________________
મન પણ એટલાં શાંત હોય છે કે તેમને મહેનત કરીને ગુસ્સો કરાવો તો પણ કરે નહિ, સ્વપત્નીને છોડીને તેને બીજી સ્ત્રી અંગે કોઇ કુવિચાર પણ ન આવે, જમતાં પણ સ્વાદની કોઇ કડાકૂટ ન હોય, પણ તેઓ ધર્મમાં માનતા જ ન હોય. ધર્મનું કોઇ તેમને લક્ષ્ય ન હોય. આમ, શ્રીમંત હોવા છતાં પણ સાદગીથી રહેતા હોય, સરળ હોય, કોઇને ઊઠાં ભણાવવાની ક્યાંય વાત ન હોય, માયા-લુચ્ચાઇ ન હોય, તેથી કહેવું પડે કે તેમનું મન કેટલું શાંત છે ! હવે તેને બદલે બીજો સાચા દિલથી ધર્મ કરતો હોય, પણ તેનામાં માયા-લુચ્ચાઇ-આસક્તિ હોય, મોજમઝા કરતો હોય, તેને ચિત્તશુદ્ધિ નથી, તો શું આ વ્યક્તિ પેલી વ્યક્તિ કરતાં નીચલી ભૂમિકામાં કહેવાય ? ના, તેવું કહી શકાય નહિ. માટે ખાલી મનની નિર્મળતાથી કશું જ વળે નહિ, આત્મશુદ્ધિ તો જોઇએ જ.
સભા ઃ- તો પછી “મન જીત્યું તેણે સધળુ જીત્યું” એવું કેમ ?
સાહેબજી ઃ- અહીંયાં મન અને આત્માનો અભેદ કર્યો છે. અને આખા મોહને જીત્યો છે એવો અર્થ લીધો છે.
સભા ઃ- છાપામાં એક મા-દીકરીનો લેખ આવેલો ને કે..
પણ
સાહેબજી :- હા, તેમાં શું છે કે તેની એકની એક દીકરી છે. જે ૧૬-૧૭ વર્ષની હતી તેને બોયફ્રેન્ડ હતો. અનાર્યદેશમાં તો આમે કોઇ મર્યાદા હોતી નથી. હવે પેલા બોયફ્રેન્ડને તેના પર અનુરાગ થઇ ગયેલો. એટલે તે છોકરો લગ્ન કરવા માટે તેને આગ્રહ કરે છે પણ તે છોકરી ના પડે છે. તેણે ઘણી મહેનત કરી પણ તેણે ના જ પાડી. તેથી આવેશમાં આવીને એક વખત તેને કહ્યું હા પાડે છે કે નહિ ? પણ પેલીએ મક્કમતાથી ના પાડી, એટલે પેલાએ ગોળી મારી તેનું ખૂન કરી દીધું. હવે આ એકની એક દીકરી, તેને બાપ પણ નથી. માના માટે તો લાગણીનું આ એક જ સ્થાન હતું . પેલો છોકરો પુરાવા સાથે પકડાઇ ગયો. ગુનો કબૂલ થાય તેમ છે, માએ સાક્ષી આપવાની જરૂર છે. કારણ મા ધરમાં હતી ને તેની સામે ખૂન થયું છે. એટલે મા સાક્ષી આપે તો જ ગુનો કબૂલ થાય તેમ છે. હવે માને થાય છે કે દીકરી તો મરી ગઇ, કાંઇ પાછી આવવાની નથી. હું સ્ટેટમેન્ટ આપીશ તો આને ફાંસી કાં જન્મટીપ થશે. તેનું જીવન બરબાદ થઇ જશે. આમ કરવાથી મારી દીકરી કાંઇ પાછી આવવાની નથી. તેણે આવેશમાં આવીને ભૂલ કરી છે. શું કામ મારે કોઇનું જીવન બરબાદ કરવું ? માટે સ્ટેટમેન્ટ આપવાની ઘસીને ના પાડે છે. ‘હું દિલથી તેને ક્ષમા આપું છું. મારે કોઇ સામે પગલાં લેવાં નથી.’’ હવે વિચારજો આ બાઇનો ક્ષમા ગુણ કેવો ? છોકરાએ દુશ્મન જેવું કામ કર્યું છે, તેનો બદલો લઇ
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
૧૪૧
www.jainelibrary.org