SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ આખા વિશ્વમાં આ અબાધિત અટલ નિયમ છે. જડ એવા દેહના મૂળભૂત સ્વરૂપમાં કોઈ રતીભાર ફેરફાર કરી શકે તેમ નથી. તીર્થંકરના શરીરનું પણ મૂળથી સ્વરૂપ આ જ છે, માત્ર પ્રચંડ પુણ્ય તથા અતિશયો હોવાના કારણે વિશેષતા છે. (૨) ઇન્દ્રિયોનું સ્વરૂપ હવે આપણે ઇન્દ્રિયો વિષે વિચારીએ કે ઇન્દ્રિયો શું છે? શરીરની ભૂખ છે તેના કરતાં હજારો ગણી ભૂખ ઇન્દ્રિયોની છે. શરીર અને ઇન્દ્રિયની ભૂખ વચ્ચે મોટો તફાવત છે. ઇન્દ્રિયો તો ભૂખ્યા ડાંસ જેવી છે. દા.ત. આંખને નવાં નવાં દશ્યો, સીનસીનેરી, નવી નવી ડીઝાઇનો, રૂપ, રંગ, આકર્ષક દેખાવો જોવાની સતત ભૂખ પડી છે, તે પણ હજારો દશ્યોની. શરીરની ભૂખ તો ઇન્દ્રિયની ભૂખ પાસે નાચીજ બની જાય છે. ચોવીસે કલાક ઇન્દ્રિયની ભૂખ સળગી રહી છે. જો શરીરની ભૂખને સગડીની ઉપમા આપો તો ઇન્દ્રિયની ભૂખને ઉપમા આપવા મોટા ભઠ્ઠા પણ નાના પડે. તેને તો બોઇલરની ઉપમા આપવી પડે. જેમ બોઇલરમાં તાપ. કેટલો? લોખંડ નાંખો તો પણ ઓગળી જાય. તેમાં માણસ પડે તો રાખ થઈ જાય, કારણ ત્યાં સખત ધખારો ચાલુ છે. તેમ ઇન્દ્રિયની ભૂખ ચોવીસે કલાક ધખી રહી છે. અનુકૂળ વિષયો માટે તમારી ઇન્દ્રિયો સતત તડપી રહી છે. પછી તમે તેને અનુકૂળ ભોગો ન આપી શકો તે જુદી વાત છે, પણ આગ સ્ટોકમાં છે. પહેલાં તમે મીઠાઈ ખાધી, એટલાથી જીભને સંતોષ ન થયો એટલે કહેશે ફરસાણ આપો, પછી ચટણી માગશે, શરબત લેશે, છેલ્લે કાંઈ નહિ તો પાન-મસાલો ખાશે, તો પણ રહી ગયા તેમ ચીંગમ મોઢામાં ચગળશે, પેટ ધરાઈ જાય તો પણ જીભ કહેશે કે હજુ કંઈ જોઈએ છે. કારણ તેની તરસ ચોવીસે કલાક છે. ઇન્દ્રિયની ભૂખ એવી છે કે જો તમે તેનું માનો તો તમને એક મિનિટ પણ જંપીને બેસવા નદે. આ દુનિયામાં હજારો પ્રકારના સ્વાદ છે અને જીભમાં તેની ભારે તરસ છે, માટે તે સતત સ્વાદિષ્ટ વસ્તુ શોધ્યા કરે છે; પછી ભલે તમારું પુણ્ય હોય તેટલું જ તમે જીભને આપી શકો. ગરીબ માણસને તલપ ઘણી છે, પરંતુ પુણ્ય ન હોવાના કારણે મધુર વાનગી મળતી નથી, પરંતુ અંદર જીભમાં ચટપટી અને ચોવીસે કલાક તેની જલન ચાલુ છે. જેમ પેલી જઠરાગ્નિની ભૂખ છે તેમ આ ઇન્દ્રિયની ભૂખ છે અને ચોવીસે કલાક તેનો ધખારો આત્મા સહન કરી રહ્યો છે. કાનની ભૂખ પણ તે જ રીતે ચાલુ છે. જાતજાતના અને ભાતભાતના વાજિંત્રોના નાદો અને તેના સંયોજનોથી પેદા થતી અનેક પ્રકારની સંગીતની સુમધુર સૂરાવલીઓ સાંભળવા માટે તમારા કાન સતત તડપે છે, અને પુણ્યથી કદાચ એક સંગીત સાંભળવા મળી જાય, તો * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ८६ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy