________________
“જિંદગીને બેજ હવે જીરવાત નથી. રોશન, મારી ભૂલનું પ્રાયશ્ચિત્ત મને કરી લેવા દે !”
મલિકા, તમારી ભૂલ એ અમારી ભૂલ ! એક જ નાવમાં બેઠાં છીએ. તમે માલિક છે. પહેલાં અમારે નિકાલ કરો !' સિપાહી મંજૂષા ઉઠાવી ગયા. મલિકા વિચારશન્ય બની હતી.
રોશન, મારે જીવવું જ પડશે? તે ભલા હું જીવી શકે તેવું તું કંઈ ન કરી શકે? મારા આ અંધારર દિલમાં એકાદ દીવડો તું ન પ્રગટાવી શકે ?
“ સિતારા, મારા ખૂનનું શરબત પણ ન બની શકે ? એ શરબતના પયાલાથી મારા પ્યારાની રાજતૃષાને ન બુઝાવી શકે ?
અને રેશન, આમ આવ ! પેલા પુરાણું પાડીને તે મુક્ત કર્યો, તો વર્ષોથી તે આ બુલબુલને શા માટે બંદીવાન બનાવીને રાખી છે ? મારા બાગમાં વસંત આવશે, ત્યારે ટહુકવા એની જરૂર પડશે, એ માટે? પગલી, ખોટી વાતમાં વર્ષો વિતાવી દીધાં. બિચારા બુલબુલને એના મારાથી વિયાગ કરાવ્યો. છોડી મૂકો એ તમામ સુહાગણોને ?”
મલિકાએ ધીરે હાથે સુવર્ણપિંજરનાં દ્વાર ખોલી નાખ્યાં. બહાર નીકળવા તલસી રહેલી એ પંખિણીઓ ચૂપચાપ ઊડી ગઈ. એકાએક મલિકા ઊભી થઈ ગઈ, ને સુવર્ણના પિંજરને પૃથ્વી પર પટકતાં ચિત્કાર કરી ઊઠી :
ઓ બેવફા બુલબુલે ! શું મારી હાલત પર આંસુનું એક બિંદુ પણ પાડ્યા વગર ઊડી ગઈ હમદર્દીને એક ટહુકાર પણ કર્યા વગર નાસી ગઈ !”
મહાલયના સુશોભિત ખંડમાં રત્નજડિત ઝુમ્મરોમાં છત્ર છાંટયા તેલથી દીપક બળી રહ્યા હતા. સોનાના ભાદાનોમાંથી કપૂરની ગોટી
બુલબુલનું રુદન : ૨૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org