SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ આપી શકતો નથી. ધર્મ વિષયક મનની માન્યતાઓના પરિવર્તન માટે આપણા આત્માએ આજ દિવસ સુધી નિષ્ઠાપૂર્વક પ્રયત્ન જ કર્યો નથી અને કદાચ પ્રયત્ન કર્યો તો અનુભવ સાથે વિરોધ પડ્યો. આમૂલ માન્યતા પલટવા ગુણોમાં સુખનો અનુભવ કરોઃ દા.ત. જેમ ક્ષમા-સમતા-નમ્રતા કેળવતાં મનમાં શું થાય? આપણે દબાવાનું આવશે, આપણો રુઆબ-પાવર નહિ રહે. ઉદાર બનવાનું આવે ત્યારે લાગે ધન ગુમાવવું પડશે. માટે અંદરમાં સંઘર્ષ છે. તમે તેને સારું કહો પણ અનુભવ શું કહે? ક્ષમામાં કષ્ટ-પીડા ઘણી છે, માટે તેમાં દુઃખ છે તેવી માન્યતા છે, સુખ છે તેવી માન્યતા નથી. આ સંઘર્ષના કારણે સાચી માન્યતા નથી આવતી. આમૂલ માન્યતા બદલવા અનુભવ બદલવો પડે. ગુણોમાં સુખનો અનુભવ ન થાય ત્યાં સુધી તમારું મન તેને સુખનું સાધન માનવા તૈયાર નહીં થાય. મનનો સ્વભાવ શું? તેને તમે દબાણથી મનાવો તો તાબે થાય તેમ નથી. તેના પર વિચારધારા લાદી દેશો તો તે બંડ પોકારે તેમ છે. માટે તો આનંદઘનજીએ ગાયું છે :- “સુર-નર-પંડિત જન સમજાવે, સમજે નમારો સાલો.” મન ગામ આખાને સમજાવે પણ તેને પોતાને કોણ સમજાવ? એને તો અનુભવ કરાવો તો જ માનવા તૈયાર થાય. મનને મનાવવાની માસ્ટર કી અનુભવ છે. અનુભવ બદલાયો એટલે માન્યતા આપમેળે પાયામાંથી બદલાઈ જશે. સભા:- અન્ય ધર્મના ગુરુનું પ્રવચન સાંભળીએ ત્યારે સંઘર્ષ થવાથી મન ચલિત થાય છે. તો શું કરવું? સાહેબજીઃ- કોઈપણ ધર્મમાંથી સારું-સારું લો તેંમાં વાંધો નથી, પણ દરેક ધર્મમાં બધી સાચી-સારી વાત છે, તેવું કહી શકાય નહિ. જયાં સાચી વાત નથી, ત્યાં તો તમે જો ભોળા, અબૂઝ હશો તો ઊંધી માન્યતામાં ગોઠવાઈ જશો. માટે સાચા-ખોટાની સ્વતંત્ર ખાતરી કરવાની શક્તિ ન હોય ત્યાં સુધી ગમે ત્યાં જવાય નહિ. સભા:- શંકાનું સમાધાન કરવા ક્યાં જવાનું? સાહેબજી - જેની પાસેથી સાચું માર્ગદર્શન મળે તેની પાસે શંકાનું સમાધાન કરવા જવાય. જેની પરિપક્વ બુદ્ધિ છે, જેને ગમે તે શાસ્ત્રમાંથી સાચા-ખોટાનો વિવેક કરવા હંસ જેવી દષ્ટિ છે, તે વ્યક્તિને ગમે ત્યાં જવામાં જોખમ નથી. પરંતુ અત્યારે તો તમારી સ્થિતિ એવી છે કે જો હું તમને શાસ્ત્રીય તર્કો ન બતાવું તો તમે જાતે વિવેક કરી શકો ખરા? હરેક એક જ છે. મ સ ક ક મ મ મ મ મ * * * * * * * * * * * * * * * * * * * * * * * * આ જ રી છે ૪૨ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy