________________
શાબાશ!' ઈરાનનો શાહ મોગલ સરદારની વફાદારી પર ખુશ થઈ ગયો. ને એણે હુમાયુ તરફ ફરતાં કહ્યું: ‘તમારી પાસે આવા નિમકહલાલ ને જાન ન્યોછાવર કરનાર સરદાર હોવા છતાં હિન્દ તમારા હાથમાંથી કેમ ચાલ્યું ગયું?”
ભાઈઓની શત્રુવટ ને ઈષરીથી.” હિંદના લોકોએ શું તમારી સાથે સહકાર ન કર્યો ?
તે લોકે વિધર્મી છે.'
“ભૂલો છે. હિંદમાં બે કોમના લેક ઘણું છે. એક અફઘાન ને બીજા રજપૂત. ઈશ્વરકૃપાથી ફરી ત્યાં પહોંચો તો અફધાનોને વેપારમાં નાખજો ને રજપૂતને આશ્વાસન ને પ્રેમપૂર્વક તમારી સ્થિતિમાં ભાગીદાર બનાવજે.”
બસ, ગુરુમંત્ર મળી ગયા. બીજે દિવસે ચૌદ હજાર સૈનિકોનું લશ્કર ઈરાનના શાહે આપ્યું, ને હુમાયુ કંદહાર જીતવા નીકળ્યો. છ મહિના મીરજા અસ્કરીએ સામનો કર્યો, પણ છેલ્લે એ હાર્યો ને કેદ પકડાયો.
હુમાયુએ હવે પિતાની જેહાદ આગળ વધારી. છ મહિના પછી એણે કાબુલના સજા કામરાન પર ચઢાઈ કરી. ભાગ્યદેવી હવે પ્રસન્ન થતી જતી ઠતી. હુમાયુને ભાઈ હિન્દાલ, જે ગજનીના સૂબા તરીકે કામ કરતો હતો, તે પણ બીજા અમીર-ઉમરાવો સાથે મદદ આવી પહોંચ્યો.
કાબુલ ફતેહ થયું. કામરાન નાસી છૂટયો. કાબુલની પછી હુમાયુ બદષ્ણ પર ચડ્યો, ત્યાં તે લુચ્ચે કામરાન આવીને કાબુલની ગાદી પર બેસી ગયો. હુમાયુ, હિંદાલ ને બહેરામખાન પાછા આવ્યા, ને તરત જ ઘેરો ઘાલ્યો. શાહજાદે અકબર કાકા કામરાનના હાથમાં હતો. લડાઈ ચાલુ થતાં એણે એક કિલાની ભીંત પર પોણા પાંચ
૩૧૮ : પંદર વર્ષને વનવાસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org