SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ આ બધું બરાબર વિચારો તો જીવ ભડકી જાય તેમ છે. અનંત જન્મના સંસ્કારો રૂઢ થયા છે, ઘૂંટી ઘૂંટીને ભેગા કરેલા છે. વિચારો, તાજું જન્મેલું બાળક અબૂઝ-બુદ્ધ હોય છે, પરંતુ અંદર બધી વૃત્તિ પડી હોય છે. તેને ભાષા, ખાતાંપીતાં બધું શીખવાડવું પડે, પણ ગુસ્સો કેમ કરવો, રાગદ્વેષ કેમ કરવા તે શીખવાડવું નથી પડતું, વગર ભણાવે આવડે છે ને ? સ્કૂલ, કોલેજોમાં શિક્ષણ અપાય છે, પણ ક્રોધ કેમ કરવો, રાગદ્વેષ કેમ કરવા તેની ટ્રેનીંગ સ્કૂલકોલેજોમાં અપાય છે ? ના, કારણ અનંત કાળની પડેલી વૃત્તિઓ છે, તેને સલાહ-સૂચનની જરૂર નથી. નિમિત્ત મળે ને તરત જ વિકસી જાય છે. આ જગતમાં જન્મે ત્યારથી જીવ અનંતા જન્મના સંસ્કારો સાથે લઇને જ જન્મે છે, પવિત્ર કે નિર્દોષ મનવાળા કોઇ જન્મતા જ નથી. ઘણા બોલે છે ને કે બાળકો નિર્દોષ છે, પરંતુ બાળક નિર્દોષ નથી, પણ અવિવેકી ને મૂઢ છે. બાળકોમાં ક્રોધ-કામ-ઇર્ષા વગેરે કષાયોની વૃત્તિ વિકસિત નથી, કારણ અબુધતા અને મૂર્ખાઇ છે, પરંતુ તે કાંઇ નિર્દોષતા નથી. નિર્દોષ કદી જન્મે નહિ અને જન્મે તે કદી નિર્દોષ હોય નહિ. આ કુદરતમાં એમ ને એમ સજા કદી થાય નહિ. જન્મવું તે મોટામાં મોટી સજા છે. જન્મ એ નિયમા દુઃખ-શોક-સંતાપનું મૂળ જ છે. તમે તેને ઉજવણીનો અવસર માની લીધો છે. તમે જન્મને વધાવો છો અને મોતથી ગભરાઓ છો. તમને મૃત્યુનો ભય વધારે છે કે જન્મનો ભય વધારે છે ? પરંતુ મોત એ જન્મનું ફળ છે. મરેલાને જન્મ નક્કી નથી. જો મરતાં આવડે તો અજન્માપણું પામી શકાય છે. તીર્થંકરો પણ જન્મે એટલે તેમને મૃત્યુ પામવું પડે. પરંતુ તેમની સાધનાથી મૃત્યુ પછી તેઓ અજન્માપણું પામે છે. જન્મ એ જ કર્મની સજા છે અને સજા દોષિતને જ થાય. અનંત જન્મના દોષના ફળસ્વરૂપ આ ભવમાં જન્મ મળ્યો છે. માના પેટમાં કાંઇ રાજીખુશીથી કોઇ પ્રવેશે તેમ નથી. નવ મહિના ઊંધે માથે માના પેટમાં લટકો છો, તે શું તમારી મરજીથી રહો છો ? કે પછી કર્મ ખોસી રાખે છે માટે રહો છો ? મહાપુરુષોના જન્મ પણ ઊંધે માથે થાય છે. આવી પરિસ્થિતિ આત્મા કાંઇ સહજપણે સ્વીકારે ખરો ? પરંતુ આ તો સજા છે, કર્મની મજબૂરીથી છે, માટે પરાણે સ્વીકારવું પડે છે. સમતામાં રહેલા મહામુનિઓ અને વીતરાગ મુનિભગવંતો નિર્દોષ હોય છે, પણ પંખીઓ કે બાળકો નિર્દોષ નથી. માટે જ્યારે બાળકો ખિલખિલાટથી રમતાં હોય, પંખીઓ આકાશમાં ઊડતાં હોય ત્યારે “આ લોકો કેવા નિર્દોષ આનંદને માણી રહ્યા છે” તેવું વિચારો તો તે મિથ્યાત્વનું લક્ષણ છે, કેમ કે જોવાની દૃષ્ટિ વિપરીત છે. શાસ્ત્રમાં લક્ષ્મણા સાધ્વીજીનું દૃષ્ટાંત આવે છે. તેઓ રાજકન્યા હતાં. વૈભવમાં ઊછરેલાં મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only **** ૧૦૧ www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy