SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પણ જો આત્મશુદ્ધિમાં ઉપયોગી ન થાય તો તેની પણ જરાપણ કિંમત નથી. અત્યારે તમારા મનને સામાયિકમાં લઈ જવામાં કેટલી મુશ્કેલી પડે છે, જયારે યુગલિકનું મન સાધનદષ્ટિએ શાંત હોય છે, માટે તેમને સામાયિકમાં જવું સહેલું છે, જયારે તમને સહેલું નથી. કારણ તમારું મન તમે કેળવ્યું નથી, જ્યારે તેમને જન્મથી આવું શાંત મન મળેલ છે. કોઈ ધર્મ કરનાર માણસને શરીરના ઘડતરના અભાવે ઉપવાસ-આયંબિલ આકરા થાય છે, જ્યારે ધર્મમાં ન માનનારને કસાયેલા શરીરના કારણે ઉપવાસ આદિ કરવા સહેલા પડે છે. કોઈ ધર્મ કરનાર વ્યક્તિ ખાવા બેસે ત્યારે તેને કેટલીય આઇટમોના ટેસ્ટ લેવાનો સ્વભાવ છે, શીરો આદિ રંધાતા હોય ત્યારે તેને મનમાં ગલગલિયાં થાય છે, કારણ મન કેળવ્યું નથી, ખાવામાં તેને આસક્તિ છે; જયારે તેની સામે ધર્મ નહિ કરનાર નાસ્તિક છે, જે આત્માપરલોક-પુણ્ય-પાપમાં માનતો નથી, પરંતુ તે ખાવા બેસે ત્યારે દાળ-રોટલી આપો તો પણ ખાઈ લે, કદાચ સારી વાનગી પડી હોય તો પણ ઝટ લઈને ખાઉં કે ખાધા વગર હું રહી ગયો તેવો ભાવ નથી થતો; પણ તપ-ત્યાગમાં તે માનતો નથી; છતાં તેને ખાવામાં બહુ આસક્તિ નથી, તેથી આવા નાસ્તિકને ઉપવાસ આદિ કરવા સહેલા બને; કારણ તેણે મન કેળવ્યું છે, છતાં તે મનની ઉપયોગિતા શું? આસક્તિ ઓછી છે માટે સામાન્ય ખાઈને તે ચલાવી લે છે, પણ તેનાથી આત્મકલ્યાણ થવાનું નથી, માટે તે કેળવેલા મનની કોઈ ઉપયોગિતા નથી. તેમ તમે તમારા શરીર-મન-ઇન્દ્રિયની શુદ્ધિ કરી, પણ તેને આત્મસાધનાના ઉપયોગમાં લો છો? કે પછી ખાલી શુદ્ધિ કરી શાંતિ માની લો છો? મનને કેળવીને ધર્મ સમાપ્ત કરી લો છો કે આત્મશુદ્ધિમાં જાઓ છો? પરંતુ હજુ પાયામાં જ ભ્રમ છે. આ વિષય ઘણો જ અઘરો છે. ખાલી ચિત્તશુદ્ધિમાં ધર્મ નથી, પરંતુ આત્મશુદ્ધિ કરવા માટે ચિત્તશુદ્ધિ કેળવીને તેનો સાધન તરીકે ઉપયોગ કરવાનો છે. અનંત ભવમાં આ જ કડી ખૂટી છે. ગંભીરતાપૂર્વક વિચારતા થાઓ માટે ટકોર કરી સાબદા કરું છું. જેમ કેળવેલો દેહ આત્મશુદ્ધિનું કારણ બની શકે, તેમ ઈન્દ્રિય અને મન પણ કેળવેલાં હોય તો આત્મશુદ્ધિમાં સુગમતા રહે છે. બેઉ પાસાંને બેલેન્સમાં રાખવાનાં છે, નહીંતર બહાર જઈને કહેશો કે મહારાજ સાહેબ કહેતા હતા કે ચિત્તશુદ્ધિ ઉપયોગી નથી. ના, ચિત્તશુદ્ધિ ઉપયોગી છે, પણ તેમાં ખાસ ધ્યાન રાખવાનું કે, ચિત્તશુદ્ધિ તે સાધન છે પણ સાધ્ય નથી; માત્ર સાધ્ય અને સાધનનો તફાવત સમજવાનો છે, સાધ્ય તો આત્મશુદ્ધિ જ છે. ધર્મ દ્વારા મેળવવાનું શું છે? ધર્મ દ્વારા આત્મશુદ્ધિ ન પામો તો લક્ષ્ય બરાબર સિદ્ધ થયું નથી. આત્મશુદ્ધિ જ ધર્મ દ્વારા મેળવવાની છે. અત્યારે ઘણા ધ્યાનની વાતો કરે છે, તેનાં નવાં નામો આપે છે, પણ ૯૯% તેમાં મનને ખાલી શાંત બનાવવાની વાતો છે, આત્મશુદ્ધિનું કોઈ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૩૪ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy