SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સભા :- આયુષ્ય એકવાર બંધાય, પણ ગતિ તો સતત બંધાતી હોય, તેની સાથે બીજાં કર્મ પણ બંધાય ને? સાહેબજી:- હા, એક વ્યક્તિ ગતિ બાંધે છે, તે તેની સાથે કેવાં જ્ઞાનાવરણીય કેવાં દર્શનાવરણીય બાંધતો હશે, તેનું ક્લાસીફીકેશન આપી શકાય. પરંતુ અત્યારે આ આપણો વિષય નથી. વારંવાર કહેવાયેલું છે, છતાં બેદરકારી છે. સભા:- ક્યા કર્મનું ફળ અહીંયાં ઉમળકો-રસ પેદા નથી થવા દેતું? અને તેનાથી કયું કર્મ બંધાય? સાહેબજી:- બોલો, સંસારનો રસ પેદા કરાવનારું કર્મ કર્યું ? મોહનીય. પણ કર્યું મોહનીયકર્મ? ચારિત્રમોહનીય તો રાગ પેદા કરે, પણ રસ અને ઉમળકો પેદા કરે તે કર્મ જુદું હોય છે. એટલે સંસારમાં રાગ અને રસ એ બન્ને વસ્તુ જુદી છે. એક કર્મ સંસારમાં રસ અને સંસારમાં જિજ્ઞાસા પેદા કરાવે છે, જ્યારે ધર્મમાં તે જિજ્ઞાસાના બદલે અજ્ઞાનનો રસ પેદા કરાવે છે. ધર્મના ક્ષેત્રમાં જાણકારી તમને ગમે નહિ અને અજ્ઞાન રહેવું ગમે. તમારા જીવનમાં આ બને છે તેમાં કારણ કોણ? આ વિષયમાં પૂ. ઉપાધ્યાયજી મ.સા.એ લખ્યું કે સંસારનો રસ આત્મામાં રહેલી ધર્મજિજ્ઞાસાને હણી નાંખે છે અને ભૌતિક જિજ્ઞાસા પેદા કરે છે, માટે તમને જ્ઞાનાવરણીય નડતું નથી પણ દર્શનમોહનીય નડે છે, તેથી અમે ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ તમને આવું સજ્ઞાન જાણવાનું મન થતું નથી. આ બધી તમને પિંજણ જ લાગે છે. જેમ તમને ટ્રાફીકવાળા રસ્તામાં ખબર ન પડતી હોય, અને લાગે કે અહીંયાં એમ ને એમ રસ્તો ક્રોસ કરીશું તો હડફેટમાં આવી જઇશું, તો જાણકારી સાથે કામ કરો ને ? તેમ અહીંયાં લાગે ખરું કે કર્મની હડફેટમાં આવીને મરી જઈશું? આજ દિવસ સુધી તમે ખોટી રીતે કર્મની હડફેટમાં આવ્યા છો. તમને પડતા આ કર્મના મારમાં ૯૯% અજ્ઞાનતા-મૂર્ખતા કારણ છે. તેનાથી તમે ઘણા કુટાયા છો. તમારા જીવનમાં અજ્ઞાનમૂલક ત્રાસ જ ઘણો છે, માટે સમજણની જરૂર છે. પરંતુ દર્શનમોહનીયકર્મ તમારામાં મજબૂત બનીને બેઠું છે, જે સંસારની જિજ્ઞાસા કરાવે છે અને ધર્મની જિજ્ઞાસા બુટ્ટી કરાવે છે. તે તમને ધર્મમાં એવી સલાહ આપે કે “આ બધું જાણીને શું કરવું છે? જે બનવાનું હશે તે બનશે”. હવે તેને કહીએ કે તો પછી દુકાને જવાની પણ શું જરૂર? પરંતુ “ત્યાં તો નહિ જઈએ તો ઊંધું વળી જશે.” તેવું માનો છો ને? તેથી કહેશો ત્યાં તો અર્જન્ટ જવું પડે તેમ છે. એટલે “ભવિષ્ય નિશ્ચિત છે” એવું પ્રામાણિકપણે તમે માનતા જ નથી; માત્ર આવી વાતોનો ધર્મમાં બહાના કાઢવા ઉપયોગ કરો છો, અને આવી ઊંધી બુદ્ધિ તમને દર્શનમોહનીયકર્મ જ આપે છે. માટે ચોવીસે કલાક તમારા આત્મા પર કર્મ ૧૦૮ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy