________________
થાકયા હશે, આપણે તેમનું કામ કરી લઇએ. મારી ઇચ્છા છે, કે સિપેહસાલાર ખાંસખાનની ગેરહાજરીમાં તેમનુ કામ તમે જ કરે. ધ્યાન રાખશે! કે સલ્તનતનું કામકાજ બરાબર ચાલવું જ જોઈ એ, એમાં કાઈ બહાનાં ન ચાલે.'
સાચી વાત છે, જહાંપનાહ ! માણસ આવે કે જાય, રાજનું કામકાજ ચાલવું જ જોઈએ. નવાએએ પણ જૂનાનુ કામ શીખી લેવું જોઈ એ. જૂનુ જાય તે નવું આવે; એ તે કુદરતના ખેલ છે. મરહૂમ શાહ ગયા, આપ આવ્યા. તખ્તને રાજ ચલાવનારની જરૂર છે, પછી ગમે તે હિંમતવાત તે અકલમંદ એ ચલાવે, એની સાથે અને નિસ્બત નથી.
<
સલીમશાહને મુબારિઝખાન યેાગ્ય ને લાયક આદમી લાગ્યા. પેાતાના વિશ્વાસુ ને શૂરવીર લશ્કરને કાબૂ ખવાસખાનની ગેરહાજરીમાં અને સોંપ્યા. મુબારિઝખાન સાચું કહેતા હતા, કે માણસ તે। આવે કે જાય, પણ સલ્તનતનું કામ ચાલવું જ જોઇ એ.
સલ્તનતનું કામ બરાબર ચાલવા લાગ્યું. મુબારિઝખાન ચાલાક ને હોશિયાર આદી હતા. રાજ લશ્કરની કવાયતે!, રાજ કઈ નવા નવા ફતવા, કંઈ ધમાલ ચાલુ જ હતી. ધીરે ધીરે લશ્કરી કાબૂ એના હાથમાં આવતા ગયા. આ પ્રવૃત્તિના સમાચાર બિયાનાની જાગીરમાં પહોંચતા ચાલ્યા તે ખવાસખાનની ગેરહાજરી વધતી ચાલી. આદિલશાહ તે તે આજુબાજુનાં ગામડાંના રાગી-દુઃખીની સેવામાં, ચેારાચબૂતરાની વૃદ્ધિમાં વધુ રસ લેતા ચાલ્યા. અલાહના દરબારના એ અમારા સલીમશાહના રાજને પણુ ભૂલતા ચાલ્યા. આ વર્ષેની સાલિંગરહમાં પણ તે ગેરહાજર રહ્યા. અમીર-ઉમરાવે! પણ ક ંઈ
દરકાર વગર હાજરી આપવા લાગ્યા.
<
મારા શાહ, બિયાનાની જાગીરમાં અલ્લાહની બંદગીના બહાને
દીવા પાછળનું અંધારુ : ૨૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org