SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશસ્ત હાસ્ય કરે, કરાવે. પરંતુ જેમાં કોઇનું હિત પેદા ન થાય તે હાસ્ય પ્રશસ્ત હાસ્ય નથી. વળી તે હાસ્ય પણ આત્માનો સ્વભાવ નથી. દોષયુક્ત હાસ્ય તે પ્રશસ્ત હાસ્ય જ નથી. જેમ પ્રશસ્ત પ્રમાદ આદરણીય છે, તેમ પ્રશસ્ત હાસ્ય પણ આદરણીય છે. તમે ચોવીસ કલાકમાં અમુક સમય ઊંધો છો તે જ રીતે મહામુનિ પણ ઊંઘે છે, પણ ઊંઘવા પાછળ તેમનો ઉદ્દેશ શું છે તે સમજવો પડે. ખાલી રેસ્ટ કરવા કે આરામ લેવા તેઓ સૂતા નથી. પરંતુ થાક ઉતારી આગળ આત્માની વધારે આરાધના કરવા માટે સૂએ છે. તે પ્રમાદ છે, પણ પ્રશસ્ત પ્રમાદ છે. માટે તેમને સૂતી વખતે પણ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. જ્યારે તમને જાગતાં પણ પાપાનુબંધી પાપ બંધાતાં હોય છે. કારણ કે બંધ પરિણામ પર છે. જો કે પ્રશસ્ત કષાય કે અપ્રશસ્ત કષાય બંને આત્માનો સ્વભાવ નથી, પરંતુ અત્યારે આ સ્ટેજમાં મોક્ષમાર્ગમાં આગળ વધવા માટે આપણને પુણ્યાનુબંધી પુણ્યની જરૂર છે. તેનાથી જ સદ્ગતિ-ધર્મસામગ્રી પામી આગળ વધી શકાશે. માટે આ ભૂમિકામાં પ્રશસ્ત કષાય જરૂરી છે. જ્યારે આગળનું સ્ટેજ આવશે ત્યારે તે પણ છોડવાની વાત આવશે, પરંતુ અત્યારે તો તે આવકારણીય છે. આ જગતમાં બાળકો, પંખી, ઝાડપાન કોઇ નિર્દોષ નથી. ઝાડપાન આમ તો મૂંગા મોઢે શાંત ઊભા છે. કાંઇ ધમાધમ કરતાં નથી. કોઇને હેરાન કરવા જતાં નથી, છતાં લખ્યું કે તેઓ પણ નિર્દોષ નથી. તે તમારા કરતાં દુનિયામાં ઓછો ત્રાસ ફેલાવે છે. કારણ તમારા જેવી શક્તિ-બુદ્ધિ નથી, પાવરધા નથી; પણ જો તેમને શક્તિ મળે તો કદાચ તમારા કરતાં તે સવાયાં થાય. આખી સૃષ્ટિ નિર્દોષ નથી. આખું જગત વિકારોથી ઘેરાયેલું છે. જીવ જ્યારે જન્મે છે ત્યારે અનંતા જન્મોના સંસ્કારની મૂડી લઇને જ જન્મે છે, સંસ્કારો અકબંધ રાખીને જ જન્મે છે. માટે મનના આ વિભાગનું પણ સંશોધન કર્યા વગર તેની ચુંગાલમાંથી બહાર નીકળાય નહિ. તમે વિચારોની શુદ્ધિ કરી લીધી, પણ જો માન્યતા, પરિણતિ, યોગ્યતા, સંસ્કારની શુદ્ધિ ન કરી તો આમૂલ પરિવર્તન ન પામી શકો. જેમ એક માણસ સામાયિક કરે છે. તે વખતે બે ઘડી એકદમ સાવધાન છે. તે વખતે કોઇ જ ખરાબ ભાવ કરતો નથી. એકદમ તન્મય થઇને આરાધના કરે છે. એટલે વિચારશુદ્ધિ ઘણી કરી છે, પણ માન્યતા, પરિણતિ, સંસ્કાર, યોગ્યતાની શુદ્ધિ નથી, જ્યારે બીજા માણસે માન્યતા, પરિણતિ, યોગ્યતા, સંસ્કારની શુદ્ધિ વધારે કરી છે, તો બેમાં કોનું સામાયિક ઊંચું ? શાસ્ત્રકારોએ આ બીજા માણસના સામાયિકને ઊંચું બતાવ્યું છે. કારણ પેલાએ ઉપરથી જ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only **** ૧૦૩ www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy