SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ તે ભવરૂપી નિમિત્ત મળે કે તે સંસ્કાર ઊભા થાય છે. તે લબ્ધિમનમાં બધું પડ્યું છે અને તે પ્રસંગ આવે બહાર આવે છે. કેમ કે આ વિકૃતિ સ્વભાવગત થઈ છે. તેથી જે પડ્યું છે તેનો તાગ કાઢો તો ખ્યાલ આવે કે અશુભભાવો, પરિણામ,સંસ્કાર કેટલા આત્મસાત થયેલા છે ! સભા:-વિકૃતિ જ લાગતી નથી. સાહેબજી - વિકૃતિ નથી લાગતી તે મિથ્યાત્વ છે, જે વિવેકનો અંધાપો છે. જ્યારે વિકૃતિ વિકૃતિ રૂપે લાગે છતાં છોડી ન શકે તે આચરણાની ખામી છે. વિવેકશૂન્યતા તે મિથ્યાત્વનું લક્ષણ છે અને આચારશૂન્યતા તે ચારિત્રમોહનીયનું લક્ષણ છે. મોહનીયકર્મે બધાને ડીપાર્ટમેન્ટ જુદાજુદા સોંપી દીધા છે. જે વિભાગનું કર્મ હોય છે તેવી જ અસર આત્મા પર દેખાડે. જ્ઞાનાવરણીયકર્મ જ્ઞાન શક્તિને કુંઠિત કરે. સભા - સાહેબ! એક કર્મ બીજા કર્મને મદદ કરે ? સાહેબજી હા, ચોરનો ભાઈ ચોરને મદદ કરે. મૂળથી જાત તો કર્મની છે. એકબીજામાં સહાયક બને ખરા. પણ દર્શનમોહનીય જે અસર કરે તે કાંઈ ચારિત્રમોહનીય ન કરે. એટલે બધાની અસર જુદી જુદી. આપણા આત્મા પર કયા કર્મનો ઉદય છે, તેની કેટલી અસર છે, તે જે કર્મવાદ જાણતો હોય તે નક્કી કરી શકે. તમને જેમ ટી.વી. પર ચિત્રો દેખાય, તેમ તમે કર્મવાદ ભણેલા હો તો દેખાય કે, આ કર્મની અસરથી અત્યારે આ ગતિ બંધાય છે. પણ તમને અંદરનું જાણવાની ખરેખર જરૂર લાગતી હોય, તો તો અહીંયાં કોઈ એવો નથી કે જે કર્મગ્રંથ ન ભણી શકે. તમારામાં બુદ્ધિ-શક્તિ છે છતાં ભણતા નથી, તેમાં કારણ તમને તેમાં રસ નથી. સભા - કર્મ દેખાતું નથી. સાહેબજી:- ભલે કર્મ દેખાતું નથી, પણ તમને હું પૂછું કે તમારા જીવન પર અત્યારે સૌથી વધારે અસર, પડઘો કોનો પડે છે? કર્મો જ પડે છે. ચોવીસે કલાક તમારી પ્રવૃત્તિ, વર્તન, પ્રત્યેક ઘટના બધા પર પ્રબળ અસર કર્મની જ છે. ગમે તેટલા ધમપછાડા કરો પણ જો કર્મ કહે તો હમણાં બેસી જવું પડે. માટે ખાલી ખોટી રાઈ ભરીને બેઠા છો. જેમ અહીંયાં બેઠા છો પણ પ્રતિક્ષણ આઠે આઠ કર્મની અસર ચાલુ છે. શ્વાસોશ્વાસ પણ તમારા પુણ્યથી ચાલે છે. હાર્ટ-કીડની શું તમારી મરજીથી કે હોશિયારીથી ચાલે છે? આટલું સ્પષ્ટ દેખાય છે, છતાં વિચાર કરવાનું મન નથી થતું. ૧ શ સ ક સ ક ર સ ક ક . જે મ મ મ મ મ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૦૭ મનોવિજય અને આત્મશુદ્ધિ M-૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy