? આ યાંત્રિક જગતમાં કેટલાં મશીનો શોધાયાં છે ? તમને મોટી આલીશાન ગાડી આપે અને કહે તમારે જ્યાં જવું હશે ત્યાં તમે આનાથી જઇ શકશો, પણ તેમાં બ્રેક અને સ્ટીયરીંગ બરાબર નથી, તો તમે તેમાં બેસો ખરા ? કારણ શું ? કંટ્રોલ નથી માટે ને ? તેમ ઘરમાં નાનું ગીઝર, ઇસ્ત્રી કે વોશિંગ મશીન પણ કંટ્રોલ વગરનું હોય તો રાખો ખરા ? આવું નાનું સાધન પણ મારક બની જાય. ફેસીલીટી માટેનાં જેટલાં સાધનોના તમે સ્વામી છો, તેનો કંટ્રોલ તો તમારા હાથમાં જ જોઇએ ને ? કંટ્રોલ વગરનાં સાધન મફતમાં આપે તો પણ રાખો ખરા ? નહીંતર ત્રાસ ઊભો કરે ને ? માટે બધે તમે કંટ્રોલ માંગો છો. કાબૂ જોઇએ. એક નાના મશીનનો પણ કાબૂ ન હોય તો જીવન અસ્તવ્યસ્ત થઇ જાય, તો સર્વ પ્રવૃત્તિઓના પ્રેરક બળ મન પર જ કાબૂ ન હોય તો જીવનનૌકાની શી હાલત થાય ? બ્રેક વગરની ગાડીમાં બેસતાં તો ફફડો, પણ બ્રેક વગરના મનને સાથે લઇને ફરવામાં કોઇ ફફડાટ ખરો ? તમારે દેરાસ૨માં એક કલાક ભગવાન સાથે એકાકાર થવું છે, તો મન વાંકુંચૂકું થયા કરે ને ? તમારો તેના પર કાબૂ નથી, તેથી તે તમને ગમે ત્યાં રખડવા લઇ જાય ને ? જેમ ઘરમાં તમે પગાર આપીને માણસ રાખ્યો અને તે તમારું કહ્યું માને નહિ અને તે મન ફાવે તેમ કામ કરે, તો તમે રાખો ખરા? કાઢી મૂકો ને ? તમે કહેશો કે તે આપણી મરજી મુજબ કામ કરે નહિ પણ સ્વચ્છંદી થઇને કામ કરે તો કેમ ચલાવાય ? ભલે પછી તે આખો દિવસ કામ કરતો હોય. આવા કામગરાને પણ રાખો ખરા ? તેમ દેહ-ઇન્દ્રિય-મન પુણ્યથી મળ્યાં છે. આ માનવભવઇન્દ્રિયો પુણ્યથી મળ્યાં છે. કેટલાકને આંખ નથી મળી, તમને આંખ મળી છે; તે કાંઇ તમારી હોશિયારી, બુદ્ધિના કારણે મળી છે ? મળ્યા પછી પણ અત્યાર સુધી કામ કરે છે, તેમાં પણ ************* મનોવિજય અને આત્મશુદ્ધિ ૨૯ Page #36 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય જ કારણ છે. જન્મ્યા ત્યારથી કીડની બરાબર ચાલે છે તેમાં પણ પુણ્ય જ કારણ છે. કીડનીના સ્પેશ્યાલીસ્ટની પણ કીડની બગડતાં વાર ન લાગે. જો હોશિયારીથી કીડની ચાલતી હોય તો તે બગડવા દે ખરા? બુદ્ધિના આધારે આ તંત્ર ચાલતું નથી. માટે આપણને જે દેહઇન્દ્રિયો-મન સાધનરૂપે મળ્યાં છે, તે પુણ્યથી જ મળ્યાં છે. ૮૪ લાખ જીવાયોનિમાં આ સાધનો વિશેષરૂપે આપણને આ ભવમાં મળ્યાં છે. બધા માણસને આવાં નથી મળ્યાં, ઘણાને તમારા કરતાં ઇન્ફીરીયર ક્વોલીટીનાં(હલકાં) મળ્યાં છે, પણ તમને તેનાથી ચઢિયાતાં જે મળ્યાં છે, તેના પર તમે જીવનમાં વર્ચસ્વ-કાબૂ સ્થાપવા માંગો છો ખરા? તેના પર તમારી માલિકી છે કે ગુલામી છે? આ બાબતમાં તમારી સ્વાધીનતા છે કે પરાધીનતા છે? તમારી અંદરની જેટલી ગુલામી છે તેટલો તમારામાં અધર્મ છે અને જેટલી તમારી માલિકી છે તેટલો ધર્મ છે. ધર્મ તમારી શક્તિ, વ્યક્તિત્વ, તમારા ગુણો, તમારી સ્વતંત્રતા તમને પાછાં આપવા માંગે છે, તમને મોટા બનાવવા માંગે છે. ભાવમનથી મુક્તિ એ જ આત્માની સાચી મુક્તિઃ - અત્યારે ઇન્દ્રિય-મન સહિત દેહનો કાંઇ ત્યાગ કરવાની વાત નથી. દેહ-મનને સાધનામાં સાથે રાખવાનાં છે, મનને માવજતપૂર્વક જાળવીને રાખવાનું છે, પણ તમે તેના કંટ્રોલર બનો તેટલી જ વાત છે. તમારા જીવનમાં અત્યારે કંટ્રોલર કોણ? બધે નિયંત્રણ વગર ચાલે છે ને? મન દ્વારા ગમે તે પ્રવૃત્તિ થાય? છતાં આ બનવાનું કારણ શું? તેના પર નિયંત્રણ લાવવા જે ચાવીઓ જોઈએ તે ચાવીઓ તમે નથી સમજ્યા, માટે ને? ધર્મના ક્ષેત્રમાં આ પણ એક કળા છે. તમારે દરેક બાબતમાં આત્માની સ્વતંત્રતા પાછી મેળવવી જોઇએ. મનની બાબતમાં શું લક્ષ્ય હોવું જોઈએ તેની હું સ્પષ્ટતા કરવા માંગુ .આપણે ભાવમનનું થોડું સ્વરૂપ-પાસાં જાણ્યાં-વિચાર્યા, પણ લક્ષ્ય શું? મનના સ્વામી, માલિક, અધિપતિ બનવું છે. સભા - સાહેબજી ! અમારો તેના પર કંટ્રોલ નથી, તો શું ઉપયોગ ઓછો કરવો? સાહેબજી - એમ નહિ, તેને વાપરતાં ખૂબ સાવચેતી રાખવાની. આ પણ સાધનો છે. જેમ બેટરીમાં સ્વીચ ઢીલી હોય તો તેનો ઉપયોગ ધ્યાન રાખીને કરો ને? સાધનોનો બિનજરૂરી ઉપયોગ કરવામાં પણ શક્તિ વેડફાય છે. તમને મળેલી શક્તિ વેડફી નાંખવી છે? અમારા શાસ્ત્રમાં લખ્યું છે કે આત્મામાં મૂળભૂત અનંત શક્તિ છે, ભલે બધી શક્તિ ખીલી નથી; પણ જે શક્તિ ખીલી છે તે પુણ્યને કારણે ખીલી છે. આ શક્તિનો ગમે તેમ ઉપયોગ કરવો કે વાપરી નાખવી તે મૂર્ખ માણસનું કામ છે. તે બેવકૂફીનું લક્ષણ છે. જ જ ને કે જે * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ઉO મનોવિજય અને આત્મશુદ્ધિ Page #37 -------------------------------------------------------------------------- ________________ મન-વચન-કાયાની બિનજરૂરી પ્રવૃત્તિ કરવી તે અધર્મ છે. મન-વચન-કાયાની જરૂરી પ્રવૃત્તિ કરવી તે ધર્મ છે. જેમાં તમારા સામાયિકમાં શું વિધિ છે? શ્રાવક માટે ઊંચો ધર્મ સામાયિકમાં આવે છે, બાકી તો તમે સંસારના પાપ વ્યવહારથી ખરડાયેલા હો છો. તમે સામાયિકમાં બેસો પછી તમારાથી વગર કારણે ઉઠાય નહિ, વગર કારણે ઊઠો તો પાપ લાગે. કોણ ગયું, કોણ આવ્યું તેની નોંધમાં મન પરોવો તો પણ પાપ લાગે. બેઠા બેઠા આમતેમ હાથ હલાવો તો પણ દોષ લાગે. સામાયિકમાં મન-વચન-કાયાની નિરર્થક પ્રવૃત્તિ થાય નહિ. સભા:- તો કયા કારણે સામાયિકમાં ઉઠાય? સાહેબજી:-જ્ઞાન-દર્શન-ચારિત્ર કે જેના ઘણા પેટા યોગો છે; જેમ વિનય, ભક્તિ, સ્વઅને પરની આરાધનાના કારણે ઊભા થવાય, પણ તે પણ જયણાથી જ ઊભા થવાય. તમને મળેલ શક્તિનો ગમે તેમ ઉપયોગ થાય નહિ. બિનજરૂરી બોલો-વિચારો તો પણ દોષ લાગે. તમને તો કુદરતે આપેલ શક્તિનું મૂલ્ય નથી. કચરાની જેમ વેડફી નાંખો છો. આવી શક્તિ કાંઈ બધાને મળી નથી. પણ મળેલ સાધનોનો આવશ્યક સદુપયોગ કરવો જોઇએ. સભા :- આપે કહ્યું સામાયિકમાં દર્શન માટે ઊભા થવાય તે કઈ રીતે? સાહેબજી - જેમ કે પરમાત્માની સામૂહિક ભક્તિ કરવાની હોય, દેવવંદન કરવાનું હોય તો દેરાસરે જવાય. દર્શનાચારના સેવન માટે આ હલનચલન થાય છે. જેમ ગુરુની વૈયાવચ્ચના કારણે, ભક્તિના કારણે વિનય તરીકે પણ સાથે જઈ શકો છો. તેમ શાસ્ત્ર ભણાવનાર પાસે જઈ શકો છો, આ બધું આવશ્યક હોય તો. પણ જેમ શ્રીમંત માણસ રસ્તામાં સો સો રૂપિયાની નોટો ઉડાડતો ચાલે, તેમ તમે શક્તિઓ વેડફો છો. જો કે સમાજમાં કોઈ આવો મળશે નહિ અને મળે તો તમે તેને મેડ-હાઉસમાં દાખલ કરો, પણ કોઈ આવું વર્તન કરે તો તમને શું લાગે? સભા:-ચક્રમ. સાહેબજી:-ચક્રમ લાગે ને? પાંચ રૂપિયાની નોટ એમ ને એમ ફેંકી દે કે ફાડી નાંખે તો મૂર્બો-ગાંડો લાગે? તેમ તમને મળેલ શક્તિની કિંમત તમે કેટલી આંકી છે? પાંચ રૂપિયા જેટલી પણ નહિ ને? તે ગમે તેમ વેડફો તો પણ ડાહ્યા ને? તમારી શક્તિનું મૂલ્ય કેટલું છે તે જાણો છો? આંખ કે કીડની બદલાવવામાં પણ લાખો રૂપિયા થાય છે. પા કલાક વધારે જીવાડવા શ્રીમંતો લાખો રૂપિયા આપવા તૈયાર છે. પાંચ પૈસા જેટલું પણ તમારી શક્તિનું તમે * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ ૩૧ Page #38 -------------------------------------------------------------------------- ________________ મૂલ્ય રાખ્યું નથી. માટે જ ગમે તેમ શક્તિ વેડફતા જાઓ છો. આંખનો ઉપયોગ ગમે ત્યાં થાય ને? તમારા કાન પણ ગમે તે સાંભળવા તૈયાર ને? ઇન્દ્રિયોનો કોઈ કંટ્રોલ ખરો? બીજો આ રીતે વેડફે તો મૂઓં લાગે ને? પણ તમે શું કરો છો? તમને ગાંડા કહી શકાય ખરા? તેથી ધર્મ કહે છે કે સાધનોનો બિનજરૂરી ઉપયોગ કરવો નહિ અને સાધનોનો જરૂરી ઉપયોગ કરો તો પણ કંટ્રોલ સાથે કરો. આજે ઘણા શ્રીમંતો એવા છે કે જેમને ઘરમાં ખાવા, પીવા, હરવા, ફરવા, મોજમજામાં કાંઈ કમી નથી. રોજ મેવા-મીઠાઇ ખાય તો પણ ખૂટે તેમ નથી. છતાં ઘરમાં એક મિનિટ શાંતિ નથી. આ બધાં તોફાન કોનો? ઇન્દ્રિય અને મનનાં જ ને? આવા શ્રીમંતોના ઘરના જુવાનજોધ છોકરાઓ ઘણી વખત આપઘાત કરીને મરી જતા હોય છે. દુનિયાની દષ્ટિએ જીવનમાં શું ઓછું હોય છે? પણ મન-ઇન્દ્રિય પર બ્રેક નથી, માટે જ ક્યાં ના ક્યાં અથડાતા કુટાતા હોય છે. અજંપા સિવાય તેમના જીવનમાં કાંઈ હોતું નથી. આવા હજારો, લાખો, કરોડો લોકો છે. જેટલું વધારે શક્તિશાળી સાધન, તેટલો તેનો કંટ્રોલ મજબૂત જોઇએ. જેમ સાયકલ બ્રેક વગરની હોય તો હજી ચાલે, પણ સ્કુટર બ્રેક વગરનું હોય તો ચાલે ખરું? સ્કુટર કદાચ બ્રેક વગર હોય તો હજી જરા ચાલી જાય, પણ ફૂલ સ્પીડમાં જતી ગાડી જો બ્રેક વગરની હોય તો? તેમ જીવનમાં આ બધાં આંતરિક સાધનો પર પણ કાબૂ જોઇએ. અત્યારે તમને માલિકીની ઇચ્છા જ નથી. તમે વર્ષોથી ગુલામીમાં રહ્યા છો માટે જ ગુલામી કોઠે પડી ગઈ છે અને તેથી જ અંદરમાં તમને દુઃખ નથી. આમ તમને કોઈ જરા ઓર્ડર કરે તો અકળામણનો પાર નહિ અને અહીંયાં તમે બે હાથ જોડી ઇન્દ્રિયો અને મનની સેવા કરવા ઊભા રહો છો. અત્યારે તમારે ત્યાં સંતાનની બાબતમાં બે બસની વાત છે. સરકારે તમને ગમે તેવી નીતિ ઘુસાડી છે. ઓછાં સંતાનના કારણે તમને છોકરા પ્રત્યે વધારે મોહ હોય. હવે આ છોકરો મા-બાપ ઉપર રોફ મારતો હોય, કામ ચીંધ્યા કરતો હોય, સ્કૂલથી આવે ત્યારે માને ઓર્ડર કરે બૂટ કાઢી આપ, તેમ બધે ઓર્ડરો કરતો હોય, છતાં તેમાં તમને કાંઇ ખોટું લાગે નહિ ને? આવાં પણ મોહધેલાં મા-બાપ હોય છે, સંતાનને કાંઈ કહે નહિ; કારણ આ જ રીતનું ઘડતર હોય છે. પાછું સામે જો મમ્મી કામ ચીંધે તો ના પાડી દે. તડફડ પણ કરી દેનારા હોય છે. છતાં મોહઘેલાં મા-બાપને તેમની સેવા કરવામાં મજા આવે છે અને એ છોકરાઓની ભૂલોને પંપાળે, બચાવ કરે, નાનો છે, છોકરું છે, કહીને ઊભા રહે. આ બધું અતિ મોહના કારણે છે, તેમને સંતાનોની ગુલામી-સેવા-ચાકરી ગમે છે. આમાં નિયમ શું? તમે કાંઈ મૂળથી પરગજુ, પરોપકારી, સહિષ્ણુ, ઉદાર છો? કોઇ કામ ચીંધે તો કરો ખરા? પરંતુ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૩૨ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #39 -------------------------------------------------------------------------- ________________ અહીંયાં અતિ રાગ-મોહ ભર્યો છે, માટે કરવા તૈયાર છો; કરવામાં પાછો આનંદ છે. માટે જ મા સવારથી સાંજ સુધી હોંશે હોંશે દીકરાનું કામ કરે છે. દીકરો રુઆબ મારે તો પણ ગમે. જો કે આ બધું તમારા માટે નવું વર્ણન નથી. તેવી જ રીતે જેને શરીર પર મમતા છે, ઇન્દ્રિયોમાં મોહ છે, મન પર આસક્તિ છે તેવી વ્યક્તિ પર મને ગમે તેટલો રોફ મારે તો પણ તેની સેવાચાકરી કરવાની તેને ગમે છે, કંટાળો તેને આવતો નથી. અત્યારે આ દશા તમારી છે. તેનો અર્થ તમને પરાધીનતા-ગુલામી ખાલી કોઠે પડી ગઈ છે તેમ નહિ, પણ તેમાં તમને ખૂબ મજા આવે છે. આવી પરાધીનતામાં જ જીવને અત્યારે રસ છે, પછી ભલે મનતોફાન કર્યા કરે. જેમ નાનો છોકરો તોફાન કરે તો ગમે ને? કહેશો છોકરો છે તો તોફાન કરે ને? તોફાન ન કરે તો ઘર સૂનું સૂનું લાગે. આવા પ્રકારનો રસ છે, જે મોહજન્ય કુવિકલ્પો સૂચવે છે. ઘણાને ઇન્દ્રિયોના આવેગો-ઉશ્કેરાટ ગમે છે. માટે જ ચોવીસે કલાક મનને લીબર્ટી-છૂટ આપી છે કે, “જા તારે કોઈ જાતની પરવા કરવી નહિ.' જેમ ભૂખ્યા ઢોરને લીલું ખેતર મળે તો શું કરે? આખા ખેતરને ખેદાન-મેદાન જ ને? તેમ તમારું મન પણ માતેલા સાંઢની જેમ તમારા જીવનરૂપી ખેતરને ખેદાનમેદાન કરે, તો પણ તમને કોઈ વાંધો નથી ને? તમે તમારા મન-ઇન્દ્રિયને પૂરી છૂટ આપી છે. તમે આ જ રીતે જીવો છો, કારણ તમને હજી દેહ-ઇન્દ્રિય-મન પરાયાં લાગ્યાં નથી. પણ દેહ-ઇન્દ્રિયમનની આ બધી ડીમાન્ડ(માગણી) મોહકારક છે તેમ લાગે છે? દેહ-ઇન્દ્રિય-મનને આત્માથી જુદાં નહિ વિચારો તો તેમને ઓળખવાની વૃત્તિ જ નહિ જાગે. તેમને ઓળખવાં જેટલાં અઘરાં છે તેના કરતાં તેમના પર આધિપત્ય જમાવવું હજી વધારે અઘરું છે. માટે મનને જાણો, ઓળખો અને સમજો. આ માનવભવ એવો છે કે તમે ધારો તો તેનાથી મોક્ષ સુધી પહોંચી શકો, નહીંતર તેનાથી ઘોર અધ:પતન પણ થાય. પ્રસન્નચંદ્રરાજર્ષિનું દષ્ટાંત જોયું ને? તે સાતમી નરકે જાત પણ મોક્ષ સુધી પહોંચી ગયા. ફૂલ સ્પીડમાં જાય તેને તો સાધનાનો સમય લાંબો નથી. ક્ષપકશ્રેણીમાં આવ્યા પછી મિનિટોમાં કેવલજ્ઞાન છે, કાંઇ કલાકો-દિવસનો સમય જરૂરી નથી. જેમ કે નાચતાં-નાચતાં કેવળજ્ઞાન પામ્યા, ખાતાંખાતાં કેવળજ્ઞાન પામ્યા, તેમાં જો કલાકો સુધી નાચે તો ગબડી જાય. સભા:- વધારેમાં વધારે સમય કેટલો? સાહેબજી:- એક બે મિનિટ પણ લાગે નહિ. દોરડા પર ઉપયોગશૂન્યતાથી વધારે નાચે તો વ્યક્તિ ગબડી જાય. વગર ઉપયોગે નાચવાની ક્રિયા કેટલી વાર ચાલે? તમારે ખાતાં ખાતાં બીજે મન ચાલ્યું જાય તો ખાવાની ક્રિયા ચાલે, પણ કેટલી વાર? નહીંતર કોળિયો નાક મનોવિજય અને આત્મશુદ્ધિ ૩૩ Page #40 -------------------------------------------------------------------------- ________________ કે આંખમાં મુકાઈ જાય. માટે પાછો ઉપયોગ લાવવો પડે. એકધારી ક્રિયા મનના ઉપયોગ વગર લાંબો સમય કરી શકાતી નથી. માટે તેમાં તો મિનિટો જ જોઇએ, વધારે આવશ્યકતા નથી. હા, તે મિનિટો લાવવા માટે, તેનું બેકગ્રાઉન્ડ કરવા માટે, અને આપણે પાછા ધર્મ ધીમો કરનારા છીએ માટે, તેમાં વર્ષો નીકળી જાય. આમ, નાટક ત્રણ કલાકનું હોય પણ તેના રીહર્સલમાં વર્ષો જાય છે? કારણ એને યોગ્ય રીતે કરવા માટે, અભ્યાસરૂપે ક્રિયામાં મહિનાઓ જાય છે. ક્ષપકશ્રેણીના ભાવો કરવાના છે, પણ તેમાં પહોંચવા માટે અભ્યાસરૂપે કદાચ ભવોના ભવો જાય. માટે લાંબો ટાઇમ પૂર્વભૂમિકાનો છે, પૂર્વભૂમિકાઓ પ્રાપ્ત થયા પછી તો જીવ સડસડાટ ચઢી જાય છે. હવે પાછળનું જરા વિચારી લઈએ. ભાવમન પર આપણે બે રવિવારથી વિચારીએ છીએ. મન આત્માથી જુદું છે. મન એ સાધન છે. આત્મા સંચાલક કર્તાહર્તા છે. મનના બે પ્રકાર છે. (૧) દ્રવ્યમન અને (૨) ભાવમન. દ્રવ્યમન જડઅણુ-પરમાણુની રચના દ્વારા બન્યું છે. તે જડ પુદ્ગલના ચોક્કસ આકારોરૂપ છે. જેવા વિચારો-ભાવો કરો એવા મનના આકારો થાય. મન:પર્યવજ્ઞાનવાળા અને વિશિષ્ટ અવધિજ્ઞાની આ રૂપી મનને જોઈ શકે છે. આ સાકાર દ્રવ્યમન છે, જે હકીકતમાં ઉપકરણ છે. તેના દ્વારા વિચારો થાય છે. તેમજ તેદ્રવ્યમનની સહાયથી અનંત કાળમાં આત્મામાં જે આંતરિક ભાવોનો સમૂહ સંચિત થયો છે, તે ભાવમન છે. ભાવમનના બે ભેદ છે. (૧) ઉપયોગમન અને (૨) લબ્ધિમન. (૧) ઉપયોગમન: આગળનું જરા તાજું થાય માટે વિચારી લઈએ. ઉપયોગમન=કોન્સયસ માઈન્ડ. વિજ્ઞાન પણ તેને માને છે. જે સજીવ છે તેમાં કોન્સીયસનેસ છે. જડમાં ક્યાંય તે મળે તેમ નથી. દેહ અને આત્માને જુદા નિશ્ચિત કરવામાં આ એક જબરદસ્ત પુરાવો છે. ઉપયોગ વગરનો જીવ હોતો નથી, જ્યારે જડને ઉપયોગ હોતો નથી. જે ક્ષણે જે વસ્તુમાં તમારું મન પરોવાય, તે ક્ષણે તે વસ્તુવિષયક ઉપયોગમન કહેવાય. તે ઉપયોગમન શાંત, સ્થિર, ધીર, પ્રશાંત, પ્રસન્ન નથી પણ આવેગોથી ઘેરાયેલું છે. તેમાં આંદોલનો ચાલુ છે. તેનો સ્વભાવ શું છે? કંઈ પણ વસ્તુ જુએ તેમાં સારા-નરસાનું મૂલ્યાંકન કરવું એવી તેને ટેવ પડી ગઈ છે. જેમ, એક કપડું જોયું. ડીઝાઇન કેવી ? કલર કેવો? * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૩૪ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #41 -------------------------------------------------------------------------- ________________ ક્વોલીટી કેવી? સારું છે? નકામું છે? દા.ત. એક વાનગી મૂકી, તેને ચાખી, સારી છે, ખરાબ છે, બસ, વિશ્લેષણ કર્યા કરવું. જરા પણ રાહ જોવી નહિ. સારું લાગે તેમાં રાગ થાય. પાછું તમારું મન સારું માનીને શાંત બેસી રહે તેવું નથી, તેમાં તરત આવેગો પેદા થાય છે; જેનાથી અંદરમાં અજંપો ઊભરાય. ખરાબ વસ્તુથી પણ જીવને દ્વેષ થાય. કદાચ દ્વેષ લાંબો સમય ન ટકે પણ મનની સપાટી પર કંપન તો જગાવી જાય. તમારા મનને તે સ્વસ્થ ન રહેવા દે. પાણીમાં એક કાંકરો નાંખો તો પાણીને ડહોળાવે ને? પાંચ ઇન્દ્રિય અને છઠું મન એના દ્વારા સુખની કામનાથી જીવ બહાર જ ભટક્યા કરે છે, બહાર જ સંપર્ક રાખ્યા કરે છે; એક પણ વખત અંદર સાથે વાતચીત કરવા તૈયાર નથી. જેમ બારીમાંથી બહારનું દેખાય, તેમ તમારી ઇન્દ્રિયોનો સ્વભાવ બહાર જ જોવાનો. સારું હોય તેમાં રાગ અને ખરાબ હોય તેમાં ષ. સારું મેળવવા જેવું લાગે તો રુચિ, નહીંતર અરુચિ. સારું મળી જાય તો રતિ નહીંતર અરતિ. રાગ-દ્વેષ, રુચિ-અરુચિ, રતિ-અરતિની અવિરત સરગમ ઘડિયાળના કાંટાની જેમ ચાલ્યા કરે છે. જેમ ગમે તેટલો શાંત દરિયો હોય પણ પાણી હાલ્યા કરે ને? જોરદાર પવન આવે તો મોટાં મોજાં ઉછાળે, ઘુઘવાટ મચાવી દે. પરંતુ દરિયાનું પાણી કદી સંપૂર્ણ શાંત-સ્થિર જોયું છે ? તેની જેમ તમારા મનની સપાટી થોડી ઊંચી-નીચી થતી હોય. હવે તેમાં જો નિમિત્ત મળે તો આવેગોનો પાર નહિ. તેમાં પણ પ્રબળ નિમિત્ત મળે ત્યારે આવેગોનો કેવો ઘુઘવાટ થાય? આ મનની સપાટી પરના નાના-મોટા આવેગો જે વ્યક્ત રીતે-વિચારરૂપે સ્પષ્ટ અનુભવાય છે, તે ઉપયોગમન છે. (૨) લબ્ધિમનઃ તમારી બાજુમાં અત્યારે કોઈ બે કલાક એમ ને એમ બેસે તો તમારો પરિચય થાય, પણ તમારા મનનો પરિચય ક્યારે મળે? લાંબો ટાઇમ સાથે રહે અને નિમિત્ત મળે ત્યારે ને? ધરબાયેલા આવેગો ત્યારે જ ઊછળશે. આ અંદરમાં ધરબાયેલા જે ભાવો છે જે નિમિત્ત વિના વ્યક્ત થતા નથી, તેને અમે લબ્ધિમન કહીએ છીએ, જે વિશાળ છે. આમ તમારા મનની સાઇઝ કેટલી? પણ તમામ દુન્યવી ભાવોનું તે સંગ્રહસ્થાન છે, મોટું સ્ટોરહાઉસ છે. તેમાં જુદાં જુદાં ડીવીઝનો છે અને અંદર વ્યક્તિ કે વસ્તુ પ્રત્યેના પ્રતિભાવો સંગ્રહિત થઈને પડ્યા છે. એક તણખલાની બાબતમાં પણ રાગ-દ્વેષ, રતિ-અરતિ, રુચિઅરુચિના ભાવો તેમાં પડ્યા છે. પથરો વાગે તો પથ્થર પર ગુસ્સો આવે ને? તો તે બાબતનો મનોવિજય અને આત્મશુદ્ધિ ૩૫ Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાવ મનમાં સુષુપ્ત પડ્યો છે. દુનિયામાં જેટલાં કપડાં છે તેના ડીઝાઇન, કલર, ક્વોલીટી સંબંધી રાગ-દ્વેષ, રુચિ-અરુચિ મનમાં પડ્યા છે, સંગ્રહિત છે; અંદરમાં અગાધ પડ્યું છે. અત્યારે તમારું મન આ કોઇની સાથે સંપર્કમાં નથી, છતાં જે પડ્યું છે તેનાથી કર્મબંધ ચાલુ છે. તમે જે કપડું જોયું નથી, જાણ્યું નથી, પણ અંદરમાં તેના માટે રાગ-દ્વેષ પડ્યા છે, માટે તે સંબંધી કર્મબંધ ચાલુ છે. કર્મબંધ મન સાથે સંકળાયેલો છે. દેવલોક છે, એક વખત જોયો નથી, પણ જોવા મળે તો ? સભા :- આગળ જોઇ આવેલા. સાહેબજી:-ભૂતકાળમાં જોઇ આવેલા, ભોગવી પણ આવેલા, પરંતુ અત્યારે તો ભૂલી ગયા છે. અત્યારે તમે જે દુનિયામાં છો તેને છોડીને બીજી દુનિયામાં દેવલોક છે. હવે ત્યાંના વૈભવનું સીધું જ્ઞાન નથી; છતાં ત્યાંનો વૈભવ, નીલમ-મણિ જેવાં રત્નો, મોજમઝા જોવા મળે તો આસક્ત થઈ જાઓ. અંદરમાં એની આસક્તિ ઘણી જ પડી છે, માટે ન જોવા છતાં કર્મબંધ ચાલુ છે. સભા:- તે અવિરતિનું કારણ છે? સાહેબજી - હા, દુનિયાભરના ભાવો મનમાં પડ્યા છે. આ મનનું અગાધ ઊંડાણ છે. તેનું તળિયું તમે માપી શકો તો થાપનખાઓ. અંદરમાં ભવોભવના સંગ્રહ પડ્યા છે. ભાવમન એ ખાલી આ ભવની મૂડી નથી, અનંતભવની મૂડી છે. અનેક ભવોના ભાવો સંસ્કારરૂપે અંદરમાં ગોઠવાઈને પડ્યા છે. તેને તમે હલાવો નહિ, ઊથલાવો નહિ ત્યાં સુધી તે હવે તેમ નથી. પરંતુ તેને તો બુજાવવા પડે તેમ છે. આપણે પહેલાં લબ્ધિમનનો માન્યતા વિભાગ વિચારેલો. લબ્ધિમનનો વિભાગ - (૧) માન્યતા: (૧) માન્યતા - એટલે મન શું માને છે, શું નથી માનતું તે. હરેક વસ્તુની, પ્રવૃત્તિની, ક્રિયાની માન્યતા મનમાં પડી છે. જેમ કોઈને બીડી પીવી ખરાબ છે' આ વાત ચોવીસે કલાક અનકોન્સીયસ માઈન્ડમાં માન્યતારૂપે પડી છે. જયારે બીજાને “સિગારેટ પીવી તે કાંઈ ખરાબ વાત નથી. ગમે તો મોજ શું કામ ન કરીએ?' એટલે તેને બીડી પીવી સારી છે, એવી માન્યતા પડી છે. “દારૂ પણ લિમિટમાં પીવામાં વાંધો નથી, પોષણ આપે છે,જોમ આપે છે, તેમાં હિંસા ગણવાની હોય નહિ.' આવું બોલનારને દારૂ પીવો સારો છે, વાજબી છે એવી માન્યતા પડી ૩૬ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #43 -------------------------------------------------------------------------- ________________ છે. માટે ચોવીસે કલાક દારૂ પીવાની અનુમોદના અંદર પડી છે. તેથી સતત પાપ લાગી રહ્યું છે. માન્યતા પ્રમાણે સતત પાપબંધ ચાલુ છે. સભા :- આ કર્મબંધને કાઢવો કઈ રીતે? સાહેબજી:-ખરાબ માન્યતાને દેશવટો આપો અને સારી માન્યતાનો સંગ્રહ કરો. ૧૦૦% શુદ્ધ માન્યતા સમકિતમાં છે. તેમાં ૧% પણ ખરાબ માન્યતા ન હોવી જોઇએ. આપણે ગાંધીજીનું દષ્ટાંત જોયેલું. તે મહાત્મા કહેવાય, પણ તેમની વિચારસરણી કેવી છે? તેમ વિવેકાનંદને પણ મહાન સંત મનાયા છે, પણ તેમની વિચારસરણી હિંદુ ધર્મના શાસ્ત્ર સાથે પણ મેળ ખાય નહિ. તે હિંદુ સંત હતા. વૈદિક ધર્મ પ્રમાણે જેવી માન્યતા જોઇએ તેવી પણ તેમની નહોતી. જેમ દા.ત. તેઓ કહેતા કે “માંસ ગમતું હોય તો તે આનંદથી ખાય', એટલે તેમને પ્રાણી હિંસા સાથે વિરોધ નથી. આવી અનેક ઊંધી માન્યતાઓ હતી. આ ભારેખમ પાપની માન્યતા છે. આવી માન્યતા તમારા મનમાં નહિ હોય. કારણ માંસ ખાવું સારું, સિગારેટ પીવી સારી, દારૂ પીવો સારો આવી માન્યતાવાળા તો અમારું મોં જુએ નહિ. છતાં પણ તમારા મનમાં બીજી કેટલી ઊંધી માન્યતાઓ પડી છે? જેમ જીવનમાં ધન કીમતી વસ્તુ છે કે ધર્મ કીમતી છે? બેમાં કોને તમે કીમતી માનો? જે ધનને વધારે કીમતી માનતો હોય અને ધર્મને ઓછો કીમતી માનતો હોય તો તેની માન્યતા ઊંધી છે. તેના કારણે તે આત્માને મિથ્યાત્વનું સતત પાપ લાગતું હોય. મિથ્યાત્વ કઈ રીતે અસર કરે છે તે સમજો. સભા:- તેને દૂર કરવાનાં પરિબળ શું? સાહેબજી:- મિથ્યાત્વ કોને કહેવાય? તે નક્કી કરો. ધન કીમતી નહિ પણ ધર્મ કીમતી કેમ? વિચાર-સમજણ-પુરુષાર્થ દ્વારા માન્યતા બદલી શકાય છે. તેને તમે કામે લગાડો તો હજારો વર્ષની ઘર કરી ગયેલી ઊંધી માન્યતાઓ પલટાયા વગર રહેશે નહિ, ધર્મના ક્ષેત્રમાં આગળ આવવા માટે માન્યતાનું પરિવર્તન અનિવાર્ય છે. સભા:- બીજા ભવમાં પછી એ જ માન્યતા રહે? સાહેબજી:- અનુભવના સ્તર ઉપર જો પલટી નાંખી હોય તો આગલા ભવમાં રહે. મનોવિજય અને આત્મશુદ્ધિ ૩૭ Page #44 -------------------------------------------------------------------------- ________________ સમકિતમાં સંપૂર્ણ માન્યતાશુદ્ધિઃ સભા - વાઘ-સિંહના ભવમાં જાય તો રહે? સાહેબજી - શુદ્ધ માન્યતા સમકિતીને જ હોય. સમકિતી દુર્ગતિમાં જાય નહિ. ભૂતકાળના નિકાચિત કર્મથી જાય. ભૂતકાળના કર્મનો પલટો ન ખાય ત્યાં સુધી તેમાં રહે, પછી પાછો પલટો આવે. સમકિત એક વખત પામ્યા પછી આત્માને આગળ વધારવાની જવાબદારી તેની છે. સાચો ધર્મ તેનું નામ જે ઉત્તરોત્તર વિકાસમાં ચઢાવે. જેમ ઢાળિયા રસ્તામાં તમે ચાલો એટલે તે ઢાળ તમને આગળ ચાલવામાં ધક્કો આપે, તેમ ધર્મની પ્રગતિ ઢાળની માફક છે. સભા - લપસી ન પડાય? સાહેબજી:- કદાચ લપસી પડશો તો પહોંચશો ક્યાં? ચિંતા થાય છે પણ નીચે ગાદલા પાથરેલા હોય તો ગબડશો તો પણ હાડકાં ભાંગવાનાં નથી. ડનલોપપીલો(ડનલોપનું ઓશિકું) છે, માટે ખુશીથી પડો, કાંઈ નીચે પથરા નથી. મૂળ તાત્પર્ય શું? આગળ ગતિમાં વાંધો નથી. સભા:- મિથ્યાત્વ નવું મિથ્યાત્વ નિકાચિત કરી શકે ખરું? સાહેબજી:-નિકાચિત થયેલું મિથ્યાત્વ જેટલું પ્રબળ હોય તે પ્રમાણે નવું બંધાય. પ્રબળ ન હોય તો તેને જીવ કાપી શકે, તો નવું મિથ્યાત્વ ન બંધાય. જેમ ભગવાન મહાવીરનો આત્મા નયસારના ભવમાં સમકિત પામ્યો. પછી મરીચિના ભવમાં અમુક ટાઇમ સુધી સમકિત છે. દીક્ષા લીધી ત્યારે છઠ્ઠા ગુણસ્થાનકે છે. પણ શરીરની સુકોમળતાના કારણે ચારિત્ર ન પાળી શક્યા અને તેમણે ચારિત્ર સ્વેચ્છાએ ત્યાગ કર્યું. તે વખતે પણ ભાવશ્રાવકના ગુણો પાળે છે ત્યારે તેમનામાં લાયકાત ઘણી છે. પણ જયારે કપિલે પૂછ્યું કે તમારી પાસે ધર્મ નથી? ત્યારે કહ્યું “ધર્મ અહીંયાં છે અને ત્યાં પણ છે.” આ વાક્યથી ઋષભદેવ ભગવાને કહેલા તત્ત્વથી ઊંધી માન્યતા તેમણે કેળવી. તેના કારણે તેમને મિથ્યાત્વ આવ્યું. ઉત્સુત્ર ભાષણથી નવું મિથ્યાત્વ બાંધ્યું. સમકિતની ભૂમિકાથી નીચે પડ્યા. ઉસૂત્ર ભાષણનું મમત્વ અને આગ્રહ પણ છે, તેથી નવું ગાઢ મિથ્યાત્વ બાંધ્યું. એક, બે, ત્રણ નહિ પણ અસંખ્ય ભવ સુધી મિથ્યાત્વ ચાલ્યું. જીવ પડે ત્યારે, મિથ્યાત્વ ભોગવે ત્યારે, નવું મિથ્યાત્વ ન બાંધે તેવું નથી. ઝેર નવા ઝેરને પેદા કરે, તેમ મિથ્યાત્વ મિથ્યાત્વને પેદા કરે. તે વિષચક્ર છે. માટે જ જીવ મિથ્યાત્વના ચક્રમાંથી જલદી બહાર ન નીકળી શકે. ૩૮ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #45 -------------------------------------------------------------------------- ________________ સભા ઃ- સમકિત એટલે પાપના અનુબંધને તોડવાનું સુદર્શન ચક્ર છે ? સાહેબજી :- હા, તે પાપના અનુબંધનો નાશ કરે. જીવ પાસે આ ચક્ર ન હોય તો પાપના અનુબંધ ન તોડી શકે અને મોક્ષે જાય નહીં. સમકિતમાં પાપના અનુબંધ તોડવાની જબરદસ્ત તાકાત છે. આ સંસારસાગર પાર કરવા માટે સમકિત જેવું કોઇ આલંબન નથી. આ સમિકત નપામવા માટેનું મૂળ તમારી ઊંધી માન્યતા છે. તે માન્યતાને ગાઢ બનાવવાની પ્રબળ તાકાત મિથ્યાત્વ ધરાવે છે. સમકિતી છો કે મિથ્યાત્વી છો તે જાણવા માટે તમે શું માનો છો ? તમારી માન્યતા શું છે? તે જોવાનું છે, પણ તમે શું કરો છો તે જોવાનું નથી; તમે માનવામાં જો ૧૫। આની માનતા હો તો પણ મિથ્યાત્વી છો. સમકિત એક એક અશુદ્ધ માન્યતાને શુદ્ધમાં પલટવાની તાકાત ધરાવે છે. તેથી જ પુણ્યાનુબંધી પુણ્યની શક્તિ ધરાવે છે. તમે ક્રોધને સારો માનો છો ત્યાં સુધી ક્રોધ કરવામાં અંદરથી બળ મળે છે. પરંતુ ક્રોધ ખરાબ છે, પીડા છે એવું માનતા હો અને કદાચ ક્રોધ કરી બેસો, તો તેને અંદરથી બળ નથી મળતું, કરતી વખતે મન વિહ્વળ થાય. જેટલી તમે માન્યતા પલટી એટલું મનનું સંશોધન ચાલુ થયું. અનાથીમુનિ મળ્યા પહેલાં શ્રેણિકરાજા સમ્રાટ હતા, રાજપાટ ભોગવતા હતા, એમનું જીવન વૈભવ-ભોગપ્રધાન હતું. ભગવાન મહાવીર મળ્યા પછી તેમના પણ પરમ ભક્ત થયા, પણ જીવનના અંત સુધી દીક્ષા લીધી નથી. સંસારમાં રહ્યા છે, છતાં માન્યતા ધરમૂળથી બદલાઇ ગઇ છે. પહેલાં તો તેઓ “હું સત્તાધીશ, રાજવૈભવ ધારણ કરનારો, પ્રજાનું રક્ષણ કરનારો, પ્રજાનો નાથ છું'' તેવું માનતા. પરંતુ અનાથીમુનિએ પ્રતીત કરાવ્યું કે, “તારી જાતને પ્રજાનો નાથ ભલે તું માનતો હોય, પણ તું સ્વયં અનાથ છો;” અને આની પ્રતીતિ થવાથી તેમણે પોતાની જાતને અશ૨ણ માની છે. જડ પુદ્ગલો આપત્તિમાં રક્ષણ કરવાની તાકાત ધરાવતાં નથી, માટે તેમને ભૌતિક રિદ્ધિસિદ્ધિમાં અસલામતીનું ભાન થયું. તમને આવું ભાન થાય છે ખરું ? તમારે બંગલામાં ચાર સીક્યોરીટી હોય, તિજોરીમાં કે બેન્કમાં મોટું બેલેન્સ ગોઠવેલું હોય, ત્યારે તમે તમારી બધી સલામતી છે તેમ માનો ને ? પરંતુ ત્યારે પણ તમે અસલામત છો તેવું ભાન થાય છે ખરું ? તમે રિદ્ધિસિદ્ધિ-વૈભવમાં તમારી સલામતી માનો છો અને તે ન મળે તો તમારી જાતને અનાથ માનો છો. તમારી માન્યતા શું ? *** મનોવિજય અને આત્મશુદ્ધિ ૩૯ Page #46 -------------------------------------------------------------------------- ________________ બાર ભાવનાથી માન્યતાનું આમૂલ પરિવર્તન તમે માંદા પડો ત્યારે જો કોઇ ન સાચવે, ચિંતા ન કરે તો બધા સ્વાર્થી-લુચ્ચા છે અને એના બદલે જો બધા ખડે પગે ઊભા રહે, સમાજમાંથી બધા પૂછવા આવે, તો લાગે બધા મારી ચિંતા કરનારા છે, હું એકલોઅટૂલો નથી. એટલે વિચારજો અંદર માન્યતા શું છે? એટલે શ્રેણિકની મિથ્યાત્વ અવસ્થામાં જેવી માન્યતા હતી, તેવી જ તમારી અત્યારે માન્યતા છે ને? લોકો પડ્યો બોલ ઝીલે ત્યારે પણ અનાથતા લાગે ખરી? અશરણ છું તેમ લાગે? બાર ભાવનાથી માન્યતામાં મૂળ પરિવર્તન કરવાનું છે. દા.ત. એકત્વભાવના છે. “હું એકલો છું. મારું કોઈ નથી. હું કોઈનો નથી. જેમ મને કોઇના પર સાચો રાગ નથી, તેમ મારા પર કોઈને સાચો રાગ નથી, જે રાગ છે તે પણ ખોળિયા પરનો છે.” તમારા નિકટના સંબંધીનો પણ ભવ પૂરો થયો પછી શું? તે કીડી-મંકોડો-ચકલી થાય ત્યારે વહાલ થાય છે? રાગ આવે છે? ઘરમાં પણ રાખો ખરા? માટે આ બધા સંસારના રાગ ખરા રાગ નથી. આ રીતે તમામ સાચી માન્યતાઓનું ઘડતર કરી જગતનું વાસ્તવિક સ્વરૂપ સ્વીકારવું તેનું નામ જ સમકિત છે. સભા - આ બધું માને પણ વર્તનમાં ન મૂકે તો? સાહેબજી - વર્તનમાં પહેલે જ દિવસે આવે તેવું નથી. પરંતુ જેની માન્યતા સાચી છે તેને વહેલું મોડું પણ વર્તનમાં આવશે ખરું. જેમ કોઈ વ્યક્તિ કષાયને ખરાબ માને અને તરત જ કષાય તૂટી જાય તો પછી તો તે તરત જ કેવળજ્ઞાન પામી જાય. પરંતુ સમકિત આવ્યા પછી પણ વીતરાગ બનતાં ભવોના ભવ થાય છે, અને આવું તીર્થકરને પણ બને છે. હા, જો તરત જ આચરણમાં આવી જાય તો વધુ સારું છે. તમારી વૃત્તિ-પરિણતિ બંને એકરૂપ બને તો જ તે શક્ય છે. જયાં સુધી તમારા મનની પરિણતિ વૃત્તિથી જુદી છે, ત્યાં સુધી આચરણ અને માન્યતામાં વિસંવાદ રહેશે. પણ મનને જીતવા માટે, તેને શુદ્ધ કરવા માટે શરૂઆત તળિયેથી કરવાની આવે, અંદરમાં પાણી ડહોળાયેલું છે તો સપાટી પર ચોખ્ખું પાણી ક્યાંથી આવે ? અંદરમાં ગંદકી છે તો બહાર આવશે જ. શ્રેણિક મહારાજાએ ધર્મ પામ્યા પછી પણ ખોટા વિચાર, પાપના વિચાર કર્યા છે, પણ માન્યતા તો તેમની શુદ્ધ જ રહી છે. સભા:- માને છતાં પણ વર્તન ન કરે તે કેવું? સાહેબજી - હા, બીડી પીવાથી ફેફસાં ખરાબ થાય છે, કેન્સર થાય છે તેવું માને છે; છતાં બીડી પીવે છે તો શું તે મોજથી પીવે છે? કે તેને થતું હોય કે આ ટેવ છૂટે તો સારું? આના ૪) મનોવિજય અને આત્મશુદ્ધિ Page #47 -------------------------------------------------------------------------- ________________ કારણે પાયમાલ થઈ ગયો છું, બલા વળગી છે, આ કાંઇ પીવા જેવી નથી; માટે તેને છોડવા પ્રયત્ન પણ કરે છે, આ તેની સમજણની નિશાની છે. છતાં પણ ન છૂટે ક્યારે ? ખોટું આચરણ કરાવનાર કર્મ નો પ્રબળ હોય તો ન છૂટે. સભા:- અમે તો હજુ સુધી ધર્મનો પાયો જ નથી માંડ્યો. સાહેબજી - અનંત કાળથી મનમાં ઊંધી માન્યતા લઈને ફરો છો. તપ-ત્યાગ-સંયમ કરો પણ માન્યતા શું? સુખ ભોગમાં જ છે, ત્યાગમાં નથી. આવી માન્યતાવાળા ઉપવાસ કરી લે, પણ આનંદ ક્યાં? સભા:- પારણામાં. સાહેબજી:- આ જ બુદ્ધિ બગડી છે. સાચી માન્યતા હોય તો ઊંધા ભ્રમ ના રહે. ઉપવાસ કરો એટલે થોડી વારમાં પેટમાં કુરકુરિયાં બોલે. સવારથી ઉપવાસનું ટેન્શન થાય. જેવી ભૂખ લાગે એટલે દુઃખ ઊભું થયું. તેથી ઉપવાસમાં કષ્ટ લાગે છે, અને પીડા એ દુઃખ છે માટે ઉપવાસમાં મજા નથી આવતી. પરંતુ આ ભૂખનું દુઃખ કાંઇ મોટું દુઃખ નથી. તમે સીઝનમાં વેપાર કરતાં ખાવા-પીવાનું ભૂલી જાઓ છો ને? એક બાજુ ભૂખ્યા રહેવાથી થોડું શારીરિક દુઃખ-કષ્ટ અનુભવાય છે, પણ મનમાં કમાણીનો આનંદ હોય છે. તમારા શરીરમાં ઉપવાસથી કષ્ટ રહેવાનું, પરંતુ ઉપવાસ એ મનના સુખનો અને આત્માના સુખનો અનુભવ કરાવે તેવી ક્રિયા છે; પરંતુ સાચું સુખ શું દુ:ખ શું તે જ તમે સમજયા નથી. જીવનમાં પ્રવૃત્તિ પુરુષાર્થ પર નિર્ભર છે. જેવો પુરુષાર્થ હોય તેવી પ્રવૃત્તિ થાય છે. પુરુષાર્થના પ્રેરક બળ તમારા મનના ભાવો છે. તેમાં પણ પ્રબળ પ્રેરક બળ માન્યતા છે. જેને સારું માનો તે કરવા અંદરથી પ્રેરણા મળે, સારું ન માનો તેને કરવાની મને પ્રેરણા આપશે નહિ. હા, માન્યતા જેન્યુઇન હોવી જોઇએ. બોલવા ખાતર બોલો તેનો મિનિંગ નથી. પરંતુ “હું આ હૃદયપૂર્વક માનું છું, આ નથી માનતો” જે સારું માનો છો તે કરવા મન પીંચીંગ કર્યા કરશે. કરવા જેવું આ જ છે. અંદરથી સતત પ્રેરણા આપશે. તમારી રુચિ-અરુચિનો પાયો માન્યતા છે. જે સારું માનશો તેના તરફ મનનું વલણ થશે. મનના વલણને પલટવું માન્યતા પર છે. માન્યતા પલટાય તો વૃત્તિ બદલાય છે. માન્યતા બદલાય એટલે સાચો પુરુષાર્થ કરવાની દિશા ઊઘડે છે. મનના પાયાના સંશોધન તરીકે શુદ્ધ માન્યતા જરૂરી છે, પછી જ મનમાં સત્કાર્યોની સાચી રુચિ જાગશે. અને વગર રુચિએ કરેલો ધર્મ પણ કોઈ વિશેષ ફલ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * શું ? * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ ૪૧ Page #48 -------------------------------------------------------------------------- ________________ આપી શકતો નથી. ધર્મ વિષયક મનની માન્યતાઓના પરિવર્તન માટે આપણા આત્માએ આજ દિવસ સુધી નિષ્ઠાપૂર્વક પ્રયત્ન જ કર્યો નથી અને કદાચ પ્રયત્ન કર્યો તો અનુભવ સાથે વિરોધ પડ્યો. આમૂલ માન્યતા પલટવા ગુણોમાં સુખનો અનુભવ કરોઃ દા.ત. જેમ ક્ષમા-સમતા-નમ્રતા કેળવતાં મનમાં શું થાય? આપણે દબાવાનું આવશે, આપણો રુઆબ-પાવર નહિ રહે. ઉદાર બનવાનું આવે ત્યારે લાગે ધન ગુમાવવું પડશે. માટે અંદરમાં સંઘર્ષ છે. તમે તેને સારું કહો પણ અનુભવ શું કહે? ક્ષમામાં કષ્ટ-પીડા ઘણી છે, માટે તેમાં દુઃખ છે તેવી માન્યતા છે, સુખ છે તેવી માન્યતા નથી. આ સંઘર્ષના કારણે સાચી માન્યતા નથી આવતી. આમૂલ માન્યતા બદલવા અનુભવ બદલવો પડે. ગુણોમાં સુખનો અનુભવ ન થાય ત્યાં સુધી તમારું મન તેને સુખનું સાધન માનવા તૈયાર નહીં થાય. મનનો સ્વભાવ શું? તેને તમે દબાણથી મનાવો તો તાબે થાય તેમ નથી. તેના પર વિચારધારા લાદી દેશો તો તે બંડ પોકારે તેમ છે. માટે તો આનંદઘનજીએ ગાયું છે :- “સુર-નર-પંડિત જન સમજાવે, સમજે નમારો સાલો.” મન ગામ આખાને સમજાવે પણ તેને પોતાને કોણ સમજાવ? એને તો અનુભવ કરાવો તો જ માનવા તૈયાર થાય. મનને મનાવવાની માસ્ટર કી અનુભવ છે. અનુભવ બદલાયો એટલે માન્યતા આપમેળે પાયામાંથી બદલાઈ જશે. સભા:- અન્ય ધર્મના ગુરુનું પ્રવચન સાંભળીએ ત્યારે સંઘર્ષ થવાથી મન ચલિત થાય છે. તો શું કરવું? સાહેબજીઃ- કોઈપણ ધર્મમાંથી સારું-સારું લો તેંમાં વાંધો નથી, પણ દરેક ધર્મમાં બધી સાચી-સારી વાત છે, તેવું કહી શકાય નહિ. જયાં સાચી વાત નથી, ત્યાં તો તમે જો ભોળા, અબૂઝ હશો તો ઊંધી માન્યતામાં ગોઠવાઈ જશો. માટે સાચા-ખોટાની સ્વતંત્ર ખાતરી કરવાની શક્તિ ન હોય ત્યાં સુધી ગમે ત્યાં જવાય નહિ. સભા:- શંકાનું સમાધાન કરવા ક્યાં જવાનું? સાહેબજી - જેની પાસેથી સાચું માર્ગદર્શન મળે તેની પાસે શંકાનું સમાધાન કરવા જવાય. જેની પરિપક્વ બુદ્ધિ છે, જેને ગમે તે શાસ્ત્રમાંથી સાચા-ખોટાનો વિવેક કરવા હંસ જેવી દષ્ટિ છે, તે વ્યક્તિને ગમે ત્યાં જવામાં જોખમ નથી. પરંતુ અત્યારે તો તમારી સ્થિતિ એવી છે કે જો હું તમને શાસ્ત્રીય તર્કો ન બતાવું તો તમે જાતે વિવેક કરી શકો ખરા? હરેક એક જ છે. મ સ ક ક મ મ મ મ મ * * * * * * * * * * * * * * * * * * * * * * * * આ જ રી છે ૪૨ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #49 -------------------------------------------------------------------------- ________________ ધર્મોમાં પ્રાથમિક કક્ષાના તર્કો તો હોય જ છે. દા.ત. બૌદ્ધ ધર્મમાં ઉપદેશ છે કે તપ એ કાયકષ્ટ છે. આત્માને ત્રાસ આપવાથી કે દુઃખી કરવાથી આત્માનો વિકાસ ન થાય, એટલે કઠોર તપત્યાગ-સંયમ સાધનામાં બિનજરૂરી છે. જો આવો કુતર્ક તમને બેસી જાય તો ભગવાન મહાવીરે બતાવેલા તપધર્મમાં નિરર્થકતાની બુદ્ધિ પેદા થઇ જાય. માટે અપરિપક્વ બુદ્ધિવાળાને ગમે તે ઉપદેશકનું સાંભળવામાં ચિત્તવિક્ષેપ થવાનું મહાજોખમ છે. આવા કુતર્કો કરવામાં રજનીશ કાંઈ ઓછા હતા? તેઓ કહેતા કે “દુનિયામાં જૈનો જેવા હિંસક કોઈ નથી. કારણ કે માંસાહારી લોકો તો બીજા પશુઓની હિંસા કરે છે, તેઓ બીજાનું માંસ ખાય છે, જ્યારે ઉપવાસ કરનારા જૈનો તો પોતાનું જ માંસ ખાય છે. કારણ ખોરાક ખાવાનું બંધ કરી પોતાના જ માંસ પર જીવે છે અને તેને પચાવી જીવન ટકાવે છે, એટલે પોતાનું જ ભક્ષણ કરે છે, તેઓ સ્વમાંસાહારી છે. આ બધા કુતર્કો છે. ઊંધી બુદ્ધિ લડાવવાનું ભેજું છે. હવે આવું સાંભળનારની હાલત શું થાય? આમાં તો ઘણા ગુમરાહ થઈ ગયા. હકીકતમાં આ વાતમાં માંસાહાર બેસે તેમ છે? માંસાહાર કોને કહેવાય તેનો વિચાર જ ન કરે. હકીકતમાં આને માંસાહાર કહે તો, પ્રસંગે રોગ થાય છે ત્યારે તાવ આવે તો ભૂખ્યા રહેવું પડે છે. ડોક્ટર બીજી તકલીફથી પણ ભૂખ્યા રાખે છે. માટે શું તે વખતે માંસાહાર થાય છે? માંસ ખરાબ કેમ છે? તેમાં ક્રૂરતા છે અને બીજાને પજવવાનો ભાવ છે, માટે તે ખરાબ છે; જયારે ઉપવાસ કરનારને બીજાને ત્રાસ આપવાનો ભાવ છે? કે બીજાને અભયદાન આપવાનો ભાવ છે? તેથી તમે પરિપક્વ ન બનો ત્યાં સુધી ગમે તેનું સંભળાય નહિ. સમ્યગ્દષ્ટિ ગમે તે ધર્મશાસ્ત્ર વાંચે તો તેનું જ્ઞાન સમ્યજ્ઞાન જ થાય. મિથ્યાષ્ટિ ગમે તે ધર્મશાસ્ત્ર વાંચે તો તેને મિથ્યાજ્ઞાન જ થાય છે. સભા-સાધના દ્વારા મનને વશ કરીતેનાથી કર્મો બહાર લાવી આત્માની શુદ્ધિ થાય? સાહેબજી:- હા, ચોક્કસ. પદાર્થવિજ્ઞાનનો નિયમ છે કે જે પ્રક્રિયાથી આત્માની અશુદ્ધિ થઈ છે, તેનાથી ઊંધી પ્રક્રિયા કરો તો આત્માની શુદ્ધિ થાય. આત્માને કોઈ કર્મ લાગે છે, તેમાં મન સાધન બને છે. જેવા મનના ભાવ, તેવા કર્મના બંધ થાય છે. કર્મ જે ભાવથી બંધાયું છે, તેનાથી ઊલટા ભાવ કરો એટલે કર્મ છૂટે છે. મનને વશ કરવા, જે કારણથી મન બેફામ બન્યું છે તે ભાવોથી ઊલટા ભાવો કરો તો મન કાબૂમાં આવશે. જેમ નોકર તમારું કહ્યું કરતો નથી, તો જે કારણથી સ્વચ્છંદી બન્યો છે, તે કારણ પાછું ખેંચી લો તો નોકર સ્વચ્છંદી રહી શકે ખરો ? નોકરીનો અર્થ જ પરાધીનતા છે. કારણ તેના માથે માલિક - ક ક ક ક ક ક ક ક ક ક ક મ જ કે જ કર એ જ ર ક જે ક ક ક ક ક જ જે * * * * * * * * * * * * * * ૪૩ મનોવિજય અને આત્મશુદ્ધિ M-4 Page #50 -------------------------------------------------------------------------- ________________ છે. એટલે શેઠે જે છૂટછાટ આપી હોય, તેને પાછી ખેંચી લે તો નોકર આપમેળે તાબામાં આવી જાય. જો દીકરાને પણ મર્યાદામાં લાવવા નિયંત્રણો મૂકવાં પડે છે, તેમ પ્રેક્ટીકલ વાત છે કે મનને પણ નિયંત્રણમાં લાવવા કડક નીતિનિયમો ગોઠવો. તમારે પડકાર સાથે કહેવું જોઇએ કે “હે મન ! તું મારી મરજી વિરુદ્ધ કંઈ જ નહીં કરી શકે, કરીશ તો તને સજા કરીશ, તું લપડાક ખાઇશ.” આવો પાવર છે ખરો? કે માંદલા થઈને ફરો છો? જેમ શેઠમાં સત્તાનો રુઆબ કે પાવર જોઈએ, તેમ અહીંયાં પણ આત્મબળ જોઈએ. હું આત્મા છું, મારામાં અનંતી તાકાત છે. તેની સામે મન શું કરશે ? મનોવિજયની સાધનાનાં પાંચ સ્ટેપ-પગથિયાં છે: ૧. શ્રદ્ધાઃ- પાંગળા મન કરતાં આત્માની અગાધ શક્તિમાં દઢ વિશ્વાસ. ૨. સંવેગ-નિરંકુશમનના તોફાનો-વાસના-વિકારોથી કંટાળો, ઉદ્વેગ; જેનું બીજું નામ વૈરાગ્ય છે. ૩. સંકલ્પબળઃ- “મારે મનને જીતવું જ છે.” તેવો પ્રબળ સંકલ્પ. ૪. સમજણઃ-મનને દબડાવીને કે દબાણથી નહીં પણ સમજાવટ અને કબૂલાતથી કાબૂમાં લેવાની ટેકનીક. પ. સાધના - મનોવિજયનાં આલંબનો કે અનુષ્ઠાનોમાં સતત પ્રયત્ન, મથામણ, પુરુષાર્થ જારી રાખવો તે. સભા:-સમજણને દાવપેચ કહેવાય? સાહેબજી :- સમજણનો દાવપેચ એક વિભાગ થાય છે. સારા માણસે પહેલાં દાવપેચ રમવાના હોય કે પહેલાં સીધી રીતે કળથી કામ કરવાનું હોય? માટે જ પહેલાં સામ-દામ અને પછી દંડ-ભેદ આવે. વગર કારણે ધાંધલ-ધમાલ-ઉગ્રતા કરવાની જરૂર શું? દાવપેચથી તો ક્યારે કાન પકડો કે જો એમ ને એમ ઠેકાણે ન આવે તો. સભા - તેને જબરદસ્તી કહેવાય? સાહેબજી:-ના, આ તો વંચના છે, મનને ઠગવાની વૃત્તિ છે. નાના છોકરાને કહીએ કે શાંતિથી બેસ, તો બેસે ખરો? અર્ધા કલાકમાં તો કૂદાકૂદ કરી મૂકે. આ બારી પરથી બીજી બારી પર ચઢશે. લાગ આવે કૂતરાનું પૂંછડું ખેંચી આવશે. તમે કહો તેનાથી તે ઊંધું જ કરે. મોટા ભાગે નાના છોકરા અવળચંડા જ હોય છે. ४४ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #51 -------------------------------------------------------------------------- ________________ સભા:- તેને વાનરવેડા કહેવાય? સાહેબજી - એવું જ કહેવાય. સ્વભાવ શું? અવળચંડો, કહીએ તેનાથી ઊંધું જ કરે. કહીએ દોડમદોડા કર, તો શાંતિથી બેસી જાય. માટે જેનું મન અવળચંડું છે તેને ઊંધા જ આદેશ આપવાના આવે. પૂજય ઉપાધ્યાયજી યશોવિજયજીએ અધ્યાત્મસાર ગ્રંથમાં મનના સાધકે, સાધનામાં તેનું મન બહાર જતું હોય કે સાધનામાં વિક્ષેપ કરતું હોય તો શું કરવું, તેની ટેકનીકો બતાવી છે, તેમાં મનને ઠગવાની વાત પણ કરી છે. શાસ્ત્રમાં મન માટે વોલ્યુમોના વોલ્યુમો ભરાય તેટલું સાહિત્ય છે. ઘણાનું મન તોફાની અવળચંડું હોય, તે નવરું બેસે ખરું? જેમ તમે કામ વગર નવરા બેસો ખરા? કદાચ થાકો તો ઊંઘી જાઓ પણ નવરા ન બેસો. તેથી વ્યવહારમાં પણ કહ્યું છે કે “નવરા બેઠા નખ્ખોદ વાળે.” તેમ તમારા મનની શું સ્થિતિ? માટે મનને કાબૂમાં લેવું હોય તો એક મિનિટ પણ તેને નવરું નહિ રાખવું. સભા - વિચારની ચંચળતા એ સ્મૃતિ કે કલ્પનાના આધારે છે? સાહેબજી:-વાસના-કુબુદ્ધિના કારણે વિચારની ચંચળતા છે. સબકોન્સીયસ માઈન્ડમાં અશુદ્ધિ છે, તેના કારણે વિચારની ચંચળતા છે. વિચારની ચંચળતા માત્ર સ્મૃતિ કે કલ્પનાના આધારે ન કહી શકાય. નાના બાળકને કોઇ સ્મૃતિ નથી, છતાં તેનું મન ચંચળ છે. સભા:- ગયા ભવની સ્મૃતિ? સાહેબજી:- એ જાતિસ્મરણ કહેવાય, તેને સંસ્કાર ન કહેવાય; સ્મૃતિ એ જુદી વસ્તુ છે, પ્રોપર વર્ડયોગ્ય શબ્દ વાપરો. ચંચળતાનું કારણ સ્મૃતિ કે કલ્પના નથી, પરંતુ ઊંધી માન્યતા એ ચંચળતાનું કારણ છે. અમુક વસ્તુ સારી માની છે, માટે તેમાં તમારું મન દોડે છે. બીજી બાજુ ઘણાએ ઊંધી વાતો ફેલાવી છે કે, ધ્યાનની સાધના દ્વારા શું કરવાનું છે? તો નિર્વિચારક બનવાનું છે, અને તે પામવા જ પ્રયત્ન કરે છે. ખરેખર સાધના દ્વારા વિચારશૂન્ય થવાની કોઈ જરૂર નથી. વિચાર કરવા એ ખરાબ વસ્તુ નથી, ઉપયોગી તત્ત્વ છે. મનને નિષ્ક્રિય નથી બનાવવાનું પણ મનને વધારે સક્રિય અને સતેજ બનાવવાનું છે, મનની શક્તિ ખીલવવાની છે. અત્યારે જે વિચારો આવે છે તેમાં સારા નક્કર સંકલ્પો, વધારે એકાગ્રતા, સ્થિરતા, ઊંડાણ લાવવા ધ્યાનની સાધના છે, કાંઈ શૂન્ય મન કરવાની ધ્યાનની સાધના નથી. વિચાર સારા હોય તેને સ્થિર કરવા પ્રયત્ન કરો. તેના માટે જ મનોવિજય કરવાની વાત કરતો હતો. જેમાં નાના બાળકને સારી પ્રવૃત્તિમાં રોકી રાખો તો બીજે જાય નહિ; તેમ મન * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ * * * * * ૪૫ Page #52 -------------------------------------------------------------------------- ________________ પાસે કામનો ઢગલો રાખો, તેથી ચારે બાજુથી તે લદાયેલું જ રહે. લોકવ્યવહારમાં ભૂતપિશાચનું દષ્ટાંત છે. આમલી-પીપળીના મોટા ઝાડ પર ભૂત બેઠું છે. તેની નીચેથી જે જતું હોય તેને વળગવું, ત્રાસ આપવો તેવી તેની ક્ષુદ્ર વૃત્તિ છે, કારણ કે શાસ્ત્રમાં ભૂતપ્રેતનો ભવશુદ્ર યોનિ કહી છે. સુદ્રા સ્વભાવના કારણે જેમનાના છોકરા બારી નીચેથી કોઇ જતું હોય તો કાંકરી નાંખે, કોઇના માથા પર પડે તો તેને મજા આવે, પાછો તે સંતાઈ જાય; આવા ટીખળી સ્વભાવના નાના છોકરાઓ હોય છે. ભૂત માટે લોકવાયકા એવી છે કે તે જેને વળગે તેને ત્રાસ ત્રાસથઇ જાય, પણ જો તેની ચોટલી હાથમાં આવે તો તે તાબે થઈ જાય. ભૂતમાં શક્તિ ઘણી હોય છે. જે પણ કામ તેને ચીંધો તે તરત જ થઇ જાય. હવે એક વાણિયો આમલીના ઝાડ નીચેથી જતો હતો. તેને વળગવા માટે ભૂત આવ્યું. પણ વાણિયો હોશિયાર હતો. તેણે પાછળથી જઈને તરત ચોટલી પકડી લીધી. ભૂત કહે “હું તારો દાસ છું, કારણ તારા કબજામાં આવી ગયો છું. પરંતુ મને છોડ.” વાણિયો કહે “મારું કામ કરી આપે તો છોડું.” ભૂતે કહ્યું “કામ કરી આપું, પરંતુ મારી એક શરત છે. હું નવરો નહિ બેસું. મને નવરો બેસાડીશ તો હું તને ખાઈ જઈશ.” પરંતુ આ ભૂત તો એક જાતના દેવતા કહેવાય, માટે શક્તિ ઘણી હોય. વાણિયાએ કહ્યું મકાન બનાવી આપ, અનાજ લાવી આપ, દુકાન કરી આપ, આવાં તો પચાસ કામ સોંપ્યાં. પરંતુ પેલો તો પાંચ મિનિટમાં કામ કરી નવરો થઈને પાછો આવે. વાણિયાને લાગ્યું કે આ તો હવે મને ખાઈ જશે. તેથી વાણિયાએ બુદ્ધિ દોડાવીને કામ સોંપ્યું કે હું બીજું કામ ન બતાવું ત્યાં સુધી આ નિસરણી પર ચડ-ઊતર કર્યા કર. હવે અહીંયાં કામ નથી ચીંધ્યું તેમ તો ન જ કહેવાય. આ એક દષ્ટાંત કથા છે, પણ મર્મ શું છે? તે વિચારો. ભૂતની શક્તિનો પાર નથી, તેમ મનની શક્તિનો પાર નથી. મન તાબે થાયતો તમને ન્યાલ કરી દે. પરંતુ તોફાની મનને તાબે કરવા માટે ભૂતની માફક તેની ચોટલી પકડવી પડે. તેમાં ભૂતની જેમ જ શરત શું? તો મનને નવરું બેસવા દેવું નહિ. અનંતા જન્મ-મરણના ખરાબ સંસ્કાર પણ પડેલા છે. માટે તેને સારી પ્રવૃત્તિમાં ગોઠવી રાખવાનું. મનને ઠગવાનો આ ઉપાય છે. પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિજીએ યોગશાસ્ત્રમાં લખ્યું છે કે ચંચલ મન પાસે શુભયોગમાં સતત પરિશ્રમ કરાવો કે જેથી બીજે ક્યાંયદોડવા મનને અવકાશ જ ન મળે. તમારા જીવનમાં તો મન નવરું જ હોય ને? તેને કદી સારું કામ સોંપવાનું રાખ્યું છે ખરું? તેમાં પણ ધર્મના ક્ષેત્રમાં તો નવરું જ હોય છે. કદાચ તમે શરીરથી ધર્મ કરવા બેસો, પણ મન તો તમારું ફરતું જ હોય છે. ધર્મમાં પરિશ્રમ તો ખાલી શરીરને જ ને? તેથી મનને નિરાંતે ફરવા દો છો. અનાદિના અશુભ સંસ્કાર ભર્યા છે, માટે એમને એમ મનને કામ સોંપો તો કામ નહીં કરે. એટલે તેની ચોટલી પકડવી પડે. પછી જ તે તાબે થાય. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૪૬ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #53 -------------------------------------------------------------------------- ________________ સભા:- સાહેબજી ચોટલી કઈ? બતાવો. સાહેબજી:-બુદ્ધિ કે અનુભવ દ્વારા મનને કન્વીન્સ કરવું. કન્વીસીંગ પાવર તે જ ચોટલી. જેટલું મનને અનુભવ દ્વારા કબૂલ, સ્વીકાર કરાવી શકો, તેટલું જ તે કાબૂમાં આવશે. સભા:- સાહેબજી ! દાખલો આપો. સાહેબજી-દાખલા તરીકે આયંબિલ કરવાનું છે. તેમાં રસોઇની સુગંધથી ઘણાને ઊલટી થાય, આયંબિલની રસોઈ મોમાં પણ ન જાય. આ સળવળાટ જીભનો છે કે મનનો છે? મનને સમજાવો કે આયંબિલમાં ખાવા તો મળે છે. માટે તેમાં ભૂખ્યા રહેવાનો સવાલ નથી. તે બધા પદાર્થો શરીરને પૂરતું પોષણ પણ આપે છે. તીર્થંકરનાં શરીર પણ આ આહારથી ટકે છે. તો પછી બીજા સાધકોને દેહ ટકાવવા આહારની જરૂર પડવાની જ. ભગવાને જ આ ધર્મ બતાવ્યો છે. તેમાં ખાવાની ના નથી, પણ તેનાથી જીભને સ્વાદ ન મળે, વિકારો પેદા થાય નહિ, આસક્તિને પોષણ ન મળે; લાંબો સમય કરવા છતાં દેહ-ઇન્દ્રિયની ક્રિયા બરાબર ચાલે, અને તપ પણ કહેવાય. આવો ધર્મ દુનિયામાં ક્યાંય નથી. સભા - સાહેબજી, હવે તો આયંબિલમાં પણ ઇડલી-ઢોસા હોય છે. સાહેબજી:-દરરોજ આપીએ છતાં પણ કોઇ કરવા તૈયાર થતું નથી. તમે પહેલાં આયંબિલ તો કરો, આપણે સ્વાદ છોડવા આયંબિલ કરવાનું છે, તેમાં તમે વચ્ચે ઇડલી-ઢોસા ક્યાં લાવ્યા? એકની એક વસ્તુ દરરોજ ખાઓ તો મજા ઘટે છે. સો દિવસ આયંબિલ કરો પછી પારણામાં માલપાણી ખાઓ અને જે સ્વાદ આવશે તે રોજ ખાતાં નહિ આવે. માટે મજા વધારે ક્યારે? જેટલો વધારે લાંબો ત્યાગ કર્યો હોય અને જેટલી વધારે જીભની તૃષ્ણાનું દુઃખ વેડ્યું હોય, તેટલું જ માલપાણી ખાવામાં સુખ પ્રાપ્ત થવાની સંભાવના છે. માટે કોઈપણ વસ્તુના સ્વાદમાં વાસ્તવિક સુખ નથી, પણ દુઃખોપચાર છે. તે વાત મનને કબૂલ કરાવવી પડે. સભા:- આયંબિલ કર્યા પછી ચાલુ ખાવાનું ભાવતું નથી. સાહેબજી -એની તો જીભ બગડી ગઈ છે. મનથી ગમતું નથી કે જીભથી ગમતું નથી? માનસિક રીતે એવો ભાવ હોય કે આયંબિલનું ખાવામાં આત્માને લાભ છે, માટે ચાલુ ખાવાનું ગમતું નથી? કે જીભને બેસ્વાદ લાગે છે? જીભને તો ઊલટો આયંબિલનો ખોરાક નહિ ભાવે, તેને તો તીખા તમતમતા અને મીઠા પદાર્થો ભાવે, તે જ તેની ડીમાન્ડ હોય છે. કોઈ કહે કે મારી જીભને ચાલુ ખોરાક નથી ભાવતો, તો સમજવું કે તેની જીભ બગડી ગઈ છે. જ ર જ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ ४७ Page #54 -------------------------------------------------------------------------- ________________ ધર્મમાં આડખીલીરૂપ મન-શરીર-ઇન્દ્રિય જવાંધાવચકા પાડે છે. બધે ધર્મના વ્યવહારમાં એનો વિરોધ હોય છે. તેથી જ ધર્મ કરતી વખતે મન સાથે સમજાવટ કરવાની આવે. જેમ કે વિકારોમાં પીડા કેટલી, આસક્તિમાં દુઃખ કેટલું, આનાથી કેટલા હેરાન થઇએ છીએ? પરંતુ જીભના સ્વાદ છે તેમાં તમને જે સુખ દેખાય છે, તેના કરતાં કંઈ ગણી પીડા વિકારો, કષાયોમાં છે; ચોવીસ કલાક જીભમાં સ્વાદની ઝંખના છે, તેનું દુઃખ કેટલું? સારી વાનગીઓ ખાવા માટેની તલપની અંદર પીડા કેટલી? આટલી પીડા વેઠીને સ્વાદ લેવા છે કે પીડાથી મુક્ત થઈને મનને શાંતિ આપવી છે? સમજણ મનને જીતવાનું સાધન છે. તેથી જેટલા અનુભવ, તર્ક, દલીલોથી મનને સમજાવો તેટલું તે માને. ભલે આયંબિલમાં સ્વાદ નથી, પણ જીભને બેસ્વાદપણાનું દુઃખ વધારે કે તૃષ્ણાનું આત્માને દુઃખ વધારે? તમારા મનને કબૂલ કરાવો કે શેમાં દુઃખ વધારે છે? વાસના-તૃષ્ણા પણ એક જાતની પીડા છે, જેનાથી અજંપો થાય છે. રસગુલ્લાં ભાવે છે તેથી તેના માટે મનમાં ચોવીસે કલાક તરસ-તૃષ્ણા છે. જેટલી આઇટમો ભાવે છે તેની આસક્તિ-તૃષ્ણા-તરસ લઈને તમે ફરો છો. આવી હજારો તરસ-તૃષ્ણા છે. તરસ એક જાતની પીડા છે કે સુખ છે? હવે આટલો દુ:ખનો ભાર લઈને ફરવું તેના કરતાં બેસ્વાદવાળું ખાઈ લેવું તે સારું છે. મોટા દુઃખના ત્યાગ માટે નાના દુ:ખને વેઠી લેવું શું ખોટું? તાવ આવે ત્યારે ડોક્ટર ઇંજેક્શન આપે છે, ત્યારે કાંઇ ગલીપચી થાય છે? કે તીણી સોય શરીરમાં વાગે છે? છતાં પણ લો છો ને? પાછા ડોકટરને કહેશો કે જરૂર હોય તો બે આપી દેજો, પણ ઝટ સારા કરો. સભા:- હા, સાથે શીખંડ-પુરી ખવાય ને? સાહેબજી - શખંડ-પુરીમાં મજા ઘણી છે, તે જે માનો છો તેમાં જ તમારો ભ્રમ છે. તાવનું દુઃખ મોટું અને ઇંજેક્શનનું દુઃખ નાનું તેમ તમે માનો છો ને? મોટા દુઃખને કાઢવા નાના દુઃખને સ્વીકારો છો. શીખંડ-પુરીમાં મજા છે, પણ મજા ક્યારે? અંદરમાં તેની તૃષ્ણાતરસ હોય ત્યારે ને? તો પછી તૃષ્ણા-તરસ એ મોટું દુઃખ છે ને? આ માનો છો છતાં તમારા જીવનમાં ઊલટો ક્રમ છે. આ માર્મિક પોઈન્ટ છે, માટે મંથન કરજો. આતો તમે નાના દુઃખના નિવારણ માટે મોટું દુઃખ ઊભું કરો છો. જેમ કે આંગળીએ વાગ્યું છે, તેમાંથી લોહી ઝરી રહ્યું છે, બળતરા થાય છે, મનમાં અજંપો છે; હવે તેને ભૂલવા બીજી આંગળી પર મોટો કાપો મૂકીએ તો મન ત્યાં જશે. એટલે નાના દુઃખને ભૂલવા મોટું દુઃખ ઊભું કર્યું કહેવાશે. અત્યારે તમારા જીવનમાં ક્રમ આ જ રીતે ચાલે છે. શરીરના નાના દુઃખના નિવારણ માટે તમે મોટા માનસિક દુઃખને ઊભું કરો છો. તમારા જીવનમાં મોટી મોંકાણ તો તમે મનથી ૨૪ કલાક * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ४८ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #55 -------------------------------------------------------------------------- ________________ ત્રાસેલા છો તે છે. શરીરને તમે સ્વસ્થ રાખો છો અને તેના માટે મનના ત્રાસ ઊભા કરો છો. કારણ નાનું શરીરનું દુઃખ તમને દેખાય છે, પણ મનનું મોટું દુઃખ દેખાતું નથી. ચૂંટિયો ખણ્યો ત્યારે દુ:ખ થાય છે, હવે તે વખતે કોઇ જોરથી થપ્પડ મારે તો ચૂંટિયાનું દુઃખ ભૂલાઇ જશે. પણ તમે કોઇને આવું કરવા દેશો ખરા ? પરંતુ તમે જીવનમાં નાનાં દુ:ખને હટાવવા મોટું દુઃખ ઊભું કરો છો. દા.ત. તમે જમવા બેઠા ત્યારે ભાણામાં કારેલાનું શાક આવ્યું, એટલે પિત્તો જાય. કારણ તમને અણભાવતું છે, તેનું દુઃખ છે. હવે આવી પડ્યું છે માટે તે ખાવાથી જે દુઃખ થવાનું છે તેના નિવારણ માટે તમે ન ખાઓ, અથવા બીજી રીતે પણ વિરોધ કરી શકો તેમ છો; છતાં પણ તમે ઉલ્કાપાત કરો છો, જેથી પોતાના અને બીજાના મનમાં અશાંતિ ઊભી થાય. એટલે નાના દુઃખના નિવારણ માટે મોટું દુઃખ ઊભું કર્યું. પરંતુ ડાહ્યો માણસ મોટા દુઃખના નિવારણ માટે નાનું દુઃખ વેઠી લે. સભા ઃ- પણ સાહેબ ! શાંતિથી ખાઇ લઇએ તો ઘરમાં એમ થાય કે આમને ભાવે છે. સાહેબજી ઃ- ના ના, તમારું મોં જોઇને કહી આપે કે તમને અણભાવતું છે. અણભાવતું ખાઓ અને સામેનાને તમારા મોંના ભાવ ખબર ન પડે, તેવા તમે સંયમી છો ? વ્યક્ત ન કરવું હોય તો પણ થઇ જાય તેમ છે. જેમ પોલીટીશ્યનોને હસવું હોય ત્યારે હસે, રડવું હોય ત્યારે રડે, ક્રોધ વખતે ક્ષમા રાખવી હોય તો પણ રાખી શકે છે. તેવા તમે કાંઇ ઉસ્તાદ છો ? પરંતુ મોટા ભાગે તો તમે ધમાલ કર્યા વગર રહી શકતા જ નથી. કારેલાના શાકથી જીભને જે ત્રાસ થાય છે તેને તમે ત્રાસ માનો છો, પણ ક્રોધથી દુ:ખી કરવામાં મનને ત્રાસ થાય છે તે મોટું દુઃખ છે, તે તમને સમજાતું નથી. આયંબિલમાં માનસિક દુઃખોનો ત્યાગ છે અને સાથે તેમાં માનસિક સુખ છે, પણ તે તમને દેખાતું નથી. કારણ કે તમારી પાસે અંતર્દ્રષ્ટિ નથી. પરંતુ આયંબિલમાં મજા કેવી છે ? કેટલી છે ? તેની કબૂલાત મન પાસે કરાવવાની છે, અને તેની સામે જીભની લોલુપતા છે, તૃષ્ણાની પીડામાં કેટલું દુઃખ છે તે તેને સમજાવવાનું છે. અંદરના દુઃખનો ત્યાગ કરો એ જ ધર્મની આજ્ઞા છે. આંતરિક સુખને જીવનમાં અપનાવશો એટલે ધર્મ જ અપનાવ્યો કહેવાશે. દુઃખને જીવનમાં જેટલું ઊભું કરશો તેટલું પાપ વધારો છો. તમારા આત્માને જેટલું દુઃખ આપશો, ત્રાસ આપશો તેટલું પાપ છે. આત્માને-મનને શાંતિ આપવા માટે શરીરના થોડા કષ્ટને વેઠવું પડે. પૂ.ઉપાધ્યાયજી મહારાજસાહેબે તપધર્મનું વર્ણન કરતાં કહ્યું કે, તપ ધર્મમાં સુખ ઘણું છે. જે તપમાં માત્ર કાયકષ્ટ માને છે તેની તો બુદ્ધિ બગડી ગઇ છે. તપમાં આત્માની અને મનની શાંતિનું સુખ મારી ૪૯ બેની તારીખ***** મનોવિજય અને આત્મશુદ્ધિ Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રદાન કરવાની જબરદસ્ત તાકાત છે. તપ જો બરાબર કરતાં આવડે તો તૃષ્ણા, વિકારો, આસક્તિથી મુક્ત થવાય, જેથી આત્મામાં શાંતિનો અનુભવ થાય અને તેથી તેને મજા મળે; ભલે ત્યારે શરીરને મજા ન મળે. શરીર અને જીભને તો બાજુ પર મૂકી દેવાનાં, કારણ તેને સમજણશક્તિ નથી, માટે તેને તમે કન્વીન્સ કરાવી શકો તેમ નથી, પણ મનને જો કન્વીન્સ કરાવો તો ચોટલી હાથમાં આવી જાય. હવે ચોટલીવાળા મનને પણ નવરું બેસવા દેવું નહિ. તમારે તો ચોટલી પણ હાથમાં નથી અને પાછું નવરું જ બેઠું હોય. લોકો કહે છે સાહેબ ! અમને ટાઈમ નથી, પણ અત્યારે તમારા જીવનમાં જેટલો ટાઈમ છે તેટલો ટાઈમ તો તમારા વડવાઓને ક્યારેય નહોતો. કારણ યંત્રો પહેલાં નહોતાં. પરંતુ અત્યારે યંત્રોના કારણે મોટે ભાગે તમને નવરાશ છે, માટે જ ટી.વી.ની સામે કલાકો સુધી બેસી રહો છો. અત્યારે તમને ટોળટપ્પા કરવા ઘણો ટાઇમ છે, આરામથી રખડી પણ શકો છો, ઘણાં તોફાન તો તમારા જીવનમાં નવરાશના કારણે છે, તે વિચારજો. છતાં તમને તમારા મનને કાબૂમાં લેવાની તૈયારી નથી. આ તો ભૂતના એક રૂપક દષ્ટાંત દ્વારા તમારા મનને કાબૂમાં કઈ રીતે લઈ શકાય તે બતાવ્યું છે. રક શક કે ક ક ક ક ક ર ર ર ર ર જ સ ક ક જ છે કે એક જ કે એક જ કે એ જ એ જ એક કે ક ર ર ર ક ક જ ૫૦ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #57 -------------------------------------------------------------------------- ________________ તા. ૩૦-૭-૯૫, રવિવાર. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્ર પોતાના મનના વિજેતા બને અને આત્માના શુદ્ધ બોધને પ્રાપ્ત કરે તેવા આશયથી ધર્મતીર્થની સ્થાપના કરે છે. માન્યતા પલટવા માટે સમજાવટથી મન પાસે કબૂલાત કરાવવીઃ ભગવાનનું શાસન જીવમાત્રને આંતરિક દષ્ટિએ વિજેતા બનવાનું કહે છે. આપણે ત્યાં સૌથી પહેલો નવકાર છે. તેમાં પણ પહેલા પદમાં કોને નમસ્કાર છે? જે આંતરિક જગતમાં વિજેતા છે, તેને જ આપણે નમસ્કાર કરીએ છીએ. જેઓ આંતરંશત્રુના વિજેતા બની મુક્ત થયા છે, જેમનું બધા શત્રુ પર વર્ચસ્વ છે તેવો જીવ, પછી ગમે ત્યાં હોય તો પણ તે અરિહંત તરીકે જ છે; અને તેને જ આપણે પૂજીએ છીએ. એટલે ધર્મના ક્ષેત્રમાં મનોવિજયની વાત છે. પણ મન આપણી સાથે એટલું બધું જોડાયેલું છે અને પાછું પોતાની શક્તિથી માતેલું પણ થયેલું છે, તેથી આખું જગત મનના ત્રાસથી ત્રાસેલું છે. બધાના જીવનમાં જે ધાંધલ ધમાલ છે, તે મનનું જ સર્જન છે. આખા સંસારને તે ટચલી આંગળી પર નચાવે છે, તે દાદા જેવું બની ગયું છે. તેને કાબૂમાં લેવું તે એક જબરદસ્ત કળા છે. તમારા શરીરને તમે જોહુકમી કે દબાણ દ્વારા કાબૂમાં લઈ શકો, હુકમ કરો તો તે સ્વીકારે; અરે ! ઇન્દ્રિયો પણ બળજબરાઈથી અનુકૂળ થશે; પણ મન પર જો બળજબરાઈ કરશો તો તે સવાયું તોફાન કરી તમને ઉડાડી દેશે. એટલા માટે શાસ્ત્રમાં લખ્યું છે કે મન ઉન્મત્ત હાથી જેવું છે. ઉન્મત્ત હાથીને જો મહાવત અંકુશ મારવા જાય તો તે તેને ફેંકી દે. આવું મન બળજબરાઈથી અંકુશમાં આવી શકે નહીં. તેથી તેનો વિજય કરવાની પદ્ધતિ બતાવતાં કહ્યું કે તેને જીતવાની ચાવી સમજણ છે. તેને મનાવી લો તો તે સારું કામ આપી શકે છે. હવે સમજણથી કામ લેવું એટલે શું? મનને કન્વીન્સ(સ્વીકાર) કરાવવું. મન જાતે જો કબૂલ કરવા તૈયાર ન થાય તો તે આજ્ઞા સ્વીકારતું નથી, અનુસરતું નથી. પણ જો સમજણથી વાત તેને બેસી જાય તો તે અનુકૂળ વર્તન કરવા તૈયાર થાય છે. તમારે વ્યવહારમાં પણ નિયમ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૫૧ Page #58 -------------------------------------------------------------------------- ________________ છે કે કોઈ મોટો માણસ હોય, પુણ્યના કારણે મોટો બની બેઠો હોય, આમ બુદ્ધ હોય, પણ તેને કાંઇ વાત કરવી હોય તો શું કરો ? જો એ વાત તેને ગળે ન ઊતરે તો તમને ઉલાળી દે ને? માટે સમજણથી કામ લેશો ને? સંસારમાં નિયમ છે કે મોટા માણસને વાત ગળે ઊતરી જાય તો બધું કામ સહેલું થઈ જાય. તેમ એક વખત મનને કબૂલ કરાવવું તે એક કસોટી છે, પણ ધર્મના પાયાના સિદ્ધાંતો મનને જો કબૂલ કરાવી શકો તો મન તમારા કહ્યા પ્રમાણે કામ કરતું થઈ જશે. સભા - કબૂલ કઈ રીતે કરાવવું? સાહેબજી :- તે જ લાંબી પ્રક્રિયા છે. આપણે આગળ વિચારી ગયા તે પ્રમાણે મનના વર્ણનમાં પહેલાં મનના બે પ્રકાર બતાવ્યા: દ્રવ્યમાન અને ભાવમન. ભાવમનના બે પ્રકાર છે: ઉપયોગમન અને લબ્ધિમન. લબ્ધિમનમાં સૌથી પહેલું શું બતાવ્યું? માન્યતા. આપણા મનમાં અનાદિ કાળથી ઊંધી માન્યતા ઘર કરીને બેઠી છે, માટે જ મનનો પુરુષાર્થ ઊંધી દિશામાં થાય છે. જે સાચું છે તેને ખરાબ માની બેઠું છે અને જે ખરાબ છે તેને સાચું માની બેઠું છે; જે હિતકારી છે તેને અહિતકારી માની બેઠું છે અને જે અહિતકારી છે તેને હિતકારી માની બેઠું છે; જે સુખ છે તેને દુઃખ માની બેઠું છે અને જે દુઃખ છે તેને સુખ માની બેઠું છે. આ નટશેલમાં(ટૂંકામાં) આપણી માન્યતાનો ચિતાર છે, જે અનંત કાળથી દઢ થઈ ગયેલ છે, અસ્થિમજ્જાની જેમ વણાઈ ગયેલ છે. જયાં સુધી આને પલટી ન શકો ત્યાં સુધી મન સાચી કબૂલાત ન કરે. માન્યતા બદલવી એટલે જિનેશ્વરદેવોએ જે તત્ત્વ કહ્યું છે તેની મન પાસે કબૂલાત કરાવી લેવી. તેમણે કહેલું તત્ત્વ જ સત્ય છે. આપણે બોલીએ છીએ, “તમેવ સર્ચો...” જિનેશ્વરદેવોએ જે તત્ત્વ બતાવ્યું છે તે જગતનું પરમ સત્ય છે અને જે ખોટા તરીકે બતાવ્યું છે તે જ અસત્ય છે. જૈનશાસનની બધી ક્રિયામાં પહેલાં શ્રદ્ધા-કબૂલાત મૂકી છે. જેમ કે તમે પૂજા-દર્શન કરવા જાઓ ત્યારે પહેલાં ચાંદલો કરો? પહેલું તિલક તમને કે ભગવાનને? હકીકતમાં પૂજા કરવા માટે અધિકારી ક્યારે બનો? દેરાસરમાં પ્રવેશનો હક કોને? જે ભગવાનની આજ્ઞાને હૃદયથી માને તેને જ. જેને પ્રભુનો ઉપદેશ નથી ગમતો, જે હૃદયથી આજ્ઞા સ્વીકારવા તૈયાર નથી તેને દર્શન-પૂજાનો અધિકાર નથી. દેરાસરમાં ગમે તે ઘૂસી શકે ખરો? આપણા ભગવાન બધાના છે, તેવું કહેનારા અત્યારે ઘણા છે. પરંતુ મહાવીરસ્વામી આખી દુનિયાના નથી. જે એમની વાતને માને તેના જ છે. જે દીકરો બાપને બાપ તરીકે ન માનતો હોય તે સાચો દીકરો છે કે નામનો જ દીકરો કહેવાય? તેની જેમ અહીંયાં પણ જિનેશ્વરદેવે કહેલાં તત્ત્વને માને, ર ક ક ક ક ક ક = * * * * * * * * * * એક કે કેમ જ ક ય ક ક ક ક ક ક ક કે ક ક એક મકર ૫૨ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #59 -------------------------------------------------------------------------- ________________ ભલે પછી અજૈનમાં જન્મેલો હોય, ગમે તે અવસ્થામાં હોય; પણ જો તે ભગવાને કહેલા તત્ત્વને માને તો તેના ભગવાન છે. માટે તમે દેરાસર આવો ત્યારે ચાંદલો કરો પછી જ અંદર જાઓ છો. તમને થાય કે જેમના ચરણમાં નમસ્કાર-વંદના કરું છું, તેમની આજ્ઞા ભલે કદાચ આચરણરૂપે જીવનમાં પ્રાપ્ત ન થઇ હોય પણ શ્રદ્ધારૂપે તો મારામાં છે જ. તેમણે કહેલો ઉપદેશ મને ગમે છે, હું સ્વીકારું છું; એની ખાતરી માટે જ આ ચાંદલો કરું છું. પરંતુ આ ન સમજનારા કહે છે ભગવાન બધાના છે. માટે જ અત્યારે આપણાં તીર્થો ટુરીસ્ટ સેન્ટર બની ગયાં છે. પાલીતાણા માટે હમણાં ટાઇમ્સમાં જાહેરાત આવેલી, “સીટી ઓફ ધ ટેમ્પલ. ટુરીસ્ટોને કલાકૃતિ, પ્રાચીન ભારતીય શિલ્પ જોવા માટે મંદિરોનું નગર જોવા જેવું છે.” અને આવું વાંચીને આપણા જૈનો હરખાય છે. ઘણા કહે, એ બહાને બધા દર્શન કરે છે ને? દેલવાડામાં પણ આવા લાખો લોકો આવે છે. પણ તે વાજબી નથી અને આવો કાંઈ હક પણ તેમને નથી. છતાં આની સામે તમે પાછો વાંધો પણ ઉઠાવતા નથી. આ તો ઉપાસનાનાં ધામ છે. તેને ટુરીસ્ટ સેન્ટર તરીકે કેવી રીતે ગોઠવાય? સરકારે તેને કમાવાનાં સાધન બનાવી દીધાં છે. પરંતુ આ વાસ્તવમાં ધર્મસ્થાનકોનો દુરુપયોગ છે. તેની સામે કાયદેસર વિરોધ જૈનો નોંધાવી શકે તેમ છે. પરંતુ અફસોસ એ છે કે જૈનો જ આવી પ્રવૃત્તિને વધાવે છે. પણ હકીકતમાં આ રીતે પ્રવેશવાનો તેમને અધિકાર જ નથી, અને કોઈ આ રીતે ઘૂસી જાય તો તેને ઘૂસણખોરી જ કહેવાય. - હવે તમે તમારું સામાયિક જુઓ. તેમાં તમે “કરેમિ ભંતે' ઉચ્ચરો ત્યારે જ સામાયિક લીધું કહેવાય. તેના પહેલાં મુહપત્તિ પડિલેહવાની આવે. તેમાં પહેલો બોલ શું મૂક્યો? પહેલી તમારી પાસે શરત શું કરાવી? જિનેશ્વરદેવોએ શાસ્ત્રરૂપ જે જિનવચનો કહ્યાં છે, તેના સૂત્ર-અર્થની તસ્વરૂપે હું શ્રદ્ધા કરું છું. જિનેશ્વરે કહેલું તત્ત્વ જ જગતનું સાચું તત્ત્વ છે, બાકી બધું નકામું છે. આનો અર્થ એ થયો કે ધર્મના ક્ષેત્રમાં પહેલાં માન્યતાનું પરિવર્તન માંગે છે. માન્યતાને બદલ્યા વગર સાચા આરાધક બની શકાય નહીં. કોઈપણ ધર્મશૂન્ય વ્યકિત હોય, અને મહારાજના પરિચયથી ધર્મ પામે, એટલે પહેલાં શું થાય? માન્યતાનું પરિવર્તન. જેમ નયસારના જીવે મહાત્માના પરિચયમાં આવી દેશના સાંભળી અને તેમનામાં પરિવર્તન આવ્યું, એટલે શું થયું? અત્યાર સુધી તેઓ જે તત્ત્વને માનતા હતા તેને ખોટું માનીને છોડ્યું અને નવું સાચું તત્ત્વ માન્યતારૂપે અપનાવ્યું અને તેથી જ સમકિત પામ્યા. માન્યતાને તેમણે મૂળમાંથી પલટી નાંખી. જ્યારે મિથ્યાત્વમાં હતા ત્યારે ઊંધી માન્યતાથી ઘેરાયેલા હતા. હવે ઘણા કહે, મનને કાબૂમાં કઈ રીતે લેવું? પરંતુ તમે ગમે તે રીતે કૂદાકૂદ કરશો તો મન કાબુમાં નહિ આવે. ખરાબ વિચાર આવે છે તેને પ્રોસેસથી કામ લેશો તો તે બદલાશે. જે મનોવિજય અને આત્મશુદ્ધિ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * પ૩ Page #60 -------------------------------------------------------------------------- ________________ વિચારો અશુભ છે તે મોટે ભાગે લબ્ધિમનની ગંદકીનો જ ઊભરો છે. જે કૂવામાં હોય તે હવાડામાં આવે. તમારા વિચારમાં અહંકાર, ક્રોધ, માયા, માન આવે છે તે બધું પ્રકૃતિમાં હોય કે અંદર પડેલું હોય તો જ સપાટી પર ઊભરાય છે. અંદરથી બહાર આવે છે, કાંઈ બહારથી અંદર જતું નથી. અંદરમાં છે તે નિમિત્ત મળતાં ઊભરાય છે અને સપાટી પર આવે છે. માટે અશુદ્ધિ અંદરમાં જ છે, જે તળિયે જામ થઈ ગયેલ છે; માટે ખાલી ઉપરથી સાફ કરીએ તો ન ચાલે. હવે તેને સંશોધન કરવા માટે કડી કઈ પકડવી? હું માન્યતામાં શું માનું છું? ક્યાં હું સાચું માનું છું? ક્યાં હું ખોટું માનું છું? આ રીતે વિશ્લેષણ કરવા માંડશો એટલે ધર્મની દિશામાં ગતિ થવા લાગશે. મુહપત્તિ પડિલેહવામાં જે પહેલો બોલ મૂક્યો તે મહાશરત છે. તમે તો ખાલી બોલી જાઓ છો, પણ તે શરતથી બંધાતા નથી. સામાયિક પારો ત્યારે બોલો ને “સામાયિક પારું ?” ત્યારે અમે કહીએ “પુનરવિ વાયવ્યં ” એટલે તમે બોલો, “યથાશક્તિ.” પછી તમે આગળ કહો “સામાયિક પાર્યું.” ત્યારે અમે કહીએ કે “યારો રમોત્તવ્યો" ત્યારે તમે બોલો, “તહત્તિ.” આ બોલો છો તે અમને મોઢેથી ખુશ કરવા બોલો છો ને? તમે યથાશક્તિ કરવાના છો? અમે “હા, પારી દો,” તેવું તો ન જ કહીએ. પણ કહીએ કે “ફરીથી કરવા જેવું છે.” એનો સ્વાદ ચાખીને મજા આવી હોય તો કરવા જેવું છે. ત્યારે અમને બાંહેધરી શું આપો છો? “યથાશક્તિ” તે તમે દિલથી બંધાઓ છો? તમારી સ્થિતિ શું છે? પચાસ બોલમાં પહેલો બોલ આ જ મૂક્યો છે. આના વગર બધું નકામું છે. જિનેશ્વરના વચનને સત્ય ન માનો પછી ગમે તેટલી ઉપાસના કરો પણ શું મતલબ? ભગવાનના પગમાં પડો, ભક્તિ અપાર કરો, તેની સામે ઉલ્લાસથી નાચો પણ ખરા, પણ તેમની કહેલી વાતોને સાંભળવા માત્રથી રીસ ચઢતી હોય તો તે ભગવાનની ભક્તિનો મતલબ કેટલો? તમે ભગવાન સાથે જે વ્યવહાર કરો છો તેવો વ્યવહાર તમારી સાથે જો કોઈ કરે તો તમે તેને શું કહો? આ તો બનાવટી છે, દંભી છે, અનાડી છે એમ જ કહો ને? જેમ દીકરો દરરોજ તમારા પગમાં પડે, હાથ જોડે, પણ તમારું કહ્યું ન માને; હિતકારી સલાહ પણ ન માને, પરંતુ હાથ જોડે તો તમે શું કહેશો? “તું હવે બનાવટ કરવાનું રહેવા દે.” આ તો ભગવાન તમને કાંઈ બોલતા નથી માટે મજા પડી ગઈ છે, પણ જો કાન પકડે તો શું હાલત થાય? ધર્માનુષ્ઠાનોમાં જે શરતો મૂકી છે તેમાં તમારે પ્રાથમિક શરતો પણ પૂરી થતી નથી, કારણ હજી મનની માન્યતાનું સંશોધન થયું નથી. માટે પ્રત્યેક ક્રિયામાં માન્યતાનું મહત્ત્વ ઘણું જ છે અને તેનાથી જ આત્મામાં ચિત્તશુદ્ધિ સ્થાપિત થાય છે. હવે ધર્મના ક્ષેત્રમાં પગલું માંડ્યા પછી વિચારો, પ્રકૃતિ, સંસ્કાર બદલવાનાં છે; પણ તે બધામાં પહેલાં માન્યતા બદલવાની છે. તે બદલવા દરરોજવિચાર કરવા પડે કેજિનેશ્વરદેવોએ ૫૪ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #61 -------------------------------------------------------------------------- ________________ શાને સાચું કહ્યું છે? અને શાને ખોટું કહ્યું છે? મને તે સાચું અને સારું કેમ નથી લાગતું? મારે ક્યાં ગરબડ છે? મને શું વાંધો છે? આ રીતે અવલોકન દ્વારા ખ્યાલ આવે, પછી જ તેની શુદ્ધિ કરવાની પ્રક્રિયા થાય છે. પરંતુ ઘણાને અત્યારે અંદરમાં શું લોચા છે તેની જ ખબર નથી. ભગવાન પાસે જઈને ખૂબ જ ભક્તિ કરે, ત્યારે થાય કે હું તેમનો ભક્ત છું; પણ તે વખતે જાતને પૂછો કે હું ભક્તિનો અધિકારી છું ખરો? ભગવાને ઉપદેશેલી બધી વાત મને ગમે છે? ભગવાને જેને ખોટું-ખરાબ કહ્યું તેને હું સાચું-સારું કેમ માનું છું? જો આવું જ હોય તો ભક્ત કહેવડાવવા હું લાયક નથી. આ વાત તમારા અને અમારા બન્ને માટે છે. અમે પણ તેમનું એક પણ તત્ત્વ ન માનીએ કે પ્રભુએ કહેલાથી ઊલટી વાતમાં જ અમને રસ હોય, આગ્રહ હોય તો અમારી પણ ઊંધી માન્યતા છે; અને તે મિથ્યાત્વ છે. જ્યાં સુધી મનનું સંશોધન ન કરો ત્યાં સુધી ઘણો પુરુષાર્થ નકામો જાય છે. - બધા પૂછે અવિનો જીવ મોક્ષે ન જાય? હા, વાત સાચી છે, પણ કેમ? અભવિનો જીવ પોતાની બધી માન્યતાઓને ભગવાનની આજ્ઞા પ્રમાણે મેચનસંગત) કરી શક્તો જ નથી. તે પોતાના જીવનમાં બીજી બધી શુદ્ધિ કરે છે પણ ગરબડ ક્યાં? કદાચ ૨૫, ૫૦ ટકા તેની માન્યતા ટેલી થાય પણ ૧૦૦% તો ટેલી થતી જ નથી; અને આ જ એનો મોટો પ્રોબેક(ખામી) છે, તેની ઊણપ છે; મથામણ કરીને થાકી જાય, પણ મનને કબૂલ કરાવી શકે તેમ નથી કે, વિષય-કષાય દુ:ખરૂપ છે અને આત્મામાં અનુપમ સુખ છે. બસ, આ જ તે અંદર નક્કી કરાવી શકતો નથી; અને તે જ કારણે અવિનો જીવ રખડે છે. તે શ્રદ્ધાથી જિનવચનને માની લે છે, પણ તેનું મન અનુભવથી કબૂલાત કરતું નથી. માટે જ વિચારજો , સાધનામાં માન્યતાનું મહત્ત્વ કેટલું છે! તેના કારણે જ તેનો પુરુષાર્થ નકામો જાય છે. ભવિ જીવ પણ આની શુદ્ધિ ન કરે તો તેનો પુરુષાર્થ પણ એળે જાય છે. ઘણા જીવ ધ્યાન કરે છે, ભાવના-ચિંતન-મનન પણ કરે છે; પણ મુશ્કેલી એ કે મનમાં ગોટાળારૂપે માન્યતા ખોટી પડેલી છે. માટે તેના લાખો પ્રયત્ન પણ નિષ્ફળ જવાના. આ એક ભારેખમ નિદાન છે, ગભરાઈ જવાય તેવું, પણ સત્ય નિદાન છે; શાસ્ત્રની દૃષ્ટિએ ચોકસાઇપૂર્વકનું છે. મિથ્યાત્વ તોડ્યા વગર અને સમકિત પામ્યા વગર, આત્મા ગમે તેટલો ચારિત્રથી ભાવિત થાય કે જ્ઞાન ગમે તેટલું મેળવે, પણ તે જ્ઞાન મિથ્યાજ્ઞાન છે; અને ચારિત્ર પણ દ્રવ્ય ચારિત્ર જ છે. એટલે માન્યતાનો મહિમા સમજો. માન્યતા કેવી રીતે પલટવી તેની પ્રક્રિયા છે. જેમ પુણ્યશાળી પણ બુદ્ધ હોય તો તેને સમજાવવા માટે કે તમારી વાત ગળે ઉતારવા માટે એમ ને એમ કહો તો વાત તેને ગળે ઊતરે નહિ, પણ એના માટે ટ્રીક જોઇએ. તેમ મનને મનાવવા ટ્રીક જોઇએ. તે એક કળા છે. શાસ્ત્રમાં દષ્ટાંત છે તે વિચારીએ. મનોવિજય અને આત્મશુદ્ધિ ૫૫ Page #62 -------------------------------------------------------------------------- ________________ મંત્રીને સાધવા વરચિએ અપનાવેલી ટ્રીકઃ સ્થૂલિભદ્રના પિતા શકટાલ નવમા નંદના મહામંત્રી છે. રાજાનો પણ નવમો વંશ છે અને મંત્રીનો પણ નવમો વંશ છે. શકટાલ મહાપ્રજ્ઞાશાળી, બાહોશ, બુદ્ધિશાળી છે. આજ સુધી તેણે રાજકાજમાં દક્ષતા-કુશળતા દાખવી છે. તેથી રાજાને તેને માટે વિશેષ માન છે. તેથી કોઇ પણ કામમાં અભિપ્રાય મંત્રીનો જ લે. કદાચ મંત્રીની મરજી ન હોય અને રાજાને પોતાને ગમતી વાત હોય તો પણ તે લેટ-ગો(જતું) કરે. કારણ રાજા સમજે છે કે આની બુદ્ધિ વધારે છે. માટે રાજયમાં મંત્રીનું આધિપત્ય છે. ત્યાં વરરુચિ નામનો વિદ્વાન છે. તે સાહિત્યકળામાં વિશેષ જાણકાર છે. તે તત્કાલ અદ્ભુત કાવ્ય બનાવી શકે છે. ઘણી વિદ્વત્તા હોવાના કારણે તેને થાય છે કે મારી રાજસભામાં કદર થાય, જેથી આખી દુનિયામાં મારી ખ્યાતિ થઈ જાય. માટે તે રોજ રોજ સભામાં આવે છે અને સાહિત્યકળાની વાતો કરે છે. એને રાજાને પ્રભાવિત કરવો છે, અને રાજા પ્રભાવિત થાય ત્યારે નિયમ શું? એની તારીફ કરે. તેની વિદ્વત્તાથી રાજાને માન પણ થાય છે. પરંતુ વિચારે છે કે કોઈ પણ માણસને રાજસભામાં મહત્ત્વ આપવું કે નહિ? કારણ ભવિષ્યમાં કદાચ જોખમ પણ ઊભું થાય. માટે શકટાલ મંત્રી કહે તો જ મહત્ત્વ આપું. તેથી દરરોજ શકટાલના મોં સામે જુએ, પરંતુ શકટાલ તો પ્રભુના પરમ ભક્ત છે-શ્રાવક છે. તે વરરુચિને પગની પાનીથી ચોટી સુધી ઓળખી ગયા છે. તેમને લાગે છે કે આ જીવ લાયક નથી. લુચ્ચો-સ્વાર્થી છે અને મિથ્યાદષ્ટિ છે. તેની પ્રશંસા કે આદર કરવામાં આવે તો મિથ્યાત્વને પોષણ મળશે, તેની લુચ્ચાઈ અને વાર્થના કારણે પણ નુકસાન થશે; માટે રાજા જયારે તેમનું મોં જુએ ત્યારે કંઈ વિશેષ ભાવ ન બતાવે, તેથી રાજા તારીફ ન કરે. હવે ઘણા દિવસ સુધી આમ ચાલ્યું. પરંતુ વરરુચિને તો રાજા તરફથી પ્રશંસા-તારીફ મેળવવી છે, પણ મેળવવી કઈ રીતે? તેને ખબર પડી કે અહીંયાં મંત્રીનું વર્ચસ્વ છે, માટે મંત્રી કહે તો જ તારીફ થાય. તો હવે મંત્રીને સાધવો કઇ રીતે? તેણે તપાસ ચાલુ કરી પણ કશાથી પણ દાળ ગળે તેમ નથી. માટે છેલ્લે વિચાર કર્યો કે મંત્રીને સાધવાની નાડ શું છે? મંત્રી ઉપર, ચાલી શકે તેવું કોનું વર્ચસ્વ છે? ખબર પડી કે તેની પત્નીનું વર્ચસ્વ છે. સંસારના સ્નેહના કારણે પત્નીની વાત આવે ત્યારે ભલભલા ઢીલા પડતા હોય છે. હવે જો તેની પત્નીને સાધવામાં આવે તો મારું કામ થઈ જાય. તેથી મંત્રીને ત્યાં વેશ પરિવર્તન કરીને તેણે જવાનું ચાલુ કર્યું. સામાન્ય માણસ તરીકે તેની પત્નીનું બધું જ ઘરકામ કરાવે, વાસણ માંજે. આમ કરતાં કરતાં તેની સાથે પ્રીતિ પેદા કરી અને તેનું દિલ જીતી લીધું. એક દિવસ તેની પત્ની કહે છે કે “તું મારી આટલી સેવા-સુશ્રુષા કરે છે, તે માટે હું તારા પર ખૂબ ખુશ છું. માટે તારું કોઇ કામ હોય તો કરી આપું.” ત્યારે વરરુચિ બરાબર મોકો જોઇને કહે છે, “મંત્રીશ્વરને કહો રાજસભામાં જ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૫૬ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #63 -------------------------------------------------------------------------- ________________ મારી તારીફ કરે.” અહીં જુઓ કે મોટા માણસને વાત ગળે ઉતારવા માટે ક્યાં સુધી તેને પહોંચવું પડ્યું ? તેણે કેવી રીતે નાડ પકડી છે ? સેવાના ઓબ્લીગેશનના કારણે મંત્રીપત્નીએ કહ્યું કે “વાંધો નહિ, હું કહીશ.” રાતના મંત્રીશ્વરને કહે છે, “આટલા કંજુસ કેમ થઇ ગયા છો ? કોઇ માણસ મહેનત કરે તો પાણી ફેરવો છો. તમે રાજા પાસે પ્રશંસા કરાવો તો તેને જ્ઞાન-સાહિત્યકળામાં પ્રોત્સાહન મળે.' પત્ની આગ્રહ કરે છે, ત્યારે મંત્રીશ્વર કહે છે કે, લાયક નથી, મિથ્યાર્દષ્ટિ છે; પરંતુ પત્નીના આગ્રહના કારણે છેવટે કબૂલ થાય છે અને રાજા પાસે તેની પ્રશંસા કરાવી. આ રૂપક તરીકે કહું છું. શકટાલને ગળે ઉતારવું અઘરું હતું, છતાં કડી પકડીને કામ કર્યું. તેમ મનને કબૂલ કરાવવું, ગળે ઉતારવું સહેલું નથી. એક વસ્તુને પાકી માનતું હોય તેને નવી માન્યતાથી કન્વીન્સ કરવું રમતવાત નથી. અનાદિથી દૃઢ થયેલી માન્યતાને બદલવી તે ખૂબ અઘરું છે, પણ સમજાવટથી ગળે ઉતારવું જોઇએ. વિષય-કષાયમાં સુખ એ ભ્રામક માન્યતા - સમતામાં સુખ એ સાચી માન્યતા ઃ અનંત કાળથી આપણું મન માને છે કે વિષય-કષાયમાં જ મજા છે, કષાયો જ સુખનાં સાધન છે, આ દૃઢ થયેલી માન્યતા છે; માટે ચોવીસે કલાક મન કષાય કરવા સક્રિય છે, દિવસ ઊગે ત્યારથી કષાય માટેનું નિમિત્ત શોધતું હોય છે. કષાય એટલે ખાલી ક્રોધ નહીં. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ બસ તેમાં જ મન પરોવાયેલું રહેવા માંગે છે. ચોવીસે કલાક ક્રિયા શેની છે ? સતત તેમાં જ સક્રિય છે. કષાય ન કરવા કે શાંત રહેવા તે તૈયાર જ નથી, પછી નિમિત્ત હોય કે ન હોય. તમને કાંઇ ચોવીસે કલાક કષાયનાં નિમિત્ત મળતાં નથી, પણ અંદરથી તમે ઊભાં કરો છો. દા.ત. કોઇપણ નવી વસ્તુ સામે આવે તો આસક્તિ થાય, અને કોઇ અણગમતી વાત કરે તો ક્રોધ આવે તે બને, પરંતુ તમને કોઇ વતાવતું ન હોય, તો પણ અંદર ઉલ્કાપાત થાય છે ને ? નવરા બેઠાં કંઇનું કંઇ જૂનું યાદ કરો, ‘તે વખતે પેલાએ મારું કામ નહોતું કર્યું, બહુ ફાટ્યો છે, પણ લાગમાં આવશે ત્યારે સીધો કરી દઇશ,’ આવા અનેક રાગ-દ્વેષના કુવિકલ્પો કર્યા કરો છો. એટલે ક્યાંક ને ક્યાંક રાગ-દ્વેષ માટે મન તક શોધી રહ્યું છે. આપણા બધાના મનનો પ્રિય વિષય કષાય છે. મન સતત તેની રાહ જોઇને બેઠું હોય છે. જેમ બિલાડીને ખબર હોય કે અહીંયાંથી કબૂતર આવે છે, તો શાંત થઇને તાકીને બેસી જાય અને જેવું આવે એટલે તરાપ મારે; તેમ મન તાકીને બેઠું છે, સીધું તક ઝડપી લેવા તૈયાર જ છે. કોઇપણ ક્ષેત્રમાં કે વસ્તુમાં કે વ્યક્તિમાં બધે તે રાગ-દ્વેષની પરિણતિ પ્રગટાવશે. તમે જન્મ્યા ત્યારથી જીવનની એક ક્ષણ પણ સમતા માણી નથી; પરંતુ એક ક્ષણ માટે પણ સમતાનો અનુભવ જો તમને થઇ જાય, તો અમે ખાતરીથી કહીએ છીએ કે જીવ પછી કોઇ પણ 落落落 મનોવિજય અને આત્મશુદ્ધિ ૫૭ Page #64 -------------------------------------------------------------------------- ________________ પદાર્થસુખને ઝંખે નહિ. ગઇ વખતે કહેલું કે તમે તળિયાને વાંચતા નથી અને સપાટીને જ જુઓ છો, સપાટી પર પણ જાડા અને સ્થૂલ કષાય જ દેખાય છે. જેમ નબળી આંખવાળો મોટા અક્ષર વાંચે અને નાના ખાઇ જાય, તેમ સપાટી પરના પણ તમને મંદ કષાય દેખાતા નથી. અત્યારે તમે અહીંયાં બેઠા છો તે વખતે પણ રાગ-દ્વેષ સપાટી પર ચાલુ છે, પછી ભલે પ્રશસ્ત કે અપ્રશસ્ત કષાય હોય. જેમ પ્રવચનમાં હું સારી વાત કરું અને પસંદ પડે તો રાગ થાય; અણગમતી વાત આવે તો અરુચિ થાય; માટે રુચિ-અરુચિ, રાગ-દ્વેષ ચાલુ છે. સભા ઃ- સાહેબજી ! પણ વ્યાખ્યાન સાંભળતાં રાગ આવવો જોઇએ ? : સાહેબજી ઃ- ગમતી વસ્તુ હોય તો રાગ ચાલુ થાય, જેમ કે દેવલોકનાં વર્ણનથી તમારા મોઢામાં પાણી છૂટે, પણ તે રાગ બરાબર નથી. તમે સિનેમા જુઓ ત્યારે જેવું પિક્ચર તેવા પ્રતિભાવ થાય છે. જેમ હીરો ફાઇટીંગ કરે ત્યારે હીરો જીતે તો તાનમાં આવો, ગુંડો જીતે તો દ્વેષ થાય; પણ તમે તત્ત્વની વાત સાંભળો અને રાગ થાય તે સારું છે. સાચું છે તેને સારું માનો, તેના પ્રત્યે રાગ થાય તે સારો છે; અને અમે પાપની નિંદા કરીએ તે વખતે પાપ પ્રત્યે દ્વેષ થાય તે પ્રશસ્ત દ્વેષ છે, તેમ ગુણની વાત કરું ત્યારે ગુણ પર રાગ કરો તે પ્રશસ્ત રાગ છે. આમ, અંદર રાગદ્વેષની ચેનલ છે, એક મિનિટ પણ મન શાંત રહેતું નથી. તેને સમતાનો અનુભવ નથી. કોઇને કોઇ કષાયનો ભાવ ચાલુ છે તેથી સમતાનો અનુભવ નથી. કષાય એનો પ્રિય વિષય છે, પછી સારો કે ખરાબ જેવો અવસર મળે તે રીતે ચાલુ રહે છે. સભા :- નિમિત્તને આધારિત છે ? સાહેબજી :- એકલા નિમિત્તને આધારિત છે તેવું નથી. એક ઓરડીમાં તમને એકલા - પૂરી દઇએ, અંદર તમારા માટે ઇન્દ્રિયોના કોઇ વિષયો ન મૂકીએ, તમને કોઇ હળેમળે નહીં, તો પણ એકલા અંદર બેઠા બેઠા મનમાં કંઇક બખડજંતર ઊભું કરશો, તમારું મન સખણું રહેશે નહિ. કાં તો અંદરથી કંઇ મુદ્દો શોધશે કાં તો બહારથી શોધશે. તેને જે વસ્તુનો રસ હોય તે દુનિયામાંથી ગમે ત્યાંથી શોધી કાઢે. એટલે મનને કષાયમાં જ રસ છે, તેથી નિમિત્ત આપમેળે શોધી કાઢશે અને તોફાન ચાલુ કરશે. અનંત કાળથી જીવે કષાયના આવેગમાં જ સુખ માન્યું છે. આ માન્યતાના કારણે જ જીવનમાં ઊલટી ગંગા ચાલે છે. આવી હજારો માન્યતાઓ છે. મનને કબૂલાત કરાવી તેને પલટવી જોઇએ. ૫૮ કષાય એ દુઃખરૂપ છે, ત્રાસજનક છે, સ્વયં દુઃખ છે. આ બધું મનને કન્વીન્સ કરાવવા મહેનત પડશે, તેના માટે ઉપાય કરવો જ પડશે. જેમ શકટાલને સમજાવવા માટે વરરુચિએ ** મનોવિજય અને આત્મશુદ્ધિ Page #65 -------------------------------------------------------------------------- ________________ તેની નજીકની કડી પકડી, તેમ મનને કવીન્સ કરાવવા તેની સહુથી નજીકનું પાત્ર બુદ્ધિ છે, માટે તેને પહેલાં પકડવી પડશે. સભા - સાહેબ ! બુદ્ધિ બુઠ્ઠી હોય તો? સાહેબજી - તેને તીક્ષ્ણ બનાવવી હોય તો ઘસી ઘસીને બનાવો. જન્મ્યા ત્યારે કક્કા નો ક પણ નહોતો આવડતો. અત્યારે ભણીગણીને હોશિયાર થઇ ગયા ને? જયાં રસ પડ્યો ત્યાં બુદ્ધિ ધારદાર કરી લીધી. ઘણા તો ધર્મના ક્ષેત્રમાં કાંઈ ન સમજે, પણ વેપારમાં ઊથલપાથલના મોટાં ગણિત કરતા હોય. ધર્મના ક્ષેત્રમાં કાંઈ યાદ ન રહે, પણ વેપારમાં બધા ઘરાકને ઓળખતા હોય, હિસાબ-કિતાબ આખો મગજમાં હોય, બજારના ભાવતાલ મોઢે હોય. આ બધું કેમ? કારણ ત્યાં રસ છે. માટે એવું ન કહેવાય કે બુદ્ધિ જાડી છે. આપણે બુદ્ધિને જ પકડવાની છે. બુદ્ધિને બરાબર અનુકૂળ કરી શક્યા તો મન માનવા તૈયાર થશે. શાસ્ત્રમાં લખ્યું છે કે શકટાલ મંત્રી જેવા મહાશ્રાવકના મોમાંથી પણ આવી વ્યક્તિની પ્રશંસા કરાવવાનું શક્ય બન્યું, તે નવાઇની વાત છે. પરંતુ પ્રસંગે આવી વ્યક્તિઓ પણ પોતાના પ્રિયપાત્રથી કેવા દોરવાય છે, તેની નાડ વરસચિએ પકડી, માટે જ કામ કરાવી શક્યો. તેમ આપણે પણ મનની નાડ પકડવી પડશે. કષાયો દુઃખરૂપ કેમ છે? દુઃખનાં સાધન કેમ છે? કષાય પીડારૂપ છે. આખા સંસારમાં ચારે બાજુ કષાયો ઊભરાય છે. તેમાં અપ્રશસ્ત કષાય એટલે કે જીવનમાં એકાન્ત નિરુપયોગી ધાંધલધમાલરૂપ છે, નિરર્થક પ્રવૃત્તિ છે. શાસ્ત્રમાં કષાયમાત્રને બેવકૂફી કહી છે. તમે બેવકૂફ બનો ત્યારે જ તેનો જન્મ થાય. આ બધું તમને તર્કબુદ્ધિથી સમજાવીએ છીએ, ફેકોલોજી નથી. મૂળથી તમે કાંઈ શાંત-સહિષ્ણુ છો? કે જીવનમાં ગુસ્સે થાઓ છો? હા, તક ન હોય તો ગુસ્સાને બહાર ન કાઢો. ગુસ્સો કાઢવા માટે પણ પુણ્ય જોઇએ. પુણ્ય ન હોય અને ગુસ્સો કરો તો કોઈ થપ્પડ મારે. બધા કષાય માટે આ નિયમ છે. જેમ ગમે તેટલો અહંકાર હોય અને રુઆબ બતાવવા જાઓ; પણ પુણ્ય ન હોય તો ઉપરથી ધોલ પડે, કાન પકડીને તમને બહાર કાઢે, કહે ચાલતો થા; અને પુણ્ય હોય તો કદાચ પાછળથી ગાળો આપે, પણ સામે સહન કરી લે. માટે તમે ક્યાય બહાર વ્યક્ત કરી શકો છો, તેમાં તમારું પુણ્ય જ કારણ છે. જેમ તમે જીવનમાં સફળ થાઓ છો, ત્યારે પોતાની હોશિયારીથી સફળ થયા તેમ માનો, પણ તે વખતે તેવું માનનાર મૂખને ખબર નથી કે પુણ્યથી સફળ થયો છું. જેમાં તમારું કોઈ કામ ન કરે કે ન માને ત્યારે જરા ગુસ્સો કરી કામ કરાવો, ત્યારે તમારી બુદ્ધિમાં શું બેસે? કે મેં રુઆબ બતાવ્યો, ચમકારો બતાવ્યો માટે સીધો થયો, પણ તેવું નથી, તેમાં પુણ્ય જ કારણ છે. પ૯ મનોવિજય અને આત્મશુદ્ધિ M-૫ Page #66 -------------------------------------------------------------------------- ________________ સભા:- એવા પુણ્યથી પાપ બંધાય? સાહેબજી - હા, પાપ જ બંધાય. સંસારમાં મોટા ભાગના જીવો પુણ્યથી પાપ જ બાંધે છે. પુણ્યનો ભોગવટો કરીને પાપ જ ઊભું કરે છે. તે પાપાનુબંધી પુણ્ય છે. તે પુણ્યમાં પાપની સર્જન શક્તિ છે. પુણ્યાનુબંધી પુણ્ય ઊભું કરવું તે એક મહાન સાધના છે, જે વિવેકવાળો જીવ જ કરી શકે. કષાય કરવાથી સફળતા મળે છે તે માની લેવું એક ભ્રમ છે. ભૌતિક દષ્ટિએ કે ધાર્મિક દૃષ્ટિએ કષાયોની જીવનમાં કોઇ ઉપયોગિતા નથી. ડાહ્યા માણસનું લક્ષ્ય શું? ઉપયોગી પ્રવૃત્તિ આદરે કે નકામી પ્રવૃત્તિ આદરે? તમારે કોઈ વાત સામાને કબૂલાત કરાવવી છે તો ગુસ્સે થઈને કહો તો માને? કે શાંતિથી કહો તો જલદી માને? સભા:- સામેના માણસ પર આધારિત છે. સાહેબજી - બીજી રીતે તમને પૂછું છું કે તમને કોઈ અકળાઈને વાત કરે તો ગમે કે શાંતિથી વાત કરે તો ગમે? ગુનેગારને પણ તમે ધમકાવીને વાત કરો તો ગમે? તમારે એના મનમાં સ્વીકાર કરાવવો છે કે માત્ર એની પાસેથી કામ લેવું છે? પછી ભલે તે મનમાં ગાળો આપે? લોહી પી જાય તેવા છે માટે માન્યા વગર ચાલે તેમ નથી' આમ કહીને માને અને કામ કરે, તે તમને ગમે? કે દિલથી કામ કરે તે ગમે? તમે ક્રોધથી સામાના દિલને જીતી શકો કે શાંતિથી તેના દિલને જીતી શકો? આવા અનિવાર્ય સંજોગોમાં કષાય કરવાની જરૂર હતી, ન કરો તો ચાલે તેમ ન હતું, એવો એક પણ દાખલો તમે આપી શકશો? વિરોધી હોય કે મિત્ર હોય બધે જ કષાય કરો છો, માટે જ તમે અણગમતા બનો છો. તમે બધા તરફથી પ્રીતિ-આદર-સત્કાર ઇચ્છો છો કે બધા તમને ધુત્કારે તે તમને ગમશે? તમે જીવનમાં કુટુંબ માટે સહુથી વધારે કર્યું છે, જાત ઘસી નાંખી છે, છતાં તેમની પાસેથી પણ તમે લાગણી કેમ નથી મેળવી શકતા? કારણ શું? તમારો સ્વભાવ જ. સભા - એનાં કર્મ. સાહેબજી - એનાં નહિ, આપણાં કર્મ. બસ કર્મનું લાકડું હાથમાં આવી ગયું છે, માટે ગમે ત્યાં ભરાવી દો છો. પરંતુ ગમે તેવાં અનિકાચિત કર્મો ઉદયમાં આવે, તો તેમાં પલટો લાવવાની શક્તિ આત્મામાં છે. આપણે ત્યાં પુરુષાર્થવાદ પણ છે. ધર્મ, કર્મને પલટી શકે છે. રક છે કે જો કે કે તે જ ને કે જે એક જ * * * * * * * * * * * * * * * * * * * * છ ક જ છે ૬૦ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #67 -------------------------------------------------------------------------- ________________ ધર્મમાં અમુક ભૂમિકાએ પહોંચેલો જીવ ગમે ત્યાં જાય તો પણ તેના સ્વભાવના કારણે પ્રીતિપાત્ર બને છે. તેમાં કારણ તેનો ગુણિયલ સ્વભાવ છે. પરંતુ તમારી બુદ્ધિમાં ઊંડે ઊંડે બેઠું છે કે પ્રસંગે ક્રોધ કરવા જેવો છે અને ન કરીએ તો નમાલામાં ખપીએ. સભા - માટે જ પ્રભુએ ચંડકૌશિકને કહ્યું હતું કે ફૂંફાડો માર. સાહેબજીઃ- આવું ક્યાંથી લઈ આવ્યા? શું ભગવાને આવું કહ્યું હતું કે કીડી ચટકા ભરે તો ફૂંફાડો મારજે? તેને તો ફૂંફાડો મારવાની વૃત્તિ નથી, તે ઊંચા સ્ટેજે છે. હજી તમે ને હું ત્યાં પહોંચ્યા નથી. ભગવાન મળ્યા તે પહેલાં તે નરકે જાત. પરંતુ પ્રભુનો બોધ પામ્યા પછી પલટો આવ્યો છે, ફૂંફાડા મારવાની કોઈ વૃત્તિ નથી. કીડી ચટકા ભરે છે ત્યારે તે વિચારે છે કે આ તો મને કશું જ દુઃખ આપતી નથી. આથી વધુ દુ:ખ મેં ઘણા જીવોને આપ્યું છે. આ તો ખાલી શારીરિક દુઃખ જ આપે છે. અમે તમને કહીએ કે સંસારમાં ક્રોધ ન કરવો, એનો અર્થ એ નથી કે તમારે દીન થઈને વાત કરવી, બધા તમને દબડાવી જાય અને લોકમાં ધર્મી એટલે નમાલા એવી છાપ પડે એ રીતે જીવવું. ધર્મી તો સત્ત્વશાળી, શૌર્ય, ખમીરવાળા, અટલ હોય. તમને વ્યવહારમાં સાચી વાત લાગે ત્યારે મક્કમતાથી આત્મવિશ્વાસથી બોલો, પણ અકળાવાની શું જરૂર? ઘરમાં કોઇ યોગ્ય ન લાગે તેવું વર્તન કરે તો વાત્સલ્યથી સમજાવી શકો છો. પણ કોઇ અવળચંડું હોય અને કહે કે આમ જ કરીશ ત્યારે તમે કહી શકો છો કે, આ ઘરમાં તો આમ જ ચાલશે. તેવું મક્કમતાથી કહી શકાય. માત્ર ક્રોધ કરવાની કોઈ જરૂર ખરી? પણ તમને મફતનું લોહી બાળવામાં રસ છે. તમારું મન ક્રોધરસિક છે. શું સામી વ્યક્તિની ભૂલની સજા તમારે ભોગવવી છે? તમારા દીકરાએ ભૂલ કરી ત્યારે તમારા ગાલે થપ્પડ મારો તો કેવું કહેવાય? તમે ડાહ્યા કે ગાંડા? કોઇએ ભૂલ કરી તેની સજા તમારે માથે લેવી છે? તેથી તમારું લોહી બળશે અને તે રાજી થશે. ક્રોધ કરનાર વ્યક્તિ પોતાના આત્માને સંતાપ આપી રહી છે અને તે પણ બીજાની ભૂલના કારણે. આ મૂર્ખતા છે. જો બુદ્ધિમાં ઊતરી જાય તો ખરેખર મહામૂર્ખાઈ લાગે. આવા તો સો એંગલ છે. માન, માયા, લોભ બધા માટે આ રીતે વિશ્લેષણ થઇ શકે. કષાયમાત્ર મૂર્ખતા છે. કષાયનો જન્મ અજ્ઞાન, નિર્વિચારકતા, અવાસ્તવિકતામાંથી થાય છે. જીવનમાં કષાય એ આપણી મૂર્ખાઇનું પ્રતિબિંબ કે મૂર્ખાઇનો પડઘો છે. આવાં ઘણાં પાસાં છે. કષાયનું મૂળ ઉત્પત્તિસ્થાન દુઃખ છે. જેને દુઃખ અંદર ન હોય તેને કષાયનો જન્મ ન થાય. ક્રોધ, માન, માયા, લોભ, મોહ કોઇપણ કપાય વિચારો. બધે આ જ નિયમ છે. * * * * * સર ક * * ને એ જ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ Page #68 -------------------------------------------------------------------------- ________________ સભા:- પ્રશસ્ત કષાય, અપ્રશસ્ત કષાય બધા લેવાના? સાહેબજી:- હા, બધા જ કષાય લઈ લેવાના. પ્રશસ્ત કષાય પણ આત્માનો સ્વભાવ નથી. માટે સમતામાં જતાં પહેલાં પ્રશસ્ત કષાય પણ મૂકવાના છે. આત્માનું ઊંચું સુખ મેળવવા માટે પ્રશસ્ત કષાય પણ છોડવા પડે. કડવા કારેલાના રસને અપ્રશસ્ત કષાય કહ્યા છે. કારેલાને સીધા સમારીને મોંમાં મૂકો તો શું થાય? અને તે જ કારેલાને મીઠું નાખી કડવાશ કાઢી નાંખો, પછી ગોળ નાંખો, મસાલો નાંખો, અને વધારીને સ્વાદિષ્ટ શાક બનાવો તો પણ મૂળથી કડવાશ તો રહેવાની જ. જેને ભાવતું હોય તે ચપચપ ખાઈ જાય, પણ સાવ કડવાશ જશે નહીં. અપ્રશસ્ત કષાય પ્યોર કારેલા જેવા છે, પ્રશસ્ત કષાય મસાલેદાર કારેલા જેવા ટેસ્ટી છે; પણ કારેલાના બદલે કેરી નથી, કડવાશ તો રહેવાની. એટલે પ્રશસ્ત કષાય કે અપ્રશસ્ત કષાય બંને આત્માનો સ્વભાવ નથી, તેથી અંતે તેમને છોડવાના છે, પણ અત્યારે તો મસાલેદાર ટેસ્ટી કારેલાં ખાવાનાં પણ છે, એટલે કે પ્રશસ્ત કષાય કરવાના છે. સભા - પરંતુ સાહેબ ! કારેલાના ગુણ કડવા ન હોય. સાહેબજી - તમે ગુણ સુધી ધ્યાન રાખો તેવા છો? કે તમને તો તત્કાળ મીઠું ફળ જોઈએ છે? મોંમાં મૂકી ને મધુર સ્વાદ જોઇએ છે. કારેલાની કડવાશ ફળરૂપે નથી, સ્વાદરૂપે છે. કારેલા પણ લિમિટમાં ખાઓ તો ગુણકારી, વધારે ખાઓ તો નુકસાન થાય, તે ખબર છે? અપ્રશસ્ત કષાય એટલે ગમે ત્યારે વગર બોલાવે ટપકી પડે. તેના દોરવાયા તમે દોરવાઓ છો. ઘણાને ભૌતિક દૃષ્ટિએ પણ કષાય ખરાબ લાગે છે, કરવા નથી, પરંતુ જાત કે મન ઉપર કંટ્રોલ નથી રહેતો, માટે ક્રોધ કરે છે. કમાન છટકે પછી ભાન ન હોય કે શું બોલું છું? ગમે તેમ ક્રોધ ઊછળી પડે. જેના પર કાબૂ નથી, જેમાં ભાન નથી, સૂઝ નથી એવો ગુસ્સો અપ્રશસ્ત કષાય કહેવાય. જયારે પ્રશસ્ત કષાય તો આવશ્યકતા ઊભી થાય ત્યારે જ મર્યાદિત પ્રમાણમાં થાય. સભા :- એટલે રીમોટ કંટ્રોલ હાથમાં જોઈએ. સાહેબજી:- અત્યારે કોના હાથમાં છે? સભા:- રીમોટ જ કંટ્રોલ છે. (અમારા ક્રોધનો કંટ્રોલ દૂર રહેલી બીજી વ્યક્તિના હાથમાં જ છે.) સાહેબજીઃ- જેનો રીમોટ જ કંટ્રોલ છે, તેવા કોઇ પણ વાહનમાં તમે બેસો ખરા? બેસો તો મરી જાઓ કે જીવો ? અત્યારે તમારી કરુણ સ્થિતિ છે. ભૌતિક દૃષ્ટિએ પણ કષાયને કાબમાં નથી લઈ શકતા. તે તમારી મોટી નબળાઈ છે. મનોવિજય અને આત્મશુદ્ધિ Page #69 -------------------------------------------------------------------------- ________________ એક ભાઇ મારી પાસે આવેલા. તે કહે સાહેબ ! મારે ધંધો સરસ ગોઠવાયેલો. પચાસ વર્ષથી અમે ભાગીદ૨ હતા. એકબીજા પર વિશ્વાસ હતો. પરંતુ મારા સ્વભાવના કારણે એવું બન્યું કે પ્રસંગે ન બોલવાનું બોલાઇ ગયું. ભાગીદારી તૂટી ગઇ. ગાડી પાટા ઉપરથી ઊતરી ગઇ. માટે વિચારજો કે, જીવ આવેશમાં કષાય કરે છે પણ જ્યારે ફળ ભોગવવાનું આવે ત્યારે કપાળ કૂટે છે. પણ કરતી વખતે ભાન ખરું ? ત્યારે તો બેભાન બની જાઓ છો. માટે અપ્રશસ્ત કષાય પ્રાયઃ અતિરેકવાળા હોય છે. જ્યારે પ્રશસ્ત કષાયમાં આવું ન હોય; જેટલા, જ્યારે, જે રીતે કરવાના હોય તે રીતે કરે, કષાયોને આજ્ઞાંકિત સેવક તરીકે રાખી શકે તે પ્રશસ્ત કષાય કરે. પ્રશસ્ત કષાય કરનારા જીવો કષાયોના માલિક છે, ગુલામ નહીં. ગુણવાળાં કારેલાં પણ જંગલીની જેમ ખાઓ, તેની બહુ કડવાશ વાપરો તો બ્લડપ્રેશર લો થઇ જાય, બળ ક્ષય થાય માટે તેમાં પણ વિવેક જોઇએ. કષાયો ભરપૂર અજ્ઞાનતાપૂર્વકની બેવકૂફીનું ફળ છે અને તેનું પ્રત્યક્ષ અને પરોક્ષ ફળ દુઃખ છે. કષાયોનું સ્વરૂપ પણ દુઃખ છે, કષાયનું કારણ પણ દુઃખ છે. જેને આ બધી વાતો ઊતરી જાય તેડાહ્યો બન્યા વગર રહે નહિ; ભલે પછી કષાય છોડી નશકે, પરંતુ આ મૂર્ખાઇ છે, તેવી માન્યતા તો આવી જ જાય. સમકિતીનો જીવ કષાય છોડી ન શકે પણ તેને તે અનર્થકારી સંતાપ આપનારા તો લાગે જ. તેનું મન કદી કષાયોને પ્રોત્સાહન ન આપે, પ્રેરણા ન આપે. જ્યારે તમારું મન તમને કષાય કરવામાં પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે, કારણ તમારી બુદ્ધિઊલટી છે. માન્યતા ઊલટાવવાની પ્રક્રિયા તરીકે અંદર મંથન કરતા જાઓ તો માન્યતા બદલાય જ. સભા ઃ- માન્યતા બદલવાની ક્રિયા અપુનબંધકથી ચાલુ થાય ? સાહેબજી :- હા, અપુનર્બંધકદશાથી ચાલુ થાય. શરૂઆત ત્યાંથી થાય છે અને પરિપૂર્ણ શુદ્ધ માન્યતા સમકિતમાં આવે છે.અપુનબંધક અવસ્થા પછીચરમયથાપ્રવૃત્તિકરણ, યોગાવેંચક, પહેલી દૃષ્ટિ, બીજી દૃષ્ટિ, એમ સમકિત સુધી પહોંચવા માટે ઘણી પ્રક્રિયા છે. એકથી ચોથા ગુણસ્થાનક સુધી રુચિનું પરિવર્તન છે; ત્યાર પછીનો ધર્મ, પરિણતિનું પરિવર્તન છે. કષાયનું સ્વરૂપચિંતન : ધર્મ આપણને જીવનમાં વાસ્તવદર્શી બનવાનું કહે છે. હકીકતને હકીકત સ્વરૂપે સ્વીકારવી એ જ શાસ્ત્રો દ્વારા ઉપદેશ આપવામાં આવે છે, તેમાં જ નક્કર સત્યતા છે. માટે જેને પણ કષાયનઃ સ્વરૂપનું ચિંતન કરવું હોય તેણે વાસ્તવદર્શનનો જ પ્રયત્ન કરવાનો છે. બુદ્ધિને પૂછો, આ ઠોસ સત્ય હોવા છતાં ગેરવાજબી કેમ લાગે છે? કષાયને એમ ને એમ દુઃખરૂપ નથી કહ્યા. મનોવિજય અને આત્મશુદ્ધિ ૬૩ Page #70 -------------------------------------------------------------------------- ________________ કષાયનો જન્મ જેમ અજ્ઞાનમાંથી થાય છે તેમ તમે અવાસ્તવિક દૃષ્ટિકોણવાળા બનો તો જ કષાયો પેદા થાય છે. જેમ કે રાગ પેદા થાય છે ત્યારે, જે તમારું નથી તેને તમે તમારું માનો છો માટે મમતા થાય છે. જડ પુદ્ગલ તમારાં નથી તે નક્કર સત્ય છે. આત્માને ન માનનારાને પણ આ વાત કબૂલ કરવી પડશે. આ નજરે દેખાતી વસ્તુ પર તમારું વર્ચસ્વ ખરું? વર્ચસ્વ હોય તો તે તાબામાં રહે. તાબામાં તો તમારી માલિકીની વસ્તુ જ રહે છે. પુદ્ગલને મરજી મુજબ છોડી શકો છો ખરા? મરજી મુજબ ભોગવી શકો છો? હકીકતમાં આવી સ્થિતિ તમે સ્થાપિત કરી શકો ખરા? જેમ તમે શરીર મારું બોલો છો પણ તમે ઇચ્છો ત્યાં સુધી સાથે રહેશે? તમે કહેશો ત્યારે જ છૂટું પડશે? જીવતાં પણ તેના પર કાબૂ ખરો? ઇચ્છા મુજબ ખાઈ શકો છો? ખાધેલું ઇચ્છા મુજબ પચે છે? પચીને ઝાડો સાફ આવી જાય તો સારું તેવી ઇચ્છા હોવા છતાં પણ ઝાડા-કબજીયાત થઇ જાય છે? માટે શરીર પર તમારો કંટ્રોલ નથી. છતાં તેને મારું માનો તો તે મિથ્યાદર્શન છે. અવાસ્તવદર્શનથી કષાયજન્મ - વાસ્તવદર્શનથી કષાયજયઃ બધા કષાયનો જન્મ મિથ્યાજ્ઞાનમાંથી છે. અવાસ્તવદર્શી દર્શનમાંથી તમામ કષાયોનો ઉદય થાય છે. બુદ્ધિને આ સમજાઈ જાય કે આ કષાયો દુઃખહેતુ છે, સ્વયં દુઃખ છે, તેનું ફળ પણ દુઃખ છે; આ જેને સમજાય તે કષાયોને સારા તો ન જ માને, તેમાં મજા પણ ન જ આવે. આપણા મનમાં કષાયો ઘર કરીને બેઠા છે, તે જ આપણો ડોબેક(ખામી) છે. આ મિથ્યાત્વની જડ છે. મિથ્યાત્વ અનંત કાળથી આત્માને ઘેરીને બેઠું છે. માટે જ તમને કષાયમાં પીડાનો નહિ,પણ મજાનો અનુભવ થાય છે. વાસ્તવમાં કષાય સંતાપરૂપ છે. આગમાં હાથ નાંખો તો ઠંડક? કે આગથી દૂર રહો તો ઠંડક? ત્રણ લોકમાં ત્રણ કાળમાં કોઇ દાવા સાથે કહી શકે કે મેં ક્રોધ કર્યો અને મને ઠંડકનો અનુભવ થયો? પેલી બહારની આગ છે જ્યારે આ અંદરની આગ છે. પરંતુ તમે તેને આગ નથી માનતા માટે જ આલિંગન આપો છો. તેમ જયારે વ્યક્તિ ભાન ભૂલે અને અવાસ્તવદર્શી બને ત્યારે અહંકાર થાય. બુદ્ધિ, સત્તા, ગુણ, રૂપ, ધન આદિનો અહંકાર હોય છે. અંદરમાં જે ભાવ પેદા થયો કે હું સુપીરીયર છું પણ વાસ્તવમાં તમે કઈ બાબતમાં સુપીરીયર છો? તમે વિચારો છો કે હું ટોપ છું મારાથી ચઢિયાતું કોઈ નથી, પરંતુ બુદ્ધિમાં પણ તમારા કરતાં ઘણી મહાન વ્યક્તિઓ આ દુનિયામાં છે, સંપત્તિમાં પણ તમારાથી વધારે હશે. જયારે તમારાથી ઉપરની કક્ષાના તમને દેખાય નહિ ત્યારે અહંકાર આવે છે, જે વાસ્તવિક દૃષ્ટિ નથી. બીજાને તમારાથી હલકા જુઓ તેવી મૂઢતા આવે ત્યારે જ અહંકાર પેદા થાય છે, તેથી આ અવાસ્તવિક દર્શન છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૬૪ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #71 -------------------------------------------------------------------------- ________________ તમે કઇ બાબતનો ગર્વ કરશો ? તમારી પાસે કઇ વસ્તુ ગર્વ કરવા લાયક છે તે મારે જાણવું છે, હોય તો ખુશીથી કહો. જેમ શક્તિમાં હું બળવાન છું એવું માનો, પણ તમને એક મુક્કો મારે તો ગબડી જાઓ, તેવા પહેલવાન આ ધરાતલ ઉપરલ છે. છતાં ભ્રમણા છે કે હું બળવાન છું. આ દુનિયામાં ગર્વ કરવા લાયક બધું સિદ્ધ ભગવંત પાસે છે. પરંતુ જેને બધું મળી ગયું તે ગર્વ કરીને શું મેળવે ? અધૂરા જ છલકાય છે. પૂ.ઉપાધ્યાયજી મહારાજે લખ્યું છે કે આત્મપ્રશંસા, પોતાનાં વખાણ કરે, “હું બહુ શ્રેષ્ઠ છું” તેવો વર્તાવ કરે, તેણે જાતને પૂછવાનું કે “આત્મપ્રશંસા કરવાથી તારે શું મેળવવું છે ? અધૂરો છે તો આત્મપ્રશંસા કરીને શેની બડાઇ મારે છે ? અને પૂર્ણ છે તો વખાણ કરીને નવું શું મેળવવું છે ?” વખાણ દ્વારા જેને કાંઇક મેળવવું છે તે તો અધૂરા જ કહેવાય. અધૂરાને આત્મપ્રશંસા કે બડાઇ મારવાની હોય જ નહિ, અને જે પૂર્ણ છે તેમને મેળવવાનું કાંઇ બાકી નથી રહ્યું તેથી આત્મપ્રશંસાની જરૂર જ નથી. આ તર્ક ધારદાર છે. આ તર્ક ગળે ઊતરી જાય તો જીવ બડાઇ મારે જ નહિ. કષાય એક મનની ભૂખ છે. કષાયનો રસ કેળવીને જીવ આવ્યો છે માટે તેની ભૂખ છે. તેથી જ જીવને ક્રોધ કર્યા વગર ચેન નથી પડતું, અહંકાર કર્યા વગર મજા નથી આવતી, આસક્તિ કર્યા વગર પણ મજા નથી આવતી; એટલે જીવ કષાયોને કરવાની તક શોધ્યા જ કરે છે. પરંતુ હકીકતમાં આ આત્મપીડન છે. જેમ નવરો માણસ પોતાના શરીરને ચૂંટીઓ ખણે, પોતાના વાળ ખેંચે, માથું ભીંત સાથે પછાડે તો તે માણસ કેવો લાગે ? ચક્રમ. કારણ કે તે નિરર્થક દેહપીડન કરે છે. તેમ અમારી દૃષ્ટિએ કષાય કરવા એટલે શું ? આત્માને ચૂંટીઓ ખણવી, વાળ ખેંચવા, થપ્પડ મારવી, માથું પછાડવું, શું આ વર્તન વાજબી લાગશે ? સભા ઃ- કષાય ન કરવા શું કરવું ? સાહેબજી :- એ વખતે વાસ્તવિકતાનું દર્શન કરવું. એકલા હો કે બધાની હાજરીમાં હો, આ કષાય પેદા ક્યાંથી થયો ? તેનું સ્વરૂપ શું ? તેની ફળશ્રુતિ શું ? આ બધાનું જ્ઞાન થશે તો જીવ કષાય કરતો અટકશે અને કદાચ કષાય થશે તો તે કર્મના વશથી થશે, તેમાં તમારો સહજ પુરુષાર્થ નહીં હોય. પરંતુ તમને વાસ્તવિક દર્શન નથી, જ્ઞાન નથી માટે જ જીવ ભટકે છે. તમે વધારે દાન આપ્યું ત્યારે હું જ દાનેશ્વરી છું એમ અહંકાર થાય, પરંતુ તમારા કરતાં પણ વધારે દાન આપનારા કેટલાય હોય છે. જેમ સાધુ પૈસાનું દાન આપતા નથી, પરંતુ જેણે દીક્ષા લીધી, તેણે સર્વસ્વ ત્યાગ કર્યો; સર્વત્યાગ એ મોટું દાન છે. તેથી વધારે દાનેશ્વરી કોણ ? ઉદાર દાનેશ્વરી પણ પોતાની પાસે કંઇક રાખીને પછી દાન આપે છે, જ્યારે સાધુ બધું ત્યાગીને 漤潆漤淇淇 **** ૬૫ **** મનોવિજય અને આત્મશુદ્ધિ Page #72 -------------------------------------------------------------------------- ________________ જાય છે. અત્યારે આપણે અભયદાનની વાત નથી ચાલતી, પરંતુ પૈસાના દાનની વાત ચાલે છે. કોઈ કરોડ રૂપિયા આપતે મોટો દાનેશ્વરી કે આખી દુનિયાનો ત્યાગ કરે તે વધારે દાનેશ્વરી ? માટે વિચાર કરજો કે આપણે દાનમાં પણ મામૂલી છીએ. તમે જીવનમાં બીજાને આપો છો વધારે? કે તમારી પાસે રાખો છો વધારે? વસ્તુપાલ-તેજપાલનું દાન જાણો છો? તેમની મૂડી પાંચ લાખની હતી અને તેમનું દાન અબજોમાં હતું. થોડું રાખીને વધારે આપ્યું છે. આદાનેશ્વરી કહેવાય. તમે દાનમાં એવું તે શું આપી દીધું છે? પણ વાસ્તવિક દર્શન નથી, માટે જ અહંકાર ગમે ત્યાંથી ટપકી પડે છે. મેં જીવનમાં એવું શું કર્યું છે? મારી પાસે એવું તો શું છે કે હું ગર્વ લઈને ફરી શકું? આ મારી અને તમારા બધાની વાત છે. મહાપુરુષોના આચાર પાસે અમારા આચાર કે ત્યાગ પણ કંઈ નથી. આપણે જયારે ખોટા ભ્રમિત અને આંધળા થઈ જઈએ છીએ, ત્યારે જ અહંકારી બનીએ છીએ. કષાયમાત્ર ભ્રમજ્ઞાન છે. જેને જીવનમાં ભ્રમ ન હોય, સત્યનું દર્શન હોય તેને કષાય આવવાનો સવાલ નથી. તમને લાગવું જોઇએ કે હું બેવકૂફ બન્યો છું માટે કષાય એવું છું. મારે તમને અત્યારે વીતરાગ નથી બનાવવા, પરંતુ જેવા કષાય છે તેવા દેખાડવા છે. પરંતુ તમે જીવનમાં ઊલટા નિર્ણયો જ બાંધીને બેઠા છો. આપણું જીવન ભ્રાંતિમય, ભ્રમથી ભરપૂર છે. આપણું મન મોટે ભાગે કલ્પનાઓમાં, અવાસ્તવિકતાઓમાં રાચે છે. મન અવાસ્તવિક તરંગોમાં જ રમતું હોય છે. તે કદી જમીન પર રહેતું નથી, હવામાં અધ્ધર જ ઊડે છે. દીવાસ્વપ્રો જોયા કરે છે, તરંગો-કલ્પનામાં જ રાચે છે. સભા:- શેખચલ્લીની જેમ જ? સાહેબજીઃ- હા, પણ તે તમને લાગે છે? કેમને સમજાવવા બોલો છો? કેટલાય વિચાર કર્યા અને હજુ કેટલાય કરો છો. માટે અંદર હજી શેખચલ્લી બેઠો જ છે. કલ્પના-તરંગોમાં રમવું તે મનની કાયમી ટેવ છે. મનની કાલ્પનિક દુનિયામાંથી બહાર આવવું અને જીવનમાં વાસ્તવદર્શી બનવું તે જ ખરું તત્ત્વ છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ Page #73 -------------------------------------------------------------------------- ________________ તા. ૬-૮-૯૫, રવિવાર. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને સાચા અંતિમ સુખની પ્રાપ્તિ કરાવવા ધર્મતીર્થની સ્થાપના કરે છે. આ જગતમાં બાહ્ય સુખ કરતાં આંતરિક સુખ ચઢિયાતું છે. આંતરિક સુખ જ વાસ્તવમાં ખરું સુખ છે. ભૌતિક દૃષ્ટિએ પણ સાચા સુખની વ્યાખ્યા કરતાં આંતરિક સુખને જ સાચું સુખ કહેવું પડે. ભૌતિક દૃષ્ટિએ પણ આંતરિક સુખ એ જ ખરું સુખ, આંતરિક દુઃખ એ જ ખરું દુઃખઃ અનંત કાળથી જીવ મોટામાં મોટી ભ્રાંતિ લઈને ફરે છે. તે બાહ્ય સુખને જ સુખ માની બેઠો છે. આંતરિક સુખને સુખ માનવા તૈયાર જ નથી. આંતરિક સુખની વાત કરીએ ત્યારે આત્માને તે કાલ્પનિક સુખ લાગે છે કે આ તો મન મનાવી લેવાની વાત છે; મનને સમજાવીને ઊભું કરેલું કલ્પનાનું સુખ છે તેમ કહે છે. વળી કહે છે, ભૂખ લાગે ત્યારે કાંઈ વિચારો કરવાથી પેટ નથી ભરાતું, ખોરાક ખાવાથી જ ભૂખ ટળે છે. સ્વાદ લેવાનો ઉપાય પણ ખાવું તે જ છે. આમ, જીવ બાહ્ય સુખને જ સાચું સુખ માનીને ચાલે છે. પરંતુ જીવની આ ભારે ગેરસમજ છે. ગમે તેટલાં બાહ્ય સુખનાં સાધનોને તમારી સામે મૂકવામાં આવે, પણ જો તમારું મન દુઃખથી વ્યાપ્ત હશે તો બધાં સુખ ધૂળધાણી બરાબર છે. માટે આંતરિક સુખ જ પ્રધાન છે, તે જ અગત્યનું છે તેમ શાસ્ત્ર કહે છે. આ વાત બુદ્ધિમાં બેસવી જોઇએ. જે વ્યક્તિ જીવનમાં મનને શાંત-સ્વસ્થ નથી કરી શકતો તે દુનિયામાં ગમે ત્યાં જાય તો પણ તે પોતાને સુખી નથી કરી શકતો. તમે આ દુનિયામાં બધા દેવ-દેવીઓને પ્રસન્ન નહિ કરો તો ચાલશે, પણ મનરૂપી દેવતાને ખુશ કરશો તો જ તમારું જીવન આનંદમય થશે, અને તે નહિ કરી શકો તો બધા દેવી-દેવતા કદાચ ખુશ થઈને તમને વરદાન આપશે, તો પણ તમારું જીવન ત્રાસમય અને સંતાપમય જ રહેશે. જો આ વાત મનમાં પાકે પાયે બેસી જાય તો જીવ આંતરિક સુખ માટે મનોવિજય અને આત્મશુદ્ધિ Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રબળ પુરુષાર્થ કરશે. પ્રયોગ દ્વારા પણ સિદ્ધ થાય છે કે આંતરિક સુખ જ મહત્ત્વનું છે. તેનો અખતરો કરવાનો ઉપાય છે. જેમ કોઇ માણસને કહીએ કે તને બધી સગવડતા આપીએ, જેવી કે ખાવા-પીવાનું, હરવા-ફરવાનું, બધી જ મોજમજા આપીએ, પણ સાથે એક એવી ગોળી આપીએ કે જેથી તે સતત ડીપ્રેશનમાં રહે. આવી ગોળીઓ આવે છે, જેનાથી કૃત્રિમ ભયની, કૃત્રિમ શોકની લાગણી, દુઃખની લાગણી પેદા થાય. વિજ્ઞાને આવી દવાઓ શોધી છે. આ દવાની બાયોકેમીકલ ઇફેક્ટ થાય જેથી તે વ્યક્તિ અંદરથી બેબાકળો, દુઃખી, ભયભીત, વ્યથિત થઇ જાય. આમ પાછું તેને બાહ્ય જગતમાં કોઈ દુઃખનું કારણ ન હોય. ઘણાને આઘાત-પ્રત્યાઘાતથી ડીપ્રેશન આવતું હોય છે. પરંતુ બધી સગવડતા વચ્ચે પણ જો મન ડીપ્રેશનમાં હોય તો સુખ મળે? જેમ કોઈ કરોડપતિ માણસ હોય. ઘરમાં બધાને તેના પર લાગણી હોય, બહાર પણ તેનો માનમોભો-લાગણી હોય, ખાઈપીને આનંદ પ્રમોદ કરી શકે તેમ હોય, પણ તેને ડીપ્રેશન હોય તો, તે ગમે ત્યારે રડવા બેસે, શોકાતુર થઇ જાય, ભયભીત થઈ જાય. આમ તો તેને, તમે જેને સુખ કહો છો તેવાં બધાં બાહ્ય સુખ હાજર છે, છતાં તેનું જીવન મહાદુઃખમય છે. જયારે ડીપ્રેશન વગરનો આર્થિક દૃષ્ટિએ સામાન્ય માણસ પણ મજેથી રહી શકતો હોય છે, જીવનમાં અનંદ-પ્રમોદ કરતો હોય છે. એટલે જીવનમાં માનસિક દુઃખ જેવું કોઈ મોટું દુઃખ નથી. તે ઊભું થાય પછી દુનિયાનાં બધાં બાહ્ય સુખ નકામાં. તેની સામે કોઇ માણસ બાહ્ય સંયોગોથી બહુ તકલીફમાં હોય અને તેને એક એવી ગોળી આપી દો કે જેથી તે મૂડમાં આવીને ફરવા લાગે, ગમે તેટલી તકલીફમાં પણ મજેથી ફરે, આ કૃત્રિમ છે, પણ ગોળીના કારણે મનનું સુખ મેળવે છે. માટે જેનું મન સુખમાં છે તેને દુનિયામાં કોઈ દુઃખી કરી શકતું નથી. જેનું મન દુઃખમાં છે તેને દુનિયામાં કોઈ સુખી કરી શકતું નથી. આ જીવનનાં વેધક સત્યો છે. જે તેને પકડી શકે તેને ખ્યાલ આવે કે ભૌતિક જીવનમાં પણ મનના સુખનું મહત્ત્વ કેટલું છે ! જેને આ વાત મનમાં બેસી જાય તેને થાય કે મારે મારા મનને જીતવું છે, શાંત-સ્વસ્થ બનાવવું છે. જેને આવી પ્રબળ ઇચ્છા થાય તેની સામે અમે ચિત્તશુદ્ધિની વાત કરીએ તો તેને સાંભળવાનું મન થાય. સાંભળીને જીવનમાં ઉતારે અને પછી તેના પર ચિંતન-મનન દ્વારા આગળપુરુષાર્થ કરવાનું પણ તેને ચાલુ થાય. માટે જીવનમાં આંતરિક સુખની પ્રધાનતા સમજો . એક માણસ સમાજમાં ફરતો હોય, તેને પેટમાં દુખતું હોય પણ તે દુઃખ કાંઈ બહાર દેખાતું નથી, છતાં તે દુઃખથી અંદર બેવડા વળી જાય. ભલે આ શરીરનું દુઃખ છે, પણ દેખાતું એક એ જ કે એ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * એક ર ક ક ક ક ૬૮ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #75 -------------------------------------------------------------------------- ________________ નથી, છતાં તીવ્રતા કેટલી છે? તેમ મનનું દુઃખ પણ ભલે બહાર દેખાતું નથી પણ વાસ્તવમાં શરીરના દુઃખ કરતાં વધારે જથ્થામાં છે. તમે એક માણસને અપટુડેટ થવા બધી સાધનસામગ્રી આપી. તે પહેરીને બનીઠની તૈયાર થઈ બહાર નીકળી કોઈ ગ્રુપમાં મિત્રો સાથે બેઠો, અને પછી પાછળથી જઈને ૫-૨૫ માંકડ તેના કપડાંમાં નાંખી દો, તો તેની શું હાલત થાય ? ઘડીકમાં અહીંયાં ચટકો ભરે, ઘડીકમાં ત્યાં ચટકો. હાલત શું? બેચેન? દુઃખી? તેમ સમાજમાં તમે અપટુડેટ થઇને ફરતા હો, પણ મનમાં વિકારો ભરેલા હોવાના કારણે, ઘડીકમાં આ વિકાર અહીં ચટકો ભરે, ઘડીકમાં બીજો વિકાર નવો ચટકો ભરે, માટે અંદરથી તમારી શું હાલત હોય છે? પરંતુ વિકારોથી મન ત્રાસમય છે તે દેખાય છે ખરું? ચોવીસે કલાક મન તેનાથી વ્યાકુળ હોવાના કારણે ત્રાસ આપતું હોય છે. પરંતુ તમે જો આને દુ:ખ સમજો તો તમારા જીવનની દિશા બદલાયા વગર ન રહે. ધર્મનું તત્કાલ ફળઃ ચિત્તપ્રસન્નતા : ઘણા કહે છે કે ધર્મ, પરલોકના સુખની, આત્માના સુખની મોટી મોટી વાતો કરે છે પણ , તાત્કાલિક ફળ શું? પરંતુ આવું પૂછનારા મૂર્નાઓને ખબર નથી કે વાસ્તવમાં ધર્મ તો તમને તાત્કાલિક સુખી કરવા માંગે છે. તમે અંદરથી દુઃખી છો છતાં બહારનું દુઃખ દૂર કરવા જ ફાંફાં મારો છો. પરંતુ ધર્મ તમને પહેલાં અંદરથી સુખી બનાવવા માંગે છે. જે વ્યક્તિ ધર્મ સમજે તેને તો ધર્મ પ્રત્યક્ષ સુખની વાત કરે છે, તે દેખાય જ. ધર્મ ચોવીસે કલાક મનને સુખમાં તૃપ્ત રાખવાની વાત કરે છે. ચોવીસે કલાકચિત્તની પ્રસન્નતા તે જ ધર્મનું તાત્કાલિક ફળ છે, જ્યારે ચિત્ત અપ્રસન્ન થાય ત્યારે તે ફળ અધર્મનું છે. જેવો જીવનમાં અધર્મને આચરો એટલે ચિત્ત અપ્રસન્ન થાય છે, જીવનમાં જેવો ધર્મ અપનાવો એટલે ચિત્ત પ્રસન્ન થાય છે. શુભ ભાવમાં સુખ, અશુભ ભાવમાં દુઃખ: જ્યારે પણ મનમાં અશુભભાવ થાય ત્યારે અંદરમાં અશાંતિ થાય જ. કોઈ એમના કહી શકે કે અશુભભાવ કરતાં અંદરમાં શાંતિ મળી અશુભભાવ=દુઃખ જેટલો અશુભભાવ તેટલું માનસિક દુઃખ. જેમ કોઇ વ્યક્તિને કડવી વસ્તુ આપે તો તે તેને બેસ્વાદ-કડવી લાગે. તેમ અશુભભાવ પેદા કરો એટલે અંદરમાં દુ:ખ સંતાપ અનુભવાય જ. જેમ ચપ્પ આંગળી પર ફેરવો કે તરત જ આંગળી કપાય ને ? કાંઇ કલાક પછી ન કપાય. તેમ અધર્મ તાત્કાલિક ફળ આપે છે. મનોવિજય અને આત્મશુદ્ધિ ૬૯ Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષ ચોવીસે કલાક અનુભવસિદ્ધ ફળ છે, જેમાં ક્યાંય શંકા કરવાનો સવાલ જ ન આવે. જેને પણ આમાં શંકા આવે તેને ખાતરી કરવાની છૂટ છે. તેના માટે જીવનમાં થોડી વાર અશુભભાવ કેળવો અને પછી શું અનુભવ થાય છે તેનું અવલોકન કરો. તે જ રીતે કોઈ વ્યક્તિ શુભભાવ કરે અને પ્રસન્નતા ન મળે તે શક્ય જ નથી. જેમ કારેલાનો રસ કડવો જ, દૂધપાકનો રસ મીઠો જ, મરચાં તીખાં જ રહેવાનાં, સાકર ગળી જ રહેવાની, તેમ અશુભભાવ તીખો અને કટુ રહેવાનો છે; જ્યારે શુભભાવ મધુર, પ્રીતિદાયી, માધુર્યનો અનુભવ કરાવે તેવો મીઠો, શાંતરસ છે. તમે તે કેટલો પામી શકો તે તમારા પુરુષાર્થ પર છે. નાસ્તિકે પણ કહેવું પડશે કે અશુભભાવ મહાદુઃખદાયી છે, શુભભાવ મહાસુખદાયી છે. મનના દુઃખનું સરવૈયુ અશુભભાવના સરવૈયામાં જ છે, મનના સુખનું સરવૈયું શુભભાવના સરવૈયામાં જ સમાઈ જાય છે. જેમ જ્યારે જ્યારે આગનો સ્પર્શ કરો ત્યારે ત્યારે ઉષ્માનો અનુભવ થવાનો જ, આગને અડો અને ઉષ્માનો અનુભવ ન થાય તે અશક્ય છે. તેમ જીવ અશુભભાવ કેળવે અને મનને પીડા ન થાય, તે અશક્ય છે; તેમ જીવ શુભભાવ કેળવે અને મનને સુખશાંતિનો અનુભવ ન થાય, તે પણ અશક્ય છે. સભા:- અશુભભાવ કોને કહેવાય? સાહેબજી - સ્વાર્થપ્રેરિત જે કષાયો છે તે અશુભભાવ છે. દા.ત. ઈર્ષા, દ્વેષ, રાગ, ક્રોધ, માન, અહંકાર થયો તેના કારણે હલકું વર્તન કરવાનું મન થયું તે અશુભભાવ છે. ટૂંકમાં તમારા પ્રત્યે કોઈ જે ભાવ કરે અને જે તમને ન ગમે તે બધા અશુભભાવ છે, કોઇનું પણ બુરું થાય તેવી ભાવના અશુભ કહેવાય. સભા:- ભગવાનનો રાગ કરવાનો છે? સાહેબજી:- હા, તેમાં કોઇનું પણ ખરાબ કરવાની ક્યાં ભાવના છે? તેમનો રાગ કરવાથી તમારું અને આખા જગતનું ભલું કરવાનું આવશે. બધાનું સારું કરવાની વાત આવે તેમાં અશુભભાવ નથી આવતો, ખરાબ ભાવનાને અશુભભાવ કહેવાય છે. કોઈ વ્યક્તિ કોઇનું બુરું કરવામાં પુણ્યયોગે સફળ થાય, ત્યારે પણ તે કરવા માટે અંદર જેટલો ટાઇમ ઉશ્કેરાટ કે આવેગ હોય, તેટલો ટાઈમ તેનું મન સ્વસ્થ રહેવાનું નથી. તમે જો મનના સુખને સમજી શકો તો પરમાત્મા સાથે તમારું અનુસંધાન સરળ બની જાય; કારણ કે મનના સુખને શુભભાવની સાથે લીંક છે. ધર્મ તમને શુભભાવો મનમાં કેળવવા લાયક દર્શાવે છે અને અશુભભાવો છોડવા લાયક દર્શાવે છે. જે મનના સુખને સમજી શકે તેને ખબર પડે કે રક છે કે આ જ ર છે. * * * એ છે તે ક ક કે એક જ કે * * * * * * * * * * * * * * * * * * * 90 મનોવિજય અને આત્મશુદ્ધિ Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્નતા સાથે મનની શું લીંક છે. તેથી મનનું સંશોધન કરવું હોય તો તેના સ્વરૂપને જાણવું જરૂરી છે. મનનું સ્વરૂપદર્શનઃ મન બે છે. (૧) દ્રવ્યમન (૨) ભાવમન ભાવમનના પણ બે પ્રકાર છે. (૧) ઉપયોગમન (૨) લબ્ધિમન. લબ્ધિમનના પણ ઘણા પેટા ભેદો છે. લબ્ધિમનને સમજવા આપણે પહેલાં જોઈ ગયેલા કે (૧) માન્યતાની શુદ્ધિ:- માન્યતા એટલે કે તમે શું માનો છો, શું નથી માનતા તે; અને તેના આધારે જ તમારી રુચિ વણાયેલી છે. સારાને સારું માનો તો તેના પર રુચિ જળવાયેલી રહે છે, તેને ખરાબ માનો તો તેના પર અરુચિ રહેશે. જેમાં એક વ્યક્તિ હિંસાને ખરાબ માને છે તો તેના મનમાં હિંસા પ્રત્યે અરુચિ રહેશે, અને એક વ્યક્તિ હિંસાને સારી માને છે તો તેના મનમાં હિંસા પ્રત્યે રુચિ રહેશે. તેમ અહિંસાને સારી માને છે તો તેની રુચિ રહેશે અને અહિંસાને ખરાબ માને છે તો તેની અરુચિ રહેશે. આમ, રુચિ-અરુચિ સારી-ખરાબ બધી વસ્તુઓ સાથે તમારી માન્યતા અનુસાર, તાણાવાણાની જેમ જડાયેલી છે. જગતની પ્રત્યેક વસ્તુ પ્રત્યે રુચિઅરુચિ સુષુપ્ત રીતે અંદર ધરબાયેલી છે. સાઇઝમાં નાના એવા મનમાં પણ વિશાળ સંગ્રહરૂપે સ્ટોર થઈને રહી છે.ખરાબ વસ્તુની રુચિથી પાપની અનુમોદના ચોવીસે કલાક અનકોન્સીયસલી ચાલુ છે, માટે પાપનો કર્મબંધ ચોવીસે કલાક ચાલુ છે. તેવી જ રીતે સારી વસ્તુમાં રુચિ હોય તો ચોવીસે કલાક પુણ્યનો બંધ પણ ચાલુ છે. ખરાબ રુચિથી પાપનુબંધી પાપ બંધાય છે, સારી રુચિથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. માટે રુચિ-અરુચિ જેવી હોય તે પ્રમાણે પાપ અને પુણ્યના બંધ અને અનુબંધ ચાલુ હોય છે. આ એક મનમાં ગોઠવાયેલો કાયમ ખાતેનો ડીપાર્ટમેન્ટ છે અને તેમાં ફેરબદલી ઓછી થાય છે, કેમ કે જીવ પોતે માનેલી માન્યતાને ફેરબદલી કરવા જલદી તૈયાર નથી. દઢ થયેલી માન્યતાઓ ગ્રંથિરૂપે ગોઠવાયેલી છે, માટે તેમાં સામાન્ય પુરુષાર્થથી નોંધપાત્ર પરિવર્તન લાવી શકાતું નથી. સામાન્ય પુરુષાર્થથી સામાન્ય ફેરફાર થાય, પણ જન્મથી મૃત્યુ સુધીમાં માંડ બેથી પાંચ ટકા પરિવર્તન આવતું હશે. એટલે તેના બંધ અને અનુબંધ લગભગ રૂટીન પ્રમાણે ચાલતા હોય છે. અશુભ માન્યતાઓનું સંશોધન અશુભ માન્યતા જબરદસ્ત રીતે પાપના બંધ-અનુબંધ સતત પાડ્યા કરે છે. ઘણા એમ મનોવિજય અને આત્મશુદ્ધિ ૭૧ Page #78 -------------------------------------------------------------------------- ________________ બોલતા હોય છે કે વેપારમાં વિકાસ કરવો જોઇએ, ઉદ્યોગમાં પ્રગતિ કરવી જોઇએ, જગતમાં જેટલો પણ વિકાસ થાય તે માનવજાત માટે સારું છે, આ કાંઇ ખરાબ કામ નથી; પાછા માનતા હોય કે તેમાં હિંસા નહીં વિચારવાની. આ જે મનની માનેલી માન્યતા છે તેનાથી ચોવીસે કલાક જગતમાં જેટલા પણ વેપારધંધા ચાલુ છે, તેની અનુમોદના તેને ચાલુ છે, માટે તેને તેનો ભારે કર્મબંધ પણ અવિરતપણે ચાલુ છે. સભા:- સાહેબ ! જગતના બધા જ વેપારધંધાની અનુમોદના કહેવાય? સાહેબજી - હા, ચોક્કસ. તમે માનતા હો છો કે ઉદ્યોગ-ધંધા વિકસાવવા તે સારું કામ છે, અને આમ જ કરવું જોઇએ. મોટાભાગનો આ અભિપ્રાય હોય છે. જો કે તેના અભિપ્રાયની દુનિયામાં કોઈ વેલ્યુ ના હોય, તો પણ કહેશે કે આ કરવા જેવું, આ નહિ કરવા જેવું. આવાં તો કેટલાંય ભૂત મનમાં ભરાયેલાં હોય છે. જેમ ઘણા માને કે સ્વરાજ આવ્યું, ચૂંટણીપ્રથા આવી તેથી દેશે લોકશાહી દ્વારા કેટલો બધો વિકાસ કર્યો ! જ્યારે ખરેખર શાસ્ત્રની દૃષ્ટિએ વિચારીએ તો લોકશાહી અને ચૂંટણીની વ્યવસ્થા ખોટી છે. ભગવાન આદિનાથે રાજ્યવ્યવસ્થા સ્થાપી હતી. રાજાશાહી તીર્થંકરપ્રણીત છે. રાજાશાહી સિવાય બીજી વ્યવસ્થા લોકહિતકર નથી. છતાં જિનેશ્વરના વચનથી વિરુદ્ધની આવી તો તમારી ઘણી માન્યતાઓ હોય છે. તે ઊલટી માન્યતાઓના કારણે તમને તે તે પાપોની અનુમોદના ચાલુ છે. જેમ કોમ્યુટરમાં એક નાની ચીપ્સ ગોઠવો તો વોલ્યુમોના વોલ્યુમો ભરાય તેટલો ડેટા ઊભો થાય ને? તેમ તમારા મનમાં એક ઊંધી માન્યતા પણ હજારો પાપનું મૂળ છે. તેનાથી કર્મના ગંજના ગંજ બંધાયા જ કરે. મનમાં આ ઊંધી માન્યતારૂપ મિથ્યાત્વ જ જડબેસલાક ઘર કરી ગયું છે, જેણે આખા જગતને રવાડે ચડાવ્યું છે. જ્યાં સુધી આનું સંશોધન ન કરો ત્યાં સુધી સમકિત પામી શકાતું નથી. સાચું બોલજો, આવું અવલોકન કરનારા કેટલા? સભા:- સાહેબ! નો ટાઇમ. સાહેબજી - એટલે કે ધર્મ કરવાનો તમને ટાઇમ નથી. પરંતુ આ માનસઅવલોકન તો ધર્મમાં પ્રવેશ કરવા માટે પ્રવેશદ્વાર છે. સમકિત પામવા માટે આમાં પ્રવેશ કરવો જ પડે. હું તો એમ કહું છું કે નો ટાઇમ બોલવાવાળા પાસે જેટલો ટાઇમ છે એટલો કોઇની પાસે નથી. આવું કોણ બોલે છે? સત્તાધીશો, શ્રીમંતો બોલે છે, તેમને જાતે શું કામ કરવાનું હોય છે? તેમને તો મશીનો અને માણસો દ્વારા કામ કરાવવાનું હોય છે. માટે પ્રમાણિકતાથી વિચાર કરો તો નો ટાઇમ જેવું છે જ નહિ. તમારી પાસે આખી દુનિયા માટે ટાઇમ છે, પરંતુ પોતાની જાત માટે * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૭૨ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #79 -------------------------------------------------------------------------- ________________ જ ટાઈમ નથી. જેને પોતાની જાત માટે ટાઇમ નથી, એનો અર્થ એ થયો કે પોતાની જાત ઉપર તેને ભયંકર દ્વેષ છે, તે સ્વષી માણસ છે. જેમ તમારી પાસે પાંચ કામ કરવામાં આવે તો જે કામમાં તમને વધારે રસ હોય તે પહેલું કરો, અને અણગમતાં હોય તે ક્રમશઃ પછી કરો; તેમ અહીંયાં તમે આત્માને છેલ્લો મૂકો છો, એટલે તેનો મતલબ એ થયો કે તમને તમારા આત્માના ઉત્થાનમાં જરા પણ રસ નથી. આ બહુ કરુણ સ્થિતિ છે. તમારા ઉપર કોઈ દ્વેષ રાખે તો તમને ગમે નહિ, છતાં પણ તમે તમારી જાત ઉપર સતત ષ રાખો છો. તમને કોઈ એવોઈડ કરે તો ગમે નહિ, પરંતુ તમે તમારી જાતને ચોવીસે કલાક એવોઇડ કરો છો. આ તો કેવું બેહૂદું કહેવાય? અમે તમને તમારા મૂળભૂત આંતરિક સ્વરૂપનો વિચાર કરવાનું કહીએ છીએ. સ્વકેન્દ્રિત થવા જેવી હિતકારી કોઈ પ્રવૃત્તિ નથી. ધર્મ તમારી જાતની વધારે ચિંતા કરે છે. માટે કેવળ સ્વનો વિચાર કરવાના અવસરે કહો કે “નો ટાઇમ,” તો આ કેવી વાત કહેવાય? જરા ચિંતન મનન કરજો . આના માટે એક વખત બનેલો એક દાખલો કહું. એક હાર્ટના સ્પેશીયાલીસ્ટ પાસે એક સુખી પેશન્ટ આવેલા. ડોક્ટરે તેમને તપાસી બધા રીપોર્ટો જોઈ લીધા પછી કહ્યું કે, મારી દષ્ટિએ તમને ખાસ તકલીફ નથી. જરા નોર્મલ B.P. વધારે રહે છે. પરંતુ તેના માટે કંઈ દવા લેવાની જરૂર નથી. પરંતુ દિવસમાં અર્ધો કલાક કાઢી થોડાં યોગાસન-પ્રાણાયામ કરી મનને રીલેક્સ કરવા પ્રયત્ન કરો. જ્યારે પેલા ભાઈ બિઝનેસમેન હતા. તે કહે કે ડોક્ટર મને ટાઇમ મળતો નથી. ત્યારે ડોક્ટરે કહ્યું કે સમજી રાખજો, હમણાં ટાઇમ નહિ કાઢો તો તમારો કાયમ માટેનો ટાઈમ હાથમાંથી સરકી જશે. ડોક્ટરે બહુ જ સંભળાવ્યું. પોતાની જાત માટે અર્ધો કલાક ન કાઢી શકો? આ વાત શારીરિક દષ્ટિએ છે. આ પ્રસંગમાં શારીરિક દષ્ટિએ મૂર્ખ બનો છો, તેમ આત્માની દૃષ્ટિએ મૂર્ખ બનો તો કેટલું નુકસાન થાય? તે વિચારજો. તમારે તો એમ કહેવું જોઇએ કે દુનિયામાં બધી વસ્તુ માટે ટાઇમ ઓછો છે, પણ મારી જાત માટે મારી પાસે ઘણો ટાઇમ છે. તમારામાં સહુથી પહેલી તલપ પોતાના હિતની હોવી જોઇએ. એકપણ માન્યતા ઊંધી ગોઠવાય તે આત્મા માટે માટે ભયંકર દોષ છે. જીવનમાં કલ્પના ન હોય તેવી ઊભી કરેલી-મન માનેલી માન્યતાઓ લઈને ફરતા હો છો, પછી તમે ગમે તેટલો ધર્મ કરો પણ એક ઊંધી માન્યતા ભારે પાપ બંધાવે છે. જેમ તમે પ્રભુભક્તિ કરી, દર્શનપૂજા કર્યા ત્યારે પણ તમારામાં ભગવાનની આજ્ઞાવિરુદ્ધ જેટલી ઊંધી માન્યતાઓ છે, તે તમને પાપનો બંધ કરાવે છે; કારણ પાપની અનુમોદના માન્યતારૂપે પૂજાદિ કરતાં પણ ચાલુ છે. દા.ત. ઘણા કહે છે કે ગાજર તો શરીર માટે સારું કહેવાય, આંખ માટે પણ લાભકારી છે, માટે ખાવાં જોઇએ. તમને કોઈ વાત ડોક્ટર કહે તે બેસી જાય, પણ શાસ્ત્રો કહે તે ન બેસે. મનોવિજય અને આત્મશુદ્ધિ ૭૩ Page #80 -------------------------------------------------------------------------- ________________ અમે કહીએ કે ગાજરનો રસ પીવાથી, કંદમૂળ હોવાથી અનંતા જીવો મરી જાય છે; તો કહેશે. કે એવું બધું વિચારવાનું ન હોય. પાછા આગળ વધીને કહે કે આરોગ્ય સારું હશે તો ધર્મ આરાધના થશે. હવે આ ઊંધી માન્યતા પડી છે, તેથી તે તમને ચોવીસે કલાક ગાજરનો રસ પીઓ કે ન પીઓ પણ દુનિયામાં આ જીવોની જે હિંસા થાય છે તેમાં તમારી અનુમોદના ચાલુ છે, માટે પાપ લાગે છે. આવી તો હજારો નાની નાની ઊંધી માન્યતાઓ તમારા જીવનમાં હશે. ઘણાં ખોટાં કાર્યોને તમે જીવનમાં સારાં માનતા હો છો. તેમાં પણ જયારે વર્લ્ડ લેવલ પર વાતો ચાલે ત્યારે તો અક્કલ જ ગીરવે મૂકી દો છો. ત્યારે ભગવાનની આજ્ઞાવિરુદ્ધ કેટલા વિચારો ચાલતા હોય છે ! તે તમે સ્ક્રીનીંગ કરો તો ખબર પડે. જેમ પ્લેનો ઊડવા લાગ્યાં તેનાથી કેટલો લાભ થયો છે ! કેટલો વિકાસ થયો છે! એટલે તે વિકાસ તમને લાભકારી લાગ્યો છે. માટે તમારે મન જગતમાં જેટલાં યંત્રો છે તે સારાં છે, તેથી તેની અનુમોદના છે; અને આ માન્યતા દ્વારા ઘોર પાપકર્મ પેદા થાય છે. આ પાપબંધ અટકાવવા માટે જગતમાં જિનેશ્વરદેવોએ જે વ્યવસ્થા બતાવી છે, જે ઉચિત વ્યવહારો બતાવ્યા છે, તે જ સાચા ને સારા છે અને બીજું બધું ખોટું છે; આ જ માન્યતા જીવનમાં બાંધી લેવા જેવો મુદ્રાલેખ છે. આજનો સામ્યવાદ ખોટો છે. તે જિનેશ્વરદેવે કહ્યો નથી, ઊલટો તેને તો અનુચિત કહ્યો છે. ઘણા તો આમાં સમજે કાંઈ નહિ, પણ ખાલી ડહાપણ ડહોળે, જેથી પાપની અનુમોદના ચાલુ રહે. જેમ તમારા કુટુંબમાં તમારે કઈ રીતે જીવવું, કેવા વ્યવહાર બધા સાથે કરવા તે ભગવાને ઉચિત વ્યવહાર તરીકે બતાવ્યા છે; ભાઈ-બહેન, મા-બાપ સાથે કે બીજા સંબંધીઓ સાથે કેવો વ્યવહાર કરવા, કેવા વ્યવહાર ન કરવા તે બતાવ્યું છે, તેનાથી વિરુદ્ધ જે વ્યવહાર કરો તેને ખોટું માનવાની તૈયારી જોઇએ. નહીંતર જો તેને સારું માનો તો અધર્મની માન્યતાને મનમાં પ્રોત્સાહન આપ્યું ગણાય, જેથી કર્મબંધ ચાલુ રહેશે. આ દુશ્ચક્રથી બચવું હશે તો સતત જાગૃતિપૂર્વકનો આજ્ઞાનુસારી ચોક્કસ નિર્ણય જોઇએ. સારું ને સાચું કેવળ કપોલકલ્પનાથી નથી માનવાનું, પણ જિનેશ્વરદેવની આજ્ઞાથી નક્કી કરવાનું છે. જેમ ઊલટી માન્યતાથી પાપ બંધાય છે તેમ સાચી માન્યતાથી પુણ્ય બંધાય છે. હમણાં અનુબંધને બાજુ પર મૂકીને બંધને જોઇએ. આ જગતમાં હજારો પ્રકારની હિંસા ચાલુ છે. અમુક હિંસાને તમે વાજબી માનો, અમુક હિંસાને ગેરવાજબી માનો. જેને ગેરવાજબી માનતા હો તે હિંસામાં તમારી અરુચિ છે, માટે તેનાથી શું બંધાય ? પુણ્ય બંધાય. અને જે હિંસા સારી લાગે તેમાં રુચિ છે, માટે તેનાથી પાપ બંધાય. બધી હિંસાને ખરાબ માનનાર તો Rare(કોઇક) જ નીકળશે. તમારા સ્વાર્થ માટે જે હિંસા કરી તેને ખરાબ માનો ખરા? કહેશો કે આવી હિંસા તો કરવી જોઇએ ને? * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ७४ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #81 -------------------------------------------------------------------------- ________________ સભા:- શું સાહેબ! હિંસાને વળી સારી મનાય? સાહેબજી - તમે બંગલો બાંધો તેને ખરાબ કહેશો? નાના ફ્લેટમાંથી મોટા ફલેટમાં જાઓ ત્યારે હરખાઓ ને? માટે ઉલ્લાસ પાપનો છે. એક મોટરના બદલે બે મોટર ઘરે આવે એટલે રાજી ને? એક દુકાન-પેઢીના બદલે બે ત્રણ થાય તો વધારે રાજી ને? લાખના કરોડ, કરોડના ૨ કરોડ થાય ત્યારે કેટલા ખુશ થાઓ? તેથી તમારા મનમાં આવી હિંસા સારી છે એવી માન્યતા વણાઇ ગઇ છે. કોઈ ખરાબ માનવાની વાત કરે તો આનાકાની કરો ને? સભા :- આ બધું માનીએ તો સંસારમાં કેમ રહેવાય? સાહેબજીઃ- કેમ, સમ્યગ્દષ્ટિ સંસારમાં રહે જ છે ને? તમે તો કેવી વાત કરી કે સમ્યગ્દષ્ટિ સંસારમાં રહી જ ન શકે. ભગવાનના લાખો શ્રાવકો સંસારમાં રહેતા હતા, તમારા કરતાં પણ સારી રીતે જીવતા હતા. તમારો સિદ્ધાંત શું? કે જે વસ્તુ તમને ઉપયોગી લાગે તે સારી, પરંતુ ઉપયોગી વસ્તુ પણ વાસ્તવિક રીતે સારી છે કે ખરાબ છે તેનું પણ ધોરણ છે. જેમ અનાજ ઉપયોગી છે, માટે અનાજ ઉગાડવું, ખેતી કરવી સારી છે, તેમન બોલાય. સારું અને ઉપયોગી વચ્ચેની ભેદરેખા સમજો. જેમ કોલસા વગર કે આગ વગર ન ચાલે, તેટલા માત્રથી તે આગ સારી વસ્તુ સારી કે ખરાબ તે તેના ગુણધર્મથી નક્કી થાય, માત્ર આવશ્યકતાથી તેને મૂલવાય નહિ. જેના વગર ન ચાલે તે વસ્તુ સારી, તેવું નથી. ગૃહસ્થજીવનમાં પૈસા વગર ન ચાલે, માટે પૈસા મેળવવા જેવા; પૈસા, વેપાર કે વ્યવસાય વિના ન મળે, માટે વેપાર-વ્યવસાય કરવા જેવો; ખોરાક -પાણી વિના જીવનમાં ન ચાલે, એટલે અનાજના ઉત્પાદન માટે ખેતી પણ કરવા જેવી; આ રીતે તમે બધામાં આવશ્યકતાના ધોરણે કર્તવ્ય કે હિતકારીનો નિર્ણય કરો છો, પરંતુ જે આવશ્યક હોય તે સારું જ હોય તેવો નિયમ નથી. તેમાં જો હિંસા-અસત્ય વગેરે સમાયેલું હોય તો તેને ખરાબ સ્વીકારવું પડે. સભા - સારું હોય તો જ આવશ્યકતા થાય ને? સાહેબજી -બીડી પીનાર કહે, તેના વગર મને ચાલતું નથી, માટે તેની તેને આવશ્યકતા થઈ. તેને કદાચ ન આપે તો માંદો પણ પડી જાય. તેમ ચા ન મળે તો માથું દુઃખે? માટે અનિવાર્ય આવશ્યકતા થઈ ગઈને? તેટલા માત્રથી શું બીડી-ચા સારાં છે? ના, પરંતુ જેનાથી બધાને સુખશાંતિ મળે તે સારું. અનેકને દુઃખનું કારણ બને તે તમને સગવડતા ખાતર આવશ્યક હોય તો પણ ખરાબ છે. જેનાથી બીજાને પીડા થતી હોય, તેવી પ્રવૃત્તિ તમને ઉપયોગી થતી હોય તો પણ, તેમાં હિંસા આદિના કારણે તે ખરાબ જ છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ ૭૫ Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક વસ્તુના ગુણધર્મ દ્વારા સારી-ખરાબ વસ્તુ સમજવાની છે. કોઈ ચોર છે, તેને પેટના હિસાબે ચોરી કરવી અનિવાર્ય છે. કારણ કમાવા માટે તેની પાસે બીજું કોઈ સાધન નથી, તેથી ચોરી કરે છે, તે સારું કે ખરાબ? ચોરીનો વ્યવહાર કેવો કહેવાય? તેમાં હરામનું લેવાની વાત આવી? તમારું કોઈ પડાવી લે તો દુઃખ થાય? માટે જે ખરાબ છે તે તો ખરાબ જ છે. ભલે ગમે તેટલું અનિવાર્ય હોય, તો પણ તે સારું બનતું નથી. માટે આવશ્યક, અનાવશ્યકની વ્યાખ્યા જુદી છે અને હિતકારી અહિતકારીની વ્યાખ્યા જુદી છે. સભા:- ચોરી તેનો વેપાર જ છે ને? સાહેબજી - સામાજિક દષ્ટિએ ચોરી ખરાબ છે. જેમ ચોરીમાં હરામનું પડાવી લેવું તે ખરાબ છે, તેમ વેપાર ગમે તેટલો અનિવાર્ય હોય, પણ જેમાં બીજા જીવોને ત્રાસ આપવાની, લૂંટી લેવાની ભાવના આવતી હોય તેને વાજબી કેમ કહેવાય? કોઈ પોતાની જરૂરિયાતના કારણે તમને ત્રાસ આપે તો તમે તેને સારું ગણો ખરા? એક માણસને ૧૦૦ રૂ. ધારો કે દવા કરવા જોઇએ છે, બીજી કોઈપણ રીતે મળે તેમ નથી, તો રસ્તામાં આવી તમારા ખિસ્સામાંથી ઉપાડી લે તો તે સારું કહેવાય? ભલે અનિવાર્ય સંયોગોમાં કર્યું હોય, તો પણ તે વ્યવહાર શું સારો કહેવાય? તેને બહુ જ જરૂર હોય તો તે માંગી શકે છે, પણ સીધી ચોરી કરે તેને વાજબી કહેવાય? હિંસા, ચોરી, અસત્ય બધા અધર્મો જ છે. જ્યાં હિંસા, ચોરી આદિ હોય ત્યાં તેને પાપ જ કહેવું પડે અને તમે તે ન માનો તો તમને તે પાપની અનુમોદના ચાલુ છે, તેના કારણે પાપબંધ ચાલુ જ છે. ભગવાન જેને પાપ-અધર્મ કહે છે તેને તે રીતે માનવા જે તૈયાર નથી તેને ભગવાનની પૂજા કરતાં પણ તે માન્યતા નિમિત્તે પાપનો બંધ ચાલુ છે. (૨)હવે લબ્ધિમાનનો બીજો વિભાગ પરિણતિ છે. આપણે બધા ચોક્કસ પ્રકૃતિ સાથે લઇને ફરીએ છીએ. ઘણા માનસિક ભાવો પ્રકૃતિગત હોય છે. દરેક વ્યક્તિની પ્રકૃતિ જુદી જુદી હોય છે. પ્રકૃતિમાં શુભ-અશુભ ભાવ વણાઇ ગયેલા હોય છે. પ્રકૃતિમાં વણાઈ ગયેલા શુભ-અશુભભાવને પરિણતિ કહેવામાં આવે છે. માન્યતા અને પરિણતિ વચ્ચેનો ભેદ સમજો. દા.ત. એક માણસ ક્રોધને ખરાબ માને છે છતાં ક્રોધથી ભરેલો છે, જયારે બીજો માણસ શાંત છે પણ ક્રોધને મૂળમાંથી ખરાબ માનતો નથી. ભલે તે બધી પ્રવૃત્તિ શાંતિપૂર્વક કરતો હોય, પણ કોઈ તેને પૂછે તો કહે ક્રોધ જીવનમાં ન કરો તો ન ચાલે, પ્રસંગે કરવો જોઇએ. માટે તે ક્રોધને સારો માને છે. તેમ કોઇ જીવને અતિશય લોભની વૃત્તિ ન હોય, ખૂબ ધન-સંપત્તિ ભેગી કરવી છે તેવા સતત આવેગ તેનામાં ન દેખાય; રોજનું કમાઈને ખાઇને શાંતિથી રહેતો હોય; પણ કોઈ તેને મનોવિજય અને આત્મશુદ્ધિ Page #83 -------------------------------------------------------------------------- ________________ પૂછે કે ધનની આસક્તિ-લોભ કરવા જેવો કે ખરાબ? તો કહેશે પૈસાની મહત્ત્વાકાંક્ષા તો જીવનમાં હોવી જ જોઇએ. પૈસાની ઇચ્છા રાખી નીતિથી કમાયેલા પૈસાને સારા કહેવામાં શું વાંધો? આમ, તેને ઉગ્ર લોભની વૃત્તિ નથી, પણ લોભને સારો માને છે. તેથી કોઈ લોભને ખરાબ માને છે છતાં મહાલોભિયો હોય અને કોઈ લોભને સારો માનતો હોય પણ ઉગ્ર લોભિયો ન હોય; આ માન્યતા અને પરિણતિ વચ્ચેનો વિસંવાદ છે. જે અશુભ ભાવને ખરાબ માને છે છતાં છોડી નથી શકતો તે, અશુભ ભાવને છોડી દેનાર છતાં તેને સારો માનનાર કરતાં ઊંચો ગણાશે. પહેલાં માન્યતાશુદ્ધિ આવે, પછી પરિણતિશુદ્ધિ આવે છે. ક્રોધ, માન, માયા, લોભ પ્રકૃતિમાં વણાયેલા પડ્યા છે. લોભી છે, તે પૈસાનો વિચાર કરે તો જ પાપ બંધાય તેવું નથી, પણ તે દુનિયાના કોઈપણ ખૂણે જાય, જાગતો હોય કે ઊંઘતો હોય તો પણ તેને લોભ નિમિત્તનું પાપ બંધાય છે. પરિણતિમાંથી જયારે શુદ્ધિ થાય ત્યારે તે પાપના બંધથી અટકી શકે. ઉપયોગમનમાં એક સાથે વિરોધી વિચાર નહીં કરી શકો. લોભના વિચાર સાથે ઉદારતાનો વિચાર નહીં આવી શકે. હિંસાના વિચાર વખતે અહિંસાના વિચાર નહિ આવે. કેમ કે ઉપયોગમનની સપાટી મર્યાદિત છે. વિરોધી ભાવો એક સાથે ઊઠતા નથી. જ્યારે સબકોન્સીયસ માઇન્ડમાં પરસ્પર વિરોધી ભાવોનો એક સાથે સંગ્રહ કરવાની શક્તિ છે. પરિણતિમાં અમુક પ્રકારની ઉદારતા હોય અને સાથે અમુક પ્રકારની લોભવૃત્તિ પણ પડેલી હોય, તેમ અમુક રીતની કોમળતા પણ હોય છે. જેમ ગાયને તમે કાપી શકશો? કસાઈની પ્રકૃતિમાં જેવી ક્રૂરતા-કઠોરતા છે તેવી તમારી પ્રકૃતિમાં નહિ જ હોય. કારણ વારસાગત અહિંસાના સંસ્કાર લોહીમાં પડ્યા છે. રસ્તે જતા કોઈ મોટા પ્રાણીને તમે ત્રાસ આપી શકશો નહિ, ઊલટાનું બચાવવાનું મન થશે. છતાં સંપૂર્ણ કોમળતા-દયા કાંઈ તમારી પ્રકૃતિમાં વણાયેલી છે? જેમ પગ નીચે ઉંદર આવીને દબાઈ જાય તો અરેરાટી થશે. કારણ પંચેન્દ્રિય જીવની તમારા દ્વારા સીધી હિંસા થાય છે. પણ વાયા-વાયા થતી હિંસાની તમને કાંઈ પરવા નથી. ઉંદર પગ નીચે આવવાથી ધ્રૂજી જાઓ છો, પણ પગ નીચે કીડી આવીને મરી જાય તો અરેરાટી થાય છે? સભા:- દેખાય નહિ. સાહેબજી - જુઓ તો બધું દેખાય. ઊંધું ઘાલીને ચાલો તો કશું દેખાય નહિ. કીડી નરી આંખે જોઈ શકાય છે. ધ્યાન રાખવું પડે, મહેનત કરવી પડે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ Page #84 -------------------------------------------------------------------------- ________________ સભા - સાહેબજી ! અત્યારે તો ઘરોમાં દવા પણ છંટાય છે. સાહેબજી - એનો અર્થ એ કે તમે જૈનત્વમાંથી રાજીનામું જ આપી દીધું છે. આ વસ્તુ તમારે માટે શોભાસ્પદ છે? તમારા બાપ-દાદા કોણ? તમારી ગળથુથીમાં સંસ્કાર શું? આવું કરવાનો વિચાર પણ કેમ આવે? તમને મચ્છર કરડે છે ત્યારે તે શું તમને આખે આખો જમી ગયો? કે એક ટીપાભાર લોહી પીધું છે? તેના નિવારણ માટે અહિંસક ઉપાય કરી શકો છો. તમારા દિલમાંથી ધર્મ પામવાની કોમળતા જ નષ્ટ થવા લાગી છે. દવા નાખ્યા પછી તે જીવોનો તરફડાટ તો કોઈ વખત જુઓ. તમારા કોઈ આવા હાલ કરે તો હૈયુ કંપી જાય.પરંતુ તમને કોઇપણ ભોગે સગવડતા-સુખ જોઇએ છે. માટે બીજા જીવોનો તરફડાટ જોઈ તમને કાંઈ થતું નથી. તમારી મુંબઇની ગટરો ૧૦૦૦ કીલોમીટર લાંબી છે. તમે જે દવા નાંખો છો તે જ્યાં જયાં ફરશે ત્યાં જીવને સાફ કરશે. એ દવા તમને પાય તો? તમારામાં નરી ધિષ્ઠાઈ આવી ગઈ છે. બસ, આપણને તકલીફ ન પડવી જોઈએ. તમને જે હેરાન કરે તેને રહેવા-જીવવાનો અધિકાર ખરો? તમારી વચમાં આવે તે બધા સાફ થવા યોગ્ય જ ને? તમે રાક્ષસ પેદા થયા છે કે જે હાથમાં આવે તેને ગળી જાઓ? તમારા શ્રાવકના વ્રતમાં પણ લખ્યું છે કે દવા છાંટો તો વ્રત ભાંગી જાય. ફિનાઇલ વગેરે નાંખી આખી ડોલ પાણી બાથરૂમ-સંડાસમાં નાંખી દો ને? આ રીતે ચોખ્ખું કરીને પછી કહેશો જીવાત નથી થતી. પણ તમે જીવાતને ભરખી ગયા છો. તમારા સિવાય કોઈને જીવવા દો તેમ છો? આ બધા ત્રસ જીવો છે. ફિનાઇલવાળું ડોલ ભરીને પાણી નાંખો તો આ જીવોની શું હાલત થાય? તમને એક પીપડું ભરેલ પાણીમાં ડૂબકી મરાવે તો શું થાય? બિચારા તે ત્રસ જીવો ગૂંગળાઈને મરી જાય છે. આ ભયંકર કઠોર કર્મ છે. તમારે ત્યાં તો જો કે આ રુટીન થઈ ગયું છે. પરંતુ ભગવાને એવું કહ્યું નથી કે ઘરમાં જીવજંતુનો ઉપદ્રવ થાય એટલે તેની સફાઈ માટે હિંસા થાય. પણ સફાઇ માટેની સાચી પદ્ધતિ કઈ? પહેલેથી જીવાત ન થાય અને થયેલી જીવાત સલામત રીતે ભાગી જાય તેવા અહિંસક ઉપાય કરવા જોઇએ. સભા:- તેવા ઉપાય બતાવો ને? સાહેબજી:- આવું કામ મારી પાસે કરાવવું છે? અમારા આચાર સમજો. તમારામાં બુદ્ધિ ઘણી છે. ઉપાય શોધવા હોય તો શોધી લો તેમ છો, પણ મન થવું જોઇએ. આયુર્વેદમાં વર્ણન છે કે અમુક પદાર્થની ગંધ માત્રથી એ જીવજંતુઓ ભાગી જાય, તેમને ઉપઘાત ન થાય, જેનાથી તેના જીવનને જરાપણ હાનિ ન થાય, જીવવા છતાં ઉપદ્રવ શાંત થાય. તમને ખબર ૭૮ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #85 -------------------------------------------------------------------------- ________________ છે કે આ તમારા ક્રૂર હિંસક ઉપાય લાંબે ગાળે કોના પર અસર કરશે? બધાને મારીને તમે શાંતિથી મરી શકશો ? તમારા ઘરમાં આ બધી દવાથી ઝેરી વાતાવરણ થાય છે. મચ્છરના નિવારણ માટે મચ્છરદાની જેવો કોઈ અહિંસક ઉપાય નથી. આ બધી ઝેરી વસ્તુ વાપરો છો, તે જ દહાડે તમારા પેટમાં જ આવે છે. જે દવા તમે ગટરોમાં નાખી, જીવો પર નાખી, તે બધી દવા જમીનમાં શોષાશે. તેના દ્વારા અનાજમાં જશે અને અનાજ દ્વારા તે દવા અંતે તમારા જ પેટમાં આવશે. તમને એમ કે બધા જીવોનો કંટ્રોલ કરી શાંતિથી જીવીશું, પણ તમને ખબર નથી, અલ્ટીમેટ તે દવાનો પ્રયોગ તમારા પર જ થાય છે. વર્તમાનમાં કોઈનું બ્લડ એવું નથી કે જેમાં ડી.ડી.ટી. જેવાં તત્ત્વો ન હોય. ઇવન તાજા જન્મેલા નવા બાળકને માતાના સ્તનપાન દ્વારા દૂધપાનમાં ડી.ડી.ટી. જેવાં તત્ત્વો અમુક ટકા મળે છે. કારણ મા જે ખોરાક ખાય છે તેમાંના ઝેરી તત્ત્વો દૂધમાં રૂપાંતર થાય છે. અત્યારે આટલાં કેન્સરો એમ ને એમ થાય છે? વિકાસના નામથી તમારી બુદ્ધિ બગડી છે. આધુનિક વિકાસમાં હિંસા-અહિંસાનો વિચાર જ નથી. આખી જીવસૃષ્ટિ હાયતોબા પોકારી ગઈ છે. તમે જૈનત્વના કુલાચાર ખોયાછે. પાણીની જેમ(છૂટથી) જીવો તમારાથી મરે છે. તેનાથી ભવાંતરમાં તમારા શું હાલહવાલ થશે તેનો વિચાર આવે છે ખરો? વિકાસનાં કેન્દ્રો વિશેષ રીતે મૂળભૂત પશ્ચિમના દેશોમાં છે. તેઓ મૂળથી અનાર્ય છે. ક્રિશ્ચિયન ધર્મને તેઓ માનનારા છે. તેમના મૂળગ્રંથમાં જ લખ્યું છે કે માનવજાતને છોડીને બીજે ક્યાંય જીવ નથી. પ્રાણીઓમાં આત્મા જેવું તત્ત્વ જ નથી. હાથી-ગાયને મારી નાખો તો પાપ નથી, તેવું તેમનાં શાસ્ત્રો કહે છે. તેઓએ પ્રાણીહિંસાને પાપ માન્યું જ નથી. એટલે તેમને પાપનો સવાલ જ આવતો નથી. તેઓના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ પણ માંસાહાર કરે છે. ઇશુખ્રિસ્ત રોજ માંસાહાર કરતા હતા. બાઇબલમાં જ વાત આવે છે કે એક વખત ભિક્ષામાં તેઓ પાંચ માછલી લાવ્યા. તેમાંથી બે તેમણે ખાધી અને ત્રણનું દાન કર્યું. તમે તો અવસરે ક્રિશ્ચિયન ધર્મનાં પણ વખાણ કરી લો ને? અત્યારે તો ઘણા જૈનો પણ પ્રાણી હિંસામાં પાપ માનતા નથી. હવે આગળ વાત. કદાચ તમારા મનમાં દવા છાંટવાનો હિંસક ભાવ ન થતો હોય, કદાચ ત્રસ જીવો મરે તો પણ અસર થઈ જતી હોય, પરંતુ ઘરમાં વેરાયેલાં ભાજીનાં-શાકનાં ડીંટડાં પર પગ મૂકતાં મનમાં અસર થાય ખરી? તમે અનાજની ગુણ પડી હોય અને કદાચ કામ પડે તો તેના પર ચઢી જાઓ ત્યારે, હૃદયમાં થાય કે અંદર રહેલા જીવને કેટલું દુઃખ થશે? માટે તમારા મનમાં મનોવિજય અને આત્મશુદ્ધિ ૭૯ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * Page #86 -------------------------------------------------------------------------- ________________ નાના નાના જીવો પ્રત્યે ચોવીસે કલાક કોમળતાનો ભાવ નથી. તેમના પ્રત્યે દિલ કઠોર થઈ ગયું છે. એટલે અમુક જીવો પ્રત્યે કઠોરતા પ્રકૃતિરૂપે વણાયેલી છે. તેથી જયાં પણ જાઓ ત્યાં તેના નિમિત્તનું પાપ લાગ્યા કરે છે. તેવી જ રીતે જે જીવો પ્રત્યે કોમળતા છે ત્યાં પુણ્યબંધ ચાલુ છે. એટલે અંતરમાં જેટલી કોમળતા અને જેટલી કઠોરતાની પરિણતિ છે તે પ્રમાણે પુણ્યપાપબંધ પડતો હોય છે. તમે એક સાથે દયાનો અને હિંસાનો વિચાર નથી કરી શકતા, પરંતુ પ્રકૃતિમાં દયા અને કઠોરતાનો ભાવ એક સાથે રહે છે. ઉપયોગ મનમાં વિરોધી ભાવો એક સાથે રહી શકાતા નથી, પરંતુ લબ્ધિમનમાં એક સાથે ઘણા જ ભાવો અકબંધ જળવાઈ રહે છે અને તેનો પડઘો ઉપયોગમનમાં સતત અસરરૂપે વર્તે છે, જેનાથી કર્મબંધ પ્રવર્તી રહ્યો છે. સભા:- તો પછી અમે શાક-ફૂટ સમારીએ છીએ તેનું શું કરવું? સાહેબજી -જો તમને જીવોને મારતાં અરેરાટી થાય, હું ખોટું કામ કરું છું તે ફીલ થાય, ન છૂટકે કરું છું, આવો ભાવ આવે તો થોડો કોમળતાનો ભાવટકે અને તમારી ધિક્રાઈપૂર્વકની હિંસા નથી એમ કહી શકાય. પણ તમે તે જીવોને કાપી કેમ શકો છો? કારણ હૃદયમાં થોડી કૂરતા પણ છે, માટે જ તેને સમારી શકો છો. જેમ કાકડીને સમારો તેમ તમારી આંગળીને સમારી શકશો ખરા? દા.ત. સાપ કરડ્યો હોય અને ઝેર ચડતું હોય તે વખતે કોઇ હિતેચ્છ કહે કે તે ભાગને કાપી નાંખો તો શરીરમાં બીજે ઝેર ચડશે નહિ; તે વખતે લાભ છે છતાં પણ કાપવા માટે હાથ ચાલે ખરો? ના, કારણ મમતા છે, સ્વત્વ બુદ્ધિ છે, લાગણી છે. તેથી હિંસા કરવા દબાણ કરે તો પણ કરી શકતા નથી. જયારે શાક કેમ સમારી શકો છો? કારણ ત્યાં પરાયાનો ભાવ છે, જયારે આંગળીમાં સ્વાર્થનો ભાવ છે, માટે કરી શકો છો. જો પૂર્ણ કોમળતા હોય તો પોતાના સ્વાર્થ ખાતર પણ જીવને મારી ન શકો. પરંતુ તમે દુભાતા દિલે મારો તો ઓછી કઠોરતા કહેવાય. ઘણા કહે છે કે અમારે રોજ હિંસા કરવી પડે છે, માટે કરીએ છીએ, પણ હૃદયમાં હિંસાનો ભાવ નથી. પરંતુ ભાવનો અર્થ શું થાય, તે જાણો છો? દિલમાં હિંસાનો ભાવ છે, માટે જ જાણીબૂજીને જીવને તમારા સ્વાર્થ ખાતર મારી શકો છો. અહીંયાં તાત્પર્ય શું છે? તમે ભાવનો અર્થ સમજયા નથી. તમે પાપને ખરાબ માનો એટલે પાપનો ભાવ મટી ગયો તેમ ન કહેવાય. તમે તે પાપ જાણીબૂજીને કરતા હો તો ભાવ છે. તમે હિંસા કરતાં બોલો છો, દાવો કરો છો કે મારા મનમાં ભાવ નથી, પણ તે ખાલી આત્મવંચના છે. કેમ કે ભાવ, ઇચ્છા, અનુમોદના, રાજીપો બધી જુદી વસ્તુઓ છે. મનોવિજય અને આત્મશુદ્ધિ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૮૦ Page #87 -------------------------------------------------------------------------- ________________ લોભિયો માણસ માને છે કે લોભ ખરાબ છે અને ઉદાર બનવા જેવું છે, તેથી તે મન પર કાબૂ રાખીને દાન આપે છે, છતાં પ્રકૃતિમાં લોભિયાપણું છે. ભાવ લોભનો છે પણ ઇચ્છા દાનની છે, પ્રવૃત્તિ પણ દાનની છે. કોઇ વ્યક્તિ દીક્ષાને સારી માને એટલે ચારિત્રનો ભાવ આવે કે રુચિ આવે? માટે ખાતરી સાથે કહેવું પડે કે તમે જે પાપો કરો છો તે બધાં ભાવપૂર્વકનાં પાપો છે. બાકી આ બધી ઊઠાં ભણાવવાની વાતો છે. તમે કહો કે, “અમે ખાઈએ છીએ પણ ભાવ નથી”, પરંતુ તે ખોટી વાત છે. સભા - સાહેબ ! ભાવ છે પણ રાજીપો નથી. સાહેબજી:- હા, તે બરાબર. પરંતુ હિંસા કરવાનો ભાવ ચોવીસે કલાક પડ્યો છે, તેને અનુરૂપ કઠોરતા મનમાં ધરબાયેલી છે. પણ તમે તે હિંસાને સારી માનતા નથી માટે રાજીપો નથી. સભા :- અમે નબળાઈના કારણે કરીએ છીએ. સાહેબજી:- ઘણા માણસ પોતાની નબળાઇના કારણે વ્યસન સેવે છે, છતાં તેમના દિલમાં દુઃખ હોય છે ને? સભા :- અમારે સુધરવા શું કરવું? સાહેબજી -જે દિવસે તમારામાં સત્ત્વ આવશે, સંકલ્પબળ આવશે અને ખમીર આવશે, તે દિવસથી તમે સંપૂર્ણ અહિંસાના આચરણને સત્ત્વથી જીવનભર વળગી રહેશો. એ સત્ત્વ જે દિવસે આવશે તે દિવસે તમે સુધરી શકશો. સમ્યગ્દષ્ટિ રોજ પાપને ખરાબ માનતો હોય, છતાં પણ તેનાથી પાપ થતું હોય, પણ ધિક્રાઈપૂર્વક પાપ ન કરે. સભા:- સમ્યગ્દષ્ટિનો બંધ નિરનુબંધ હોય ને? સાહેબજી - હા, તેને હિંસા કરતાં પણ અનુબંધ તો અહિંસાનો જ પડે. જયારે મિથ્યાષ્ટિની હિંસા સાનુબંધ હોય. સભા:- શાક ફ્રીજમાં રખાય? સાહેબજી :- તમને કોઇ ઠંડીમાં ખુલ્લા કરીને રાખે તો કેવું લાગે ? શિયાળામાં કહે કે ખુલ્લા થઈને બેસો તો શું થાય? મનોવિજય અને આત્મશુદ્ધિ * * * * * * * * * * * * * * * * * * * * * * * * એક . એક જ ક ર ક મ * * * * * * * * * * * * * ૮૧ Page #88 -------------------------------------------------------------------------- ________________ સભા:- બિમાર પડી જઇએ. સાહેબજી - ના, ખોટી વાત છે. તમે ભૂલ્યા છો. ઊલટાના ફ્રેશ થઇ જવાય. તમે ફીઝીયોથેરપી ભણ્યા નથી એટલે કહો છો. ઠંડા વાતાવરણમાં રહેલા માણસો તમારા કરતાં વધુ સશક્ત અને ઊંચા બાંધાવાળા હોય છે. માટે તમને ફ્રીજમાં રાખશો તો કરમાઈ નહિ જાઓ. જયાં ટેમ્પરેચર નીચું હોય તેવા વાતાવરણમાં રહેવાથી બીમાર પડવા કરતાં શક્તિ વધારે મળે છે. તમારા શરીર માટે કઈ ઋતુ લાભદાયક છે? શિયાળો ને? આખા વર્ષની શક્તિ શિયાળામાં સંગ્રહ કરી શકાય છે, માટે તમને કોઇ ફ્રીજમાં રાખે તો વાંધો ન આવે. હવે તમારી સાથે આવું વર્તન કોઈ કરે તો તમને ગમે ખરું? સભા -ના, સાહેબ ! જરા પણ નહિ. સાહેબજી:- તો પછી તમને જે વર્તન ખરાબ લાગે છે તેવું વર્તન તમે બીજા માટે કરો છો, તો તે અધર્મ જ કહેવાય. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૮૨ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #89 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૩-૮-૯૫, રવિવાર. દેહ-ઈન્દ્રિય-મનના સુખમાં દુઃખસ્વરૂપતા: અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને જડ ચેતનનો વિવેક કરાવવા ધર્મતીર્થની સ્થાપના કરે છે. અનંત કાળથી આત્માએ આ દુનિયામાં જડ સાથે તાદામ્ય કેળવ્યું છે. તેમાં જો કોઈ માધ્યમ હોય તો દેહ-ઇન્દ્રિય-મન છે, જેના દ્વારા ભૌતિક જડ દુનિયા સાથે તમે નાતો કર્યો છે. પહેલાં આત્મા આ દેહ-ઇન્દ્રિય-મન સાથે જોડાયો, પછી તેમના દ્વારા જ દુનિયાનો સંપર્ક, સંબંધ મૂળભૂત રીતે બંધાયો છે. આ ત્રણનું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી મુક્તિ થાય નહિ. મુક્તિની તમે ગમે તેટલી ઝંખના કરો, પરંતુ ત્રણથી છૂટવાનો તીવ્ર તલસાટ ઝંખો નહિ ત્યાં સુધી આ મુક્તિની ઝંખના ઔપચારિક છે. ચોવીસે કલાક તમારા પર અસર કરનાર દેહઇન્દ્રિય-મનના સ્વરૂપનું તમે ચિંતન-મનન કરો તો તે ઉપાધિરૂપ વળગાડ છે, તેમ તમને લાગ્યા વગર રહેશે નહિ. પરંતુ દેહ-ઇન્દ્રિય-મનનું સ્વરૂપચિંતન જ પ્રાયઃ કરીને જીવ કરતો નથી. આપણે “મા'ના પેટમાં આવ્યા ત્યારથી દેહનો સંબંધ છે અને મૃત્યુ પામતા સુધી તે રહેવાનો છે. તમને કોઈ પૂછે કે આ શરીરનું વાસ્તવિક સ્વરૂપ શું છે? તો તમે ઓળખાણ આપી શકો ખરા? (૧) શરીરનું સ્વરૂપ : ભૂખ, તરસ, થાક અને ગંદકી આ ચારનું પ્રોડક્શન સેન્ટર તેનું નામ શરીર અને પાછું આ ઉત્પાદનકેન્દ્ર રાત-દિવસ ચાલુ છે. તેમાં ભૂખ, તરસ, થાક, અને ગંદકી પેદા કરવાની પ્રક્રિયા સતત ચાલુ છે તે સમજવા જેવી છે. જેમ કે તમે માનો છો કે ઝાડો-પેશાબ જઈ આવ્યા એટલે શરીરની ગંદકી બહાર નીકળી ગઈ, પરંતુ ઝાડો-પેશાબ કરી લો કે તરત જ બીજી મિનિટે નવો ઝાડો-પેશાબ બનવાનું અંદર ચાલુ થઇ જાય છે. તમે મળની ગંદકી બહાર કાઢી પણ તરત જ આંતરડામાં નવા મળનો સંચય થવાનું ચાલુ થઈ જાય છે. તેવી જ રીતે તરસ લાગે, તેથી પાણીનો ગ્લાસ પીધો, પછી તરસ છીપાઈ તૃતિનો અનુભવ થયો; પણ બીજી મનોવિજય અને આત્મશુદ્ધિ ८३ Page #90 -------------------------------------------------------------------------- ________________ મિનિટે નવી તરસ લાગવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે, અને પછી એક બે કલાકે અનબેરેબલઅસહ્ય તરસ થાય એટલે પાણી પીવું પડે છે, અને તે વખતે પાણી ન મળે તો અકળામણ થાય, પણ પ્રક્રિયા તો પાણીનો ગ્લાસ પૂરો કરો કે તરત જ ચાલુ થઈ જાય છે. જેમ ગરમ પાણીના ઝરામાંથી થોડું થોડું પાણી નીકળ્યા કરે, કારણ અંદર પાણીનો ઝરો ચાલુ છે, તેમ આ પ્રક્રિયા ચાલુ છે. શરીરમાંથી સતત ભૂખ, તરસ, થાક, ગંદકી સ્રોતરૂપે-ઝરારૂપે વહ્યા કરે છે. જેમ થાકને માટે છ કલાક ઊંધીને ઊભા થાઓ તો ફ્રેશ થઇ જાઓ, પણ બીજી સેકન્ડથી થાક લાગવો શરૂ થાય છે; અને સાંજ સુધીમાં અનબેરેબલ થાક થાય એટલે પાછા ઊંધો, પાછી થાકની પ્રક્રિયા સતત ચાલુ. શરીરનાં બધાં સુખમાં આ જ વાત છે. શરીરની ગંદકી, થાક, ભૂખ, તરસનું કામચલાઉ નિવારણ કરવું તેનું નામ શારીરિક સુખ. સભા:- કેમ કામચલાઉ નિવારણ કહ્યું? સાહેબ - કારણ કે અંદર તો આ ચારેનું પ્રોડક્શન ચાલુ છે. દુનિયામાં એવી કોઈ આગ નહિ હોય જે બૂઝે જ નહિ, પણ આ તો જન્મ્યા ત્યારથી મૃત્યુ પામશો ત્યાં સુધી ચાલવાની છે, બુઝાવાની જ નથી. આ ચારે વસ્તુ અવિરતપણે ચાલુ છે, માટે કામચલાઉ નિવારણ જ શક્ય છે. અને એ કામચલાઉ નિવારણ કરવાથી જ તમારી કહેવાતી શાંતિ કે ભૌતિક સુખ મળશે. તમે નાહીને, ખાઈને, આરામ કરીને જે સુખ મેળવો, તે બધા સુખનું સમીકરણ શેમાં આવશે? શરીર એ ભૂખ, તરસ, થાક અને ગંદકીની અખૂટ ખાણ છે, જેમાંથી ખોદ્યા કરો તો ખૂટે જ નહિ. જેમ કોલસાની ખાણમાંથી લાખો ટન કોલસો ખોદે છતાં પણ ખૂટે નહિ, તેમ આ શરીરરૂપી ખાણ છે. શરીર ભૂખ, તરસ, થાક, અને ગંદકીની આગ પેદા કરે છે, તેમ ઈન્દ્રિય પણ ચોવીસે કલાક આ ચારેની આગ પેદા કર્યા કરે છે. મન પણ આ ચારે આગ ચોવીસે કલાક પેદા કર્યા કરે છે. શરીરની ભૂખ વિશે આપણે સમજી લીધું. આપણે ચોવીસે કલાક શરીર, મન, ઇન્દ્રિયને સાથે લઈને ફરીએ છીએ. તમે આત્માને ભૂલીને તેને જ સાચવો છો, તેને જ સર્વસ્વ માનો છો. તેનું ખરું સ્વરૂપ શું છે તે જ્ઞાની ભગવંતોએ વર્ણન કર્યું છે. અને આ જો તમે સમજી લો તો પુદ્ગલની દુનિયા પ્રત્યેનો તમારો અહોભાવ તૂટી જાય. માટે પાયામાંથી જ્ઞાનીઓનો અભિગમ સમજવો જોઇએ. સભા - સાહેબ ! ભૂખ મરી જાય છે, તે શું કહેવાય? સાહેબજી:- જેમ પ્રગટેલા દીવામાં વધારે ઘી નાંખો તો શું થાય? દીવો દબાઈ જાય. * * * છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ८४ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #91 -------------------------------------------------------------------------- ________________ તેવી જ રીતે વધારે ખાઓ તો ભૂખ મરી જાય, તે ઓવરડોઝની નિશાની છે. તમે ખાવામાં સુખ માન્યું છે તે ભૂખને સાપેક્ષ છે. ભૂખ હોય અને ખાઓ-પીઓ તો સુખ મળે. એટલે ઘણા વિચારે કે જેમ ભૂખ વધારે લાગે તેમ ખાવાની મજા વધારે, તેથી વધારે ભૂખ લગાડવા માટે ગોળી લેતા હોય છે. વળી ખાવાનો રસ એટલો હોય કે ભાવતી વસ્તુ આવે તો હોજરીની શક્તિ જોયા વગર અકરાંતિયાની જેમ ખાધા કરે, તો શું થાય? જેમ દીવો કે દેવતા સળગી રહ્યો હોય તેને વધારે પ્રદીપ્ત કરવા, વધારે પડતું ઘી નાંખો તો શું થાય? કાં દીવો ઝાંખો પડે અથવા બુઝાઈ જાય, તેમ ભૂખ પણ મરી જાય છે; પરંતુ અંદર પ્રક્રિયા તો ચાલુ છે, માત્ર તે પ્રક્રિયા ધીમી પડી જાય છે, કારણ ભાર અંદર ઘણો નાંખ્યો છે; પરંતુ ભૂખ લાગવાની તો ચાલુ જ છે. જેમ તમે માનો કે ઉપવાસમાં હોજરીને રેસ્ટ છે, પણ હોજરી રેસ્ટ લેતી નથી, પરંતુ શરીરમાં જૂનો જામેલો કચરો હોય છે તેને બાળવાનું કામ કરે છે. જઠરાગ્નિ સતત સક્રિય છે અને જેનો જઠરનો અગ્નિ નાશ પામે તે તરત જ મરી જાય છે, ભૂખ બંધ થાય પછી માણસ બચે નહિ. જીવન ક્યાં સુધી? જ્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ છે ત્યાં સુધી. આ ૮૪ લાખ જીવાયોનિમાં બધાં શરીરોનું મૂળભૂત સ્વરૂપ આ જ છે, ફક્ત યોનિ પ્રમાણે તેની માત્રા બદલાય છે. સહુથી વધારે ભૂખ, તરસ, થાક, ગંદકી દુર્ગતિમાં હોય છે. નરકમાં આ ચારે વસ્તુ સહુથી વધારે હોય છે, આ પ્રક્રિયા ત્યાં તીવ્ર હોય છે. તેના કરતાં પશુમાં ઓછી હોય, તેના કરતાં માનવમાં ઓછી અને તેના કરતાં દેવતામાં ઓછી અને દેવતામાં પણ જેમ જેમ ઊંચા દેવલોકમાં જાઓ તેમ આ પ્રક્રિયા ઘટતી જાય છે, પણ આ ચારની પ્રક્રિયા તો હોય જ છે. તે સિવાય ચારે ગતિમાં અને ચોર્યાસી લાખ જીવાયોનિમાં કોઇપણ ભૌતિક સુખની પ્રાપ્તિ શક્ય નથી. સૃષ્ટિનાં તમામ ભૌતિકસુખોની મૂળભૂત આધારશિલા ભૂખ, તરસ, થાક અને ગંદકી; આ ચાર વસ્તુ જ છે. તે ચારેના કામચલાઉ નિરાકરણ દ્વારા જ તમામ ભૌતિક સુખોની ઉત્પત્તિ થાય છે. તમે આજ દિવસ સુધીમાં એવું એક પણ સુખ નહીં અનુભવ્યું હોય કે જેમાં આ ચારમાંથી એકના નિરાકરણની પ્રક્રિયા ન હોય. દા.ત. સવારમાં બ્રશ કરીને ફ્રેશ થયા, તેમાં મોઢાની ગંદકીનું કામચલાઉ ધોરણે નિરાકરણ કર્યું, બાથરૂમમાંથી નાહીને ફ્રેશનેસ સાથે બહાર નીકળ્યા, એટલે ચામડી પરની ઉપરછલ્લી ગંદકીનું કામચલાઉ ધોરણે નિરાકરણ કર્યું, ચા-પાણી-નાસ્તો કર્યો, એટલે ભૂખ-તરસનું કામચલાઉ ધોરણે નિરાકરણ કર્યું. સારાંશ એ છે કે, એક બાજુ દેહમાં ભૂખ-તરસ-થાક આદિના દુઃખોના ઉત્પાદન અને સંચયની પ્રક્રિયા અવિરતપણે ચાલે છે અને બીજી બાજુ તેમાં ટેમ્પરરી રીલીફના ઉપાયો જેવી ભોગની ક્રિયા ચાલુ છે, જેનાથી તમને જીવનમાં સુખનો આભાસ પેદા થાય છે. તે સિવાય ભૌતિક જગતમાં બીજી કોઇ સુખ નામની ચીજ છે જ નહીં. આ જડ જગતનું વેધક સત્ય છે, અંતિમસત્ય છે, ભૌતિક સુખની પ્રક્રિયા અંગે મનોવિજય અને આત્મશુદ્ધિ ૮૫ Page #92 -------------------------------------------------------------------------- ________________ આખા વિશ્વમાં આ અબાધિત અટલ નિયમ છે. જડ એવા દેહના મૂળભૂત સ્વરૂપમાં કોઈ રતીભાર ફેરફાર કરી શકે તેમ નથી. તીર્થંકરના શરીરનું પણ મૂળથી સ્વરૂપ આ જ છે, માત્ર પ્રચંડ પુણ્ય તથા અતિશયો હોવાના કારણે વિશેષતા છે. (૨) ઇન્દ્રિયોનું સ્વરૂપ હવે આપણે ઇન્દ્રિયો વિષે વિચારીએ કે ઇન્દ્રિયો શું છે? શરીરની ભૂખ છે તેના કરતાં હજારો ગણી ભૂખ ઇન્દ્રિયોની છે. શરીર અને ઇન્દ્રિયની ભૂખ વચ્ચે મોટો તફાવત છે. ઇન્દ્રિયો તો ભૂખ્યા ડાંસ જેવી છે. દા.ત. આંખને નવાં નવાં દશ્યો, સીનસીનેરી, નવી નવી ડીઝાઇનો, રૂપ, રંગ, આકર્ષક દેખાવો જોવાની સતત ભૂખ પડી છે, તે પણ હજારો દશ્યોની. શરીરની ભૂખ તો ઇન્દ્રિયની ભૂખ પાસે નાચીજ બની જાય છે. ચોવીસે કલાક ઇન્દ્રિયની ભૂખ સળગી રહી છે. જો શરીરની ભૂખને સગડીની ઉપમા આપો તો ઇન્દ્રિયની ભૂખને ઉપમા આપવા મોટા ભઠ્ઠા પણ નાના પડે. તેને તો બોઇલરની ઉપમા આપવી પડે. જેમ બોઇલરમાં તાપ. કેટલો? લોખંડ નાંખો તો પણ ઓગળી જાય. તેમાં માણસ પડે તો રાખ થઈ જાય, કારણ ત્યાં સખત ધખારો ચાલુ છે. તેમ ઇન્દ્રિયની ભૂખ ચોવીસે કલાક ધખી રહી છે. અનુકૂળ વિષયો માટે તમારી ઇન્દ્રિયો સતત તડપી રહી છે. પછી તમે તેને અનુકૂળ ભોગો ન આપી શકો તે જુદી વાત છે, પણ આગ સ્ટોકમાં છે. પહેલાં તમે મીઠાઈ ખાધી, એટલાથી જીભને સંતોષ ન થયો એટલે કહેશે ફરસાણ આપો, પછી ચટણી માગશે, શરબત લેશે, છેલ્લે કાંઈ નહિ તો પાન-મસાલો ખાશે, તો પણ રહી ગયા તેમ ચીંગમ મોઢામાં ચગળશે, પેટ ધરાઈ જાય તો પણ જીભ કહેશે કે હજુ કંઈ જોઈએ છે. કારણ તેની તરસ ચોવીસે કલાક છે. ઇન્દ્રિયની ભૂખ એવી છે કે જો તમે તેનું માનો તો તમને એક મિનિટ પણ જંપીને બેસવા નદે. આ દુનિયામાં હજારો પ્રકારના સ્વાદ છે અને જીભમાં તેની ભારે તરસ છે, માટે તે સતત સ્વાદિષ્ટ વસ્તુ શોધ્યા કરે છે; પછી ભલે તમારું પુણ્ય હોય તેટલું જ તમે જીભને આપી શકો. ગરીબ માણસને તલપ ઘણી છે, પરંતુ પુણ્ય ન હોવાના કારણે મધુર વાનગી મળતી નથી, પરંતુ અંદર જીભમાં ચટપટી અને ચોવીસે કલાક તેની જલન ચાલુ છે. જેમ પેલી જઠરાગ્નિની ભૂખ છે તેમ આ ઇન્દ્રિયની ભૂખ છે અને ચોવીસે કલાક તેનો ધખારો આત્મા સહન કરી રહ્યો છે. કાનની ભૂખ પણ તે જ રીતે ચાલુ છે. જાતજાતના અને ભાતભાતના વાજિંત્રોના નાદો અને તેના સંયોજનોથી પેદા થતી અનેક પ્રકારની સંગીતની સુમધુર સૂરાવલીઓ સાંભળવા માટે તમારા કાન સતત તડપે છે, અને પુણ્યથી કદાચ એક સંગીત સાંભળવા મળી જાય, તો * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ८६ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #93 -------------------------------------------------------------------------- ________________ પણ બીજા અનેક સંગીતશ્રવણની અતૃપ્તિ તો સ્ટોકમાં કાયમ રહે છે. રાજા-મહારાજા-દેવતાઓ કે ધન્ના-શાલિભદ્ર જેવા ભોગીઓની પણ આ જ સ્થિતિ હોય છે, તો બીજાની તો શું વાત કરવી ? નાકની ભૂખમાં પણ એ જ સમાન પરિસ્થિતિ છે. જેમ નાકે ગુલાબનું ફૂલ સૂંધ્યું, હવે ચમેલીનું ફૂલ આવે તો સારું, થોડાં અત્તર-સેન્ટ સૂંધ્યાં, ત્યાં વળી બીજી સુગંધ જોઇએ. એટલે જ રાજા-મહારાજાઓ ઊંચી સુગંધ મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચતા હતા. તમે અત્યારે કોઇ નવી સુગંધી વસ્તુ શોધી કાઢો તો અબજોપતિ થઇ જાઓ. વર્તમાન દુનિયામાં કોસ્મેટીક્સ અને પર્ફ્યુમ્સની બજાર જ અબજો ડોલરોનું છે. સુખી-શ્રીમંતો તેના તરસ્યા છે. બધા જ આ ભૂખની જલન લઇને ફરે છે. એકે-એક ઇન્દ્રિય ભૂખ્યા વરુ જેવી છે. પાંચે ઇન્દ્રિયો તેના વિષયો મળે તેમ ત્રાટકે, કારણ અંદર ખૂબ જ અર્જ છે. ઊંઘમાં પણ આ બધી અર્જુ ચાલુ છે. પરંતુ આ બધો ત્રાસ વેઠવાનો કોને ? આત્માને જ. તેનાથી આત્મા ‘ત્રાહિ મામ્’ પોકારે છે, જેમ મધમાખીઓ ચોટે અને માણસ કૂદકા મારે. કોઇને લાગે આ ગાંડો થયો છે. ઘડીકમાં અહીં ખણે ઘડીકમાં ત્યાં ખણે, તેની જેમ આ શરીર-ઇન્દ્રિય અને મનની ભૂખના ત્રાસથી આત્મા બેચેન અને આકુળવ્યાકુળ છે. છતાં તમારી કમનસીબી એ છે કે આ બધાને જ તમે સુખનાં સાધન માનો છો. એક એક ઇન્દ્રિયની ગંદકી પણ કેટલી છે? ક્યાંયથી સુગંધ નીકળે તેમ નથી. જેમ આંખમાંથી પીયા, ચામડીમાંથી પરસેવો, નાકમાંથી લીંટ, અરે કોઇ સારી વસ્તુ તેના સંબંધમાં લાવો તો તે પણ ગંદી થઇ જાય. દેહ-ઇન્દ્રિયનું સ્વરૂપ આ જ છે. જ દેહની ભૂખ કરતાં ઇન્દ્રિયની ભૂખ હજારો ગણી વિકરાળ છે. શરીરની ભૂખ તો તેની પાસે મામૂલી ગણાય. જીવનમાં તમને ઇન્દ્રિયનું સુખ મળ્યું તેમાં કારણ શું ? આ ચારનું કામચલાઉ નિવારણ કર્યું માટે સુખ મળ્યું. સંસારનાં બધાં સુખોના સરવાળા આ ચારના સમીકરણમાં જ સમાય છે, મહારાજા હોય કે દેવતા હોય. અનુત્તરના દેવતાઓને જે સુખ મળે છે તેમાં પણ આ ચાર જ કારણ છે. આંખો ધૂઓ એટલે ગંદકી દૂર થાય, તાજગીનો અનુભવ થાય, કારણ ગંદકીનું નિરાકરણ થયું. તેમ ચારેમાં આ રીતે ઘટશે. આના સિવાય ભૌતિકસુખનું બીજું કોઇ સ્વરૂપ બતાવી શકો તો અમે માનવા-સમજવા તૈયાર છીએ. પરંતુ વાસ્તવિક સ્વરૂપ આ જ છે. (૩) મનનું સ્વરૂપ : આપણો મુખ્ય વિષય મન છે. પણ તેની સાથે લીંક જોડવા પૂર્વભૂમિકારૂપે આપણે આટલી વાત વિચારી લીધી. હવે મનની ભૂખ એટલે શું ? મનની ભૂખ ચોવીસે કલાક ઊકળતા જ્વાળામુખી જેવી છે. દેહ-ઇન્દ્રિયની ભૂખ સાથે આ ભૂખની તુલના થઇ શકે તેમ નથી, મનોવિજય અને આત્મશુદ્ધિ ८७ Page #94 -------------------------------------------------------------------------- ________________ કલ્પનાતીત છે. દા.ત. જેમ કોઇ પણ સ્વાદ ચાખો તો જીભ તૃપ્ત થાય, ખોરાક ખાઓ તો હોજરી તૃપ્ત થાય, પરંતુ સ્વાદનો સંગ્રહ કરવાની મનની ભૂખ તો કાયમ ભરેલી છે. કામ, ક્રોધ, માન, માયા વગેરે મનની ભૂખના જ જુદા જુદા પ્રકારો છે. તેનું સ્વરૂપ આગવું છે. મન સ્વયં ભાવાત્મક છે, કારણ આંતરિક પરિણામ ભાવાત્મક છે. ભાવના ભાવવાથી પેટની ભૂખ દૂર ન થાય, તેને માટે તો આહાર જ આવશ્યક છે; જ્યારે જીભની આગ ઠારવા સ્વાદ સિવાય છૂટકો નથી, પણ તે ટેમ્પરરી રીલીફ(ક્ષણિક રાહત) છે. ખોરાક ખાઓ તો ચાર-પાંચ કલાક શરીરની ભૂખ દૂર થાય. પાચનની પ્રક્રિયામાં ખોરાક બળીને ખાખ થાય, પછી પાછી ભૂખ પ્રદીપ્ત થાય. મન તો સળગતા અને ભારેલા અગ્નિ જેવું છે. અગ્નિ બે પ્રકારના છે. (૧) સળગતો અગ્નિ (૨) ભારેલો અગ્નિ. સળગતો અગ્નિ એટલે શું ? જેની આગ જલી રહી છે, અને ભારેલો અગ્નિ એટલે શું ? આગ જલતી નથી, પરંતુ ઇંધણ ભરેલું છે. એક ચિનગારી લાગે એટલી જ વાર, તરત ભડકો જ થાય. તેમ મનના બે ભેદ છે. (૧) ઉપયોગમન અને (૨) લબ્ધિમન. સળગતા અગ્નિમાંથી બહાર નીકળતી જ્વાળા એ ઉપયોગમનના કષાય છે. હવે આ સળગતા અગ્નિ પર રાખ બંધાઇ જાય, જેમ કોલસા-છાણા પર રાખ થઇ જાય પરંતુ અંદર સળગતા હોય, માત્ર તેનો ભડકો દેખાતો નથી; તેની જેમ લબ્ધિમનની પરિણતિઓ આ ઢાંકેલા અગ્નિ જેવી છે. કામ, ક્રોધ, માયા, લોભની પરિણતિ આ સળગતા પણ ઢંકાયેલા અગ્નિ જેવી છે. સળગતા પણ ઢંકાયેલા અગ્નિની જવાળા છે, તે લબ્ધિનમનની જ્વાળા છે; અને સળગતા અગ્નિની બહાર આવતી જ્વાળા છે તે ઉપયોગમનની જવાળા છે. જ્યારે યોગ્યતા અને સંસ્કારરૂપે જેટલા કષાયો લબ્ધિમનમાં પડ્યા છે તે બધા ભારેલા અગ્નિ જેવા છે. પરંતુ તમારું મન ચોવીસે કલાક માન, પાન, આદર-સત્કાર, પ્રશંસા, બહુમાનની અપેક્ષા રાખે છે તે માનસિક ભૂખ છે; તેમાં શરીર-ઇન્દ્રિયને સીધી લેવાદેવા નથી. તમારાં વખાણ કોઇ કરે તો શરીરની ભૂખ ભાંગવાની નથી કે મોઢાની તરસ મટવાની નથી. તેથી આ ભૂખ મનની જ છે. સભા :- સાહેબજી ! તે વખતે મોં લાલ થઇ જાય. સાહેબજી :- મોં લાલ થઇ જાય છે તે શેનું રીએક્શન છે ? મન સંતુષ્ટ થયું તેની લાલી છે, નહીં કે પેટની ભૂખ ભાંગી તેની લાલી છે. કોઇ તમારાં વખાણ કરે તો તમારું શેર લોહી ચઢે છે ને ? તમારી પાસે કામ કરાવવાની ચાવી કઇ ? જે તમને ફુલાવી શકે તે તમારી પાસેથી ८८ ****** મનોવિજય અને આત્મશુદ્ધિ Page #95 -------------------------------------------------------------------------- ________________ બધું જ કામ લઇ શકે. આ તો તમને ઓપરેટ કરવાની એક માસ્ટર કી છે. ઘણાને તો બે શબ્દ પ્રશંસાના કહો તો એવા ખુશ થઈ જાય કે તમારું કામ આખો દિવસ બળદિયાની જેમ કરવા તૈયાર થઇ જાય, ગમે તેવી શરીરની મજૂરી કરવા પણ તૈયાર થાય; કારણ તમે તેની મનની ભૂખતૃપ્ત કરી. શરીર અને મનનું ઘણું જ ઇન્ટરકનેક્શન છે. શાસ્ત્રકારો અને વિજ્ઞાન બંને કહે છે કે તમારા મનને ચોવીસે કલાક શરીરની અસર થાય છે અને મનની ચોવીસે કલાક શરીર પર અસર થાય છે; બંનેનું ઇન્ટરકનેક્ષન છે. છતાં પણ વખાણ કરવાથી શરીર તૃપ્ત નથી થતું પણ મન જ તૃપ્ત થાય છે. કોઈ તમારું બહુમાન કરીને હારતોરા પહેરાવે તે વખતે રાજીપો થાય. તે કેમ થાય છે? કારણ મન ધરાયું છે માટે. સભા:- સાહેબ! વખાણ થવાથી ઇન્દ્રિયને(કાનને) તૃપ્તિ મળે છે. સાહેબજી:- તે વાત ખોટી છે. કારણ કે કાનને અનુરૂપ વિષય શું? મધુર ધ્વનિ. જે તમારાં વખાણ કરે તેનો અવાજ જો કર્કશ અને ઘોઘરો હોય તો કાનને તે ગમતો નથી, પણ તે વખતે મન તો ડોલવા લાગે ને? કાનની ભૂખ તો સંગીત કે મધુર અવાજ છે. કદાચ તમારો દુશ્મન પણ મધુર અવાજે ગાતો હશે તો તમારા કાનને તે ગમશે, પણ દુશ્મનનો મધુર અવાજ હોવા છતાં મનને તે નહિ ગમે; જ્યારે પ્રશંસા કરનારનો ઘોઘરો અવાજ હશે તો પણ મન ડોલવા લાગશે. જેમ લોભને કદી જીભની ભૂખ કહેવાય ? ના, તે તો મનની ભૂખ છે. તેમ પ્રશંસા, અહંકાર, માન-પાન તે એક ભૂખ છે. તે મનમાં પેદા થાય કે કાનમાં? જેમ ક્રોધ કંઈ શરીરમાં પેદા થાય ખરો? ના, ક્રોધ તો મનમાં જ પેદા થાય; માત્ર શરીર પર તેની અસર વર્તાય. મનોભૂમિના ભાવો જુદા છે. વર્તમાનમાં તમારી સ્કૂલમાં ભણાવે છે કે 'Sexis Natural Instinct', (કામ એ કુદરતી વૃત્તિ છે) પણ તે વાત સદંતર ખોટી છે. કારણ કે કામ એ શરીરનો વિકાર છે કે મનનો વિકાર છે? દુનિયામાં કોઈ એવો માણસ મળે કે જેને પહેલાં શરીરમાં કામનો વિકાર જાગ્યો હોય? કામ તો હંમેશાં પહેલાં મનમાં જાગે, પછી જ તેની અસર શરીર પર થાય છે; જેમ ક્રોધ જાગે છે મનમાં અને શરીર ઉપર અસર થાય છે. ક્રોધને તમે માનસિક લાગણી માનો છો કે શારીરિક જરૂરિયાત? ક્રોધ જેમ માનસિક લાગણી છે તેમ કામ પણ માનસિક લાગણી છે. હાઇ બી.પી.વાળાને ડોક્ટર કહેતા હોય છે કે હવે ક્રોધને કાબૂમાં રાખજો, નહીંતર દુ:ખી થવાનો વારો આવશે. એટલે માણસ સંકલ્પ દ્વારા ક્રોધને કાબૂમાં લઇ શકે છે, તેમાં પરિવર્તન લાવી શકે છે. જો ક્રોધની, માનની લાગણીઓને મનના સંકલ્પ દ્વારા કાબૂમાં લઈ શકો, તો કામની લાગણીને કાબૂમાં કેમ ન લઈ શકાય? એક બાજુ મનોવિજય અને આત્મશુદ્ધિ ૮૯ Page #96 -------------------------------------------------------------------------- ________________ તમે દ્વેષ, ઇર્ષા વગેરેને કાબૂમાં કરવાની પ્રેરણા આપો અને બીજી બાજુ કહો કે કામ એ નેચરલ-કુદરતી છે, તો તે કેટલી બેહૂદી વાત કહેવાય ? સેક્સ એ બાયોલોજીકલ ડીમાન્ડ નથી પણ સાયકોલોજીકલ ડીમાન્ડ છે.(કામ એ શરીરની ભૂખ નથી પણ મનની ભૂખ છે.) તેને બાયોલોજીકલ ડીમાન્ડ(શરીરની ભૂખ) તરીકે સમજાવવી તે ભોળા સમાજ સાથેની છેતરપીંડી છે. માટે હૃદયમાં કોતરી રાખો કે કામ એ મનની જ ભૂખ છે; જેમ ક્રોધ-અહંકાર-પ્રશંસાની ઇચ્છા એ મનની ભૂખ છે. કોઇ દિવસ તમારા દેહ-ઇન્દ્રિયમાં લોભ જાગ્યો છે ખરો ? તેનું ઉદ્ગમસ્થાન કયું? મન જ. માટે બધી જ લાગણીઓ મનમાં જન્મે છે. ક્રોધ એ માનસિક ભૂખ છે. આ ભૂખ પેદા શેમાંથી થઇ ? તમારી અપેક્ષા એ છે કે બધા મને અનુકૂળ વર્તન કરે. બસ, તે તમારી અંદરની ભૂખ છે. હવે તમે જેને વ્યવહારમાં સારું માન્યું હોય તેવું વર્તન કોઇ ન કરે માટે તેના પર ગુસ્સો આવે. લોભ એ પણ એક મહાભૂખ છે. આ બધી મનની ભૂખ લાવારસની માફક ચોવીસે કલાક અંદર ધખતી હોય છે. ન તમે દુઃખોનો ડુંગર ચોવીસે કલાક સાથે લઇને ફરો છો. તે મન-ઇન્દ્રિય-દેહ દ્વારા સર્જાયો છે. સંસારમાં તમે તેને સંપૂર્ણ ઊલેચી શકતા નથી. માત્ર પુણ્ય હોય તો શરીરને કે ઇન્દ્રિયને થોડી તૃપ્તિ આપી શકો. પરંતુ જેનું પુણ્ય ન હોય તેવા માણસો રોજ અર્ધા ભૂખ્યા પણ છે. પશુમાં તો ભૂખ્યાની ઘણી જ મેજોરીટી છે. ત્યાં તેમને ભૂખ પ્રમાણે ખાવાનું જ મળતું નથી. તેમની શરીરની ભૂખને પણ તેઓ તૃપ્ત કરી શકતાં નથી. તમારું પુણ્ય હશે તો જીવનમાં તમે ઇન્દ્રિય અને શરીરની ભૂખને કદાચ સંતોષી શકશો, પણ મનની ભૂખને કદાપિ સંતોષી શકશો નહિ. સભા ઃ- સાહેબ ! ઇચ્છા એટલે શું ? સાહેબજી :- એ એક મનનો જ ભાગ છે. તેનો જ પેટા વિભાગ છે. મન એટલે ફક્ત ખાલી ઇચ્છાત્મક નથી. મન એટલે ડીપાર્ટમેન્ટલ સ્ટોર છે. જેમ તેના એક વિભાગમાં અમુક વસ્તુ મળે. તેમ મનના એક વિભાગમાં ઇચ્છા જન્મે છે. જે મનનો જ એક ભાગ છે. ઇચ્છાને કાંઇ દેહ-ઇન્દ્રિય પેદા કરતાં નથી અને ઇચ્છાઓ પાર વિનાની છે. માટે જ મનની ભૂખ સંતોષવી બહુ અઘરું કામ છે. જ્યાં સુધી મનમાં મોહના પરિણામ છે ત્યાં સુધી માનસિક ભૂખ છે. મનનું મારણ, મનનું મૃત્યુ, મનના દુ:ખ-સંતાપમાંથી મુક્તિ મેળવવી તેનું નામ જ વીતરાગતા છે. તમે તમારા હરીફની પડતી ઇચ્છો તો આ એક અંદરમાં રહેલો ઇર્ષ્યાનો દાહકારી પરિણામ છે. બધા માનસિક ભાવ એક પ્રકારની સંતાપદાયક ભૂખ જ છે. માટે ચોવીસે કલાક અંદરથી ૯૦ ***** ******* મનોવિજય અને આત્મશુદ્ધિ Page #97 -------------------------------------------------------------------------- ________________ તમે બેચેન અને વ્યાકુળ છો. તે બેચેનીની આગને ઠારવા માટે તમે થોડુંક પાણીરૂપે તમારા કહેવાતા સંસારના થોડા ભોગ આપો, પણ તેનાથી મનની આગ ઠરતી નથી. જેમ ભડભડતી આગ લાગી હોય ત્યારે, એક નાની ડોલ પાણી નાંખો તો છમ્ થઇને વરાળ થઇ જાય છે, પરંતુ તેનાથી આગ ઠરે નહિ; તેમ અનંત કાળથી જીવને મનમાં આવી આગ લાગી છે અને તેને તમે ભોગ અને વિષયો દ્વારા થોડી થોડી ઠારવા પ્રયત્ન કરો છો. જેમ એક માણસ ખૂબ દાઝેલો હોય, તેની પાસે દવાની નાની ટ્યુબ જ હોય, તો જયાં વધારે દાઝેલો હોય ત્યાં જ થોડી લગાડે. તેનાથી તેને થોડી રાહત થાય, પણ બીજે બળતરા ચાલુ હોય. આ તો ઘણા દુઃખમાંથી થોડું દુઃખ વિલીન થયું. બસ, તમારા બધા જ ભૌતિક સુખ માટે આ જ ગણિત છે. તમે જો ચોવીસે ક્લાક મનના ભાવોનું અવલોકન કરો, તો અંદરમાં કેટલી આગ છે, તમે તૃષ્ણાથી કેવા તરબતર છો, તેનું ભાન થાય, અને આમાંથી ન છૂટી શકીએ ત્યાં સુધી પૂર્ણ સુખ આપણા માટે દિવાસ્વપ્ર છે. દેહ-ઇન્દ્રિય-મનથી અતીત મોક્ષ એટલે સુખની પરાકાષ્ઠાની અવસ્થા : દરેક જીવનું અંતિમ લક્ષ્ય શું હોય છે? પરાકાષ્ઠાના સુખની પ્રાપ્તિ. પશ્ચિમના ધર્મોએ તો સાધનાના અંતિમ લક્ષ્ય તરીકે દેહ-ઇન્દ્રિયનાં સુખો જ બતાવ્યાં છે. તેમના કુરાન-બાઈબલ વાંચો તો તેમાંથી સારાંશ એ નીકળે કે ભૌતિક સુખ એ જ ખરું માણવાલાયક સુખ છે. ધર્મની સાધનાના અંતિમ ફળ તરીકે તેઓ સનાતન સુખનું ધામ હેવન કે જન્નત બતાવે છે, જયાં શરબતના જામ, અપ્સરાઓના મનગમતા ભોગ વગેરેની સાધકને સાધનાની ફલશ્રુતિરૂપે પ્રાપ્તિ થાય છે અને તેના શાશ્વત કાળ સુધી ભોગવટામાં લયલીન રહેવામાં જ કૃતકૃત્યતા દર્શાવેલ છે. પરંતુ તે ધર્મપ્રણેતાઓએ તત્ત્વ વિચારવામાં બહુ મોટી પાયાની થાપ ખાધી છે. પશ્ચિમના ધર્મોપદેશકો એટલું પણ સમજી નથી શક્યા કે દેહ-ઇન્દ્રિયના ભોગોની પ્રક્રિયા જ મૂળથી ડીફેક્ટીવ(ખામીવાળી) છે. ભૂખ-તરસ-વાસના-વિકારોરૂપી દુઃખની આગને આંશિક ઠારવા માટે છમ વડાં' જેવા આ ભોગો છે. આમાં પેરેલલ દુઃખની ધારા સ્ટોકમાં જોઈએ. મોક્ષમાં જો આત્માને દેહ-ઇન્દ્રિય અને મન વળગે તો દુઃખની હારમાળારૂપ ઉપાધિ જ ઊભી થાય. પરંતુ આ અનુભવસિદ્ધ સત્યને વિચારી ન શકવાથી તેઓએ દેહ-ઇન્દ્રિય અને મનયુક્ત મોક્ષનો સ્વીકાર કર્યો છે. જ્યારે ભારતના આર્યધર્મો સાંખ્ય, જૈન, બૌદ્ધ વગેરે કહે છે કે મોક્ષમાં દેહ-ઇન્દ્રિય-મન નથી. તેથી ત્યાં ભૂખ નથી, વિકારો નથી, સંતાપ નથી. મોક્ષમાં તેમણે માત્ર આત્માનંદ માન્યો છે, કામાનંદ માન્યો નથી. કારણ કામાનંદ તો ભડભડતી અગ્નિમાં થોડું પાણી નાંખી કિક ક ક ક ક ક ક ક ક ક * * * * * * * * * * ર ર છે જ * * * * * * * * * * * * * * * * * ૯૧ મનોવિજય અને આત્મશુદ્ધિ M-૭ Page #98 -------------------------------------------------------------------------- ________________ છમ' કરવા બરાબર છે. આર્યદેશના ધર્મોની દુનિયાને ખરી મોટી દેન હોય તો તે મોક્ષની ફીલોસોફી છે. મુક્તિના તત્ત્વનું વર્ણન બેનમૂન છે. જ્યારે પશ્ચિમના ધર્મો ચિંતનમાં ઊંડાણમાં ગયા નથી. તેમણે જોયું નહિ કે શરીર-ઈન્દ્રિય ભૂખની મોટી ખાણ છે, જ્યારે મન એ તૃષ્ણાથી વ્યાપ્ત છે; તેથી દેહ-ઇન્દ્રિય-મન દ્વારા મળતાં સુખને સાચું સુખ કહી શકાય નહિ. તેથી તેને સાચું સુખ માનનારા જીવનમાં આધ્યાત્મિક દૃષ્ટિ જ ભૂલ્યા છે. દરેક માણસના દેહ સરખા નથી. દેહથી પેદા થતાં ભૂખ-તરસ-થાક પણ સરખાં નથી. બધામાં વેરીએશન(તફાવત) આવે છે. જેમ ઘણા સોળ રોટલી ખાય છતાં ટેટી જેવા હોય. જ્યારે ઘણા ત્રણ રોટલી ખાય તો પણ હટ્ટાકટ્ટા થઈને ફરતા હોય. તમારી દષ્ટિએ વધારે ખાય તો વધારે મજા કે ઓછું ખાય તો વધારે મજા ? હકીકતમાં તમે ભૂખને દુઃખ માનતા નથી અને ખાવામાં દુઃખનિરપેક્ષ સુખ માનો છો, એ જ તમારા મનની ભ્રાંતિ છે. જેમ બધાના દેહ કે દેહની ભૂખ-તરસ સરખાં નથી, તેમ બધાનાં મન કે મનની ભૂખ પણ સરખાં નથી. તમે તમારા મનનું અવલોકન કરો કે તે કેટલી તૃષ્ણાઓથી વ્યાપ્ત છે? તમારા મનમાં પરિણતિરૂપે કેટલી માનસિક ભૂખ છે, તેનું માપ કાઢવું પડે. દા.ત. તમને કોઈ પૂછે કે તમારે કેટલા માનપાનની ઇચ્છા છે? જો કે તેનું કોઈ ગણિત નથી. ચોવીસે કલાક તમે મન સાથે રહો છો, તેની તૃષ્ણાઓથી સતત રિબાઓ છે, એટલે જ્યારે કોઇ તમને માન આપે ત્યારે અંદર પ્રક્રિયારૂપે જે તૃષ્ણાઓથી તમે રિબાતા હતા તેમાં થોડો ઘટાડો થયો. તેથી રાહતરૂપેથોડો મજાનો અનુભવ થયો, પણ હજી અંદર મનમાં બીજાં માનપાન-પ્રશંસા આદિની ઘણી ભૂખ પડી છે. તેનો પુરાવો એ છે કે અત્યારે તમારાં વખાણ કરે તો તે જ તમને ગમે છે પણ નિંદા કરે તો ગમતી નથી, કારણ અંદરથી અર્જ પ્રશંસાની છે. તે જ રીતે બીજા જે ભાવો ગમતા હોય તે વિષયની મનમાં આવી જ ભૂખ છે એમ સમજવાનું. જેમ કે અંદર કામવાસના હોય છે, એટલે કામના પદાર્થ સામે આવે તો ગમે છે અને ભોગવતાં થોડી તૃપ્તિનો અનુભવ થાય છે. તે વખતે ટીપા જેટલી ભૂખ સંતોષાય છે, પણ સ્ટોકમાં દરિયા જેટલી ભૂખ પડી છે. મનની આગથી હું ભૂતકાળમાં ઘણો દાઝેલો છું, વર્તમાનમાં પણ દાઝી રહ્યો છું તેવું લાગે છે ખરું? ના, તમને તે દાહરૂપે દેખાતું જ નથી, કારણ તમારી સંવેદનશક્તિ મૃત થઇ ગઇ છે. જેમ વગર સળગે ધૂપમાંથી સુગંધ નીકળે તેમ નથી, તેમ ભૌતિક જગતની પ્રક્રિયા એવી છે કે પહેલાં તમે વાસનાથી સળગો, પછી જ ભોગવતાં અંદરમાં સુખનો અનુભવ થાય. પશ્ચિમના ધર્મના લક્ષમાં તો માનવજાતને છોડીને પશુસૃષ્ટિની વિચારણા આવતી જ નથી. તેઓ માનવને જ સુખ-શાંતિ આપવા માંગે છે, પણ તે સુખ પણ કેવું? પહેલાં દઝાડીને પછી ઠારે તેવું. પણ તેઓ દાઝયા વગર મળતા સુખને સુખ તરીકે સમજયા જ નથી. જેમ માને કે * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ Page #99 -------------------------------------------------------------------------- ________________ વધારે ખાવામાં વધારે મજા, માટે વધારે ભૂખ લાગે તેવા ડોઝ લઈને આહાર ઠોકે રાખે છે. તેમ ઇન્દ્રિય-મનની બાબતમાં પણ આ જ વર્તન છે. પહેલાં મનની ભૂખને વકરાવે, પછી તેના પર પાણીના છંટકાવની જેમ પુણ્ય અનુસાર ભોગપ્રવૃત્તિ કરે. દા.ત. તમે ટીવી જુઓ તો મનની ભૂખ વકરે કે શાંત થાય? કદાચ થોડી આંખો કે મનની ભૂખ તાત્કાલિક શાંત થાય, પણ રૂપેરી પડદા પર જોયેલા આકર્ષક રૂપ-રંગ અને અનેક વસ્તુની એડવર્ટાઇઝમેન્ટ જાણીને ઇચ્છાઓમાં ઉછાળો આવે. વળી પડદા પર દેખાતું બધું જીવનમાં મળવું શક્ય નથી. તેથી ટીવી તમારા મનના આવેગ અને ઉશ્કેરાટ વધારવાનું અને તેના દ્વારા તમને અંદરમાં દઝાડનારું સાધન છે. પણ આ વાત અત્યારે તમને બેસશે નહીં. કારણ કે ચોવીસે કલાક સળગતી પરિણતિરૂપે મનમાં કેવી કેવી માનસિક ભૂખ છે, તેનો જ તમને અંદાજ નથી. અત્યારે તમે ક્રોધ કરતા નથી, છતાં તમારા દીકરાની અણગમતી ટેવો વિષે તમારા મનમાં પરિણતિરૂપે ક્રોધ ઢંકાયેલો પડ્યો જ છે. અંદર તેની જલન ચાલુ જ છે. માત્ર બહાર ભભૂકશે ક્યારે? તો નિમિત્ત મળશે ત્યારે. આવી માન, લોભ, આસક્તિ, કામવાસના આદિ એક એકની પરિણતિરૂપે અસંખ્ય ભૂખો થાય. એટલે જ ઇન્દ્રિયોની ડીમાન્ડ મનની ડીમાન્ડ પાસે સાવ મામૂલી છે. પરસ્પર તુલનાની દષ્ટિએ વિચારીએ તો શરીરની ભૂખ ટીપા બરાબર છે, ઇન્દ્રિયની ભૂખ સરોવર બરાબર છે, જ્યારે મનની ભૂખને ઉપમા આપવામાં તો સાત સમુદ્ર ઓછા પડે. બહુ જ વાઇડ ગેપ(મોટું અંતર) છે. આપણા જીવનમાં વિસંવાદિતા કહો તો આ જ છે. જીવનમાં દેહ-ઇન્દ્રિય-મનની ભૂખમાં ઈમ્બેલેન્સ(અસમતુલા) છે, જેમાં સમતુલા નથી. જો સમાન હોય તો એક સાથે ત્રણેને સંતોષી શકાય. તમે કદાચ મહેનત કરો અને પુણ્ય હોય તો ભોગ દ્વારા ટેમ્પરરી શરીર અને ઇન્દ્રિયો ધરાય, પણ મન તો ધરાતું જ નથી. માટે મહાભોગીને પણ સ્ટોકમાં દુઃખ તો રહેવાનું જ. આ જ સંસારનો નગ્ન ચિતાર છે. ચિંતન કરો તો ખબર પડે કે ભૌતિક જગતમાં સુખ માટે ફાંફાં મારવાં એટલે અંધારામાં પ્રકાશ મેળવવા માટે ફાંફાં મારવા બરાબર છે. અનંત યુગો સુધી તમે ભૌતિક જગતમાં સુખની શોધ કરો, તો પણ કદી સફળતા મળવાની નથી. લબ્ધિમનની શુદ્ધિ માટે માન્યતાશુદ્ધિ પછી પરિણતિશુદ્ધિઃ જેમ મનની માન્યતા જડબેસલાક ગોઠવાઇ ગઇ છે, જેને પરિવર્તન કરવા માટે પ્રક્રિયામાં ઊતરવું પડે, તેમ સ્વભાવમાં વણાઇ ગયેલા કષાયોના ભાવોને (પરિણતિને) દૂર કરવા તે પણ રમત વાત નથી. તેથી જ મોટા ભાગના જીવો પ્રકૃતિમાં ધાર્યું પરિવર્તન લાવી શકતા નથી, અને આ જ તેમની મોટી નિષ્ફળતા છે. ઘણાંએ તો અંદર ને અંદર જ હૃદયમાં સમાધાન કરી કે એક જ કે જે રી મ ક ક ક ક ા #ક ો * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ * * ૯૩ Page #100 -------------------------------------------------------------------------- ________________ લીધું કે પ્રકૃતિ અને પ્રાણ તો સાથે જ જાય, માટે જીવનમાં પ્રકૃતિના પરિવર્તન માટે મથામણ કરવી બિનજરૂરી છે. પણ જો આવું જ હોય તો પછી ધર્મની જરૂર રહેતી નથી. તમને ધર્મ એ કહે છે કે પ્રકૃતિને બદલો. ધર્મ તમે જેવા છો તેવા રાખવા માંગે છે કે બદલાવવા માંગે છે ? ધર્મ તમારું આંતરિક પરિવર્તન કરવા માંગે છે. અહીં કાંઇ ફિઝીકલી પરિવર્તનની વાત નથી. આંતરિક પરિવર્તનમાં તો પ્રકૃતિ જ આવશે. તમે ધર્મમાં આવો એટલે સાચી માન્યતા અને સારી પ્રકૃતિ કેળવવાની આવશે જ. સામાયિક, પૂજા, પ્રતિક્રમણ, દાન, દયા, તપ, ત્યાગ કરો તે બધામાં માન્યતા, પ્રકૃતિ-પરિણતિને સાંકળી લેવાં પડે છે. જેને પ્રકૃતિમાં ફેરફાર કરવાનું જરૂરી નથી લાગતું તેને ધર્મ ઉપયોગી નથી. જેમ તમે ધર્મમાં આગળ વધતા જાઓ તેમ પ્રકૃતિમાં ફેરફાર આવવો જ જોઇએ. જેનામાં આ ફેરફાર નથી આવતો તેને હજુ ધર્મ આત્મસાત્ થયો નથી. પ્રકૃતિમાં ફેરફાર મર્યા પછી કરવાનો નથી પણ જીવતાં કરવાનો છે. **** ૯૪ **************** મનોવિજય અને આત્મશુદ્ધિ Page #101 -------------------------------------------------------------------------- ________________ તા. ૨૦-૮-૯૫, રવિવાર. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને અમનસ્કયોગની સિદ્ધિ કરાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. આત્મકલ્યાણના માર્ગમાં કરાતી યોગની સાધનામાં અંતિમ યોગ અમનસ્કયોગ છે, જેને પામ્યા પછી મન વિરામ પામે છે. જેમ મોક્ષે જવા દેહ-વાણી-ઇન્દ્રિયના બંધનમાંથી છૂટવાનું છે, તેમ મનના બંધનથી પણ છૂટવાનું છે. મોક્ષમાં પૂર્ણ આત્મા જ છે, આત્માથી ભિન્ન એવું મન ત્યાં નથી. અહીંયાં આપણે એક મિનિટ પણ મન વગર વિચારી શકીએ તેમ નથી. વિચા૨વા માટે પ્રબળ સહાયક સાધન મન છે, છતાં અંતે સાધકે તેને પણ તિલાંજલિ આપવાની છે. મૂળથી તે બંધન છે પણ અત્યારે તેને કેળવી સાધન તરીકે ઉપયોગ ક૨વાનો છે, પણ છેલ્લે તેનો ત્યાગ કરવાનો છે; અત્યારે શૂન્યમનસ્ક દશા પામવાની નથી, પરંતુ મનની મલિનતા-ગંદકીને કાઢીને પવિત્રતા-નિર્મળતાનો તેમાં વાસ કરાવવાનો છે. આ જગતમાં આપણી નજીકમાં નજીક વસ્તુ મન છે. આપણો સ્વભાવ ગણો કે કુટેવ ગણો, પણ આપણને દૂરની વસ્તુમાં રસ છે, અને નજીકની વસ્તુમાં ઉપેક્ષા છે. જેમ તમે મુંબઇમાં રહો છો પણ જોવાલાયક સ્થળોનું આકર્ષણ સાઉથનું વધારે કે મુંબઇનું ? મુંબઇમાં રહેવા છતાં કદાચ અહીંયાંનાં બધાં આકર્ષક સ્થળો નહિ જોયાં હોય; પણ કાશ્મીર, સિમલા, સાઉથ બધે જોવા જઇ આવ્યા હશો. કારણ નજીકની વસ્તુની ઉપેક્ષા છે અને દૂરનું આકર્ષણ છે. જેમ તમારી સાથે રહેલો સગો ભાઇ કે દીકરા સાથે દિવસમાં અડધો કલાક વાત નહિ કરતા હો, પણ જો કોઇ દૂરનો મળે તો બે કલાક ચલાવો. તમારા બે દીકરામાંથી એક દીકરો પરદેશ રહેતો હોય, તો તમને ચિંતા કોની વધારે ? કદાચ લાગ આવે નજીકના દીકરા સાથે દરરોજ ટસલ થતી હોય, કારણ નજીકનાની ઉપેક્ષા-વાંધો છે, દૂરનાનું આકર્ષણ છે, રસ છે; માટે દુનિયાભરની ચિંતા કરીએ છીએ. પણ તે કરવાનું સાધન મન છે, જે તમને સૌથી નજીક છે અને તેને જ તમે ઓળખતા નથી. ચોવીસે કલાક સાથે રહેવા છતાં મનને ઓળખી શક્યા નથી. તમે બધી વસ્તુમાં નિષ્ણાત થયા પણ પોતાના મનને પારખવામાં અબૂઝ રહ્યા. જ્ઞાનીઓએ મનનું આરપાર દર્શન કરવાનું કહ્યું છે. આ મનનું સ્વરૂપ, તેની વિશેષ *********************** મનોવિજય અને આત્મશુદ્ધિ ૯૫ Page #102 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિઓ જાણો-સમજો, પછી તેના પર અંકુશ મેળવવા પ્રયત્ન કરો. ધર્મમાં વિકાસ માટે આ મૂળભૂત પાસું છે. આપણે ઘણા વખતથી મનના સ્વરૂપ પર વિચાર કરી રહ્યા છીએ. મનના બે પ્રકાર છે. દ્રવ્યમન અને ભાવમન. તેમાં ભાવમનના બે પ્રકાર છે. ઉપયોગમન અને લબ્ધિમન. લબ્ધિમનની વાત ચાલી રહી છે. એમાં મુખ્ય ચાર વિભાગ છે. તેમાંથી આપણે (૧) માન્યતા અને (૨) પરિણતિનું વર્ણન કરી ગયા છીએ. હવે જે વિભાગ પર આપણે વિચારવું છે તે સીધો દેખાતો નથી, પણ મનમાં યોગ્યતારૂપે-સંભાવનારૂપે પડેલા હોય તેવા, ધરબાયેલા કષાયોના-રાગદ્વેષના અસંખ્ય પરિણામો છે; જે અજ્ઞાત ભાવો છે, તે ત્રીજો પ્રકાર (૩) યોગ્યતારૂપ કષાયાત્મક ભાવો છે; અને બીજા અનંત કાળના સંગ્રહાયેલા (૪) સંસ્કારાત્મક ભાવો મનમાં છે, તે ચોથો પ્રકાર છે, જેની જીવનમાં અમુક અસર છે. તમારી દુનિયાના વિષયમાં કેટલી જાણકારી છે ? તમે જેટલું જોયું, જાણ્યું, અનુભવ્યું તેમાં તો ચોક્કસપણે રાગદ્વેષના પરિણામ થયા છે; જેમ તમને આજ દિવસ સુધીમાં ખાધેલી ૧૦૦ વાનગીમાં જે ભાવી તેના તરફ રાગ થયો, અને જે વાનગી નહિ ભાવી તેના તરફ દ્વેષ કે અણગમો થયો હશે. તે વાનગીઓનો તમે ચોવીસે કલાક વિચાર કરી શકતા નથી, છતાં જે મીઠાઇ ખાધી તેનો સ્વાદ સારો લાગ્યો, એટલે મનમાં બંધાઇ ગયું કે આ સારી છે, ખાવા જેવી છે, તેથી રાગ ઊભો થઇ ગયો; તેને પરિણતિ કહી. જે જોયું, જાણ્યું કે અનુભવ્યું છે તેના સંગ્રહિત થયેલા રાગદ્વેષને પરિણતિ કહીએ છીએ. જેમ તમે કોઇ ડીઝાઇન જોઇ છે, અથવા જેમ ફોરેનમાં ઘણા સુંદર બગીચા છે, જોવાલાયક દશ્યો છે જે તમે ટી.વી. માં જોયા, તેને અનુભવવા ગયા નથી; છતાં તેના વિષયમાં રાગદ્વેષ મનમાં અંકિત થઇ જાય છે. તમે જે રાતદિવસ જુઓ છો, જાણો છો તેનો મનમાં સતત પ્રતિભાવ પેદા કરો છો. મન તે પ્રતિભાવોને સંગ્રહીત કરે છે અને તે રાગદ્વેષની પરિણતિરૂપે-પ્રકૃતિરૂપે જડાઇને પડ્યા રહે છે, તેથી મન મોટું સ્ટોરહાઉસ છે, સંગ્રહસ્થાન છે. જેમ કોઇ ઝવેરીની દુકાનની બાજુમાંથી પસાર થાઓ, બહાર શોકેસમાં અલંકારો જુઓ એટલે આંખો ચકળવકળ થાય; એટલે તેનું આકર્ષણ થયું, તેના પર રાગ થયો. પરંતુ પછીથી ચોવીસે કલાક તેની માળા જપતા નથી, પણ અંદ૨માં તે રાગ પ્રજ્વલિત થઇને સળગ્યા કરે છે, તેના પર ખાલી વિચારનું ઢાંકણ આવી ગયું છે; મનમાં બીજો ભાવ આવવાથી તેનો વિચાર ખસી ગયો છે, છતાં મૂળમાંથી રાગ ગયો નથી. આ જે જોયું, જાણ્યું, અનુભવ્યું તે માટેની વાત છે. તેની આગ અંદરથી ધખી રહી છે, પણ ઉપર ઢાંકણ લગાડેલું છે, માટે જ બહા૨ જ્વાળા ભભૂકતી નથી; તેની જેમ મનમાં ઢંકાઇને પડેલા રાગદ્વેષ ઢાંકેલા અગ્નિ જેવા છે. હવે આ આગ સપાટી પર ક્યારે આવે ? તીવ્રતા થાય ત્યારે મનોવિજય અને આત્મશુદ્ધિ ૯૬ Page #103 -------------------------------------------------------------------------- ________________ સપાટી પર આવે. જેમ છાણામાં આગ ધખી રહી છે, પણ રાખનું ઢાંકણ આવવાથી બહાર વાળા દેખાતી નથી, પણ અંદરમાં તાપ-ધખારો ધખી રહ્યો છે, જે સંતાપ-તાપ-બેચેનીને પેદા કરે તેવો તાપ છે. જેમ દાખલા તરીકે, ઉનાળામાં વૈશાખ મહિનાના તાપમાં સૂર્યનાં કિરણો રોડ પર પડે છે, પરંતુ છાંયડામાં તેનાં સીધાં કિરણો નથી, છતાં ત્યાં પણ તાપ તો હોય ને? તે રોડ પરનાં કિરણોના કારણે મકાનનું ટેમ્પરેચર પણ હાઈ થઈ ગયું હોય છે. પછી તમે લાંબો સમય ગરમીમાં પસાર કરો એટલે તમારા મકાનની ગરમીથી પણ તમારું શરીર-મન ટેવાઈ જાય છે, મનમાં ઉનાળાનો અસહ્ય તાપ મૂંગા મોઢે સહન કરીને તમે તેને રુટીન કરી લીધું છે. તેમ અંતરમાં તાપનો ધખારો-સંતાપ તો છે જ, પણ આ તો અનંત કાળથી વેઠી વેઠીને આ આંતરતાપથી રીઢા થઇને એવા ટેવાઈ ગયા છો કે અંદરનો તાપ ધ્યાનમાં આવતો જ નથી. સભા - કોઠે પડી ગયું છે. સાહેબજી:- જેમ ફેક્ટરીમાં કામ કરનારની બેઠક બોઇલરની બાજુમાં હોય તો લાંબા ગાળે તે તેનાથી ટેવાઈ જાય ને? ત્યાં બહારથી આવનારને કેટલી અકળામણ લાગે? હવે કોઈ વ્યક્તિ અગવડતા સાથે ટેવાઇ જાય છે એટલા માત્રથી તેને સુખ હોય કે દુઃખ હોય? છૂટકો નથી માટે તેની સાથે સમાધાન કરી લીધું છે, પણ હોય તો દુઃખ જ. તેમ પરિણતિરૂપે કષાયો અંદર સળગે છે. આપણા આત્માના પ્રદેશો ચોવીસે કલાક ઊકળતા ચરુની જેમ ધખી રહ્યા છે. જેમ પાણી ઊકળે ત્યારે કેવું ખદબદ થાય? જરા પણ સ્થિર ન હોય, ઊંચુંનીચું થયા કરે, તેમ ચોવીસે કલાક આત્મપ્રદેશો સંતપ્ત અને ઊકળી રહ્યા છે, એક ક્ષણ પણ તેને શીતલતાનો કે શાંતિનો અનુભવ નથી, બોઈલરની બાજુમાં બેઠેલા માણસ જેવી તમારી સ્થિતિ છે. આ અંદરની દશા તમને ચિત્રરૂપે ઉપસ્થિત થવી જોઇએ, અનુભવરૂપે સ્પષ્ટ વેદાવી જોઈએ. પરિણતિનો અનુભવ કરીએ છીએ, છતાં વિચારરૂપે તેને પ્રગટ ધ્યાનમાં લેતા નથી. હૃદયમાં ૯૯% દુઃખ જ્ઞાત દુનિયાનું છે. જાણ્યું એટલે મન સીધું બેસે જ નહિ, જાણેલામાં રાગદ્વેષ થાય, આવેગ થાય, જેનાથી આત્મામાં અશાંતિ થાય. આપણે આવા દુઃખોનો પહાડ લઈને જ ફરીએ છીએ. આ પરિણતિરૂપ માનસિક દુ:ખ છે. (૩) લબ્ધિમનનો ત્રીજો વિભાગ યોગ્યતારૂપ કષાયાત્મક ભાવોઃ હવે દુનિયામાં બીજી ઘણી વસ્તુ છે, જેમ કે દેવલોક છે; ત્યાંનાં ઝવેરાત-વસ્ત્રો ઘણા ભવ્ય છે, આશ્ચર્યકારી બાગ-બગીચાઓ છે. જેમ દુનિયામાં ઘણી વાનગીઓ એવી છે કે જે * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ Page #104 -------------------------------------------------------------------------- ________________ તમે ખાધી નથી, જોઇ નથી, તેનો વિચારાત્મક ભાવ કદી કર્યો નથી, પરંતુ તે બધું જોવાજાણવા મળે તો રાગ ઊમટે. આ જગતમાં જાણકારીરૂપે તમારા મનમાં જેટલી દુનિયા છે તેના કરતાં અજ્ઞાત વિશ્વ અનંત ગણું છે. તેમાં રહેલી ભૌતિક વસ્તુના સંભાવનારૂપે રાગદ્વેષ સુષુપ્ત મનમાં પડ્યા છે, તે રાગદ્વેષ સીધા જલતા નથી. આ નથી જાણ્યું તેવી અજ્ઞાત દુનિયા ઘણી વિશાળ છે, જેના યોગ્યતારૂપે કષાયોઅંદરમાં ધરબાયેલા દારૂગોળાની જેમ પડ્યા છે. તેને જો ચિનગારી લગાડો તો તમે આખા બળીને ખાખ થઈ જાઓ એવી કષાયોની આગ અંદરમાં ભડકે છે. અંદરમાં ભોગોનું જબરદસ્ત આકર્ષણ છે. જેમ ઘણા ઝૂંપડપટ્ટીમાં રહેનારને શ્રીમંતના બંગલા-સુખ-સગવડ કે ફાઇવસ્ટાર હોટલના કદાચ સ્વાદ ચખાડવામાં આવે, જે તેમણે આજ દિવસ સુધીમાં કદી જોયા નથી કે જાણ્યા નથી, તો તેના જીવનમાં હાયવોય વધે કે ઘટે? જેઓ માંડમાંડ ઝૂંપડપટ્ટીમાં ઠરીઠામ થઈને બેઠા છે તેમના જીવનમાં ઊકળાટ વધી જાય. કારણ અંદરમાં યોગ્યતારૂપે આકર્ષણ તેમને પણ પડ્યું છે, પરંતુ તે પ્રજવલિત નથી. સભા:- એનાથી કર્મ બંધાય? સાહેબજી - હા, એટલે જે દુનિયા તમે કદી જોઈ નથી, જાણી નથી, ભોગવી નથી, અનુભવી નથી, કદાચ જોવાના પણ નથી, પણ તેના પ્રત્યે પોસીબીલીટીરૂપે(શક્યતારૂપે) જે રાગદ્વેષ પડ્યા છે; તેનાથી પણ ચોવીસે કલાક કર્મ બંધાય. માટે જ જૈનશાસ્ત્રોમાં અવિરતિનો વિશાળ કર્મબંધ દર્શાવ્યો છે. સભા -ન કરવા શું કરવું? સાહેબજી:-મનમાં વિકૃતિરૂપે પડેલા રાગદ્વેષના પરિણામોને શાંત કરવા પડે અને શાંત ન કરો તો દુનિયાના પેલા છેડાનું પણ પાપ લાગે. તેને ઠારવા કાંઇ ત્યાં જવાની જરૂર નથી; પણ અહીંયાં તમારા મનમાં પડેલા કષાયોને શાંત કરવાના છે. ત્રણ લોકના, ત્રણ કાળના પાપોનો બંધ કે પુણ્યનો બંધ કરાવી શક્તાની મનમાં અપ્રતિમ તાકાત છે. જેમ દેવલોકમાં જિનપ્રતિમા, જિનમંદિરો છે, ધર્માત્મા છે, આ બધા પ્રત્યે અનુમોદના રાગ કરીને તમે અહીં બેઠાં પુણ્ય બાંધી શકો છો; તેમ ત્યાંના ભોગવિલાસના આકર્ષણથી અહીં બેઠાં પાપ પણ બાંધી શકો છો. સંભાવનારૂપે કષાયો ધરબાયેલા છે. મનમાં શુભાશુભ માન્યતા અને પરિણતિનો વિશાળ વિભાગ છે, તેમ યોગ્યતા અને સંસ્કારનો પણ વિશાળ વિભાગ છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૯૮ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #105 -------------------------------------------------------------------------- ________________ (૪) લબ્ધિમનનો ચોથો વિભાગ સંસ્કારરૂપ ભાવોઃ અનંત કાળની રૂઢ ખાસિયતો મનમાં પડી છે. જેમ જે જે જન્મમાં ગયા, ત્યાં જે જે પ્રવૃત્તિ કરી, ભાવો કર્યા આ બધાના અનુભવરૂપે સંસ્કાર આત્મા પર આધાન થયા. બિલાડીના ભાવમાં ગયા તો ઉંદર પર નજર રહી. ભલે બહારથી બિલાડી શાંત દેખાય, નિર્દોષ લાગે પણ ઉંદર જુએ તો તરાપ જ મારે ને? એટલે અંદર વૃત્તિ પડી છે અને આ ભાવોના આત્મા પર સંસ્કાર પડ્યા કરે છે. તેમ વાઘ-સિંહના ભવમાં ગયા તો બધાને ફાડી ખાવાનો સ્વભાવ, સાપના ભવમાં ફૂંફાડા મારવાનો સ્વભાવ. આ સંસારના પરિભ્રમણમાં આપણે કોઈ પણ ભવમાં પર્યટન ન કર્યું હોય તેવું નથી. આ તમારી જાતના ઇતિહાસની વાત છે, દુનિયાના ઇતિહાસની નહિ. આપણે આવ્યા ક્યાંથી? આપણું પરિભ્રમણ કેટલું? તે બધું તમને મનમાં બંધબેસતું થતું નથી ને? પણ આમાં શ્રદ્ધા રાખવાની જરૂર નથી; જેમ તર્કથી પરલોક પુરવાર થાય છે તેમ અનંત કાળનું પરિભ્રમણ પણ તર્કથી પુરવાર કરી શકાય છે. આપણે આ જીવસૃષ્ટિના તમામ ભવમાં અનંતી અનંતીવાર જઈ આવ્યા છીએ. તમે રસ્તામાં ગમે તે વ્યક્તિને ગમે તે પરિસ્થિતિમાં જુઓ ત્યારે, તમને એમ થવું જોઈએ કે આપણે પણ આવા ભવમાં અનંતીવાર જઈ આવ્યા છીએ. વિચારો તો કાળ અનંત છે, આત્માનું અસ્તિત્વ શાશ્વત છે, કારણ આ દુનિયામાં જે દેખાય છે તે બધું શાશ્વત છે. જે છે તે કાયમ ખાતે જ છે. પદાર્થો વિશે વિજ્ઞાન પણ આ જ જવાબ આપશે. જેનું અસ્તિત્વ છે તેને મૂળમાંથી મિટાવી શકાતું નથી. કદી પણ શૂન્યમાંથી સર્જન થતું નથી અને સર્જનનું શૂન્યમાં વિસર્જન થતું નથી. આ ત્રિકાલાબાધિત નિયમ છે. સભા - પણ પર્યાયો બદલાય છે. સાહેબજી:- પણ અસ્તિત્વ તો કાયમનું છે. આત્મા શાશ્વત છે તેનો પુરાવો શું? તો જવાબમાં કહેશે દુનિયા આખી શાશ્વત છે. કોઈ દિવસ કોઈપણ વસ્તુનું અસ્તિત્વ શૂન્યમાંથી છે જ નહિ અને શૂન્યમાં વિસર્જન પણ નથી. એક પરમાણુને લાખ વૈજ્ઞાનિકો ૧૨ મહિના મહેનત કરે તો પણ શૂન્યમાં તેનું વિસર્જન ન કરી શકે. આ અટલ સનાતન સિદ્ધાંત છે. માટે આત્મા શાશ્વત છે. આત્માનું અસ્તિત્વ ન હતું તેવું ન કહી શકાય. જીવાયોનિ મર્યાદિત છે. કારણ કે ૮૪ લાખ જ છે, અને તેના પણ તમામ પેટા વિભાગો કે પ્રકારો ગણીએ છતાં આંકડો અસંખ્યનો જ આવશે, જયારે કાળ તો અનંત છે. માટે એક એક યોનિમાં અનંતીવાર ગયા વગર છૂટકો જ નથી. ચક્કર આટલા જ ભવમાં મારવાનાં છે. મનોવિજય અને આત્મશુદ્ધિ ૯૯ Page #106 -------------------------------------------------------------------------- ________________ આપણે એક સરખી પરિસ્થિતિમાં અનંતીવાર ફર્યા છીએ. અત્યારે તમે જે પરિસ્થિતિમાં ગોઠવાયેલા છો તેવી પરિસ્થિતિમાં અનંતીવાર ગોઠવાયેલા હતા. જેમ તમે બેઠા છો તે આ જ મકાન, આ જ કબાટ, અહીંયાં જ આ દરવાજો બંધ છે તે પણ બંધ, બારી ખુલ્લી આ અત્યારે છે તેમાં કાંઈ જ ફેરફાર ન હોય. આ જ રીતનું એકસરખું વિશ્વ અનંતીવાર બન્યું છે. હવે તમે આ ભાઇનાં ચશ્માં કાઢી લો બીજું બધું સરખું જ રહે, એટલે વિશ્વ બદલાઈ જાય. અત્યારે તમારો હાથ જેમ છે તેને તમે જરા નીચો કરો એટલે પાછું વિશ્વ બદલાઈ જાય. જો કે આ બધું સમજવા કોસ્મોલોજી ભણવું પડે, તર્કબદ્ધ છે. સ્ટેપવાઇઝ તેમાં તર્કો છે, જે વાસ્તવિક છે. અમે કહીએ તો મોં પહોળાં થઇ જાય છે. પણ સારા વૈજ્ઞાનિકનો અભિપ્રાય કહું તો, તેઓ કહે છે કે અમે પણ આવું માનીએ છીએ. જેમ એક બિલાડી બેઠી છે, તે બિલાડી ઊભી થઇ જાય ત્યારે આખી દુનિયા આની આ જ પ્રમાણે છે, પરંતુ તે વખતે વિશ્વ બદલાઈ ગયું. એવા કોન્ટેક્સ રેફરન્સ અમે અસંખ્ય માનીએ છીએ. ઊંડાણથી વિચાર કરો તો આ વાત સમજાય. કાળ અનંતો છે, જયારે વસ્તુપર્યાય મર્યાદિત છે, તો તેનું રોટેશન અનંતીવાર આવશે. સભા:- જે મોક્ષે ગયા તે? સાહેબજી:-હા, જેની હાજરી આ દુનિયામાંથી ગઈ તેને છોડી દેવાના અને નિગોદમાંથી નવા આવ્યા અને જૂના ગયા તેટલો ફેર તો સમજવાનો. કારણ જે વ્યક્તિ આ વિશ્વમાંથી બીજી દુનિયામાં ગઈ તેને પછી આ વિશ્વ સાથે સંપર્ક રહેતો નથી. આ જીવ અનંત કાળમાં બધા પર્યાયમાં અનંતીવાર ફરીને આવ્યો છે. સભા:- સાહેબ ! અનંતીવાર આ જ રીતે તમે અમને ઉપદેશ આપ્યો, અમે આ જ રીતે સાંભળ્યો છતાં કેમ નિષ્ફળ ગયો? તે વખતે શું ખૂટતું હતું? સાહેબજી - સાંભળીને ફેરફાર ન પડ્યો માટે જ પાછા અહીંયાં બેઠા છીએ. અમે પણ મફતનો ઉપદેશ આપ્યો હશે. માટે ભૂતકાળમાં આપ્યો તે રીતે પાછો જો આપીશ તો કાંઈ થશે. નહિ. જો આ ભવમાં અધ્યાત્મને પામ્યા હો તો આ નવો જન્મ છે. જે વ્યક્તિ સાચા ધર્મમાં પ્રવેશ કરે તેણે અનંત કાળમાં જે અનુભવ્યું નથી, જે મેળવ્યું નથી, તે આ ભવમાં પહેલી જ વાર તેણે મેળવ્યું છે અને ત્યારે જ સમજવાનું કે હવે ગાડી પાટે ચઢી છે અને તે જ તેની અપૂર્વ વિશેષતા છે. * * * * * * * * * * * * * * * * * * * * # * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૦૦ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #107 -------------------------------------------------------------------------- ________________ આ બધું બરાબર વિચારો તો જીવ ભડકી જાય તેમ છે. અનંત જન્મના સંસ્કારો રૂઢ થયા છે, ઘૂંટી ઘૂંટીને ભેગા કરેલા છે. વિચારો, તાજું જન્મેલું બાળક અબૂઝ-બુદ્ધ હોય છે, પરંતુ અંદર બધી વૃત્તિ પડી હોય છે. તેને ભાષા, ખાતાંપીતાં બધું શીખવાડવું પડે, પણ ગુસ્સો કેમ કરવો, રાગદ્વેષ કેમ કરવા તે શીખવાડવું નથી પડતું, વગર ભણાવે આવડે છે ને ? સ્કૂલ, કોલેજોમાં શિક્ષણ અપાય છે, પણ ક્રોધ કેમ કરવો, રાગદ્વેષ કેમ કરવા તેની ટ્રેનીંગ સ્કૂલકોલેજોમાં અપાય છે ? ના, કારણ અનંત કાળની પડેલી વૃત્તિઓ છે, તેને સલાહ-સૂચનની જરૂર નથી. નિમિત્ત મળે ને તરત જ વિકસી જાય છે. આ જગતમાં જન્મે ત્યારથી જીવ અનંતા જન્મના સંસ્કારો સાથે લઇને જ જન્મે છે, પવિત્ર કે નિર્દોષ મનવાળા કોઇ જન્મતા જ નથી. ઘણા બોલે છે ને કે બાળકો નિર્દોષ છે, પરંતુ બાળક નિર્દોષ નથી, પણ અવિવેકી ને મૂઢ છે. બાળકોમાં ક્રોધ-કામ-ઇર્ષા વગેરે કષાયોની વૃત્તિ વિકસિત નથી, કારણ અબુધતા અને મૂર્ખાઇ છે, પરંતુ તે કાંઇ નિર્દોષતા નથી. નિર્દોષ કદી જન્મે નહિ અને જન્મે તે કદી નિર્દોષ હોય નહિ. આ કુદરતમાં એમ ને એમ સજા કદી થાય નહિ. જન્મવું તે મોટામાં મોટી સજા છે. જન્મ એ નિયમા દુઃખ-શોક-સંતાપનું મૂળ જ છે. તમે તેને ઉજવણીનો અવસર માની લીધો છે. તમે જન્મને વધાવો છો અને મોતથી ગભરાઓ છો. તમને મૃત્યુનો ભય વધારે છે કે જન્મનો ભય વધારે છે ? પરંતુ મોત એ જન્મનું ફળ છે. મરેલાને જન્મ નક્કી નથી. જો મરતાં આવડે તો અજન્માપણું પામી શકાય છે. તીર્થંકરો પણ જન્મે એટલે તેમને મૃત્યુ પામવું પડે. પરંતુ તેમની સાધનાથી મૃત્યુ પછી તેઓ અજન્માપણું પામે છે. જન્મ એ જ કર્મની સજા છે અને સજા દોષિતને જ થાય. અનંત જન્મના દોષના ફળસ્વરૂપ આ ભવમાં જન્મ મળ્યો છે. માના પેટમાં કાંઇ રાજીખુશીથી કોઇ પ્રવેશે તેમ નથી. નવ મહિના ઊંધે માથે માના પેટમાં લટકો છો, તે શું તમારી મરજીથી રહો છો ? કે પછી કર્મ ખોસી રાખે છે માટે રહો છો ? મહાપુરુષોના જન્મ પણ ઊંધે માથે થાય છે. આવી પરિસ્થિતિ આત્મા કાંઇ સહજપણે સ્વીકારે ખરો ? પરંતુ આ તો સજા છે, કર્મની મજબૂરીથી છે, માટે પરાણે સ્વીકારવું પડે છે. સમતામાં રહેલા મહામુનિઓ અને વીતરાગ મુનિભગવંતો નિર્દોષ હોય છે, પણ પંખીઓ કે બાળકો નિર્દોષ નથી. માટે જ્યારે બાળકો ખિલખિલાટથી રમતાં હોય, પંખીઓ આકાશમાં ઊડતાં હોય ત્યારે “આ લોકો કેવા નિર્દોષ આનંદને માણી રહ્યા છે” તેવું વિચારો તો તે મિથ્યાત્વનું લક્ષણ છે, કેમ કે જોવાની દૃષ્ટિ વિપરીત છે. શાસ્ત્રમાં લક્ષ્મણા સાધ્વીજીનું દૃષ્ટાંત આવે છે. તેઓ રાજકન્યા હતાં. વૈભવમાં ઊછરેલાં મનોવિજય અને આત્મશુદ્ધિ **** ૧૦૧ Page #108 -------------------------------------------------------------------------- ________________ હતાં. પછીથી વૈરાગ્ય સાથે ધર્મમાર્ગે તેમણે દીક્ષા લીધી. ચારિત્ર સુંદર પાળતાં હતાં, પણ એક વખત ચકલા-ચકલીનું યુગલ નજીક બેસી, પ્રેમની હૂંફ સાથે પરસ્પર ક્રીડા કરી રહ્યું હતું, તેને જોઇને તેમને ‘આ યુગલ કેવો મુક્ત આનંદ માણી રહ્યું છે !' એવા મિથ્યાત્વના પરિણામ પેદા થયા. જે આનંદને ભગવાને વિકૃત આનંદ બતાવ્યો, તે આનંદ તેમને નિર્દોષ અને મુક્ત દેખાયો. ગલૂડિયાં એકબીજાને મસ્તીમાં બટકાં ભરે, ગલોટિયાં ખાય, દોડમદોડા કરતાં હોય ! તેમના આ આનંદને તમે કેવો માનો ? ઘણા તો મોટા થઇ ગયા છે પણ હજી મન તો તેમનું બાળકનું જ છે, પણ આ અવિવેક છે. આ નિર્દોષ આનંદ નથી. જેમાં કોઇ વિકાર-વાસના પ્રેરકબળ તરીકે ન હોય, તેવી આનંદદાયક પ્રવૃત્તિમાં મળતો આનંદ તે નિર્દોષ આનંદ છે. અત્યારે કુદરતનો પ્રેમી વર્ગ ઘણો પેદા થયો છે. પરંતુ તેમને નિર્દોષ આનંદની વ્યાખ્યા જ સ્પષ્ટ ખબર નથી. અત્યારે તમે માનો છો કે હસવું એ જીવનનો નિર્મળ આનંદ છે, હાસ્ય એ તો પ્રકૃતિની માનવને મહામૂલી ભેટ છે. પરંતુ શાસ્ત્રોમાં પરમાત્માના નિર્વિકારી સ્વરૂપનું જે વર્ણન છે તેમાં આવે છે કે ભગવાન કોને કહેવાય ? ભગવાનની ઓળખ શું? તે બતાવતાં કહ્યું જે ૧૮ દોષથી રહિત તે ૫રમાત્મા. હાસ્ય-રતિ-અરતિને પણ દોષ કહ્યા છે. હવે તમે તેને ગુણ માનો એટલે અધર્મને ધર્મ માન્યો કહેવાય. સારાને ખરાબ માનો છો, ખરાબને સારું માનો છો. આ અવિવેક છે. પરંતુ આત્માનો ખરો આનંદ તો ધીર-ગંભીર-પ્રશાંત ભાવમાં છે. હસવું, રડવું, શોક કરવો, રાજી થવું આ બધા વિકૃત ભાવ છે. કારણ કે મન તે વખતે આવેગથી ઘેરાયેલું હોય છે, તેથી આ બધા ભાવો વિકારને પેદા કરનારા છે. સભા ઃ- સાહેબજી ! આત્માનો સ્વભાવ શું ? સાહેબજી ઃ- આનંદ ક૨વો તે જ આત્માનો સ્વભાવ છે. સત્ ચિદાનંદ સ્વભાવ. પોતાના ગુણોમાં જ મસ્ત રહેવું, મગ્ન રહેવું, તેનો જ આસ્વાદ લેવો; આ જ આત્માનો સ્વભાવ છે. જડમાં જવું તે તો વિકૃતિ છે. ૧૦૨ સભા ઃ- સાહેબજી ! પ્રશસ્ત હાસ્ય હોય ? સાહેબજી :- હા, તમને ધર્મ પમાડવા અમે પ્રસંગે તમને હસાવીએ છીએ. સાચો ધર્માત્મા મનોવિજય અને આત્મશુદ્ધિ Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્ત હાસ્ય કરે, કરાવે. પરંતુ જેમાં કોઇનું હિત પેદા ન થાય તે હાસ્ય પ્રશસ્ત હાસ્ય નથી. વળી તે હાસ્ય પણ આત્માનો સ્વભાવ નથી. દોષયુક્ત હાસ્ય તે પ્રશસ્ત હાસ્ય જ નથી. જેમ પ્રશસ્ત પ્રમાદ આદરણીય છે, તેમ પ્રશસ્ત હાસ્ય પણ આદરણીય છે. તમે ચોવીસ કલાકમાં અમુક સમય ઊંધો છો તે જ રીતે મહામુનિ પણ ઊંઘે છે, પણ ઊંઘવા પાછળ તેમનો ઉદ્દેશ શું છે તે સમજવો પડે. ખાલી રેસ્ટ કરવા કે આરામ લેવા તેઓ સૂતા નથી. પરંતુ થાક ઉતારી આગળ આત્માની વધારે આરાધના કરવા માટે સૂએ છે. તે પ્રમાદ છે, પણ પ્રશસ્ત પ્રમાદ છે. માટે તેમને સૂતી વખતે પણ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. જ્યારે તમને જાગતાં પણ પાપાનુબંધી પાપ બંધાતાં હોય છે. કારણ કે બંધ પરિણામ પર છે. જો કે પ્રશસ્ત કષાય કે અપ્રશસ્ત કષાય બંને આત્માનો સ્વભાવ નથી, પરંતુ અત્યારે આ સ્ટેજમાં મોક્ષમાર્ગમાં આગળ વધવા માટે આપણને પુણ્યાનુબંધી પુણ્યની જરૂર છે. તેનાથી જ સદ્ગતિ-ધર્મસામગ્રી પામી આગળ વધી શકાશે. માટે આ ભૂમિકામાં પ્રશસ્ત કષાય જરૂરી છે. જ્યારે આગળનું સ્ટેજ આવશે ત્યારે તે પણ છોડવાની વાત આવશે, પરંતુ અત્યારે તો તે આવકારણીય છે. આ જગતમાં બાળકો, પંખી, ઝાડપાન કોઇ નિર્દોષ નથી. ઝાડપાન આમ તો મૂંગા મોઢે શાંત ઊભા છે. કાંઇ ધમાધમ કરતાં નથી. કોઇને હેરાન કરવા જતાં નથી, છતાં લખ્યું કે તેઓ પણ નિર્દોષ નથી. તે તમારા કરતાં દુનિયામાં ઓછો ત્રાસ ફેલાવે છે. કારણ તમારા જેવી શક્તિ-બુદ્ધિ નથી, પાવરધા નથી; પણ જો તેમને શક્તિ મળે તો કદાચ તમારા કરતાં તે સવાયાં થાય. આખી સૃષ્ટિ નિર્દોષ નથી. આખું જગત વિકારોથી ઘેરાયેલું છે. જીવ જ્યારે જન્મે છે ત્યારે અનંતા જન્મોના સંસ્કારની મૂડી લઇને જ જન્મે છે, સંસ્કારો અકબંધ રાખીને જ જન્મે છે. માટે મનના આ વિભાગનું પણ સંશોધન કર્યા વગર તેની ચુંગાલમાંથી બહાર નીકળાય નહિ. તમે વિચારોની શુદ્ધિ કરી લીધી, પણ જો માન્યતા, પરિણતિ, યોગ્યતા, સંસ્કારની શુદ્ધિ ન કરી તો આમૂલ પરિવર્તન ન પામી શકો. જેમ એક માણસ સામાયિક કરે છે. તે વખતે બે ઘડી એકદમ સાવધાન છે. તે વખતે કોઇ જ ખરાબ ભાવ કરતો નથી. એકદમ તન્મય થઇને આરાધના કરે છે. એટલે વિચારશુદ્ધિ ઘણી કરી છે, પણ માન્યતા, પરિણતિ, સંસ્કાર, યોગ્યતાની શુદ્ધિ નથી, જ્યારે બીજા માણસે માન્યતા, પરિણતિ, યોગ્યતા, સંસ્કારની શુદ્ધિ વધારે કરી છે, તો બેમાં કોનું સામાયિક ઊંચું ? શાસ્ત્રકારોએ આ બીજા માણસના સામાયિકને ઊંચું બતાવ્યું છે. કારણ પેલાએ ઉપરથી જ મનોવિજય અને આત્મશુદ્ધિ **** ૧૦૩ Page #110 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ કરી છે, જ્યારે બીજાએ મૂળમાંથી શુદ્ધિ કરી છે. પહેલાના સામાયિકને અમે ખરાબ નથી કહેતા, કારણ તેને તે વખતે એક પણ ખરાબ વિચાર નથી આવતો, તે તેની જાગૃતિ સાવધાની સૂચવે છે, પણ તે સપાટી પરનું સંશોધન છે; જ્યારે ખ૨ી શુદ્ધિ મૂળમાંથી કરવાની છે. માટે લબ્ધિમનમાં શુદ્ધિકરણનો પુરુષાર્થ કરવા જેવો છે. તમે મનથી ક્યાંય ભાગી શકો તેમ નથી.ઘરગામ કે દેશ છોડીને કદાચ જશો પણ મનને છોડીને તો ક્યાંય જઇ શકવાના નથી. અરે ! તે તો પરલોકમાં પણ સાથે આવશે. માટે જ તેનું સંશોધન કરવાનું છે. તેની પ્રક્રિયા શું તે આગળ આવશે. મનની શુદ્ધિના ઉપાયો નક્કર છે અને આજ દિવસ સુધી જેટલા મોક્ષે ગયા છે તે બધા આ જ પ્રક્રિયાનું અનુકરણ કરી, મનના સ્વામી બની મોક્ષપદને પામ્યા છે. તે પ્રક્રિયા આપણે પર્યુષણ મહાપર્વની આરાધના કર્યા પછી વિચારશું. ૧૦૪ ********* મનોવિજય અને આત્મશુદ્ધિ Page #111 -------------------------------------------------------------------------- ________________ 7 તા. ૩-૯-૯૫, રવિવાર. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને આત્માવલોકન કરાવવા ધર્મતીર્થની સ્થાપના કરે છે. જ્ઞાનીઓની દૃષ્ટિએ સૌથી પહેલાં જીવે પોતાના દોષોનું અવલોકન કરવાનું છે. તમામ દોષોનો ભંડાર મનમાં પડ્યો છે, જે તાદાત્મ્ય ભાવે છે. મનમાં જે મલિનતા ભરેલી છે તેને ઓળખવી પડે અને તેના સંશોધન માટે તેના ઉપાય પણ જાણવા પડે. આત્માવલોકન તમને તમારી ખામી વિશેનું દર્શન કરાવે છે અને તેના આધારે તમારે કેવા બનવું છે, શું કરવું છે તે તમારે જાતે જ નક્કી કરવાનું છે. ધર્મનું મૂળભૂત લક્ષ્ય આત્માનું પરિવર્તન છે. આપણે જેવા છીએ તેનાથી કંઇક જુદા બનવું હોય તો ધર્મસાધના ઉપયોગી છે. તમારો સ્વભાવ શું? દુનિયાની બધી વસ્તુમાં પરિવર્તન લાવવાની તમારી ઇચ્છા છે; જેમ ઘરમાં આમ કરવાની જરૂર છે, રસ્તામાં આ બરાબર નથી, વ્યક્તિમાં આ ખામી છે, દીકરામાં આ ખામી છે, ફલાણામાં આ અપલક્ષણ છે વગેરે. તમારા જીવનમાં તમે સેંકડો વાર બીજાને ફેરફાર કરવા અભિપ્રાય આપ્યા હશે. પાછી એડવાઇઝ કોઇના માંગ્યા વગર આપી હશે. ઘરમાં અને બહાર બધી વસ્તુમાં તમને ખામી દેખાય છે. દુનિયા આખીમાં પરિવર્તન લાવવાની તમને ઇચ્છા છે. આમ ભલે કાંઇ સમજતો ન હોય છતાં કહેશે, દેશમાં નેતાઓને સુધારવાની જરૂર છે, ભ્રષ્ટાચારી ઓફિસરોને સજા કરવી જોઇએ, કાયદાકાનૂનમાં પણ આ રીતના ફેરફાર લાવવાની જરૂર છે. આમ, તમે દુનિયા આખી ૫૨ કંટ્રોલ કરવા માંગો છો, પરિવર્તન લાવવા માંગો છો; પણ જાત પર કંટ્રોલ કરવા માંગતા નથી કે પરિવર્તન લાવવા માંગતા નથી. જે આપણા હાથમાં છે તે ક૨વું નથી, અને જે હાથમાં નથી ત્યાં ચોવીસે કલાક માથું મારવું છે. અનંત કાળથી આ દોષ-ખામી પ્રકૃતિમાં વણાયેલી છે. આ ટેવ આપણી અનંત કાળની છે. જ્યાં કબજો નથી ત્યાં કબજો જમાવવો છે. દુનિયા કાંઇ તમારા કંટ્રોલમાં નથી, છતાં તેમાં ફેરફારો કરવાની ઘણી હોંશ છે, જ્યારે જ્યાં ફેરફાર કરી શકો તેમ છો ત્યાં જાતમાં પરિવર્તન લાવવાની કોઇ તમન્ના નથી. તમારે ફેરફાર કરવા હોય તો જાતમાં કરી શકો કે આખી દુનિયાને બદલી શકો ? અને માટે જ આપણે અનંત કાળથી રખડીએ છીએ. મનોવિજય અને આત્મશુદ્ધિ ********* ૧૦૫ Page #112 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરોએ પણ શું કર્યું? તેમણે આત્મપરિવર્તન કર્યું છે. ભલે આખા વિશ્વના કલ્યાણની કામના કરી, પણ પરિવર્તન માટેનો મુખ્ય પુરુષાર્થ તો જાતમાં જ કર્યો. આપણે કેવા બનવું છે તે આપણા હાથની વાત છે, આખી દુનિયાને પલટી શકવાના નથી, ખાલી માથાફોડ કરીને મરી જશો તો પણ. પરંતુ રસ ક્યાં છે? જાતમાં રસ નથી. ચોવીસે કલાક બહાર જ તમારી નજર છે. આત્માવલોકનથી માનસ પરિવર્તનની કળા: ઘરમાં આ બરાબર નથી, આમ ફેરફાર કરવા જેવું છે, મકાનની ડીઝાઇનમાં થોડો ઓપ આપવા જેવો છે; આ બધું કરવાના ભાવો પ્રકૃતિમાં જ વણાયેલા છે, પણ આપણામાં ફેરફાર કરવા જેવો લાગતો નથી. ધર્મ તમને પહેલાં જાતપરિવર્તનની વાત કરે છે. મનનું સ્વરૂપ સમજીને ભાવમનનાં તમામ પાસાંઓમાં રહેલી જે ત્રુટિઓ છે તેને બદલવાની ધર્મે ભલામણ કરી છે. ચોવીસે કલાક અશુભભાવો જે અંદરમાં વણાયેલા પડ્યા છે, તેનું અવલોકન કરવાનું છે. અનંત કાળના દોષોનો સંગ્રહ આત્મામાં થયેલો છે. જો તેને મનથી છૂટા પાડો તો બધા પાપોથી છૂટકારો થાય. બધા બંધનું મૂળ કારણ આ મન છે. હવે મનને ઓળખું પણ જો તેને સુધારવાની ટેકનીક ન હોય તો આત્માવલોકનનો ઉપયોગ શું? ખામીઓ ખૂબ જાણી પણ જાણ્યા પછી તેમાં પરિવર્તન લાવવું તે જ ખરી કળા છે અને તેનું વર્ણન હવે આવશે. આજનું સાયન્સ મનની નબળાઈઓ બતાવે છે, પણ પછી વ્યક્તિએ ટોપ ડેવલપમેન્ટ કઈ રીતે કરવું તે બતાવી શકતું નથી, માટે અધૂરું છે. પરંતુ તીર્થકરોએ તે કઈ રીતે કરવું તે બતાવ્યું છે અને તેની પ્રક્રિયા જે સાંગોપાંગ જાળવે છે અને તેને જ સાધના દ્વારા આત્મસાત્ કરે છે, તે જ ખરો સાધક છે. જેમ કોઈ માણસ શરીરશાસ્ત્રના જ્ઞાન દ્વારા સમજાવે કે તમારા શરીરમાં આ રોગ-ખામીઓ છે, આટલી તેમાં વિશેષતા છે; પણ રોગના નિવારણના ઉપાય ન બતાવે તો મતલબ શું? ખાલી દુઃખી જ થવાયને? ભગવાને ખાલી દોષોનું નિદાન નથી કર્યું, પણ તેના નિવારણની સાંગોપાંગ પ્રક્રિયા બતાવી છે. અનંત જન્મમાં અશુભ સંસ્કારો આત્મા પર આત્માએ જ આધાન કર્યા છે. જેમ વાઘસિંહના ભવમાં ૨૪ કલાક ક્રૂરતાના ભાવ રાખ્યા, સાપના ભવમાં ઝેરીલાપણું વણાયેલુ હતું. માટે જે જે ભવમાં જેવી પ્રવૃત્તિ-જેવા ભાવો કર્યા તેના સંસ્કારો આધાન થયા છે. દરેક ભવમાં આત્મા તો તે જ છે. કાંઈ આ આત્મા નવો નથી. કોઈ સંસ્કાર કે કોઈ વૃત્તિ એવી નથી કે આપણે તેનું સેવન ન કર્યું હોય. જેમ કૂતરા-બિલાડાના ભવના સંસ્કાર જામ થયેલા છે, તે જેવું ૧૦૬ મનોવિજય અને આત્મશુદ્ધિ ક કે ર ર ક ક ક ક ર સ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * Page #113 -------------------------------------------------------------------------- ________________ તે ભવરૂપી નિમિત્ત મળે કે તે સંસ્કાર ઊભા થાય છે. તે લબ્ધિમનમાં બધું પડ્યું છે અને તે પ્રસંગ આવે બહાર આવે છે. કેમ કે આ વિકૃતિ સ્વભાવગત થઈ છે. તેથી જે પડ્યું છે તેનો તાગ કાઢો તો ખ્યાલ આવે કે અશુભભાવો, પરિણામ,સંસ્કાર કેટલા આત્મસાત થયેલા છે ! સભા:-વિકૃતિ જ લાગતી નથી. સાહેબજી - વિકૃતિ નથી લાગતી તે મિથ્યાત્વ છે, જે વિવેકનો અંધાપો છે. જ્યારે વિકૃતિ વિકૃતિ રૂપે લાગે છતાં છોડી ન શકે તે આચરણાની ખામી છે. વિવેકશૂન્યતા તે મિથ્યાત્વનું લક્ષણ છે અને આચારશૂન્યતા તે ચારિત્રમોહનીયનું લક્ષણ છે. મોહનીયકર્મે બધાને ડીપાર્ટમેન્ટ જુદાજુદા સોંપી દીધા છે. જે વિભાગનું કર્મ હોય છે તેવી જ અસર આત્મા પર દેખાડે. જ્ઞાનાવરણીયકર્મ જ્ઞાન શક્તિને કુંઠિત કરે. સભા - સાહેબ! એક કર્મ બીજા કર્મને મદદ કરે ? સાહેબજી હા, ચોરનો ભાઈ ચોરને મદદ કરે. મૂળથી જાત તો કર્મની છે. એકબીજામાં સહાયક બને ખરા. પણ દર્શનમોહનીય જે અસર કરે તે કાંઈ ચારિત્રમોહનીય ન કરે. એટલે બધાની અસર જુદી જુદી. આપણા આત્મા પર કયા કર્મનો ઉદય છે, તેની કેટલી અસર છે, તે જે કર્મવાદ જાણતો હોય તે નક્કી કરી શકે. તમને જેમ ટી.વી. પર ચિત્રો દેખાય, તેમ તમે કર્મવાદ ભણેલા હો તો દેખાય કે, આ કર્મની અસરથી અત્યારે આ ગતિ બંધાય છે. પણ તમને અંદરનું જાણવાની ખરેખર જરૂર લાગતી હોય, તો તો અહીંયાં કોઈ એવો નથી કે જે કર્મગ્રંથ ન ભણી શકે. તમારામાં બુદ્ધિ-શક્તિ છે છતાં ભણતા નથી, તેમાં કારણ તમને તેમાં રસ નથી. સભા - કર્મ દેખાતું નથી. સાહેબજી:- ભલે કર્મ દેખાતું નથી, પણ તમને હું પૂછું કે તમારા જીવન પર અત્યારે સૌથી વધારે અસર, પડઘો કોનો પડે છે? કર્મો જ પડે છે. ચોવીસે કલાક તમારી પ્રવૃત્તિ, વર્તન, પ્રત્યેક ઘટના બધા પર પ્રબળ અસર કર્મની જ છે. ગમે તેટલા ધમપછાડા કરો પણ જો કર્મ કહે તો હમણાં બેસી જવું પડે. માટે ખાલી ખોટી રાઈ ભરીને બેઠા છો. જેમ અહીંયાં બેઠા છો પણ પ્રતિક્ષણ આઠે આઠ કર્મની અસર ચાલુ છે. શ્વાસોશ્વાસ પણ તમારા પુણ્યથી ચાલે છે. હાર્ટ-કીડની શું તમારી મરજીથી કે હોશિયારીથી ચાલે છે? આટલું સ્પષ્ટ દેખાય છે, છતાં વિચાર કરવાનું મન નથી થતું. ૧ શ સ ક સ ક ર સ ક ક . જે મ મ મ મ મ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૦૭ મનોવિજય અને આત્મશુદ્ધિ M-૮ Page #114 -------------------------------------------------------------------------- ________________ સભા :- આયુષ્ય એકવાર બંધાય, પણ ગતિ તો સતત બંધાતી હોય, તેની સાથે બીજાં કર્મ પણ બંધાય ને? સાહેબજી:- હા, એક વ્યક્તિ ગતિ બાંધે છે, તે તેની સાથે કેવાં જ્ઞાનાવરણીય કેવાં દર્શનાવરણીય બાંધતો હશે, તેનું ક્લાસીફીકેશન આપી શકાય. પરંતુ અત્યારે આ આપણો વિષય નથી. વારંવાર કહેવાયેલું છે, છતાં બેદરકારી છે. સભા:- ક્યા કર્મનું ફળ અહીંયાં ઉમળકો-રસ પેદા નથી થવા દેતું? અને તેનાથી કયું કર્મ બંધાય? સાહેબજી:- બોલો, સંસારનો રસ પેદા કરાવનારું કર્મ કર્યું ? મોહનીય. પણ કર્યું મોહનીયકર્મ? ચારિત્રમોહનીય તો રાગ પેદા કરે, પણ રસ અને ઉમળકો પેદા કરે તે કર્મ જુદું હોય છે. એટલે સંસારમાં રાગ અને રસ એ બન્ને વસ્તુ જુદી છે. એક કર્મ સંસારમાં રસ અને સંસારમાં જિજ્ઞાસા પેદા કરાવે છે, જ્યારે ધર્મમાં તે જિજ્ઞાસાના બદલે અજ્ઞાનનો રસ પેદા કરાવે છે. ધર્મના ક્ષેત્રમાં જાણકારી તમને ગમે નહિ અને અજ્ઞાન રહેવું ગમે. તમારા જીવનમાં આ બને છે તેમાં કારણ કોણ? આ વિષયમાં પૂ. ઉપાધ્યાયજી મ.સા.એ લખ્યું કે સંસારનો રસ આત્મામાં રહેલી ધર્મજિજ્ઞાસાને હણી નાંખે છે અને ભૌતિક જિજ્ઞાસા પેદા કરે છે, માટે તમને જ્ઞાનાવરણીય નડતું નથી પણ દર્શનમોહનીય નડે છે, તેથી અમે ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ તમને આવું સજ્ઞાન જાણવાનું મન થતું નથી. આ બધી તમને પિંજણ જ લાગે છે. જેમ તમને ટ્રાફીકવાળા રસ્તામાં ખબર ન પડતી હોય, અને લાગે કે અહીંયાં એમ ને એમ રસ્તો ક્રોસ કરીશું તો હડફેટમાં આવી જઇશું, તો જાણકારી સાથે કામ કરો ને ? તેમ અહીંયાં લાગે ખરું કે કર્મની હડફેટમાં આવીને મરી જઈશું? આજ દિવસ સુધી તમે ખોટી રીતે કર્મની હડફેટમાં આવ્યા છો. તમને પડતા આ કર્મના મારમાં ૯૯% અજ્ઞાનતા-મૂર્ખતા કારણ છે. તેનાથી તમે ઘણા કુટાયા છો. તમારા જીવનમાં અજ્ઞાનમૂલક ત્રાસ જ ઘણો છે, માટે સમજણની જરૂર છે. પરંતુ દર્શનમોહનીયકર્મ તમારામાં મજબૂત બનીને બેઠું છે, જે સંસારની જિજ્ઞાસા કરાવે છે અને ધર્મની જિજ્ઞાસા બુટ્ટી કરાવે છે. તે તમને ધર્મમાં એવી સલાહ આપે કે “આ બધું જાણીને શું કરવું છે? જે બનવાનું હશે તે બનશે”. હવે તેને કહીએ કે તો પછી દુકાને જવાની પણ શું જરૂર? પરંતુ “ત્યાં તો નહિ જઈએ તો ઊંધું વળી જશે.” તેવું માનો છો ને? તેથી કહેશો ત્યાં તો અર્જન્ટ જવું પડે તેમ છે. એટલે “ભવિષ્ય નિશ્ચિત છે” એવું પ્રામાણિકપણે તમે માનતા જ નથી; માત્ર આવી વાતોનો ધર્મમાં બહાના કાઢવા ઉપયોગ કરો છો, અને આવી ઊંધી બુદ્ધિ તમને દર્શનમોહનીયકર્મ જ આપે છે. માટે ચોવીસે કલાક તમારા આત્મા પર કર્મ ૧૦૮ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #115 -------------------------------------------------------------------------- ________________ છે, ચોવીસે કલાક જૂના કર્મના વિપાકની અસર છે અને ચોવીસે કલાક નવા કર્મનો બંધ છે. બરાબર વિચારો તો બધો જ ખ્યાલ આવે. કર્મબંધનો આધાર મનોભાવો પર છે માટે મનના ભાવોની જાણકારીથી બન્ને પક્ષે લાભ છે. કારણ કે તેનાથી કર્મનો ઉદય અને કર્મના બંધને બંનેને ઓળખી શકાશે. આવી આવી કર્મની અસર થાય છે, તો તેને બદલવા શું કરવું ? માનસસંશોધન કરવાનું આવશે. સંશોધનનો ઉપાય શું ? તેમાં પાંચ પોઇન્ટ જણાવેલા. ચિત્તશુદ્ધિનું પહેલું સ્ટેજ : આત્મશ્રદ્ધાનઃ આત્માની અનંત શક્તિ પર શ્રદ્ધાઃ મનની શુદ્ધિ માટે આત્મશક્તિની શ્રદ્ધા એ પહેલું પગથિયું છે. અગાધ શક્તિવાળું મન પણ આત્માની શક્તિ પાસે માયકાંગલું છે. ચેતન એવા આત્માની શક્તિની તોલે જડની કોઇ શક્તિ કામ આવે નહિ. પરંતુ આપણે જડની અસર નીચે આવી ગયા છીએ, તેના વર્ચસ્વ નીચે આવી ગયા છીએ. છતાં અત્યારે તમારા આત્મામાં જે શક્તિ છે, તે તમારા એક નહિ પણ અનંત કર્મોને તોડી શકે તેમ છે. પણ આપણી ખૂબી કે મજબૂરી ક્યાં છે કે કર્મ જેમ રાખે તેમ રહેવું છે. જો આત્મશક્તિ વિકસાવો તો અનાદેિના અશુભ સંસ્કારોને બદલી શકો. મૂળમાં ફેરફાર કરી તેમાં નવા સારા સંસ્કાર આધાન કરી શકો તેમ છો. સભા :- ચૈતન્યની શક્તિ દેખાતી નથી. સાહેબજી :- ચૈતન્યશક્તિ અંગે શ્રદ્ધા થવી જોઇએ કે આવી શક્તિ વિશ્વમાં બીજે ક્યાંય નથી. પરંતુ તમારા મન પર જેટલો જડનો પ્રભાવ છે તેટલો ચેતનનો પ્રભાવ નથી. છતાં વેધકતાથી વિચારશો તો આત્મશક્તિનો ખ્યાલ આવશે. તમે આજનાં ભૌતિક સાધનો જુઓ છો. તેમાં પ્લેન, રોકેટો, કોમ્પ્યુટર આવ્યાં. તમે આ બધાની કરામત જુઓ ત્યારે અંજાઇ જાઓ છો ને ? આનો અર્થ શું ? ભલે તમે અંજાઓ છો પણ સાચું કહો, આ બધાનો સર્જક કોણ ? હ્યુમન બ્રેઇન(માણસનું મગજ) જ ને ? તેમાં મૂળભૂત શક્તિ કોની ? તેનો મૂળ સર્જક આત્મા જ છે. વિચારજો, જડની શક્તિ વિશેષ કે ચૈતન્યની શક્તિ વિશેષ ? તમે સર્જનથી અંજાઓ છો પણ સર્જકનો વિચાર જ કરતા નથી. વાસ્તવમાં ‘સર્જન મહાન તો સર્જક તેનાથી અધિક મહાન.’ આ નિયમ પણ તમે વિસરી ગયા. દુનિયાનાં તમામ જ્ઞાન-વિજ્ઞાન અને તેના પર આધારિત યંત્રોનો મૂળ શોધક આત્મા જ છે. વિશ્વમાં જ્યાં જ્યાં તમને ખૂબી-વિશેષતા દેખાય છે, તેના મૂળમાં આત્મા જ છે. ચેતનની અપાર શક્તિ છે, પ્રતિભા-શક્તિ બધું જ આત્માનું છે. આ વ્યાપક સ્તરનો નિયમ છે, પણ તમને મગજમાં બેસશે કે કેમ ? ખબર નથી. દા.ત, ભૂતકાળમાં કપડાં હાથથી વણાતાં. હવે મિલો આવી. માટે કહેશો કે વિકાસ 激漤潆洗洗洗洗洗洗洗洗洗洗洗洗洗 મનોવિજય અને આત્મશુદ્ધિ **** ૧૦૯ Page #116 -------------------------------------------------------------------------- ________________ થયો. પણ રૉ મટીરીયલ વગર મિલો ચાલે ખરી? તેના માટેનું કોણ બનાવે છે? તેમાં જડની શક્તિ કે ચેતનની શક્તિ? એક ઘઉંના દાણામાંથી કોઠાર ભરીને દાણા બનાવવાની શક્તિ જડની કે ચેતનની? માટે મૂળભૂત સર્જનશક્તિ આત્માની છે. સ્થૂલ ભૌતિક જગતમાં જે પણ નવું બને છે તે બધું બનાવવાની શક્તિ આત્માની છે. તમને સાજા-નરવા-ફ્રેશ રાખનાર પણ અંદરનો આત્મા છે. અંદરથી પ્રાણ નીકળે એટલે સેકન્ડોમાં આ દેહમાં બગાડ ચાલુ થાય? પછી તમને વહાલા વહાલા કરનાર પણ ઘરમાં એક દિવસ વધારે રાખે ખરા? માટે અંદરમાં બળ બધું આત્માનું છે. સંસારમાં જે સર્જન કે વિસર્જન દેખાય છે તે બધાના પાયામાં આત્મા જ ધરબાયેલો છે. કર્મ બળવાન કે આત્મા બળવાન? હવે આત્મા પર જડ કર્મ લાગ્યું છે તેને પલટવાનું છે. પરંતુ કર્મ બળવાન કે આત્મા બળવાન? જો કર્મ બળવાન હોય તો આજ દિવસ લગી એકે જીવનો મોક્ષ થયો ન હોત. સભા:- ક્યારેક કર્મબળવાન, ક્યારેક આત્મા બળવાન. સાહેબજી -આસાપેક્ષપણે વચન છે. ગમે તેવો બળવાન માણસ પણ જો અભાનદશામાં હોય તો નબળો માણસ પણ તેના પર શક્તિ બતાવી શકે. સશક્ત માણસ સૂતો હોય ત્યારે નબળો માણસ પણ ઓચિંતો હુમલો કરી તેની ગળચી દબાવી શકે છે. સભા - સમકિતીને ચારિત્રમોહનીયકર્મ નુકસાન કરી શકે? સાહેબજી:-ચારિત્રમોહનીયની અસરથી તેને સમકિત ખોવાનો વખત ન આવે. સમકિત આવ્યા પછી તેને કોઇપણ કર્મ, તેના આત્માની મોક્ષમાર્ગની સાધનાને રોકી શકતું નથી, મોક્ષમાર્ગના પ્રમાણમાં અવરોધ કરી શકે નહિ. મોક્ષમાર્ગના પ્રમાણમાં અવરોધ કરાવનારું કર્મ દર્શનમોહનીય છે. હા, બીજા કર્મની તાકાત તેની સાધનાની ગતિ ઓછી કરે, પણ ગતિ રોકી તો ન જ શકે. તેનું વિશેષ વિવેચન યોગવિશિકામાં વિધ્વજયમાં આવશે. આત્મા અજાગ્રત હોય તો જડ કર્મ પણ ચઢી બેસે છે. જેમ સશક્ત માણસ પણ ૪ ડીગ્રી તાવમાં કણસતો પડ્યો હોય ત્યારે, તેને ઊઠવા માટે નાના છોકરાનો ટેકો લેવાની જરૂર પડે છે, છતાં મૂળથી તાકાત કોની વધારે છે? તેને રોગના કારણે નબળાઈની અસર આવી છે, પણ મૂળથી પહેલવાન કોણ? તેમ આત્માની અભાનદશાના કારણે કર્મનું વર્ચસ્વ છે, પણ જો તે સભાનદશામાં આવે તો કર્મનું પ્રભુત્વ નથી. સમકિત આવે એટલે તે જ કર્મને ઉખેડે છે. તક એ જે છે એ છે કે * * ક ક ક મ ઝ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૧૦ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #117 -------------------------------------------------------------------------- ________________ સભા:- સમકિતની હાજરીમાં આત્માને રોગ પણ ન આવે? સાહેબજી - સમકિતની હાજરીમાં રોગ આવે પણ તે રોગનો હુમલો તેને ભાન ન ભુલાવે. જો ભાન ભુલાવે તો સમજવું કે સમકિતની હાજરી જ નથી. મિથ્યાત્વ જ ભાન ભુલાવે છે. સભા:- પણ સાહેબજી! ભાન ભૂલે એટલે મિથ્યાત્વ આવે કે મિથ્યાત્વ આવે એટલે ભાન ભૂલે? સાહેબજી - બન્ને સાથે જ હોય. ભીંત સાથે માથું પછડાય ત્યારે જ વાગે છે અને વાગે છે ત્યારે જ માથું પછડાય છે. માટે બન્ને સાથે જ હોય. સમકિતની હાજરીમાં સભાનદશા છે, જાગ્રતિ છે. તે વખતે કર્મ તેને ભારે હેરાન કરી શકે તેવી શક્તિ નથી. આત્મા જાગ્રત થયો પછી કર્મની મજાલ નથી કે તેને જકડી શકે. જો તે વખતે કર્મની મજાલ હોય તો કર્મના બંધનમાંથી આત્મા કદી છૂટી જ ન શકે. આમ તો પ્રતિક્ષણ અસંખ્ય ભવ સુધી ચાલે તેવાં કર્મ બંધાય છે, જે તમને, મને અને સાધક ભગવાનને પણ બંધાય છે. પ્રભુ દીક્ષા લીધા પછી ચોવીસે કલાક સાધનામાં મગ્ન છે ત્યારે પણ, પ્રતિક્ષણ અસંખ્ય ભવ ચાલે તેવાં કર્મ બંધાય છે, અપ્રમત્તદશામાં પણ બંધાય છે. સભા:- સમકિતીને કર્મ બંધાય? સાહેબજી - સમકિતીને જોખમી કર્મ ન બંધાય, પણ કર્મ તો બંધાય જ. જેટલા પણ કેવળજ્ઞાન પામ્યા, તેમને બે ઘડી પહેલાં આત્મા પર અસંખ્ય ભવ સુધી રઝળપાટ કરાવે તેટલાં કર્મો હતાં. પણ વગર ભોગવે તેને ખપાવવાની સાધના કરીને જ નિસ્તાર પામ્યા છે. માટે ચૈતન્યની શક્તિ વધારે છે. જેને આત્માની શક્તિ પર વિશ્વાસ છે, તેવી જ વ્યક્તિ મનોવિજયની સાધના કરી શકે છે. જો કે ચિલાતીપુત્ર, ગોશાળો કે દઢપ્રહારીએ જેવા પાપ કર્યો તેના કરતાં પણ ઉગ્ર પાપ કર્યા હોય, તો તેને પણ ઉખેડવાની શક્તિ મૂળભૂત રીતે આત્મામાં પડી છે. માટે ધર્મના ક્ષેત્રમાં નિરાશ થવાની કોઈ જરૂર નથી. ધંધામાં તમારાથી અમુક પ્રકારનાં ઊંધાચત્તાં પગલાં લેવાયા પછી કદાચ નુકસાનીમાંથી બહાર ન નીકળી શકો, પણ ધર્મના ક્ષેત્રમાં તેવું નથી. અહીં તો જેવો આત્મા જાગ્રત થાય પછી ગમે તેટલાં પાપ હોય તો પણ તેને મહાત કરી વિખેરવાની શક્તિ આત્મામાં છે. આત્માની અગાધ શક્તિ પર વિશ્વાસ બેસે, પછી જ તે મનનું સંશોધન કરી શકે. અનંત કાળની વૃત્તિઓ કાઢવા પુરુષાર્થ જોઇએ. હિંમત ક્યારે આવશે? જો આત્મશક્તિ પર અડગ શ્રદ્ધા બેસે તો. ક ક ક ક સ ર ર ર ર ર મ મ મ મ મ મ મ મ મ રહિ ક ક ક ક & ક ર ર ર સ ક ક ક ક ક ક ક ક ક ક ક મનોવિજય અને આત્મશુદ્ધિ ક ક ક ક ક કે ૧૧૧ Page #118 -------------------------------------------------------------------------- ________________ જડમાં પણ શક્તિ છે. પરમાણમાં અનંત શક્તિ છે, માટે જ આવા એટમ બોંબ બની શકે છે. નહીંતર સાયન્સ આવી કરામતો ઊભી ન કરી શકત. જડ સાવ માયકાંગલું છે, તેવું નથી. તમામ જડ પદાર્થોમાં સૌથી વધારે શક્તિયુક્ત જડ પદાર્થ કર્મ છે, એનાથીય ચઢિયાતી શક્તિ આત્મામાં છે. સભા:- પણ સાહેબ ! કર્મ નજરે દેખાતું નથી ને? સાહેબજી :- સ્થૂલ જડ બધું દેખાય છે જ્યારે કર્મ દેખાતું નથી. તમને આ ટેબલ, ધજા, કબાટ, ભીંત બધું દેખાય છે અને આ હોલમાં બાકીની જગા ખાલી દેખાય છે, પરંતુ અહીંયાં એક પણ ખૂણો ખાલી છે ખરો? તમને દેખાતી ખાલી જગામાં પણ ઠાંસીઠાંસીને ઘણું ભરેલું છે, પરંતુ આપણી આ ઇન્દ્રિયથી આટલું પૂલ જ દેખાય છે. જે ઠાંસીને ભરેલું છે તે સૂક્ષ્મ જડ દ્રવ્ય ઇન્દ્રિયથી દેખી શકાતું નથી. આ ઇન્દ્રિયની શક્તિથી સ્થૂલ જેટલું જોઈ શકીએ છીએ તેના કરતાં કંઈ ગણી વિશાળ સૂક્ષ્મ પુદ્ગલની દુનિયા છે. હવે તમે અહીંયાં જો અમુક મશીનો મૂકો તો અમુક કિરણો-તરંગો દેખાશે, જો કે તે પણ સ્કૂલ છે. પરંતુ આપણી શાસ્ત્રદષ્ટિએ કર્મ તો હજી પણ સૂક્ષ્મ છે. વિજ્ઞાન પણ જે પકડી શકે છે તે તો પુદ્ગલની દુનિયાનો ૦.૧ ટકો પણ નથી. જૈનશાસ્ત્રોમાં આઠ ગ્રાહ્ય વર્ગણા કહી છે. તેમાં વિજ્ઞાન એક વર્ગણાને જ માંડ પકડે છે, સાત વર્ગણાને તે પણ નથી પકડી શકતું. જયારે આત્મા પર આઠ વર્ગણા અસરકારક બતાવી છે અને અસર ન બતાવે તેવી વર્ગણા તો અસંખ્ય છે. સ્થૂલ જગત જુદું છે, સૂક્ષ્મ જગત જુદું છે. ચાલો, કર્મ તમને દેખાતું નથી, પણ તેની અસર તો ચોવીસે કલાક દેખાય છે, અનુભવ થાય છે. જેમ શબ્દ નજરે દેખાતો નથી, રેડીયો વેઝ દેખાતા નથી, છતાં તેના અનુભવના કારણે માનવું પડે છે કે આ આખા હોલમાં ધ્વનિના વેઝ છે. તેમ કર્મની અસર ક્ષણે ક્ષણે દેખાય છે. તમે ખોરાક લો છો તે પચે છે, તે તમારી મરજીથી પચે છે? તમારી હોશિયારીથી પચે છે? ના, તો પાચન કોના દ્વારા થાય છે? સભા -ઓટોમેટીક થાય છે. સાહેબજી - આ દુનિયામાં ઓટોમેટીક કશું જ થતું નથી. આપમેળે કશું બનતું નથી. જે પણ બને છે તે બધું ચોક્કસ કારણોથી બને છે અને આ તો વિજ્ઞાન પણ માને છે. માટે કારણ વગર કશું જ બનતું નથી, જે બને છે તે ચોક્કસ કારણોથી જ બને છે. જો ઓટોમેટીક બનતું હોય તો ગમે ત્યારે ગમે તે બની જાય. પણ તેમ બનતું નથી. જેમ તમે ચાલતાં ભટકાવ તો જ વાગે ને? કે વગર ભટકાયે પણ વાગે ખરું? કપડું પણ ચોક્કસ પ્રક્રિયાથી ધૂઓ તો જ ધોવાય * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧ ૧૨. મનોવિજય અને આત્મશુદ્ધિ Page #119 -------------------------------------------------------------------------- ________________ કે એમ ને એમ ધોવાઈ જાય? તેમ રસોઇ પણ ચોક્કસ પ્રક્રિયાથી થાય છે. એટલે પાચન જે થાય છે તે ચોક્કસ પ્રક્રિયાથી જ થાય છે. હવે કોઈ કહેશે કે મડદામાં પાચનક્રિયા નથી થતી, માટે દેહમાં પાચનક્રિયા કરનાર તો આત્મા છે. તો ચાલો, તે તમારી માન્યતા કબૂલ કરીએ પણ તેમાં રેગ્યુલેટર કોણ? પુણ્ય હોય તો જ પચે? જો પુણ્ય ઓછું હોય તો ઝાડા થઈ જાય છે. તમારો ઝાડો-પેશાબ પણ તમારી મરજી મુજબ થાય છે? આ બધી સીધી વાતો છે. માટે કર્મનો પ્રત્યક્ષ અનુભવ છે, પરંતુ તમે બુદ્ધિના દરવાજા લૉક કરી નાખ્યા છે. સભા -બુદ્ધિના દરવાજા લૉક કર્યા છે તેમાં શું કારણ છે? સાહેબજી:- તમારા બુદ્ધિના દરવાજા ઓટોમેટીક લૉક નથી થયા, તેનાં પણ કારણો છે. તમે માનો છો કે જો કર્મવિચારીશું તો જીવનમાં ઉપાધિ ઊભી થશે, કારણ કે કર્મ માનનારથી તો જીવનમાં ગમે તેમ જિવાય નહીં. તમે તત્ત્વ વિશે કેમ વિચારતા નથી? કારણ તેનાથી આચાર, વિચાર બદલવા પડશે. તમને તમારા જીવનનો ઢાંચો પરિવર્તન કરવાની ઇચ્છા જ નથી, આ બધી સંસારની માથાફોડ તમે છોડો તેમ નથી અને તેથી જ ધર્મમાં ઊંડા ઊતરતા નથી. સભા:- પણ સાહેબ ! તેમાં પણ અમને કર્મ નડે છે. સાહેબજીઃ- કર્મ નહીં તમે પોતે જ નડો છો, કારણ તમે કર્મને નડવાની તક આપો છો. તેથી એકલા કર્મને વાંક આપો નહિ, તેમાં તમારો પણ સાથ છે. તમને કર્મને ગાઢ કરવાં ગમે છે. તમને અમુક કર્મનું વર્ચસ્વ ગમે છે માટે તેને ગાઢ કરો છો, અને જે અણગમતાં-દુઃખ આપનારાં કર્મો છે તેમની સામે વગર પૂછે લઢી લો છો, જ્યારે ગમતાં-પાપ કરાવનાર કર્મો સાથે ભાઇબંધી કરો છો. માટે જ તમારા જીવનમાં કર્મને પંપાળવાનું કામ ચાલુ છે અને લડવાનું કામ પણ ચાલુ છે; પરંતુ જુદી દૃષ્ટિથી. જૈન ફિલોસોફીનું તત્ત્વ કેવું છે? તમે સુખી છો તો તેમાં કારણ પણ તમે છો, તમે દુઃખી છો તો તેમાં પણ કારણ તમે છો. તમારા અન્ડરડેવલપમેન્ટની જવાબદારી કે તમારા વિકાસની જવાબદારી પણ તમારી જ છે. એટલે બધાનું મૂળ અંદરમાં જ છે. જેમ આફત આવી ત્યારે દુઃખનું કારણ ક્યાં? તમે કહેશો બહાર છે, ત્યારે ભગવાન કહેશે ના, કારણ અંદરમાં જ છે. તમે તમારી જાતે જ પાપ બાંધો છો. તમારા પુરુષાર્થ વિના બીજું કોઈ તમને પાપ ન બંધાવી શકે. તમારી જાતનો કાબૂ તમારા હાથમાં જ છે. તમે દુનિયાને નહિ બદલી શકો, પણ તમારી જાતને અવશ્ય બદલી શકો તેમ છો. તમારી પરિસ્થિતિ કેવી છે, કે જે હાથમાં છે તેમાં તમને મનોવિજય અને આત્મશુદ્ધિ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૧૩ Page #120 -------------------------------------------------------------------------- ________________ રસ નથી અને જયાં તમારો કંટ્રોલ નથી ત્યાં તમે ફાંફાં મારો છો; પરંતુ વાસ્તવમાં કર્મ સામે મોરચો માંડવાનો છે. તે માટે મનનું પરિવર્તન આવશ્યક છે. સંઘર્ષ કરવાથી મન બદલી શકીએ, પરંતુ તેના માટે અંદરમાં આત્મવિશ્વાસ જોઈએ. ઘણાને પ્રયત્ન કરવા છતાં બે, ચાર વાર નિષ્ફળતા મળે તો લાગે કે આમાં મારું કામ નહિ. એટલે વારંવાર મનમાં રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા આવે ત્યારે પણ લાગે કે તેને રોકવા તે મારું કામ નહિ, એ આપણા હાથમાં નથી. આવી વૃત્તિ હોવાથી જ પાણીમાં બેઠા છીએ. પરંતુ પોતાના મનની ખામીઓ કાઢવાની શક્તિ આપણા હાથમાં જ છે. આ વિશ્વાસ જગાવો તો તમારા મનના અહંકાર, માયાવી વૃત્તિ, ઈર્ષાભાવ બધું જ શાંત કરી શકો તેમ છો. ઘણા બોલે છે કે ભાઈ! મનના તોફાન સામે અમે કાંઈ કરી શકીએ તેમ નથી. પરંતુ તમે તમારા અંતરને પૂછો કે કદી પણ મન સામે દિલ દઈને સંઘર્ષ કર્યો છે ખરો? સભા:- પણ સાહેબજી! તેની સામે પ્રયત્ન કરાવે તેવું કર્મ નથી. સાહેબજી - તેની સામે પ્રયત્ન કરાવે તેવા કર્મની કોઇ જરૂરત નથી, પરંતુ તેની સામે પ્રયત્ન કરવાની ઇચ્છા, કામના, સંકલ્પબળ જોઈએ. હું પૂછું છું કે શું દુશ્મન સામે લડવા માટે દુશ્મનની ઇચ્છા જોઈએ? શું કદી પણ દુશ્મન એવી ઇચ્છા રાખે કે મારો દુશ્મન મને મારે ? માટે વિચારજો . કર્મ તો આત્મા માટે વિરોધી તત્ત્વ છે. તે આત્માનો શત્રુ છે, કાંઇ મિત્ર નથી. તમે એમ માનો કે મારે મારા વિરોધી માણસ સામે લડવું છે, પણ તેની મહેરબાની હશે તો હું લડું. આવું જે માને તેને શું કહેવાય? કર્મની તો હંમેશની એવી મહેરબાની છે કે તે તમને માયકાંગલા જ, નબળા જ બનાવવા માંગે છે. માટે જાતે જ સાબદા થવાનું છે. સભા:- પણ કષાયથી કષાય કાઢવાના નથી? સાહેબજી:- હા, પણ તેમાં બળ કોનું વાપરવાનું? આત્મા તો એ જ છે. માટે સાબદાર કોને થવાનું છે? સારો લડવૈયો શું કરે ખબર છે? તે દુશ્મનની સાથે દુશ્મનને જ બઝાડી દે. પરંતુ આ કામ કોણ કરી આપે? દુશ્મન? કે આપણે જાતે કરવું પડે? માટે તમે કષાયને કષાય સામે બઝાડી દો, ભીડાવી દો. પછી તે પરસ્પર લડશે. રાજનીતિમાં લખ્યું છે કે બળવાન શત્રુ સામે લડવા ભેદ નીતિ અપનાવવી. દુશ્મનને જ ફોડી દેવાના. સભા:- સાહેબજી ! પણ અમારા દુશ્મનને અમારે શું લાંચ આપવી? સાહેબજી :- તમે તમારા કષાયને લાંચ આપી શકો છો. તેની પણ ટેકનીકો પ્રભુએ ઘણી જ બતાવી છે. આપણે પ્રશસ્ત કષાય અને અપ્રશસ્ત કપાય માનીએ છીએ. તેમાં શુભભાવોથી ૧૧૪ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #121 -------------------------------------------------------------------------- ________________ ચિત્તને શાંતિ મળે છે અને તેનાથી સુખનો અનુભવ થાય છે એવી મનને ખતરી થાય, તો તેને કષાયથી કષાય સામે લડવાનું ચોક્કસ મન થાય. પછી તે જેમ જેમ લડતું જાય તેમ તેમ વિશેષ સુખ અને શાંતિ મળવાથી વિશેષ લડવાનું મન થાય. દેહ-ઇન્દ્રિય-મન જીતવાં કઈ રીતે? તો ધર્મ દ્વારા તેનોને અમુક સુખની અનુભૂતિ કરાવતા જવાનું છે, જેથી તમને તે તમારી સાધનામાં સહાય કરતા જાય. જેમ જેમ જેનાથી મનનું સુખ વધતું જાય, તેમ તેમ મનને થાય કે વધારે પુરુષાર્થ કરવો છે. માટે શુભભાવથી આવું સુખ મળે છે, તે જો તમે મનને અનુભૂતિ કરાવી શકો, તો મન ચોક્કસ આગળને આગળ શુભભાવો કરશે. જેમ દુશ્મનના દુશ્મનને ખાતરી કરાવો કે આનાથી તેને આટલો લાભ છે, પછી તે તમારું કામ ઉત્સાહથી કરે. તેમ મનને ખાતરી કરાવવી પડે કે આ કરવાથી આટલો આનંદ મળશે, આટલી મજા છે. ધર્મથી આત્માનું સુખ તો છે જ, પણ તે તમને કહીએ તો અત્યારે બેસે નહિ; પરંતુ તેનાથી મનનું સુખ મળે છે અને તેનો અનુભવ કરશો, તો મજા આવવાથી પણ મન શુભ કષાય કરવા તૈયાર થશે. સભા:- શુભ કષાયમાં સુખનો અનુભવ કઈ રીતે થાય? સાહેબજી - તમે એક કલાક ક્રોધ પેદા કરો અને અનુભવ કરો અને પછી એક કલાક ક્ષમા પેદા કરીને અનુભવ કરો, તો શેમાં તમને શાંતિ-સુખ મળશે? ક્ષમામાં જ શાંતિનો અનુભવ થશે. સભા:- પણ સાહેબજી ! ક્ષમા કરવા જોર કરવું પડે છે. સાહેબજી:- ક્ષમા માટે જોર કેમ કરવું પડે છે? કારણ તમારે અંદરમાં ક્ષમા નથી. તમે ખાલી બહારથી ક્રોધ ન લાવવાનો પ્રયત્ન કરો છો. જેમ ઊકળતા પાણીના ઢાંકણ પર બરફ મૂકો તો અંદરમાં ઠંડકન થાય. તમે અંદરથી ક્રોધને દૂર કરો ક્ષમા આપોઆપ આવી જશે. તમે આ અખતરા રૂપે કરી શકો છો. સભા:- પણ ક્રોધ બહુ જ જોર કરે છે. સાહેબજી - તમે જ્યાં સુધી તેની સામે લડતા નથી ત્યાં સુધી તે જોર કરે છે. નહીંતર તો તમે ક્યારે પણ ક્ષમા જાળવી શકો ખરા? છતાં પણ તમે અવસરે ક્ષમા જાળવો છો ને ? જેમ તમને કોઈ કહે કે આ જડીબુટ્ટી છે, તેની આ રીતે પૂજા કરશો તો ફળીભૂત થશે; પરંતુ પૂજા * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ * * * * * * * * * * * * * * કામ ન ક ક જ ૧ ૧૫ Page #122 -------------------------------------------------------------------------- ________________ કરતાં એટલું ધ્યાન રાખવાનું કે ગમે તે કારણ બને પણ અકળાવાનું નહિ, મનને શાંત રાખવાનું. જો આ રીતે પૂજા કરશો તો દરેક કામનાની પૂર્તિ થશે. સાચું બોલજો, તે વખતે કેવી ક્ષમા જાળવો? શુભભાવથી શાંતિ અને સુખ - અશુભભાવથી અશાંતિ અને દુઃખ: સભા - સાહેબજી ! આ ઔદયિકભાવની ક્ષમા કહેવાય? સાહેબજી:- હા, ઔદયિકભાવની ક્ષમા કહેવાય. તમે ગમે તે નામ આપો પણ ક્રોધને કંટ્રોલ કરવાની તમારામાં તાકાત છે કે નહિ? તમે ધારો તો ભાવને કાબૂમાં રાખી શકો છો. ભલે તમે ઔદયિકભાવની ક્ષમા ધારણ કરી, પણ તે વખતે તમને ક્રોધનો અનુભવ નથી. માટે અશાંતિને બદલે શાંતિનો અનુભવ થયો ને? અને આ અનુભવ પ્રત્યક્ષ છે. જેમ તમે જીભ પર મરચાં મૂકો અને સાકર મૂકો. જયારે મરચાં મૂકો ત્યારે ચચરાટ થશે અને સાકર મૂકો એટલે મીઠાશનો અનુભવ થશે અને બધાને આ જ અનુભૂતિ થશે. ત્રણ કાળમાં કોઇપણ વ્યક્તિ શુભભાવોનું સેવન કરે તો ચોક્કસ તેને સુખ-શાંતિનો અનુભવ થાય, થાય ને થાય જ. માટે શુભભાવનો ધર્મ કરે તેને પણ થોડીક તો મનની શાંતિ થાય જ, પછી ખાલી ધર્મના નામથી વાતો કરનારની વાત નથી. જ્યારે જ્યારે તમે મનમાં આવેગો-ઉશ્કેરાટ-મલિન વૃત્તિ કરો ત્યારે અંદરમાં શું અનુભૂતિ થાય છે? અને મૈત્રી-પરોપકાર-ઉદારતાના ભાવો કરો ત્યારે શું અનુભૂતિ થાય છે? તે જુઓ. શુભભાવથી મનને ચોક્કસ શાંતિ મળે છે અને અશુભભાવથી મનને અશાંતિ પેદા થાય છે. આ સંસારનું નક્કર સત્ય છે. નાસ્તિક માણસ પણ શુભ ભાવના શરણે જાય તો તેને શાંતિ મળે છે અને ધર્મી માણસ પણ જો અશુભ ભાવના શરણે જાય તો તેને અશાંતિ મળે છે, દુઃખનો અનુભવ થાય છે. જેમ મરચાં અને સાકરના અનુભવમાં ફેરફાર શક્ય નથી, તેમ ધર્મ-અધર્મ પણ અનુભવસિદ્ધ છે. જીવનમાં આ રીતે મનના ભાવોનું અનુભૂતિપૂર્વક વિશ્લેષણ અતિ જરૂરી છે, જેથી શુદ્ધિ કરી શકો. પરંતુ અત્યારે મોટા ભાગના જીવો મન સામે લડતા નથી અને હતાશ થઈને બેસી જાય છે. કહેશે કામ-ક્રોધ-વિકારોને નાશ કરવાની આપણી તાકાત નથી, અને તેથી જ મનને મોકળું મેદાન મળી ગયું છે. તમે તમારામાં વિશ્વાસ ગુમાવી દીધો છે. જેમ શેઠને મુનિમ જબરો મળી જાય, અથવા ભાડૂત દાદાગીરી કરીને ઘરમાં પેસી જાય, તે વખતે તે હતાશ થઈને હાથ ખંખેરી નાંખે તો? બસ, તેની જેમ તમે પાણીમાં બેસી ગયા છો. આ તો આમ જ ચાલવાનું છે, તેમ માનીને જ જતું કરો છો. ૧૧૬ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #123 -------------------------------------------------------------------------- ________________ આત્મશક્તિ પર સદ્દહણા પ્રગટે તો આત્મવીર્ય ઉલ્લસિત થાય : પરંતુ તમને એક પ્રકારનો દૃઢ વિશ્વાસ બેસી જવો જોઇએ કે આત્મામાં અપાર ગુણો છે, અનહદ શક્તિ છે ! અફસોસ એ વાતનો છે કે તમને તેનો ઝાંખીરૂપે પણ વિશ્વાસ નથી. અત્યારે એવા પ્રયોગ થાય છે કે (જેમ હીપ્રોટીઝમમાં) જેમાં આત્માની અનેક પ્રકારની શક્તિઓ પુરવાર થાય છે. દા.ત. એક વ્યક્તિને ડીપટ્રાન્સમાં લઇ ગયા પછી મોટા ડોક્ટર પણ જે રોગનું નિદાન ન કરી શકે તેવા રોગો અંગે નિદાન તેને પૂછીએ, તો તે કહી આપે અને ટ્રીટમેન્ટ પણ સાચી જણાવે. આવા પ્રયોગમાં બાળકો પણ સાચા જવાબ આપવાનું ચાલુ કરે. કારણ આત્મામાં જ્ઞાન પડ્યું છે. તમે જન્મ્યા ત્યારે તમને એકડો પણ આવડતો નહોતો, પણ પછીથી ભણીને જાણકાર બન્યા ને ? આ જાણકારી આવી ક્યાંથી ? જો પુસ્તકમાંથી આવી તેમ કહો, તો તે તો જડ સાધન છે, અને જો એમ કહો કે પ્રોફેસર પાસેથી જ્ઞાન મેળવ્યું, તો પછી તેનું જ્ઞાન તેણે તમને આપ્યું ? તો તે ડોબો થઇ જાય, પણ એવું કદી બનતું નથી. માટે જ્ઞાન કોઇ આપતું નથી અને કોઇ લેતું નથી. તો પછી જ્ઞાન આવ્યું ક્યાંથી ? જ્ઞાન તો અંદર જ હતું, પણ જે તેના પર આવરણ હતું તે હટ્યું માટે બહાર આવ્યું છે. ડીપટ્રાન્સમાં જનાર વ્યક્તિની સ્થિતિ શું હોય છે કે તેના મનનો-ચેતનાનો કંટ્રોલ તેના હાથમાં નથી હોતો, પણ ડીપટ્રાન્સમાં લઇ જનાર વ્યક્તિના હાથમાં હોય છે. જો તે વ્યક્તિ કહે નાચવા માંડો, તો તે નાચવા લાગે. કારણ શું ? તે વખતે તેની ચેતનાનો કંટ્રોલ જેના હાથમાં છે, તેના કહ્યા પ્રમાણે તે કરે છે. સભા :- આ રીતે પાછલા ભવમાં જઇ શકાય ? સાહેબજી :- પાછલા ભવમાં જવું મુશ્કેલ છે. કરનાર વ્યક્તિ બહુ જ વિલપાવરવાળી જોઇએ. ભૂતકાળમાં જવા માટે પાંચ વર્ષથી, બે વર્ષ, ૧ વર્ષ, છ મહિના એમ કરતાં કરતાં માના પેટમાં અને પછી તેની પણ આગળ લઇ જાય, ત્યારે આગલો ભવ આવે. પણ આના માટે ઘણો જ વિલપાવર જોઇએ. પણ સિદ્ધાંતની દૃષ્ટિએ મતભેદ નથી, જાતિસ્મરણ થઇ શકે છે. અત્યારે મુદ્દો આત્માની શક્તિનો છે. જ્યારે તમારી ચેતના બીજાના કંટ્રોલમાં આવે એટલે કે તેના તાબે થઇ તે કહે તેમ કરો, તો આરોગ્યશાસ્ત્ર ભણ્યા વગર જટીલ રોગના નિદાન કરવા જેવાં અશક્ય કાર્ય કરી શકો, તો તમે જાતે એકાગ્ર થઇને આવરણનો ઉઘાડ કરો તો કેટલી આત્માની શક્તિઓ પ્રગટે તેનો અંદાજ માંડજો. મનોવિજય અને આત્મશુદ્ધિ કો ૧૧૭ Page #124 -------------------------------------------------------------------------- ________________ તીવ્ર મનોબળવાળાની સામી વ્યક્તિ પર અસર થાય છે. શાસ્ત્રમાં પણ આવે છે કે તીર્થંકર પાસે, મહામુનિ પાસે, સિદ્ધયોગી પાસે જાઓ તો વિચારો ફરી જાય છે. માટે જ સમવસરણમાં વાઘ-બકરી, સાપ-નોળિયો સાથે બેસી શકે છે. તીર્થંકરના શરીરમાંથી નીકળતી પ્રશાંત મનોવર્ગણાની આ અસર છે. જેમ તમે જયાં બેસો છો ત્યાં તમારી આજુબાજુના વાતાવરણમાં તમારા વિચારોની અસર થાય છે. જે વ્યક્તિ સારા વિચાર કરનાર છે, જે શુભભાવથી વાસિત છે, તે જયાં જાય ત્યાં શુભભાવથી વાસિત પુદ્ગલો વાતાવરણમાં વેરતો જાય છે. માટે સંતો-મહાત્માઓ જગતમાં ઉત્તમ આલંબન છે. કારણ તેમની મનોવર્ગણાનાં પુદ્ગલો પ્રશાંત હોય છે. તેથી તેમના સાંનિધ્યના પ્રભાવે તમારા ભાવોમાં ફેરફાર થાય છે. સમરાદિત્યની કથામાં દેદાંત આવે છે. એક સમ્રાટ છે, જે શિકાર કરવા લશ્કર સાથે નીકળ્યા છે. આમ તેઓ નીતિમાન રાજા છે પણ વ્યસન તરીકે શિકારની ટેવ હોવાથી શિકાર કરવા નીકળ્યા છે. તેમણે લશ્કર સાથે શિકારી કૂતરા પણ રાખ્યા છે. વનમાં પશુપંખીનો શિકાર કરવા માટે ફરતાં ફરતાં એક જગ્યાએ પ્રશાંત મુદ્રાવાળા જૈન મહાત્મા, જેઓ કાઉસ્સગ્ગ ધ્યાનમાં મગ્ન છે, તેમને જુએ છે. આ રાજા નોનજૈન છે. જૈનમુનિ મેલાંઘેલાં વસ્ત્રવાળા હોય, તપથી શરીર કૃશ થઈ ગયેલું હોય, એટલે બહારના દેદારથી તેને લાગ્યું કે આ તો મુંડિયાના અપશુકન થયા, માટે રોષથી શિકારી કૂતરા તેણે મહાત્મા પર છોડ્યા. આ કૂતરાઓ તરાપ મારતા મહાત્મા પાસે જવા નીકળ્યા છે. રાજાનો કલુષિત ભાવ છે. પરંતુ આ શિકારી કૂતરા મહાત્મા પાસે જેવા પહોંચ્યા કે પાળેલા કૂતરાની માફક શાંત થઇને પૂંછડી પટપટાવતા ગેલ કરતા બેસી ગયા. આ જોઇને રાજાને ઘણું આશ્ચર્ય થયું કે આ કૂતરા આમ કેમ કરે છે? નજીક જઈને જુએ છે, તો કૂતરાના મનોભાવ પલટાઇ ગયેલા રાજાને લાગે છે. તે વખતે રાજા વિચારે છે કે, “સાધુનો વિશિષ્ટ પ્રભાવ છે જેથી કૂતરા શાંત થઈ ગયા, પણ હું અકર્મી પ્રશાંત ન થયો.” આ મહાત્મા સિદ્ધયોગી છે. માટે ભાવોની એકબીજા પર અસર થઇ શકે છે. જ્યાં સુધી તે યોગીના પ્રભાવિત ક્ષેત્રમાં હોય ત્યાં સુધી જીવ શાંત બની જાય છે. બળદેવ મુનિ સાધના કરે છે ત્યાં પશુઓ પણ શાંત-પ્રશાંત બની ગયાં છે. હરણિયું પકડીને ગોચરી માટે લઈ જાય છે. સારાંશ એ છે કે એકના મનોભાવની બીજાના મન ઉપર અસર થાય છે. હા, એટલી વાત ચોક્કસ કે હીપ્રોટીઝમનો દુરુપયોગ કરે તો તે નુકસાન પણ કરી શકે છે. તે વખતે તે વ્યક્તિ બીજાના વિચારના પ્રભાવ તળે હોય છે, માટે તેની વાત તે સોએ સો ટકા સ્વીકારે છે. હા, પેલાની ચેતના તેના આદેશ મુજબ ફોલો કરે ૧૧૮ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #125 -------------------------------------------------------------------------- ________________ છે તે વખતે આવરણ તૂટી જાય છે, પણ જેવું તેના વર્ચસ્વમાંથી બહાર નીકળે પછી કાંઇ નહિ. પરંતુ તે વખતે અંદરની શક્તિ બહાર આવે છે તે આત્મામાં પૂર્ણ જ્ઞાન છે તેનો પુરાવો છે. તમને આત્માની શક્તિઓની ખાતરી થવી જોઇએ. દા.ત. તમારા શરીરના તંત્રને ચલાવવાની શક્તિ આત્માની જ છે. દા.ત. આંખની નસો વાળના પચાસમાં ભાગ કરતાં પણ પાતળી છે. તેમાંથી લોહી પસાર થઈ શકે છે. આવા સૂક્ષ્મ અને અતિજટિલ તંત્રનું સર્જન આત્માએ જ કર્યું છે અને સંચાલન પણ તે જ કરે છે. અત્યારે સ્કૂલ દુનિયામાં જે પણ કાંઈ બની રહ્યું છે તેમાં કારણભૂત આત્મા જ છે. તે અનંત શક્તિનો ધણી છે. તેની શ્રેષ્ઠ શક્તિઓને જેટલી બિરદાવીએ તેટલી ઓછી છે. ક્ષણેક્ષણે સર્જન-વિસર્જન શરીરમાં ચાલી રહ્યું છે, તે ચેતનનો જ પ્રભાવ છે. જો આ વિશ્વાસ બેસી જાય તો તમારી આત્મશક્તિ પર સાચી સદુહણા પ્રગટે અને આવરણો હટાવવાનું વીર્ય ઉલ્લસિત થાય. અત્યારે તમારી અંદરમાં નિષ્ક્રિયતા-નિરાશા જ પડેલી છે. પણ જે વ્યક્તિ ધર્મસાધના કરવા આવે તેને તો આત્માની શક્તિઓનો વિશ્વાસ જોઇએ જ. જે આ શક્તિઓથી અંજાયો નથી, તે સાધનામાં આગળ વધી શકતો નથી. મોક્ષમાં આત્માની શક્તિઓનો પૂર્ણ વિકાસ કરવાનો છે. સર્વશક્તિમાન બનવા માટે અંદરમાં તો પહેલાં આત્મવિશ્વાસ જોઇશે જ. અત્યારે તમે જરા જરા વાતમાં ગભરાઓ છો કે મનને જીતવું તે રમત વાત નથી, અનંતા જીવો મનની સાધના કરવામાં નિષ્ફળ ગયા છે. પણ તેમાં કારણ તેઓને આત્મવિશ્વાસ નહોતો તે છે. તમે બોલો છો કે મન કાબૂમાં રહેતું નથી, પણ તમે કદી મનને કાબૂમાં રાખવાનો નક્કર પ્રયત્ન કર્યો છે? મનુષ્યનું મન તો પ્રચંડ શક્તિ ધરાવે છે. શાસ્ત્રમાં દાખલા છે કે જેઓ મહાવિકારી હતા તે નિર્વિકારી થઈ ગયા, મહાક્રોધી હતા તે ક્ષમાશીલ થઈ ગયા. તેથી પરિવર્તન શક્ય છે. પરમાત્માનો આત્મા પોતે મોક્ષે જાય છે ત્યારે પ્રત્યેક જીવને મોક્ષે લઈ જવાની તાકાત તેમના આત્મામાં હોય છે. તે બધાનાં બધાં કર્મોને ખાખ કરવાની પણ તેમની તાકાત છે. કર્મની શક્તિ કરતાં આત્માની શક્તિ અનંત ગણી છે, પણ જાગ્રત થવું પડે. પરંતુ તમને અંદરમાંથી તરવરાટ-ખુમારી-ઉત્સાહ આવતો નથી. “હું ધારું તો મનનું ઘડતર કરી શકું તેમ છું. સુખી બનવું કે દુઃખી બનવું તે મારા હાથમાં છે.”ચિત્તશુદ્ધિ માટેનું પહેલું સ્ટેજ આ શ્રદ્ધા છે. પહેલી સાધના માટેની મૂડી આત્મવિશ્વાસ છે. આત્મતત્ત્વ પરની અતૂટ શ્રદ્ધા એ ખરી શ્રદ્ધા છે. ભગવાને કહેલો એવો આત્મા તમે માનો છો કે તમારી કલ્પનાનો આત્મા માનો છો? ખરી શ્રદ્ધા કઇ છે? અનંતશક્તિ, અનંતજ્ઞાન, * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધ ૧૧૯ Page #126 -------------------------------------------------------------------------- ________________ અનંતવીર્યનો ધણી છે તેને માનો તે જ ખરી શ્રદ્ધા. અંદર કેવળજ્ઞાન પડ્યું છે અને તેને પ્રગટાવવાની શક્તિ આત્મામાં છે. માટે પોતાની શક્તિનો ઝાંખો પણ પરિચય જોઇએ, શ્રદ્ધા ન જોઈએ. અને જો તે ન હોય તો વ્યક્તિત્વનો વિકાસ કરી શકાતો નથી. માટે આત્માની શક્તિ પર દઢ વિશ્વાસ જોઇએ. હવે જે પાંચ મુદ્દા છે. તેમાંનો પહેલો મુદ્દો “આત્મશ્રદ્ધાન” તે આપણે થોડો વિચાર્યો. ભગવાનને જુઓ ત્યારે થવું જોઇએ કે પ્રભુ પાસે જે ગુણો છે-શક્તિ છે તે બધું સત્તારૂપે આપણા આત્મામાં પડ્યું છે. ધારીએ તો ત્યાં આપણે પહોંચી શકીએ તેમ છીએ. આ બધા અસદ્વિકલ્પો નથી, પણ જો ખાતરીપૂર્વકની તેના પર શ્રદ્ધા થાય તો પછી પુરુષાર્થ પ્રગટવાનો ચાલુ થાય. તમે અત્યારે બોલો છો કે આત્માની શક્તિ દેખાતી નથી. પણ સમજી વિચારીને અવલોકન કરો તો આત્માની શક્તિ અત્યારે પણ કેટલી દેખાય છે, જે તમને આત્મતત્ત્વની અનુપમતા અંગે ભાવવિભોર કરી મૂકશે. દેવચંદ્રજીએ તો સ્તવનમાં ગાયું છે કે “વાસના ભાસન ભાવે દુર્લભ, પ્રાપ્તિ તો અતિ દૂરજી...” ભાવાર્થ એ છે કે અનુપમ આત્મશક્તિની શ્રદ્ધા પણ અતિદુર્લભ છે, કોઈ વિરલ જીવને જ પ્રગટે છે. તો પ્રાપ્તિની તો શું વાત કરવી? * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧ ૨૦ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #127 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૯-૯૫, રવિવાર. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને આત્મતત્ત્વનો . સમ્યગ્ વિવેક કરાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. આ જડ જગતમાં જીવ સાથે તાદાત્મ્ય ધરાવનારો પદાર્થ દેહ છે. જીવ જન્મે છે ત્યારથી દેહમાં એટલો ઓતપ્રોત થાય છે કે તેનું જે જુદું અસ્તિત્વ છે તે જ ભુલાઇ ગયું છે. જેમ કે માખીના ભવમાં ગયા, કીડીના ભવમાં ગયા, કૂતરા-બિલાડાના ભવમાં ગયા, જે પ્રકારનું શરીર મળ્યું, જીવન મળ્યું તેમાં ઓતપ્રોત થઇ ગયા; પરંતુ ભિન્ન એવા આત્માનો સમજદારીયુક્ત ભવમાં પણ જરાય વિચાર કર્યો નહિ. જે જીવ ધર્મને અભિમુખ થાય છે તેને તો દુનિયાના બધા ધર્મો દેહથી આત્મા ભિન્ન છે તેવી વાત કરે છે, પણ આ સત્ય જો જીવને આરપાર સમજાઇ જાય તો સાધનામાં પ્રચંડ વેગ પેદા થાય. ૯ મન અને આત્મા પણ એક નથી, જુદાં છે ઃ હવે જરા આગળ વધીએ તો દેહથી આત્માને જુદો સમજવો સહેલો છે, ઇન્દ્રિયથી પણ આત્મા જુદો છે તે સમજવું પણ સહેલુ છે; પરંતુ મન અને આત્માનો ભેદ સમજવો ઘણો જ મુશ્કેલ છે. મોટા મોટા દર્શનકારો પણ મન અને આત્માનો ભેદ સમજવામાં ગોથું ખાઇ ગયા છે. ઘણા ધર્મોએ આત્મામાં મન ઘુસાડ્યું છે, ઘણા ધર્મોએ મનમાં આત્મા ઘુસાડ્યો છે, પરંતુ જૈનદર્શને આત્મા અને મન ભિન્ન છે તેની સ્પષ્ટ વિચારણા કરી છે. આ બન્ને સ્વતંત્ર છે. બંનેનાં સ્વરૂપ, સુખ, શુદ્ધિ બધાંને જ જુદાં પાડીને જૈનદર્શને બતાવ્યાં છે. ચિત્તની શુદ્ધિ જુદી વસ્તુ છે, આત્માની શુદ્ધિ જુદી વસ્તુ છે; મનનું સુખ જુદું છે, આત્માનું સુખ જુદું છે. ચિત્તશુદ્ધિથી પણ આપણું સાધ્ય છે આત્મશુદ્ધિ : સભા ઃ- મનશુદ્ધિ, ચિત્તશુદ્ધિ એ જ આત્મશુદ્ધિ ? સાહેબજી :- ના, મનની શુદ્ધિ આત્માની શુદ્ધિ માટેનું સાધન બને, પણ બન્ને એક નથી. કોઇ ઠેકાણે ચિત્ત શબ્દ વપરાય છે, કોઇ ઠેકાણે મગજ, બુદ્ધિ, મન શબ્દ વપરાય છે; પર્યાયવાચી મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૨૧ Page #128 -------------------------------------------------------------------------- ________________ શબ્દનું સ્પષ્ટીકરણ જોઇએ નહીંતર ગોટાળા ઊભા થશે. બુદ્ધિ એ મનનું એક અવિભાજ્ય અંગ છે, પણ મન અને ચિત્તને આપણે જુદું માનતા નથી, જ્યારે ઘણા ધર્મનાં શાસ્ત્રો તેને જુદાં માને છે અને તેનાથી પણ ભ્રમણા પેદા થાય છે. જો તમારે આત્મકલ્યાણની સાધના કરવી હોય તો મન અને આત્માનો ભેદ વિશેષરૂપે સમજવો જરૂરી છે. ઇન્દ્રિય અને આત્માનો ભેદ તો સમજ્યા પણ મન અને આત્માના વિષયમાં વિશ્લેષણ નહિ કરી શકો તો અધ્યાત્મમાં ગોટાળે ચઢશો. વર્તમાનમાં કેટલાક સાધકો અધ્યાત્મયોગમાં ધ્યાનઆદિની પ્રવૃત્તિ કરતા હોય છે, પણ તેઓ મન અને આત્માનો ભેદ સ્પષ્ટ સમજતા નથી; માટે જ ગોટાળા ઊભા કરે છે. પરંતુ તે જુદા છે અને તેનું પૃથક્કરણ અગત્યનું છે. પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજીએ “અધ્યાત્મસાર” માં “સમ્યક્ત્વ અધિકાર''માં લખ્યું છે કે મનશુદ્ધિ ગમે તેટલી હોય, પણ જો અધ્યાત્મશુદ્ધિ ન હોય તો મનશુદ્ધિની ફૂટી કોડીની કિંમત નથી; માટે આત્મશુદ્ધિ જુદી વસ્તુ છે. આ ખૂબ જ ગહન વિષય છે માટે ધ્યાન રાખીને સાંભળવાનું છે. મનપર્યાપ્તિ, દ્રવ્યમન અને ભાવમન ઃ દ્રવ્યમન એ જડ અણુ-પરમાણુની રચના છે, માટે આત્માથી જુદું સમજાય છે; કારણ કે આત્મા ચૈતન્યમય છે, જડ અણુ-પરમાણુ સાથે તેને ભેળવાય નહિ. જેમ કે શરીરના કોઇપણ ખૂણેથી જડ વસ્તુ જ નીકળવાનીછે, શરીરના ખૂણે ખૂણે જડતાભરી છે. જેમ દેહ જડ ૫૨માણુની રચના છે, તેમ દ્રવ્યમન પણ જડ પરમાણુની રચના છે, માટે તેને આત્માથી જુદું પાડવું સહેલું છે. આપણે જેને મનપર્યામિ કહીએ છીએ એવા મગજનું પણ વૈજ્ઞાનિકો વર્ણન કરે છે, તેમાં રહેલી નર્વસ સીસ્ટમ(ચેતાતંત્ર)નું વર્ણન કરે છે, તેનાથી સૂક્ષ્મ જ્ઞાનતંતુઓનું વર્ણન કરે છે, મનમાં રહેલા જૈવિક રસાયણો અને પ્રવાહીઓનું વર્ણન કરેછે, જે બધી જડની રચનાનું જ સંયોજન છે. ન્યુરોસર્જનને પૂછો કે ઓપરેશન વખતે તમને મગજમાં શું દેખાય છે ? બધું જડ જ દેખાય છે, તેમાં ક્યાંય સીધી ચેતના નથી. જ્યારે આપણામાં તો ચોવીસે કલાક ચેતનાનો અનુભવ છે. જો મગજથી જ આખું તંત્ર ચાલતું હોય તો આત્મા માનવાની આવશ્યકતા જન રહે; પણ મગજ તો પોતે જ જડ છે, એટલે નિયંત્રણ ચેતનથી જ થાય છે. હવે મનપર્યાપ્તિ અને દ્રવ્યમન જડ છે માટે સહેલાઇથી આત્માથી જુદું પાડી શકાય છે, પરંતુ પ્રશ્ન ભાવમનમાં આવે છે. ભાવમન ચૈતન્યમય છે. તે ચેતના સ્વરૂપ છે, છતાં આત્માથી જુદું છે. માટે તેને સમજવા મથામણ કરવી પડે છે. વર્તમાનમાં ચોવીસે કલાક ઉપયોગ જે ચેતનાનો છે, તે ચેતનાને ૧૨૨ ***** મનોવિજય અને આત્મશુદ્ધિ Page #129 -------------------------------------------------------------------------- ________________ આપણે ભાવમન કહીએ છીએ. અનંત કાળથી જન્મોજન્મના સંસ્કારો સંગ્રહરૂપે ભાવમનમાં જડાયેલા છે. જેટલા પણ કુસંસ્કારો છે, અશુદ્ધ વૃત્તિઓ છે, તે બધું ભાવમનમાં રહે છે. દ્રવ્યમન તો જડ છે તેમાં આ બધું રહેતું નથી, પછી ક્રૂરતાની વૃત્તિ હોય કે સ્વાર્થવૃત્તિ, કામવાસનાની વૃત્તિ હોય કે લોભની વૃત્તિ; તે બધી વૃત્તિઓ રહેશે ભાવમનમાં જ. આ ભવની, ગયા ભવની, અસંખ્ય ભવની વૃત્તિઓ, સંસ્કારો, કુસંસ્કારો ભાવમનમાં ધરબાયેલા છે, જે ચેતના સ્વરૂપ છે. અશુદ્ધ ચેતના - વિકૃત ચેતના -મોહાત્મક ચેતના તે ભાવમન છે, શુદ્ધ ચેતના - જ્ઞાન ચેતના તે આત્મા છે. શુદ્ધ ચેતનામય આત્માનું સ્વરૂપ છે. સભા - ભાવમનમાં શુભ-અશુભ બન્ને ભાવો આવશે? સાહેબજી:-શુભ-અશુભ બન્ને તેમાં આવી ગયા. શુભભાવ બોલો તે પણ અશુદ્ધચેતનામોહાત્મક ચેતના છે. આપણે ત્યાં ભાવના બે ભેદ પાડ્યા છે, શુદ્ધભાવ અને અશુદ્ધભાવ. હવે અશુદ્ધભાવના બે ભેદ પાડ્યા છે, શુભભાવ અને અશુભભાવ. જયારે શુદ્ધભાવના બે ભેદ પાડ્યા નથી. તેનું તો એક જ સ્વરૂપ છે. માટે શુભભાવ પણ અશુદ્ધભાવમાં જ આવશે અને તે ભાવ મનમાં જ આવશે. જયારે શુદ્ધભાવ તે જ્ઞાનચેતના છે, આત્માનું મૂળભૂત સ્વરૂપ છે. આત્મા બોલો એટલે આત્માના ગુણ, આત્માનું સ્વરૂપ, આત્માનો સ્વભાવ, તેના પર્યાયો બધું જ તેમાં આવી જશે. હવે ભાવમનથી શુભ-અશુભ બંને વિકારી ભાવો લેવાના છે. આ અશુદ્ધ ચેતના અનંત કાળથી આત્મા સાથે જડાયેલી છે, તે જવલ્લે જ છૂટે છે, અને છૂટે ત્યારે જીવ વીતરાગતા પામે છે. ઘણા કહે છે સાહેબજી ! અમને આત્માનો અનુભવ કરાવો. આત્માનો અનુભવ કરવાના ઉપાય શું? અનુભૂતિ કઈ રીતે થાય? તે દેખાડો. પરંતુ હકીકતમાં આ દુનિયામાં એક પણ જીવ એવો નથી કે જેને આત્માનો અનુભવ ન થતો હોય. અનુભવ વગરનો એક પણ જીવ નથી. પરંતુ અશુદ્ધ આત્માની અનુભૂતિ જીવને સતત થાય છે. અત્યારે જેવો આત્મા છે તેની તમે અનુભૂતિ કરો છો. જેમ સળગતો દીવો હોય ત્યાં પ્રકાશ ન રેલાય તેવું બને ખરું? કદાચ તમે ઉપર ઢાંકણ મૂકો તો બહાર પ્રકાશ ન આવે પણ અંદરમાં તો પ્રકાશ હોય જ. એટલે એનો અર્થ એવો નહિ કે સળગતો દીવો છે છતાં પ્રકાશ નથી. જેમ આમાં શંકાને સ્થાન નથી, તેમ આપણો આત્મા ચૈતન્યમય છે, પછી ભલે તે શુદ્ધ હોય કે અશુદ્ધ હોય. માટે જે વ્યક્તિ આત્મા છે તેને ચૈતન્યનું સંવેદન થતું જ હોય છે. જેમ કીડી છે, કૂતરું છે, ઝાડપાન છે તેને તેના આત્માનું સંવેદન છે જ. જેને સંવેદન નથી તેને આપણે આત્મા કહેતા નથી. સંવેદન, અનુભૂતિશૂન્ય તો પુદ્ગલો છે, તેને આપણે જડની કેટેગરીમાં મૂકીએ છીએ. આ ટેબલ જડ છે * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧ ૨૩ મનોવિજય અને આત્મશુદ્ધિ M-: Page #130 -------------------------------------------------------------------------- ________________ કારણે તેને સંવેદન-અનુભૂતિ નથી. માટે આત્માનુભવ નથી થતો તેમ બોલાય નહિ. તે સદંતર ખોટું છે. પ્રતિક્ષણ આત્માનો અનુભવ તો છે જ, પછી ભલે તમે જાગતા હો કે ઊંધતા હો, કે હરતા-ફરતા હો કે કંઈપણ પ્રવૃત્તિની ફેરબદલી કરતા હો, પણ આત્માની અનુભૂતિ ન થાય તેવી એક પણ ક્ષણ નથી. આપણને અશુદ્ધની અનુભૂતિ નિરંતર થાય છે અને તેનાથી જ આત્માના અસ્તિત્વની ખાતરી થઇ જાય છે. કોઈ કહે કે “મારો શ્વાસ ચાલે છે કે નહિ?” તેની ખાતરી કરાવી આપો. હવે જો શ્વાસ બંધ થાય તો તમે જીવતા રહો ખરા ? અને શ્વાસ ચાલે છે તેનો પુરાવો તમે જીવતા છો તે જ છે. માટે આમાં શું ખાતરી કરાવવાની? તેમ ચેતનાની અનુભૂતિ થાય જ છે, તે જ આત્મા છે. માટે આત્માનુભવ બધાને છે. હવે આ વાતને બરાબર ગળે ઉતારી દેજો કે આત્માનુભવતો છે, જેને છે જ. પરંતુ આના બદલે એમ કહો કે મારે શુદ્ધ આત્માનો અનુભવ કરવો છે, તેનો આસ્વાદ લેવો છે; જેવું સિદ્ધનું સુખ છે, તેમને જે અનુભવ છે, તેવો થોડો થોડો નમૂનારૂપે સ્વાદ મારે માણવો છે. મોક્ષમાં જેવો અનુભવ છે તેની અંશથી મારે ખાતરી કરવી છે. બાકી તો આ દુનિયામાં કોઈ એવી વ્યક્તિ નથી કે જેને આત્માનુભવ ન હોય. તમે જે ભાવો કરો છો તેનું ફીલીંગ(સંવેદન) થાય છે. દા.ત. કીડી ખાવા માટે દોડી રહી છે. સાકર પ્રત્યે તેને અભિરુચિ, આકર્ષણ છે, તલપ છે, તેની એક સંવેદના છે. તે વખતે તે તૃષ્ણાનો અનુભવ કરે છે. હવે તૃષ્ણા કે રાગ કોને થયો? જડને કે ચેતનને? ચેતનને. પણ આ વિકૃત ચેતનાનો અનુભવ છે, શુદ્ધ ચેતનાનો અનુભવ નથી. આ બધું પ્રત્યક્ષ છે જે અનુભૂતિનો વિષય છે. અશુદ્ધ ચેતનાનું સ્ટોરહાઉસ(સંગ્રહાલય) ભાવમન છે. શાસ્ત્રમાં લખ્યું છે કે મનને મારો નહિ ત્યાં સુધી વીતરાગ બનાય નહિ. અનંત કાળથી ભાવમન અશુદ્ધ છે. માટે જ્યારે ભાવમનનો ઉચ્છેદ કરીશું ત્યારે જ વીતરાગતા આવશે. સભા:- ભાવમનમાં ઉપયોગમન અને લબ્ધિમન બન્ને લેવાના? સાહેબજી - હા, બન્ને લેવાના છે; પરંતુ જે જડ અણુ-પરમાણુની રચનારૂપ દ્રવ્યમન છે તે તેમાં ન આવે. આ ભાવમન અનંત કાળથી આત્મા સાથે જડાયેલું છે. આગલા ભવના સંસ્કાર રહેવાના ક્યાં? ભાવમનમાં જ. આગલા ભવોની વૃત્તિ, પરિણતિઓ, સંસ્કારો તેમાં ધરબાયેલા પડી રહે છે, તેમ આ ભવના પણ. સભા:- ૧૧-૧રમે ગુણસ્થાનકે ભાવમન ખરું? * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧ ૨૪ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #131 -------------------------------------------------------------------------- ________________ સાહેબજી - ના, વીતરાગને ભાવમન નથી. તેની આવશ્યકતા જ નથી. ભાવન એટલે આપણે મહાત્મક ચેતના લઇએ છીએ. જયારે જ્ઞાનાત્મક ચેતનાનો વાંધો નથી, તે કર્મબંધનું કારણ નથી. વીતરાગને જે કર્મબંધ છે તે અડીને ખરી જાય છે. ૧૧મે ગુણસ્થાનકે પણ વીતરાગતા છે. ત્યાં માહાત્મક ભાવો નથી, તેથી તેમને અમનસ્કયોગ કહ્યો છે. સભા:- સાહેબજી ! જીવ ૧૧મેથી પડે છે તો પણ ભાવમન નથી? સાહેબજી:- ૧૧મે વીતરાગ છે. તે વખતે તેમને કષાયો શક્તિરૂપે છે વ્યક્તરૂપે નથી. એટલે શક્તિરૂપે અને વ્યક્તરૂપમાં ઘણો તફાવત છે. દા.ત. તમને અત્યારે ફ્લેટ આદિ મળી ગયા છે, તેથી તમને ઝૂંપડપટ્ટી પર કાંઈ રાગ કે આકર્ષણ વ્યક્તરૂપે નથી; કારણ તેમાં તમને રહેવાનું નથી, પણ શક્તિરૂપે છે. જે દિવસે કદાચ એવા સંયોગ આવ્યા કે તમારે ફૂટપાથ ઉપર રહેવાનું આવે, તો તે વખતે ઝૂંપડપટ્ટી પર પણ કદાચ રાગ-આસક્તિ વ્યક્તરૂપે થાય. તેમ અગિયારમે ગુણસ્થાનકે વીતરાગને આસક્તિ વ્યક્ત નથી પણ શક્તિરૂપે તો છે. સભા:- એટલે યોગ્યતારૂપે કહેવાય? ' સાહેબજી:- ના, યોગ્યતામાં તો જે વસ્તુને તે જાણતો જ નથી, પણ જો જાણે તો હમણાં તેને રાગ થાય તેવી લાયકાત પડી છે. માટે અજ્ઞાત વસ્તુ પર સંભવતા કષાયો યોગ્યતામાં લેવાના છે. જેમ પેરીસના બંગલા-બગીચા તમે જોયા નથી, તેમ દેવલોક પણ જોયો નથી, પણ જો હમણાં જોવા મળે તો રાગ ઊભરાય, અર્થાત્ અંદર રાગ પડ્યો છે. જ્યારે અગિયારમે ગુણસ્થાનકે વીતરાગના મનમાં તો શક્તિરૂપે જ છે. માટે રાગ, રાગની દશામાં તફાવત છે. અમુક રાગ અભિવ્યક્ત હોય છે, જયારે અમુક રાગને નિમિત્ત નથી મળ્યું માટે ઊભો થયેલો નથી, પણ અંદરખાને તો પડ્યો છે. જ્યારે આમાં તો અત્યારે પડ્યો નથી પણ ભવિષ્યમાં પેદા થાય તેની શક્તિ છે. દાખલા તરીકે અત્યારે તમને કૂતરીને જોઈને આકર્ષણ થતું નથી, પણ જેવો જીવ કૂતરાના ભવમાં જાય પછી તરત કૂતરી પર મોહિત થાય છે, એટલે અંદરખાને સંસ્કારો શક્તિરૂપે ધરબાયેલા પડ્યા છે. જે પ્રકારના ભવમાં જાઓ તેવી વૃત્તિ ખીલે છે. અત્યારે તમને કોઇ ખાવાની વસ્તુ ફેંકે તો પિત્તો ચાલ્યો જાય, પણ એ જ આત્મા કૂતરાના ભવમાં જાય તો એંઠવાડ પણ ચાટી ચાટીને ખાય, રાજી થઇને ખાય. એટલે જેવા ભવમાં ગયા તે પ્રમાણે વૃત્તિ બદલાઈ. અત્યારે વિષ્ટા જોવી ગમતી નથી પણ ભૂંડના ભાવમાં ગયા એટલે તે જોઈને આ જ આત્મા ગાંડો થઈ જાય. માટે તેવા તેવા ભવોમાં વૃત્તિ-ભાવો બદલાય છે. એટલે ભવ પ્રમાણેના અમુક-અમુક રાગો પડ્યા છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ ૧ ૨૫ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧મે ગુણસ્થાનકે સાધકના મનમાં રાગનો કણિયો નથી, દ્વેષ-આસક્તિનો કણિયો પણ નથી, અનુભૂતિરૂપે કષાયોનો ઉદય નથી. આખા જગત પ્રત્યે નિર્લેપ-અનાસક્ત છે. તે વખતે તેને વીતરાગદશા સોએ સો ટકા છે. પણ આ વીતરાગતા કેવી છે? અમુક ટાઈમ પછી સ્ટોકમાં રહેલા મોહનીયકર્મના ઉદયથી નિમિત્ત મળે તો રાગદશા પુનઃ પ્રગટે. એટલે રાગદશા શક્તિરૂપે છે. જ્યારે “રાગ હાલમાં ધરબાયેલો પડ્યો છે. એનો અર્થ એ કે તે રાગ અત્યારે પણ મનમાં એક્ટીવ છે-લબ્ધિમનમાં છે; જ્યારે પેલો રાગ તો ઇનએક્ટીવ છે અને જે કષાય એક્ટીવ ન હોય તેનાથી કદીપણ કર્મ બંધાય જ નહિ. આને સમજવા લયલીન થઈને સંગીત સાંભળતી વખતે તમારા મનમાં અતિશય ભાવતા દૂધપાક ઉપરનો પડેલો રાગ અને ભૂંડના ભવમાં ભવિષ્યમાં થનારો વિષ્ટા પરનો રાગ આ બે વચ્ચેનો તફાવત વિચારવા જેવો છે. સભા:- ભવ બદલાય છતાં વૃત્તિ ન બદલાય એવું ખરું? સાહેબજી:- હા, અતિશય ગાઢપણે જે વૃત્તિને કેળવી હોય તે ન બદલાય. પણ બીજી ઘણી વૃત્તિઓ બદલાય છે. જેમ કૂતરાના ભવમાં ગયા એટલે ભસવાનું ચાલુ, ગધેડાના ભાવમાં ગયા તો ભૂંકવાનું ચાલુ, તેમ વાંદરાના ભવમાં ગયા એટલે કૂદાકૂદચાલુ, તેમ ઉંદરના ભવમાં ચંચળતા કેટલી? જેમ ગાય શાંત બેસી શકે પણ ઉંદર શાંત બેસી શકે ? તેમ વાઘ, સિંહના ભવમાં જાઓ એટલે ક્રૂરતા આવી જાય. ફાડીને કેમ ખાવું તે શીખવાડવું પડતું નથી, કારણ જન્મથી ક્રૂરતા છે; અને એ જ આત્મા બીજા ભવમાં જાય તો આ વૃત્તિ ન હોય, જેમ ઘણી વખત કાગડો ગાયનું પૂછડું ખેંચે તો પણ તે શાંત બેઠી હોય છે; જ્યારે વાંદરો શાંત ન બેસી શકે, કારણ અમુક ભવ સાથે અમુક વૃત્તિ સંકળાયેલી હોય છે. ખાવા-પીવામાં, કામ-ભોગવર્તન બધામાં વૃત્તિ બદલાય છે. જેમ અત્યારે વિષ્ટાથી ચિતરી થાય છે પણ ભૂંડના ભાવમાં જીવને તેની જ ડીમાન્ડ હોય, આત્મા તો એનો એ જ છે, છતાં આમ કેમ? વિચારો. સભા:- અત્યારે વિષ્ટા પર જુગુપ્સા કરે માટે આવો ભવ મળે છે? સાહેબજી:- હા, એ પણ એક કારણ બને, પણ તે ભવ માટે તે એક એકલું કારણ નથી. એક એક ગતિના કારણમાં ઘણું વિવેચન આવે છે. તેમાં એક પરિબળ કામ નથી કરતું. બધાં પરિબળો પેદા થાય અથવા ચોક્કસ પરિબળો ભેગાં થાય પછી તે ગતિમાં જીવને ભરાવું પડે છે. જેમ ગોત્રકર્મ છે. તેના બે ભેદ છે. ઉચ્ચગોત્ર, નીચગોત્ર. નીચગોત્ર માટે પરિબળ તરીકે કેવા ભાવો આવે, તે જરા વિચારીએ. અત્યારે આપણા દોષોને આપણે ગંભીરતાથી પચાવી જઇએ છીએ. જેમ કે તમારા જીવનની કાંઇ ખામી-નબળાઈ હોય તો તેનો કાંઇ તમે ઢંઢેરો પિટાવતા નથી, ગુપ્ત રાખો છો. ૧૨૬ મનોવિજય અને આત્મશુદ્ધિ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * Page #133 -------------------------------------------------------------------------- ________________ જ્યારે બીજાના દોષ આવે ત્યારે તો જોયા નથી ને ગાવાના ચાલુ થાય, જરૂર પડે નાનો દોષ હોય તેને મોટો કરીને કહો. જેમ ભાઇની ભૂલને તરત છાપરે ચઢાવો. હવે જે આવી વૃત્તિઓ છે તે નીચ ગોત્રનું કારણ છે. પોતાના દોષને ઢાંકવા અને બીજાના દોષને ખુલ્લા કરવા, જરૂર પડે ઉમેરીને કહેવું, આ વૃત્તિથી નીચગોત્ર બંધાય છે. માટે જેવી વૃત્તિ પડી હોય તે પ્રમાણેનો બંધ ચાલુ છે. પશુયોનિમાં નીચગોત્ર જ છે. નીચગોત્ર બાંધો ત્યારે જ પશુયોનિમાં જવાય છે. માટે જેવા ફેકટર્સ(પરિબળ) ભેગા થાય તે પ્રમાણે ગતિ ચોક્કસ થાય. હવે આગળ. ૧૧મે ગુણસ્થાનકે શક્તિરૂપે કષાયો છે પણ વ્યક્તરૂપે નથી. જ્યારે ૧૨મે ગુણસ્થાનકે તો તે વ્યક્તરૂપે કે શક્તિરૂપે ઉભય રીતે નથી, પણ નાશ પામેલા છે. તેથી ત્યાં નિર્ભયતા છે માટે મોહને ઊઠવાનો ત્યાં સવાલ જ નથી. ચિત્તશુદ્ધિ એ જ આત્મશુદ્ધિ નથી, આત્મશુદ્ધિ વિના ચિત્તશુદ્ધિ નિષ્ફળ છે. આપણે ભાવમનનો અર્થ કર્યો અશુદ્ધ મોહાત્મક ચેતના. આ ભાવમનને આપણે ચોવીસે કલાક સાથે લઇને ફરીએ છીએ. હવે તેનું સંશોધન કરવું છે, જે આત્મકલ્યાણમાં ખૂબ જ ઉપયોગી છે. તમે ગમે તેટલું મન શાંત, સ્વસ્થ, નિર્મળ બનાવો પણ તેનાથી આત્મા નિર્મળ ન બને તો તે સાધના નિષ્ફળ જશે. આ ગંભીરતાને સમજવાવાળા ઘણા ઓછા છે. તમે માત્ર મનને નિર્મળ બનાવ્યું, આત્મા સામે જોયું નહિ, એટલે ખાલી મન શાંત થશે આત્મશુદ્ધિ નહિ થાય. સભા ઃ- તેથી સમકિત ન આવે ? સાહેબજી :-વિચારજો, સમકિત ક્યારે આવે ? આત્મશુદ્ધિ પેદા થાય ત્યારે જ આવે છે, માટે ખાલી ચિત્તશુદ્ધિનું મહત્ત્વ નથી. તેથી જ આત્મશુદ્ધિ અને ચિત્તશુદ્ધિનો ભેદ પાડવાનો છે અને માટે તેનું પૃથક્કરણ કરવાનું છે. અત્યારે ઘણા માણસો એવા છે કે જે ઉદાર, સૌજન્યશીલ, શાંત સ્વભાવવાળા હોય. તેની સાથે વાત કરો, હળોમળો તો તમને સારો અનુભવ થાય. ક્યાંય દુષ્ટતાનો અનુભવ ન થાય તેવી તેમની સજ્જન પ્રકૃતિ જ હોય અને આ મૂળભૂત પ્રકૃતિ હોય, છતાં પણ તેમના જીવનમાં અધ્યાત્મ ન હોય, મોક્ષલક્ષિતા ન હોય, સંસારથી તે વિરક્ત ન હોય. હવે આ શાંત મન કેવું ? તેનાથી તેને થોડું પુણ્ય બંધાય, પણ તે આત્મકલ્યાણનું સાધન ન બને. જેમ નાસ્તિક માણસ પણ મારા તમારા કરતાં શાંત સ્વભાવનો હોય, નીતિમાન હોય, સરળ હોય; તેના કારણે તેનું મન શાંત-સ્વસ્થ વધારે હોય; તેથી તેને આવેગ, ઉશ્કેરાટ, સંક્લેશ કદાચ તમને ****** મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૨૭ Page #134 -------------------------------------------------------------------------- ________________ થાય છે તેવા ન થતા હોય; છતાં તેને આત્મકલ્યાણનું લક્ષ્ય નથી, માટે તેની આ ચિત્તશુદ્ધિની કોઈ જ કિંમત નથી. ઘણા માને છે કે મન શાંત-સ્વસ્થ-નિર્મળ બન્યું એટલે કલ્યાણ થઈ જશે, પણ ખાલી ચિત્તશુદ્ધિ કરવાથી આત્મકલ્યાણ થતું નથી. સભા:- મનશુદ્ધિ ઓછી હોય તો આત્મશુદ્ધિ વધારે ન હોયને? સાહેબજી:- ના, તેવું નથી. મનશુદ્ધિ ઓછી હોય તો પણ આત્મશુદ્ધિ વધારે હોઇ શકે છે. માટે બેઉને જુદા તારવવા પડે. જેમ યુગલિકો છે. તેમના સ્વભાવ કેવા? આપણા મનમાં કષાયો છે, આવેગો છે, તેના કરતાં તેમના કષાયો-આવેગો ઓછા હોય છે. દા.ત. અમને કોઈ હેરાન કરે કે કદાચ મતભેદો થાય ત્યારે થોડો સંક્લેશ-ઝઘડો થતો હોય છે. જ્યારે તેમને તો જીવનમાં કદી સંક્લેશ-ઝઘડો થતા જ નથી. છતાં શાસ્ત્રની દૃષ્ટિએ આ ચિત્તશુદ્ધિ આત્મકલ્યાણનું સાધન બનતી નથી. માટે ખાલી કષાયો શાંત થવાથી, મન નિર્મળ થઇ જવાથી આત્મકલ્યાણનો માર્ગ ગોઠવાતો નથી, પણ આત્મશુદ્ધિ તો સ્વતંત્ર છે. આપણે આટલો ટાઇમ ચિત્તશુદ્ધિનું બેકગ્રાઉન્ડ તરીકે વર્ણન કર્યું, પરંતુ હવે તમને આત્મશુદ્ધિનો ખ્યાલ આપવો જરૂરી છે. મનશુદ્ધિ અને આત્મશુદ્ધિને જુદા ન પાડવાથી ભલભલા સાધકો ગોથાં ખાઈ ગયા છે. સભા:- સાહેબજી! આ ઔદયિકભાવની શુદ્ધિ કહેવાય? સાહેબજી - હા, આ ઔદયિકભાવની ચિત્તશુદ્ધિ કહેવાય છે. નવમા રૈવેયકના મિથ્યાદષ્ટિ દેવતાઓના મન પણ શાંત હોય છે. તેમની પાસે ચિત્તશુદ્ધિ હોય છે. બીજાની પાસેથી કોઈ નવી સંપત્તિ લેવાની તેમને ઇચ્છા નથી. માનપાન-અહંકારને પોષવાની પણ તેમને ઇચ્છા નથી. તેમની પાસે ઐશ્વર્ય-પ્રભાવ ઘણો જ છે. ધારે તો મર્યલોકને ચપટીમાં ચોળી શકે તેટલી શક્તિ છે. છતાં તેમને કોઇને પરચો બતાવવાની ઇચ્છા નથી. જયારે તમારામાં કોઈ શક્તિ હોય અને તે તમારા પરિચયવાળા ન જાણતા હોય, તો તમે જણાવ્યા વગર રહો ખરા? ત્યારે તેમની પાસે તો આટલી શક્તિ હોવા છતાં બતાવવાનું મન જરાપણ નથી. સભા:- શક્તિ બતાવવાની પણ શક્તિ જોઇએ ને? સાહેબજી - તેમની પાસે શક્તિ બતાવવાની શક્તિ છે, બતાવવાની ચતુરાઈ છે, તે દેવતાઓ કાંઈ મૂખ નથી. પોતાનો પ્રભાવ, શક્તિ, ઐશ્વર્ય બતાવવાની આવડત છે. પણ તેમને ઇચ્છા નથી, આવેગો નથી, ઉત્સુકતા નથી; જયારે આપણને તો તેના અભરખા જ ૧૨૮ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #135 -------------------------------------------------------------------------- ________________ થતા હોય છે. જેમ બધા મને આ રીતે ઓળખે, આ રીતે જાણે, આમ રાખે; પરંતુ તેમને તો આમાંનું કશું જ થતું નથી. ઊંચી ચિત્તશુદ્ધિ છતાં આંશિક પણ આત્મશુદ્ધિ અવિને નથીઃ સભા:- સાહેબજી ! હવે જલદી બતાવો અમારામાં શું ખૂટે છે? સાહેબજી - બતાવીશ ચોક્કસ, ધીરજ રાખો. હવે અભવિના જીવો પણ નવમા રૈવેયકે જાય છે. ત્યાં તેમનું મન નિર્વિકારી, શાંત, નિર્મળ સ્વરૂપે હોય છે. અબજો વર્ષ સુધી આ જ સ્વભાવ હોય છે. આવેગો-ઉશ્કેરાટ નથી, નિર્વિકારી છે; તેમને ગમે તેવી અપ્સરા બતાવો, પણ નખમાં પણ વિકાર પેદા ન થાય, કારણ વિકારશૂન્યતા છે. ગમે તેવો વૈભવ બતાવો તો હું મેળવી લઉં તેવું પણ ન થાય. હવે આટલી ચિત્તશુદ્ધિ હોવા છતાં અભવિના જીવનું રતીભાર પણ આત્મકલ્યાણ નથી થતું. સભા - તેને આત્મશુદ્ધિ ગમતી નહિ હોય? સાહેબજી - તેને તેની સૂઝ જ નથી. તમને પૂછે આત્મશુદ્ધિ અને ચિત્તશુદ્ધિને જુદી પાડો, તો શું કરો? તેમ તેને તેની ખબર જ નથી. માટે જ તે અનંત કાળથી રખડે છે. મનના આવેગો, વિકારો તો દરિયાની ઓટ અને ભરતી જેવા છે. જેમ દરિયામાં અમુક ટાઇમ ભરતી આવે છે, અમુક ટાઇમ ઓટ આવે છે, તેમ અનંત કાળમાં ઘણી વખત મનમાં જબરદસ્ત આવેગો આવ્યા, ઘણી વખત આવેગો એટલા શાંત થઇ ગયા કે જીવ ડાહ્યોડમરો થઈ ગયેલો લાગે; પરંતુ તે મનશુદ્ધિ જ હતી, આત્મશુદ્ધિ નહોતી; અને તેથી જ રખડીએ છીએ. માટે જ હું તે બન્નેને જુદા પાડવા માંગુ છું. આત્મશુદ્ધિનું પ્રારંભિક લક્ષણ વિકારો-કષાયોમાં દુઃખનું સંવેદનઃ જે આત્માને વિકારોમાં દુઃખનું સંવેદન નથી થતું, તેવો જીવ, ગમે તેટલા વિકારો શાંત કરે, તેનાથી મનશુદ્ધિ મળે પણ આત્મશુદ્ધિ ન મળે. કારણ કે તેને આત્મામાં વિકારોનો મૂળ : બેઝ(પાયો) અક્ષત છે, તેથી અશુદ્ધ ચેતનાનો જ તેને અનુભવ થાય. હવે શુદ્ધ ચેતનાનો અંશથી અનુભવ કરવો એટલે શું? તે વિકૃતિ અંશાત્મક પણ મૂળમાંથી નાબૂદ થવી જોઇએ. અંશથી મૂળમાંથી ઊખડવી જોઈએ. જેમ સોનું ઘણો વખત એમ ને એમ પડી રહ્યું હોય તો, મેલ-કાટ ચઢી જાય; આમ તો તે સોનામાં પણ મૂળભૂત ચમકનો ગુણધર્મ તો છે જ, પણ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૨૯ Page #136 -------------------------------------------------------------------------- ________________ અત્યારે ઉપર મેલ જડાયેલો છે, તેથી મૂળ ચમકનો અનુભવ થતો નથી. હવે તે સોનું પિત્તળ સાથે જ પડ્યું છે, કદાચ પિત્તળ કરતાં પણ ખરાબ લાગે છે, ત્યારે કોઈ કહે કે આ સોનું છે તેની ખાતરી શું? સોનાની ચમક બતાવો, તો તે વખતે તમે આખા સોનાને સંપૂર્ણ સાફ કરો તો પૂરી ચમક દેખાય, પણ જો તેટલી સફાઇની અત્યારે તાકાત ન હોય તો, જેમ તમે તેનો એક ખૂણો સાફ કરીને બતાવો; ત્યારે ભલે બીજી બધી બાજુથી મેલો હોય, પણ જે અંશથી સોનું ચોખું થયું ત્યાં તો અંદર મૂળભૂત ચમક હોવાથી સોનાની ચમક દેખાય છે, તેની જેમ આત્માની આખી અશુદ્ધતા નીકળી જાય તો મોક્ષ થઇ જાય, પણ જો તે ન કરી શકો ત્યાં સુધી અંશથી તેને શુદ્ધ કરવાનો છે, એટલે થોડી અશુદ્ધતા પણ મૂળમાંથી નીકળવી જોઇએ. તમારા વિષયકષાયોને તમે શાંત કરો, વિષય-કષાયના ભાવોને મંદ કરો, પણ એકપણ વિષય-કષાય જો. મૂળમાંથી તૂટે નહિ, તો તે ખાલી મનશુદ્ધિ છે, પણ આત્મશુદ્ધિ નથી. જો મૂળથી તૂટે તો જ આત્મશુદ્ધિ થાય છે. મૂળમાંથી તૂટે એટલે જે વિકારતૂટ્યો હોય, તે વિકાર કદી પણ આત્મામાં ફરી પેદા ન થાય. એક પણ વિકાર-દોષ મૂળમાંથી ન નીકળે ત્યાં સુધી આત્માની વાટકો પણ ઓરીજીનલ લાઇટ બહાર આવતી નથી. સભા :- એટલે અંશથી આત્મપ્રદેશો શુદ્ધ થશે ત્યારે આત્મશુદ્ધિ થશે ? તો આઠ ચકપ્રદેશ શું? સાહેબજી - મેં અંશ દોષમાં લીધા છે, જયારે તમે આત્મપ્રદેશોને અંશથી લો છો. આપણા આત્માના આઠ ચકપ્રદેશો તો શુદ્ધ જ છે. તમામ આત્મપ્રદેશો કર્મથી ખરડાતા નથી. નિગોદમાં રહેલા જીવને પણ આઠ રુચકપ્રદેશ સિદ્ધસ્વરૂપ છે. ચકપ્રદેશ તે આત્માનું કેન્દ્રબિંદુ છે. કર્મ ગમે તેટલી તીવ્રતાથી-ગાઢતાથી આત્માના સંપર્કમાં આવે, પણ પૂરેપૂરા આત્મપ્રદેશો પર તે કબજો જમાવી શકતું નથી. જ્યાં સુધી દીવો સળગતો હોય ત્યાં સુધી પ્રકાશ લગીર જેટલો પણ રહેવાનો જ,પવન હોય તો પણ તેની જેમ આત્માની ચેતના કર્મના ગાઢ આવરણ વચ્ચે પણ પૂરેપૂરી બુઝાતી નથી. જડ કર્મ હુમલો કરે, આપણી ચેતનાને બુદ્દી કરે, જડ બનાવે, પણ બધી ચેતનાને તે જડ કરી શકતું નથી. જો કે આપણે અત્યારે ઘણી ચેતના ખોઈ બેઠા છીએ. જેમ કે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિયના જીવો છે તેમની અતિશય અવિકસિત ચેતના છે. માટે જ ઝાડપાન ઊભાં હોય તેને આગળ પાછળ શું ચાલી રહ્યું છે તેની ખબર ન હોય. માટે જેમ કર્મનો હુમલો વધે તેમ જીવ જડ બને, પણ આઠ રુચકપ્રદેશ તો ખુલ્લા જ રહે છે. તેથી અમુક આત્મપ્રદેશો કર્મથી નિર્મળ થાય તો આત્મશુદ્ધિ થાય તેવું તાત્પર્ય નથી. અહીંયાં જે હું અંશથી બોલુ છું તેમાં વિકાર-દોષોની અંશથી શુદ્ધિ લેવાની છે. એક રાક જ એ જ એક મા એક મ ક મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ * * * * * * * * * ૧૩) મનોવિજય અને આત્મશુદ્ધિ Page #137 -------------------------------------------------------------------------- ________________ સભા:- મનશુદ્ધિ વગર આત્મશુદ્ધિ સંભવિત છે? સાહેબજી:- હા, બની શકે છે. કોઇનું મન અશાંત-ઉશ્કેરાટવાળું હોય, છતાં તેને આત્મશુદ્ધિ હોઇ શકે છે, તે અંશથી છે સંપૂર્ણ નથી. સમ્યગ્દષ્ટિ આત્માને પણ નિમિત્ત મળે તો ક્રોધ-આવેગ-ઉશ્કેરાટ આવે, જેથી ગમે તેમ બોલે, મારામારી કરે; છતાં તે વખતે તેને સમકિત છે, માટે આત્મશુદ્ધિ છે જ; પણ મન અશાંત-અસ્વસ્થ છે, સંક્લેશથી ભરેલું છે, જેમ નરકમાં શ્રેણિક મહારાજા અને કૃષ્ણ મહારાજાનો જીવ છે, જે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ છે. શ્રેણિકમહારાજાના આત્માએ તો તીર્થંકરનામકર્મને નિકાચિત કર્યું છે. પ્રભુ મહાવીરની એવી ભક્તિ-ઉપાસના કરી છે કે જેના દ્વારા તીર્થંકરપદ નિશ્ચિત કર્યું છે, જેથી ૮૪ હજાર વર્ષ પછી ભગવાન મહાવીર તુલ્ય તીર્થકર થવાના છે, છતાં અત્યારે તેમનો આત્મા નરકમાં છે. તેમને પછી વચમાં બીજો ભવ નથી, પરંતુ અત્યારે તેમની શું સ્થિતિ છે? ‘ત્રાહિમામ્ પોકારે તેવી શરીર-ઇન્દ્રિયની વેદના તેમને થાય છે. જેથી મન ચોવીસે કલાક બેચેન-અશાંત છે; વેશ્યા પણ અશુભ છે, કાપોત લેગ્યા છે. નારકીમાં વૃત્તિઓ ખરાબ હોય, માટે પરમાધામી સાથે ઝઘડો પણ કરે, તેના પ્રત્યે ભયંકરદ્વષ પણ થાય, ઉગ્રતાથી બોલાચાલી પણ થાય, તેથી માનસિક સંક્લેશ ત્યાં છે. મન સ્વસ્થ નથી, બેચેન છે; આવેગ-ઉશ્કેરાટ-કષાયો છે, છતાં પણ ક્ષાયિક સમકિત છે; તેથી તેમની શુભ પરિણતિ છે, પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે, કર્મની સકામ નિર્જરા કરે છે. આવું સંક્લિષ્ટમન હોવા છતાં આત્મશુદ્ધિનો અનુભવ કરે છે. કારણ શું? સમકિતની હાજરીમાં થઇ શકે તેવા જ કષાયોનો ઉદય છે, જેનાથી મન અસ્વસ્થ છે; પરંતુ માન્યતારૂપે તો શુદ્ધ જ છે, ત્યાં અવિવેક નથી. અશુભ ભાવોનો આવેગ છે. સમ્યગ્દષ્ટિને મારવા આવે તો તે હાથ જોડીને ક્ષમાપૂર્વક ઊભો રહે તેવો નિયમ નથી. તેને ગુસ્સો પણ આવી શકે છે. પણ કષાયઆવેગ કેવા હોય? ક્યાંય તેમને વિવેક ચુકાવે નહિ, વિવેક સાથે જળવાયેલો જ હોય. હવે તેની સામે નિરતિચાર ચારિત્રધર એવા અભવિના જીવને કોઈ મારી નાંખે તો પણ કાંઈ બોલે નહિ, એમ ને એમ ઊભો રહે; તેનું મન એકદમ શાંત છે, નિરતિચાર ચારિત્ર તે પાળે છે ત્યારે પણ તેની પાસે અધ્યાત્મશુદ્ધિ નથી, મનશુદ્ધિ છે; જયારે શ્રેણિકરાજા પાસે અધ્યાત્મશુદ્ધિ છે. સભા -મનોયોગ તે વખતે અશુભ થાય તો પણ પાપ ન બંધાય? સાહેબજી - પાપ બંધાય, મનોયોગ જે માત્રાનો અશુભ થયો હોય તેટલી માત્રાનો અશુભ કર્મબંધ થાય જ. સમકિતીને અશુભ ભાવ કરતો હોય ત્યારે પણ પાંચ ટકા પાપ બંધાય છે, ૯૫% પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. તેને કદી પાપાનુબંધી પુણ્ય કે પાપાનુબંધી પાપ બંધાતું જ નથી. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૩૧ Page #138 -------------------------------------------------------------------------- ________________ સભા:- મન જીતે તે ઇન્દ્રિયને જીતી શકે ? સાહેબજી:- મનને જીત્યું હોય તે અવશ્ય ઇન્દ્રિયને જીતી શકે. તે જીતેલો જ હોય છે. હજી તમને આની ગંભીરતા સમજાતી નથી. અત્યારે આપણે આટલી આરાધના કરી જેથી મન શાંત થયું, તેથી ધર્મ ફળીભૂત થયો; તેવું ઘણા સમજે છે, પણ વાસ્તવમાં તેવું નથી. સભા:- “મન જીત્યું તેણે સઘળું જીત્યું તે કઈ રીતે? સાહબેજી: ત્યારે તેણે મને કઇ રીતે જીત્યું હોય? આત્મા જિતાય તે રીતે મનને જીતવાનું છે. તે વખતે મન અને આત્માનો અભેદ કરી નાંખવાનો છે. સભા:- “મન ચંગા તો કથરોટમેં ગંગા” કઈ રીતે? - સાહેબજી:-આ જૈન વાક્ય નથી, જૈનેતર છે. આની સાથે આત્માની નિર્મળતા થાય તો લાભદાયક છે. યુગલિકનાં મન કેટલાં શાંત હોય છે, દેવતાનાં મન પણ કેટલાં શાંત હોય છે, છતાં આત્મલ્યાણની દૃષ્ટિએ કશું મેળવી શકતા નથી. સભા:- નિમિત્ત મળે તો થાય ને? સાહેબજી:-નિમિત્ત મળે તેની સાથે સંબંધ નથી, પરંતુ આત્મશુદ્ધિ જોઇએ. જેને વિષયોમાં દુ:ખનો અનુભવ શક્ય છે, તે વ્યક્તિ આત્મશુદ્ધિ માટે લાયક છે. સભા:- ના, સાહેબજી ! હું યુગલિક માટે કહું છું કે તેને આત્મશુદ્ધિનું નિમિત્ત નથી મળતું માટે? સાહેબજી:- હા, યુગલિકને આત્મશુદ્ધિનું નિમિત્ત નથી મળતું તે બરાબર છે. બત્રીસીમાં લખેલું છે કે આત્મશુદ્ધિ વગરની ચિત્તશુદ્ધિ કાંકરા બરાબર છે. જેને આત્મશુદ્ધિ નથી તેની મનશુદ્ધિ પણ સંસારમાં રખડાવવાનું સાધન બનશે. માટે વિચારજો, કેટલી આ ગંભીર વાત હશે. એક માણસ દયા, ક્ષમા, સૌજન્ય, શાંતિ કેળવીને પણ, જો તેને તેનાથી આત્મશુદ્ધિ ન થતી હોય તો તે ખાલી પુણ્યને બાંધી, તેનાથી ભોગ ભોગવીને સંસારમાં રખડશે. સભા :- આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ કઈ રીતે? સાહેબજી:-સચ્ચિદાનંદની ઉપમામાં ચિ શબ્દ છે, ચિત્ત શબ્દ નહિ. ચિ શબ્દનો અર્થ જ્ઞાન છે. જયારે ચિત્ત શબ્દનો અર્થ મન છે. આત્મા જ્ઞાનમય છે, પરંતુ મનોમય નથી. માટે તમારી સમજફેર થઇ છે. સંસ્કૃતમાં જરા ફેરફાર થાય તો શબ્દનો આખો અર્થ ફરી જાય છે. ૧૩૨ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #139 -------------------------------------------------------------------------- ________________ ચિત્તશુદ્ધિ એ સાધ્ય નથી પણ આત્મશુદ્ધિનું સાધન છે - સાધ્ય તો આત્મશુદ્ધિ જ છે ઃ આપણે આત્મશુદ્ધિ માટે પ્રયત્ન કરવાનો છે. ચિત્તશુદ્ધિ તે આત્મશુદ્ધિનું સાધન બની શકે છે. હવે આત્મશુદ્ધિ કરવા શું કરવાનું ? તમારા શરીરને નીરોગી-સ્વસ્થ બનાવો, સશક્ત-મજબૂત બનાવો, તો તે શ૨ી૨ આત્મકલ્યાણની સાધનામાં સહાયક બની શકે છે, પણ માત્ર મજબૂત બનાવવાથી આત્મસાધના થઇ ગઇ તેમ કહેવાય નહિ. જેમ સાધુ માટે પણ શાસ્ત્રમાં લખ્યું કે, પોતાના શરીરને સાધના માટે કેવું કેળવવું અને તેના માટે અનેક ઉપાય અજમાવવાની પણ છૂટ આપી છે. તીર્થંકરો ચોવીસે કલાક ધ્યાનમાં ઊભા રહી શકે. કારણ તેમણે મન-શરીર કેળવ્યું છે. આપણે તો ગબડી જ પડીએ. તમે છ મહિનાના કાઉસ્સગ્ગમાં ઊભા રહી શકો ખરા ? સભા :- કલાક પણ નહિ. સાહેબજી :- તેમાં તો તમે મનથી થાકી જાઓ છો. તમારા શરીરની શક્તિ તો બે ત્રણ ચાર કલાક ઊભા રહેવાની છે, પણ જરા તકલીફ આવી એટલે પાણીમાં બેસી જાઓ છો; પરંતુ છ મહિના ઊભા રહેવાની કોઇની શક્તિ નથી. તે શક્ય જ નથી. પરંતુ મન અને શરીરને જેટલું વધારે કેળવ્યું હોય તેટલું આત્મસાધનામાં ઉપયોગી થાય; પણ મન કેળવ્યું એટલે સાધના સમાપ્ત થઇ ગઇ તેવું નથી. કોઇ માણસે આંખને કેળવી છે તો એક મટકું માર્યા વગર લાંબો કાઉસ્સગ્ગ કરી શકે છે. આપણે આંખ પટપટાવ્યા વગર રહી શકતા નથી. જો કે કાઉસ્સગ્ગ આંખ પટપટાવ્યા વગર કરવાનો છે, પરંતુ આપણે તો ગરબડ ચાલુ છે; પણ જેણે આંખ કેળવી છે તે કરી શકે છે. પ્રસન્નચંદ્રરાજર્ષિ સૂર્ય સામે અનિમેષ નેત્રે ઊભા હતા. એમ ને એમ શ્રેણિકરાજા પ્રભાવિત થયા નહોતા. તેમણે કેટકેટલું ઇન્દ્રિય-દેહનું ઘડતર કર્યું હશે ! તેમ કોઇ મનને ઘડતર દ્વારા તૈયાર કરે. જેમ શરીર સાધના માટે સાધન બને, તેમ મન પણ સાધન બની શકે છે, પણ તે કાંઇ આત્મશુદ્ધિ નથી. તેનો અર્થ શું ? કે કોઇ માણસ કલાકો સુધી એકાગ્રચિત્તે બેસી શકે, કોઇ તેને ગાળ આપે કે નિંદા કરે તો પણ જરાપણ તેને ગુસ્સો ન આવે. આવું મન આત્મસાધનામાં સાધન તરીકે ઉપયોગી થાય, પણ તેટલા માત્રથી કાંઇ તેની સાધના પૂર્ણ થઇ જતી નથી. શરીર સાધના માટે ગમે તેટલું કેળવો પણ તેના ઉપયોગથી આત્મશુદ્ધિ ન થાય તો તેની જરાપણ કિંમત નથી. તેની જેમ ઇન્દ્રિયનું ઘડતર કરો પણ જો આત્મશુદ્ધિમાં ઉપયોગી ન થાય તો તેની પણ કોઇ કિંમત નથી. તેની જેમ મનનું પણ ગમે તેટલું ઘડતર કરો, ********* મનોવિજય અને આત્મશુદ્ધિ 紫燕淇 ૧૩૩ Page #140 -------------------------------------------------------------------------- ________________ પણ જો આત્મશુદ્ધિમાં ઉપયોગી ન થાય તો તેની પણ જરાપણ કિંમત નથી. અત્યારે તમારા મનને સામાયિકમાં લઈ જવામાં કેટલી મુશ્કેલી પડે છે, જયારે યુગલિકનું મન સાધનદષ્ટિએ શાંત હોય છે, માટે તેમને સામાયિકમાં જવું સહેલું છે, જયારે તમને સહેલું નથી. કારણ તમારું મન તમે કેળવ્યું નથી, જ્યારે તેમને જન્મથી આવું શાંત મન મળેલ છે. કોઈ ધર્મ કરનાર માણસને શરીરના ઘડતરના અભાવે ઉપવાસ-આયંબિલ આકરા થાય છે, જ્યારે ધર્મમાં ન માનનારને કસાયેલા શરીરના કારણે ઉપવાસ આદિ કરવા સહેલા પડે છે. કોઈ ધર્મ કરનાર વ્યક્તિ ખાવા બેસે ત્યારે તેને કેટલીય આઇટમોના ટેસ્ટ લેવાનો સ્વભાવ છે, શીરો આદિ રંધાતા હોય ત્યારે તેને મનમાં ગલગલિયાં થાય છે, કારણ મન કેળવ્યું નથી, ખાવામાં તેને આસક્તિ છે; જયારે તેની સામે ધર્મ નહિ કરનાર નાસ્તિક છે, જે આત્માપરલોક-પુણ્ય-પાપમાં માનતો નથી, પરંતુ તે ખાવા બેસે ત્યારે દાળ-રોટલી આપો તો પણ ખાઈ લે, કદાચ સારી વાનગી પડી હોય તો પણ ઝટ લઈને ખાઉં કે ખાધા વગર હું રહી ગયો તેવો ભાવ નથી થતો; પણ તપ-ત્યાગમાં તે માનતો નથી; છતાં તેને ખાવામાં બહુ આસક્તિ નથી, તેથી આવા નાસ્તિકને ઉપવાસ આદિ કરવા સહેલા બને; કારણ તેણે મન કેળવ્યું છે, છતાં તે મનની ઉપયોગિતા શું? આસક્તિ ઓછી છે માટે સામાન્ય ખાઈને તે ચલાવી લે છે, પણ તેનાથી આત્મકલ્યાણ થવાનું નથી, માટે તે કેળવેલા મનની કોઈ ઉપયોગિતા નથી. તેમ તમે તમારા શરીર-મન-ઇન્દ્રિયની શુદ્ધિ કરી, પણ તેને આત્મસાધનાના ઉપયોગમાં લો છો? કે પછી ખાલી શુદ્ધિ કરી શાંતિ માની લો છો? મનને કેળવીને ધર્મ સમાપ્ત કરી લો છો કે આત્મશુદ્ધિમાં જાઓ છો? પરંતુ હજુ પાયામાં જ ભ્રમ છે. આ વિષય ઘણો જ અઘરો છે. ખાલી ચિત્તશુદ્ધિમાં ધર્મ નથી, પરંતુ આત્મશુદ્ધિ કરવા માટે ચિત્તશુદ્ધિ કેળવીને તેનો સાધન તરીકે ઉપયોગ કરવાનો છે. અનંત ભવમાં આ જ કડી ખૂટી છે. ગંભીરતાપૂર્વક વિચારતા થાઓ માટે ટકોર કરી સાબદા કરું છું. જેમ કેળવેલો દેહ આત્મશુદ્ધિનું કારણ બની શકે, તેમ ઈન્દ્રિય અને મન પણ કેળવેલાં હોય તો આત્મશુદ્ધિમાં સુગમતા રહે છે. બેઉ પાસાંને બેલેન્સમાં રાખવાનાં છે, નહીંતર બહાર જઈને કહેશો કે મહારાજ સાહેબ કહેતા હતા કે ચિત્તશુદ્ધિ ઉપયોગી નથી. ના, ચિત્તશુદ્ધિ ઉપયોગી છે, પણ તેમાં ખાસ ધ્યાન રાખવાનું કે, ચિત્તશુદ્ધિ તે સાધન છે પણ સાધ્ય નથી; માત્ર સાધ્ય અને સાધનનો તફાવત સમજવાનો છે, સાધ્ય તો આત્મશુદ્ધિ જ છે. ધર્મ દ્વારા મેળવવાનું શું છે? ધર્મ દ્વારા આત્મશુદ્ધિ ન પામો તો લક્ષ્ય બરાબર સિદ્ધ થયું નથી. આત્મશુદ્ધિ જ ધર્મ દ્વારા મેળવવાની છે. અત્યારે ઘણા ધ્યાનની વાતો કરે છે, તેનાં નવાં નામો આપે છે, પણ ૯૯% તેમાં મનને ખાલી શાંત બનાવવાની વાતો છે, આત્મશુદ્ધિનું કોઈ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૩૪ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #141 -------------------------------------------------------------------------- ________________ જ લક્ષ્ય નથી. તેમાં સાધ્ય વગરની સાધના છે. તમને કહે મનને નિર્મળ કરો, કષાયો મંદ કરો, તેનાથી તમારું માઇન્ડ રીલેક્ષ થાય, શાંતિ મળે. પણ એટલા માત્રથી શું ધર્મથઇ જાય? સભા:- એટલે શું તેઓ છેતરપીંડી કરે છે? સાહેબજી :- ના, હકીકત તેઓ સમજ્યા નથી, ઇરાદો ખરાબ નથી. ઊંધા માટે ચઢાવવાની વાત નથી, પણ “ચિત્તશુદ્ધિ સાધન છે, આત્મશુદ્ધિ સાધ્ય છે;” સમજવામાં તેઓ થાપ ખાઈ ગયા છે, અને આ ગંભીર રહસ્ય છે. જો તે બરાબર સમજાઈ જાય તો દૃષ્ટિ બદલાઈ જાય. પછી તમે કોઇપણ ધર્મઅનુષ્ઠાનને મૂલવી શકો. દરેક ધર્મઅનુષ્ઠાનમાં આત્મશુદ્ધિ-ચિત્તશુદ્ધિ કેટલા અંશે થઈ તેના પર જ તમારી નજર જશે. ચિત્તશુદ્ધિ સાધન છે સાધ્ય નથી. વિષય-કષાયો શાંત બને, મન શાંત થાય, નિર્મળ બને તો સાધન સારું મેળવ્યું, પણ સાધ્ય તો જુદું જ છે. આવું સાધન ભૂતકાળમાં ઘણી વખત મેળવ્યું છે. આપણે નિરતિચાર ચારિત્ર પાળ્યું છે. તેમાં મનશુદ્ધિ હતી પણ આત્મશુદ્ધિ નહોતી, માટે જ હવા ખાતા રખડીએ છીએ. અત્યાર સુધી દેહ-ઇન્દ્રિય-મન જુદા પાડ્યા, પણ હવે આત્મશુદ્ધિ જુદી પાડવી છે. આત્માનું સુખ જુદું છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * એ જ કે જે મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૩૫ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૭ તા. ૧૭-૯-૯૫, રવિવાર. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રીતીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને આત્મશુદ્ધિ પ્રાપ્ત કરાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ધર્મની આરાધનામાં કેન્દ્ર સ્થાને આપણો આત્મા છે. આપણા આત્માને પરિપૂર્ણ સ્વરૂપે પામવો તે જ ધર્મનું લક્ષ્ય છે. મોક્ષ એટલે શુદ્ધ આત્માની પરિપૂર્ણ ઉપલબ્ધિ. તેથી સાચો ધર્મ એ ક્રમશઃ આત્મશુદ્ધિની પ્રક્રિયા જ છે. ધર્મ દ્વારા આત્માને પરતંત્રમાંથી સ્વતંત્ર બનાવવો છે, અશુદ્ધમાંથી શુદ્ધ બનાવવો છે. તેનાથી જડને કાંઇ સ્વતંત્રતા કે શુદ્ધિ પ્રાપ્ત કરાવવાની નથી. તેથી આત્મા જ મુખ્ય કેન્દ્રબિંદુ બનશે અને આને ન સમજવાથી જ જીવ આડે રસ્તે ફંટાઇ જતો હોય છે. એટલે સાધન શું અને સાધ્ય શું તે સમજવામાં જ બહુ જ ચોક્કસાઇની જરૂર છે. દા.ત. અન્ય ધર્મમાં યોગાસન અને પ્રાણાયામને મોક્ષનાં સાધનો માન્યાં છે, જ્યારે જૈનદર્શને તેને કાંઇ મોક્ષનાં સાધનો માન્યાં નથી. ઘણા માને છે કે આસન કરીએ એટલે યોગ આવ્યો, પ્રાણાયામ કરીએ એટલે ચિત્તશુદ્ધિ થાય અને આમાં જ બધો ધર્મ આવી જાય. અધ્યાત્મની વાતો કરનાર શ્રાવકો પણ માનતા હોય છે કે યોગાસન દ્વારા શરીરશુદ્ધિ અને પ્રાણાયામ દ્વારા ચિત્તશુદ્ધિ કેળવી લઇએ એટલે મનની એકાગ્રતા આવી જાય. બસ, તેમાં આપણો બધો ધર્મ સમાઇ જાય છે; પણ વાસ્તવમાં આ સાચી વ્યાખ્યા નથી. પૂર્વધર થયેલા મહાપુરુષોએ કહ્યું છે કે અન્ય ધર્મમાં ૮૪ આસનનું વર્ણન છે, પરંતુ જૈનાચાર્યોને આસન બાબતમાં કશી જ જાણકારી નથી તેવું ન લાગે તે માટે જૈન યોગશાસ્ત્રોમાં અષ્ટાંગ યોગનું વર્ણન કર્યું છે. પરંતુ તેનું વર્ણન કરીને નીચે ખાસ નોંધ મૂકી છે કે, આત્મકલ્યાણ કરવું હોય તો આસન કે પ્રાણાયામનો પ્રયત્ન કરવાની કશી જ જરૂર નથી, તે સમય-શક્તિને વેડફવા બરાબર છે. જૈનશાસન સાધ્ય અને સાધન બંનેની બાબતમાં બહુ જ સ્પષ્ટ છે. આત્મકલ્યાણના માર્ગમાં જો સાધ્યને સાધન માનો અને સાધનને સાધ્ય માનો તો મૂર્ખતા છે. ઘણા કહે છે, “યોગ કરીએ તો શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ થાય છે, પ્રાણાયામ કરીએ તો નાડીઓની શુદ્ધિ થવાથી ચિત્ત એકાકાર થઇ શકે છે, અંદરમાં આંતરિક સુખનો અનુભવ થાય છે, જ્યારથી આ કરવાનું ચાલુ કર્યું છે ત્યારથી મનના આવેગો શાંત થવા લાગ્યા છે, ક્રોધ હતો તે એકદમ ૧૩૬ ****** મનોવિજય અને આત્મશુદ્ધિ Page #143 -------------------------------------------------------------------------- ________________ ઓછો થઈ ગયો છે, મનના ઉશ્કેરાટો-આવેગો શમવા લાગ્યા છે, આનું પ્રત્યક્ષ ફળ અનુભૂતિરૂપે મળવા લાગ્યું છે. આટલાં વર્ષોથી સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, ભક્તિ કરતો હતો પણ આવી અનુભૂતિ નહોતી થઈ. તે છોડીને આ કરવાથી તરત જ અનુભૂતિ ચાલુ થઈ છે. માટે લાગે છે કે આટલા ટાઇમથી ભટકતા જ હતા અને સાધનામાં જે કડી ખૂટતી હતી તે હાથમાં આવી ગઇ છે.” હવે આ રીતે જે જીવોને સાચો માર્ગ છોડ્યા પછી ઊંધા માર્ગમાં શાંતિ લાગવા માંડી છે, તેમના માટે શું કહેવું? શરીર-ઇન્દ્રિય-મનની નિર્વિકારિતા-ચિત્તશુદ્ધિ આવી ગઈ એટલે કામ પૂરું થયું. આવી માન્યતાવાળા ઘણા જ જીવો છે, જે થાપ ખાનારા છે, કારણકે તેઓ આત્મશુદ્ધિને ભૂલી જ ગયા છે. ધર્મનું મુખ્ય ફળ તો આત્મશુદ્ધિ જ છે. ચિત્તશુદ્ધિ તો સાધન છે, જ્યારે આત્મશુદ્ધિ તે સાધ્ય છે. સભાઃ- આમાં તો સાધુભગવંતો પણ ગોટાળા કરે છે, માટે આવી શિબિરો કરાવે છે. સાહેબજી:- જે આગમનાં વચનો ભૂલી ગયા હોય તે આવું કરાવે છે. પરંતુ શાસ્ત્રમાં લખ્યું છે કે શ્વાસોશ્વાસ નિરોધ કરવો અને પ્રાણાયામ કરવો તે કાયક્લેશ-કષ્ટ છે. મોક્ષમાં તેનો સીધો ઉપયોગ નથી. હા, આડકતરી રીતે કોઈ જીવવિશેષને તે સાધન બની શકે. જેમ એક માણસને વા આવ્યો હોય, પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય, કફ થઈ ગયો હોય, તે પૂજા-ભક્તિ-સામાયિક બરાબર કરી શકે નહિ, તાવ આવતો હોય તો સો ખમાસમણાં આપી શકે નહિ, એટલે ધર્મ આરાધના કરવા માટે શરીરની સ્વસ્થતા જરૂરી છે. હવે તમે તાવના કારણે સામાયિક-પૂજા નથી કરી શકતા, માટે તાવને દૂર કરવા ક્વિનાઈન આદિની ગોળી લો, જેનાથી તાવ મટી જાય અને શરીરની સ્વસ્થતા પ્રાપ્ત થાય, તો શું આ દવાની ટીકડી યોગનું અંગ છે? મોક્ષપ્રાપ્તિ માટેનું સાધન છે? તેની જેમ આસન કરવાથી દેહની નીરોગિતા પ્રાપ્ત થાય, તો શું આસન તે મોક્ષપ્રાપ્તિ માટેનું સાધન કહેવાશે? જેમ ભક્તિના ગીતો ગવાતાં હોય તો કોઈને તેની મધુરતાના કારણે ભક્તિમાં તલ્લીનતા આવી જતી હોય છે, તેથી તેને તલ્લીન બનવામાં મધુર સંગીત સાધન બન્યું, તેમ પ્રાણાયામથી ચિત્તશુદ્ધિ થવાથી મનની સ્થિરતા-એકાગ્રતા આવી શકે છે. પરંતુ પૂ.આ. હરિભદ્રસૂરિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે તેને યોગના અંગ તરીકે માનતા નથી. સભા:- ભાવ પ્રાણાયામ માનીએ ને? સાહેબજી - ભાવ પ્રાણાયામ એટલે અંદરના અશુભ ભાવોનું વિરેચન કરીને શુભ ભાવોનું પૂરણ કરવું. તે તો આંતરિક શુદ્ધિ થઇ. તેને બહારની શુદ્ધિ સાથે કાંઈ લેવા દેવા * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૩૭ Page #144 -------------------------------------------------------------------------- ________________ નથી. પરંતુ દ્રવ્ય પ્રાણાયામને આપણે યોગના અંગરૂપે માનવા તૈયાર નથી, કારણ કે આત્માની શુદ્ધિ, આત્માની નિર્મળતા, આત્માના ગુણોનો વિકાસ, આત્માના દોષોનો હ્રાસ, તેને જ આપણે સાધ્ય માનીએ છીએ. જેમ ઉપવાસ કરો એટલે આરોગ્ય જળવાય, પણ ભગવાને કાંઇ આરોગ્યના સાધન તરીકે ઉપવાસ બતાવ્યો નથી; તેનાથી કર્મનો ક્ષય થાય, આત્માની નિર્વિકારિતા વધે, નિર્જરા થાય તે માટે ઉપવાસ બતાવ્યો છે. જૈનશાસનમાં દરેક અનુષ્ઠાનમાં સાધ્ય ફીક્સ છે. માટે આત્મશુદ્ધિનું જ લક્ષ્ય હોવું જોઇએ. માત્ર થોડા મનના આવેગો શાંત થવાથી માનો કે મને ધર્મનું ખરું ફળ મળી ગયું, તે તો એક ભ્રમ છે. આપણા તીર્થંકરના આત્માઓએ પણ પૂર્વે ચિત્તશુદ્ધિ અનંતીવાર કરેલી, પણ તે વખતે આત્મશુદ્ધિ નહોતા કરી શક્યા માટે જ સંસારમાં રખડ્યા હતા, અને સાધક તરીકે તેઓ તે વખતે નિષ્ફળ ગયા હતા. જેમ કમઠ પંચાગ્નિ તપ તપે છે. તેમાં તેની શરીરની સાધના કેવી છે ? ચોવીસ કલાક પલાંઠી વાળીને ઘોર તાપમાં ધ્યાન લગાવીને બેસે છે. તેણે શરીરને કેવું કેળવ્યું હશે ! લોકો કાંઇ એમ ને એમ તેની પાછળ ગાંડા થયા નથી. બધાને લાગે છે કે કેવો કઠોર તપ છે ! કેવી કઠોર સાધના છે ! કેવો ત્યાગ છે ! કેવી ચિત્તની સ્થિરતા છે ! આ કેવો અદ્ભુત સાધક છે ! આ બધું તેણે કર્યું કે નહિ ? તેની જેમ આપણા આત્માએ અને તીર્થંકરના આત્માએ પણ ભૂતકાળમાં હઠયોગની આનાથી જબરદસ્ત સાધના કરીને, દેહ-ઇન્દ્રિય નિર્મળ બનાવ્યાં; મનમાં જરા પણ ક્રોધના આવેગો, ઉશ્કેરાટ ન આવે તેવું શાંત નિર્મળ મન બનાવ્યું, હઠયોગની સમાધિમાં લયલીન બની ગયા, પણ બધું જ એકડા વગરના મીંડા બરાબર હતું; કારણ તે વખતે આત્મશુદ્ધિ નહોતી. ન સભા :- આત્મશુદ્ધિથી ચિત્તશુદ્ધિ થાય ? સાહેબજી :- આત્મશુદ્ધિથી ચિત્તશુદ્ધિ અવશ્ય થાય, પણ તરત જ આવી જાય તેવો એકાંતે નિયમ નથી, થોડી વહેલી મોડી થાય. ઘણી વખત આત્મશુદ્ધિ વધારે હોય પણ ચિત્તશુદ્ધિ ઓછી હોય, અને ઘણી વખત ચિત્તશુદ્ધિ હોય ને આત્મશુદ્ધિ ન હોય. સભા ઃ- ચિત્તશુદ્ધિ સાધન ખરું ને ? સાહેબજી : :- સાધન ક્યારે ? જો તે સાધન સાધ્યને મેળવી આપે તો બરાબર, નહીંતર તે સાધન પણ ભારરૂપ લાગશે. આ તમારાં ચશ્માં પણ તમને જોવાનું સાધન બને તો ઉપયોગી, નહીંતર ભારરૂપ થશે. માટે સાધનની સાધ્યસિદ્ધિમાં ઉપયોગિતા થાય તો તે સાધન બરાબર. ૧૩૮ 漤漤漤洗漤洗漤蒸蒸漤漤漤漤荡 મનોવિજય અને આત્મશુદ્ધિ Page #145 -------------------------------------------------------------------------- ________________ જેમ તમે વેપાર કરો છો પણ તે વેપારમાં નફો ન મળે તો તે ધંધાની કેટલી કિંમત? ખાલી મજૂરી થશે. દા.ત. ઘણા એવા નાસ્તિક માણસો છે કે જેઓ પુણ્ય, પાપ, આત્મા, પરલોકને માનતા નથી, પણ મારા-તમારા કરતાં પણ વધારે શાંત, સરળ, અનાસક્ત ભાવવાળા છે. પણ જે ધર્મને જ માનતો નથી તેના સદૂગણની કિંમત કેટલી? જેમ યુગલિકોના મનની શુદ્ધિનિર્મળતા કેટલી ! કેટલા શાંત-ભદ્રિક હોય છે! માટે તેઓ પુણ્યથી દેવલોકમાં એક વખત જઈ આવે છે. તેમની મનની શુદ્ધિનું ફળ શું? એક વખત દેવલોકનાં સુખો ભોગવીને પછી સંસારમાં રખડવાનું. આવી ચિત્તની શુદ્ધિ આપણા આત્માએ અનંતીવાર કેળવી છે. આવી ચિત્તશુદ્ધિને શાસ્ત્રમાં ઉપમા દ્વારા સમજાવી છે. જેમ રેતીના રણમાં સપાટ મેદાન અને ખાલી રેતીના ઢગલા હોય છે, ક્યાંય ઝાડપાન પણ ન દેખાય, અને ત્યાં સૂર્યનો તડકો પડે એટલે અતિશય ગરમી વધે, માટે હવામાનમાં મોટો તફાવત પડે. એટલે ઘણી વખત રણમાં એકદમ પવન બેસી જાય અને અમુક વખત જોરદાર વંટોળિયા આવે. તેનાથી રેતીના ઢગલે ઢગલા એવા ફંગોળાય કે તેમાં આખા માણસના માણસ દટાઈ જાય તો પણ ખબર ન પડે. આમ થવાથી જ્યાં રેતીના ઢગલા હતા તે જગ્યાએ ખાડા પડી જાય અને જયાં ખાડા હતા ત્યાં ઢગલા થઇ જાય. આમ આપણા આત્મા પર ઘણી વખત કર્મનાં રજકણોની વૃદ્ધિ થવાથી ટેકરા ખડકાયા છે અને ઘણી વખત કર્મોનો અતિશય હાસ થવાથી ખાડા પડી ગયા છે. અથવા દરિયામાં જેમ ભરતી અને ઓટ આવે તેમ આપણા આત્મા પર કર્મોની ભરતી-ઓટ આવતી હોય છે. જયારે આત્મા પર કર્મોની ભરતી આવે તે વખતે આપણામાં વિકૃતિઓનો પાર ન હોય, ત્યારે આપણો આત્મા દુષ્ટતા અને દુર્ગુણોનો ભંડાર દેખાય; અને જયારે કર્મો ઘસાઈને પાતળાં પડે ત્યારે આત્મા પર અનેક સદ્ગુણો ખીલી નીકળે, જેનાથી તે એકદમ સજ્જનતા અને સગુણોનો ભંડાર દેખાય. સભા - કાંઈ કર્યા વગર કર્મો પાતળાં પડે? સાહેબજી - સગુણો માટેનો સામાન્ય પુરુષાર્થ કર્યો હોય, પણ લક્ષ્ય બાંધીને તત્ત્વના વિવેક સાથેની કોઇ સાધનાન કરી હોય. દા.ત. યુગલિકોના કષાયો કેટલા મંદ હોય છે !તેમાં તેમણે શું સાધના કરી? અથવા જેમ એક ગાય જતી હોય તે વખતે તમે તેને જરા પણ ન છંછેડો તો પણ સામેથી શિંગડું મારશે, જ્યારે બીજી ગાયને તમે પાછળથી પૂંછડું આમળો તો પણ તે કાંઈ ન કરે. આમ તો બંને ગાય છે. પરંતુ એકનો સ્વભાવ શાંત છે અને એકનો સ્વભાવ ઉગ્ર છે. જેનો સ્વભાવ શાંત છે તેમાં કારણ કોઈ સાધના નહિ પણ તેનાં કર્મો હળવાં છે માટે. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૩૯ Page #146 -------------------------------------------------------------------------- ________________ સભા - કર્મો હળવાં કઈ રીતે થાય? સાહેબજી :- સ્વભાવિક રીતે થાય છે “નદીગોળપાષાણન્યાય' આદિથી થાય છે. જેમ પાષાણ અથડાઈ-કુટાઈને તેને ઘસારો લાગે છે, તેમ આત્માને દુર્ગતિમાં રખડતાં રખડતાં ઘણાં કર્મો ભોગવાઇ જાય અને બીજાં નવાં કર્મ ઘણાં ન બંધાતાં હોય તેથી કર્મો હળવાં થઈ જાય, દુષ્ટ ભાવોનો આવેગ ઘટી જાય; આને કર્મની ઓટ કહેવાય છે. આત્મા પર કર્મો જયારે પાતળાં પડે છે ત્યારે જ આત્મામાં ગુણ પેદા થાય છે. જેના જીવનમાં ચિત્તશુદ્ધિ આવે છે તે પણ એમ ને એમ આવતી નથી. તેનામાં સદગુણોનો વિકાસ થાય છે ત્યારે જ આવે છે. મનની મલિનતા તે દોષ છે અને નિર્મળતા તે ગુણ છે. જેનામાં થોડા પણ ગુણો વિકસે તેનું જ મન નિર્મળ કહેશો ને? તેથી સારાપણાની વ્યાખ્યામાં સદ્ગણો જ આવ્યા અને સદ્ગણોના વિકાસથી ચિત્તશુદ્ધિ આવે. ચિત્તશુદ્ધિ આવી કર્મ પાતળાં થવાથી, પણ આ આત્મશુદ્ધિ નથી. આત્મશુદ્ધિ વગર ચિત્તશુદ્ધિની ફૂટી કોડીની કિંમત નથી. ઊલટું ક્યારેક નુકસાનનું કારણ બને છે, જે સંસારમાં રખડાવવાનું કારણ બને છે. તેથી માત્ર ચિત્તશુદ્ધિને જો આત્મશુદ્ધિ માની બેસો તો ઉત્કૃષ્ટ ભ્રમ-ઉત્કૃષ્ટવિદન કહેવાશે. કારણ માર્ગમાં જ ભથયો છે. જે માર્ગઆત્મકલ્યાણમાં સાધનરૂપ છે તેમાં જ ભમ થયો છે. આત્મશુદ્ધિનો ઉપાય: હવે આગળ કહે છે કે આત્મશુદ્ધિ કરવી કઈ રીતે? તેના ઉપાય શું? આત્મશુદ્ધિ કહેવાય કોને? આ બધા ગંભીર પ્રશ્નો છે, સમજવા જેવા છે. બીજા ધર્મોમાં આ અંગે ભલભલા ગોટાળા કરે છે. આપણે ત્યાં પણ નહિ સમજનારા ઘણા ગોટાળા કરે છે. હમણાં એક અમરેન્દ્રવિજયજી નામના સાધુ મહારાજ થઈ ગયા. વ્યક્તિગત ટીકા કરતો નથી, પરંતુ તેમણે આ સમજવામાં જબરદસ્ત થાપ ખાધી છે. તેઓ લખે છે કે “ચિત્તશુદ્ધિ તે ધર્મનું અંતિમ લક્ષ્ય છે. ચિત્તશુદ્ધિથી જ ક્રિયા સફળ છે. આચાર, વિચાર, પ્રતિક્રમણ, સામાયિક, પૂજા બધી ક્રિયાથી ચિત્તશુદ્ધિ ન લાવી શકો તો ફોક છે. જો ચિત્તશુદ્ધિ લાવો તો તે ક્રિયાઓ સફળ છે.” અમારી દષ્ટિએ તેઓ અગત્યની કડી ભૂલી ગયા છે. જો ચિત્તશુદ્ધિને આધ્યાત્મિક શુદ્ધિ કહેતા હોય તો પછી જેનું મન વધારે શાંત હોય તે ઊંચી ભૂમિકામાં ગણાશે. પરંતુ તેવું આપણાં શાસ્ત્રો કહેતાં નથી. ઊલટું લખ્યું કે જીવ કષાયોથી તદન શાંત થઈ ગયો હોય, પ્રસન્નચિત્તવાળો હોય, સમતાનો અનુભવ કરતો હોય, પણ જો તેનામાં સમકિત ન હોય તો તે નીચલી ભૂમિકામાં છે અને જરાપણ આત્મશુદ્ધિ ન પ્રગટી હોય તો તે ભૂમિકાશૂન્ય છે. ઘણી વખત નાસ્તિકોનાં ન તો કરી જ ના મ કરી શકે કર મ ક ક ર સ ક ક ક ક ક ક ર ર ર ક જ રસ છે કે જે છે ક જ એક ૧૪) મનોવિજય અને આત્મશુદ્ધિ Page #147 -------------------------------------------------------------------------- ________________ મન પણ એટલાં શાંત હોય છે કે તેમને મહેનત કરીને ગુસ્સો કરાવો તો પણ કરે નહિ, સ્વપત્નીને છોડીને તેને બીજી સ્ત્રી અંગે કોઇ કુવિચાર પણ ન આવે, જમતાં પણ સ્વાદની કોઇ કડાકૂટ ન હોય, પણ તેઓ ધર્મમાં માનતા જ ન હોય. ધર્મનું કોઇ તેમને લક્ષ્ય ન હોય. આમ, શ્રીમંત હોવા છતાં પણ સાદગીથી રહેતા હોય, સરળ હોય, કોઇને ઊઠાં ભણાવવાની ક્યાંય વાત ન હોય, માયા-લુચ્ચાઇ ન હોય, તેથી કહેવું પડે કે તેમનું મન કેટલું શાંત છે ! હવે તેને બદલે બીજો સાચા દિલથી ધર્મ કરતો હોય, પણ તેનામાં માયા-લુચ્ચાઇ-આસક્તિ હોય, મોજમઝા કરતો હોય, તેને ચિત્તશુદ્ધિ નથી, તો શું આ વ્યક્તિ પેલી વ્યક્તિ કરતાં નીચલી ભૂમિકામાં કહેવાય ? ના, તેવું કહી શકાય નહિ. માટે ખાલી મનની નિર્મળતાથી કશું જ વળે નહિ, આત્મશુદ્ધિ તો જોઇએ જ. સભા ઃ- તો પછી “મન જીત્યું તેણે સધળુ જીત્યું” એવું કેમ ? સાહેબજી ઃ- અહીંયાં મન અને આત્માનો અભેદ કર્યો છે. અને આખા મોહને જીત્યો છે એવો અર્થ લીધો છે. સભા ઃ- છાપામાં એક મા-દીકરીનો લેખ આવેલો ને કે.. પણ સાહેબજી :- હા, તેમાં શું છે કે તેની એકની એક દીકરી છે. જે ૧૬-૧૭ વર્ષની હતી તેને બોયફ્રેન્ડ હતો. અનાર્યદેશમાં તો આમે કોઇ મર્યાદા હોતી નથી. હવે પેલા બોયફ્રેન્ડને તેના પર અનુરાગ થઇ ગયેલો. એટલે તે છોકરો લગ્ન કરવા માટે તેને આગ્રહ કરે છે પણ તે છોકરી ના પડે છે. તેણે ઘણી મહેનત કરી પણ તેણે ના જ પાડી. તેથી આવેશમાં આવીને એક વખત તેને કહ્યું હા પાડે છે કે નહિ ? પણ પેલીએ મક્કમતાથી ના પાડી, એટલે પેલાએ ગોળી મારી તેનું ખૂન કરી દીધું. હવે આ એકની એક દીકરી, તેને બાપ પણ નથી. માના માટે તો લાગણીનું આ એક જ સ્થાન હતું . પેલો છોકરો પુરાવા સાથે પકડાઇ ગયો. ગુનો કબૂલ થાય તેમ છે, માએ સાક્ષી આપવાની જરૂર છે. કારણ મા ધરમાં હતી ને તેની સામે ખૂન થયું છે. એટલે મા સાક્ષી આપે તો જ ગુનો કબૂલ થાય તેમ છે. હવે માને થાય છે કે દીકરી તો મરી ગઇ, કાંઇ પાછી આવવાની નથી. હું સ્ટેટમેન્ટ આપીશ તો આને ફાંસી કાં જન્મટીપ થશે. તેનું જીવન બરબાદ થઇ જશે. આમ કરવાથી મારી દીકરી કાંઇ પાછી આવવાની નથી. તેણે આવેશમાં આવીને ભૂલ કરી છે. શું કામ મારે કોઇનું જીવન બરબાદ કરવું ? માટે સ્ટેટમેન્ટ આપવાની ઘસીને ના પાડે છે. ‘હું દિલથી તેને ક્ષમા આપું છું. મારે કોઇ સામે પગલાં લેવાં નથી.’’ હવે વિચારજો આ બાઇનો ક્ષમા ગુણ કેવો ? છોકરાએ દુશ્મન જેવું કામ કર્યું છે, તેનો બદલો લઇ મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૪૧ Page #148 -------------------------------------------------------------------------- ________________ શકાય તેવા સંયોગો છે, છતાં વેર લેવાની વૃત્તિ ન રાખે તે કેવો ક્ષમાં ગુણ કેળવ્યો હશે! હવે તેટલા માત્રથી તે બાઈ શું આધ્યાત્મિક બની જાય? મારો તમને પ્રશ્ન છે કે એટલા માત્રથી શું તે ભાવર્જન બની જાય? અમારામાં કે તમારામાં ક્ષમાં ગુણ નથી, તેના કરતાં પણ કંઈ ગણી વધારે ક્ષમા તે બાઇમાં છે, એટલે શું તે ભાવથી જૈન છે? સભા - અપરાધી પ્રત્યે ક્ષમા કરે તો સમકિત આવે? સાહેબજી:- ઇશુખ્રિસ્ત કેવી ક્ષમા આપેલી? એટલે શું તેઓ સમકિતી હતા? વાસ્તવમાં તો તેઓ મોક્ષમાર્ગની પ્રાથમિક ભૂમિકાથી પણ શૂન્ય હતા. જો કે અહીં એવી ગેરસમજ નહીં કરતા કે “બીજા ધર્મના અનુયાયી હોય તેને મિથ્યાષ્ટિ અને જૈન ધર્મના અનુયાયી હોય તેને સમકિતીનો બિલ્લો અપાય છે.” જૈનશાસનમાં આવો મારા-તારાનો ભેદ નથી. માટે જ આપણે ત્યાં આવા દેવ, આવા ગુરુ, આવો ધર્મ એમ શબ્દ વાપર્યા છે. આનંદઘનજીએ ગાયું રામ કહો રહેમાન કહો.' મહાવીર નામ જપો તો જ તરી જશો તેવું નથી. પણ ગમે તે નામ હોય, પરંતુ આટલા આટલા જેનામાં ગુણ હોય તે મારા પ્રભુ, આટલા ગુણ હોય તે મારા ગુરુ. સોનું સાચું છે કે નકલી છે તેને નક્કી કરવા યુનિવર્સલ સ્ટાન્ડર્ડ એક જ હોય છે. ગમે ત્યાં જાઓ પણ સોનાની ચકાસણીનું ધોરણ એક જ હોય, તેવી રીતે દેવ-ગુરુ-ધર્મનાં દુનિયામાં બધા માન્ય કરે તેવાં વૈશ્વિક ધોરણ આપ્યાં છે. જે નિષ્પાપ જીવન જીવતા ન હોય તેને સદ્ગુરુ કેમ કહેવાય? હિંસા, ચોરી, અસત્ય પાપ છે. આ બધું જેના જીવનમાં હોય તેનું જીવન નિષ્પાપ જીવન કેમ કહેવાય? માટે જૈનધર્મ કહે છે, દેવ-ગુરુ-ધર્મને ઓળખવા માટે વિશ્વસ્તરનાં જે ધોરણ છે તે અનુસાર ચકાસણી કરીને સત્ય માનો. પ્રભુ મહાવીરે કહ્યું કે “હું જે ધર્મ બતાવું છું, જે આચાર-વિચાર બતાવું છું, તેના કરતાં ઊંચો ધર્મ બીજે હોય તો તેને માની શકો છો. પણ બીજે ક્યાંય આના કરતાં ઊંચા દેવ-ગુરુ-ધર્મતત્ત્વ નહિ મળે. માટે જ આ ઊંચું છે.” તમે પ્રામાણિકતાથી ધંધો કરતા હો તો ઠસ્સો હોય ને? તમે કહો ને કે બીજેથી મળે તો ઊંચો માલ મેળવી લો, ન મળે તો પછી પાછા આવજો. તેમ જૈનશાસ્ત્ર અણિશુદ્ધ ઊંચો ધર્મ બતાવે છે. આત્મશુદ્ધિ પ્રગટી છે તેના સંકેતો મોહને અંશથી પણ મૂળમાંથી ઉખેડવોઃ હવે આત્મશુદ્ધિ કરવી હોય તો ઉપાય શું? તેનું સ્વરૂપ શું? આત્મશુદ્ધિ પ્રગટી છે કે નહિ તેની ખાતરી શું? આનાં ઘણાં જ પાસાં છે. મનશુદ્ધિ ક્યારે થઈ કહેવાય? મનમાં રહેલા દોષો પાતળા પડે, સદ્ગણોનો વિકાસ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * . . * * * * * * * * * * * * * * ૧૪૨ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #149 -------------------------------------------------------------------------- ________________ થાય તો મનશુદ્ધિ થઇ કહેવાય. હવે આત્માને અનંત કાળથી કર્મનાં આવરણ લાગ્યાં છે, માટે અનંત દોષો જામ થઇને બેઠા છે. અનંત ગુણો છે તેમ દોષો પણ અનંત છે. તેમાં એક દોષ પણ જો અંશથી પણ મૂળમાંથી નાબૂદ થાય તો એટલા અંશે આત્મામાં શુદ્ધિ થઈ ગણાય. અંશથી પણ મૂળમાંથી દોષ જવો જોઇએ, પણ માત્ર દોષો પાતળા પડે, મંદ થાય તેને અધ્યાત્મનો વિકાસ કહેતા નથી. સભા:- સાહેબજી ! દાખલો આપો. સાહેબજી - પહેલાં સમજો કે આત્માની અશુદ્ધિ કર્મના પ્રભાવે છે. માટે આત્માનું વિરોધી તત્ત્વ કર્મ છે. કર્મના આઠ પ્રકાર બતાવ્યા છે. પણ આઠે કર્મનો બંધ મોહ દ્વારા માન્યો છે. આઠે કર્મની અસર જુદી જુદી થાય છે, પણ સૌનો બંધ કરાવનાર તો મોહનીયકર્મ જ છે. અનંત કાળથી આત્મા કર્મોથી બંધાયો છે. હવે દુર્ગુણો છોડવાના છે અને સદ્ગુણો કેળવવાના છે, પણ મોહનીયકર્મથી તમામ કર્મો બંધાય છે, માટે આત્માના તમામ દોષો મુખ્યત્વે મોહમાં સમાયા છે અને મોહ આખો મનમાં સમાયો છે. માટે મનમાં જેટલો મોહ છે, તેટલા આત્મામાં દોષો છે. તેથી દોષ સાથેનાં સમીકરણ મોહ સાથે મંડાય છે. હવે મોહના જેટલા ભાવો છે તેમાંથી મોહના એક ભાવને પણ જેટલા અંશથી મૂળમાંથી ઊખેડો, તેટલા અંશમાં શુદ્ધિ થઈ કહેવાય. જેટલા મોહના પરિણામરૂપ દોષો છે તેને લેવાના. આ પરિભાષાથી ચાલવાનું છે. રાગ, દ્વેષ, ક્રોધ, વાસના, આસક્તિ, સ્વાર્થ, સંકુચિતતા બધાને જ દોષો તરીકે લેવાના છે. આવા દોષો અનંતીવાર સેવાયા છે. માટે જડાઈને ગાઢ થયેલા છે. છતાં પણ તે હંમેશાં એક જ માત્રામાં હોતા નથી. તેમાં ચડતી પડતી આવે છે. ક્યારેક ઉગ્ર કષાય તો ક્યારેક મંદ કષાય થયા છે. ક્યારેક સ્વાર્થી સ્વભાવ તો ક્યારેક સરળ સ્વભાવ થયો છે. અનેક પ્રકારના દોષો અનેક વાર મંદ અને તીવ્ર થયા છે, પરંતુ એક વખત પણ આત્માએ અંશથી પણ તેને મૂળમાંથી ઊખેડ્યા નથી. આ વાતને ઉપમાથી સમજાવવા માટે એક દષ્ટાંત લઈએ. દા.ત. વડલા જેવું લીલુંછમ ઘટાદાર ઝાડ છે. તમારે તે ઝાડને તોડી પાડવું છે. તો શું કરશો? ડાળી, ડાળખાં,પાંદડાં, ફળ તોડશો, થડ પણ તોડશો; પણ મૂળિયાં રહેવા દો તો? મૂળિયાં સાબૂત હશે તો તે ફરી ઊગવાનું જ છે, ફરી ઘટાદાર બનવાનું છે. હા, તેમ થતાં થોડીવાર લાગશે. જેમ પાનખર ઋતુમાં ઝાડનાં પાન ખરી જાય, દેખાવમાં ઠુંઠા જેવું થઈ જાય, પણ વસંતઋતુ આવે એટલે પાછું તે ઘટાદાર થઈ જાય. કારણ અંદર મૂળિયાં બરાબર સાબૂત છે, તેથી પોષણ બરાબર મળી શકે તેમ છે. તેમ આપણા આત્મા પર પણ અનંતીવાર આ જ બન્યું છે. તમારા મનમાં રહેલા * * * * એક કેરી છે કે તે જ રજ કે જ # જ વાર જ છે. જે જ એ જ ર ર લ છે જ રોજ જ મનોવિજય અને આત્મશુદ્ધિ ક ક ક જ છે કે જે ક ક ક ક ક જ ૧૪૩ Page #150 -------------------------------------------------------------------------- ________________ દોષોને જેમ કે ક્રોધને નાબૂદ કર્યો, અહંકારને તોડી નાંખ્યો, સરળતા કેળવી, ક્ષમા કેળવી આવું અનંતીવાર કર્યું. અહીંયાં ઝાડ હતું તેવી ખબર પણ ન પડે તે રીતે સપાટ ભૂમિ કરી નાંખી, પણ મૂળિયાં પર પ્રહાર ન કર્યો, માટે ફરી કૂંપળો ફૂટી, ડાળી આવી, ફળ આવ્યાં અને એમ કરતાં ઘટાદાર ઝાડ થયું. તેમ અનંતીવાર આત્માએ દોષોને નાબૂદ કર્યા અને તેના દ્વારા ઊંચા દેવલોક આદિ ગતિમાં જઇ આવ્યો, પણ અંદર મૂળિયાં સાબૂત રાખ્યાં, માટે ફરી ઊગ્યાં. ઘણી વખત તો એક પણ દોષ શોધ્યો જડે નહિ તેવો આત્માને બનાવ્યો, પણ મૂળિયાં પર પ્રહાર ન કર્યો. મૂળિયાં પર પ્રહાર એટલે શું? આપણે પેલી બાઇના દૃષ્ટાંતમાં જોયું કે તેણીએ ક્ષમા કેવી કેળવી છે ! પણ તેને કોઇ પૂછે કે મોહના વિકારો કેવા ? સંસાર કેવો ? વિષય-કષાયો કેવા ? આ બધા તેને ખરાબ લાગે તેવો ? નિયમ નથી. આને ખરાબ સમજીને તેણે કાંઇ ક્ષમા આપી નથી. શુભ ભાવના કારણે દયાભાવ આવ્યો તેથી ક્ષમા આપી. આવી રીતે સદ્ગુણો કેળવીને પણ જે સંસારરૂપી વૃક્ષનાં મૂળિયાં પર પ્રહાર ન કરે, તે આખા સંસારને છેદી નાંખે પણ મૂળ પર પ્રહાર ન હોવાથી પાછો તેનો સંસાર લીલોછમ થઇ જાય. સર્જનનું વિસર્જન કર્યું પણ સર્જનની શક્તિનું વિસર્જન નથી કર્યું. પેલી બાઇની ક્ષમાને અધ્યાત્મની ક્ષમા સાથે કેમ જોડાય ? જેમ સગાભાઇ માટે પણ ઉલ્લાસથી કરોડોનું નુકસાન સહન કરી લો, પાંચ પચ્ચીસ લાખ વધારાના આપી દો, ત્યારે એ ઉદારતા થઇ ને ? સ્વાર્થી કે લુચ્ચો માણસ કાંઇ આવું ન કરી શકે, માટે આ ઉદારતા જ છે. પણ આવું કરતાં ભાવ શું ? મારો ભાઇ ફરી કમાઇ-ખાઇપીને મોજથી રહે એટલે બસ, આ મારું કરેલું બધું લેખે લાગે. પણ લોભ-આસક્તિ તેને તે વખતે ખરાબ લાગતાં નથી, માટે મૂળમાં પ્રહાર કર્યો નથી. ઉદારતા એ લોભનો વિરોધી ગુણ છે. લોભના વિરોધી ગુણને કેળવી લોભને શાંત પાડ્યો, પણ મૂળમાંથી લોભને કાઢવાની વિચારણા કરી નહિ. માટે તે સદ્ગુણને ચિત્તશુદ્ધિ કહેવાય આત્મશુદ્ધિ કહેવાય નહિ, કારણ કે ગુણ કેળવ્યો પણ દોષ મૂળમાંથી કાઢવાની વિચારણા જ કરી નહિ. સભા :- ક્ષયોપશમભાવના ગુણો હેય જ છે ને ? સાહબેજી: ઘણા માને છે કે “મોક્ષમાર્ગમાં અધ્યાત્મની આરાધના કરતાં જીવો ક્ષયોપશમભાવ કે ઉપશમભાવથી ચઢે અને પાછા પડે ત્યારે તેણે(આત્માએ) કરેલો વિકાસ ગુમાવવો પડે છે, માટે ક્ષાયિકભાવનો ગુણ એ જ ખરો ગુણ છે; જ્યારે ક્ષયોપશમ અને કેરી રીવાબી ની બીમાર મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૪૪ Page #151 -------------------------------------------------------------------------- ________________ ઉપશમ ભાવના ગુણ તો આવ્યા પછી પાછા ચાલ્યા જાય, તેથી મૂળમાંથી દોષનું નિરાકરણ થતું નથી. ઉપશમભાવ એટલે દોષોને દબાવે છે અને ક્ષયોપશમભાવ એટલે કામચલાઉ દોષોને હટાવી દે છે, માટે મૂળમાંથી દોષનું નિરાકરણ થતું નથી.’ પરંતુ આ એક ખોટો ભ્રમ છે. કારણ કે ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષાયિક એ ત્રણમાંથી કોઇપણ ભાવથી કરાયેલા મોહનીયકર્મના રતીભાર નાશથી પણ અંદરમાં અવશ્ય આત્મશુદ્ધિ પ્રગટે છે. તેથી ત્રણે ભાવના ગુણો સા માટે ઉપાદેય જ છે. વળી ત્રણે ભાવમાં દોષોનું નિરાકરણ અમુક અંશે મૂળમાંથી થાય જ છે. દા.ત. મોક્ષમાર્ગની પહેલી ભૂમિકા અપુનર્બંધકદશા છે, જે પોપશમભાવથી પ્રગટે છે. આ અધ્યાત્મની ભૂમિકા પામેલો આત્મા કદાચ સંસારસાગરમાં પડે, તેનું ધર્મથી પતન થાય, તો પણ તે આત્મા કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને કદી બાંધે નહિ. કારણ એટલો દોષ તેના આત્મામાંથી કાયમ માટે નાબૂદ થયો છે. ધર્મ ચૂકી જાય અને એક વખત ગુંડો બને તો પણ ભૂતકાળમાં જેવો કષાયનો આવેગ હતો તેવો ફરી તેને પેદા થાય નહિ. માટે કાયમી ધોરણે અમુક દોષનું નિરાકરણ થાય તે જ અધ્યાત્મશુદ્ધિ પામી શકે. સભા ઃ- આત્મશુદ્ધિ પામ્યા છીએ તેની ખબર કેમ પડે ? : સાહેબજી :- ટાઇફોઇડ થયો છે કે નહિ તે કેમ ખબર પડે ? તેનાં લક્ષણો પરથી જ તો. માથાના દુઃખાવામાં પણ માઇગ્રેન છે તે કેમ ખબર પડે ? તેનાં લક્ષણોથી જ. પણ જ્યારે બધા જ દોષો જતા રહેશે ત્યારે આત્માનો મોક્ષ થશે. તેથી મોક્ષે જતાં પહેલાં એક પણ દોષ આત્મા પર રહેવાનો નથી. માટે જ પહેલાં દોષો કાઢવાનું કહ્યું છે. તેમાં પણ જે દોષને પછીથી કાઢવાનો કહ્યો છે તેને પહેલાં કાઢશો અને જે દોષને પહેલાં કાઢવાનો કહ્યો છે તેને પછીથી કાઢશો, તો મહેનત કરીને પણ ફેઇલ જશો. જેમ ડોક્ટર થવું છે પણ કહે, ‘હું પહેલાં કોલેજહાઇસ્કૂલ કરું પછી પ્રાયમરી ભણું' તો શું થાય ? કોઇપણ લક્ષ્યને સફળ કરવું હોય તો ક્રમનું અનુસરણ કરવું જ પડે અને તે જ રીતે પુરુષાર્થ કરવો પડે. મેલાં કપડાંને સાફ કરવા પહેલાં ધોકા મારો ને પછી સાબુ અને પાણી લગાડો તો શું થાય ? મોક્ષમાર્ગની સાધનાનો ક્રમ ન સમજે ને એમ ને એમ દોડતો જાય તે હઠવાદી છે. તેથી આત્મકલ્યાણ કરવા માટે પહેલાં કયો દોષ કાઢવો પછી બીજો પછી ત્રીજો એમ અનુક્રમવાર કયો દોષ કાઢવાનો છે તેનું જ્ઞાન જોઇએ. તેમાં આડાઅવળા જશો તો નિષ્ફળ જશો. સાચા સાધકે આ વાત સમજીને ક્રમબદ્ધ સાધના કરવાનો જ પુરુષાર્થ કરવો જોઇએ. ક્રમનો વિચાર કર્યા વગર જે વ્યક્તિ મોટા દોષને પહેલાં કાઢતો નથી અને નાના નાના દોષોને કાઢે છે તેનું અનુષ્ઠાન અસદ્ અનુષ્ઠાન કહેવાય છે. ઘર તો વારે વાર મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૪૫ Page #152 -------------------------------------------------------------------------- ________________ હવે મૂળમાં પણ પહેલાં પ્રહાર ક્યાં કરવાનો? જેમ ઝાડ કાપ્યું પણ મૂળિયાં નથી કાપ્યાં, હવે મૂળિયાં કાપવાનાં પણ ચાલુ કર્યા, તો પહેલાં પ્રહાર ક્યાંથી કરવાનો? કારણકે મોટા ઝાડનાં મૂળિયાં તો ચારેબાજુથી ફેલાયેલાં હોય છે, ઘણાં તો વાળ જેવાં પાતળાં પણ હોય છે. હવે તેમાં ચારે બાજુથી આવાં નાનાં મૂળિયાં કાપે, પણ વચમાં જે મજબૂત થાંભલા જેવું મૂળિયું હોય તે ન કાપે તો શું થાય? તેને અકબંધ રહેવા દે તો શું થાય? ફરી પાછું ઝાડ હૃષ્ટપુષ્ટ થાય. માટે પ્રહાર તો મૂળિયાંના પણ મૂળમાં જ કરવાનો આવશે. તેની જેમ બધા દોષોનું મૂળ મોહમાં છે. હવે મોહનું મૂળ ક્યાં? મોહ કેમ જામ્યો છે? લીલોછમ કેમ છે? મોહનું મૂળિયું ક્યાં છે? તો કહે છે મોહનું મૂળિયું મિથ્યાત્વ છે. | મુખ્ય મૂળિયાંને ઉપરથી કે વચમાંથી ખાલી કાપો પણ નીચેથી ન કાપો તો શું થાય? અનંતકાય હોવાથી ફરી જલદી ઊગી જાય. ઝાડના થડમાં તો એક જ જીવ છે, જ્યારે અનંતકાયમાં અનંતા જીવો હોય છે. માટે તેનો ગ્રોથ ભારે હોય છે. અમુક કંદ એવા હોય કે તેને ગમે ત્યાંથી કાપો, તેનો નાનો ટુકડો પણ તક મળે ફરી ઊગી જાય. અનંતકાયમાં ખૂણે ખૂણે જીવ છે. સ્વતંત્ર જીવ છે. થડમાં સર્જન શક્તિ છે તેના કરતાં મૂળિયાંમાં અસંખ્ય ગણી સર્જનશક્તિ છે. માટે મૂળનો ભાગ મુખ્ય છે, જે આખા વૃક્ષનો જીવનસ્ત્રોત છે ત્યાં પ્રહાર કરવાનો છે. હવે મિથ્યાત્વનું મૂળિયું ક્યાં? મિથ્યાત્વનું મૂળિયું ગ્રંથિ છેઃ એક વખત આત્મા સમક્તિ પામે એટલે તેનો ગ્રંથિભેદ થઇ જાય. પછી તે સંસારમાં ગમે તેટલું રખડે પણ ગ્રંથિભેદ તેને ફરી કરવાનો રહેતો નથી. કારણ તેણે મિથ્યાત્વનું મૂળિયું મૂળમાંથી ભેદી નાખ્યું છે. મૂળિયું કાપી નાંખેલું હોવાથી મિથ્યાત્વ આત્મા પર કદાચ જીવેટિક) તો પણ સંસારમાં અમુક સમયથી વધારે તેને ન રખડાવે. હવે ગ્રંથિનું મૂળિયું શું? સંસારનો સહજ રાગ, કદાગ્રહ, સંસારની રસિકતા તે ગ્રંથિનું મૂળિયું છે. તેને પ્રહાર કરીને તોડી શકો તો જ અધ્યાત્મની ભૂમિકાનો પ્રારંભ થાય. જે આને તોડે છે તે અપુનબંધક અવસ્થાને પામે, પામે ને પામે જ. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૪૬ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #153 -------------------------------------------------------------------------- ________________ તા. ૨૪-૯-૯૫, રવિવાર. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા આત્માને ભાવ આરોગ્યનું પ્રદાન કરનારા ધર્મતીર્થની સ્થાપના કરે છે. ધર્મનો ઉદ્દેશ એક જ છે. આત્માને લાગેલા અનાદિના ભાવરોગોનું નિરાકરણ કરી આત્માના ભાવ આરોગ્યને પ્રાપ્ત કરાવવું. આપણે લોગસ્સમાં ૨૪ તીર્થકરની સ્તવના કર્યા પછી પરમાત્મા પાસેથી આત્માના ભાવ આરોગ્યનો અને બોધિનો લાભ થાય તેવી માંગણી કરીએ છીએ. સંસારરૂપી રોગના મૂળનું નિદાન: ધર્મ દ્વારા આત્માનું ભાવઆરોગ્ય જ સાધવા લાયક તત્ત્વ છે. હવે અહીંયાં પ્રશ્ન એ થાય છે કે આત્માને અનંત કાળથી કયો રોગ લાગુ પડ્યો છે? આ ૮૪ લાખ જીવાયોનિમાં જે પરિભ્રમણ છે તે તો પરલોકની વાત છે, પણ માના પેટમાં આવ્યા ત્યારથી આધિ-વ્યાધિઉપાધિ છે. દેવલોકમાં પણ ૨૪ કલાક આત્માને શરીર-ઇન્દ્રિય-મનના સંયોગ છે, અને તેનાથી અનેક પ્રકારની આવશ્યકતા ઊભી થાય છે અને તેમાં પણ પુણ્ય કાચું હોય તો સંતાપ અને સંક્લેશનો પાર નહિ. આ ૮૪ લાખ જીવાયોનિના સ્વરૂપનું અવલોકન કરનારને દેખાય કે આ સંસારમાં દુ:ખનો પાર જ નથી, પછી રાજા હોય, મહારાજા કે ઇન્દ્ર હોય કે ચક્રવર્તી હોય. સૌને જાતજાતનાં અને ભાતભાતનાં દુઃખો હોય છે. આ બધા દુઃખોનું મૂળ કારણ શું? આપણો આત્મા દેહ-ઇન્દ્રિય-મનના પિંજરામાં પુરાયો છે. દેહ-ઇન્દ્રિય-મનનો જે સંયોગ છે તેને જ જન્મ કહીએ છીએ અને તે જ દુઃખનું નિમિત્ત છે. બધા દુઃખનું મૂળ જન્મ છે. મૃત્યુનો સવાલ પણ જન્મ છે માટે જ છે. બરાબર રોગને સમજીને સાચું નિદાન કરવું હોય તો રોગના મૂળ સુધી જવું પડે. જેમ એલોપેથી દવા શું કરે છે? રોગના ચિહ્નો જોઈને તેને દબાવવા દવા આપે, તેનાથી ટેમ્પરરી(કામચલાઉ) રાહત થાય. એટલે કોઈ વ્યક્તિ જીવનભર એલોપેથી દવા લે અને તેના શરીરમાં રોગનાં ચિહ્નો દબાયેલાં હોવાથી ભ્રમમાં રહે કે મને આરોગ્ય મળી ગયું છે, પણ વાસ્તવમાં મૂળમાંથી રોગ ગયો જ ન હોય. અંદર તો રોગનાં મૂળ મજબૂત પડેલાં હોય તે તેને ખબર જ ન પડે, કારણ રોગની ચિકિત્સા મૂળમાંથી થઈ જ નથી. તેમ આપણે - ર ક ક ર જ સ ક ક ક ક શ ક ક ક મ મ મ મ મ મ ક મનોવિજય અને આત્મશુદ્ધિ ર જ સ જ કરી શકે કે ક ક ક ક ક ક ક ક ક ક ક કે ૧૪૭ Page #154 -------------------------------------------------------------------------- ________________ અનંત કાળથી આ સંસારરૂરૂપી વ્યાધિનો નાશ કરવા પ્રયત્નો કર્યા, પણ ક્યાં સુધી? દેહશુદ્ધિ કરી, ઇન્દ્રિયશુદ્ધિ કરી, મનશુદ્ધિ કરી પણ આત્મશુદ્ધિ સુધી પહોંચ્યા નહિ. કારણ શું? સાચા ઉપાયનો ખ્યાલ નથી આવ્યો. માટે આપણા પુરુષાર્થમાં ગરબડ થઈ છે. આ સંસારરૂપી રોગનું નિદાન શું? આધિ-વ્યાધિ-ઉપાધિ જે પણ આત્માને વળગી છે, તે કર્મથી છે. આ જડ એવું કર્મ આત્માને ચોર્યું છે, માટે આત્માને સંતાપ છે. હવે કર્મ આત્માને કેમ વળગ્યું? કારણ શું? જડ વસ્તુનો આત્માને મોહ છે, માટે જડ કર્મ ચોટે છે. જડ પ્રત્યે આત્માને આકર્ષણ છે, માટે જડ આત્માને ચોટે છે, ખેંચાઈને આવે છે. જેમ લોહચુંબકમાં લોઢાને ખેંચવાનું આકર્ષણ છે માટે લોખંડ ખેંચાઈને આવે છે, તેની જેમ જડ પ્રત્યે આત્માનું આકર્ષણ છે માટે જડ ખેંચાઈને આવે છે. આ કુદરતના ક્રમથી કર્મ આત્માને વળગે છે, પદાર્થવિજ્ઞાનના સિદ્ધાંત અનુસારે કર્મ ચોંટે છે. કર્મને કાંઈ ચોંટવાની ઇચ્છા નથી. તેનું કાંઈ પ્લાનીંગ નથી, છતાં આપમેળે ચોટે છે; કારણ આપણને તેના માટે મોહ થાય છે.. સભા:- મોહ થવાનું કારણ શું? સાહેબજી:- ધીરજ રાખો. મૂળ સુધીનું નિદાન કરીશ. નાના છોકરાને તાવ આવે ત્યારે તમે ડોક્ટર પાસે લઈ જાઓ છો. દવા-ઇંજેક્શન અપાવી દો એટલે બસ, કામ પૂરું થઈ ગયું. દવાથી તાવ ચાલ્યો જાય. પણ ઘણી વખત તો છોકરા આઇસ્ક્રીમ-ચોકલેટ ખાતા હોય, જેથી શરદી-કફજન્ય તાવ આવતો હોય અને તમે ભારે એન્ટીબાયોટીક એલોપેથી દવા-ઇંજેક્શન અપાવો, તેથી અશક્તિ આવી જાય; જેથી પાછું જરા હવામાનમાં ફેર પડે એટલે ફરી તાવ આવે, શરદી થાય, આમ ચક્કર ચાલુ રહે. છ-સાત વર્ષના થતાં સુધી તો ઘણા છોકરાઓને કેટલીય વખત કફ-શરદી-તાવ આવી જતાં હોય છે અને તેમાં આ દવાનું ચક્કર પણ ચાલ્યા કરે, કારણ આજના ડોક્ટર રોગનું મૂળ નિદાન કરતા નથી. તેની જેમ આપણને સંસારરૂપી મહારોગ લાગુ પડ્યો છે, પણ તેનું બીજ જયાં છે ત્યાં સુધી આપણે પહોંચ્યા નથી. સંસાર એ મહારોગ છે. સંસારનું મૂળ કર્મ છે. કર્મનું મૂળ મોહ છે. મોહ નથી તેને કર્મ ચોંટતું નથી. માટે મોહ એ જ તમામ કર્મબંધનું કારણ છે. આ મોહનું મૂળ મિથ્યાત્વ છે અને મિથ્યાત્વનું મૂળ ગ્રંથિ છે. મિથ્યાત્વ છે ત્યાં સુધી મોહને પોષણ મળે છે. જેમ રોગનું કારણ જો હાજર હોય તો રોગને પોષણ મળે, તેમ મોહને પોષણ આપનારું મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એવી બુદ્ધિ કરાવે કે જીવને મોહમાં જ મજા આવે, મોહ ગમે, મોહ સારો લાગે. માટે મોહનું મૂળ મિથ્યાત્વ છે. જેનું મિથ્યાત્વ કર્યું તેનો મોહ પ્રાણ વગરના કલેવર જેવો છે. માટે જ સમકિતીનો મોહ નિર્બળ છે. તેનો મોહ તેને સંસારમાં રખડાવનારો નથી. હવે મિથ્યાત્વનું જ ર સ # # # # # # * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * વાત * * * * * * રીત જ ૧૪૮ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #155 -------------------------------------------------------------------------- ________________ મૂળ બીજ ક્યાં છે? છેલ્લે સુધી જવું હોય તો મંથન કરવાનું આવશે. મિથ્યાત્વ પણ કર્મ છે. મોહનીયકર્મથી મોહ પેદા થાય. તેમ મિથ્યાત્વના પરિણામ જગાડે તેનું બીજ શું? તેમાં કારણ ગ્રંથિ છે. મિથ્યાત્વ આત્મામાં દઢતાથી ટકી કેમ શક્યું છે? કારણ ગ્રંથિ. અમે તેને “તમોગ્રંથિ” કહીએ છીએ, જે ગાઢ અંધકારમય ગ્રંથિ છે, અજ્ઞાનતાનું પડલ છે. આ ગ્રંથિ હોય ત્યાં સુધી મિથ્યાત્વ લહેર કરે છે. માટે આ મિથ્યાત્વની ગ્રંથિને તોડવાની જરૂર છે. ગ્રંથિ એ પારિભાષિક શબ્દ છે. મોહ એટલે જડનું આકર્ષણ. આ મોહ સારો લાગે તે મિથ્યાત્વ છે, મિથ્યાત્વનું કારણ ગ્રંથિ છે. પણ આ ગ્રંથિ ઉપમા છે, જે ભાવાત્મક મિથ્યાત્વની ગાંઠનો નિર્દેશ કરે છે. તે કયો ભાવ છે? તો કહે છે કે સહજ રાગ-દ્વેષની તીવ્રતા. તેનું નામ મિથ્યાત્વની ગાંઠ છે. રાગ-દ્વેષ પ્રચલિત શબ્દ છે, પણ અહીંયાં ખાલી રાગ-દ્વેષ નથી કહ્યા, પરંતુ સહજ રાગવૈષ શબ્દ વાપર્યો છે. જેમ કૃત્રિમ, અકૃત્રિમ; અસલી, નકલી. આખી દુનિયામાં જેટલા રાગ-દ્વેષ થાય છે, તેમાં બે ક્વોલીટી છે. (૧) કૃત્રિમ રાગદ્વેષ, એટલે કાયમના નહિ, કામચલાઉ, ઔપચારિક ઊભા થયેલા રાગ-દ્વેષ. આ દુનિયામાં જડ વસ્તુ પર કે વ્યક્તિ પર જે રાગ-દ્વેષ થાય છે, તે કૃત્રિમ-ઔપચારિક રાગ-દ્વેષ છે. જેમ નવું કપડું લઈ આવ્યા તેના તરફ રાગ-આકર્ષણ છે, પણ ક્યાં સુધી? જયાં સુધી તેની ડિઝાઈનકલર સારા, તમને સુખ આપે ત્યાં સુધી; જરા ફાટે કે જૂનું થાય પછી તેને જ ફેંકી દો ને? માટે પહેલાં જે રાગ થયો તે કાંઈ કાયમી હતો? જ્યારે ડ્રેસ લાવ્યા તે અરસામાં કોઈ તેના પર જરા ડાઘો પાડે તો ચિડાઈ જાઓ ને? કારણ રાગ છે. જ્યાં રાગ છે ત્યાં તેને નુકસાન થાય તો ષ થાય. જયાં સુધી તમને અનુકૂળતા મળે છે, ત્યાં સુધી તે વસ્તુ કે વ્યકિતનો રાગ રહે છે; જયારે તે સુખનું સાધન ન બને અને દુઃખનું સાધન બને એટલે દ્વેષ થાય. અરે ! શરીરનો રાગ પણ ક્યાં સુધી? તેના તરફથી અનુકૂળતા મળે ત્યાં સુધી. તેના દ્વારા ભારે કષ્ટ મળવાનું ચાલુ થાય પછી તેમાંથી છૂટવાનું મન થાય છે, ત્યારે ઘણા આપઘાત કરતા હોય છે. માટે તમારા મનમાં વસ્તુ કે વ્યક્તિ પરનો રાગ કૃત્રિમ છે, સહજ નથી. જેમ તમારે દીકરો જન્મે એટલે કેટલો રાગ થાય? તેને કેવી રીતે સાચવો? પણ પછી તે જ દીકરો મોટો થઇને તમારી વાત ન માને, તમારી ઉપેક્ષા કરે, વાતવાતમાં આડો ઊતરે, પછી ગમે ખરો? કે તેના પ્રત્યે દ્વેષ થાય? મોટા ભાગના રાગ-દ્વેષ સ્વાર્થ સાથે સંકળાયેલા છે. માટે આ બધો રાગ કૃત્રિમ, ઔપચારિક છે. (૨) હવે ખરો રાગ ક્યાં છે? ખરો, અસલી, સહજ રાગ તમને મળતા ભૌતિક સુખ પર છે. તમને જેમાંથી સુખ મળે ત્યાં ચોટો ને? તેમાંથી સુખ મળતું બંધ થાય એટલે બીજે ક્યાંથી સુખ મળે ત્યાં ચોંટો? માટે કોઇ વસ્તુ કે વ્યક્તિ નહીં પણ તેના દ્વારા મળતા ભૌતિક સુખ પર જ તમને સહજ રાગ છે. તે રાગ મહેનતથી પેદા નથી થતો, કોઇનો કરાવ્યો પણ થતો નથી * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ ૧ ૪૯ Page #156 -------------------------------------------------------------------------- ________________ અને કોઇનો છોડાવ્યો છૂટતો પણ નથી. તમને તમારી “મા” પર રાગ કેમ થાય છે? લાગણી આપી પંપાળીને મોટો કર્યો માટે. જન્મ પહેલાં આ વ્યક્તિ પર રાગ નહોતો, પણ પછી ધીરે ધીરે વાતાવરણ મળ્યું માટે રાગ ઊભો થયો. તેમ ઘણી વખત શું બને કે લગ્ન કે સગાઇ પહેલાં બન્ને વ્યક્તિ એક બીજાને ઓળખતી ન હોય, જાણતી પણ ન હોય, પણ સગાઇ થતાં કેવા રાગ જામે છે? અને પાછા વાંધા પડે તો તૂટે પણ કેવા? તમારા સંસારનું સ્વરૂપ કેવું છે? જેમ સગી દીકરીને જન્મ આપો, પાલન-પોષણ કરી મોટી કરો, ભાઇબ્દનો સાથે હળીમળી મોટાં થાય અને પછી સગપણ થાય એટલે “એ ઘર મારું,” મા-બાપને મૂકી પતિગૃહે ચાલી જાય. કારણ શું? હવે ત્યાં સુખ વધારે લાગે છે. સંસારમાં જયાં જીવને સુખ લાગે ત્યાં, સુખ માટે બધું ત્યાગ કરતાં વાર લાગતી નથી. અમે જ્યારે દીક્ષા લઇએ ત્યારે બધું છોડીને નીકળીએ, તો લોકો કહેતા હોય છે કે કેવી રીતે છોડીને જાય છે! પણ તમારી દીકરીને કોઇની સાથે લવ થાય તો કુટુંબને છોડતાં વાર કરે ખરી ? તમારા દેખતાં કેટલાયના છોકરા આમ ઘર છોડીને નીકળી ગયા ને? આવા તો કેટલાય દાખલા મળે. ગમે તેટલો રાગ-લાગણી હોય પણ એક ઝાટકે તોડતાં વાર લાગે? કારણ જીવને હવે બીજી વ્યક્તિમાં સુખ દેખાય છે, અને એ વ્યક્તિ પણ ન ફાવે તો તેને છોડતાં પણ વાર ખરી? શું સ્થિતિ છે? આમાં મૂળ કારણ તે વ્યક્તિ પર રાગ ઔપચારિક છે. જયાંથી સુખ મળે તે જોઇએ અને દુઃખ મળે તે જોઇતું નથી. ભૌતિક સુખ અને દુઃખ પર જ મૂળભૂત રાગ-દ્વેષ છે. હવે તે રાગ-દ્વેષની જે તીવ્રતા છે તેને મિથ્યાત્વની ગાંઠ કહીએ છીએ. એટલે મિથ્યાત્વની ગાંઠ તે જ સહજરાગની તીવ્રતા છે. તેના પ્રભાવે જ જીવ સાચું-ખોટું જોવા તૈયાર નથી. રાગની તીવ્રતા અને મિથ્યાત્વ સાથે જડાયેલાં છે. મિથ્યાત્વની ગાંઠ તૂટી એટલે સહજ રાગ નબળા પડે, તેની તીવ્રતા તૂટે; પણ તે ગાંઠ તૂટી છે કે નહિ તેની ચકાસણી કરવી પડે. અનંત કાળમાં મિથ્યાત્વની ગાંઠ એક વખત ભેદાય પછી તે ફરી બંધાતી નથી, પરંતુ જ્યાં સુધી તે ભેદાતી નથી ત્યાં સુધી સમકિતના દરવાજા બંધ છે. ગાંઠ તાળું મારીને બેઠી છે, પણ એક વખત તૂટી પછી ફરી તે બંધાવાની નથી. કદાચ આત્મા દુષ્ટ બને, ઉગ્ર પાપ કરે તો પણ મિથ્યાત્વની ગાંઠ ફરી જામતી નથી. જીવને સુખનો સહજ રાગ છે, દુઃખનો સહજ ષ છે, જે જન્મ્યા ત્યારથી છે અને મરતાં સુધી રહેવાનો છે. હા, સ્થિતપ્રજ્ઞની ભૂમિકામાં સુખ-દુઃખના રાગ-દ્વેષ ન હોય. આપણે તો અત્યારે ચોવીસે કલાક અનુકૂળતા ઈચ્છીએ છીએ. પ્રતિકૂળતા આવે એટલે તરત જ ઊંચા થઈ જઇએ છીએ અને અનુકૂળતા આવે એટલે ગેલમાં આવી જઇએ છીએ. પણ તેમાં તીવ્રતા તો ન જ જોઈએ, પ્રગાઢતા તો ન જ જોઇએ. ૧૫O મનોવિજય અને આત્મશુદ્ધિ Page #157 -------------------------------------------------------------------------- ________________ સંસારનાં ભૌતિક સુખોને જ્ઞાનીઓએ નિંઘાં છે, કેમ? કારણ બધાં સુખ વિકારથી જ પામી શકાય છે, વિકારના પોષણથી જ મેળવી શકાય, ભોગવી શકાય તેમ છે. અબ્રહ્મના સુખ માટે પહેલાં વાસના જોઇએ. તેમ ધનની આસક્તિ જો પહેલાં હોય તો પૈસા-શ્રીમંતાઈનું સુખ મળે. પૈસાથી માનસિક આનંદ કોને આવે? જેના મનમાં ધનની તૃષ્ણા હોય તેને. અમને કોઈ કહે કે લો લાખ રૂપિયા, તો આનંદ થાય? કારણ, અમે તેને અડવાના પણ નથી. અમને તેમાં રસ કે રાગ ન હોય માટે આનંદ ન થાય. તે જડ વસ્તુ છે. ભલે તમે ભૌતિક ક્ષેત્રમાં તેને મહત્ત્વ આપતા હો, પણ આ છોડવા જેવું છે, તે પાપનું સાધન છે, તેનાથી થતા ધર્મ કરતાં ઊંચો ધર્મ કરવા જેવો છે, એવું શ્રાવક તરીકે તમારા મનમાં હોવું જોઇએ. સંસારના સુખમાં વિકારો સેવવાના છે. આ બધું વિકારથી પેદા થતું સુખ છે, એટલે તેની નિંદા કરી છે, બાકી મૂળભૂત રીતે શાસ્ત્રમાં સુખની નિંદા નથી. સુખ પમાડવા માટે જ ધર્મ સ્થપાયો છે. જે સુખ નથી મળ્યું તેને પમાડવા માટે જ ધર્મ છે. તીર્થકરોને પણ સુખ જોઈતું હતું, માટે જ સંસાર છોડ્યો છે. જો મોક્ષમાં સુખ હોય નહિ તો મોક્ષે જવાની પણ જરૂર નથી, સાધનાની પણ જરૂર નથી. પરંતુ જે નિંદા છે તે વિકારી સુખની નિંદા છે. આ ભૌતિક સુખમાં સહજ રાગ ભ્રમણાના કારણે જામ્યો છે. અનંત કાળથી વિકારોમાં જ જે મજા આવે છે, તે મહાભ્રમણા છે. આ મહાભ્રમણા એટલે જ મિથ્યાત્વ. તેનું મૂળ ગ્રંથિ છે. ગ્રંથિનું મૂળ તીવ્ર રાગ-દ્વેષ. રાગ-દ્વેષનો જે રાગ તે જ રાગ-દ્વેષમાં રહેલી તીવ્રત છે. તીવ્ર રાગ-દ્વેષને ગાંઠ કહી છે. તીવ્ર રાગ-દ્વેષ જામ્યા કેમ? સહજ રાગ-દ્વેષમાં મજા આવે છે, તે સારા લાગે છે, ગમે છે, માટે તીવ્રતાથી જામે છે. તે જ ગ્રંથિનું મૂળ છે. ઝાડનાં ડાળી, ડાળખાં, પાન, ફળ કાપી નાંખે; પણ તેના થડ-મૂળિયાં સાબૂત રાખ્યાં હોવાથી ઝાડ ઝટ ફરીથી ઊગી જાય. વળી ઘણા આના સાથે થડ પણ કાપે, પણ મૂળિયાં સાબૂત રાખ્યાં હોવાથી પાછાં ઊગી જાય. ઘણા આગળ વધીને શું કરે ? મૂળિયાં પણ ઉપર ઉપરથી કાપે, આજુબાજુથી પણ કાપે, પણ મુખ્ય મૂળિયાં પર નીચેથી પ્રહાર ન કરે. મૂળિયાંની જે નીચલી જડ છે તેને જ નથી કાપતા, તેથી લાંબે ગાળે ફરી ઊગી જાય. માટે મુખ્ય મૂળિયાં પર જે પ્રહાર નથી કરતો તે ઝાડને નાબૂદ કરી શકતો નથી. તેની જેમ અનંતીવાર આત્માએ ડાળી. ડાળખાં, થડ થોડાં કાપ્યાં, મૂળ થોડાં કાપ્યાં, પણ મુખ્ય મૂળિયાને હલવા જ ન દીધું. એટલે જ સંસાર લીલોછમ રહ્યો, હરિયાળો રહ્યો. ચોવીસે કલાક રાગ-દ્વેષમાં મજા કોણ કરાવે છે? રાગ-દ્વેષ પ્રત્યેનું આકર્ષણ છે તે. જ્યાં સુધી રાગ-દ્વૈપનું આકર્ષણ હશે ત્યાં સુધી તેમાં મજા આવશે અને ત્યાં સુધી સંસાર કપાવાનો નથી. માટે રાગ-દ્વેષ પ્રત્યેનો જે રાગ છે તે ખરાબ મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૫૧ Page #158 -------------------------------------------------------------------------- ________________ લાગવો જોઇએ. તે ખરાબ કેમ નથી લાગતો? તેના માટે પૂ.આ. શ્રીહરિભદ્રસૂરિએ લખ્યું કે અનંત કાળથી જીવને રાગનો અસ અભિનિવેશ છે. રાગનો અસ અભિનિવેશ એ જ આખા સંસારની મા છે: અસ અભિનિવેશ એટલે અસદ્ આગ્રહ. એક પ્રકારનો રાગદ્વેષ પ્રત્યેનો-કષાયો પ્રત્યેનો આગ્રહ પડ્યો છે. એક વસ્તુ સારી લાગે એટલે મમત્વરૂપે આગ્રહ બંધાઈ જાય. મોટા ભાગના જીવો, ધર્મ કરનારા અને ધર્મન કરનારા, એમ માને કે પ્રસંગે રાગ-દ્વેષ કરવા જોઈએ. રાગદ્વેષ વગર જીવનમાં મજા શું? અવસરે ક્રોધ-પાપ કરવાં જોઇએ. વળી ગુણ કેળવતાં એવું થાય કે ગુણો કેળવીશું તો લૂંટાઈ જઈશું, બરબાદ થઈ જઈશું, હેરાન થઇ જઇશું. જેમ ઉદારતા કેળવવી એટલે શું? ખિસું ખાલી થશે. દાન આપતી વખતે શું લાગે છે? ખાલી થઈ ગયા એમ લાગે કે કાંઇક મેળવ્યું લાગે? આનો અર્થ એ કે દાન આપવામાં ગુમાવવાનું દેખાય છે, માટે રાગ-દ્વેષ કરવા લાયક છે, સારા છે, તેમાં ઊંડે ઊંડે મજા પડે છે, એવો નિર્ણય છે. તેને અસદ્ અભિનિવેશ કહે છે અને તે સંસારની મા છે, ભાવમલ છે, કર્મની મા છે. તેનાથી નવાં કર્મ, વળી તેનાથી નવાં કર્મ, આમ ચક્કર ચાલ્યા જ કરે છે અને આ ચક્કરનું મૂળ કારણ અસદ્ અભિનિવેશ છે. રાગનો રાગ સારો કેમ લાગે છે? કારણ રાગના રાગ પરનો આગ્રહ બંધાઈ ગયો છે. તેનો ટેસ્ટ સારો લાગે છે. માટે તેમાં મજા માની એટલે તેમાં આગ્રહ બંધાઈ ગયો છે, જે છૂટતો નથી. સભા:-ખોટું છે તે માનવાછતાં પણ આટલી મજા કેમ? સમજાતું નથી. દાખલો આપો. સાહેબજી -બીડી પીનારને તેનાથી ફેફસાં ખલાસ થઇ ગયાં હોય છતાં તે છોડતો નથી અને પાછા પીએ ત્યારે મજાથી પીએ, પાછા માને મજા આમાં જ છે. દારૂ પીનાર પણ કહેશે થોડો ટેસ્ટ તો કરી લેવા દો, ખરી મજા તેમાં જ છે. ભલે દારૂથી આખા પાયમાલ થઇ ગયા હોય, છતાં તેને પૂછો કે જીવનની મજા શું? તો શું કહેશે? જેમ ડ્રગ્સ લેવાવાળાની સ્થિતિ કેવી હોય? દવા લે ત્યારે જ મજા આવે. ડોઝ આપો, પછી બીજી વાત, તેમ કહે. અને ન આપો તો રડે, કરગરે, કારણ લત લાગી છે, માટે તેનો આગ્રહ છે, ભલે હેરાન ગમે તેટલો થાય. તેને ખબર પણ હોય કે હું આમાં પાયમાલ થઈ ગયો . તે જાણતો હોય કે આ દવાઓથી શરીર પણ હાડપિંજર થઇ જાય છે, ભૂખ મરી જાય છે, સમાજની દષ્ટિએ પણ ગુનેગાર ગણાઉં છું, પકડાઇ ન જાય તેનો ૨૪ કલાક ભય હોય છે, બધું સહન કરે છતાં તે જોઇએ જ. આ સંસારમાં હકીકત છે. દારૂ વગેરેની જેમ આત્માને અનંત અનંત કાળથી આની લત લાગી છે. માટે * * * * * * * * * * * * * * * * * * * મ મ મ મ ર ર * * * * * * * * * * * * * ૧૫ર મનોવિજય અને આત્મશુદ્ધિ Page #159 -------------------------------------------------------------------------- ________________ મનમાં તેનો એક આગ્રહ બંધાઈ ગયો છે. જો આ અસ અભિનિવેશ ન તૂટે, અને મન શાંત કરો, કષાયોને નબળા પાડો, ચિત્તશુદ્ધિ કરો, પણ તે એકડા વગરનાં મીંડાં જેવું છે. કારણ મૂળ તૂટયું નથી. જે દવાથી એક ટકો પણ મૂળમાંથી રોગ નાબૂદ થાય તો તે દવા સાચી છે, કારણ તે દવાથી લાંબા ગાળે પણ રોગ સદંતર નાબૂદ થશે; પણ જો મૂળમાંથી અંશે પણ રોગ નાબૂદ ન થાય તો તે દવા ઔપચારિક છે. તેમ જે ધર્મથી ચિત્તશુદ્ધિ થાય પણ આત્મશુદ્ધિ ન થાય તેને ઔપચારિક ધર્મ કહ્યો છે, પણ જે ધર્મથી થોડી પણ આત્મશુદ્ધિ થાય તે જ ખરો ધર્મ છે. રાગ-દ્વેષમાં કડવાશ અનુભવાય તો સહજરાગ તૂટેઃ તમારે ધર્મ કરતાં અપેક્ષા શું રાખવાની છે? ચિત્તશુદ્ધિ ઓછી થાય તો ચાલે પણ આત્મશુદ્ધિ તો થવી જ જોઈએ. જેને મૂળમાંથી રાગ-દ્વેષ ખરાબ લાગતા નથી તેને આત્મશુદ્ધિ આવતી નથી. અત્યારે આપણો સુખ પરનો સહજ રાગ જામેલો જ છે. જેમ કોઇકને બહુ કડક ચા ભાવતી હોય માટે તે કડક જ પીએ. બીજી આપે તો મોંમાં પણ ન મૂકે. કારણ તેને કડકમાં જ ટેસ્ટ આવે છે માટે ઇચ્છા કડક ચાની જ છે. પણ હવે કોઇ વ્યક્તિ તેને કહે, આવી કડક ચા પીવાથી આંતરડાં-લીવર બગડી જશે, અંદર જે નિકોટીન હોય છે તેનાથી બ્રેઈન પણ ડેમેજ થશે, ઘણું નુકસાન કરશે; માટે તે ઓછી કરે, ઓછી પીએ, કદાચ બંધ કરે, કારણ નુકસાન થશે; પણ કડક ચાના ટેસ્ટનું આકર્ષણ તો તેને પડ્યું જ છે, માટે મૂળથી ઇચ્છા મરી નથી, પણ ખાલી નુકસાનના કારણે ઇચ્છા દબાવી છે. બીજો જે ચા ન પીતો હોય તેને આવી કડક ચા આપો તો કેવું મોં કરે? કારણ તેમાં તેને ટેસ્ટ નથી લાગતો. કદાચ ચાના કારણે મીઠાશનો સ્વાદ ગમતો હોય, ગરમ ગરમ પીવાનું ગમતું હોય, પણ સ્ટ્રોંગ સ્વાદનો તેને રસ નથી. કારણ કડક ચા પીતાં કડવાશનો અનુભવ તેને થાય છે. તેમ રાગદ્વેષમાં થોડી પણ કડવાશનો અનુભવ થાય અને બેસ્વાદપણાનો અનુભવ થાય, તો જ સહજ રાગ તૂટે. તેવી જ રીતે તમને કહીએ કે આવા આવા કષાયના ભાવોથી કેવા કેવા કર્મો બંધાય? તે જયારે વિપાકમાં આવશે ત્યારે જીવની શું હાલત થશે? તે બધું સાંભળીને આ ભવમાં ગુસ્સો ન કરો. તેમાં તમને ગુસ્સો કરવાથી શરીર પર શું શું નુકસાન થાય તે સમજાવીએ, જેમ કે ગુસ્સો કરવાથી બાયોકેમીકલ પર કેવી અસર પડે છે? જે મગજતંત્રમાં મહત્ત્વનાં છે તેમાં ઈમ્બેલેન્સ થાય છે. વળી વધારે ગુસ્સો કરવાથી શરીરમાં ઝેરી પદાર્થો ઉત્પન્ન થાય છે, જેથી લાંબા ગાળે શરીર અને મગજ બને નુકસાન થાય, જેથી તમારી વિચારવાની ક્ષમતા પણ તૂટે છે, અનેક આવેગો-ઉશ્કેરાટ કરવાથી મનની શક્તિ નબળી પડે છે. આ બધાં ખરાબ પરિણામો જાણીને કદાચ ગુસ્સો ન કરો પણ તેમાં કડવાશનો અનુભવ નથી. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૫૩ Page #160 -------------------------------------------------------------------------- ________________ ભગવાનનું ચિંતન-મનન-ધ્યાન કષાયોના આવેગ રહિત હોય ? સમતામાં રહેલા જીવને માનસિક થાક નથી, જયારે આપણને છ-બાર કલાકની ઊંઘવાની જરૂર પડે છે. તે વખતે મગજ સુષુપ્ત હોય છે. આજુબાજુ પણ શું થાય છે તેની ખબર પડતી નથી. અત્યારે ૨૪ કલાકમાં ઘણાને દસ-બાર કલાક સૂવું પડે છે, કારણ માનસિક થાક વધારે છે. ભગવાને દીક્ષા લીધા પછી ૧૨ા વર્ષમાં માત્ર એક અંતર્મુહૂર્ત ઊંઘ લીધી છે. ઊંધ્યા પણ કઈ રીતે? ઊભા ઊભા ધ્યાનમાં, ચિંતન-મનન કરતાં કોઇકવાર અડધી મિનિટનું ઝોકું આવી જાય. માણસ ફિઝીકલી ઓવર વર્ક કરે ત્યારે શારીરિક થાક લાગે. રોગી માણસની આ વાત નથી. તેને તો એમ ને એમ પણ થાક લાગે. ભગવાન દીક્ષા લીધા પછી મિનિમમ દિવસના ૨૧ કલાક ધ્યાનમાં રહ્યા છે. વધારેમાં વધારે ૨૪ કલાક પણ રહ્યા છે. ઘણી વખત ચોમાસાની ચૌદસથી ધ્યાનમાં રહે તો બીજી ચોમાસી ચૌદસ આવે ત્યાં સુધી ધ્યાનમાં જ હોય. પણ ઓછામાં ઓછું ૨૧ કલાકનું તેમને ધ્યાન હોય. મગજ કેટલું સક્રિય હોય ! ઊભા રહે તેથી શરીરને શ્રમ પડે, ધ્યાન કરવાથી મગજને શ્રમ પડે. તમે બે કલાકમાં થાકી જાઓ ને? પણ પ્રભુને સ્કૂર્તિ હોય, જરાપણ થાક ન હોય, કારણ તેમને ક્યાંય આવેગ નથી. જયારે આપણને કષાયોના આવેગનો પાર નથી. સભા:- ભગવાન શાનું ચિંતન કરે? સાહેબજી:- આખી દુનિયાનું ચિંતન કરે. ભીંત ઉપર વિચારવાનું ચાલુ કરે. તેમાંથી અધ્યાત્મનું રહસ્ય સ્કુરે. તમે દ્રવ્યાનુયોગ ભણ્યા હો તો થોડું ચિંતન-મનન કરી શકો. તમને ભીંત દેખાય તો શું વિચારો? ધોળી છે, પીળી છે, ખરબચડી છે, લીસી છે. જો સારી હોય તો રાગ થાય અને ખરાબ હોય તો દ્વેષ થાય. માટે તમારાં ચિંતન કષાયના આવેગના તાંતણાથી જ ચાલુ થાય. જેમ કે ફર્નીચર જુઓ તો શું વિચારો? “કેટલાનું છે? કેટલી ડ્યુરેબીલીટી છે? કેવું લાગે છે? આના બદલે આવો કલર હોત તો ફર્નીચર સારું લાગત. કેટલી સગવડતા આપે તેવું છે?” આમ, બધે રાગ-દ્વેષના ભાવથી જ શરૂઆત થાય, જયારે ભગવાન ચિંતન-મનન નિર્લેપભાવથી જ કરતા. જેમ કે “ભીંત એટલે જડ દ્રવ્ય છે. જડ દ્રવ્ય આત્મા-ચેતનથી જુદું છે. મૂળભૂત રીતે તે જુદું છે. તેને અને ચેતનને કાંઇ લેવા દેવા નથી. તે ચેતન માટે સુખનું સાધન બની શકે નહિ.” તેમને ચિંતન કરતાં આવેગ હોય જ નહિ. કારણ તેમને રાગ નથી, વૈષ નથી; આકર્ષણ નથી, અપાકર્ષણ નથી; આસક્તિ નથી, અનાસક્તિ નથી. તેથી તેઓ તસ્થતાથી દરેક વસ્તુનું સાચું મૂલ્યાંકન કરી શકે. એક તરફ ખેંચાયેલો માણસ સત્યનું દર્શન કરી શકે નહિ. તમારે વેપારમાં પણ સ્વાર્થજન્ય કહેવાતી કામચલાઉ સમતા જોઇએ. જેમ ૧૫૪ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #161 -------------------------------------------------------------------------- ________________ ભાગીદાર એક સલાહ આપે, જયારે તમારો દીકરો બીજી સલાહ આપે. પરંતુ તમારો ભાગીદાર જરા કચકચિયો હોય, તેની સાથે તમારે જરા ઓછું જામતું હોય; અને દીકરા તરફ મમત્વ હોવાના કારણે સારું બનતું હોય, આ ષ અને રાગથી પ્રેરાઈને પછી તમે ધંધાનો સાચો નિર્ણય કરી શકો ખરા? આવેગો સાથે વાસ્તવિક સત્યનું દર્શન કરી શકો નહિ. માટે સાચો નિર્ણય કરવા ભાગીદાર તરફનો દ્વેષ અને દીકરા તરફનો રાગ બન્ને છોડવા પડે અને જેની વાત તટસ્થતાથી વિચારતાં વેપારમાં લાભકારી લાગે તેની વાત અપનાવવી પડે.. માટે કહો છો ને કે ધંધામાં લાગણીવેડા ન ચાલે. તે વખતે તમે મમતાને પણ બાજુ પર મૂકો છો ને? સભા -સાથે એમ પણ કહે છે કે ધંધામાં ધરમડા ન ચાલે. સાહેબજી - એ તો જેને સાચા ધર્મનું ભાન નથી તે આવું બોલે છે. કહે છે કે ધર્મ બધે લાવીએ તો બરબાદ થઈ જઈએ. માટે તમારા હિસાબે ધર્મ એ બરબાદીનું કારણ છે ને? આ જે મગજમાં બેઠેલું છે તે મહામિથ્યાત્વ છે. માટે મૂળમાં જ સમજણની ખામી છે. જીવનમાં એવું કોઇ ક્ષેત્ર નથી કે જ્યાં તમે ધર્મ અપનાવો અને સુખશાંતિ ન મળે. આ વિશ્વમાં પરમ સુખશાંતિનું સાધન ધર્મ છે. ધર્મથી આ ભવમાં અને પરભવમાં સુખશાંતિ મળે છે. ભગવાનની આજ્ઞા જ એનું નામ, જે એકાંતે સુખકારી હોય. વીતરાગની આજ્ઞા કદી દુઃખકારી હોય નહિ. જેના હૃદયમાં સર્વ જીવોના કલ્યાણની ભાવના હોય તેના ઉપદેશમાં કદી કોઇનું પણ ખરાબ કરવાની ભાવના હોય? માટે આવું બોલનારને ધર્મ પર અરુચિ પડી છે. ઘણાને થાય કે બહુ ધર્મ ન કરવો, લિમિટમાં જ કરવો, વધારે કરીએ તો પાયમાલ થઇ જઇએ. આવું માનનારને ધર્મ તરફ મૂળમાંથી અરુચિ છે. હજી તમને જીવનમાં વાસ્તવિક ધર્મની ઓળખાણ જ થઈ નથી. ધર્મ કદી પણ તમને પત્ની, ભાઈ, દિકરા સાથે સ્વાર્થજન્ય મતભેદ થાય તેવી, કે ધર્મના ક્ષેત્રમાં પણ નુકસાન થાય તેવી સલાહ આપશે ખરો? ધર્મના ક્ષેત્રમાં કે ભૌતિક ક્ષેત્રમાં આત્માનું ભલું થાય તેવી જ સલાહ આપશે. તીર્થકર ભગવાન સાધનાકાળમાં કોઇપણ વસ્તુનું ધ્યાન કરે તે તટસ્થતાથી જ કરે. પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિએ લખ્યું કે “સમતા અને ધ્યાનને છેડાછેડી બંધાયેલી છે.” જેનું મન તટસ્થ નથી તે વાસ્તવિકતાનું દર્શન ન કરી શકે. રાગ-દ્વેષ એ એક પ્રકારનો પક્ષપાત છે. પક્ષપાતથી વિચારેલી વાત અવાસ્તવિક-મિથ્યા જ હોય. દીકરાના રાગથી પ્રેરાઇને ધંધામાં વિચાર કરશો તો ફેઇલ જશો, તેમ ભાગીદારના દ્વેષથી પ્રેરાઈને ધંધામાં વિચાર કરશો તો પણ ફેઈલ જશો. સંસારમાં પણ સાચા નિર્ણય કરવા હોય તો તટસ્થ બનવું પડે, આવેગશૂન્ય બનવું પડે. જીવનમાં ભૌતિક દષ્ટિએ સફળ થવા માટે મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૫૫ M-11 Page #162 -------------------------------------------------------------------------- ________________ મનના આવેગ પર કાબૂ રાખવો પડે છે. જીવનમાં સફળતા માટે સાચા નિર્ણયની આવશ્યકતા છે અને સાચા નિર્ણય માટે તટસ્થતાની આવશ્યકતા છે. સભા - ભગવાન ભીંત પર ધ્યાનમાં શું ચિંતન મનન કરે ? જણાવો ને. સાહેબજી - જેમ ભીંત દ્રવ્ય તરીકે શું? દ્રવ્યના ગુણ શું? પર્યાય શું? તેનું સ્વરૂપ શું? તેમને પવિત્ર નિર્મળ જ્ઞાનની ધારા હોય અને જ્ઞાનરૂપ ધારાનો આસ્વાદ હોય. જેમ ભીંત મૂળથી શાશ્વત છે કે અશાશ્વત છે? અપેક્ષાએ શાશ્વત છે, અપેક્ષાએ અશાશ્વત છે. જે અણુપરમાણુની રચનાથી થઈ છે, તે અણુપરમાણુ શાશ્વત છે; પણ તેમાંથી બનતા આકારરૂપે અશાશ્વત છે. તેમનું ચિંતન સ્યાદ્વાદમય જ હોય. અપેક્ષાએ સુંદર છે, અપેક્ષાએ અસુંદર છે; અપેક્ષાએ ભિન્ન છે, અપેક્ષાએ અભિન્ન છે. આ બધાં પાસાંથી ચિંતન કરવા દાર્શનિક જ્ઞાન જોઇએ. તેમના ચિંતનમાં સપ્તભંગી, નયવાદ, સ્યાદ્વાદ બધું જ આવી જાય. કોઈપણ વસ્તુનું તમામ પાસાંથી ચિંતન કરવા સ્યાદ્વાદ દષ્ટિ જોઈએ. તમારો આત્મા અને ભીંત અપેક્ષાએ જુદા છે અને અપેક્ષાએ એક છે. સભા:- જડ અને ચેતન એક કઇ રીતે? સાહેબજી - એ પણ દ્રવ્ય છે અને હું(આત્મા) પણ દ્રવ્ય છું. દ્રવ્ય એક જ છે, તફાવત ગુણધર્મોનો છે. સ્યાદ્વાદ ભણે તે આ બધો વિચાર કરી શકે. ભીંત અપેક્ષાએ ભિન્ન છે અપેક્ષાએ અભિન્ન છે. જેમ બીજા આત્મા પણ અપેક્ષાએ ભિન્ન છે અપેક્ષાએ એક છે. કારણ અમુક રીતનું જુદાપણું છે, અમુક રીતની સમાનતા છે. સભા:- પણ જડ પદાર્થ અને આત્મા એક કઈ રીતે સાહેબજી? સાહેબજીઃ- આત્મા પણ દ્રવ્ય છે, જડ પણ દ્રવ્ય છે. તમે ચેતના અને જડતાનો વિચાર કરો તો જુદા છે અને એ તો ગુણ છે ને? સત્તાથી અસ્તિત્વ દ્રવ્યરૂપે આખા જગત સાથે અભેદ છે. બધે સ્યાદ્વાદ-નયવાદ છે. તીર્થકરો મહિનાઓ સુધી ચિંતન કરે તો પણ તેમને ખૂટે નહિ. અગાધ જ્ઞાન હોય. લખ્યું છે ને કે ભગવાન મહાવીરે આખી રાત એક પરમાણુ પર ચિંતન કર્યું હતું. તમે બે મિનિટ પણ ન કરી શકો. સભા :- આવા વિષય પર ધ્યાન કરે તો કર્મ ખરે ખરાં? સાહેબજી :- હા, અનાસક્તિ-નિર્લેપતાપૂર્વકનું કોઇપણ વિષયનું નિર્મળ જ્ઞાન કર્મ ખપાવવાનું સાધન છે. જયારે તમારું જ્ઞાન વિકારી છે, માટે કર્મ બંધાય છે. ભગવાને પરમાણુ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૫૬ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #163 -------------------------------------------------------------------------- ________________ પર ચિંતન કર્યું તેમાં કેટલાંય કર્મ ખપી ગયાં. અત્યારે ઘણાને ભ્રમ છે કે આત્માનું જ ધ્યાન કરીએ તો કર્મ ખપે, નહીંતર ન ખપે. અત્યારે તમે પ્રતિમા-પરમાત્માનું ધ્યાન કેમ કરો છો? કારણ આપણું મન અશુભ ભાવોથી છવાયેલું છે. તેના નિવારણ માટે જ શુભ આલંબન લઇએ છીએ. અશુભ ભાવો ગયા પછી ગમે તેનું ચિંતન કરો, તે કર્મનિર્જરાનું જ સાધન બને છે. ભગવાને કદી દેરાસર જઇને પ્રતિમાનું ધ્યાન કર્યું નથી અને ક્યાંય શાસ્ત્રમાં આવું વર્ણન પણ આવતું નથી. કારણ કે તેમને શુભ આલંબનની જરૂર જ નથી, જ્યારે આપણને છે. કારણ આપણે અશુભના આવેગથી ઘેરાયેલા છીએ. ક્ષપકશ્રેણિમાં પણ આત્માનું ધ્યાન કરે તો જ કેવળજ્ઞાન થાય, તેવું નથી. ઊલટાનું તે વખતે અનેક વિષયનું ધ્યાન હોઈ શકે. શ્રી જિનભદ્રગણિજી ક્ષમાશ્રમણે “ધ્યાનશતક” ગ્રંથમાં લખ્યું કે શુક્લધ્યાનમાં અરૂપીનું ધ્યાન કરવું હોય તેણે રૂપી પર પહેલાં એકાગ્ર થવું પડે. તેનો ક્રમ શું? પહેલાં શુભ આલંબન લે ને અશુભ આલંબન મૂકે; સ્થૂલ આલંબન પર ધ્યાન કરે, તેમાં સ્થિર થાય; પછી સૂક્ષ્મ આલંબન પર ધ્યાન કરે, તેમાં સ્થિર થાય; પછી અરૂપીનું ધ્યાન કરે. સભા:- સિદ્ધ ભગવંતને ધ્યાન છે? સાહેબજી -ધ્યાન કોને કરવું પડે? સાધકને, જે અધૂરાપણાની નિશાની છે. જે સાધક છે તેને કાંઇક મેળવવાનું બાકી છે, માટે ધ્યાન કરે છે. જયારે સિદ્ધ ભગવંતને કાંઈ મેળવવાનું બાકી નથી. તેઓ પૂર્ણ છે. તેથી તેમને બાનાવસ્થા કે ધ્યાનમુદ્રા હોતી નથી. સભા:- ભગવાન છદ્દે-સાતમે ગુણસ્થાનકે ધ્યાન કરે છે, કઇ રીતે? સાહેબજી - સવિકલ્પદશા આવવાથી જીવ નીચે ઊતરે અને નિર્વિકલ્પદશામાં જાય તે ઊંચી ભૂમિકામાં છે. એટલે છડે સવિકલ્પદશાનું ધ્યાન છે જયારે સાતમે નિર્વિકલ્પદશાનું ધ્યાન છે. પાર્શ્વપ્રભુની સ્તુતિ આવે છે ને કે, "कमठे धरणेन्द्रे च, स्वोचितं कर्म कुर्वति। प्रभुस्तुल्यमनोवृत्तिः पार्श्वनाथः श्रियेऽस्तु वः।" તેમાં ભગવાનની નિર્વિકલ્પ દશાનું સૂચન છે. અને તે ગાથા પછી "कृतापराधेऽपि जने, कृपामंथरतारयोः। इषद्बाष्पार्द्रयोर्भद्र, श्रीवीरजिननेत्रयोः" આ ગાથા મહાવીરસ્વામી ભગવાનની સવિકલ્પદશા સૂચવે છે. મહાવીર પરમાત્માની આ જે દશા છે તે વિકલ્પયુક્ત ધ્યાનદશા છે, જે નીચલી ભૂમિકા છે. સાધનાકાળમાં પ્રભુ પાર્શ્વનાથને અને પ્રભુ મહાવીરને બન્નેને મરણાન્ત ઉપસર્ગ આવ્યા છે. પાર્શ્વપ્રભુને એક રાતના સમયનો ઉપસર્ગ છે, જયારે પ્રભુ મહાવીરને છ મહિનાના સમયનો ઉપસર્ગ છે. બન્નેને ઉપસર્ગ મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૫૭ Page #164 -------------------------------------------------------------------------- ________________ કરનાર દુષ્ટ દેવતા છે. દ્વેષથી મરણાન્ત ઉપસર્ગ કરે છે. એક રાતમાં કમઠે પણ કેવા ઉપસર્ગ કર્યા છે ? કષ્ટ આપવામાં કાંઇ બાકી રાખ્યું નથી. હાથી વિષુર્વ્યા છે, દાંતો માર્યા છે, છતાં પાર્શ્વપ્રભુની શું દશા છે ? તે વખતે ધરણેન્દ્ર આવીને ઉપસર્ગનિવારણ સાથે અદ્ભુત ભક્તિ કરે છે. એક જીવે ઉપસર્ગ કરીને પાપકર્મ બાંધ્યાં, જ્યારે બીજાએ ભક્તિ કરીને ધર્મ કર્યો છે. છતાં પ્રભુનું બન્ને પ્રત્યે મન કેવું છે ? એકે ઘોર ઉપસર્ગ દ્વારા ઘોર પાપો બાંધ્યાં અને એકે ભક્તિ દ્વારા મહાન ધર્મ કર્યો, છતાં પ્રભુને ક્યાંય કમઠ પ્રત્યે અરુચિ-દ્વેષનો ભાવ થયો નથી અને કરુણા પણ નથી આવી; અને ધરણેન્દ્રની આરાધના-ભક્તિ જોઇને એવો ભાવ પણ નથી થયો, કે કેવી ઉત્તમ ભક્તિ કરી ! આરાધના કરી ! સમકિત નિર્મળ કર્યું ! આ ધર્મપ્રવૃત્તિ જોઇને પ્રભુ રાજી પણ થયા નથી. ગુણિયલ પ્રત્યે પ્રમોદનો કે પાપી પ્રત્યે કરુણાનો કોઇ ભાવ નથી આવ્યો. સભા :- તો કયો ભાવ આવ્યો ? સાહેબજી ઃ-સમાન ભાવ આવ્યો છે. બન્નેના કર્મમાં કે પ્રવૃત્તિમાં પ્રભુનો સમાન ભાવ છે. સભા :- અહીંયાં કયો અદ્વેષ આવ્યો ? સાહેબજી :- તમામ અદ્વેષ આવી ગયા. તેની સામે મહાવીર પરમાત્માનું દૃષ્ટાંતવિચારીએ. પ્રભુ મહાવીર દીક્ષા લઇને વિચરે છે. તે વખતે સંગમ ઉપસર્ગ કરે છે. છ-છ મહિના સુધી ભયંકર પીડા-સંતાપ આપે છે. નિર્દોષ આહાર-પાણી પણ નથી મેળવવા દીધાં. કેટકેટલા ઉપસર્ગ કર્યા, છતાં પ્રભુ ડગ્યા નથી. ઇન્દ્રમહારાજેપ્રભુના જેસત્ત્વનું વર્ણન કર્યું હતું તેના કરતાં તેમનામાં સવાયું છે. ભયંકર કદર્શના કરી છે, ચલિત થવાય એવું એવું ઘણું કર્યું છે, છતાં તેઓ ડગ્યા નથી. આ જોઇને સંગમ છેલ્લે હારીને ક્ષમા માંગવા આવ્યો છે. પ્રભુને ખ્યાલ છે કે તેનું હૃદય પરિવર્તન થયું નથી. હૃદયપૂર્વક તેણે ક્ષમા માગી નથી. હવે તે જ્યારે દેવલોકમાં પાછો જાય છે, ત્યારે પ્રભુને થાય છે કે “ધોર સંસારમાંથી અનેક જીવોને અમે તારનારા કહેવાઇએ, જ્યારે આ જીવ મારું જ આલંબન લઇને ઘોર સંસારમાં ડૂબશે.’’ આ કર્મના ફળ તરીકે તેને ઘોર સંસારમાં રખડવું પડશે, માટે તેના આ કાર્યથી તેમને કરુણા આવી. જેથી તેમની બે પાંપણ જરા ભીની થઇ છે. “અરર ! આ બિચારા જીવનું શું થશે ?’ આ શ્રેષ્ઠ કોટિની ભાવદયાની કરુણા આવી છે. હવે અહીંયાં સમતા ન ટકે. શુભભાવરૂપ વિકલ્પ પેદા થયો તેથી સવિકલ્પદશા છે. જો કે તેમને કાયમ આવું થયું નથી. ઘણા જ ઉપસર્ગો વખતે તેઓ સમતામાં જ રહ્યા છે. ક્યારેક આ રીતે નીચે આવ્યા છે. મનોવિજય અને આત્મશુદ્ધિ **** ૧૫૮ Page #165 -------------------------------------------------------------------------- ________________ હવે આગળ શું વાત હતી? હા, પ્રભુ ધ્યાન કરે છે તેમાં લગભગ નિર્લેપતાથી સૂક્ષ્મ ચિંતન હોય. જેમ પરમાત્મા ધ્યાનમાં, પરમાણુ એક છે, એક હોવા છતાં તેમાં અનેકતા કઈ રીતે? આ બધું સ્યાદ્વાદ દષ્ટિથી અનેક ભાગાપૂર્વક ચિંતન કરી શકે છે. ઘણા વૈજ્ઞાનિકો લેબોરેટરીમાં બાર-બાર કલાક ચિંતન-મનનમાં પડ્યા રહેતા હોય છે, જે તમને તો ગાંડા જેવા જ લાગે. તમે શું તે જ વસ્તુ પર વિચારી શકશો ખરા? સભા:- પણ સાહેબજી! ભગવાનનું ધ્યાન ઊંડા ઊંડા ક્ષયોપશમવાળું હોય, તે બધું શાસ્ત્રમાં આપેલું હોય? સાહેબજી:- તેમણે કરેલું ધ્યાન તે શાસ્ત્રવિરુદ્ધ ન હોય, સત્યને અનુરૂપ ચિંતન હોય. દ્રવ્યાનુયોગ એવો વિષય છે કે તેના માટે કહો તો અમે એક એક લીટી પર છ-છ મહિના ઉપદેશ આપી શકીએ. જૈનેતરમાં જેણે દર્શનનો અભ્યાસ કર્યો હોય તે પણ બોલી શકે. હું જે પંડિત પાસે ભણેલો તેઓ તે વખતે ૭૭ વર્ષના હતા, હું ત્યારે ૧૬ વર્ષનો હતો. ત્યારે તેઓ દર્શનશાસ્ત્રની એક લીટી પર છ મહિના બોલી શકતા. અભ્યાસ હોય અને ચિંતન ચાલુ કરો તો બોધ મળવાનો જ છે. શાસ્ત્રમાં પણ આપેલું છે કે કેટલા લાંબા વખત સુધી ગુરુશિષ્યોના વાદ ચાલ્યા. ધર્માચાર્યોના પણ વાદ ચાલ્યા. રાજસભામાં સામ-સામે વિરુદ્ધ પેનલો બેઠી હોય, તેમાં પણ એક જ વિષયની ચર્ચારૂપે છ-છ મહિનાના વાદ ચાલ્યા છે. આ વાત ઊંડાણથી દર્શનશાસ્ત્ર ભણેલા જ સમજી શકે. ભગવાને જે ચિંતન કર્યું તે બધું શાસ્ત્રમાં છે. તમે દ્રવ્યાનુયોગ ભણો તો ખબર પડે. સભા:- અસ્તિત્વનો અને નાસ્તિત્વનો વિચાર કઈ રીતે કરે? સાહેબજી:- જેમ કે એક ઘડિયાળ માટે અસ્તિત્વનો અને નાસ્તિત્વનો વિચાર કરે તો તેમાં તેમને કલાકોના કલાકો નીકળી જાય. ઘડિયાળનું કયા સ્વરૂપે અસ્તિત્વ છે, ક્યા સ્વરૂપે નાસ્તિત્વ છે, તેના કયા ગુણધર્મ અસ્તિત્વના છે, કયા ગુણધર્મ નાસ્તિત્વના છે, બધું વિસ્તારથી વિચારે. અત્યારે તમારે લોકોને જ્ઞાનમાં ઊંડા ઊતરવું જ ગમતું નથી. બુદ્ધ રહેવું જ ગમે છે. બસ, વિકારોમાં જ સબડતા રહેવું હોય છે. પુણ્યથી જે કાંઈ થોડા ભોગ મળ્યા છે, તેમાં જ રચ્યાપચ્યા રહેવું છે. પણ આ બધો આભાસિક આનંદ છે. કદી પણ જ્ઞાનનો સાચો આનંદ માણ્યો છે ખરો? જ્યારે આત્માનો શ્રેષ્ઠ સ્વભાવ જ્ઞાન છે. જ્ઞાનના કારણે જ જડ અને ચેતન જુદા પડે છે. મોક્ષમાં નિર્મળ આનંદ જ્ઞાનનો જ છે. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧પ૯ Page #166 -------------------------------------------------------------------------- ________________ સભા:- એકલા જ્ઞાનનો જ કેમ? તો અનંત આનંદ કઈ રીતે? સાહેબજી:- અત્યારે જ્ઞાનનો વિષય ચાલે છે, માટે જ્ઞાન-અજ્ઞાન પર બોલીએ છીએ. વળી, સિદ્ધ પરમાત્માનું નિર્મળ જ્ઞાન પણ અનંત છે. એટલે જ્ઞાનની અપેક્ષાએ પણ અનંત આનંદ ઘટી શકે. આત્માની અંદર આનંદ તો અનેક રીતે અનંતો છે. અનંત આનંદ કેમ? કારણ જેટલા ગુણો છે તે બધા મૂળથી તો આત્માને આનંદની અનુભૂતિ કરાવનારા જ છે. માટે અંદર અનંત ગુણોનો અનંત આનંદ છે. ઉપરાંત અનુભૂતિ માત્ર જ્ઞાનસ્વરૂપ જ છે. એટલે તે અપેક્ષાએ સર્વગુણોની અનુભૂતિ દ્વારા પ્રાપ્ત થતો આનંદ અલ્ટીમેટલી જ્ઞાનનો જ આનંદ છે, તેમ પણ કહી શકાય. પૂ. દેવચંદ્રજીએ શ્રી સુપાર્શ્વનાથ જિનના સ્તવનમાં ગાયું છે ને કે “આપ પ્રભુ કેવા છો?” પહેલી કડીમાં તેમણે પ્રભુના અનંતા ગુણો બતાવ્યા છે, “ગુણ અનંતનો કંદ” પછી આગળ કહે છે, “એમ અનંત ગુણનો ધણી, ગુણ ગુણનો આનંદ હો જીનજી; ભોગ રમણ આસ્વાદયુત, પ્રભુ તુ પરમાનંદ હો જનજી.” “આત્મામાં જેટલા ગુણો છે તે બધાનો આનંદ છે. તેથી ગુણના આનંદનો તો ગુણાકાર છે. માટે તું પ્રભુ પરમાનંદ સ્વરૂપ છે.' જયારે આપણા આત્મામાં થોડું જ્ઞાન છે, થોડું સત્ત્વ, થોડી નિર્ભયતા પણ છે. હવે જેટલી નિર્ભયતા છે તેટલું સુખ છે. બાકી ભયનું દુ:ખ છે. અહીં નિર્ભયતાનું જે સુખ મળ્યું તે એક પ્રકારનો આનંદ છે. તેમ જેટલી સ્વતંત્રતા છે તેટલું સુખ છે, જેટલી પરાધીનતા છે તેટલું દુઃખ છે. જ્યારે મોક્ષમાં પૂર્ણ સ્વતંત્રતા છે, પૂર્ણ નિર્ભયતા છે. જેમ તમારા જીવનમાં થોડો સંતોષ છે તો થોડી શાંતિ છે અને જેટલો અસંતોષ છે તેટલું દુઃખ છે. જયારે મોક્ષમાં પૂર્ણ સંતોષ છે, માટે પૂર્ણ શાંતિ અને સુખ છે. સિદ્ધના જેટલા ગુણો સમજો એટલો ખ્યાલ આવે કે ત્યાં કેટલો આનંદ છે. માટે ત્યાં અનંત આનંદ છે. ગુણ=આનંદ અને દોષ દુઃખઃ ધારો કે પહેલાં તમારો ઉગ્ર સ્વભાવ હતો, તેના કરતાં અત્યારે ઉગ્રતાનો આવેગ ઓછો થયો, માટે આત્મામાં થોડી ક્ષમા આવી. હવે તેના કારણે તમને કેટલી શાંતિનો અનુભવ થાય છે! જ્યારે થોડી પણ ક્ષમા નહોતી ત્યારે આત્માને કેટલો ત્રાસ હતો? તેના પરથી ગણતરી માંડો કે આટલી ક્ષમાથી આટલો આનંદ અને સુખ છે, તો પછી પૂર્ણ ક્ષમાનો આનંદ અને સુખ કેટલાં? “ગુણઈઝ ઇક્વલટુઆનંદ” “દોષ ઇઝ ઇક્વલટુ દુઃખ” આ સમીકરણ જો મનમાં બેસી જાય તો મૂળિયાં પર પ્રહાર થઈ ગયો સમજો. ૧૬૦ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #167 -------------------------------------------------------------------------- ________________ બધા દોષોનું મૂળ કારણ રાગ પરનો રાગ અને તેનો તીવ્ર આગ્રહ છે. જ્યારે જીવ રાગની વાસ્તવિક પીડાથી અકળાશે ત્યારે તેનો જે તીવ્ર આગ્રહ હતો તે તૂટશે, કારણ દોષમાં દુઃખનો અનુભવ થયો. જેને રાગમાં થોડે અંશે પણ દુઃખની અનુભૂતિ થઇ, તેને દોષમાં દુઃખની અનુભૂતિ થવાથી આત્મશુદ્ધિ આવી. કદાચ સમ્યગ્દષ્ટિની ચિત્તશુદ્ધિ ઓછી હોય અને અભિવ્યની ચિત્તશુદ્ધિ વધારે હોય છતાં બેમાં ઊંચો કોણ? સમ્યગ્દષ્ટિ જ. સભા - અમે તો બીજાના ગુણમાં આનંદ પામીએ છીએ, અનુમોદના કરીએ છીએ. સાહેબજી:- બીજાના ગુણમાં આનંદ ક્યાંથી પમાય? કારણ કે ગુણની અનુભૂતિ શક્ય નથી. જીવ પોતાના ગુણનો જ અનુભવ કરી શકે છે. માટે પોતાના ગુણમાં જ આનંદની અનુભૂતિ થાય. જયાં સુધી ગુણમાં સુખનો અનુભવ નથી, તેને ગુણોની સાચી અનુમોદના પણ ક્યાંથી હોય? દા.ત. જેને સ્ટ્રોંગ ચામાં ટેસ્ટ આવે છે તે કદાચ નુકસાનના કારણે ચા છોડશે, પરંતુ તે વખતે ખાલી તે ઇચ્છા જ દબાવશે; તેમ તમને જયાં સુધી દોષમાં મજા આવતી હશે ત્યાં સુધી તમે ભૌતિક સુખો માટે દોષોને દબાવશો તે પણ અનિચ્છાથી, અને ગુણો કેળવશો તો પણ તેમાં આનંદનો અનુભવ નહીં હોય, પણ અનિચ્છા જ હશે. જેમ કોઈ માણસ દૂધપાક પીવા બેઠો છે અને તે જ વખતે કોઈ કહે કે તેમાં ઝેર નાંખ્યું છે, તો તે પીધા વગર ઊભો થઇ જશે. અહીં તેણે દૂધપાક કેમ છોડ્યો? દૂધપાકનું આકર્ષણ નથી? દૂધપાક ભાવતો નથી માટે છોડ્યો ? કે પછી મરવાના ડરથી દૂધપાક છોડ્યો છે? અત્યારે તમે રાગદ્વેષ કેમ છોડો છો? કર્મના ડરથી, દુર્ગતિના ભયથી, પાપના ભયથી છોડો છો. તેમ તમે પ્રસંગે તપશ્ચર્યાના નિમિત્તથી ખાવાપીવાનું સુખ છોડ્યું, તે કેમ છોડ્યું? શું ભૌતિક સુખ નથી ગમતું માટે? ના, ગમે છે ઘણું. પણ ત્યાગ કરવાથી થોડું પુણ્ય મળે અને થોડાં પાપ તૂટે. સભા - અમને તો બેઉ ગમે છે. સાહેબજી :- આ તો કેવું કહેવાય કે મને માંદા રહેવું પણ ગમે છે અને સાજા રહેવું પણ ગમે છે. આવું બોલનાર ચક્રમ જ કહેવાય ને? માટે ધર્મ ગમે છે અને અધર્મ પણ ગમે છે આવું કહેનારાને ખસી ગયેલા જ માનવા ને? મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૬૧ Page #168 -------------------------------------------------------------------------- ________________ સભા:- ઇચ્છાથી બાધા લે છે તેમાં શું? સાહેબજી - ઇચ્છાથી બાધા લે છે પણ ઉપરથી છોડે છે કે અંદરથી છોડે છે? તમારા સંસારના પ્રસંગે તમે બે પાંચ લાખનો ખરચો કરો, હોંશે હોંશે નાચતાં-કૂદતાં ખરચો, લગ્નમાં ખૂબ હોંશથી ખરચો, પણ તે વખતે લાગે શું? હું ખાલી થયો. આ પાંચ લાખ ગયા તે તમને ગમે કે તેનો અફસોસ થાય? પાંચ લાખ ખૂટ્યા વગર જો આ રીતે ઠાઠથી લગ્ન થાય, તો પાંચ લાખ તમે ખરચો ખરા ? માટે વિચારજો ઇચ્છા કેવી છે? બસ, મનથી બાધા લે, પણ આવી. છોડે છે ઇચ્છાથી, પણ છોડેલ વસ્તુની ઇચ્છા-આકર્ષણ જ ખરાબ ન લાગે ત્યાં સુધી શું કામનું ? * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૬ ૨ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #169 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૫-૧૦-૫, રવિવાર. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રના આત્માના તમા દોષોના નિવારણ માટે ધર્મતીર્થની સ્થાપના કરે છે. ધર્મતીર્થનું લક્ષ્ય આપણા આત્મામાં રહેલા દોષોનું પરિપૂર્ણ રીતે નિવારણ કરી આત્માને સર્વગુણસંપન્ન બનાવવો તે જ છે. આ શાસનની છાયામાં જે જીવ આવે છે, તે જો આ શાસનનો ઉપદેશ આરપાર પામી જાય, તો તે જીવને સંકલ્પ બંધાઇ જાય કે મારે મારા તમામ દોષોનું નિવારણ કરી શુદ્ધ આત્માને પ્રાપ્ત કરવો છે. અંતે પૂર્ણ સુખ આત્માએ મેળવવાનું છે. આ સુખ મળ્યા વગર આખી દુનિયાની તમામ સંપત્તિ પણ જો મળી જાય તો તે અધૂરી છે, અને આ પૂર્ણ સુખ તો શુદ્ધ આત્માની ઉપલબ્ધિમાં જ સમાયેલું છે. તેથી સાધકે આત્મશુદ્ધિ કેળવવી અનિવાર્ય છે. આ કારણે જ ચિત્તશુદ્ધિ કરતાં આત્મશુદ્ધિનો મહિમા અનંત ગણો છે. તેમાં બધા દોષોનું મૂળથી સંશોધન છે. ખાલી દોષોનું સપ્રેશન થાય-દબાય કે મંદતા થાય તેટલા માત્રથી આત્મશુદ્ધિ થતી નથી, પણ આત્મામાંથી દોષોનું ઉન્મેલન થવું જોઈએ. આપણા આત્માના દોષો અનંતીવાર દબાયા છે, શાંત થયા છે, પણ તે વાસ્તવમાં શુદ્ધિ નથી. દોષોનું મૂળ કર્મમાં છે, કર્મનું મૂળ મોહમાં છે, મોહનું મૂળ ગ્રંથિમાં છે, ગ્રંથિનું મૂળ સહજાગ છે અને સહજ રાગનું મૂળ સંસારનો રસ અને કદાગ્રહ છે. પહેલા ગુણસ્થાનકમાં તત્ત્વસંવેદના અને અપૂર્વઆલોચનઃ જયાં સુધી દોષોમાં જ સર્વથા સુખનું સંવેદન છે, ત્યાં સુધી એક પણ દોષ મૂળમાંથી જવાનો નથી, પરંતુ દોષમાં થોડો પણ દુઃખાનુભવ થશે ત્યારે જ તેની સામે સાચો સંઘર્ષ મંડાશે. જયાં સુધી તમારી નબળાઈ તમને સારી લાગશે ત્યાં સુધી તેને દૂર કરવાના પ્રયત્નમાં ભલીવાર આવશે નહિ. પરંતુ અંદરમાં ફિલીંગ(સંવેદન) થાય કે આ દોષોની નબળાઈ જ અનેક સંતાપનું મૂળ છે, તો જ સાચી દિશામાં પ્રયત્ન થશે. જે જીવને થોડું ઘણું પણ આત્માનું તત્ત્વસંવેદન પ્રગટ્યું હશે, તે જ જીવ આત્મશુદ્ધિના અધિકારવાળો કહેવાશે; જ્યારે બીજા મનોવિજય અને આત્મશુદ્ધિ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૬૩ Page #170 -------------------------------------------------------------------------- ________________ આત્મશુદ્ધિને પામ્યા નથી, ભલે તે ચિત્તશુદ્ધિને પામ્યા હોય તાત્વિક ધર્મ મોક્ષમાર્ગની ભૂમિકાવાળો છે. સભા:- તત્ત્વસંવેદન કયા અર્થમાં લેવાનું? સાહેબજી :- અહીં તત્ત્વસંવેદન જ્ઞાનની વાત લેવાની નથી, પણ તત્ત્વની અનુભૂતિ લેવાની છે. સંવેદન એટલે અનુભૂતિ સમજવાનું છે. દેખાતું બાહ્ય જડ જગત લેવાનું નથી પણ આંતરિક ભાવોનું જગત લેવાનું છે. તેમાં ચેતન શ્રેષ્ઠ તત્ત્વ છે. માટે તત્ત્વથી આપણા આત્માનો આંતરિક ભાવ; તેનું સંવેદન લેવાનું છે. જીવમાત્ર ચેતન છે જડનથી. તેનામાં રહેલી સંવેદનાઅનુભૂતિ તે જ ચેતનની વિશેષતા છે. જડ પુદ્ગલ તો અનુભૂતિશૂન્ય છે. તેથી અનુભૂતિ તે ચેતનનો જ ગુણ છે. સાથે ખૂબી એ છે કે દરેક વ્યક્તિ ચોવીસે કલાક પોતાના ભાવોની અનુભૂતિ કરે છે. આ દુનિયામાં સંવેદનાશૂન્ય કોઇ જીવ નથી. તેના વગરના જીવને આત્મા કહેવાય નહિ. આ સંવેદના એ ચેતનનું અપ્રતિમ લક્ષણ છે. તમે સવારથી ઊઠો અને રાતે સૂઓ ત્યાં સુધી, અરે ઊંઘમાં પણ, તમારી સંવેદના ક્યાંક ને ક્યાંક પરોવાયેલી હોય છે. જેમ કે તમે ખાતાં-પીતાં ખાદ્ય વસ્તુનો અનુભવ કરો છો, જુઓ ત્યારે દશ્યોનો ઇન્દ્રિય દ્વારા અનુભવ કરો છો, અત્યારે આ દેખાતા બાહ્ય જગતના ભોગવટાનો અનુભવ કરાય છે અને તેમાં જ સુખદુઃખ માણો છો. માટે જ મનમાં માન્યતા છે કે પુગલના ભોગવટાથી સુખદુઃખનો અનુભવ થાય છે. પણ આ તો ગૌણ વસ્તુ છે. ચેતન તત્ત્વ સીધો જડનો અનુભવ કરી શકતું નથી. પણ તે તો જડના નિમિત્તે તેના આત્મામાં થતા આંતરિક ભાવોનો જ અનુભવ કરે છે. બાકી પુદ્ગલના ભોગવટાથી લોકમાં કહેવાતું સુખદુઃખ બધું ગૌણ અને ઔપચારિક વાતો છે. વાસ્તવમાં તમે આંતરિક ભાવોની સંવેદનામાં સુખદુઃખ માણો છો. એક માણસ મોજ કરે છે, તેને જે તૃપ્તિનું જ્ઞાન થાય છે, તેનો તે અનુભવ કરે છે. જે ભોજનની તૃપ્તિમાં સુખનો અનુભવ કરે છે, તે તેના તૃપ્તિના જ્ઞાનનો જ અનુભવ કરે છે. એટલે જયારે બેભાન માણસને નળીથી પ્રવાહી નાંખો તો તેને તૃપ્તિનો અનુભવ થતો નથી. તેને ખરાબનો બેસ્વાદ કે સારાનો સ્વાદ આવતો નથી, ખાલી પેટ ભરાય છે. સભા:- તેને અનુભવ થતો નથી પણ ખબર તો પડે ને? સાહેબજી - જો તેને ખબર પડતી હોય તો ભાનમાં આવે ત્યારે કહે ને? પણ તે તો કહે છે મને કશી જ ખબર નથી. તમે કઈ વસ્તુ ખવડાવી તેની તેને કાંઈ જ ખબર નથી, જયુસ પીવડાવ્યો કે કરિયાતું પીવડાવ્યું તેની કશી જ ખબર નથી, કારણ તેને અનુભૂતિ નથી, કારણ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૬૪ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #171 -------------------------------------------------------------------------- ________________ મગજની સક્રિયતા ઓછી થઇ જવાથી પરિસ્થિતિનું જ્ઞાન થતું નથી. આ દાખલો બહુ જ વિચારવા જેવો છે. અત્યારે તો તમે માનો છો કે વસ્તુ હોય અને તેને ભોગવીએ તો જ સુખ અને તો જ આનંદ મળે, પણ તે તદ્દન ખોટી વાત છે. કેમ કે સંસારની દરેક મોજમજાની પ્રવૃત્તિમાં ભાગ્ય વસ્તુ હાજર હોય તેવું જરૂરી નથી. જેમ છોકરાઓ નોવેલ આખી રાત વાંચતા હોય છે, તેમાં એકે ઇન્દ્રિયનો ભોગવટો થાય તેવું નથી; નોવેલમાંથી કાંઈ કાનને ગમે તેવું સુમધુર સંગીત રેલાતું નથી, જીભને કોઈ સ્વાદ મળતો નથી, પેટ પણ ભરાતું નથી, નાકને કોઇ સુગંધનો મઘમઘાટ નથી, આંખ તો કાબરચીતરા અક્ષરો વાંચીને ઊલટી થાકી જાય છે; છતાં પણ એકરસ થઇને એક રાતમાં પૂરી કરતા હોય છે. મોટા ભાગના શોખ આવા જ હોય છે. રમવાના શોખીનો પણ સવાર પડતાં રમવા ઊપડી જતા હોય છે. ઘણાને મેચ જોવાનો શોખ હોય છે, તેમાં આઠ કલાક પસાર થઇ જાય તો પણ તેમને ખબર પડતી નથી. સભા:- તેમાં મનનો આનંદ મળે છે. સાહેબજી - મનનો આનંદ શેના કારણે મળે છે? જોતી વખતે હર્ષના-શોકના ભાવો થાય છે, તેનાથી સુખદુઃખના અનુભવ થાય છે. ત્યાં કાંઈ ઈન્દ્રિયની ભોગ્ય વસ્તુ નથી, છતાં સુખદુઃખનો અનુભવ થાય છે. ઊલટું રમતી વખતે શરીરને શ્રમ પડતો હોય છે, કાંઈ શરીરને આરામ કે મજા નથી, શરીરને તો માત્ર થાક જ છે. સભા:- શ્રમમાં આનંદ મળે છે. સાહેબજી:- જો તમે શ્રમમાં આનંદ માનતા હો તો પછી કરાવીએ તમને ઊઠબેસ. કોઈને શ્રમમાં આનંદ આવતો નથી. માટે ખાલી ગપ્પાં ન મારો. વૈભવ-આધુનિક સુખસગવડનાં સાધનોએ ઊલટું તમારા જીવનમાં શ્રમ ઓછો કર્યો છે. શ્રમ નહોતો ગમતો માટે જ આ સાધનોમાં સુખ-સગવડ લાગે છે. બેઠાં બેઠાં જો મનગમતું હાજર થતું હોય તો હાથ પણ તમે હલાવો તેમ નથી. હકીકતમાં શ્રમ દુઃખ જ છે. સ્વાદિષ્ટ વાનગી ચાવવી પડે છે તે પણ દુઃખ જ છે. પરંતુ રમવામાં માનસિક આનંદ મળે છે, હરવા-ફરવા, ખાવા-પીવા બધામાં શ્રમ છે, પણ માનસિક આનંદ મળતો હોવાથી ગમે છે. ભૌતિક જગતમાં પણ સુખના નામે ૯૦% માનસિક આનંદ જ મેળવતા હોય છે. રમતી વખતે પણ મનમાં શું ભાવ હોય છે કે હું હાર્યો કે જીત્યો. જીત્યો તેનો રસ છે, અહંકાર છે, મમતા છે. મારી ટીમ જીતી, આપણા દેશની ટીમ જીતી, ત્યાં તેનું મમત્વ છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * એક જ કે મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૬૫ Page #172 -------------------------------------------------------------------------- ________________ બીજા દેશવાળા પારકા છે માટે તેઓ હાર્યા તેનો આનંદ છે અને આપણે જીત્યા તેનો આનંદ છે. મનમાં મારા-તારાના કાલ્પનિક ભાવો અને તેનાથી પેદા થતા હર્ષ-શોકના આવેગો સિવાય વાસ્તવમાં કાંઇ તથ્ય નથી. માત્ર રમતમાં રમનારને શ્રમ નફામાં અને સાથે સાથે રમનાર અને જોનાર બંનેના સમય-શક્તિનો બગાડ છે. જીવનમાં ચોવીસે કલાક અનુકૂળ ભોગ્ય વસ્તુથી જ આનંદ મળે તેવું નથી, પણ અનેકવાર માનસિક ભાવોથી જ હર્ષ-શોકની લાગણી પેદા કરીને સુખદુઃખનો અનુભવ કરો છો. મનમાં જે વખતે જેવો ભાવ થાય તેવો અનુભવ થાય છે. ભાવ તેવી જ અનુભૂતિ થાય છે. દરેક વ્યક્તિ પોતપોતાની ભાવાત્મક દુનિયામાં જીવે છે. તમારા મનના આંતરિક ભાવ તે તમારી દુનિયા, મારા મનના આંતરિક ભાવ તે મારી દુનિયા. દરેક વ્યક્તિ પોતાના ભાવોનો કર્તા છે, ભોક્તા છે. તમારો આત્મા ધારે તેવા ભાવો કરી શકે છે અને તેની અનુભૂતિ તમે કરી શકો છો. આ આંતરિક ભાવોની અનુભૂતિ તે જ તમારાં સુખદુઃખ છે, બાહ્ય વસ્તુ તો નિમિત્ત છે, અનિવાર્ય નથી. સભા - ઊંઘમાં પણ અનુભૂતિ હોય છે? સાહેબજી - જેવા ભાવ હોય તેવી અનુભૂતિ થાય છે. સૂતાં પણ જો કોઈ અચાનક અવાજ કરે તો ગભરાઇ જાઓ ને? માટે ઊંઘમાં પણ ભયની લાગણીનો અનુભવ ચાલુ છે. તમારા ઘરમાં કે ધંધામાં કોઈ ટેન્શન આવી જાય, તો તે વખતે જે શોક કે આઘાતની ઘેરી લાગણી થાય છે, તેની તમને ઊંઘમાં પણ અસર રહે છે. આવા ટેન્શન કાળમાં ઊંઘમાં જે આરામ મળે અને ટેન્શન ફ્રી હો ત્યારે ઊંઘમાં જે આરામ મળે, તેમાં ફેર પડવાનો જ. તમારી ઇચ્છા મુજબ કેટલીય બાબતો થતી નથી, તેનો અફસોસ મનમાં સંઘરાયેલો હોય જ છે. તેમ તમારી જે જે ઇચ્છાઓ સંતોષાય તેનો આનંદ પણ મનમાં પડ્યો જ હોય છે; અને જયારે આ બધા ભાવો સદંતર વિલીન થાય છે, ત્યારે જ સમતા આવે છે. અત્યારે આવી અંતર્નિહિત વૃત્તિ, ભાવો, રાગ-દ્વેષ બધાની અસર ઉપયોગમન પર છે. માટે એક ક્ષણ પણ તમારું મન આવી અસરોથી મુક્ત નથી. મનમાં હજારો પ્રકારના રાગ-દ્વેષ ધરબાયેલા પડ્યા છે. સભા - રાગ-દ્વેષ પરસ્પર વિરોધી છે, તો એક જ વસ્તુ માટે કઈ રીતે સાથે રહે? સાહેબજી:- એક વ્યક્તિ પ્રત્યે રાગ છે તે જ વ્યક્તિ પ્રત્યે દ્વેષ પણ છે. એક વસ્તુથી હર્ષ પણ થાય છે અને તે જ વસ્તુથી શોક પણ થાય છે. જુદા જુદા વિષય પર રાગ-દ્વેષ તો એકસાથે હોય છે, પણ એક જ વસ્તુ પર પણ જુદા જુદા સમયે રાગ-દ્વેષ હોય છે. જેમ તમે એક નવો ડ્રેસ લાવ્યા. લાવ્યા ત્યારે ગમતો હતો, માટે રાગ હતો. તેથી પહેરીને હરતા ફરતા હતા. પણ એ જડેસ જૂનો થયો એટલે રાગ ઓસરવા માંડ્યો અને દ્વેષ ચાલુ થયો. પછી બીજો લાવ્યા, ત્રીજો ૧૬૬ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #173 -------------------------------------------------------------------------- ________________ લાવ્યા. માટે અત્યારે ગમે છે તે ભવિષ્યમાં ન ગમે. જેમ પેંડા ભાવે છે - ખાતાં ખાતાં થાય કે હવે નથી ખાવું. તે વખતે આગ્રહ કરીને કોઇ ખવડાવે તો શું કરો? આગળ ખાધેલો પણ બહાર કાઢો ને? માટે એક જ વસ્તુ જુદા જુદા કાળે, ગમે પણ, અને ન પણ ગમે. તેમ એક જ વસ્તુ પર એક જ સમયે રાગ-દ્વેષ પણ હોઇ શકે. દા.ત. તમારી પત્નીનો સ્વભાવ ખૂબ જ સારો હોય માટે રાગ હોય, પરંતુ તેની ઓછી બુદ્ધિ હોય તેના કારણે તેની વાતો ન ગમતી હોય માટે દ્વેષ પણ હોય. જેમ ઘણાને પત્નીનું મોં ગમતું હોય, પણ મોં પર જરા ડાઘ હોય તેના કારણે સાથે અણગમો હોય. માટે એક જ વસ્તુમાં એક સમયે રાગ-દ્વેષ બન્ને હોઈ શકે છે. તમે હર્ષ અને આનંદમાં હો ત્યારે પણ આડકતરી રીતે શોકની લાગણી પડેલી હોય છે. તમારા જીવનમાં પડેલા હજારો ઘાના દુઃખ અંદરમાં પડેલા કાયમ હોય છે. આ અંદરની સાઇડને સમજવાનાં પાસાં છે. હવે જેમ એક માણસને ચાર ઠેકાણે વાગ્યું છે તેથી તેને પીડા થાય છે. તેમાં એક ઠેકાણે મસાજ કરી-દબાવીને થોડું દુઃખ હળવું કરો, ત્યારે મૂઢ મારના દુખાવામાં રાહતનો-સુખનો અનુભવ થાય, પણ તે વખતે બીજા ત્રણ ઠેકાણે વાગેલાનો દુખાવો તો સાથે હોય. તમારા શરીરમાં અમુક પ્રકારની સ્વસ્થતા-આરોગ્ય છે, અમુક પ્રકારની અસ્વસ્થતા-રોગ છે, બન્ને સાથે છે. તે જ રીતે તમારા મનમાં હજારો પ્રકારનાં સુખ છે, હજારો પ્રકારનાં દુઃખ છે અને આ બધાની અસરથી ચોવીસે કલાક મન ઘેરાયેલું હોય છે, માટે ઊંઘમાં પણ મન લાગણીથી શૂન્ય નથી. જેમ તમે અહીંયાં બેઠા છો ત્યારે જીવનમાં ભૌતિક ક્ષેત્રે ઘણું ગુમાવ્યાનો અફસોસ પણ છે અને સાથે મળેલી સફળતાનો આનંદ પણ છે. જેમ તમે એજીનીયર થઈ ગયા, તેનો આનંદ પણ છે અને હજી એજીનીયર લાઇનમાં સેટ નથી થયા, તેનો અફસોસ પણ છે. આમ, બન્ને સાથે મનમાં રહેલા હોય છે. માટે ઊંઘમાં પણ આ બધી આડકતરી અસરો મનમાં હોય છે. સુખદુઃખની આધારશિલા આંતરિક ભાવો, બાહ્ય પદાર્થો નહિઃ જેમ કોઈ પ્રીતિપાત્ર વ્યક્તિ અણધારી મૃત્યુ પામે તો તેના ભારે આઘાતથી ઘણા ટાઈમ સુધી મુખ ગ્લાન દેખાય ત્યારે તે હરેફરેખાયપીએ, કદાચ નાના બાળકને રમાડતાં તેની સાથે હસે, પણ તેનું હાસ્ય પહેલાં જેવું તો ન જ હોય. કારણ હાસ્ય વખતે અંતરમાં પીડા છે, શોક પણ છે, તેની અસર અંદર ચાલુ છે. તમે ચોક્કસ પ્રકારની લાગણીઓ વ્યક્તિ અને વસ્તુ પર બાંધીને બેઠા છો, તમે કાંઇ દુનિયાથી મુક્ત નથી, સંપત્તિ-પૈસા-ટકા બધા પર તમારી લાગણીઓ છે. અહીં બેઠાં જો ખબર પડે કે તમારો સોફો તૂટી ગયો તો દુઃખ થાય ને? કારણ મનમાં તેની સાથે કનેક્શન છે, માટે સતત અસર મનમાં રહેલી છે. તમને મનમાં જે લાગણીઓ પેદા થાય મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૬૭ Page #174 -------------------------------------------------------------------------- ________________ છે તેનો જ તમે અનુભવ કરો છો, લાગણીઓ સિવાય કાંઈ બાહ્ય જગતનો તમે સીધો અનુભવ કરતા નથી. ટૂંકમાં તમારા મનના ભાવોનો અનુભવ તે જ તમારું સુખદુઃખ છે. કોઈ માણસને ધંધામાં લાખ રૂપિયાનું નુકસાન થાય પણ તે વખતે તે બહારગામ હોય અને તેને ખબર ન પડે તો તેનો શોક થાય ખરો? ના, કારણ તે જાણતો નથી, અને જાણ્યા પછી પણ જો નિઃસ્પૃહી હોય તો તેને દુઃખ ન થાય, એટલે જાણ્યા પછી અંદરમાં જો આઘાતની લાગણી થાય તો જ તેને દુઃખ થાય. માટે દુઃખ અપાવનાર શોકની લાગણી છે, નુકસાન નહિ. જેમ એક વેપારીને ખોટા સમાચાર મળ્યા કે તેને અમુક સોદામાં દસ લાખનું નુકસાન થયું છે, તો તેને આઘાત લાગવાથી ખૂબ જ દુઃખ થાય. વાસ્તવમાં તેને નુકસાન થયું નથી પણ સમાચાર ખોટા મળવાથી શોકની લાગણી થઇ માટે દુઃખ થયું; તેથી સુખદુઃખનો આધાર લાગણી છે. તમે તમારા જીવનમાં પણ સ્ટડી-અભ્યાસ કરજો કે આજ દિવસ સુધી સુખદુઃખ ક્યાંથી આવ્યું છે? કોઇ જીવ એવો નથી કે જે પોતાના આંતરિક ભાવોથી સુખદુઃખને ન પામ્યો હોય. તેથી જ જો હું મારા મનને કાબૂમાં લઈ શકું તો મારું સુખ મારી પોતાની માલિકીનું છે, પરને આધીન નથી. પણ અત્યારે તો તમારાં ગણિત જુદાં છે. તમારું ધ્યાન ભોગપ્રવૃત્તિ ને ભોગ્યવસ્તુ પર જ છે. આ મળશે તો સુખ, આ નહિ મળે તો દુઃખ પણ જો દૃષ્ટિ બદલાય તો, મારા કેવા ભાવથી મને સુખનો અનુભવ થાય છે, અને કેવા ભાવથી દુઃખનો અનુભવ થાય છે, તેના અવલોકનનો પ્રયત્ન થશે. જીવમાત્ર માટે અનુભૂતિ કે સુખદુઃખની આધારશિલા તો આંતરિક ભાવો જ છે. આ વસ્તુ જેને બેસશે તેને તત્ત્વસંવેદન સમજાશે. આ બધી વાતો ‘જ કાર સાથે જ છે. તમે જેને પણ સુખદુઃખ માન્યું હોય, તે તમામની ઉપલબ્ધિ તમારા ભાવથી જ છે. કષાયોની મમતા છોડવી પછી વાત છે, પહેલાં તમને બેસી જવું જોઇએ કે મારા ભાવો જ મને સુખદુઃખ આપે છે. અનંત કાળથી આત્મશુદ્ધિ નથી થઈ, કારણ કષાયો છોડ્યા પણ તત્ત્વનું સંવેદન થયું નહિ. જેને તત્ત્વનું સંવેદન થયું તેની તો અધ્યાત્મની દુનિયા ખુલી ગઈ. તમારા જીવનમાં તત્ત્વસંવેદન આવે તો આખી અનુભૂતિ પલટાઈ જાય. પછી તો તેને લાગે કે મેં જે વિચાર્યું હતું કે સમજયો હતો કે જાણ્યું હતું, તે બધું નકામું હતું. પછી તો જેમ તમારી બુદ્ધિ કરતાં ઓછી બુદ્ધિવાળા પર તમને હસવું આવે તેમ પોતાની ભૂલ પર હસવું આવે કે આવું નક્કર સત્ય પણ મને આજ દિવસ સુધી સમજાયું નહિ? હું કેટલો બેવકૂફ હતો? - તત્ત્વથી પહેલું ગુણસ્થાનક મોક્ષમાર્ગની સાચી ક્રિયા કરનાર માટે છે. તેનું લિંગ અપૂર્વ આલોચન છે. તેવો જીવ કોઈ પણ ક્રિયા કરે, સૂત્ર બોલે, પ્રતિક્રમણ કરે, પૂજા કરે, ધર્મની કોઇ પણ પ્રવૃત્તિ કરે ત્યારે અપૂર્વ આલોચન ગુણ હોય. તેનો અર્થ કે પૂર્વે કદી પણ અનુભવ્યું ન હોય, વિચાર્યું ન હોય તેવું તેને હવે સ્ફરવા લાગ્યું છે. તેની આ બધી ક્રિયા મોક્ષસાધક છે, * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૬૮ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #175 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગની છે, અને જેને આ નથી તે મોક્ષમાર્ગની બહાર છે. માટે આ અપૂર્વ આલોચન અદ્ભુત ગુણ છે. આપણે કાંઇ ગયા ભવથી સમિકત લઇને આવ્યા નથી. તેથી જન્મ્યા ત્યારે કાંઇ ધર્મની ગતાગમ પણ નહોતી. આપણો જીવનનો આખો પૂર્વાર્ધ અવિવેકી હતો, તત્ત્વનો બોધ કે વિશેષ સમજણ નહોતી; પરંતુ હવે જો પામીએ તો ભૂતકાળ જોઇને થાય કે ભૂતકાળમાં કેટલી અજ્ઞાનતા હતી, અને જેમાં મેં સુખ માન્યું હતું તે મારી ભ્રમણાત્મક અનુભૂતિના ખ્યાલો હતા. આવો તમને અપૂર્વ આલોચનનો અનુભવ થાય છે ખરો ? સભા :- ક્રિયા કરતાં કઇ રીતે આનંદ આવે ? સાહેબજી :- ક્રિયામાં રસ હોય તો તે ક્રિયા કરતાં આનંદ આવે. અંબાજીના મેળામાં લોકો ઉઘાડા પગે નાચતા-કૂદતા જતા હોય છે, ત્યારે ત્યાં હર્ષ સમાતો નથી હોતો. પહેલાં શું આપણે કોઇ ધર્મક્રિયા નહોતી કરી ? ઘણી ક્રિયાઓ કરી હતી. અત્યારે દુનિયામાં ધર્મના નામથી આભાસિક ક્રિયાઓ કેટલા કરતા હોય છે ! પણ તેમાં ઢંગધડા નથી હોતા. ઇતર ધર્મમાં બાર મહિને હજાર, પાંચ હજાર જેટલા મેળા ભરાતા હોય છે. લોકોને જુઓ તો કઇ રીતે ત્યાં ઊમટતા હોય છે ! કેટલા તપ-ત્યાગપૂર્વક મેળામાં જતા હોય છે ! જમીન માપતા માપતા જતા હોય છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા, ભૂમિને સ્પર્શ કરતા કરતા મંદિર સુધી પહોંચતા હોય છે. પાછા આ બધું શ્રદ્ધાથી કરતા હોય છે. જે આટલો ભોગ આપીને પછી મંદિરે પહોંચે, ત્યારે દર્શન કરતાં તેને કેટલો આનંદ હોય ! જેમ હજ પઢીને આવે પછી પણ જિંદગીભર યાદ કરતા હોય છે અને રાજી થઇને આનંદ પામતા હોય છે. તેમને ત્યાં મક્કામાં શેતાનના પ્રતીક તરીકે થાંભલા હોય છે. તેને પથ્થર મારતા જાય અને કહે અમે મહાન ક્રિયા કરી અને પથરો જો ફેઇલ જાય તો કહે યાત્રા નિષ્ફળ થઇ. આમાં કેટલો આનંદ ! પણ બધો વિવેક વગરનો આનંદ, માટે શું કામનો ? તેમ પાલીતાણા જાત્રા કરવા જનાર શ્રદ્ધાળુ હોય છે. તેમને જાત્રા કરતાં હર્ષ સમાતો ન હોય. દર્શન કરતાં નાચતા હોય. ભક્તિ યથાશક્તિ ઉલ્લાસથી કરતા હોય, પણ પાછા સંસારમાં પહોંચે ત્યાં પાપપ્રવૃત્તિમાં તેઓ લીલાલહેર કરનારા હોય છે. એટલે ધર્મ કરે ત્યારે ધર્મમાં અને સંસારમાં જાય ત્યારે સંસાર જેવા. સભા ઃ- આ અનનુષ્ઠાન કહેવાય ? સાહેબજી :- આ અનનુષ્ઠાન કહેવાય. સારું કામ કર્યું એટલે જીવનમાં કાંઇ સારું થયું ? મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૬૯ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૨૫ લાખ કમાયા તેમાંથી પાંચનું દાન કરે એટલે જીવન સફળ બની ગયું? દિકરાને પાંચ આપો ને તેમાંથી પચ્ચીસ કમાય તો તેનું જીવન સાર્થક? ઘણાને સારાં કામ પણ કરવાં છે અને સંસારમાં મોજમજા પણ કરવી છે, સત્કાર્યો કરવાં છે, દાન-ભક્તિ-ધર્મ-આરાધના-તપ-ત્યાગ કરવા સાથે સંસારની મોજમજા પણ મોજથી કરવી છે. પાપનાં કાર્યો કરે અને કહે મજા આવે છે. આ આખો સંસાર પાપમય છે, જે છોડવા જેવો છે, તેવું માનનાર બહુ જ થોડો વર્ગ છે. આવા વૈરાગ્યવાળા જીવો કેટલા? એકલા પુણ્યબંધથી તર્યાનો એકપણ દાખલો નથી. મોક્ષે જવા માટે સકામ નિર્જરા સિવાય વિકલ્પ નથી અને તેનું પ્રારંભિક સાધન વૈરાગ્ય જ છે. આવા જીવોમાં ઉલ્લાસ ગમે તેટલો હોય પણ તેનું અધ્યાત્મદષ્ટિએ ફળ નથી. દા.ત. કોઈ વ્યક્તિ ખૂબ જ ભક્તિવાળી હોય, પ્રભુ દર્શન કરતાં રડી પડતી હોય, પ્રસંગ આવે દાન કરે ત્યારે તેને મનમાં સંતોષ થાય કે મેં સારું સત્કાર્ય કર્યું, આવા અવસરે ઉલ્લાસ પણ હોય; પણ જો બીજી બાજુ તેને સંસારની અસારતાનું ભાન ન હોય, શુદ્ધ આત્મભાવોનું-તત્ત્વનું સંવેદન ન હોય, તો તેની ચિત્તશુદ્ધિ તાત્વિક ધર્મ નથી, કેમકે તેને આત્મશુદ્ધિ જ નથી. સભા:- દાન આપતાં ઉદારતા ગુણ તો ખરો ને? સાહેબજી હા, તેને ઘણા ગુણો ખીલેલા હોય, માટે જ આવા ઉલ્લાસ સાથે દાન કરતા હોય છે. પણ જો સાથે સંસારની મોજમજા જગમતી હોય, તેને જ સારી માનતો હોય તો તેની ચિત્તશુદ્ધિ જ છે, આત્મશુદ્ધિ નથી. ક્રિયા કરતાં કદાચ નાની નાની ખામીઓ હોય, પણ તેવી ક્રિયા કરતાં અંદરમાં જો મોક્ષસાધક ભાવ હોય કે આત્માનુસંધાનપૂર્વકની તેની ક્રિયા હોય, તો તેને શાસ્ત્રમાં પ્રધાન દ્રવ્યક્રિયા કહી છે. અભવ્યની અપ્રધાન દ્રવ્યક્રિયાઓ હોય છે. તે લાખનાર કે કરોડવાર કરે તો પણ તે ક્રિયાઓ વાયા વાયા પણ આત્મકલ્યાણનું સાધન બનતી નથી, જ્યારે પ્રધાન દ્રક્રિયા વાયા વાયા પણ આત્મકલ્યાણનું સાધન બને છે. સભા - તત્ત્વસંવેદનમાં શું કરવાનું? સાહેબજી :- આંતરિક જાગૃતિ કરવાની છે. અંદરમાં જે ભાવો છે તેનું જ સંવેદન કરી વિશ્લેષણ કરવાનું છે. જે ભાવ જેવો છે તેની તેવી જ અનુભૂતિ થવી તેનું નામ તત્ત્વસંવેદન. અત્યારે બાહ્ય પદાર્થોનો ખૂબ જ વિચાર કરો છો. કપડું ફાટી જાય, તૂટી જાય તો અફસોસ થાય છે, ચામડી પર ઉઝરડો પડે તો વેદના પણ થાય છે, પણ અંદરના ભાવોમાં શું ઘમસાણ ચાલે ૧૭૦ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #177 -------------------------------------------------------------------------- ________________ છે તેની તરફ ધ્યાન જ નથી. અંદરના ભાવોનું વિશ્લેષણ કરશો તો દષ્ટિ બદલાઈ જશે. સવારથી ઊઠો ત્યારથી વિચારો કે ઘરમાં બેઠા કાંઈ અણગમતું બન્યું, છોકરાઓએ કાંઈ તોડફોડ કરી, કોઈ સાથે બોલાચાલી થઈ, ત્યારે તે બધાથી તમને મનમાં તેની અસરરૂપ અંદરમાં કેવો સંતાપ થયો, કેવા ભાવો થયા? તે બધાનું સંશોધન કરો. વિચારજો કે “આ બધી વસ્તુની અસર ન લો તો કાંઈ દુઃખ થાય ખરું?” ઘરમાં તમારી હાજરી ન હોય ને આવી કોઈ પ્રવૃત્તિ થાય તો દુઃખ થાય ખરું? કારણ કે જાણ્યું નથી માટે તમે અસર લીધી નથી. માટે જે દુઃખ થાય છે તે તમારા ભાવોથી જ થાય છે. હવે તમે સંસારમાં શું ભોગવો છો? ખાવાનું પીવાનું? ના, પણ તે ખાતાં જે ભાવો થાય છે તેને તમે ભોગવો છો. સભા :- અફસોસની લાગણી ક્યાં થવી જોઇએ? સાહેબજી - પ્રશસ્ત અને અપ્રશસ્ત બન્ને લાગણીઓ છે. જો તમને લાભકારી વસ્તુ લાભકારી ન બની શકે પણ નુકસાનકારી બનતી હોય તો અફસોસ થવો જોઈએ. જેમ પૂજા કરવા ગયા અને સારી રીતે પૂજા થાય તો આનંદ થવો જોઈએ અને પૂજા કરવા ગયા ને બરાબર ભક્તિ ન થાય તો દુઃખ થવું જોઇએ. અત્યારે તમારે અપ્રશસ્તમાંથી પ્રશસ્તમાં જવાનું છે. પ્રશસ્ત રાગને શુભ ઉલ્લાસ કહી શકાય. સભા:- તો સાહેબજી! આ ગ્રંથ આખો પૂરો નહિ થાય તો અમને શોક થશે. સાહેબજી :- જો આખા ગ્રંથનાં તત્ત્વ સાંભળવાની ઇચ્છા રાખી હોય, ને ન થાય તો શોક થાય. સભા:- તો આપને પણ અફસોસ થશે કે નહિ? સાહેબજી:- એક મહિનામાં આ ગ્રંથ પૂરો થઈ જાય તેવો છે, છતાં ચાર મહિનામાં પણ નથી કરી શક્યો. કારણ સામે તત્ત્વને ઝીલનાર પર્ષદા નથી. સભા -ઝીલનારને પકાવવાનું કામ તમારું છે. સાહેબજી - જૈનસંઘમાં શ્રાવકો જો પાયામાંથી જ જિજ્ઞાસા કેળવીને આવે તો કામ જલદી થાય. પણ જો જિજ્ઞાસા જ અમારે પેદા કરાવવાની હોય તો લાંબી પ્રક્રિયા છે. અત્યારે ઘણા બોલતા હોય છે કે વ્યાખ્યાનમાં આખો ગ્રંથ કોઈ પૂરો કરતા નથી. પરંતુ હકીક્તમાં સંઘોમાં ગ્રંથને પદ્ધતિસર ફટાફટ ઝીલનાર પર્ષદા નથી. સામે બમ્પર જાય તેવું કરવાનો કોઈ અર્થ નથી. આમાં તો પર્ષદામાં રહેલી વ્યક્તિનું વ્યક્તિત્વ વિઘ્નરૂપ બનતું હોય છે. ૧૪ + મનોવિજય અને આત્મશુદ્ધિ M-૧ ર + + * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૭૧ Page #178 -------------------------------------------------------------------------- ________________ પૂર્વધર પણ પ્રાથમિક કક્ષાવાળા જીવોને કેટલું આપી શકે ? બધે મર્યાદા આવી જતી હોય છે. નહીંતર શ્રાવકોને ૪૫ આગમ સંભળાવવાની ના નથી. પૂર્વના મહાત્માઓ ૪૫ આગમ શ્રાવકોને સંભળાવતા હતા. આ ૨૦ ગાથાનો ગ્રંથ છે તેમાં કેટલો ખજાનો ભર્યો છે ! તો ગણધરરચિત આગમોમાં કેટલું તત્ત્વ હશે તે વિચારજો. અત્યારે તો અમારે પર્ષદાનો મૂડ ટકાવવો પડે છે, ક્યારે તમારો ફ્યુઝ ડાઉન થઇ જાય તે કહેવાય નહિ. પરંતુ આજના શ્રોતાને એવી અપેક્ષા નથી હોતી કે તીર્થંકરોએ કહેલું તત્ત્વ જ અમને સાંભળવા-સમજવા મળે. તમને તો આજની દુનિયાનું નવું થોડું જાણવા મળે, તેમાં પણ સાથે રસ પડે, વ્યાખ્યાન સાંભળતાં આનંદ મળે, મનોરંજન મળે તેવું જોઇએ. બસ, અત્યારે તો મોટા ભાગે આ રીતની જ પર્ષદા છે. સભા :- ધીરે ધીરે આવશે. સાહેબજી ઃ- ક્યારે ? અમે દેવલોકમાં જઇશું પછી ? વ્યાખ્યાન બીજા ચાર મહિના કે બાર મહિના આપું તો પણ તમે બાળપોથીમાં જ ને ? માટે જ અમે જૈનશાસનની અદ્ભુત વાતો સભામાં નથી કરી શકતા. આ શાસનમાં અદ્ભુત સિદ્ધાંત સ્યાદ્વાદ છે. જો રીયલ કોન્ટેક્ષમાં પીરસાય તો ફિદા થઇ જવાય. પણ આવું અદ્ભુત તત્ત્વ જ્ઞાનભંડારોમાં જ રહે છે. સભા ઃ- જ્ઞાનભંડાર નામ પણ એવું જ આપ્યું છે. સાહેબજી :- હા, બસ, ત્યાં જ ભંડારવાનું છે. કારણ તમારામાં તો બીજુ ઘણું ભંડારાયેલું છે. આના પ્રત્યાઘાતો ક્યાં છે તે વિચારજો. સાધુસંસ્થા પર છે. આ પાટ પર બેસીને સામાન્ય સદ્ગુણની જ વાત કરી શકું ને? નીતિ, નિયમ, આર્યસંસ્કૃતિ, વ્યસનો ખરાબ, જો આવું બધું સમજાવું તો જબરદસ્ત વ્યાખ્યાનો ચાલે. પછી મરતાં સુધી મહાવીર કોણ અને તેમનો મોક્ષમાર્ગ શું છે, તેનો એક શબ્દ પણ તેમાં ન આવે તો ચાલે, જેથી સાધુને પણ કોઇ શાસ્ત્રો ભણવાની ઉપયોગિતા ન રહે. પરંતુ ભૌતિકદષ્ટિએ, અધ્યાત્મદૃષ્ટિએ શાસ્ત્રજ્ઞાન અનિવાર્ય છે. દિવસે દિવસે મુખ્ય સંઘોમાં પણ આવો વર્ગ ઘટવાના કારણે ડીમાન્ડ બદલાઇ છે. માટે ૫૦, ૧૦૦ વર્ષ પછી ખરો મોક્ષમાર્ગ શું ? મોક્ષતત્ત્વ શું ? તે પૂછશો તો આખા સંઘમાં કોઇ વિરલાને જ ખબર હશે. ૧૭૨ સભા ઃ- તો શાસન કેમ ચાલશે ? સાહેબજી :- આ ખાલી અહીંની વાત છે. જ્યારે ૨૧,૦૦૦ વર્ષ સુધી શાસન એક બાબો બીપી બીપીએલ ગવ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #179 -------------------------------------------------------------------------- ________________ ટકવાની વાત આખા ભરતક્ષેત્રની અપેક્ષાએ છે, તેથી ભરતક્ષેત્રના બીજા ભાગોમાં તો શાસન ટકશે જ. પરંતુ અહીં જો આ પતનની ગતિને રોકવામાં નહિ આવે તો ભાવિ જોખમ મોટું છે. સભા - વર્તમાનમાં સાધુ અને શ્રાવક બન્નેના વિચારોમાં ફેર પડ્યો છે. સાહેબજી:- હા, કારણ તમારી અસરો અમને ફાવે તેમ છે. શ્રાવકોની અસર અમને થવાની જ છે. અમે જંગલમાં રહેનાર જિનકલ્પી સાધુ નથી. અમારા જીવનમાં કોઇપણ વસ્તુની જરૂરીયાત હોય તો તમારી પાસે જ આવવાના છીએ. કારણ કે ભગવાને મુનિ માટે લોકાશ્રયનો આચાર રાખ્યો છે. માટે બન્નેએ સાવધાન થવાની જરૂર છે. હવે આગળ. તમે તમારા મનોભાવોનું એનાલીસીસ કરતા થઈ જાઓ કે કયા ભાવો દુઃખનો અનુભવ કરાવે છે ક્યા ભાવો સુખનો અનુભવ કરાવે છે. પછી નક્કર સત્યને સમજતા થઇ જશો તો સાચી દિશા આપમેળે મળવાની ચાલુ થઇ જશે. મનમાં કામ-ક્રોધ જેવા અશુભ ભાવો કે દયા-મૈત્રીના શુભ ભાવોની અનુભૂતિ સુખદાયક થાય છે કે દુઃખદાયક, તેનું વેધકતાથી એનાલીસીસ કરો. વિશુદ્ધ ભાવોમાં સુખાનુભૂતિ અને સંક્લિષ્ટ ભાવોમાં દુઃખાનુભૂતિ કરતા જાઓ. તેમાં જેમ જેમ સ્પષ્ટતા થશે તેમ તેમ તત્ત્વસંવેદન પ્રગટાવી શકશો અને તે પામવામાં જ મનુષ્યભવની સાર્થકતા સભા - એકાદ દાખલો આપો. સાહેબજી :- સંસારના સ્વરૂપનું અવલોકન કરો, ચિંતન-મનન કરો તે વખતે જે ભાવો મનમાં પેદા થાય તેની અનુભૂતિ કેવી થાય છે તે વિચારો તો ખબર પડશે. જેમ નવી વાનગી આવી, મોંમાં મૂકી ત્યારે ધ્યાન ક્યાં હોય છે? તેનો કેવો સ્વાદ આવે છે. જેવો સ્વાદ આવે તેવો પ્રતિભાવ આપો છો. તમે જીવનમાં જે રીતે વસ્તુનું એનાલીસીસ કરો છો તેવું તમારા ભાવોનું એનાલીસીસ કરો, તો તેમાંથી તત્ત્વસંવેદન પ્રગટશે, સમકિત માટે રસ્તો ખુલ્લો થશે. આત્મશુદ્ધિ થોડી પણ પ્રગટશે તો મેળવેલી ચિત્તશુદ્ધિના ઘણા જ લાભ છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૭૩ Page #180 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અને ધ્યાનઃ હવે પછી મનને સમગ્રતાથી સંશોધન કરવા માટે વેશ્યા અને ધ્યાન સમજીએ. શુભધ્યાન આવે તો ઉપયોગમન શુદ્ધ થાય, શુભલેશ્યા આવે તો લબ્ધિમાન શુદ્ધ થાય. આ બન્નેને જો પકડી શકો તો આખું મન શુદ્ધ થાય. તેમાં પણ દરેકના બે બે પ્રકાર છે. શુભ અને અશુભ. અત્યારે મોટા ભાગની ધ્યાનશિબિરોમાં શું કહે છે કે મનને એકાગ્ર કરો, તેમાં વેધકતા લાવો. પણ તેઓ શુભ-અશુભ વિકલ્પ પાડતા નથી, જયારે જૈનશાસ્ત્રો શુભ-અશુભ બન્ને વિકલ્પ પાડે છે. ધ્યાનના ચાર પ્રકાર છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન. તમામ કચરો કાઢવાની તાકાત લેશ્યા અને ધ્યાનમાં છે. બધા મોક્ષે ગયા તે આ બે યોગના આલંબનને પામીને ગયા છે, કારણ કે તે બેથી સમગ્ર ભાવમનનું શુદ્ધિકરણ થાય * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૭૪ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તા. ૨૯-૧૦-૯૫, રવિવાર. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા જગતના જીવમાત્ર સર્વકર્મનો ક્ષય કરી પરમપદને પ્રાપ્ત કરે તે માટે આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. આપણા આત્માના બંધનનું મૂળ કર્મ છે અને કર્મનું મૂળ મનમાં છે. આપણા મનનું શુદ્ધિકરણ કે મારણ ન કરી શકીએ ત્યાં સુધી મુક્તિ મેળવી શકાતી નથી. માટે મનની શુદ્ધિ, ચિત્તશુદ્ધિ અનિવાર્ય છે. તે પામવા માટે ભગવાને શુભલેશ્યા-શુભધ્યાન બતાવ્યાં છે. શુભલેશ્યા-શુભધ્યાનનું જે શરણું સ્વીકારે છે તે જ કર્મનો પાર પામી શકે છે. ગાઢ કર્મોના ક્ષય માટે બધાને અંતે શરણ ધ્યાન છે. ક્ષપકશ્રેણિમાં શુક્લધ્યાનની જ શ્રેણિ કરવાની છે. સાધકમાત્ર અંતે ધ્યાનને ઉપાસવું જ પડે છે. ધ્યાનના બે ભેદ છે (૧) શુભ અને (૨) અશુભ. વેશ્યાના બે ભેદ છે (૧) શુભ અને (૨) અશુભ. આ બે દ્વારા સમગ્ર મનનો અભ્યાસ થઈ જાય છે. ચિત્તશુદ્ધિ કરવી હોય તો શુભલેશ્યા અને શુભધ્યાનનું આલંબન લેવું પડે, પણ તેમાં પહેલું શું લેવાનું? તે વિચારવા લાયક છે. શુભધ્યાન વિના સમતા નથી, શુભલેશ્યા વિના શુભધ્યાન નથીઃ શુભલેશ્યા કરતાં શુભધ્યાનનું મહત્ત્વ ઘણું છે. કર્મનિર્જરા-પુણ્યબંધ તેમાં અનેક ગણો છે. જીવ અનંતીવાર શુભલેશ્યાને પામ્યો છે. શુભલેશ્યા પાસે એટલે જીવ મોક્ષે જાય તેવું નથી. શુભલેશ્યામાં રહેલા જીવને પણ અશુભધ્યાન હોઈ શકે છે, પણ શુભધ્યાન કદી અશુભલેશ્યામાં આવતું નથી. તેથી શુભધ્યાન માટે શુભલેશ્યા અનિવાર્ય છે. કોઇ વ્યક્તિની લેગ્યા શુભ છે પણ તે અશુભધ્યાનમાં હોઇ શકે. જેમ કે નાસ્તિક આત્મા પુણ્ય-પાપને માનતો નથી, પણ તેની પ્રકૃતિ સજન, ઉદાર, સરળ, સહિષ્ણુ હોય; પ્રકૃતિજન્ય તેનામાં સુંદર ગુણો હોય, તો તેની વેશ્યા શુભ હોઈ શકે; કારણ પ્રકૃતિ સાથે વેશ્યાને સંબંધ છે. પણ નાસ્તિક હોવાના નાતે તેને શુભધ્યાન આવવાનો સવાલ જ નથી. તેથી તે વ્યક્તિ જે કાંઈ વિચાર કરે, પ્રવૃત્તિ કરે, મોજમજા કરે કે દુઃખ-આપત્તિમાં આવે પણ તે આર્તધ્યાનમાં જ હોય. એટલે ધ્યાન અશુભ હોય ને વેશ્યા શુભ હોય. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૭૫ Page #182 -------------------------------------------------------------------------- ________________ પૂ. મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ કહ્યું કે “અશુભધ્યાનમાં અશુભલેશ્યાનો સંભવ છે, પણ એકાંત નથી; જ્યારે શુભધ્યાન તો તેને જ હોય કે જેને શુભલેશ્યા હોય.” તેથી શુભધ્યાન પામવા માટે શુભલેશ્યા પામવી જ પડે. આપણે જીવનમાં શુભધ્યાનના માર્ગે જવું હોય, અથવા તેના દ્વારા ચિત્તશુદ્ધિ કરવી હોય, તો બેકગ્રાઉન્ડ તરીકે શુભલેશ્યા કેળવવી પડે. તે નહિ આવે ત્યાં સુધી શુભધ્યાન દીવાસ્વપ્ર જેવી વાત બનશે. અત્યારે શુભધ્યાન માટે ઘણી જ ગેરસમજો છે. ખાલી પલાંઠી વાળીને બેસી જઈએ અને ચિંતન કરીએ એટલે શુભધ્યાન આવી જતું નથી. સામાન્ય રીતે મન જે શુભ પ્રવૃત્તિ કરતું હોય તેમાં એકાકાર બને, ત્યારે શુભ સંકલ્પ આવે, શુભ વિચાર આવે, પણ તે તરત શુભધ્યાન બની જાય તેવું નથી. પલાંઠી વાળી નવકારના અર્થનું ચિંતન કરીએ કે પરમાત્માની મૂર્તિ સાથે લયલીન બની બેસી જઇએ કે આત્મસંબંધી ચિંતન કરીએ એટલે ધ્યાન આવી જતું નથી. તેમાં શુભ ચિંતન, શુભભાવનાઓ થાય, પણ તે ધ્યાન માટેનું સ્ટેજ નથી. જેમ એક વ્યક્તિ પરમાત્માની ભક્તિ બહુ જ લયલીન થઈને કરે છે. પણ જો તેનો સ્વભાવ સ્વાર્થી હોય, જેમ કે ધંધામાં તેને સ્વાર્થ આવે તો સામી વ્યક્તિને ગમે તેટલું નુકસાન થાય તે જોવા પોતે તૈયાર ન હોય, અને પોતાના લાભ માટે ગમે તે કરવા તૈયાર હોય, તો તે વ્યક્તિની લેશ્યા અશુભ જ ગણાય. તે સારા વિચારોમાં તલ્લીન થાય, પણ તેને શુભધ્યાન આવવાની તો કોઈ જ શક્યતા નથી. અશુભલેશ્યાનું શુભલેશ્યામાં સંક્રમણ નથી થતું, ત્યાં સુધી શુભધ્યાન શક્ય નથી. શુભલેશ્યા એ જૈનદર્શનનો આગવો વિષય છે. દુનિયાના ધર્મશાસ્ત્રમાં ક્યાંય આ વાત આવતી નથી. જૈનશાસ્ત્રમાં દુનિયાના તમામ જીવોની પ્રકૃતિનું ક્લાસીફીકેશન કરીને મૂક્યું છે. લબ્ધિમનનું-પ્રકૃતિનું સુંદર વિશ્લેષણ લેશ્યા દ્વારા જૈનદર્શન કર્યું છે. જૈનધર્મની સામાન્ય ક્રિયા કરવા પણ પ્રકૃતિ બદલવી પડે છે, તો શુભધ્યાન જેવા ઉત્તમ અનુષ્ઠાન માટે તો ચોક્કસ પ્રકૃતિમાં શુભલેશ્યા જોઇએ. જેમ કોઇ માણસને પોતાના દેહ પર, રૂપ પર, સૌંદર્ય પર આકર્ષણ હોય, તે સંસારમાં રચ્યોપચ્યો રહેતો હોય, કારણ તેને શરીર પર ખૂબ મમતા છે, ખાવાની આસક્તિ પણ છે, આવા જીવો ધર્મ કરવા બેસે કે કોઈ દયા-દાન-ઉદારતાની પ્રવૃત્તિ કરે ત્યારે પણ, તેમનું કેલીબર નીચું હોય; મમતા-આસક્તિના કારણે વેશ્યા પણ અશુભ જ હોય; કારણ તેને શુભ કાર્ય કરતી વખતે પણ પ્રકૃતિમાં કોઈ પરિવર્તન આવ્યું નથી, તેથી લેણ્યા મૂળમાંથી બદલાઈ નથી. જેમ તમે ચૈત્યવંદન કરવા બેસો ત્યારે તમારામાં રહેલ સ્વાર્થવૃત્તિના કારણે, કોઈ વ્યક્તિ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૭૬ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #183 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યે દ્વેષ પડેલો હોય તો, તે વખતે તમને તેનાથી કર્મબંધ ચાલુ છે અને તે લબ્ધિમનના સંક્લિષ્ટ ભાવથી ધર્મક્રિયામાં ખામી આવે છે. તેથી ધર્મક્રિયા વખતે શુભલેશ્યા જોઈએ. સર્વશ્રેષ્ઠ અનુષ્ઠાન ધ્યાન છે. સમતામાં પહોંચવા માટે શુભધ્યાન એ અમોઘ ઉપાય છે. ૧૪પૂર્વ શાસ્ત્રના પારગામીને ૪ જ્ઞાનના ધણીને પણ કર્મક્ષય કરવા અને સર્વદોષોનું ઉન્મેલન કરવા ધ્યાનનું જ શરણું લેવું પડે છે. ધ્યાન એ આરાધનાનો શ્રેષ્ઠ પ્રકાર છે. બધો ધર્મ કરીને તેનું અંતિમફળ તો આત્માને શુભધ્યાનમાં સ્થિર કરવો તે જ છે. આવી સાધનાને સિદ્ધ કરવી હોય તો શુભલેશ્યા અનિવાર્ય છે. આપણામાં જો શુભલેશ્યા ન હોય તો આપણા માટે ધ્યાન તો હવામાં બાચકા ભરવા જેવી વાત છે. લેશ્યાના ભેદો છે. તેમાં ટોપમાં શુભલેશ્યામાં શુક્લલેશ્યા છે અને પ્રાથમિક શુભલેશ્યામાં તેજોલેશ્યા છે, અને તેના વર્ણનની જો આપણી પ્રકૃતિ સાથે સરખામણી કરીએ તો પ્રાથમિક શુભલેશ્યા પણ આવવી આપણા માટે ઘણી જ મુશ્કેલ છે. અત્યારે ધ્યાનની શિબિરો ઘણી થાય છે. અત્યારે ઘણો વર્ગ એવો છે કે તેમને અમુક અનુષ્ઠાનમાં જોડાવાનું કહીએ તો તૈયાર થાય નહિ, પણ સમૂહમાં પલાંઠીવાળી ચિંતન-મનન કરીને મનને એકાગ્ર કરવાનું કહે એટલે તૈયાર. પણ આમાં ભૂલ ક્યાં થાય છે કે શુભલેશ્યા વગર શુભધ્યાન શક્ય જ નથી. આ કાળમાં ઊંચું શુક્લધ્યાન તો શક્ય જ નથી. માટે જીવ આ કાળમાં કરી શકે તો પ્રાથમિક કક્ષાનું શુભધ્યાન કરી શકે, પણ અશુભધ્યાન તો કરવા જેવું છે જ નહિ. નહીંતર વગર કારણે કુટાઈ જશો. આ કાળમાં સાધુ, સાધ્વી, ભાવશ્રાવક, સમ્યગ્દષ્ટિ પ્રાથમિક કક્ષાનું ધ્યાન કરી શકે છે, જેનો અત્યારે વિચ્છેદ નથી. માટે પ્રાથમિક કક્ષાનું ધ્યાન કરનારને પોતાને ઉચિત ધર્મ કરનારની કક્ષામાં મૂકી શકાય. નિરતિચાર ક્રિયા માટે મનની તેમાં પ્રવાહબદ્ધતા અને એકાકારતા જોઈએ: ધ્યાન એ મનની અવસ્થા છે. સંસારમાં પણ સુખદુઃખના તીવ્ર અનુભવ ધ્યાનમાં થાય છે, તેમ ધર્મના ક્ષેત્રમાં પણ ઊંચા સુખના અનુભવ ધ્યાનમાં જ છે. તમે કોઈપણ પ્રવૃત્તિમાં તન્મય ન બનો ત્યાં સુધી સ્વાદ આવતો નથી. ઉત્કૃષ્ટ કક્ષાની અનુભૂતિ કરવાનો એક માત્ર ઉપાય ધ્યાન છે. પણ આપણે બધા ચંચલ મન સાથે જ જીવીએ છીએ. જેમ કે ખાતાં એક કોળિયો મોઢામાં પણ ગયો ન ગયો ને બરાબર ચાવ્યા વગર ઉતારી દઈએ; જેનાથી ખોરાક પચે નહિ અને તે પોષણ આપે નહિ, માત્ર કચરો થઈને બહાર નીકળી જાય; તેમ આપણે જે પણ પ્રવૃત્તિ કરીએ છીએ તે અધકચરી જ કરીએ છીએ. તમે સંસારની કે ધર્મની કોઈ પણ પ્રવૃત્તિ મનને એકાકાર કરી તલ્લીન થઇને કરો છો ખરા? કે અડધી- પડધી જ કરો છો? મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૭૭ Page #184 -------------------------------------------------------------------------- ________________ ખાવામાં ખાવાના જ વિચાર આવે કે ત્યારે પણ ધંધાના વિચાર ચાલુ હોય? બધે જ મન ભાગતું હોય છે. તન્મય થઇને પ્રવૃત્તિ કરનારા જીવો ઓછા હોય છે. તમારા મનને કરાતી પ્રવૃત્તિ સાથે પૂર્વાપર અનુસંધાન નથી હોતું. વિચારોમાં ધારાબદ્ધતા નથી હોતી. ગમે તે વિચાર ગમે ત્યારે ટપકી પડતા હોય છે. એટલે પ્રવાહબદ્ધતા જોઇએ, તે નથી હોતી. અરે, તમને જે વિચાર આવે તેમાં પણ તમારી એકાકારતા ખરી? હાથમાં લીધેલ પ્રવૃત્તિમાં પણ તમારું મન ઠેકાણે નથી હોતું. સત્તર જાતના વિચારો ચાલતા હોય છે. ચંચલ અને અસ્વસ્થ જ ચિત્ત હોય છે. ધર્મઆરાધના નિરતિચાર કરવી હોય તો તેના વિચારમાં પ્રવાહબદ્ધતા જોઇએ, એકાકારતા-લયલીનતા જોઇએ. તીર્થકર ભગવંત દીક્ષા લે પછી તેઓ જે પણ પ્રવૃત્તિ કરે તેમાં જ તેમનો ઉપયોગ હોય. ગોચરીએ જતાં આત્માનું ચિંતન કરતા ન હોય. ઉપયોગશૂન્યતાપૂર્વક જો ખાવાની ક્રિયા કરે તો સાધુપણામાં દોષ લાગે. જેમ ખાતી વખતે સ્તવનના ભાવોમાં હું કદાચ પરોવાઈ જાઉં તો દોષ લાગે. માટે જે ક્રિયા કરતા હો તેમાં જ ઉપયોગની એકાકારતા જોઇએ. જે મહાત્મા નિરતિચાર ચારિત્ર પાળતા હોય, તે ઉપાશ્રયથી નીકળે ત્યારે તેમને ખ્યાલ હોય કે તેમને ક્યાં જવું છે, તે બાજુ જ તેમના પગ ઊપડે. ચાલતાં જયણામાં જ ઉપયોગ હોય. પછી જેના ઘરે જવાનું હોય ત્યાં જઈને જે પ્રવૃત્તિ કરવાની હોય તેમાં જ ઉપયોગ હોય, પણ રસ્તે ચાલતાં કે ગોચરી વહોરતી વખતે કાંઈ સ્વાધ્યાય કે શાસ્ત્રના વિચાર તેમને ન હોય. તમે જન્મથી માંડીને અત્યાર સુધીમાં એકપણ ક્રિયા આખી સાંગોપાંગ તન્મયતાથી કરી છે ખરી? ના, કારણ મનની પ્રવાહબદ્ધતા નથી. માટે જ સમગ્રતાથી ચેતનાને પરોવીને કોઈ પણ પ્રવૃત્તિ કરી શકતા નથી. ગમે તે વિચાર ગમે ત્યારે ટપકી પડતા હોય છે. હવે આવી અવસ્થાવાળી વ્યક્તિમાં શુભધ્યાન આવવાની શક્યતા જ ક્યાં છે? શાસ્ત્રમાં પૂછ્યું કે કઈ ક્રિયાથી ધ્યાનમાં ચઢાય? તો જવાબમાં કહ્યું કે કોઈપણ પ્રવૃત્તિથી ધ્યાનમાં ચઢી શકાય. મુનિની પ્રત્યેક ક્રિયા ધ્યાન બની શકે છે. તેમ શ્રાવક માટે પણ બધી ધર્મક્રિયા ધ્યાનનું સાધન બની શકે છે, પણ મનમાં એકાકારતા સાંગોપાંગ જોઇએ. અત્યારે તો શુભલેશ્યા નથી અને કેળવાયેલું મન પણ નથી, માટે શુભધ્યાન આવવાનો સવાલ નથી. તેથી પહેલાં એકાકારતાને યોગ્ય મન કેળવી શુભલેશ્યા પામવાની જરૂર છે. હવે શુભધાન પામવા મનનું સ્ટાન્ડર્ડ કેવું હોય, તે જોઈએ. શુભલેશ્યા પામવા બધા માનસિક અશુભભાવો-દોષો ટળી જવા જોઈએ જ તેવું ધોરણ નથી. અત્યારે કોઇનું મન એવું નથી કે જે સતત સંપૂર્ણ શુભ વિચારમાં જ હોય. જો કોઇનું હોય તો તે વ્યક્તિ દર્શનીય ગણાય. પણ અત્યારે આટલા હાઈ લેવલના જીવો નથી. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૭૮ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #185 -------------------------------------------------------------------------- ________________ સભા - નાના નાના ખરાબ વિચારો આવી જાય છે. સાહેબજી:- નાના ખરાબ વિચારોનો અર્થ શું? જેમ તમે બેઠા છો, ગરમી છે એટલે અકળામણ થાય છે, માટે જરા ઠંડક થાય તો સારું, લાવો બારી ખોલીએ, આવું કંઇપણ મનમાં થાય એટલે અપેક્ષા આવી, માટે અશુભભાવ પેદા થયો કહેવાય. કોઇનું લૂંટી લેવું, વિકારો કે વાસનાના વિચાર આવવા તે જ ખાલી અશુભભાવ છે તેવું નથી, પણ કોઇપણ પ્રકારની અપેક્ષા આવી એટલે અશુભ ભાવ જ થયો કહેવાય. જેમ ખાતાં સ્વાદિષ્ટ વસ્તુમાં રસ આવ્યો એટલે અશુભભાવ આવ્યો કહેવાય. પરંતુ અશુભભાવથી સંપૂર્ણ મુક્ત ક્યારે થવાય? કે જયારે સુખની કોઇ અપેક્ષા ન હોય અને દુઃખની જરાપણ નારાજગી ન હોય ત્યારે. આવા જીવો સ્થિતપ્રજ્ઞ હોય છે. આવા જીવો પર સંપત્તિનો વરસાદ થાય કે દુ:ખોની ઝડી વરસે પણ તેમને કાંઈ અસર ન થાય. પણ જેને જરાજરામાં અસર થાય છે તે તો અશુભભાવમાં જ છે. આપણે બધા ૨૪ કલાકમાંથી એક સેકન્ડ પણ આવા અશુભભાવથી મુક્ત નથી. આપણને ચોવીસે કલાક અમુક પ્રકારના સુખની અપેક્ષા તો ખરી ને? રહેવા ઘર જોઇએ, તેમાં પણ કેટકેટલી સગવડ જોઇએ. જે મળી છે તે બધી ઓછી લાગે છે. માટે જાગતાં, ઊંઘતાં, બેસતાં, ઊઠતાં બધી અપેક્ષાઓ છે જ. તમને કેટલાંય દુઃખ ન આવે તો સારું તેવી ઇચ્છાઓ ને કામનાઓ પડી જ છે. મોટા રોગો ન આવે તો સારું તેવી ઇચ્છા હોય છે ને? કોઇને આવા મોટા રોગો આવ્યા હોય તેનું વર્ણન સાંભળો ત્યારે શું થાય છે? બાપા, આપણને આવું ન થાય તો સારું. માટે હજારો પ્રકારનાં દુઃખન આવે તેની અંદર કામના પડી હોય છે અને જેટલાં પણ સુખો છે તે બધાં મને મળે અને મળેલાં સુખો જળવાઈ રહે તો સારું, આ બધા આર્તધ્યાનના સંકલ્પ-વિકલ્પો મનમાં પડ્યા છે. જીવને અનુકૂળતાના સંયોગની અપેક્ષા અને પ્રતિકૂળતાના વિયોગની અપેક્ષા છે તેથી ચોવીસે કલાક આર્તધ્યાનની ભૂમિકાવાળું તેનું મન છે. તમને ચોવીસે કલાક રૌદ્રધ્યાન છે તેવું નથી, આર્તધ્યાનની ક્ષણો પણ જીવનમાં લગાતાર ઓછી હોય છે, પણ તેના સંકલ્પવિકલ્પમાં જ મન રમતું હોય છે. છઠું ગુણસ્થાનક પામેલા જીવ પણ જો નિરતિચાર ભૂમિકામાં ન હોય તો પ્રાયઃ કરીને તેમને પણ આર્તધ્યાન હોઈ શકે પણ સ્થિતપ્રજ્ઞદશા આવે એટલે આર્તધ્યાનના સંકલ્પ-વિકલ્પો ભાગી જાય. પણ અત્યારે તો જરાક દુઃખ આવે છે તો ઊંચાનીચા થઈ જવાય છે. સભા:- ચોથા ગુણસ્થાનકે સ્થિતપ્રજ્ઞદશા પમાય? મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૭૯ Page #186 -------------------------------------------------------------------------- ________________ સાહેબજી:-ચોથા ગુણસ્થાનકે સ્થિતપ્રજ્ઞદશા આવી શકે, પણ છઠ્ઠા ગુણસ્થાનક કરતાં નીચલી ભૂમિકાની હોય છે. છઠ્ઠા ગુણસ્થાનકે પણ સંયોગોની-નિમિત્તોની અસર થાય તેવું નબળું મન હોઈ શકે. માટે તેમને નિરતિચાર દશા પામવાની બાકી હોય છે. કોઈ જીવો અધ્યાત્મની ઉપરની કક્ષાએ પહોંચવા માટેના અનિવાર્ય ગુણો કેળવી લે છે, પરંતુ પૂરક ગુણો કેળવવાના બાકી હોય છે. જયારે બીજા જીવો એવા પણ હોય છે કે જેમણે પૂરક ગુણોનો અઢળક વિકાસ કર્યો હોય પણ ઉપરની કક્ષાના અનિવાર્ય ગુણો ન પામી શક્યા હોય, તેથી તેમનું અધ્યાત્મિક સ્તર નીચું હોય છે. તેથી છઠ્ઠા ગુણસ્થાનકે આર્તધ્યાનદશા હોઇ શકે અને ચોથા ગુણસ્થાનકે પણ કોઈને સ્થિતપ્રજ્ઞદશા હોઈ શકે છે અને આર્તધ્યાન દશા પણ હોઈ શકે છે. સભા:- તેમાં પ્રતિબંધક કર્મ કર્યું? સાહેબજી:- મોહનીયકર્મથી અશુભભાવો થાય છે. જ્ઞાનાવરણીયકર્મનું કામ અજ્ઞાની બનાવવાનું, અંતરાયકર્મનું કામ બીજા બધામાં વિક્ષેપ કરવાનું, પણ સીધા અશુભભાવ પેદા કરવામાં તો મોહનીયકર્મ જ છે. શુભલેશ્યા માટેની યોગ્યતા: અમારું મન પણ ચોવીસે કલાક શુભભાવમાં નથી, અશુભભાવો પણ હોય છે. પણ એટલે કાંઈ ચોવીસે કલાક અમને વિષયવાસના સતાવતી નથી, સત્તા કે સંપત્તિ જોઇને કાંઇ અમને મનમાં ગલગલિયાં થતાં નથી હોતાં. આ તો અમે બધું છોડીને આવ્યા છીએ. માટે અમને ઘણા અશુભભાવોથી મુક્તિ મળી ગઈ છે. જેમ તમને ગાડીમાં બેસતા જોઈએ ત્યારે અમને થાય કે હાશ, અમે તો આવા પાપોમાંથી છૂટ્યા છીએ; પણ હજુ અમને થોડી ઘણી સુખદુઃખની અપેક્ષા હોય છે. માટે પ્રકૃતિમાં કઈ કક્ષાના અશુભ ભાવો હોય તો શુભલેશ્યા ટકી શકે અને કઈ કક્ષાના અશુભભાવો હોય તો શુભલેશ્યા ભાગી જાય, તેનું પૃથક્કરણ કરવું પડે. દા.ત. તમને જીવનમાં સગવડ જોઈએ છે, મેળવવા ઈચ્છો છો, મળે તો તમે રાજી; પરંતુ તે મેળવવા “બીજાનું જે થવું હોય તે થાય, મને સગવડતા મળવી જોઈએ, બાકી બીજા જાય જહન્નમમાં” આવી વૃત્તિવાળા જીવો શુભલેશ્યા પામી શકતા નથી. તેમની પ્રકૃતિમાં એટલો સ્વાર્થ છે કે ક્યારે તે વિશ્વાસઘાત-છેતરપીંડી કરશે તે કહેવાય નહિ. કારણ “મારે ગમે તે રીતે સગવડ જોઈએ, કોઇપણ હિસાબે તે મળવી જ જોઇએ” તે માટે બીજાનું શું કરવું તેમાં તેમને કોઇ લિમિટ નહિ. ૧૮O મનોવિજય અને આત્મશુદ્ધિ Page #187 -------------------------------------------------------------------------- ________________ અત્યારે ધંધામાં ગળાકાપ હરીફાઈ ચાલતી હોય છે, તેમાં કોઈ આડો આવે ને કરોડોનું નુકસાન થાય તેમ લાગે ત્યારે શું વિચારો ? ગમે તે રીતે તેને પતાવવાની તૈયારી ખરી ને? તમારા કરોડ-બે કરોડક્યાંક ફસાતા હોય ત્યારે તમને કઈ રેન્જના અશુભભાવો આવે? ગમે તે ભોગે પૈસા કઢાવવાના ને? જેનામાં આવા ભાવોની તીવ્રતા હશે તેને શુભલેશ્યા શક્ય જ નથી. પોતાના સ્વાર્થ ખાતર ગમે તેવું પગલું લેવા તેમની તૈયારી હોય છે. તેમ ધંધામાં લાગે કે જરા વિશ્વાસઘાત કરીશું તો બે પાંચ કરોડ મળશે, ત્યારે સામે પાયમાલ થાય તેમ હોવા છતાં શું વિચારો? તેનું જે થવું હોય તે થાય, પણ આપણે તો મેળવી લો. આ બધા કૃષ્ણલેશ્યાના ભાવો છે. પછી ભલે તે પ્રસંગે દાન-દયા-પરોપકાર કરતો હોય, પણ મૂળથી પ્રકૃતિ ઉગ્ર સ્વાર્થવાળી છે. હા, ઘણા જન્મે ત્યારથી શુભલેશ્યા લઈને જન્મ્યા હોય છે. પણ એવા જીવો ઘણા જ ઓછા નીકળે. આપણે જન્મ્યા ત્યારથી અશુભલેશ્યા લઇને જન્મ્યા હોઇએ, પણ હવે શુભલેશ્યામાં જઈ શકીએ તેમ છીએ. પરંતુ તેના માટે મનમાં સંકલ્પ જોઇએ. સભા - પૈસા રોક્યા પછી તે માણસ બદમાશ નીકળે ને પૈસા ન આપે તો? સાહેબજી:- શ્રાવક માટે આજ્ઞા શું છે? શ્રાવકને માણસ ઓળખીને વ્યવહાર કરવાનો છે. માટે ભૂલ તમારી છે કે તમે ઓળખ્યા વગર મૂડી રોકી. તમને પેલાની ભૂલ દેખાય છે, તે બદમાશ લાગે છે, પણ તમે બદમાશને ઓળખ્યો નહિ, તો તમે ડોબા નહિ? સભા:- રાંડ્યા પછીનું ડહાપણ. સાહેબજી:- તમે વ્યવહાર કરતાં લાલચમાં વધારે મરો છો. વધારે વ્યાજ મળે છે ને? માટે લોભ ને લાલચમાં ગમે ત્યાં ભરાઓ છો. પછી છાતી કૂટો તેમાં શું વળે? માટે વ્યવહાર સજ્જન સાથે જ કરવાનો છે. સજ્જન માણસની કફોડી સ્થિતિ આવે તો પણ તમને ચિંતા ન હોય. તેની પાસે આવશે ત્યારે તે આપ્યા વગર રહેશે નહિ. પણ તમે ધિરાણ કરતાં માણસની લાયકાત ચકાસો છો ખરા? કે ખાલી વળતર જુઓ છો? માટે જ તમને ધુતારા મળે છે. હવે તેજોલેશ્યાવાળાને પોતાના ૨૦-૨૫ લાખ રૂપિયા જાય તો એમ ન થાય કે તેને હું સીધો કરી નાખું, પતાવી દઉં, પેલાને પછાડીને પણ પૈસા મેળવી લઉં, પછી તેનું જે થવું હોય તે થાય. આ બધું તેજોલેશ્યાવાળાને શક્ય નથી. તેને તો વિચાર આવે કે અત્યારે તે કેવી પરિસ્થિતિમાં છે? તેમાં મારા સ્વાર્થ ખાતર શું તેને હું વધારે દુઃખ આપું ? તેને તેના કુટુંબપરિવારની ચિંતા હોય. માટે જેને જીવનમાં માત્ર પોતાના જ સ્વાર્થની ચિંતા હોય તે જ ન મ ર મ ક મ મ મ મ મ મ ક ા જ જ ન મ ર મ મ જ ક ક મ ક % જ % જ ન શક કે ક ક જ કે જે જ મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૮૧ Page #188 -------------------------------------------------------------------------- ________________ કદીપણ શુભલેશ્યામાં જઈ શકે નહિ. તેજોલેશ્યા પામવા માટે પ્રકૃતિમાં નાની નાની બાબતોમાં પણ સરળતા જોઈએ. તમે ઘરમાં પત્ની સાથે પણ શું કરો કે તેને મોટા મોટા વિશ્વાસ આપો, પછી તેની અપેક્ષા અનુસાર થોડું કરીને બહાનાં કાઢો, ઘડીમાં વાત કરીને પાછા ફરી જાઓ. તેમ છોકરાને પણ છાનો રાખવા કહો કે છાનો થઇ જા ફરવા લઈ જઈશ, પણ શાંત થાય પછી ફરી જાઓ. પરંતુ આવી નાની નાની પણ ખોટી પ્રવૃત્તિ તેજોલેશ્યાવાળો કરે નહિ. સભા - છોકરાને શાંત રાખવા શું કરવું? સાહેબજી:- તે પણ મારે ભણાવવાનું? તમે તેને આશ્વાસન આપો, લાગણી આપો, વાત્સલ્ય આપો, તેની તકલીફનું નિવારણ કરો. પણ તેને કાંઈ ઊઠાં તો ન જ ભણાવાય ને? ઘણી વખત તો છોકરા બહુ પરેશાન કરે ત્યારે ધમકાવો ને બાવાનો ડર બતાવો ને? જેમ ઘણી વખત શાંત કરવા તમારી ઘડિયાળ આપો, અને પછી રમતાં રમતાં ઘડિયાળ લઈ લો અને કહો બાવો લઈ ગયો. અત્યારે તમે તેને ઊઠાં ભણાવો છો, પછી મોટો થઈને તે તમને ઊઠાં ભણાવશે, બરોબર ને? સભા - આખું ગામ કેટલુંય આવું બીજું બધું ખોટું કરતું હોય છે, તો શું કરવું? સાહેબજી - પહેલાં તમે તમારા પર બ્રેક લગાવો. તમે કાંઈ આખા ગામના ગુરુ છો? જે વ્યક્તિ નાયકના સ્થાન પર હોય તો તેને બીજાને સુધારવાની જવાબદારી આવે છે. હા, તમારા ઘરમાં કોઇ ખોટી પ્રવૃત્તિ કરતા હોય તેને સુધારવાની તમારી જવાબદારી ખરી, કારણ તમે કુટુંબના વડીલ છો; પણ આખા ગામને સુધારવાની જવાબદારી તમારી નથી. ટ્રાફિકના નિયમને તમે હાથમાં લો તો ચાલે ખરું? સંસારમાં પણ વ્યવહાર કઈ રીતના હોય છે તે સમજવાનું છે. તમારા હાથ નીચે જેટલા હોય તે ખોટું કરે તેને અટકાવવાની તમારી જવાબદારી ખરી, પણ આખા ગામની નહિ. સભા - ઘરમાં નોકર કાંઈ ખોટું કામ કરે તો અમને પાપ લાગે? સાહેબજી:- હા, ઘરમાં નોકર ખોટું કામ કરે તેનું પાપ શેઠને પણ લાગે. તમારો દીકરો પણ કાંઈ ખોટું કામ કરે તો તમને પાપ લાગે. ત્યારે તમારે રોકવો જોઇએ, ને ન રોકો તો પાપ લાગે. જેમ શિષ્ય અધર્મના માર્ગે જતો હોય તો ગુરુએ રોકવો જોઇએ, ન રોકે તો તેમને પાપ લાગે. પણ આખા સંઘમાં બીજા કોઇ સાધુ કાંઇ અયોગ્ય કરતા હોય, તો અમને પાપ ન લાગે. અમારી જવાબદારી અમારા શિષ્ય પરિવાર માટે હોય છે. ૧૮૨ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #189 -------------------------------------------------------------------------- ________________ પતિ પત્નીને પરસ્પર જવાબદારી આવે. પરસ્પર કર્તવ્ય-ફરજો છે, માટે સુધારવાની જવાબદારી આવે. પરંતુ તેના જીવનની પણ નગણ્ય બાબતોમાં ગમે તેમ માથું માર્યા કરો તો દોષ લાગે. તેમ ધર્મના ક્ષેત્રમાં પણ કોઇ નવો આવ્યો હોય, તે વખતે તમે થોડા વધારે જાણકાર હો તો તેના ગુરુ બની જાઓ ને? તે ચાલે નહિ. જીવનમાં ઘણી વખત બધાંને ખોટા વહાલા થવા-રાજી રાખવા પ્રયત્ન કરતા હો છો. જેમ કે સગાંવહાલાં મળે ત્યારે એવી મીઠી મીઠી વાતો કરે કે જેમાં જુદાણાનું ગણિત જ ના હોય. વિચારજો વૃત્તિ કેવી છે! સામાને જરા ખુશ કરવા સત્તર જુઠાણા ચલાવો. તેમ જો જરા કોઈનાથી ઓછું આવે તો વાતવાતમાં ખોટું લાગી જાય, રીસ ચડી જાય, મામૂલી બાબતમાં વાંધા-વચકા પડે. આ બધા અશુભલેશ્યાજન્ય ભાવો છે. આવા જીવોમાં તેજલેશ્યા શક્ય નથી. માટે વિચારવાનું છે કે આપણે શુભલેશ્યાના ધોરણમાં આવી ગયા છીએ કે નહિ? તે પામવી છે કે નહિ? અને જો પામવી હોય તો તેના માટે ચિંતન-મનન-વિચારો દ્વારા સંશોધનનો પુરુષાર્થ કરવાનો છે. અશુભલેશ્યાથી ઊંઘમાં પણ ભારે કર્મબંધ થાય છે. અશુભલેશ્યામાં રહેલા જીવો પ્રાયઃ દુર્ગતિ બાંધનારા હોય છે. તમને સ્વાર્થના વિકલ્પો ક્યારેક આવે છે, જીવનમાં તેની તકો પણ ક્યારેક આવે છે અને તેમાં સફળતા પણ ક્યારેક મળે છે; પણ પ્રકૃતિમાં સ્વાર્થ છે, માટે તેનું પાપ તો ચોવીસે કલાક બંધાય છે. જેમ તમારા છોકરા-છોકરીનું કેલીબર ગમે તે હોય, પણ તમને શું ઇચ્છા કે તેઓને તો સારામાં સારું પાત્ર મળવું જ જોઈએ. માટે અપેક્ષા શું આવી? પછી આના કારણે ડોળ અને છેતરપીંડી ચાલુ થાય. પરંતુ ખબર નથી કે આના કારણે ભવાંતરમાં અનેક જન્મો સુધી સારાં પાત્રો-સારું સ્થાન નહિ મળે. કારણ વૃત્તિ કેવી છે ? પડીકું બાંધીને સામાને પધરાવી દેવાની ભાવના છે, ગમે તેવી પ્રવૃત્તિ કરીને ઊંધા ભ્રમમાં નાંખવાની વાત છે. આપણે ત્યાં મૃષાવાદ વિરમણના અતિચારમાં “કન્યા, ગૌ, ઢોર, ભૂમિ...” વગેરે લખ્યું છે ને? જીવનમાં સંતાનો પર રાગ છે માટે જ ખામીવાળી દીકરીને સારા ઘરે પધરાવી દઇએ. પણ તે વખતે તે ખામી ન જણાવેલ હોવાથી દીકરીની અને સામેનાની શું હાલત થશે તેનો કદી વિચાર કરતા નથી. માટે તમારે તેજોલેશ્યા નથી. તમને કોઈ આવું કરે તો શું લાગે ? મને પાયમાલ કરી નાંખ્યો. તમારા જીવનમાં બીજા આવા તો કેટલાય પ્રસંગો-તબક્કા હોય છે, જેમાં બધે આવી વૃત્તિઓ, પ્રવૃત્તિઓ ચાલુ જ હોય છે. # # # સર ક જ * * * * * * * * * * * * * * એક ર સ + ક ક મ મ મ મ એ ક મનોવિજય અને આત્મશુદ્ધિ ક ક ક ક ક મ * * * * ૧૮૩ Page #190 -------------------------------------------------------------------------- ________________ હજારોને છેતરવાથી કેવા પાપ બંધાશે તેનો કદી વિચાર કર્યો નથી. અત્યારે તમે થપ્પડ મારીને ગાલ લાલ રાખો છો. પણ તમારી પાસે છે તેટલું સ્ટેટસ જોઇએ છે, કે તેનાથી વધારે સ્ટેટસ જોઈએ છે? જેટલા સુખી છો તેનાથી વધારે સુખી હોવાના ડોળ કરો છો, પણ આ બધા અશુભ ભાવો છે. આવા બધા જુઠાણાથી બીજા તેમાં ભરાઈને પાયમાલ થઈ જતા હોય છે. - અતિચારમાં બોલો છો ને કે, “રાગ દ્વેષ લગે એકને ઋદ્ધિ-પરિવાર વાંછી, એકને મૃત્યુ-હાનિ વાંછી.” લાગણી હોય તેના માટે સારા અભિપ્રાય આપો અને દ્વેષ હોય ત્યાં તેને ગમે તે રીતે પાયમાલ કરી નાંખો. આવી બધી પ્રવૃતિઓ અશુભલેશ્યામાં હોય છે અને આવી બધી મનોવૃત્તિવાળા જીવો માટે શુભલેશ્યાનો ચાન્સ નથી, તેથી તેને શુભધ્યાનની પણ તક નથી. ૧૮૪ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #191 -------------------------------------------------------------------------- ________________ તા. ૫-૧૧-૫, રવિવાર અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવોના આત્મિક કલ્યાણ માટે અસંખ્ય યોગોનો પ્રબોધ કરનારા ધર્મતીર્થની સ્થાપના કરે છે. ધ્યાનયોગ - પૂર્વભૂમિકા: જૈન શાસનમાં આરાધના માટે અસંખ્ય યોગો છે અને બધા યોગોનું વર્ણન ૧૪ પૂર્વપર્યત દ્વાદશાંગીમાં છે. પણ સંક્ષેપમાં જો વિશ્લેષણ કરીએ તો ભક્તિયોગ, કર્મયોગ, શાસ્ત્રયોગ, જ્ઞાનયોગ, સામ્યયોગ અને ધ્યાનયોગ આમ ક્રમસર યોગો બતાવ્યા છે, અને તે બધામાં પણ ટોપ લેવલમાં ધ્યાનયોગ છે. દરેક સાધનામાં અંતિમ ચરણમાં ધ્યાનયોગ છે. તેની સામે બીજા બધા નાચીઝ યોગ છે. આ ધ્યાનયોગ દ્વારા બધાં કર્મોને ખપાવી શકાય છે. ઉગ્રમાં ઉગ્ર કર્મને ખપાવવાની ક્ષમતા ધ્યાનયોગમાં છે. મનનું અંતે મારણ આ ધ્યાનયોગમાં જ થાય છે. અનંત કાળના જામેલા મોહનો ઉચ્છેદ કરીને છેલ્લે અમનસ્કદશાને પમાડી શકવાની તાકાત આ ધ્યાનયોગમાં છે. આપણે મનની અશુદ્ધિઓ જાણી, તેની સામાન્ય સંશોધનની પ્રક્રિયા પણ જાણી; પણ મનની ટોપ લેવલની શુદ્ધિ માટે સાધન તરીકે ધ્યાનયોગ જ છે અને આ જ અંતિમ રાજમાર્ગ છે. જે જીવો શુક્લધ્યાનના પાયામાંથી પસાર થાય તે જ મુક્તિને પામે છે. આઠમા ગુણસ્થાનકથી આરંભીને ઉપરની બધી ભૂમિકા ધ્યાનથી જ પામી શકાય છે. તેથી શાસ્ત્રમાં ધ્યાનનો મહિમા ખૂબ જ ગાયો છે. યોગના ક્રમમાં પહેલાં ભક્તિયોગ, પછી કર્મયોગ, શાસ્ત્રયોગ, જ્ઞાનયોગ, સામ્યયોગ અને પછી ધ્યાનયોગ આવે છે. કર્મયોગનું વર્ણન આચારરૂપે અધ્યાત્મમાં આવે છે. સાધુક્રિયા પણ કર્મયોગમાં આવે. શાસ્ત્રયોગમાં બહોળું શાસ્ત્રજ્ઞાન જોઇએ. જ્ઞાનયોગ પામેલાને સામ્યયોગ આવે અને પછી ધ્યાન આવે છે. ટોપમાં ધ્યાન યોગ છે. અત્યારે જે બધા ધ્યાન કરે છે તે પ્રેક્ટીસ કરે છે એમ કહેવાય. કારણ ઉપર બતાવેલાં બધાં સ્ટેપ ક્રમશઃ પસાર કર્યા પછી જ નિર્મળ ધ્યાનયોગ આવે છે. મનોવિજય અને આત્મશુદ્ધિ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૮૫ Page #192 -------------------------------------------------------------------------- ________________ નવું પામવામાં છે. પરંતુ અમારા તીર્થકરો, ૧૪ પૂર્વધર ગણધરોએ બતાવેલ ક્રિયામાં જેને રસ ન પડે તેના માટે આગળની ભૂમિકા નથી. જેને ધર્મમાં ખરો સ્વાદ આવ્યો હોય તેને જ તે ધર્મમાં રિપીટીશન ગમે છે. જેને આત્મા માટે માહિતકારી તત્ત્વ વારંવાર રિપીટ કરે ને ન ગમે, તેને ધ્યાન કઈ રીતે ફાવશે? જેને પુનઃ પુનઃ ભાવનમાં કંટાળો આવે ત્યાં સુધી તે આગળ વધવાને લાયક નથી. સંઘમાં કલ્પસૂત્ર હજાર વાર સાંભળ્યું એમ કહી, ભગવાનના ચરિત્રોથી કંટાળ્યા, માટે જ વ્યાખ્યાનમાળામાં જનારા થયા ને? જો પ્રભુ પ્રત્યે પરમ પ્રીતિ હોય તો તેમનું ચરિત્ર ૧૦૦ વાર સાંભળવા છતાં હર્ષથી રૂવાંટાં ઊભાં થાય, રોમાંચ થાય. તમારે પિશ્ચરોમાં લવની વાત કેટલી વાર આવે છે? છતાં પણ કામરસિક જીવોને ગમે છે ને? તેમ, એની એ નોવેલો પણ અનેક વાર વાંચતાં રસ પડે છે. કારણ ત્યાં તીવ્ર રુચિ છે. માટે જ ત્યાં પુનરાવર્તનમાં કંટાળાનો દોષ રહેતો નથી. ૧૪ પૂર્વ ભણેલાને પણ સાર તરીકે ધ્યાન કરવાનું છે. તેથી ધર્મમાં રિપીટીશન તો આવશે જ. માટે ચિંતન પછી ભાવના કરવાની છે. જે જાણેલું સત્ તત્ત્વ છે તેની વારંવાર ભાવના કરવાની છે. તે હૃદય સાથે જડાઈ જવું જોઈએ. તમારે સંસારમાં પણ ભોગની પ્રવૃત્તિને વારંવાર વિચારો, તો જ તેમાં તમે ઓતપ્રોત વધારે થઈ શકો છો. રિપીટ કરો તો જ ભાવિત થવાય છે. તેની જેમ એકની એક વાતને આત્મામાં ભાવિત કરવાની છે. જેમ કે ૧૨ ભાવનાઓ છે. સંસાર અનિત્ય છે. તેમાં કોઇનું શરણું નથી. આ બધી ભાવનાઓ જાણી લીધી, પણ કાંઈ તેનાથી આત્મા એમ ને એમ ભાવિત થતો નથી; પણ વારંવાર તેનું પુનરાવર્તન કરતાં એવી પ્રગાઢ અસર સંચિત થાય કે આ સંસારમાં ખરેખર પરમાત્મા સિવાય મારે કોઈનું શરણ નથી, એમ લાગે ત્યારે ભાવિત થયા એમ કહેવાય. અત્યારે તમને ધર્મના વિષયમાં જે જ્ઞાન છે તે બધું ખાલી માહિતીરૂપે જ છે. ૧% જ્ઞાન પણ ઇફેક્ટીવ નોલેજ(અસરકારક જ્ઞાન) નથી. પણ તે જ્ઞાન જો ચિંતનરૂપે થાય તો જ અસરકારક બને અને તે જ જ્ઞાન જો ભાવનારૂપે પરણમે તો વધારે જોરદાર અસર થાય અને પછી જ આગળના સ્ટેજમાં જઇ શકાય. ધ્યાનનાં આલંબનો - ભૂમિકાશુદ્ધિ : ધ્યાનની પ્રેક્ટીસ કરવા માટે આલંબનો પણ અનેક છે. જેમ કે સૂત્રો, પ્રતિમા, મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૮૬ Page #193 -------------------------------------------------------------------------- ________________ તમે ચોવીસે કલાક ચિંતન પણ કરતા નથી, ઊલટા આડાઅવળા સંકલ્પ-વિકલ્પ જ ચાલતા હોય છે. ચોવીસે કલાક આ જ ચાલુ હોય છે. સંકલ્પ-વિકલ્પના આંદોલનવાળું જ મન હોય છે. આ તો રખડતું મન છે. પવનનાં મોજાંથી પાણી ઊછળતું હોય છે માટે પાણી સ્થિર નથી, બસ, તેવું જ તરલ મન છે; પણ તે વખતે પણ એકાગ્રતા તો હોય છે. એકાગ્રતાનો ગાળો લાંબો નથી હોતો. એક વસ્તુમાંથી તરત બીજી વસ્તુમાં મન જતું હોય છે. આમ, વિષયાંતરના કારણે ચિત્તની ચંચળતા હોય છે, છતાં તેમાં પણ એકાગ્રતા હોય છે. માટે તેને ધ્યાન કહેવું તે બરાબર નથી. ધ્યાનના ૪ સ્ટેજ - (૧) ચિંતન : ધ્યાનના (૧) ચિંતન, (૨) ભાવના, (૩) અનુપ્રેક્ષા અને (૪) ધ્યાન આમ ચાર સ્ટેજ છે. આપણે શુભ ચિંતન લેવાનું છે. ધર્મમાં શુભ જ લેવાનું રહેશે. સંસારમાં પણ અશુભ ધ્યાનના સ્ટેજ આ જ પ્રમાણે છે અને તેમાં તો બધા દુનિયાદારી જીવો પસાર થતા હોય છે. એટલે તે કાંઇ સંસારીઓ માટે નવું નથી, પણ શુભચિંતન નવું છે. તમે એક વિષય લઇને તેમાં ઊંડા ઊતરતા જાઓ, ચિંતન કરો, ઊહાપોહ કરો નવો બોધ થયા કરશે. ધારાબદ્ધ વિચારણાને ચિંતન કહેવાય છે. ધ્યાન કરનારને કલાકો સુધી ચિંતન કરવાની પહેલાં ટેવ પાડવી પડશે. તેના વગર ધ્યાનનો ઢાંચો ગોઠવાતો નથી. પરમાત્મતત્ત્વ લો. સ્વસ્થ બની તેના પર ચિંતન કરો, ઊહાપોહ કરો. તમે થોડો ટાઇમ મનને સૂચના આપો કે મારે પરમાત્માના ગુણોનું, તેમના સ્વરૂપનું ચિંતન કરવું છે. પરમાત્મા કેવા છે ? પરમાત્માના ગુણો કયા છે ? પરમાત્માનું સ્વરૂપ શું છે ? પરમાત્માના ગુણો કઇ માત્રાના છે ? પરમાત્મતત્ત્વ અદ્વિતીય કેમ છે? આમ, એક એક મુદ્દા ઊભા કરો અને તેના ૫૨ ઊંડા ઊતરતા જાઓ. તેનાથી તમને ખ્યાલ આવશે કે તમે એક જ વિષય પર કેટલો ટાઇમ ચિંતન કરી શકો છો. સભા ઃ- સાહેબજી ! આ બધું ક૨વા અમારી પાસે જ્ઞાન નથી. સાહેબજી :- તેના માટે જ્ઞાન તો જોઇએ જ. તમે જ્યારે એક શુભ વિષયમાં ધારાબદ્ધ વિચારી પણ ન શકો, તો સમગ્રતાથી મન છવાઇ જાય તે રીતે ધ્યાનમાં કઇ રીતે જઇ શકો ? અત્યારે તમારા મનમાં વિષયનું કોઇ અનુસંધાન નથી હોતું, ગમે તે ************ મનોવિજય અને આત્મશુદ્ધિ M-૧૩ ૧૮૭ Page #194 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ અંદ૨ ટપકી પડતી હોય છે. આ ચિંતનની શૈલી નથી. દા.ત. તમે આત્માનું ચિંતન કરતા હો ત્યારે વચમાં ટેબલનું ચિંતન ચાલુ થઇ જાય. આ શૃંખલાબદ્ધ વિચારધારા નથી. ભલે તમે પાંચ મિનિટ વિચાર કરો પણ મનને બરાબર સૂચન આપી ને કરો. અને તેમાં જો તમારું મન સેટ ન થાય તો શુભધ્યાનમાં કઇ રીતે જશો ? શુભધ્યાનમાં તો ૧૦૦% મન પર કાબૂ જોઇશે. ચિંતન એટલે એક જ વસ્તુ પર ધારાબદ્ધ ઊંડાણથી વિચારવાનું છે. ચિંતન કરવું હજુ સહેલું છે, કારણ તેમાં આત્માને એક વિષયમાં નવું નવું જાણવાનું મળે છે. દા.ત. કર્મ. જો તે વખતે તમારો મનનો કાબૂ હોય તો કર્મ પર ધા૨ાબદ્ધ વિચારતાં, કર્મની વ્યાખ્યા શું ? કર્મનું સ્વરૂપ શું ? કર્મના ભેદ કેટલા ? કર્મ બંધાય કઇ રીતે? કર્મની અસરો શું? તેને ખાળી શકો કઇ રીતે ? આમ નવું નવું સ્ફુરે અને જાણવા મળે. આમ, તો મનને કુતૂહલ વૃત્તિ હોય છે, માટે હજુ ચિંતનમાં મન ટકી શકે; પણ ભાવનામાં તો એકની એક વાતનું રિપીટીશન-પુનરાવર્તન કરવાનું છે. ભાવના : સભા :- અમને તો નવું જ જોઇએ. સાહેબજી :- સાચું કહેજો, તમારા સંસારમાં નવું નવું છે કે રિપીટીશન છે ? દ૨૨ોજ નાહવું, ખાવું, પીવું, ઊંઘવું, વેપારધંધા કરવાના એનું એ રિપીટીશન જ છે. પિક્ચરના શોખીનો રોજ પિક્ચર જુએ છતાં તેમને મજા આવે છે ને ? તમને સંસારની એકની એક ક્રિયામાં રિપીટીશન હોય તો પણ રસ આવે છે. કારણ ? તમને ભાવતી વસ્તુ મહિનામાં ૨૫ દિવસ આપો તો પણ ગમે ને ? પરંતુ જ્યાં તમને તીવ્ર રસ નથી ત્યાં જ રિપીટીશન ફાવતું નથી. સંસારમાં પાંચે ઇન્દ્રિયોના ભોગોનું જીવો ત્યાં સુધી કેટલું રિપીટીશન કરો છો ? એની એ જ કામ-વાસના, એના એ જ ભોગો, છતાં કેટલી મજા આવે છે ? તમે પેંડો જીવનમાં ૧૦૦ વાર ખાધો હોય છતાં એ જ પેંડો પાછો આપે તો પણ રસ આવે છે. કેમ કે તેમાં રુચિ છે. માટે તમારી રુચિની ચકાસણી ભાવનામાં જ થાય છે. જેને ભાવના ન ફાવે તે ધ્યાનમાં જઇ શકતો નથી. ત્યાં નવી નવી સીરીયલ નથી ચાલવાની, પણ એક જ વિષયમાં ચેતનાને ધારાબદ્ધ ગોઠવવાની છે. માટે ધ્યાનમાં જો વિષયાંતર કરો તો સ્ખલના કહેવાય. ઘણો શ્રોતાવર્ગ કહે છે કે વ્યાખ્યાનમાં એકની એક વાત રિપીટ થાય છે. તેમ ક્રિયામાં પણ એકની એક ક્રિયા શું કરવાની ? અમને રસ તો નવું નવું જાણવામાં, સમજવામાં, મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૮૮ Page #195 -------------------------------------------------------------------------- ________________ જેને પણ ધ્યાનયોગનું આલંબન લેવું હોય તેને શાસ્ત્રનું પ્રોપર ગાઇડન્સ લઇને કરવાનું છે, નહીંતર ટ્રેનીંગના નામથી ઊંધું વેતરાઈ જશે. ગીતાર્થનું માર્ગદર્શન લઈને જ કરવા જેવું છે. અમે તમને સદંતર કરવાની ના નથી પાડતા, પણ બીજી બધી આરાધનાને ગૌણ કરીને ધ્યાન કરવાનું નથી. જેમ પ્રતિક્રમણ કરવાની વાત આવે ત્યારે કહે કે “હું તો ધ્યાન કરું છું.” પરંતુ આ બધી ક્રિયામાં અણીશુદ્ધતા આવી ન હોય અને ધ્યાનમાં ચઢી જાય તે બરાબર નથી. જેમ ઘણા શું કહે, “મને ઘોંઘાટમાં પૂજા કરવી ફાવતી નથી, માટે ધ્યાન કરું છું.” પણ બધી ક્રિયાઓ સાથે અભ્યાસરૂપે અડધો કલાક ધ્યાન કરો તે બરાબર છે. અમને સાધુપણામાં પણ કહ્યું છે કે દીક્ષા પછી પૂર્વ અને મધ્ય અવસ્થામાં ચિંતન, મનન, શાસ્ત્રાભ્યાસ છે પણ ધ્યાન નથી. ધ્યાન તો સાધુજીવનની ઉત્તરાવસ્થામાં કરવાનું છે. માટે બીજી બધી આરાધના છોડીને ધ્યાનમાં સર્વ આરાધના સમાઈ ગઈ છે તેમ માનીને ઝંપલાવવાનું નથી. શાસ્ત્રમાં બતાવેલ શુક્લધ્યાન કરવા માટે તો હજુ ઘણા સ્ટેજ પસાર કરવાના છે. આ તો અભ્યાસરૂપે કહેવાશે. સભા - અભ્યાસરૂપે ધ્યાનમાં શું કરવું? સાહેબજી :- જૈન શાસનમાં ધ્યાન પર વોલ્યુમોનાં વોલ્યુમો ભરાય તેટલાં શાસ્ત્રો છે. એના ઘણા જ ભેદો છે. ચાર લાખ બેંતાલીશ હજાર ત્રણસોને અડસઠ ભેદો છે. સમગ્રતાથી ચિત્તની શુદ્ધિ કરવા આ છેલ્લું સ્ટેજ છે. પરમપદ પામવા માટે ધ્યાનને શરણે જવાનું છે. તેમાં હઠયોગ, રાજયોગ, દ્રવ્ય સમાધિ, ભાવ સમાધિ આવી જાય તેવું વિસ્તૃત વર્ણન છે. પણ તમે મુંઝાઈ ન જાઓ તે માટે હું સેન્ટરલાઇન બતાવવા માંગુ છું, જેના પર રાજમાર્ગ સ્થપાયેલો છે. સૌથી પહેલાં પૂર્વભૂમિકારૂપે ચિંતન અને ભાવના આ બે સ્ટેજને આત્મસાત્ કરવાના છે. અત્યારે ઘણા ધ્યાનની વ્યાખ્યા કરે છે કે ચિત્તની એકાગ્રતા આવી એટલે ધ્યાને આવ્યું, પણ તે બરાબર નથી. આવી વ્યાખ્યા કરનારને પૂછો કે તમે કોઇપણ વસ્તુનો વિચાર કરો છો ત્યારે તમારું મન તેમાં જ પરોવાયેલું હોય છે ને ? તમારા જીવનમાં એવું કાંઇપણ બન્યું છે કે એકાગ્ર થયા વગર તમને કોઈ વસ્તુનું જ્ઞાન થયું હોય ? પણ આ એકાગ્રતા તો ઉપયોગ કહેવાય. આમ ચોવીસે કલાક જીવનો ઉપયોગ તો ચાલુ જ છે. માટે શું એમ કહેવાય કે બધા ચોવીસે કલાક ધ્યાન કરે છે ? માટે આ ધ્યાનની સાચી વ્યાખ્યા નથી. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૮૯ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #196 -------------------------------------------------------------------------- ________________ મહાપુરુષો, તીર્થંકરો, તીર્થો, સાક્ષાત્ તીર્થંકરો જે સમવસરણમાં બિરાજમાન હોય છે, આવાં ઘણાં શુભ આલંબનો લઇ શકાય છે. જેમ નવકારનું આલંબન લીધું તેમાં એક એક પદ પર ચિંતન કરવાનું છે. પહેલું પદ લીધું ત્યારે તેનું જ ચિંતન કરવાનું. તેમાં બીજું, ત્રીજું કે ચોથું પદ ઘૂસી ન જવું જોઇએ. જે વિષય લીધો હોય તેના ઊંડાણમાં જ આગળ વધવાનું છે. જેમ અરિહંતનું સ્વરૂપ, તેમના ગુણો, તેમનું જીવન, તેમના ભાવો, તેમની સાધના, એમ તેના પેટાભેદોમાં આગળ આગળ ચાલ્યા જવાનું. જો તમે આ રીતે પ્રેક્ટીસ પાડશો તો આગળ વધી શકશો. તમે આ રીતે પ્રેક્ટીસ કરશો તો બુદ્ધિ-પ્રજ્ઞામાં સુબદ્ધતા ચોક્કસ આવશે. મનને ધારાબદ્ધ વિચારવાની ટેવ પડશે. ધ્યાનથી મનોબળ-વિચારશક્તિ-એકાગ્રતા વધે છે. તેનાથી તમને સંસારમાં પણ લાભ થાય છે. તેનો સદ્ઉપયોગ કરવો કે દુરુપયોગ કરવો તે જુદી વાત છે. અત્યારે તમારા મનમાં સુબદ્ધતા નથી, કારણ શુભધ્યાનની ટેવ નથી. ચિંતન-ભાવના વગરના જીવો સંસારમાં પણ અસ્તવ્યસ્ત જીવનારા હોય છે. શરીરને પણ કેળવ્યું ન હોય તો પ્રસંગે તે યોગ્ય રીતે ઉપયોગમાં નથી આવી શકતું. ઘણા ૪ કલાક સળંગ બેસીને કામ પણ કરી શકતા નથી. અહીંયાં મન કેળવવાનું છે. કેળવાયેલું મન સાધન તરીકે ખૂબ જ ઉપયોગી છે. સાયન્સ પાસે શુભ અને અશુભ ધ્યાનની વ્યાખ્યા નથી પણ તેઓ ધ્યાનને તો માને છે. આજે તો મોટી મોટી કંપનીઓમાં એક્ઝીક્યુટીવોને પણ ધ્યાનની પ્રેક્ટીસ અપાય છે. કારણ કે તેનાથી સ્ટાફની એફીસીયન્સી(કાર્યક્ષમતા) વધી જાય છે. ફોરેનમાં આવું ઘણું ચાલે છે. ભૌતિક દૃષ્ટિએ ધ્યાન ઉપયોગી છે, માટે કરે છે; પણ તે અશુભધ્યાન છે, તે ધ્યાનશક્તિનો દુરુપયોગ છે, પરંતુ મહત્ત્વ છે, લાભ છે માટે અપનાવે છે. ચિંતન માટે અંતઃકરણને મૈત્ર્યાદિ ભાવોથી વાસિત કરવાનું છે : શુભ ચિંતન કરવું એટલે માત્ર કોઇ વિષયમાં ધારાબદ્ધ તન્મય થવું તે નથી, તે તો ફક્ત શુષ્ક બુદ્ધિની કસરત થઇ. દુનિયાના ગમે તે વિષયમાં કરાતું શુભ ચિંતન તો રસવાહી જ હોય. જેમાં આંતરિક મૈત્ર્યાદિ શુભ પરિણામો પ્રગટતા નથી, તે શુભ ચિંતન જ નથી. તેનો અર્થ એ થયો કે તમે સંસારમાં પણ અશુભ ચિંતન ક્યારે કરી શકો, કે જ્યારે તમને વિષય-કષાયમાં આસક્તિ હોય, આકર્ષણ હોય, સંસારમાં રસ હોય, તો ૧૯૦ ********* મનોવિજય અને આત્મશુદ્ધિ Page #197 -------------------------------------------------------------------------- ________________ જ તમે સંસારનું ચિંતન કરી શકો છો. જેમ ખાવાનું ચિંતન ક્યારે થાય ? જો ખાવામાં આસક્તિ હોય, ટેસ્ટની વૃત્તિ હોય તો જ તે વાનગીઓનું ચિંતન થઈ શકે છે. માટે સંસારમાં પણ ચિંતન કરવા ભોગનાં આકર્ષણ, રસ, આસક્તિ, ઇચ્છા અતૂટ જોઈએ છે. તેની જેમ અહીંયાં પણ ધર્મમાં આકર્ષણ, ઇચ્છા, રસ, રુચિ જોઇએ. આત્માનું ચિંતન કરવા આત્મામાં રસ જોઇએ. શુભ ચિંતન કરવા માટે સાંસારિક ભાવોથી પર થવું જોઇએ. એટલો ટાઇમ સારા વિચારોમાં રહેવું તેટલું જ ન જોઈએ, પણ એટલો ટાઈમ સંસારના વિષયોથી મન પરાઠુખ થવું જોઇએ. તમે અડધો કલાક પરમાત્માનું ચિંતન કરવા બેઠા તે વખતે, પૂર્વે જેટલા જીવો પ્રત્યે ગેરવર્તાવ કર્યા હોય તેમના પ્રત્યે ક્ષમાનો ભાવ પહેલાં જોઇએ, નહીંતર ચિંતન ન કહેવાય. શાસ્ત્રમાં લખ્યું છે કે, આવું શુભ ચિંતન કરો તો તેનાથી અસંખ્ય ક ખપે છે. તે એક અદ્ભુત ધર્મ છે. શુભ ચિંતન કર્મની નિર્જરા ને પુણ્યબંધનું સાધન છે. પૂ.આ. શ્રીહરિભદ્રસૂરિએ “યોગબિંદુ”માં લખ્યું કે, “મૈત્યાદિ યુક્ત ભાવોથી ચિંતન તેને જ અમે અધ્યાત્મ કહીએ છીએ.” કોઈ કહેશે કે અત્યારે આત્માનું કે તપધર્મનું ચિંતન કરવું છે તેમાં ક્ષમાની શું જરૂર? પરંતુ શુભનું ચિંતન કરવું હોય તો શુભભાવો પાયામાં જ જોઇશે, જેમ સંસારમાં પણ તમારે અશુભ ચિંતન માટે સંસારને અનુરૂપ ભાવો જોઇએ છે. માટે શુભ ચિંતન કરતાં પૂર્વે પ્રકૃતિમાં અશુભભાવોને કાઢીને શુભભાવોને ગોઠવવાના છે. * જેમ પિક્સર જોતા હો ત્યારે શૃંગારરસથી આકર્ષિત કેમ થાઓ છો? કારણ પિશ્ચર જોતાં પહેલાં પણ તમે કામરસિક છે. એટલે જ એમાં તમે તલ્લીન થઈ શક્યા. ત્યારે એક વિરાગી આત્માને આવા પ્રોગ્રામ દેખાડો તો કંટાળો આવે, માથું દુખવા આવે; કારણ બેકગ્રાઉન્ડમાં તેને રસ નથી, આકર્ષણ નથી, વાસના-વિકાર નથી. તેમ ધર્મનું ચિંતન પણ ક્યારે થાય ? ધર્મને અનુરૂપ ભાવો પ્રકૃતિમાં વણાય ત્યારે શુભ ચિંતન આવે. ઘણા કહે છે કે ભલે અમે સંસારમાં જે કરતા હોઇએ તે કરીએ, પણ જયારે ધર્મમાં આવીએ ત્યારે તેમાં જ એકાકાર થઈ જઈએ છીએ. પણ આ અશક્ય છે. કારણ જેને અશુભ પર રાગ છે તે શુભમાં એકાકાર થઈ શકતો નથી. માટે જ પહેલાં અંતઃકરણને શુભ ભાવોથી, મૈથ્યાદિ ભાવોથી વાસિત કરવાનું છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૯૧ Page #198 -------------------------------------------------------------------------- ________________ ઇરિયાવહિયા કરવાનું રહસ્યઃ તેથી જૈનશાસનની કોઇપણ ક્રિયા કરતાં પહેલાં “ઇરિયાવહિયા” કરવાના છે. તેમાં જગતના જીવમાત્ર પ્રત્યે ક્ષમા-મૈત્રી આવે, પ્રમોદભાવ આવે, જેનાથી હૃદયને વાસિત બનાવવાનું છે. માટે ભગવાનની ભક્તિ કરતાં પહેલાં ઇરિયાવહિયા મૂક્યું છે. ચૈત્યવંદન બોલો ત્યારે તીર્થકરની સ્તવના થાય છે, એટલે સૂત્રો દ્વારા પ્રભુની સ્તવના કરવા માટે પણ પ્રથમ ઇરિયાવહિયા મૂક્યું. કારણ શું? હૃદયને આ રીતે વાસિત નહિ કરો તો આગળની ભક્તિ-સ્તવના સાચી નહિ થઈ શકે. તેમ તમારે પૌષધમાં પણ કેટલીવાર ઇરિયાવહિયા મૂક્યા છે? ઇરિયાવહિયાના પદના ભાવો વિચારો તો ખબર પડે કે આપણા આત્માથી જગતના જીવમાત્રને નાની મોટી ઘણી અશાતા અપાઈ છે. આ બધી અશાતાની ક્ષમાપના કરવાની છે. તમે કોઈને દુઃખ આપો ને તમને શાતા મળે તે કદી બનવાનું નથી. ભલે તમે શાતા ન આપી શકો, કે અશાતાને પાછી ન લઇ શકો, પણ તેની ખરા હૃદયથી ક્ષમાપના કરી શકો છો, જેથી તમારું હૃદય કોમળ થાય. કાઉસ્સગ્નમાં પણ લોગસ્સના જાપથી મહાઉપકારી તીર્થકર ભગવંતના ગુણોની સ્તવના કરવાની છે, છતાં પણ તેમાં તમને કંટાળો આવે છે તો સમજવાનું કે સારા પ્રત્યે તમને વિરોધ છે. સભા:- જ્ઞાન નથી માટે કંટાળો આવે છે. સાહેબજી - અમે તમને કાંઈ જ્ઞાન મેળવવાની ના પાડી નથી, પણ રસ નથી માટે જ અહીંયાં જાણવાની અરુચિ છે. સંસારમાં આટલું જ્ઞાન મેળવ્યું, પણ અહીંયાં મેળવવાનું મન નથી, કારણ કે એલર્જી છે; એની ઉપયોગિતા, મહત્ત્વ, રસ, આકર્ષણ નથી. પણ સાચી ક્રિયા કરવા મનને ગુણોથી ભાવિત કરવું જોઈએ. અમુક પ્રકારના ગુણોથી જો મન ભાવિત ન થાય તો તે જીવ ચિંતન-ભાવના કરી શકતો નથી. શરૂઆતમાં મનને નવું નવું જાણવાનું મળે તો જ તે ટકવાનું છે અને પછી જ ભાવનામાં તે સ્થિર થાય છે. માટે પહેલાં નવું નવું સમજો, જાણો. અપૂર્વજ્ઞાન માટે જ સ્વાધ્યાય આદિ કરવાનો શાસ્ત્રમાં કહ્યો છે. પછી જ તેમાં આગળ વધીને ભાવના કરવાની છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૯૨ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #199 -------------------------------------------------------------------------- ________________ એકનો એક લોગસ્સ હજાર વાર બોલતાં કંટાળો ન આવે, રસ ઝરે ત્યારે તમે આગળ વધવા માટે યોગ્ય છો. જેમ સંસારપ્રેમીઓ હજારવાર મળે તો પણ વિયોગ ઇચ્છે ખરા? કારણ ત્યાં રાગ છે. પ્રભુ મહાવીરે દીક્ષા લીધી ત્યારે કાંઈ બધા શાસ્ત્રનું તેમણે જ્ઞાન મેળવી લીધું નથી. તેમને ૧૧ અંગનું જ જ્ઞાન હતું. જયારે ઋષભદેવને ૧૪ પૂર્વનું જ્ઞાન હતું. છતાં પ્રભુ મહાવીર દીક્ષા લીધા પછી શાસ્ત્રનું એક પાનું પણ ભણ્યા નથી, પણ ભણેલાનું ચિંતન, ભાવના, અનુપ્રેક્ષા, ધ્યાન કર્યું છે. આ ચાર સ્ટેજમાં તેઓ ફરતા હતા. ચિંતનથી તેઓ નીચે ના ઊતરે. જાણી લીધેલાનું રિપીટીશન(ભાવના) જ કરતા. પ્રભુ તીર્થકર હોવા છતાં, સમતાની ભૂમિકાને પામેલા હોવા છતાં પણ એકની એક વાતને રિપીટ કરતા હતા, દા.ત. “દેહથી આત્મા ભિન્ન છે,' તેનું ચિંતન તેઓ કરતા. પરંતુ સાથે સાથે પોતાના દેહની અસર પોતાના આત્મા પર થાય છે કે નહિ તેનું સતત અવલોકન પણ કરતા. ભગવાન અનાર્ય દેશમાં કર્મ ખપાવવા ગયા છે. એમને કર્મ ખપાવવાની ઉતાવળ ન હોય છતાં પણ અનાર્ય દેશમાં કેમ ગયા? કર્મ ખપાવવાના અમોઘ સાધન સમતાની ચકાસણી કરવા ગયા છે. બીજાનો દેહ પરાયો છે તેમ મારો દેહ પણ પરાયો છે. બીજાને ખીલી વાગે તો તેની વેદના એના દેહને થાય પણ મને ન થાય, એમ મારા દેહની પણ મને અસર છે કે નહિ ? માટે જયાં પરિષહ આવે ત્યાં જઈને તેઓ ઊભા રહેતા. તે રીતે પોતાની સમતાને તેઓ તાવતા હતા. જો કર્મ ખપી ગયાં તો તેમને હર્ષ ન થાય અને જો કર્મ ન ખપે તો તેમને શોક ન થાય. કારણ તેઓ સમતાની ભૂમિકામાં છે. અત્યારે આપણે આ સ્ટેજ નથી. આપણે બોલીએ કે આત્મા-દેહ જુદા છે, પણ દેહની અસરથી આપણે નિર્લેપ નથી થવાના. એમના ને આપણા સ્ટેજમાં ઘણો તફાવત છે. ભગવાન પણ ચિંતન અને ભાવનાથી ધ્યાન પામ્યા, તેથી ભાવનાઓને ધ્યાનના પ્રાણ કહ્યા છે. માટે જેને ધર્મમાં પુનરાવર્તન ન ફાવે તેને માટે ઊંચો ધર્મ નથી. કેટલાકને એમ કે “શું દર વર્ષે આ જ કલ્પસૂત્ર ને આ જ બારસાસૂત્ર સાંભળવાનું?” હવે આવું નહિ થાય ને ? પરંતુ પરંપરાગત વ્યાખ્યાનમાં રસ ઊડી ગયો છે, માટે જ તમે બધા વ્યાખ્યાનમાળામાં જતા થઈ ગયા. પરંતુ ભૂતકાળમાં શ્રાવકો કલ્પસૂત્રના મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૯૩ Page #200 -------------------------------------------------------------------------- ________________ હરેક શબ્દ સાંભળતા. એ જાણતા કે આ શબ્દના શ્રવણથી મહાલાભ છે. ૧૪ પૂર્વધરોએ રચેલા મહામંત્રમય શબ્દો છે. માટે એટલી શ્રદ્ધાથી સાંભળે કે અંદરથી દિલ ભાવિત થાય. ઉપસર્ગ સાંભળતાં અંદરના દિલના તાર હલી જાય. હર વર્ષે આ કલ્પસૂત્ર સાંભળતાં પરિણામ વધવા જોઇએ, પણ ઘટવા ન જોઇએ. જેને ધર્મમાં રિપીટીશનમાં રસ નથી, ચર્વણનો આનંદ નથી તેણે ધર્મનો સ્વાદ ચાખ્યો નથી, તે નક્કી વાત છે. ભગવાન મહાવીર ૪ મહિના કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા, ત્યારે જે જાણી લીધેલું હતું તેનાથી જ વારંવાર આત્માને ભાવિત કરતા. માટે પહેલાં તમને જીવનમાં જેટલું ધર્મનું જ્ઞાન છે તેને ચિંતનના સ્ટેજ પર લાવો, પછી ભાવનાના સ્ટેજ પર, અને આ સ્ટેજ પાર કરશો પછી જ ધ્યાન આવશે. સભા - ધ્યાન કરતાં ધ્યાન બીજે જતું રહે? સાહેબજી - ધ્યાન કરતાં ધ્યાન બીજે જાય તે ઈમ્પોસીબલ છે. કારણ ચિંતન, મનન, ભાવના પછી ધ્યાન આવે છે. હા, આકસ્મિક કોઇ એવું નિમિત્ત મળે અને ધ્યાન બીજે ચાલ્યું જાય તે જુદી વસ્તુ છે, પણ એમ ને એમ ધ્યાન બીજે જાય તે ધ્યાન નથી, પણ ખાલી સારા વિચારો છે. તે તો ફક્ત ધ્યાનની ભ્રમણા છે. લો લેવલને તમે હાઈ લેવલ માની લીધું છે. જેમ દેહ અને આત્માને જુદા માનો એટલે શું સમકિત આવી જાય ? દેહ અને આત્માને જે જુદા માને તે તો આસ્તિક છે, એટલે બધા આસ્તિક શું સમકિતી છે ? પણ ધ્યાનને સમજાવવા માટે દષ્ટાંત આપવું હોય તો આ પ્રમાણે અપાય. દા.ત. આ મન-વચન-કાયાની શક્તિ પુણ્યયોગે મળેલી છે. ૮૪ લાખ જીવાયોનિમાં ન મળે તેવી આ શક્તિ છે. હવે તેમાંથી આપણે અમુક ટકા જ જીવનમાં વાપરીએ છીએ. સતત સતેજતા અને સક્રિયતાથી આપણે કામ કરતા નથી. જેમ કે તમે એમ ને એમ બેઠા બેઠા ગપ્પાં મારો ત્યારે તમારી માનસિક શક્તિ અમુક ટકા જ રોકેલી હોય, અને તેના બદલે તમારા ઘરમાં કોઈ કોયડો આવે ત્યારે તેને ઉકેલવામાં કેટલી સતેજતાશક્તિ વાપરશો? તેમ ઊંઘમાં પણ સતેજતા ઓછી હોય છે. માટે બધે મન-વચનકાયાની સમાન સતેજતા નથી. તેમ શારીરિક ક્રિયામાં પણ તમે પથારીમાં પડ્યા છો * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * જ કે એક જ ૧૯૪ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #201 -------------------------------------------------------------------------- ________________ ત્યારે, શારીરિક ક્રિયા રુટીન પ્રમાણે ચાલે છે, એટલે હાર્ટ-કીડની ચાલુ છે, માટે તે વખતે તમે શરીરથી સાવ નિષ્ક્રિય નથી. સૂવામાં પણ ટટ્ટાર થઇ સૂઓ ત્યારે કેટલી સક્રિયતા? બેઠા થાઓ ત્યારે? પછી ઊભા થાઓ ત્યારે? પછી ચાલવા લાગી ત્યારે? અને આગળ વધીને ઝડપથી ચાલો ત્યારે ? અને પછી દોડો ત્યારે ? અને મુદ્દીવાળીને દોડો ત્યારે કેટલી સક્રિયતા ? માટે જેમ પુરુષાર્થ વધે તેમ શરીરની સક્રિયતા વધે છે. તેમ ધ્યાનમાં મન-વચન-કાયાના યોગની અતિશય સક્રિયતા છે. અત્યારે તો જીવનમાં આપણે સાવ માંદલા જ ફરતા હોઈએ છીએ. એટલે મન-વચન-કાયાની શક્તિ ઘણી જ આઇડલ પડેલી હોય છે, જ્યારે ધ્યાનમાં શક્તિ આઇડલ પડેલી ન હોય. સભા - ધ્યાનમાં મન-વચન-કાયયોગ કઈ રીતે ? સાહેબજી - ધ્યાનમાં ત્રણે યોગ સતેજ છે. તમે સૂક્ષ્મ વચનયોગને સમજો . કાઉસ્સગ્નમાં લોગસ્સ ગણતા હો ત્યારે હોઠ પણ ફફડાવાય નહિ, જીભ હલાવાય નહિ, માટે તે વખતે વ્યક્ત વાણીનો ઉચ્ચાર ન હોય; પણ અંદરમાં જલ્પરૂપે સૂત્ર ગણો છો ત્યારે, લોગસ્સના શબ્દો આંતરધ્વનિરૂપે પેદા થાય છે, તે તમે પોતે સાંભળી શકો છો; માટે તેનો અર્થ શું કે વાણીનો આંતરિક પ્રયોગ ચાલુ છે. અંદર મધ્યમાં વાણીનો પ્રવાહ ચાલુ છે, તેવી જ રીતે મંત્રાક્ષરોના જાપમાં સૂક્ષ્મ નાદરૂપે ધ્વનિનાં સ્પંદનો પ્રવર્તે છે, તેને આપણે પરાધ્વનિ કહીએ છીએ. આમ, બધા યોગની સૂક્ષ્મ અસરો શાસ્ત્રમાં બતાવી છે. શ્રાવ્ય ધ્વનિ કરતાં અશ્રાવ્ય ધ્વનિની હજારો ગણી તાકાત હોય છે. અત્યારે જોરથી અવાજ કરીને ભીંતમાં તિરાડ પાડવી હોય તો તમે ના કરી શકો. પણ શાસ્ત્રમાં છે કે મહાવીર પ્રભુને કાનમાંથી ખીલા કાઢ્યા તે પ્રબળ ઉપસર્ગ હતો. તેમાં પારાવાર વેદના થઈ છે. તેના જેવી વેદના તેમને જીવનમાં ક્યારેય કોઈ ઉપસર્ગમાં નથી થઈ, પગમાં ખીર રાંધે છે ત્યારે પણ નહિ. પણ આ વેદના વખતે પ્રભુ ધ્યાનમાં છે, છતાં અસહ્ય વેદના થતાં તેમની ચીસ નીકળી ગઈ અને તેનાથી પર્વતની શિલા ફાટી ગઈ, સમુદ્રો ખળભળી ગયા. સ્થૂલ ધ્વનિમાં પણ આટલી તાકાત છે તો સૂક્ષ્મ ધ્વનિમાં તો કઈ ગણી તાકાત છે. જ જ કરી કે * * * * * વોર * * * * * * * * * * * * કે એક વાર તો ર જે ક જ ર ક ક ક ક ક ક ક મનોવિજય અને આત્મશુદ્ધિ ક ક ક ક કે ૧૯૫ Page #202 -------------------------------------------------------------------------- ________________ વાસુદેવો શંખનાદ કરે ત્યારે સામેનું સૈન્ય બેભાન થઈને પડી જાય. પણ આપણી પાસે આવી શક્તિ નથી. કારણ અત્યારે આપણી પાસે તેવું સંઘયણબળ નથી. અત્યારે વિજ્ઞાન પણ સૂક્ષ્મ ધ્વનિની તાકાત બતાવતાં કહે છે કે ન સંભળાય તેવા પ્રકારનો અશ્રાવ્ય ધ્વનિ જો આજુબાજુ ફેલાવે તો કાચી સેકન્ડમાં આખું મકાન તૂટીને કાટમાળમાં ફેરવાઈ જાય. તમારા જાપનું ફળ કેમ નથી મળતું? અત્યારે તમારે જાપ નાદરૂપે છે? અત્યારે ઘણા તો હોઠ ફફડાવીને જ જાપ કરતા હોય છે, માટે જ ફળ મળતું નથી. ધ્વનિના વિખરી, મધ્યમાં આદિ ભેદો શાસ્ત્રમાં પાડેલા છે. સભા :- પ્રાણાયામ જરૂરી ખરો ? સાહેબજી :- બધા સાધક માટે પ્રાણાયામ જરૂરી નથી. અત્યારે ઘણા ૪ કલાક પલાંઠી વાળીને બરાબર બેસી શકતા હોય છે, જ્યારે ઘણાને વા, સાંધાની તકલીફ હોવાના કારણે દવા લઈને રોગ કાઢવો પડે છે; પછી પલાંઠી વાળીને આરાધના કરી શકશે. તો શું આરાધના માટે બધાને દવા લેવી પડે ? તેમ બધા સાધકોને પ્રાણાયામ જરૂરી નથી. પણ જેનું મન સ્થિર ના રહેતું હોય તેના માટે આવશ્યક છે. હકીકતમાં ધ્યાનમાં જવું હોય તેને માટે સીધો રસ્તો શુભ આલંબન લઇ ચિંતન ચાલુ કરવાનો છે. તેના માટે તેને જે સ્થાન સારું લાગે તે પસંદ કરી લેવાનું છે. તે સ્થાને બેસીને તમને ફાવે તેવો શુભ વિષય, જેમાં તમને માહિતી વધારે હોય તે પસંદ કરવાનો. પછી તેમાં તમે આંખો મીંચીને કરો કે આંખો ખુલ્લી રાખીને કરો પણ વિષય શુભ લેવાનો, જેનાથી તમને શુભ ભાવોની અભિવૃદ્ધિ થાય. આ જ ધ્યાનમાં જવાનો પ્રારંભિક રાજમાર્ગ છે. એકલા મનનો ઉપયોગ તે ધ્યાન નથી, પણ મન-વચન-કાયાનો સમગ્રતાથી ઉપયોગ તેનું નામ ધ્યાન છે. અત્યારે આપણે ઘણા જ નિષ્ક્રિય છીએ. સ્ટોકમાં શક્તિ ઘણી જ છે, પણ ઉપયોગરૂપે પ્રવર્તમાન ઓછી છે. સામાન્ય રીતે માંદો માણસ શું કહે છે કે ઉઠાતું નથી, ચલાતું નથી, ટેકો આપશો તો જ ઊઠી શકીશ, ચાલવા પણ લાકડી જોઇશે. માટે કોઈ દોડવાનું કહે તો તે ના જ પાડી બેસે. ૧૯૬ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #203 -------------------------------------------------------------------------- ________________ એક વખત એક સાઈકાટ્રીસ્ટ(મનોચિકિત્સક) ડોક્ટરે પ્રયોગ કરેલો. પેશન્ટો કહે કે ડોક્ટર ! અમારાથી ચલાતું નથી, ઊભા નથી થવાતું. ત્યારે ડોક્ટર કહે કે કસરત કરો. પણ પેશન્ટોએ તો તેમની તદ્દન અશક્તિ બતાવી. ડોક્ટરને મનમાં વિચાર આવ્યો કે આ લોકો મનથી ભાંગી પડ્યા છે કે વાસ્તવમાં જ ક્રિીપલ્ડ છે? તે જાણવા તેમણે પ્રયોગ તરીકે એક વખત ઓચિંતા રાડો પાડીને કહ્યું કે મકાનમાં આગ લાગી છે, માટે દોડો, દોડો. હવે આ વખતે પથારીમાંથી ઊભા નહિ થનારા કેટલાય ભાગવા માંડ્યા. કંપાઉન્ડની બહાર પહોંચી ગયા. ડોક્ટરે તેમને પૂછ્યું કે તમને અહીંયાં કોણ લાવ્યું? એટલે હકીકતમાં અંદર ઘણી જ તાકાત છે. તેની જેમ આપણે જીવનમાં ૧૦૦% શક્તિને કામે લગાડતા નથી, જ્યારે ધ્યાનમાં તો બધી શક્તિ કામે લગાડવાની છે. ધ્યાનમાં પરિશ્રમ તીવ્ર છે, રીલેક્સેશન-આરામ નથી. ક્ષપકશ્રેણિ માંડનારને થાક કેટલો લાગે ખબર છે? સ્વયંભૂરમણ સમુદ્ર કોઈ માણસ હાથથી તરે, તેને જેટલો થાક લાગે તેના કરતાં અધિક થાક ક્ષપકશ્રેણિ માંડનાર શુક્લધ્યાનના બે પાયા પાર કરનારને લાગે છે. તે વખતે વીર્યનો ધોધ વહે છે. માટે જ આવા ઊંચા ધ્યાનમાં જવા માટે પહેલું સંઘયણ બળ જોઇએ. તીવ્ર શુભભાવો કરવા માટે પણ શરીરબળ જોઈએ. અત્યારે સાતમી નરકે નથી જવાતું, કારણ એને અનુરૂપ એવા તીવ્ર અશુભભાવો કરવાની તમારી શક્તિ નથી. એક કાકા અને ભત્રીજો સાથે રહેતા હતા. તેમને એક વખત સખત ઝઘડો થયો. મારામારી પર આવી ગયા. તેમાં કાકાને એટલો આવેશ આવ્યો કે ગુસ્સાથી તેમનું હાર્ટ ફેઇલ થઈ ગયું. આ રીતે મર્યા તો તેમનું પરલોકમાં શું થયું હશે ? આવા મૃત્યુમાં જો તીવ્ર ધર્મશ્રદ્ધા હોય તો દુર્ગતિપાતમાંથી બચાવ થઈ જાય, પણ જો ધર્મી ના હોય તો તેને તો સદ્ગતિ ના જ મળે . તીવ્ર શુભ કે અશુભ ભાવો પણ સહન કરવાની શરીરમાં શક્તિ હોવી જોઇએ. માટે ધ્યાનમાં શરીરબળ પણ વપરાય છે. એટલે ત્રણે પ્રકારના યોગની સક્રિયતાની ધ્યાનમાં જરૂર છે, અને આને આપણે છબસ્થધ્યાનની અવસ્થા કહીએ છીએ. જયારે કેવલજ્ઞાનીઓ માટે તો મન-વચન-કાયાના યોગોનો નિરોધ એ ધ્યાન છે. તેથી એ ક ક છે * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * રીત : મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૯૭ Page #204 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાર્ગમાં છદ્મસ્થ અને કેવલજ્ઞાનીના પુરુષાર્થની દિશાઓ જુદી છે. અત્યારે શુક્લધ્યાન નથી, માત્ર ધર્મધ્યાન છે. તેના પણ લાખો ભેદ છે. પણ સેન્ટર લાઇન તરીકે આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય, આ ચાર પ્રકારનાં ધ્યાન ઉપયોગી ને મહત્ત્વનાં છે. આજ્ઞાવિચય એટલે તીર્થંકરની આજ્ઞા શું છે તેનું ઊંડાણથી ધ્યાન કરવું. એ ટુ ઝેડ (પહેલેથી છેલ્લે સુધી) આજ્ઞા શું છે તે ખબર હોવી જોઇએ. આ બહુ જ વિસ્તૃત વિષય છે. ખાલી આના પર જ ચાર મહિના સુધી મજેથી ધ્યાન કરી શકાય. સભા :- ‘ગીતાર્થ ગંગા'માંથી આના પર પુસ્તકો આવશે ? સાહેબજી :- હા, ચોક્કસ આવશે. ધ્યાનમાર્ગ સાંગોપાંગ આવશે. અપુનબંધક અવસ્થાથી માંડીને શૈલેશીકરણની અવસ્થા સુધી પ્રભુની શું આજ્ઞા છે, તેનું ધ્યાન આજ્ઞાવિચય. ભગવાનની આજ્ઞા સંયોગભેદે, વ્યક્તિભેદે, ભૂમિકાભેદે બદલાય છે. માટે આજ્ઞામાં ઘણું વ્યાપક વૈવિધ્ય છે. જિનાજ્ઞા સમજવી ૨મત વાત નથી. દા.ત. અન્ય ધર્મમાં રહેલ મુમુક્ષુ આત્મા હોય તેને મહાદેવ આદિની પૂજા કરવી એવી આજ્ઞા છે, જ્યારે તમારા માટે આવી આજ્ઞા નથી, તમે મુમુક્ષુ હો તો પણ. તમારા માટે જુદી આજ્ઞા આવશે. માટે જિનાજ્ઞા સમજવા વિવેકની, મહાબુદ્ધિની જરૂર છે. હિંસા ક્યાં કરવી ? અહિંસા ક્યાં કરવી ? રાગ-દ્વેષ ક્યાં કરવા ? રાગ-દ્વેષ ક્યાં છોડવા ? સદાચાર ક્યાં પાળવા ? કયા ગૌણ કરવા ? આ બધો ખ્યાલ જોઇએ. ભગવાન ૧૨૫ વર્ષમાં એકે અક્ષર ભણ્યા નથી, તો તેમણે શું કર્યું ? તેઓ પારણાના દિવસે ૨૧ કલાક ધ્યાન કરતા, તે સિવાય ૨૪ કલાક ધ્યાન કરતા. જે શુભધ્યાનમાં ઊતરે તેને પછી બીજે ક્યાંય આનંદ ન આવે. આ ચાર ધ્યાનનો વિષય વિશ્વવ્યાપી છે. ધ્યાનનું ફળ સમાધિ છે. ધ્યાનની પરાકાષ્ઠા આવે ત્યારે સમાધિ આવે. જેના આત્મામાંથી વિકલ્પાત્મક કષાયનો મૂળમાંથી વિચ્છેદ થયો, તેનાથી તે આત્માને સમાધિ મળે. મોક્ષમાર્ગમાં આવેલ જીવો સમાધિમરણને પામે છે, જ્યારે શુભલેશ્યા તો મોક્ષમાર્ગની બહાર રહેલા જીવો પણ પામી શકે છે. મોક્ષમાર્ગની બહાર રહેલાની મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૯૮ Page #205 -------------------------------------------------------------------------- ________________ સદ્ગતિ થાય તે શુભલેશ્યાથી થાય છે. તે દ્રવ્ય સદ્ગતિ છે જ્યારે મોક્ષમાર્ગમાં રહેલાનું જે સમાધિમરણ થાય, તેનાથી જે સદ્ગતિ પ્રાપ્ત થાય તે ભાવ સદ્ગતિ છે. દ્રવ્ય સદ્ગતિથી આત્મકલ્યાણ થતું નથી. આપણે અનંતીવાર દેવલોકમાં જઇ આવ્યા, પણ આત્મકલ્યાણનું સાધન બને તેવું નહોતું, કારણ તે દ્રવ્ય સદ્ગતિ હતી. ભાવ સદ્ગતિ એટલે અધ્યાત્મ સાથેની સદ્ગતિ. શ્રેણિક મહારાજાને નરકમાં ભાવથી સદ્ગતિ છે, દ્રવ્યથી દુર્ગતિ છે. આ દુર્ગતિથી તેમના આત્માને નુકસાન થવાનું નથી. કારણ ? જેમ ચોખા બે પ્રકારના હોય છે. તેમાં એક સ્ફટીક જેવા હોય છે. તેમને રાંધો તો ગંધાય ખરા ? તે વજ્રતંદુલ છે. તેમ સમ્યગ્દષ્ટિ કેવો હોય ? કે તે દુર્ગતિમાં જાય ત્યારે તેનાં શરીર-મનને દુનિયાનાં દુઃખો અસર કરી શકે, પણ તેના આત્માને કોઇ અસર ના કરી શકે (દુઃખ ન આપી શકે) તેથી તેને ભાવથી સદ્ગતિ કહેવાય છે. સભા :- સમાધિ પામેલા પ્રભુ પાર્શ્વનાથનો જીવ દુર્ગતિમાં કેમ ગયો ? સાહેબજી :- અંત સમયે સમાધિ ચૂકી ગયો તેથી. પાર્શ્વનાથ પ્રભુનો જીવ મરીને હાથીના ભવમાં ગયો, કારણ તે વખતે કમઠે શું કરેલું ? તેઓ જ્યારે ક્ષમા માંગવા ગયા, ત્યારે પથરો માથામાં મારીને તેમને મારી નાંખ્યા. તે વખતે તેમને વિહ્વળતા આવી ગઇ ને સમાધિ હારી ગયા. માટે મોક્ષમાર્ગમાં જીવ હોવા છતાં આર્તધ્યાનના કા૨ણે અસમાધિમરણજન્ય દુર્ગતિ પામી શકે છે. જિનાજ્ઞા વિરુદ્ધ કે પૂજ્યશ્રીના આશય વિરુદ્ધ કાંઇ પણ છપાયું હોય તો મિચ્છા મિ દુક્કડં. મનોવિજય અને આત્મશુદ્ધિ **** ૧૯૯ Page #206 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા થી પ્રકાશિત ગ્રંથો વિવેચક યોગવિંશિકા શબ્દશઃ વિવેચેન અધ્યાત્મઉપનિષત પ્રકરણ શબ્દશઃ વિવેચન શ્રાવકના બારવ્રતોનાં વિકલ્પો યોગદષ્ટિ સમુચ્ચય સદ્ગતિ તમારા હાથમાં ! કર્મવાદ કર્ણિકા દર્શનાચાર શાસનસ્થાપના અનેકાન્તવાદ પ્રશ્નોત્તરી ચિત્તવૃત્તિ ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ આશ્રવ અને અનુબંધ મનોવિજય અને આત્મશુદ્ધિ ભાગવતી પ્રવ્રજ્યા પરિચય વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ આરાધક વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ભાવધર્મ (પ્રણિધાન) પ્રવીણભાઈ માતા પ્રવીણભાઇ મોતા યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. સ્વ. મોહજિતવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. પ્રવીણભાઇ મોતા પ્રવીણભાઈ માતા પ્રવીણભાઈ માતા પ્રવીણભાઇ મોતા પ્રવીણભાઇ મોતા યુગભૂષણવિજયજી મ.સા. ૨૦૦ મનોવિજય અને આત્મશુદ્ધિ Page #207 -------------------------------------------------------------------------- ________________ Page #208 -------------------------------------------------------------------------- ________________ મુખપૃષ્ઠ-ચિત્રમાં વ્યક્ત થતી ખૂબીઓ હઠયોગ. સાધનાનો આડો માર્ગ. સાધનાનો સીધો માર્ગ. સ્વસ્તિક તરફ બતાવેલ આઠ સાધક. સ્વસ્તિક. સ્વસ્તિકની નીચે રહેલ ‘શ્રી’ અને ‘ૐ’. રાજયોગ. યમ-નિયમ આદિ આઠ પ્રકારના હઠયોગના માર્ગમાં મનોવિજય કરી રહેલ સાધક. આત્મશુદ્ધિ વિનાના મનોવિજયનું અંતિમ ફળ- ચતુર્ગતિરૂપ સંસાર. 'સિદ્ધ કરેલાં હઠયોગનું તાત્કાલિક ફળ ભૌતિક રિદ્ધિ-સિદ્ધિ. (રાજયોગના માર્ગસ્વરૂપ 11 ગુણશ્રેણી | ચઢીને આત્મશુદ્ધિ કરી રહેલ સાધકો. આત્મશુદ્ધિનું મુખ્ય ફળ મોક્ષ. આત્મશુદ્ધિનું આનુષંગિક ફળ ભૌતિક રિદ્ધિ-સિદ્ધિ. બીજના ચંદ્ર તરફ બતાવેલ 11 સાધકો. બીજનો ચંદ્ર. બીજના ચંદ્રની નીચે અને 11 સાધકોની બાજુમાં રહેલ ‘શ્રી’ અને ‘ૐ’.. મધ્યમાં બતાવેલ અલગ અલગ કદનાં વર્તુળો. પ્રત્યેક જીવના અધ્યવસાયના પાંચ વિભાગો, અને તે વિભાગોનો કમબંધમાં ફાળો દર્શાવતું કદ. 'વિચારો નામના અધ્યવસાયને સૂચવતો રંગ. માન્યતા નામના અધ્યવસાયને સૂચવતો રંગ. પરિણતિ નામના અધ્યવસાયન સૂચવતો રંગ. યોગ્યતા નામના અધ્યવસાયને સૂચવતો રંગ. સંસ્કાર નામના અધ્યવસાયન સૂચવતો રંગ. નીચેના ખૂણામાં રહેલો સાધક. મનોવિજય અને આત્મશુદ્ધિશૂન્ય ધર્મનો સાધક. પ્રકાશક Serving JinShasan A 5, જૈન મર્ચંટ ડી, અમદાવાદ-૭. 103389 gyanmandir@kobatirth.org HE સૂર્યા ઓસેટ, આંબલી ગામ, સેટેલાઈટ-બોપલરોડ, અમદાવાદ-૫૮.