________________
પ્રિય ને પરિમિત ભાષા બેલતા, ને બેલતા ત્યારે જાણે સ્વયં સરસ્વતીના અવતાર લાગતા. પગપાળા પ્રવાસ અને માધુકરીની ભિક્ષા એ એમનું જીવનવ્રત હતું. અને એટલે એમણે આર્યાવર્તની ભૂમિને પોતાના પાકમળથી પવિત્ર કરી હતી. ગામ-નગરોને પોતાના ક્ષણિક વાસસ્થાન બનાવી ચિરસ્મરણીય બનાવ્યાં હતાં. હજારોને પિતાના ઉપદેશામૃતથી સિંચ્યાં હતાં. અને આ કારણે જ એમને શહેર, ગામ કે જંગલના કોઈ માર્ગ અપરિચિત નહોતા. ઘેરઘેરથી માધુકરી લેનાર હોવાથી જનતાની આર્થિક ને સામાજિક સ્થિતિથી પૂરા વાકેફ હતા. આર્ય—અનાર્ય, હિંદુ-મુરિલમ, યવન કે શુદ્ર કોઈ એમને અજાણ્યા નહતા.
ભરૂભૂમિના એ બાશિંદા હતા. અસલ નાગોર કે જ્યાં કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચઢે આચાર્યપદ સ્વીકાર્યું હતું, ત્યાંના એ જતિજી હતા. તસતસતી જુવાની અને ઊછળતી મહત્ત્વાકાંક્ષા પર સંયમ સાધી કામિની અને કાંચનને તેમણે તૃણવત લેખ્યાં હતાં. મોક્ષ એમને ધ્રુવતારક હતો. અને એ તારકના સાધનરૂપ પોતાના શાસનના જય માટે–જૈનશાસનના જય માટે–એમણે જીવન સમપ્યું હતું.
“પંચ મહાવ્રત'ના એ પાલક હતા. શ્રુતજ્ઞાનના એ ઉપાસક હતા. યુગ(ધાંસરી)પ્રમાણ દૃષ્ટિ રાખી વસુધાતલ પર વિહરનારા હતા. વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરવા રૂ૫ “સમિતિ ના એ ધારક હતા. મન, વચન ને કાયાને સંયમમાં લેવારૂપ “ગુપ્તિ'ના એ ગોપ્તા હતા. આઠ પ્રવચનમાતા”ના* એ પૂજારી હતા. સંયમની શુદ્ધતા ને * પાંચ મહાવ્રત · અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. જ આઠ પ્રવચનમાતા : (૧) જવા-આવવામાં વિવેક પ્રવૃત્તિ. તેવી રીતે, (૨) ભાષામાં, (૩) આહારપાન આદિમાં, (૪) વસ્તુ લેવા-મૂકવામાં, (૫) શૌચસબંધમાં, (૬) મતસંબંધી, (૭) વચનસંબંધી, (૮) કાયાસંબંધી.
જતિજી : ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org