SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યેક વસ્તુના ગુણધર્મ દ્વારા સારી-ખરાબ વસ્તુ સમજવાની છે. કોઈ ચોર છે, તેને પેટના હિસાબે ચોરી કરવી અનિવાર્ય છે. કારણ કમાવા માટે તેની પાસે બીજું કોઈ સાધન નથી, તેથી ચોરી કરે છે, તે સારું કે ખરાબ? ચોરીનો વ્યવહાર કેવો કહેવાય? તેમાં હરામનું લેવાની વાત આવી? તમારું કોઈ પડાવી લે તો દુઃખ થાય? માટે જે ખરાબ છે તે તો ખરાબ જ છે. ભલે ગમે તેટલું અનિવાર્ય હોય, તો પણ તે સારું બનતું નથી. માટે આવશ્યક, અનાવશ્યકની વ્યાખ્યા જુદી છે અને હિતકારી અહિતકારીની વ્યાખ્યા જુદી છે. સભા:- ચોરી તેનો વેપાર જ છે ને? સાહેબજી - સામાજિક દષ્ટિએ ચોરી ખરાબ છે. જેમ ચોરીમાં હરામનું પડાવી લેવું તે ખરાબ છે, તેમ વેપાર ગમે તેટલો અનિવાર્ય હોય, પણ જેમાં બીજા જીવોને ત્રાસ આપવાની, લૂંટી લેવાની ભાવના આવતી હોય તેને વાજબી કેમ કહેવાય? કોઈ પોતાની જરૂરિયાતના કારણે તમને ત્રાસ આપે તો તમે તેને સારું ગણો ખરા? એક માણસને ૧૦૦ રૂ. ધારો કે દવા કરવા જોઇએ છે, બીજી કોઈપણ રીતે મળે તેમ નથી, તો રસ્તામાં આવી તમારા ખિસ્સામાંથી ઉપાડી લે તો તે સારું કહેવાય? ભલે અનિવાર્ય સંયોગોમાં કર્યું હોય, તો પણ તે વ્યવહાર શું સારો કહેવાય? તેને બહુ જ જરૂર હોય તો તે માંગી શકે છે, પણ સીધી ચોરી કરે તેને વાજબી કહેવાય? હિંસા, ચોરી, અસત્ય બધા અધર્મો જ છે. જ્યાં હિંસા, ચોરી આદિ હોય ત્યાં તેને પાપ જ કહેવું પડે અને તમે તે ન માનો તો તમને તે પાપની અનુમોદના ચાલુ છે, તેના કારણે પાપબંધ ચાલુ જ છે. ભગવાન જેને પાપ-અધર્મ કહે છે તેને તે રીતે માનવા જે તૈયાર નથી તેને ભગવાનની પૂજા કરતાં પણ તે માન્યતા નિમિત્તે પાપનો બંધ ચાલુ છે. (૨)હવે લબ્ધિમાનનો બીજો વિભાગ પરિણતિ છે. આપણે બધા ચોક્કસ પ્રકૃતિ સાથે લઇને ફરીએ છીએ. ઘણા માનસિક ભાવો પ્રકૃતિગત હોય છે. દરેક વ્યક્તિની પ્રકૃતિ જુદી જુદી હોય છે. પ્રકૃતિમાં શુભ-અશુભ ભાવ વણાઇ ગયેલા હોય છે. પ્રકૃતિમાં વણાઈ ગયેલા શુભ-અશુભભાવને પરિણતિ કહેવામાં આવે છે. માન્યતા અને પરિણતિ વચ્ચેનો ભેદ સમજો. દા.ત. એક માણસ ક્રોધને ખરાબ માને છે છતાં ક્રોધથી ભરેલો છે, જયારે બીજો માણસ શાંત છે પણ ક્રોધને મૂળમાંથી ખરાબ માનતો નથી. ભલે તે બધી પ્રવૃત્તિ શાંતિપૂર્વક કરતો હોય, પણ કોઈ તેને પૂછે તો કહે ક્રોધ જીવનમાં ન કરો તો ન ચાલે, પ્રસંગે કરવો જોઇએ. માટે તે ક્રોધને સારો માને છે. તેમ કોઇ જીવને અતિશય લોભની વૃત્તિ ન હોય, ખૂબ ધન-સંપત્તિ ભેગી કરવી છે તેવા સતત આવેગ તેનામાં ન દેખાય; રોજનું કમાઈને ખાઇને શાંતિથી રહેતો હોય; પણ કોઈ તેને મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy