________________
૨૦ શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરના ઇતિહાસ. (પ્રથમ કળા)
ઉત્તરે દરીઆની ખાડી છે. ત્યાં દર વર્ષે અખાત્રીજનારોજ મેાટા ભરતીઓટ થતાં મુળ દ્વારકાનાં ખડો હાલ પણ દરીમાં નજરે પડેછે તે દરવર્ષે માત્ર ત્રણજ કલાક દર્શન થાયછે. તેમ તે તરફના રહેનારાઓ કહેછે.
ગમે ત્યાં હાય પણ એ શહેર અવર્ણનીય માંધણીનું અને વિશાળ હતુ... એ નક્કી છે. કેટલાક જીના ગ્રંથામાં એ દ્વારીકાપુરીના ૮૦૦ આસા માઈલમાં ઘેરાવા હતા એમ લખેલ છે, તેમજ તેમાં ૧૫થી ૧૬ લાખ માણસની વસ્તી હતી. યાદવાસ્થળી વખતે નાશ પામેલા યાઢવાની ચારલાખ સ્રીઓ દ્વારકામાં હતી. એવુ’ મહાભારતમાં લખેલ છે. તેા તેટલાજ યાદા પણ હશે અને તેથી ખમણી ઇતર વણની પ્રજા (વસ્તી) હાવી જોઇએ એ વખતે દ્વારકાપુરી આર્યાવમાં મેટામાં માટી નગરી ગણાતી.
શ્રીકૃષ્ણને આઠ પટરાણીઓ હતી, તેમાં કંદહારમાં આવેલ કુંદનપુરનારાજા ભીમકરાજાની કન્યા રૂક્ષ્મણીને હરણકરી લાવેલ તે મુખ્ય હતાં, તેમજ ભેમાસુરને મારી તેના દીખાનામાંથી છેડાવી લાવેલી હજારો રાજ્યકન્યા સાથે પેાતે પરણેલ હતા.
આઠ પટરાણીઓને નીચેમુજમ સતાના હતાં.
૧ રૂક્ષ્મણીને—પ્રદ્યુમ્ન, ચારૂદે, ચારૂદેહ, સુચારૂ, ચારૂગુપ્ત, ભચારૂ, ચારૂચંદ્ર, વિચાર, ચાર, અને ચારૂમતી, કન્યા હતી. ૨ જાંબુવતીને-શાંખ, સુમિત્ર, પુરૂજીત, સતજીત, સહસ્રવિજય, ચિત્રકેતુ, વસુમાન; દ્રવિડ, ઋતુ, અને એક કન્યા હતી. ૩ સત્યભામાને—ભાનુ, સુભાનુ, પ્રભાનુ, શ્રીભાનુ પ્રતિભાનુ, અને એક કન્યા હતી. ૪ ભદ્રાને–સ ંગ્રામજીત, બ્રહતરોન, સૂર, પ્રહ, અરીજીત,જય,સુભદ્ર,વાયુ, આયુ, સત્યક, અને એક કન્યા હતી. ૫ મિત્રવિન્દાને—ત્રક, હર્ષ, અનિલ, ગૃધ્ર, વન, ઉન્નાદ, મહાશ, પાવન, હિન, ક્ષુધીન, અને ૧ કન્યા હતી. સત્યાને વિર, ચ, અશ્વસેન, ચિત્રગુપ્ત, વેગવાન, વૃષ, આમ, શકું, વસુ, અને કુતિ નામની કન્યા હતી. ૭ કાલિંદીને—શ્રુત, કવિ, વૃષ, વરી, સુખાડું, ભદ્ર, શાંન્તિ, દ', પુર્ણમાસ, સામક, અને એક કન્યા હતી. ૮ લક્ષ્મણાને—પ્રધાષ, ગાયવાન, સિંહ, મલ, પ્રમલ, ઉગ, મહાસકતી, સહુ, આજ, અપરાજીત, અને ૧ કન્યા હતી. એ પ્રમાણે સતાના હતાં.
દ્વારકામાં શ્રીકૃષ્ણ વસવા આવ્યા ત્યારે કાળયવન પાછળ આવ્યા કૃષ્ણ એકલા ગિરનાર ઉપર ચડીગયા પાછળ યવન ચાલ્યા ત્યાં એક માટી ગુફામાં કાળાંતરથી સુતેલ સુચકઃ રાજા ઉપર કૃષ્ણે પેાતાનું વજ્ર (પીતાંબર) ઓઢાડી દઇ પાતે એક બાજુ છુપાઇ રહ્યા. કાળયવને પાછળ પાછળ આવી. તે વજ્ર ઉપરથી ધારેલ કે કૃષ્ણ સુતેલ છે, તેથી ઉઠાડવા પાટુ મારી (મુચકદને દેવા તરફથી વર હતા કે જે તને " નિંદ્રામાંથી જગાડશે તેમજ જેના ઉપર તારી પ્રથમ દ્રષ્ટી પડશે તે મળીને ભસ્મ થઇ જશે.”)