SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) લબ્ધિમનનો ચોથો વિભાગ સંસ્કારરૂપ ભાવોઃ અનંત કાળની રૂઢ ખાસિયતો મનમાં પડી છે. જેમ જે જે જન્મમાં ગયા, ત્યાં જે જે પ્રવૃત્તિ કરી, ભાવો કર્યા આ બધાના અનુભવરૂપે સંસ્કાર આત્મા પર આધાન થયા. બિલાડીના ભાવમાં ગયા તો ઉંદર પર નજર રહી. ભલે બહારથી બિલાડી શાંત દેખાય, નિર્દોષ લાગે પણ ઉંદર જુએ તો તરાપ જ મારે ને? એટલે અંદર વૃત્તિ પડી છે અને આ ભાવોના આત્મા પર સંસ્કાર પડ્યા કરે છે. તેમ વાઘ-સિંહના ભવમાં ગયા તો બધાને ફાડી ખાવાનો સ્વભાવ, સાપના ભવમાં ફૂંફાડા મારવાનો સ્વભાવ. આ સંસારના પરિભ્રમણમાં આપણે કોઈ પણ ભવમાં પર્યટન ન કર્યું હોય તેવું નથી. આ તમારી જાતના ઇતિહાસની વાત છે, દુનિયાના ઇતિહાસની નહિ. આપણે આવ્યા ક્યાંથી? આપણું પરિભ્રમણ કેટલું? તે બધું તમને મનમાં બંધબેસતું થતું નથી ને? પણ આમાં શ્રદ્ધા રાખવાની જરૂર નથી; જેમ તર્કથી પરલોક પુરવાર થાય છે તેમ અનંત કાળનું પરિભ્રમણ પણ તર્કથી પુરવાર કરી શકાય છે. આપણે આ જીવસૃષ્ટિના તમામ ભવમાં અનંતી અનંતીવાર જઈ આવ્યા છીએ. તમે રસ્તામાં ગમે તે વ્યક્તિને ગમે તે પરિસ્થિતિમાં જુઓ ત્યારે, તમને એમ થવું જોઈએ કે આપણે પણ આવા ભવમાં અનંતીવાર જઈ આવ્યા છીએ. વિચારો તો કાળ અનંત છે, આત્માનું અસ્તિત્વ શાશ્વત છે, કારણ આ દુનિયામાં જે દેખાય છે તે બધું શાશ્વત છે. જે છે તે કાયમ ખાતે જ છે. પદાર્થો વિશે વિજ્ઞાન પણ આ જ જવાબ આપશે. જેનું અસ્તિત્વ છે તેને મૂળમાંથી મિટાવી શકાતું નથી. કદી પણ શૂન્યમાંથી સર્જન થતું નથી અને સર્જનનું શૂન્યમાં વિસર્જન થતું નથી. આ ત્રિકાલાબાધિત નિયમ છે. સભા - પણ પર્યાયો બદલાય છે. સાહેબજી:- પણ અસ્તિત્વ તો કાયમનું છે. આત્મા શાશ્વત છે તેનો પુરાવો શું? તો જવાબમાં કહેશે દુનિયા આખી શાશ્વત છે. કોઈ દિવસ કોઈપણ વસ્તુનું અસ્તિત્વ શૂન્યમાંથી છે જ નહિ અને શૂન્યમાં વિસર્જન પણ નથી. એક પરમાણુને લાખ વૈજ્ઞાનિકો ૧૨ મહિના મહેનત કરે તો પણ શૂન્યમાં તેનું વિસર્જન ન કરી શકે. આ અટલ સનાતન સિદ્ધાંત છે. માટે આત્મા શાશ્વત છે. આત્માનું અસ્તિત્વ ન હતું તેવું ન કહી શકાય. જીવાયોનિ મર્યાદિત છે. કારણ કે ૮૪ લાખ જ છે, અને તેના પણ તમામ પેટા વિભાગો કે પ્રકારો ગણીએ છતાં આંકડો અસંખ્યનો જ આવશે, જયારે કાળ તો અનંત છે. માટે એક એક યોનિમાં અનંતીવાર ગયા વગર છૂટકો જ નથી. ચક્કર આટલા જ ભવમાં મારવાનાં છે. મનોવિજય અને આત્મશુદ્ધિ ૯૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy