SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ રસ નથી અને જયાં તમારો કંટ્રોલ નથી ત્યાં તમે ફાંફાં મારો છો; પરંતુ વાસ્તવમાં કર્મ સામે મોરચો માંડવાનો છે. તે માટે મનનું પરિવર્તન આવશ્યક છે. સંઘર્ષ કરવાથી મન બદલી શકીએ, પરંતુ તેના માટે અંદરમાં આત્મવિશ્વાસ જોઈએ. ઘણાને પ્રયત્ન કરવા છતાં બે, ચાર વાર નિષ્ફળતા મળે તો લાગે કે આમાં મારું કામ નહિ. એટલે વારંવાર મનમાં રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા આવે ત્યારે પણ લાગે કે તેને રોકવા તે મારું કામ નહિ, એ આપણા હાથમાં નથી. આવી વૃત્તિ હોવાથી જ પાણીમાં બેઠા છીએ. પરંતુ પોતાના મનની ખામીઓ કાઢવાની શક્તિ આપણા હાથમાં જ છે. આ વિશ્વાસ જગાવો તો તમારા મનના અહંકાર, માયાવી વૃત્તિ, ઈર્ષાભાવ બધું જ શાંત કરી શકો તેમ છો. ઘણા બોલે છે કે ભાઈ! મનના તોફાન સામે અમે કાંઈ કરી શકીએ તેમ નથી. પરંતુ તમે તમારા અંતરને પૂછો કે કદી પણ મન સામે દિલ દઈને સંઘર્ષ કર્યો છે ખરો? સભા:- પણ સાહેબજી! તેની સામે પ્રયત્ન કરાવે તેવું કર્મ નથી. સાહેબજી - તેની સામે પ્રયત્ન કરાવે તેવા કર્મની કોઇ જરૂરત નથી, પરંતુ તેની સામે પ્રયત્ન કરવાની ઇચ્છા, કામના, સંકલ્પબળ જોઈએ. હું પૂછું છું કે શું દુશ્મન સામે લડવા માટે દુશ્મનની ઇચ્છા જોઈએ? શું કદી પણ દુશ્મન એવી ઇચ્છા રાખે કે મારો દુશ્મન મને મારે ? માટે વિચારજો . કર્મ તો આત્મા માટે વિરોધી તત્ત્વ છે. તે આત્માનો શત્રુ છે, કાંઇ મિત્ર નથી. તમે એમ માનો કે મારે મારા વિરોધી માણસ સામે લડવું છે, પણ તેની મહેરબાની હશે તો હું લડું. આવું જે માને તેને શું કહેવાય? કર્મની તો હંમેશની એવી મહેરબાની છે કે તે તમને માયકાંગલા જ, નબળા જ બનાવવા માંગે છે. માટે જાતે જ સાબદા થવાનું છે. સભા:- પણ કષાયથી કષાય કાઢવાના નથી? સાહેબજી:- હા, પણ તેમાં બળ કોનું વાપરવાનું? આત્મા તો એ જ છે. માટે સાબદાર કોને થવાનું છે? સારો લડવૈયો શું કરે ખબર છે? તે દુશ્મનની સાથે દુશ્મનને જ બઝાડી દે. પરંતુ આ કામ કોણ કરી આપે? દુશ્મન? કે આપણે જાતે કરવું પડે? માટે તમે કષાયને કષાય સામે બઝાડી દો, ભીડાવી દો. પછી તે પરસ્પર લડશે. રાજનીતિમાં લખ્યું છે કે બળવાન શત્રુ સામે લડવા ભેદ નીતિ અપનાવવી. દુશ્મનને જ ફોડી દેવાના. સભા:- સાહેબજી ! પણ અમારા દુશ્મનને અમારે શું લાંચ આપવી? સાહેબજી :- તમે તમારા કષાયને લાંચ આપી શકો છો. તેની પણ ટેકનીકો પ્રભુએ ઘણી જ બતાવી છે. આપણે પ્રશસ્ત કષાય અને અપ્રશસ્ત કપાય માનીએ છીએ. તેમાં શુભભાવોથી ૧૧૪ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy