SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યે દ્વેષ પડેલો હોય તો, તે વખતે તમને તેનાથી કર્મબંધ ચાલુ છે અને તે લબ્ધિમનના સંક્લિષ્ટ ભાવથી ધર્મક્રિયામાં ખામી આવે છે. તેથી ધર્મક્રિયા વખતે શુભલેશ્યા જોઈએ. સર્વશ્રેષ્ઠ અનુષ્ઠાન ધ્યાન છે. સમતામાં પહોંચવા માટે શુભધ્યાન એ અમોઘ ઉપાય છે. ૧૪પૂર્વ શાસ્ત્રના પારગામીને ૪ જ્ઞાનના ધણીને પણ કર્મક્ષય કરવા અને સર્વદોષોનું ઉન્મેલન કરવા ધ્યાનનું જ શરણું લેવું પડે છે. ધ્યાન એ આરાધનાનો શ્રેષ્ઠ પ્રકાર છે. બધો ધર્મ કરીને તેનું અંતિમફળ તો આત્માને શુભધ્યાનમાં સ્થિર કરવો તે જ છે. આવી સાધનાને સિદ્ધ કરવી હોય તો શુભલેશ્યા અનિવાર્ય છે. આપણામાં જો શુભલેશ્યા ન હોય તો આપણા માટે ધ્યાન તો હવામાં બાચકા ભરવા જેવી વાત છે. લેશ્યાના ભેદો છે. તેમાં ટોપમાં શુભલેશ્યામાં શુક્લલેશ્યા છે અને પ્રાથમિક શુભલેશ્યામાં તેજોલેશ્યા છે, અને તેના વર્ણનની જો આપણી પ્રકૃતિ સાથે સરખામણી કરીએ તો પ્રાથમિક શુભલેશ્યા પણ આવવી આપણા માટે ઘણી જ મુશ્કેલ છે. અત્યારે ધ્યાનની શિબિરો ઘણી થાય છે. અત્યારે ઘણો વર્ગ એવો છે કે તેમને અમુક અનુષ્ઠાનમાં જોડાવાનું કહીએ તો તૈયાર થાય નહિ, પણ સમૂહમાં પલાંઠીવાળી ચિંતન-મનન કરીને મનને એકાગ્ર કરવાનું કહે એટલે તૈયાર. પણ આમાં ભૂલ ક્યાં થાય છે કે શુભલેશ્યા વગર શુભધ્યાન શક્ય જ નથી. આ કાળમાં ઊંચું શુક્લધ્યાન તો શક્ય જ નથી. માટે જીવ આ કાળમાં કરી શકે તો પ્રાથમિક કક્ષાનું શુભધ્યાન કરી શકે, પણ અશુભધ્યાન તો કરવા જેવું છે જ નહિ. નહીંતર વગર કારણે કુટાઈ જશો. આ કાળમાં સાધુ, સાધ્વી, ભાવશ્રાવક, સમ્યગ્દષ્ટિ પ્રાથમિક કક્ષાનું ધ્યાન કરી શકે છે, જેનો અત્યારે વિચ્છેદ નથી. માટે પ્રાથમિક કક્ષાનું ધ્યાન કરનારને પોતાને ઉચિત ધર્મ કરનારની કક્ષામાં મૂકી શકાય. નિરતિચાર ક્રિયા માટે મનની તેમાં પ્રવાહબદ્ધતા અને એકાકારતા જોઈએ: ધ્યાન એ મનની અવસ્થા છે. સંસારમાં પણ સુખદુઃખના તીવ્ર અનુભવ ધ્યાનમાં થાય છે, તેમ ધર્મના ક્ષેત્રમાં પણ ઊંચા સુખના અનુભવ ધ્યાનમાં જ છે. તમે કોઈપણ પ્રવૃત્તિમાં તન્મય ન બનો ત્યાં સુધી સ્વાદ આવતો નથી. ઉત્કૃષ્ટ કક્ષાની અનુભૂતિ કરવાનો એક માત્ર ઉપાય ધ્યાન છે. પણ આપણે બધા ચંચલ મન સાથે જ જીવીએ છીએ. જેમ કે ખાતાં એક કોળિયો મોઢામાં પણ ગયો ન ગયો ને બરાબર ચાવ્યા વગર ઉતારી દઈએ; જેનાથી ખોરાક પચે નહિ અને તે પોષણ આપે નહિ, માત્ર કચરો થઈને બહાર નીકળી જાય; તેમ આપણે જે પણ પ્રવૃત્તિ કરીએ છીએ તે અધકચરી જ કરીએ છીએ. તમે સંસારની કે ધર્મની કોઈ પણ પ્રવૃત્તિ મનને એકાકાર કરી તલ્લીન થઇને કરો છો ખરા? કે અડધી- પડધી જ કરો છો? મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy