SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ સભા:- સમકિતની હાજરીમાં આત્માને રોગ પણ ન આવે? સાહેબજી - સમકિતની હાજરીમાં રોગ આવે પણ તે રોગનો હુમલો તેને ભાન ન ભુલાવે. જો ભાન ભુલાવે તો સમજવું કે સમકિતની હાજરી જ નથી. મિથ્યાત્વ જ ભાન ભુલાવે છે. સભા:- પણ સાહેબજી! ભાન ભૂલે એટલે મિથ્યાત્વ આવે કે મિથ્યાત્વ આવે એટલે ભાન ભૂલે? સાહેબજી - બન્ને સાથે જ હોય. ભીંત સાથે માથું પછડાય ત્યારે જ વાગે છે અને વાગે છે ત્યારે જ માથું પછડાય છે. માટે બન્ને સાથે જ હોય. સમકિતની હાજરીમાં સભાનદશા છે, જાગ્રતિ છે. તે વખતે કર્મ તેને ભારે હેરાન કરી શકે તેવી શક્તિ નથી. આત્મા જાગ્રત થયો પછી કર્મની મજાલ નથી કે તેને જકડી શકે. જો તે વખતે કર્મની મજાલ હોય તો કર્મના બંધનમાંથી આત્મા કદી છૂટી જ ન શકે. આમ તો પ્રતિક્ષણ અસંખ્ય ભવ સુધી ચાલે તેવાં કર્મ બંધાય છે, જે તમને, મને અને સાધક ભગવાનને પણ બંધાય છે. પ્રભુ દીક્ષા લીધા પછી ચોવીસે કલાક સાધનામાં મગ્ન છે ત્યારે પણ, પ્રતિક્ષણ અસંખ્ય ભવ ચાલે તેવાં કર્મ બંધાય છે, અપ્રમત્તદશામાં પણ બંધાય છે. સભા:- સમકિતીને કર્મ બંધાય? સાહેબજી - સમકિતીને જોખમી કર્મ ન બંધાય, પણ કર્મ તો બંધાય જ. જેટલા પણ કેવળજ્ઞાન પામ્યા, તેમને બે ઘડી પહેલાં આત્મા પર અસંખ્ય ભવ સુધી રઝળપાટ કરાવે તેટલાં કર્મો હતાં. પણ વગર ભોગવે તેને ખપાવવાની સાધના કરીને જ નિસ્તાર પામ્યા છે. માટે ચૈતન્યની શક્તિ વધારે છે. જેને આત્માની શક્તિ પર વિશ્વાસ છે, તેવી જ વ્યક્તિ મનોવિજયની સાધના કરી શકે છે. જો કે ચિલાતીપુત્ર, ગોશાળો કે દઢપ્રહારીએ જેવા પાપ કર્યો તેના કરતાં પણ ઉગ્ર પાપ કર્યા હોય, તો તેને પણ ઉખેડવાની શક્તિ મૂળભૂત રીતે આત્મામાં પડી છે. માટે ધર્મના ક્ષેત્રમાં નિરાશ થવાની કોઈ જરૂર નથી. ધંધામાં તમારાથી અમુક પ્રકારનાં ઊંધાચત્તાં પગલાં લેવાયા પછી કદાચ નુકસાનીમાંથી બહાર ન નીકળી શકો, પણ ધર્મના ક્ષેત્રમાં તેવું નથી. અહીં તો જેવો આત્મા જાગ્રત થાય પછી ગમે તેટલાં પાપ હોય તો પણ તેને મહાત કરી વિખેરવાની શક્તિ આત્મામાં છે. આત્માની અગાધ શક્તિ પર વિશ્વાસ બેસે, પછી જ તે મનનું સંશોધન કરી શકે. અનંત કાળની વૃત્તિઓ કાઢવા પુરુષાર્થ જોઇએ. હિંમત ક્યારે આવશે? જો આત્મશક્તિ પર અડગ શ્રદ્ધા બેસે તો. ક ક ક ક સ ર ર ર ર ર મ મ મ મ મ મ મ મ મ રહિ ક ક ક ક & ક ર ર ર સ ક ક ક ક ક ક ક ક ક ક ક મનોવિજય અને આત્મશુદ્ધિ ક ક ક ક ક કે ૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy