SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સભા - કેવળીને ઉપયોગ હોય? સાહેબજી:- તેમને તો આખી દુનિયાનો ઉપયોગ હોય. આપણું મન તો સીમિત છે. તે એક સાથે અનેકનો વિચાર કરી શકતું નથી. મન એ સાધન છે. લાકડીથી ચાલતો ડોસો દોડી શકવાનો ખરો? તેની શક્તિ મર્યાદિત છે. માટે જ તેને લાકડીની જરૂર છે ને? જ્ઞાન કે ચેતના એક સાથે આપણે બધે પરોવી શકતા નથી. માટે જ આપણે સ્ટેપ વાઈઝ ચેતનાને પરોવવી પડે છે. તમારી સામે દસ વાત, પ્રવૃત્તિ આવે તો એક સાથે ધ્યાન નથી આપી શકતા, કારણ ઉપયોગની મર્યાદા છે; જ્યારે કેવળીની ચેતના આખા વિશ્વસ્વરૂપે છવાયેલી છે. તે આખી દુનિયાને એક સાથે જોઇ શકે છે. કારણ કે તેમને પરાકાષ્ઠાનો વિકાસ છે. આપણને એક વસ્તુનું જેટલું જ્ઞાન છે તેના કરતાં તેનું અજ્ઞાન ઘણું જ આપણામાં ધરબાયેલું છે, જયારે કેવળીને તો ફક્ત જ્ઞાન જ છે. અજ્ઞાનનો અંશ નથી. માટે જ કેવળીને કેવળજ્ઞાની કહીએ છીએ. આપણા માટે શું વિશેષણ આવે? સભા:- કેવળ અજ્ઞાની. સાહેબજી - કેવળ અજ્ઞાની તો ન કહેવાય, પણ મહાઅજ્ઞાની કહેવાય. ગમે તેટલો બુદ્ધિશાળી એમ દાવો નહિ કરી શકે કે “મારામાં અજ્ઞાન નથી.” આપણે અજ્ઞાનનો સાગર લઈને ફરીએ છીએ અને જ્ઞાન તો બિંદુ જેટલું છે. છતાં મગજમાં રાઈ લઈને ફરીએ છીએ. હવે તમારી ચેતના જેમાં પરોવાઈ છે તેમાં તમારું મન પરોવાયું છે. પણ બાકીની જેટલી દુનિયા છે તેની સાથે તમે મનથી કનેક્ટડ નથી તેવું નથી. ધારો કે એક ખુરશી તમે લાવ્યા છો. તે પડી છે. તેના માટે એમ થાય કે આ આપણને સસ્તામાં મળી ગઈ. માટે રાગ થાય છે. અત્યારે તો તેના ભાવ બહુ જ વધી ગયા છે. તેથી જેણે અપાવી હોય તેના પ્રત્યે પણ રાગ થાય. તેમ કદાચ કોઇએ મોંઘી અપાવી તો તેના પ્રત્યે દ્વેષ થાય. ખુરશી જોઈને જીવ બળે માટે શ્રેષ થાય. સાથે તેનો કલર સારો-ખરાબ છે, ડીઝાઇન સારી-ખરાબ છે, જૂની-નવી છે. આવા કંઈક કંઈક ભાવથી રાગ-દ્વેષ ચાલુ છે. માટે ચોવીસે કલાક મન નવરું બેસતું નથી. ચોવીસે કલાક તેનું કામ ચાલુ છે. દુનિયાના સક્રિય પદાર્થોમાં અજોડ કહી શકાય તેવું મન છે. તમારી અત્યારે સ્થિતિ શું છે? તમારું મન શાંત છે? કે સતત આવેગોથી ઘેરાયેલું છે? તમારી દષ્ટિએ તો ધૂંઆપૂંઆ થાઓ તો જ ક્રોધ આવ્યો કહેવાય ને? કદાચ બારી બહાર ગંદકી જોઈને જરા હૈષ થયો, તો તે પણ ક્રોધ આવ્યો તેમ માનો ખરા? નાના નાના ભાવોની તો વણથંભી હારમાળા ચાલુ છે. અંદર આ બધા ભાવો બરાબર દેખાય છે ખરા? તમારા મનની સપાટી પણ તમે બરાબર વાંચી કરો કે કે ક ક મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy