________________
મિનિટે નવી તરસ લાગવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે, અને પછી એક બે કલાકે અનબેરેબલઅસહ્ય તરસ થાય એટલે પાણી પીવું પડે છે, અને તે વખતે પાણી ન મળે તો અકળામણ થાય, પણ પ્રક્રિયા તો પાણીનો ગ્લાસ પૂરો કરો કે તરત જ ચાલુ થઈ જાય છે. જેમ ગરમ પાણીના ઝરામાંથી થોડું થોડું પાણી નીકળ્યા કરે, કારણ અંદર પાણીનો ઝરો ચાલુ છે, તેમ આ પ્રક્રિયા ચાલુ છે. શરીરમાંથી સતત ભૂખ, તરસ, થાક, ગંદકી સ્રોતરૂપે-ઝરારૂપે વહ્યા કરે છે. જેમ થાકને માટે છ કલાક ઊંધીને ઊભા થાઓ તો ફ્રેશ થઇ જાઓ, પણ બીજી સેકન્ડથી થાક લાગવો શરૂ થાય છે; અને સાંજ સુધીમાં અનબેરેબલ થાક થાય એટલે પાછા ઊંધો, પાછી થાકની પ્રક્રિયા સતત ચાલુ. શરીરનાં બધાં સુખમાં આ જ વાત છે. શરીરની ગંદકી, થાક, ભૂખ, તરસનું કામચલાઉ નિવારણ કરવું તેનું નામ શારીરિક સુખ.
સભા:- કેમ કામચલાઉ નિવારણ કહ્યું?
સાહેબ - કારણ કે અંદર તો આ ચારેનું પ્રોડક્શન ચાલુ છે. દુનિયામાં એવી કોઈ આગ નહિ હોય જે બૂઝે જ નહિ, પણ આ તો જન્મ્યા ત્યારથી મૃત્યુ પામશો ત્યાં સુધી ચાલવાની છે, બુઝાવાની જ નથી. આ ચારે વસ્તુ અવિરતપણે ચાલુ છે, માટે કામચલાઉ નિવારણ જ શક્ય છે. અને એ કામચલાઉ નિવારણ કરવાથી જ તમારી કહેવાતી શાંતિ કે ભૌતિક સુખ મળશે. તમે નાહીને, ખાઈને, આરામ કરીને જે સુખ મેળવો, તે બધા સુખનું સમીકરણ શેમાં આવશે? શરીર એ ભૂખ, તરસ, થાક અને ગંદકીની અખૂટ ખાણ છે, જેમાંથી ખોદ્યા કરો તો ખૂટે જ નહિ. જેમ કોલસાની ખાણમાંથી લાખો ટન કોલસો ખોદે છતાં પણ ખૂટે નહિ, તેમ આ શરીરરૂપી ખાણ છે.
શરીર ભૂખ, તરસ, થાક, અને ગંદકીની આગ પેદા કરે છે, તેમ ઈન્દ્રિય પણ ચોવીસે કલાક આ ચારેની આગ પેદા કર્યા કરે છે. મન પણ આ ચારે આગ ચોવીસે કલાક પેદા કર્યા કરે છે. શરીરની ભૂખ વિશે આપણે સમજી લીધું. આપણે ચોવીસે કલાક શરીર, મન, ઇન્દ્રિયને સાથે લઈને ફરીએ છીએ. તમે આત્માને ભૂલીને તેને જ સાચવો છો, તેને જ સર્વસ્વ માનો છો. તેનું ખરું સ્વરૂપ શું છે તે જ્ઞાની ભગવંતોએ વર્ણન કર્યું છે. અને આ જો તમે સમજી લો તો પુદ્ગલની દુનિયા પ્રત્યેનો તમારો અહોભાવ તૂટી જાય. માટે પાયામાંથી જ્ઞાનીઓનો અભિગમ સમજવો જોઇએ.
સભા - સાહેબ ! ભૂખ મરી જાય છે, તે શું કહેવાય? સાહેબજી:- જેમ પ્રગટેલા દીવામાં વધારે ઘી નાંખો તો શું થાય? દીવો દબાઈ જાય.
* * *
છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ८४
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org