SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ઓછો થઈ ગયો છે, મનના ઉશ્કેરાટો-આવેગો શમવા લાગ્યા છે, આનું પ્રત્યક્ષ ફળ અનુભૂતિરૂપે મળવા લાગ્યું છે. આટલાં વર્ષોથી સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, ભક્તિ કરતો હતો પણ આવી અનુભૂતિ નહોતી થઈ. તે છોડીને આ કરવાથી તરત જ અનુભૂતિ ચાલુ થઈ છે. માટે લાગે છે કે આટલા ટાઇમથી ભટકતા જ હતા અને સાધનામાં જે કડી ખૂટતી હતી તે હાથમાં આવી ગઇ છે.” હવે આ રીતે જે જીવોને સાચો માર્ગ છોડ્યા પછી ઊંધા માર્ગમાં શાંતિ લાગવા માંડી છે, તેમના માટે શું કહેવું? શરીર-ઇન્દ્રિય-મનની નિર્વિકારિતા-ચિત્તશુદ્ધિ આવી ગઈ એટલે કામ પૂરું થયું. આવી માન્યતાવાળા ઘણા જ જીવો છે, જે થાપ ખાનારા છે, કારણકે તેઓ આત્મશુદ્ધિને ભૂલી જ ગયા છે. ધર્મનું મુખ્ય ફળ તો આત્મશુદ્ધિ જ છે. ચિત્તશુદ્ધિ તો સાધન છે, જ્યારે આત્મશુદ્ધિ તે સાધ્ય છે. સભાઃ- આમાં તો સાધુભગવંતો પણ ગોટાળા કરે છે, માટે આવી શિબિરો કરાવે છે. સાહેબજી:- જે આગમનાં વચનો ભૂલી ગયા હોય તે આવું કરાવે છે. પરંતુ શાસ્ત્રમાં લખ્યું છે કે શ્વાસોશ્વાસ નિરોધ કરવો અને પ્રાણાયામ કરવો તે કાયક્લેશ-કષ્ટ છે. મોક્ષમાં તેનો સીધો ઉપયોગ નથી. હા, આડકતરી રીતે કોઈ જીવવિશેષને તે સાધન બની શકે. જેમ એક માણસને વા આવ્યો હોય, પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય, કફ થઈ ગયો હોય, તે પૂજા-ભક્તિ-સામાયિક બરાબર કરી શકે નહિ, તાવ આવતો હોય તો સો ખમાસમણાં આપી શકે નહિ, એટલે ધર્મ આરાધના કરવા માટે શરીરની સ્વસ્થતા જરૂરી છે. હવે તમે તાવના કારણે સામાયિક-પૂજા નથી કરી શકતા, માટે તાવને દૂર કરવા ક્વિનાઈન આદિની ગોળી લો, જેનાથી તાવ મટી જાય અને શરીરની સ્વસ્થતા પ્રાપ્ત થાય, તો શું આ દવાની ટીકડી યોગનું અંગ છે? મોક્ષપ્રાપ્તિ માટેનું સાધન છે? તેની જેમ આસન કરવાથી દેહની નીરોગિતા પ્રાપ્ત થાય, તો શું આસન તે મોક્ષપ્રાપ્તિ માટેનું સાધન કહેવાશે? જેમ ભક્તિના ગીતો ગવાતાં હોય તો કોઈને તેની મધુરતાના કારણે ભક્તિમાં તલ્લીનતા આવી જતી હોય છે, તેથી તેને તલ્લીન બનવામાં મધુર સંગીત સાધન બન્યું, તેમ પ્રાણાયામથી ચિત્તશુદ્ધિ થવાથી મનની સ્થિરતા-એકાગ્રતા આવી શકે છે. પરંતુ પૂ.આ. હરિભદ્રસૂરિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે તેને યોગના અંગ તરીકે માનતા નથી. સભા:- ભાવ પ્રાણાયામ માનીએ ને? સાહેબજી - ભાવ પ્રાણાયામ એટલે અંદરના અશુભ ભાવોનું વિરેચન કરીને શુભ ભાવોનું પૂરણ કરવું. તે તો આંતરિક શુદ્ધિ થઇ. તેને બહારની શુદ્ધિ સાથે કાંઈ લેવા દેવા * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy