SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ સભા - સાહેબજી ! અત્યારે તો ઘરોમાં દવા પણ છંટાય છે. સાહેબજી - એનો અર્થ એ કે તમે જૈનત્વમાંથી રાજીનામું જ આપી દીધું છે. આ વસ્તુ તમારે માટે શોભાસ્પદ છે? તમારા બાપ-દાદા કોણ? તમારી ગળથુથીમાં સંસ્કાર શું? આવું કરવાનો વિચાર પણ કેમ આવે? તમને મચ્છર કરડે છે ત્યારે તે શું તમને આખે આખો જમી ગયો? કે એક ટીપાભાર લોહી પીધું છે? તેના નિવારણ માટે અહિંસક ઉપાય કરી શકો છો. તમારા દિલમાંથી ધર્મ પામવાની કોમળતા જ નષ્ટ થવા લાગી છે. દવા નાખ્યા પછી તે જીવોનો તરફડાટ તો કોઈ વખત જુઓ. તમારા કોઈ આવા હાલ કરે તો હૈયુ કંપી જાય.પરંતુ તમને કોઇપણ ભોગે સગવડતા-સુખ જોઇએ છે. માટે બીજા જીવોનો તરફડાટ જોઈ તમને કાંઈ થતું નથી. તમારી મુંબઇની ગટરો ૧૦૦૦ કીલોમીટર લાંબી છે. તમે જે દવા નાંખો છો તે જ્યાં જયાં ફરશે ત્યાં જીવને સાફ કરશે. એ દવા તમને પાય તો? તમારામાં નરી ધિષ્ઠાઈ આવી ગઈ છે. બસ, આપણને તકલીફ ન પડવી જોઈએ. તમને જે હેરાન કરે તેને રહેવા-જીવવાનો અધિકાર ખરો? તમારી વચમાં આવે તે બધા સાફ થવા યોગ્ય જ ને? તમે રાક્ષસ પેદા થયા છે કે જે હાથમાં આવે તેને ગળી જાઓ? તમારા શ્રાવકના વ્રતમાં પણ લખ્યું છે કે દવા છાંટો તો વ્રત ભાંગી જાય. ફિનાઇલ વગેરે નાંખી આખી ડોલ પાણી બાથરૂમ-સંડાસમાં નાંખી દો ને? આ રીતે ચોખ્ખું કરીને પછી કહેશો જીવાત નથી થતી. પણ તમે જીવાતને ભરખી ગયા છો. તમારા સિવાય કોઈને જીવવા દો તેમ છો? આ બધા ત્રસ જીવો છે. ફિનાઇલવાળું ડોલ ભરીને પાણી નાંખો તો આ જીવોની શું હાલત થાય? તમને એક પીપડું ભરેલ પાણીમાં ડૂબકી મરાવે તો શું થાય? બિચારા તે ત્રસ જીવો ગૂંગળાઈને મરી જાય છે. આ ભયંકર કઠોર કર્મ છે. તમારે ત્યાં તો જો કે આ રુટીન થઈ ગયું છે. પરંતુ ભગવાને એવું કહ્યું નથી કે ઘરમાં જીવજંતુનો ઉપદ્રવ થાય એટલે તેની સફાઈ માટે હિંસા થાય. પણ સફાઇ માટેની સાચી પદ્ધતિ કઈ? પહેલેથી જીવાત ન થાય અને થયેલી જીવાત સલામત રીતે ભાગી જાય તેવા અહિંસક ઉપાય કરવા જોઇએ. સભા:- તેવા ઉપાય બતાવો ને? સાહેબજી:- આવું કામ મારી પાસે કરાવવું છે? અમારા આચાર સમજો. તમારામાં બુદ્ધિ ઘણી છે. ઉપાય શોધવા હોય તો શોધી લો તેમ છો, પણ મન થવું જોઇએ. આયુર્વેદમાં વર્ણન છે કે અમુક પદાર્થની ગંધ માત્રથી એ જીવજંતુઓ ભાગી જાય, તેમને ઉપઘાત ન થાય, જેનાથી તેના જીવનને જરાપણ હાનિ ન થાય, જીવવા છતાં ઉપદ્રવ શાંત થાય. તમને ખબર ૭૮ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy